________________
આગમત
ખરેખર ! આવા ઉત્તમ વિચારોની ગંધ સરખી પણ આપણામાં દેખાતી નથી!
વળી જુઓ ! પુણ્યવતી ત્રિશલા માતાને ગર્ભની સ્થિરતા અંગે મહા શેક ઉપજે તેમાં પુત્ર પ્રેમની સાથે “ત્રણ જગતના પ્રાણીઓનું હિત કરનાર મહાપુરૂપ મારી કૂખે આવ્યા અને હું તેનું જતન ન કરી શકી” એ વિચારણા મુખ્ય હતી. લૌકિક દષ્ટિ કરતાં લેકેત્તર વિચારધારા ત્રિશલા માતાની આપણે સમજવા જેવી છે. પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય
વળી પ્રભુ મહાવીરે ગર્ભમાં અભિગ્રહ લીધે તે પ્રસંગ પણ ખૂબ સમજવા જેવું છે.
મર્મ નહિ સમજનારા લેકે ભગવાનના અભિગ્રહના નામે માબાપની સેવાને દીક્ષા કરતાં પણ વધુ મહત્વ આપી વર્તમાનકાળની થતી દીક્ષાઓને વગેરે છે. વિચિત્ર અજ્ઞાન દશા
ખરેખર! અજ્ઞાનદશાનું વિચિત્ર નાટક છે! સંસારમાં રહેનારાઓ માટેની જે ફરજ છે તેને સંયમપંથે જનારા માટે શી રીતે લાગુ કરી શકાય?
એકડીના કલાસની ચોપડીઓ મેટ્રિકવાળાને શા ખપમાં આવે? સંસારમાં રહેનારે પિતાના સઘળા સ્વાર્થોને ગૌણ કરીને પણ માતાપિતાની સેવા-ભક્તિને પ્રધાનતા આપવી જોઈએ ! પણ જ્યારે સંસારના બંધનથી મુક્ત બની સંયમના ઉચ્ચ પથે જવા તૈયાર થયેલા માટે પ્રભુના અભિગ્રહને આડે ધરી માતા-પિતાની સેવાના નામે દીક્ષામાં અંતરાય ઉભું કરે બુદ્ધિમાનને છાજે નહિ! ધારણ અને પચ્ચનું અંતર
વળી પ્રભુ મહાવીરને આ અભિગ્રહ છે તે ધારણા છે કે પચ્ચક્ખાણ?