________________
- શ્રી આવશ્યસૂત્ર અને તેની
- નિર્યુક્તિનું મહત્વ
(જિન શાસનમાં મુમુક્ષુતાના આધારરૂપ ગણાતા ૪૫ આગમાં ચાર મૂલસૂત્રની મહત્તા સર્વાધિક છે, તેના પાયા ઉપરજ આખી દ્વાદશાંગી નિર્ભરિત છે, સાધુ કે શ્રાવકને વિરતિના માર્ગો ઉપવા. કે ટકવા માટે શ્રી આવશ્યક સૂત્ર સર્વ પ્રથમ ઉપયોગી છે.
તેનું વિવિધ દષ્ટિએ મહત્ત્વ સૂચવત આ નિબંધ આગમોના તલસ્પર્શી જ્ઞાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ ખૂબ જ હળવી ભાષામાં આલેખે છે.
ખૂબ જ મનનપૂર્વક વાંચી-વિચારી દૈનિક આવક ક્રિયાઓની શક્તિ માટે અધ્યવસાયેની નિમંળતા મેળવવા પ્રયત્ન કરે.) પર્યુષણક૫ અધ્યયન છતાં કલ્પસૂત્ર કેમ?
જૈનજનતા સારી રીતે જાણે છે કે દરેક ચોમાસામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણમાં શ્રીસંઘ સમક્ષ પર્યુષણાકલ્પ અર્થાત્ કલ્પસૂત્ર વંચાય છે, તે કલ્પસૂત્ર હજાર વર્ષ પહેલાંથી દશાશ્રુતસ્કંધમાંથી પર્યુષણકલ્પ નામના અધ્યયનને જુદું પાડી સ્વતંત્ર સૂત્રરૂપે સ્થપાયું છે.
બીજા કેઈપણ સૂત્રના અધ્યયનને તેનાથી પૃથક ગોઠવવામાં કે તે એકલા જુદા ગોઠવેલા અધ્યયનની ચૂર્ણિ કે સ્વતંત્ર ટીકા વિગેરે ફક્ત નિશીથ અધ્યયનને બાદ કરીને કરવામાં આવેલાં નથી, પણ આ પર્યુષણુકલપ નામના દશાશ્રુતસ્કંધ નામના આઠમા અધ્યયન ઉપર સ્વતંત્ર ચૂર્ણિ, ટીકા વિગેરે કરવામાં આવેલાં છે,
જે કે ઠાણુગ, સમવાયાંગ અને દશાશ્રુતસ્કંધ વિગેરેમાં એ અધ્યયનને પર્યુષણકલપ અધ્યયન તરીકે ગણાવવામાં આવેલું છે, અને