________________
પૂ. આ ગમ દ્વારકશ્રી ના ! ૮ ક શા લી વાક્યો
(આ લખાણ શાસનદીપક સ્વ. પૂ. આ. ચંદ્રસાગરસૂરીશ્વરજી માના હસ્તલિખિત છુટક પાનાઓની સેંધમાંથી મેળવ્યું છે. ) * જડ ઝવેરાત જડ શરીરને શેભાવે પણ ચૈતન્ય સ્વરૂપ આત્માને
તે વિવેક, ઉદારતા, સતેષ આદિ ચૈતન્યમય સદ્ગુણે જ ભાવે. * વર્તમાનકાળની અપેક્ષાએ ક્ષાયિક-ક્ષાપશમિક સભ્યત્વમાં કશું અંતર નથી પણ ભવિષ્યની દષ્ટિએ ખૂબ જ અંતર છે, કેમકે ક્ષાપશમિવાળાનું ભવિષ્ય કદાચ અંધકારપૂર્ણ પણ હેઈ શકે ! દેવ-ગુરૂધમની માન્યતા ખરેખરી ત્યારે કહેવાય જ્યારે કે જ્ઞાનીઓના વચને કે ત્યાગ માર્ગ પર સાચે હૈયાને રાગ જાગે, કેમકે દેવ ત્યાગીઓના શિરેમણિ, ગુરૂ પણ સર્વ સંગ ત્યાગી, અને ધર્મ પણ ત્યાગના જ પાયા પર નિર્ભર છે. સમ્યક્ત્વનું માપકયંત્ર (મીટર) એ છે કે હૈયામાં વિષયે કેટલા ખૂચે છે? અને ત્યાગ માર્ગ તરફ કેટલે ઝુકાવ છે? આ ઉપરથી આપણે આપણામાં સમ્યક્ત્વની હાજરી પારખી શકીએ. અનાદિના “લઉં–લઉ” ભેગના સંસ્કારનું પરિવર્તન ત્યાગ માર્ગ પ્રતિ હાર્દિક વલણ તેનું નામ સમ્યક્ત્વ.