________________
પુસ્તક ૪-થું વવા માટે અહિં “પ્રાયઃ' શબ્દ મૂક્યો છે. પણ “ટ્ર રોકાવ, માવિરોષએ ન્યાયે ઉત્તમ દ્રવ્યથી શુભ ભાવ થાય કે જે શુભ ભાવ અશુભ કર્મના ક્ષયમાં હેતુભૂત થાય છે. એટલે ઉત્તમ પદાર્થનું ગ્રહણ એ શુભ ભાવમાં અદ્વિતીય કારણ છે,
વળી પૂજક એમ પણ સમજે છે કે જિનેશ્વર દેવની પૂજાભક્તિમાં આવા વિદ્યમાન ઉત્તમ પદાર્થોને ઉપયોગ એ જ શ્રેષ્ઠ છે. મળેલી વસ્તુની સાર્થકતા જ એમાં છે. નહિંતર તે પદાર્થો જે શરીર, પુત્ર, સ્ત્રીના સત્કારમાં વપરાય તે સંસારની વૃદ્ધિ માટે થાય. છે. ત્યારે ભવ્યાત્માઓ જે ઉત્તમ દ્રવ્યને ઉપયોગ જિનેશ્વરની ભક્તિમાં. કરે છે, તે સંસારના નાશ માટે થાય છે, અને પ્રભુ ભક્તિમાં ઉત્તમ પદાર્થોને તે જ વાપરી શકે છે કે જે ત્યાગની ને ત્યાગ કરનાર તીર્થકરની મહત્તાને સમજતો હોય. માટે શ્રેષ્ઠ એવી પુષ્પાદિક સામગ્રી વડે પ્રભુપૂજા કરવી.
પ્રશ્ન-૯ સ્તુતિ આદિ-ભાવ પૂજા શ્રેષ્ઠ કેમ?
ઉત્તર-સ્તુતિ-સ્તોત્રે આદિના અર્થોનું જાણપણું થયે છતે અવશ્ય. શુભ અધ્યવસાય થાય છે, કહ્યું છે કે “ઉત્તમ ઑત્રેના અર્થોનું જ્ઞાન પ્રાયે કરીને શુભ પરિણામ ઉત્પન્ન કરે છે.”
પ્રશ્ન-૧૦ તે અર્થના બેધવાલા જીથી કરાતી સ્તુતિ. તેત્રે રૂ૫ ભાવપૂજા જ શ્રેષ્ઠ છે, પણ જે સ્તુતિ-સ્તોત્રોના અર્થો જાણતા નથી તેવા છથી કરાતી સ્તુતિ-સ્ત રૂપ ભાવપૂજા શું શ્રેષ્ઠ નથી ?
ઉત્તર-ના, એમ નથી. જેણે સ્તુતિ-સ્તોત્રેના અર્થો જાણ્યા નથી એવા આત્માઓને પણ શુભ પરિણામ હોવાથી અર્થો નથી. જાણ્યા એવા સ્તુતિ-સ્તે રૂપ ભાવપૂજાથી પરિણામની નિર્મલતા. થાય છે. દષ્ટાંત તરીકે જેના ગુણે નથી જાણ્યા એવું રત્ન પણ ગુણકારી થાય છે, અથવા ઔષધનું સામર્થ્ય નહીં જાણનાર રોગીને. ઔષધથી જેમ નવરાદિક નાશ પામે છે, તેવી રીતે સ્તુતિ-સ્તંત્રના