________________
જ
રૂપ ઉભય વતમાનમાં પણ કરતાં એમ
પુસ્તક ૧-લું
૩૫ અપેક્ષા નહિ રહેતી હોવાથી શબ્દોને વ્યતિરિક્તની અપેક્ષાએ દ્રવ્યશુત કહી શકાય. વ્યતિરિક દ્રવ્ય નિક્ષેપની સંગતિ
નામાદિ ચારે નિક્ષેપના ભિન્ન ભિન્નપણાની અપેક્ષાએ અતિરિક્ત ભેદને આ પ્રમાણે વિચાર કર્યો, પણ દરેક વસ્તુમાં ચારે નિક્ષેપ સહચરિત જ હોય છે એ અપેક્ષાએ વિચાર કરતાં એમ જણાય છે કે-વ્યવહારમાં જેમ ઘટપણે વર્તમાનમાં પરિણમેલી માટીને મૃત્તિકા અને ઘટ૫ણારૂપ ઉભય ધર્મવાળી મનાય છે તેવી રીતે જૈનશાસાની દષ્ટિએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકની અપેક્ષાએ ઉભાયાત્મક વસ્તુ હોવાથી વર્તમાનકાળે પર્યાયને અનુભવતી વસ્તુને એકલી પર્યાયરૂપ ન માની શકાય, કેમકે વર્તમાનપણને પર્યાય મુખ્ય ગણુએ તે પણ તે પર્યાયે પરિણમનારા દ્રવ્યને અપલાપ તે ન જ થઈ શકે અને વર્તમાન પર્યાયના અનુભવની વખતે પણ જ્યારે દ્રવ્યપણાને અપલાપ ન થાય, તે તે દ્રવ્યપણને ને આગમથી જ્ઞશરીર કે આગમથી ભવ્યશરીરરૂપે કહી શકાય, એટલે પારિશેષ્ય ન્યાયે વર્તમાનપણે પર્યાયને અનુભવનારા દ્રવ્યના દ્રવ્ય નિક્ષેપાને વ્યતિરિત આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય.
જેનશાસનમાં એવી માન્યતાને તે સ્થાન જ નથી કે દ્રવ્ય વગરના એકલા પર્યાયે હય, જણાય કે મનાય, એટલે પર્યાયને અનુભવતી વખતે જરૂરીપણે માનવી પડતી દ્રવ્ય અવસ્થાને વ્યતિરિક્ત દ્રવ્ય નિક્ષેપરૂપે માની શકાય. દ્રવ્યના અપ્રધાન અર્થની મહત્તા
ઉપર પ્રમાણે નિક્ષેપાના ભિન્નભિન્નપણાને અંગે અને ઐકયપણાને અંગે જે વિચાર કરવામાં આવ્યું છે તે મુખ્યતાએ “વ્ય' શબ્દને કારણ અર્થે લઈને જ કરવામાં આવે છે પણ જેવી રીતે “દ્રવ્ય શબ્દથી કારણ અર્થ લેવામાં આવે છે તેવી જ રીતે દ્રવ્ય શબ્દથી “અપ્રધાન અર્થ પણ લેવામાં આવે છે અને તેથી જ