________________
૨૫
પુસ્તક ૪-થું
જે કે શ્રી ઉમાસ્વાતિ વાચક ભગવતે-શ્રી તત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૩૧)માં “મતિ આદિ ચાર જ્ઞાનમાં પ્રથમથી–એકથી માંડી (ચાર સુધી) ભજનાએ જાણવી” તથા પજ્ઞભાષ્યમાં“જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન હોય, ન પણ હાય એમ જણાવ્યું છે, તથા પ્રશમરતિ પ્રકરણ (ગા. ૨૨૬ ઉત્તરાર્ધ)માં–
એક જીવમાં એકથી માંડી ચાર સુધી ભજન જાણવી.” આમ જણાવ્યું છે.
આ ઉપરથી “મતિજ્ઞાન શ્રુતજ્ઞાન સાથે હોય જ” એ વાત પૂર ઉમાસ્વાતિજી મને માન્ય નથી જણાતી.
પણ અહી “રાજનશુદ્ધ પદથી સમ્યગદર્શન સહિત જ્ઞાનની પ્રાપ્તિની વાત એટલે ગર્ભિત રીતે શ્રુતજ્ઞાન સહિત મતિજ્ઞાનની વાત “મનુષ્ય જન્મને સફળ બનાવનાર કારણેને દર્શાવવાની વિવક્ષા”થી રજુ કરાઈ જણાય છે.
કેમ કે-અંગપ્રવિણ આદિ શ્રુતજ્ઞાનની નિમળતા સમ્યગ દર્શનના બળથી જીવકૃત–પુરુષાર્થ જન્ય છે.
આ કારણથી જ “સ રનાં ય જ્ઞાન”એ વાક્યથી જ્ઞાનની નિમળતાને આધાર સમ્યગદર્શન–આત્મપુરુષાર્થ દર્શાવ્યો છે.
અવગ્રહ આદિસ્વરૂપ મતિજ્ઞાન, અક્ષરાદિ સ્વરૂપ શ્રુતજ્ઞાન અને ભવ–પ્રત્યય વિર્ભાગજ્ઞાન (!) સ્વતઃ નિર્મળ હોય છે. તે જ્ઞાનથી જણાતા સ્વરૂપમાં કઈ વિસંવાદ પણ નથી હોતે.
આ ઉપરથી આ મતિજ્ઞાન (સમ્યફ મતિજ્ઞાન) અક્ષરાદિ સ્વરૂપ શ્રુતજ્ઞાન સિવાય માન્ય પણ નથી.
एवं पुलाकाधिकारे श्रुते नाऽङ्गप्रविष्टाऽऽदिविचारः सिद्धाधिकारे च पूर्वप्रज्ञापनमा 'नेकज्ञान' इत्युवराजदूरिति ।
આ રીતે પુલાક સાધુના વર્ણન પ્રસંગે (શ્રી તવાર્થ સૂત્ર અધ્યાય, સૂ. ૪ના પજ્ઞ ભાથમાં) શ્રતજ્ઞાન તરીકે અંગપ્રવિણ આદિ