________________
આગમત
દુનિયામાં કહેવત પણ છે કે, “દમડે ઊંટ પણ દમડે કયાં?” બાહ્ય પદાર્થોનાં સાધન ઉપર જ રૂપીયાની કિંમત છે. મકાન, વાડી, ધન, હાટ વિગેરે મેળવવા રૂપીયા દેવાય છે. રૂપીયાને મેહ બાહ્ય સુખને મેળવવા બાહ્યસુખનાં સાધનેને મેળવવા માટે કરવામાં આવે છે.
બાહ્ય સુખનું આડકતરી રીતે સાધન રૂપીયે છે. જાનવર અગર નાનાં બચ્ચાંને રૂપીયે એ સુખનું સાધન નથી પણ ખાદ્ય પદાર્થ જ એને માટે સુખનું સાધન છે. એક બાજુ રૂપી મૂકે અને બીજી બાજુ લાવે મૂકે, લાડવાની કિંમત છે કે આને છે જ્યારે રૂપીયાની કિંમત સેળ આના છે, પણ બન્યું તે સોળ આનાવાળા રૂપીયાની દરકાર નહિ કરી લાડવાને જ ઉપાડે છેઃ રૂપીયાને કાને કે નાકે અડાડીએ તે કાંઈ સુખ મળતું નથી. પાંચે ઇદ્રિને સુખ આપનારાં સાધને (પદાર્થો) મેળવવાનું સાધન (આડકતરું સાધન દૂરનું સાધન) રૂપીયે છે. નાનાં બચ્ચાં તથા પશુ આડકતરા સાધનમાં જતા નથી, સીધા સાધનમાં જાય છે. એટલે તત્વ એ નક્કી થયું કે બાહ્ય સુખનું સાધન તે અર્થ. અર્થ અને કામ એ લૌકિક પુરૂષાર્થ છે.
બાહ્ય સુખનાં સાધને, ચાહે સીધાં છે કે આડકતરાં છે પણ તે તમામને અર્થવર્ગમાં સમાવેશ થાય છે, એ અર્થવર્ગ સાધ્ય નથી. હવે બાહ્યસુખને ભોગવટે તે કામવર્ગ છે. જગતના બધા જ શામાં મથી રહ્યા છે? કેવલ બાહ્ય સુખ મેળવવા અને તે માટે તેનાં સાધને મેળવવા મથી રહ્યા છે. અર્થ અને કામ આ બે વર્ગ–આ બે પુરૂષાર્થ–લૌકિક છે, પણ તે સાધ્ય નથી. અનાદિ કાલથી બાહ્યસુખે અને તેના સાધને તે વારંવાર પારાવાર મેળવ્યાં અને મૂક્યાં કયા ભવમાં નથી મેળવ્યા ને નથી મૂક્યાં ? ઈદ્રિયાસકતે મોક્ષને ન સમજી શકે
આત્માનું સુખ અને તેનાં સાધને, આ બે વર્ગો આ જીવે મેળવ્યા નથી. આત્મીય સુખને ભેગવટે તે મોક્ષ અને તે મેળવી