________________
આગમત પ્રભુની પ્રતિમા જડ છે એમ કહી
અનાદર કરનારાઓને ચેતવણું. કેટલાક લેકે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને શાંતમુદ્રા આદિ ગુણે સહિત છતાં પણ માત્ર અચેતનપણને લીધે માનતા નથી. તેઓએ ઉપર જણાવેલા જ્ઞશરીર નામના આગમ દ્રવ્યનિપાનો વિચાર કરવાની જરૂર છે.
ભગવાનની પ્રતિમાને અચેતન એટલે નિજીવપણાને લીધે નહિ માનનારાઓ કાળધર્મ પામેલા તીર્થકર, ગણધર મહારાજાઓના નિજીવ શરીરને સંસ્કાર જે શાસ્ત્રોમાં ભક્તિપૂર્વકને સ્પષ્ટ અક્ષરે જણાવેલ છે તે ધ્યાનમાં કેમ નહિ લેતા હોય?
વળી પિતાના આચાર્યાદિક જ્યારે કાળધર્મ પામે ત્યારે તેમના નિજીવ શરીરને ઈતર મનુષ્યના નિર્જીવ શરીરની માફક જ તેઓ કે તેમના મતને અનુસરવાવાળા કઈ દિવસ ગણે છે ખરા? તેઓની જ પ્રવૃત્તિ એવી છે કે કાળધર્મ પામેલા મુનિના નિવ શરીરના દર્શન કરવા સંખ્યાબંધ લેકે આવે છે, એટલું જ નહિ પણ એ નિર્જીવ શરીરની દફનક્રિયા કરવા પહેલાં તે નિર્જીવ શરીરને સુંદર માંડવી વિગેરેની રચના કરી તેમાં બિરાજમાન કરે છે અને વાજાગાજાની સાથે “જયજયનંદા-જયજયભા સરખા ઉત્તમ ગુણવાનું મનુષ્યને એવા સંબોધને પગલે પગલે બેલ વાપૂર્વક મોટા મહેચ્છવ સાથે શહેરના મુખ્ય સ્થાનમાં ફેરવે છે, અને ઉત્તમ મનુષ્યને લાયક એવા ઘી અને ચંદનાદિથી સંસ્કાર કરી તે નિર્જીવ શરીરની દફનક્રિયા કાળધર્મ પામેલા મહાત્માના ગુણને અનુસરી કરે છે.
આ મુજબ નિજીવ શરીરની જણાવેલી સત્કારયિામાં જ્ઞશરીર દ્રયનિક્ષેપાનું કેટલું પ્રાબલ્ય છે? તે એટલા જ ઉપરથી સમજાશે કે કાળ કરનાર મહાપુરુષ આચાર્ય, ઉપાધ્યાય કે સામાન્ય મુનિપણું આદિ સ્થિતિમાં હોય તે આચાર્યાદિક સ્થિતિને અનુસરીને જ ઉત્તમ કે મધ્યમ સંસ્કાર કરવામાં આવે છે.