________________
ભૂમિકા : ૧૫ પ્રાકૃત ગાથા પણ ઉદ્દધૃત થાય છે. અફર નિયતિવાદને પ્રગટ કરતી સંસ્કૃત ઉક્તિ જેવા જેવી છે – “યસ્મા યેન ચ યથા ચ યદા ચ ય, યાવચ્ચ યત્ર ચ શુભાશુભ આત્મકર્મ, તસ્મા તેન ચ તથા ચ તદા ચ તથ્ય તાવચ્ચ તત્ર ચ કૃતાન્તવશાત્ ઉપતિ.” કુલધરકન્યા માણિભદ્રનો આશરો લેતી વખતે “સ્વચ્છેદ સ્ત્રીની દુજને નિંદા કરે” એમ કહી સ્ત્રીને બાળપણમાં પિતાનું. યૌવનમાં પતિનું ને વૃદ્ધત્વમાં પુત્રનું અનુશાસન હેય છે એ જાણતા કલેક ટાંકે છે. માણિભદ્રને ઘેર પોતાના ગુણેથી કુલધરકન્યા બધાનું મન જીતી લે છે ત્યારે કવિ સંસ્કૃત સુભાષિત આપે છે કે “જ્ઞાતિસંબંધને આડંબર નહીં પણ ગુણે જ ગૌરવનું કારણ બને છે. જંગલનું ફૂલ આપણે ગ્રહણ કરીએ છીએ, ત્યારે અંગમાંથી જન્મેલો મેલ તજીએ છીએ.”
પરિસ્થિતિઓ, પદાર્થો, ભાવ, વત વગેરેને મત આપવાનું, એમને જરા ઘૂંટીને વર્ણવવાનું સંઘતિલકનું વલણ છે. આરામશોભાને વધ્યુંઘટયું ખાવા મળે છે એમ કહેવાથી એમને સંતોષ થતો નથી, “અરસવિરસ, શીતલ, લૂખું, સેંકડો માખી પડેલું, વધેલુંઘટેલું એ ખાય છે” એમ એ કહે છે. “જેના ચરણકમળને અનેક સામંત નમે છે” એવી સાદી ઉક્તિને સ્થાને તેઓ “નમિત નરેસના મુગટોના અમંદ મકરંદથી જેના પદાગ્ર વાસિત છે” એવી છટાદાર ઉક્તિ એ યોજે છે. નાગ છટકી ગયો તેથી ગારુડકાને થયેલી નિરાશા ને અકળામણુ એ એમના અનુભાવોથી મૂત કરે છે – “હાથ ઘસતા, હોઠ પીસતા, ઝાંખા મુખે પાછા ફરી ગયા.” પતિએ છોડેલી કુલધરકન્યાની વ્યાકુળ, ત્રસ્ત દશાનું કવિએ સાક્ષાત્કારક ચિત્ર ઊભું કર્યું છે – “આમતેમ તરલતરલ દૃષ્ટિ નાખે છે”, “હાહારવથી ગાજતા મુખવાળી, આંસુપ્રવાહમાં નહાતા સ્તનકલશયુગલવાળી, અત્યંત વ્યસ્ત હરિણીના જેવી તે સ્ત્રી દીનવચનથી પ્રલાપ કરવા લાગી.”
આવી મૂર્તતા આપવામાં અલંકારનો ઉપયોગ પણ ધ્યાન ખેંચે એવી રીતે થયો છે. અપરમાની કુટિલતાને કવિ મેંઢાના શિંગડા જેવી કહે છે! અપરમાનું કપટ જાણવા મળતાં કુદ્ધ થયેલા રાજાને કવિ “પ્રલયાગ્નિની જેમ પ્રજવળતા કહે છે અને એનાં વચનોને “વનિના સ્કૂલગ સમાં ઉગ્ર” કહે છે. આરામશોભાને ઝેરના લાડુથી મારવાના પોતાના નિષ્ફળ ઉપક્રમને અપરમા પોતે શેરડીના પુષ્પ સાથે સરખાવે છે અને રાજરાણું આરામશોભાને ત્યાં ખાવાનું મોકલવાનું કેટલું કઢંગું છે તે બતાવવા અગ્નિશર્મા અલંકારેને હારડો કરે છે - “આ તો કલ્પદ્રુમને બરકેરડાના ફળ મોકલવા જેવું છે, વજરોને કાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org