________________
-૩૪
આગમત નથી. તિર્યંચની ગતિ તથા આનુપૂર્વી અશુભ છતાં, પ્રતિકૂળ છતાં આયુષ્યના ભગવટા તેને અનુકૂળ છે કારણ કે તિર્યંચ સ્વાભાવિક, કૃત્રિમ કે સાયેગિક ખેથી પીડાયેલા હમેશા હેતા નથી, માટે તેમને જીવવાની અભિલાષા હોય છે. જ્યારે નારકીના હમેશાં પીડાથી જ ઘેરાયેલા હોય છે એટલે એમને જીવવાનું પણ હેતું નથી. આથી જ તિર્યંચના આયુષ્યને પુણ્યમાં માનવું પડે છે.
ખરી રીતે તે કીડીથી માંડીને ઈંદ્ર પર્વત, એકેંદ્રિયથી પદ્રિય પર્યંતના દરેક જીવ મરણથી ડરે છે. દેવતાઓ પણ મરણથી થરથરે છે!
દેવતાઓ પણ મરણથી થોડા ડરતા નથી ! છ ખંડને માલિક ચક્રવર્તી, એમ દેખે કે આ તમામ શ્રીમંતાઈથી, આવા વિપુલ વૈભ વથી પિતાને છ મહિના બાદ પદભ્રષ્ટ કરવામાં આવશે તે એના - હદયમાં શું થાય? આ રીતે દેવતાઈ વિમાનોના તથા સ્વર્ગીય
સાહ્યબીના સ્વામી દે છ મહીના અગાઉથી પિતાનું ચ્યવન દેખે - ત્યારે એને ઓછી વેદના થાય?
શાસ્ત્રકાર કહે છે કે ઔદારિક શરીરવાળાથી એ વેદના ક્ષણભર પણ સહન થઈ શકે નહિ. એ તે દેવતાઓને વૈકિય શરીર છે, - વષભનારાચસંઘયણ જેવું સામર્થ્ય છે. માટે આવી અતિ કરૂણા- જનક પરિસ્થિતિમાં પણ તે દેવતાઓ જીવી શકે છે.
જગતમાં કેઈ આબરૂદાર માણસ પર જુઠું કલંક આવેલ હોય અને તેને માલુમ પડે કે તે જ નિર્ણય જાહેર થશે તે તેની - દશા કેવી થાય છે? હાર્ટ ફેઈલ થઈ જાય છે! દેવતાઓ પણ પિતાની ભવિષ્યની ભયંકર હાલત નજરોનજર દેખે છે, પણ એમને ઔદાકિશરીરવાળાની જેમ હાડકાંનું હાડપીંજર કે માંસના લેચા નથી કે જેથી હાટફેઈલ થાય! ન નિવારી શકાય તેવી કરૂણદશામાં પણ છ મહીના તેઓ જીવન નિભાવે છે, તે વૈકિય શરીર તથા વજઋષભનારાચસંઘયણ સામર્થ્યને જેના લીધે જ !