________________
આગમત તે ઉદેશશુન્ય કે અન્ય ઉદેશપણે કરેલી ધર્મ યા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હેઈ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે, પણ ઉખર-જમીનની માફક મોક્ષ પ્રાપ્તિને માટે અયોગ્ય એવા અભવ્યજીમાં દ્રવ્યથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મક્રિયા હેય તેપણ તે વર્ત માનમાં કે ભવિષ્યમાં પણ ભાવ ધર્મક્રિયાને પ્રાપ્ત કરાવી શકતી નથી. તે તેવા છની અપેક્ષાએ અન્ય ઉદ્દેશથી કે શૂન્યપણે થતી ક્રિયાઓને વ્યતિરિક્ત નામના ભેદમાં સમાવેશ કર્યા સિવાય બીજે રસ્તે જ નથી. શાસ્ત્રાનુસારી દ્રવ્યક્રિયા ક્યારે બની શકે?
જોકે શાસ્ત્રાનુસારિણી એવી ધર્મક્રિયા દ્રવ્યથી પણ કરવાનું ત્યારે જ બને છે કે જ્યારે મોહનીય કર્મની ૭૦ કેડીકેડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કડાકેડની સ્થિતિ તૂટેલી જ હેય. જે જીવને એક કડાકડસાગરોપમ કરતાં અધિક કર્મ સ્થિતિ હોય તેને શાસ્ત્રકારે કર્મક્ષય અને એક્ષપ્રાપ્તિ માટે બતાવેલી ક્રિયા અન્ય ઉદ્દેશથી કે કઈ પણ ઉદ્દેશ વગર થતી જ નથી.
તેથી જ અભવ્ય, દુચિ કે મિથ્યાદષ્ટિ ને પણ શ્રુતસમ્યક્ત્વની પ્રાપ્તિ ત્યારે જ થવાનું જણાવે છે કે જ્યારે તેઓ કર્મની ૭૦ કેડીકેડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કેડીકેડ સાગરોપમની સ્થિતિ ખપાવીને ગ્રંથિ નજીક આવે. અર્થાત કર્મગ્રંથિની પાસે આવ્યા સિવાય અનુદેશે, અશુદ્ધઉદેશે કે અન્યઉદેશે પણ ધર્મકિયા પ્રાપ્ત થઈ શકતી નથી.
તેથી કઈ પણ ધર્મક્રિયા શાસ્ત્રાનુસારિણી થતી હોય ત્યાં કર્મની લઘુતા માનવી પડે તે તે ફરજીઆત જ છે, અને તેવી કર્મલઘુતા રૂપ નિર્મળતા પામેલ છવ હેય તે જ દ્રવ્ય થકી પણ ધર્મકિયાને આદરી શકે.