________________
ભૂમિકા : ૨૩
ભાવો એમાં વ્યક્ત થયા છે અને ગોમતીને મુખે જ નાગદેવની અંગશોભા પણ વર્ણવાઈ છે. કડી ૮૬થી ૯પને પદ્યબંધ રાગ ધન્યાસીનો નિર્દેશ ધરાવે છે. એમાં રાજાએ યોજેલા ભેજનોત્સવનું વર્ણન છે. આવા પ્રસંગે આ કૃતિમાં બીજા નથી આવતા એવું નથી, પરંતુ કવિએ આ બે પ્રસંગોને જ દેશીબંધના પ્રયોગથી જરા લગાવ્યા છે.
સૌથી પ્રાચીન આ ગુજરાતી કૃતિના કવિએ પૂર્વેની કઈ સંસ્કૃત-પ્રાકૃત કૃતિને આધાર રૂપે સ્વીકારી છે એમ કહી શકાતું નથી, કેમકે આ કૃતિ નામઠામહકીકતોના કેટલાક, ભલે બહુ મહત્ત્વના નહીં એવા પણ, ફેરફારે બતાવે છે, જે આખી પરંપરામાં જુદા તરી આવે છે. જેમકે
૧. અહીં અગ્નિશર્માના ગામનું નામ સુગ્રામ છે અને એ પાટિલપુત્ર પાસે આવેલું છે એમ કહેવામાં આવ્યું છે. ત્યાં રાજા જિત્રશત્ર છે ને એની રાણીનું નામ શ્રીમતી છે. (એટલેકે આરામશોભા એ એની અન્ય રાણી છે, જે પછી પટરાણીનું સ્થાન મેળવે છે.)
૨. આરામશોભાનું મૂળ નામ અહીં ગૌમતી કે ગમતી છે. “વિદ્યુ—ભા' શબ્દ એક વાર જાણે એના વિશેષણ તરીકે યોજાય છે.
૩. પૂર્વ પરંપરામાં કાલવિલંબ સહી ન શકતો રાજા વિદ્યુપ્રભા સાથે ગાંધર્વ વિવાહ કરે છે એવું નિરૂપણ છે. અહીં રાજા સાથેના વિદ્યુ—ભાનાં લગ્ન કુલવર્ગને પૂછીને કરવામાં આવે છે. કુલવગ જ કન્યા આપે છે અને જોશી પાસે લગ્ન પણ જેવડાવવામાં આવે છે. એટલે કે ગાંધર્વ વિવાહ થતા નથી.
૪. જિતશત્રુ આરામશોભાને પરણીને આવ્યા પછી આખા નગરને જમાડવાને પ્રસંગ યોજે છે.
૫. અપરમા વિષપ્રયોગ ત્રણ વાર નહીં પણ બે વાર કરે છે. તે પછી પ્રસૂતિ નિમિત્તે તેડાવવાની વાત આવે છે.
૬. આરામશોભાની સગર્ભાવસ્થાને પાંચ માસ થાય છે ત્યારે એ સમાચાર રાજ પિતે મોકલે છે. પહેલી વાર એ પ્રસુતિ અર્થે રાણીને પિયર મોકલવાની ના પાડે છે, પણ તે પછી આરામશોભાના પિતાને આવરજવર ચાલુ રહે છે અને સગર્ભાવસ્થાને આઠ માસ થાય છે ત્યારે એ બ્રહ્મહત્યાનો ભય દેખાડી પુત્રીને ઘેર લાવે છે.
૭. કથાને અંતે કપટી રાણું અને સાસુ બન્નેને રાજા શિક્ષા કરવા ઉઘત થાય છે, સસરાને નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org