________________
પર
આગમત કેમકે જ્ઞાનીઓએ જણાવ્યું છે કે “અમ્યુપાઈ જા” જાણને-માનીને-સમજીને ન કરવાને સંકલ્પ તેનું નામ પ્રતિજ્ઞ. પરચ. પણ પાપિના ત્યાગની પ્રતિજ્ઞારૂપ છે, તેથી પચ્ચ. કરનારને જેના ત્યાગની પ્રવૃત્તિ કરે છે, તે સંબંધી ઉપયોગની જાગૃતિ રાખવી જરૂરી છે. પચ્ચાની શુદ્ધિ માટે જરૂરી
વળી પચ્ચની શુદ્ધિ માટે ત્રણ બાબતે જરૂરી છે, (૧) પાપથી દૂર રહેવું, (૨) પાપ ન કરવું, (૩) તેની પ્રતિજ્ઞા લેવી.
પ્રથમ જણાવી ગયા તે પ્રમાણ આચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેવું અને અનાચારનું વર્જન આ ત્રણ બાબતમાં આવી જાય છે.
આ ત્રણ બાબતેને નભાવી શકનારાનું પચ્ચ. અખલિત બને છે. નહીં તે નાના છોકરાઓની ગાજરની પીપુડીની જેમ “પાળ્યું ત્યાં સુધી ઠીક” એમ કરી ઢીલા થતાં વાર ન લાગે. પ્રતિજ્ઞાનું મહત્વ
જેઓને પ્રતિજ્ઞા કે પચ્ચ. ન હોય તેઓ આચાર પાળે ખરા, પણ સગવડીઆ ધર્મની રીતે! જરા મુશ્કેલીને સામને કરે પડે તે મર્યાદામાંથી ખસતાં વાર ન લાગે.
તેથી પ્રતિજ્ઞાવાળે કે? કે જે આચારવાળો હોય! આ રીતે ચોથા પચ્ચ.ના અધ્યયન પછી આ (પાંચમા) અધ્યયનનું આચારકૃત નામ સાર્થક થયું ગણાય. આચાર માટે પચ્ચાનું મહત્ત્વ
અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે-“આચારવાળે તે કે જે પચ્ચ.વાળે હોય” આ વાતને વધુ સ્પષ્ટ સમજવી જરૂરી છે તે આ રીતે – ઉપાદાદિની વ્યાપકતા
જગતમાં દરેક વસ્તુ ત્રણ સ્વરૂપે હોય છે. ઉત્પાદ, વ્યય અને