________________
પુસ્તક ૨-જુ
૫૭. શબ્દથી દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની જેમ દરેક આરાધક પચ્ચ. વાળ આચારવાળો હોય તેમ અનાચારને છેડવાવાળો હોય અને અનાચારના ત્યાગ અને આચાર પાલનની મર્યાદાવાળો હેય આમ આ અધ્યયનમાં આચાર–અનાચાર અને ઉભય ત્રણેનું મહત્વ છે. વ્યાખ્યામાં જરૂરી ચાર વસ્તુ
આ (પાંચમા) અધ્યયનની વ્યાખ્યા ટીકાકાર ભગવંત જણાવી રહ્યા છે, પણ વ્યાખ્યાના પ્રારંભે ચાર વસ્તુ સમજવી જરૂરી છે,
(૧) જેની વ્યાખ્યા કરવી હોય તેને વ્યવસ્થિત રીતે રજુ કરવી, (૨) પછી તેને પ્રકરણમાં સંબંધિત બતાવવી. (૩) પછી તેના સ્વરૂપને જણાવનાર સૂત્રને વિચાર–અર્થ વિસ્તાર આદિ રૂપે કરવે, (૪) પછી તે કયી અપેક્ષાથી કરેલ છે? તે જણાવવું. વ્યાખ્યાના ચાર પગથીઆ
આમ વ્યાખ્યાના ચાર પગથીઆ છે. જેમકે-સામાયિકસૂત્રની વ્યાખ્યા પ્રસંગે (૧) આટલા બધા સેંકડે સૂઝે છતાં સામાયિક સૂત્રની જ વ્યાખ્યા કેમ? જણાવવું (૨) પછી તે સામાયિકસૂત્રને ઉપગ શું છે? એની ઉપયોગિતા જણાવી તે સામાયિક કેટલા પ્રકારનું? અને અહીં ક્યા સામાયિકની વ્યાખ્યા કરવાની છે? જણાવવું. (૩) સામાયિકસૂત્રની વ્યાખ્યા-વિવેચના (૪) પછી કઈ અપેક્ષાએ આ વ્યાખ્યા કરવામાં આવી છે તે જણાવવું. ઉપક્રમાદિ દ્વારેનું મહત્વ
આ રીતે દરેક સૂત્રની વ્યાખ્યા કરવાના અવસરે તેને સંબંધ, સ્વરૂપ, વિવેચન અને અપેક્ષાને વિચાર જરૂરી છે.
આ જ વાત અનુગદ્વારસૂત્રમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય શબ્દથી જણાવાઈ છે.
અનુગ એટલે વ્યાખ્યા તેના દ્વાર એટલે બારણા, જે દ્વારા વ્યાખ્યય વસ્તુના સ્વરૂપની નજીક પહોંચી શકાય.