________________
૩૦
આગમ યાત
અધિષ્ઠાયક તરીકે અનાદત નામે દેવ તરીકે હતા તેઓએ પણ અપૂર્વ હષ ધારણ કર્યાં હતા.
અર્થાત્ પહેલાંના એક કે અનેક ભવામાં પણ ભવિષ્યના ભવાની ઉત્તમ દશા જાણવામાં આવતાં દરેક સુજ્ઞ શ્રદ્ધાવાન મહાપુરુષો હર્ષને ધારણ કરે છે, અને તેથી કદાચ એમ લાગે કે ભચશરીર નામના દ્રવ્યનિક્ષેપ કરતાં ભવ્યપર્યાય નામના દ્રવ્યનિક્ષેપ! અત્યંત ચેાગ્ય છે. પણ ભવિષ્યના ભવાની સ્થિતિને વર્તીમાન ભવાની સ્થિતિ સાથે માટું આંતરૂ હેવાથી તેમજ સાંભળનાર કે જાણનારને તેવું નિયમિત સતત આરાધન કરવું અસભવિત કે અશકય હેાવાથી તે દૃષ્ટિએ ભવ્યપર્યાય નામનેા નિક્ષેપેા જણાવ્યે નથી, પણ જે ભવમાં તેવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થવાની હાય છે તે ભવમાં જીવ જ્યારથી દાખલ થાય ત્યારથી તે ભવિષ્યના ઉત્તમ પર્યાયની અપેક્ષાએ ભવ્યશરીરનિક્ષેપ મનાય છે.
ભવ્યશરીર નિક્ષેપની મહત્તા
તેથી ભવિષ્યના ઉત્તમ પર્યંચાના આરાધ્ધપણાને લીધે તે ઉત્તમ પર્યાચાની પ્રાપ્તિ થવા પહેલાં પણ તેવાઓને મહાપુરુષ ગણી મારાધના કરવામાં આવે છે. આજ કારણથી સમસ્ત ઈંદ્ર મહારાજાએ જિનેશ્વર ભગવાનના ગલ, જન્મ અને દીક્ષારૂપી ત્રણ કલ્યાણકાની આરાધના સંપૂર્ણ ભાવથી કરે છે, એટલું જ નહિ પણ જિનેશ્વર ભગવાનના માતપિતાની પણ ભક્તિ ઈંદ્રો તરફથી જે કરવામાં આવે છે તે પણ ભવ્યશરીર નામના દ્રવ્યનિક્ષેપાને જ આભારી છે.
આ ઉપરથી જેઓ જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ફળસાધક તરીકે તીથંકર નામના ઉદય થતા જાણીને કૈવલ્ય સિવાયની ભગવાન તીર્થંકરની ગભથી કૈવલ્ય સુધીની અવસ્થાને દેવ તરીકે માનવા તૈયાર ન થતા હેાય તેઓએ જિનેશ્વર ભગવાનના નિવ શરીરની થતી ભક્તિમાં દેવતત્વની આરાધના ગણવી જોઈએ નિહ.