________________
આગમજ્યાત (૩) શરીરને વેદના મટાડવાના વિચારે તે પણ આર્તધ્યાન છે. (૪) ભવાંતરમાં ઉપરની ત્રણ વસ્તુ માટેની વિચારણા તે પણ
આર્તધ્યાન છે. ઉપરના ચારમાંથી એક પણ વિચાર ન હોય અને સમતા રહે તેનું જ -નામ સામાયિક છે. રોદ્ર ધ્યાન
(૧) હિંસાના જે કોઈ પણ વિચારે તે રૌદ્રધ્યાન છે. (૨) મિલકતનું રક્ષણ અને તેના પ્રયત્ને તે પણ રૌદ્રધ્યાન છે. સામાયિકમાં જે જે પાપવાળી ક્રિયા હોય તેને છોડી દે.
ઉત્તમ અને અધમને સરખા ગણવા તેનું નામ સમતા નથી. પરંતુ પૌગલિક પદાર્થોથી થતા રાગદ્વેષથી છુટે થાય તેનું નામ ખરી સમતા છે. ઝવેરભાઈ (બુહારીવાળા)-ગૌતમસ્વામીજીને ભગવંત તરફ કે
રાગ હતું? ઉત્તર-ગૌતમસ્વામીજીને ભક્તિરાગ સાથે સ્નેહરાગ પણ હતા, તીર્થકર
પણાના અંગે ભક્તિરાગ અને પૂર્વભવના અંગે સ્નેહરાગ. ઝવેરભાઈ (બુહારીવાળા)-તે ધ્યાન કેવું કહેવાય? ઉત્તર-મિશ્ર ધ્યાન ગણી શકાય.
રાગદ્વેષ રહિતપણું સર્વથા તેરમાં ગુણસ્થાનકે લેવાય છે, સામાયિકની ગણત્રી પાંચમા ગુણસ્થાનકથી કહેવાય છે. અતિચાર સહિતનું પણ સામાયિક હેઈ શકે પરંતુ તે દેલવાળું છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ.
ભક્તિ પૂર્વક રાગદ્વેષને ત્યાગ મેક્ષને લાવનાર છે, ભક્તિરાગને સ્વભાવ કર્મને કાઢી આપોઆપ નીકળી જવાને છે. - તેથી સામાયિક અંગેની આજની પ્રવૃત્તિ વિવેક બુદ્ધિપૂર્વક આપણ
અંતરાત્માને જગાડે અને દુર્ગાનથી મુક્તિ મેળવી સમતાના અનુપમ દિવ્ય સુખને હૃદયંગમ અનુભવની પદ્ધતિપૂર્વક આવી ધર્મક્રિયાની આચરણથી પ્રાપ્ત કરવા સહુ કટિબદ્ધ થાઓ....એજ.
| સર્વત્ર સર્વે ગુણિનો અવતુ |