________________
પુસ્તક ૩-જુ શું? કે ત્યાગ–માર્ગ કેઈ પણ રીતિએ આદરે છે તેમાં જરા પણ વિચાર કરે તે નકામે છે.
આ જ રીતે પચ્ચીસમા નંદનના ભાવમાં–તપસ્યા કેવી કરી? તે વિચાર! તમારે તે જૈન સંસ્થાના મેળાવડાઓ ભરવા ત્યાં હવે રાત્રિ ભોજન કરવા છે, કહે આવી સ્થિતિમાં તપસ્યાનું મહત્વ ક્યાંથી તમને સમજાય?
ત્યારે જે ભગવતે માસખમણને તપ લાખ પૂર્વ વર્ષ સુધી કર્યો. તે ભગવંતનું અનુકરણ કરવા જરા પણ વિચાર આવે છે?
વળી આગળ છેલ્લો ભવ લઈએ. છેલ્લા ભવની કેટલીક બીનાઓને દુરૂપયોગ - સિદ્ધાર્થ રાજાએ અખાડા ખેલ્યા હતા. તેવું બતાવી અખાડા ખેલવાનું સાધુને બતાવનારાએ વિચારવું જોઈએ કે “તે મહાવીર ભગવતે અખાડા ખેલ્યા હતા કે સિદ્ધાર્થ રાજાએ?” તે વિચારવું જોઈએ.
વળી ત્યાં-જે વર્ણન કર્યું છે તે રૂષભદત્ત બ્રાહ્મણને ત્યાંથી લાવવામાં આવ્યા છે, તે અંગે સિદ્ધાર્થ રાજાની રાજનીતિ બતાવવા માટે તે બધું વર્ણન જણાવ્યું છે. - અજ્ઞાનીઓની સ્થિતિ તે એવી હોય છે કે-ગમતી વાતને પકડી લઈ ધર્મને નામે ધકાવવી છે, પણ તે રીતે ગાડું ગબડાવનારાઓએ યોગ્ય વિચાર કરવાની જરૂર છે.
વળી આગળ સ્વપ્ન અંગે વિચારવા જેવી વાત એ છે કેત્રિશલારાણીએ શુભ સ્વપ્ન જોયા તે તે માટે ધર્મ જાગરણ કરવા પૂર્વક બાકીની રાત્રિ પૂરી કરી. આપણને કદી ધર્મ જાગરણ કરવાની ઈચ્છા થઈ છે ખરી?
આજે અહીં ઉપસ્થિત શ્રોતાઓમાંથી કેઈએ પણ રાતના બાર વાગે આવેલ સ્વપ્નને સ્થિર રાખવા દેવ-ગુરૂની કથા કરવા રૂપે રાત વીતાવવાને કદી વિચાર કર્યો છે ?