Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 285
________________ { } ગૂઢ પ્રશ્નોના માર્મિક ઉત્તરે કર છે. [ ગીતાર્થ સાર્વભૌમ, ધ્યાનસ્થ-સ્વર્ગત પૂઢ આગદ્ધારક આચાર્યદેવશ્રીએ તે તે પ્રસંગે વિકટ સમસ્યારૂપ પૂછાયેલ ગૂઢ પ્રશ્નોના પિતાની વિલક્ષણ શાસ્ત્રાનુસારી તર્કબદ્ધ સચોટ પ્રતિભાબળે. આપેલ સચોટ ઉત્તરે કેટલાક પૂ આગમ દ્વારકશ્રીના નિકટના. અંતેવાસી અને પાસે રહેનારા પુણ્યાત્માઓ પાસેથી સંક્ષેપમાં જાણવા મળેલ, તે અહિં લેકગ્ય ભાષામાં સંકલિત કરી આપવામાં આવે છે. . ] વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીનું શૈલાણામાં હતું, પૂ. આગમ દ્વારકશ્રીની પ્રૌઢ દેશનાશક્તિથી ત્યાંના મહારાજા ખૂબ પ્રભાવિત થયેલા. અવાર નવાર વ્યાખ્યામાં આવતા, એક પ્રસંગે કાશી બાજુથી તેઓના ગુરુ તરીકે માન્ય ધુર ધર દિગ્ગજ વિદ્વાન સંન્યાસી શૈલાણામાં રાજ્યના મહેમાન તરીકે પધાર્યા, પિતાને ભક્ત રાજા જેન ધર્મગુરુના પ્રભાવ તળે અંજાઈ રિજ જૈન સાધુના વ્યાખ્યાન સાંભળે, તે તેઓને ગમ્યું નહિ, તેથી “નારતા જ જૈન- મૃત” એ ધારણાથી દેરવાઈ સંન્યાસીએ શેલાણાનરેશને સમજાવ્યા. શૈલાણનરેશ પૂ. આગમ દ્વારકશ્રીની તર્કબદ્ધ વ્યાખ્યાન શક્તિથી પ્રભાવિત થયેલ હઈ સંન્યાસીને કહ્યું કે-“આ તે ખૂબ જ પ્રતિભાશાળી વિદ્વાન ધર્મગુરુ છે. તમે તેઓને નાસ્તિક કેમ કહે છે ? તેઓ આત્મા, પુણ્ય-પાપ આદિ બધું માને છે” સંન્યાસી છંછેડાયો અને કહ્યું કે “જેને ઈશ્વર નથી માનતા માટે નાસ્તિક છે.'' દરબારને જિજ્ઞાસા થઈ તેથી પૂ. આચાર્યદેવને પોતાની રાજસભામાં પોતાના ધર્મગુરુના પ્રશ્નને જવાબ આપવા આમંત્ર્યા.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316