________________
४७
પુસ્તક ૧-લું ભગવાન મહાવીર મહારાજનું સાતપુત્ર એવું નામ બૌદ્ધ શાસ્ત્રમાં દેખીને તથા તેની પૂર્વે કહેલી હકીકત સમજીને સ્પષ્ટ જાણી શકશે કે શ્વેતાંબર શાસ્ત્રી જ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાની સત્ય હકીકત રજુ કરનારા છે, અને એ વાત પક્ષપાત છોડીને મધ્યસ્થપણે વિચાર કરનારા દિગંબરેને પણ કબૂલ કરવામાં અડચણ આવશે નહિ. દિગંબરોની માન્યતાનું રહસ્ય
સર્વ દિગંબર લોકે આવાત કબૂલ કરે છે કે ભગવાન મહાવીર મહારાજાના ઉપદેશને આધારે ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી કે તે અંગેને આધારે કૃતસ્થવિરોએ રચેલા ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક જેવા સામાન્ય રીતે છે, બાર મહિનામાં ભણી શકાય તેવા સૂત્રને પણ સર્વથા વિચ્છેદ માને છે. દિગંબરના મત પ્રમાણે દ્વાદશાંગી કે ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સરખા નાના સૂત્રને એક અંશ પણ હજારો વર્ષોથી વિચ્છેદ થઈ ગયેલ છે અને વર્તમાનમાં દિગંબર લેકે જે જે શાસ્ત્રોને માને છે તે “કેવલી ભગવંતની વાણી વગરને આચાર્યોને જ કરેલો શાસ્ત્રપ્રવાહ છે,” અને તેથી તે લેકેને નહિ ગમતી અગર વગર જરૂરી લાગતી નીચ કુળમાં આગમન, ગર્ભાપહાર, જ્ઞાતકુળમાં સંહરણ એ વિગેરે વાતે યથાસ્થિત છતાં પણ કાઢી નાખી હોય તે સ્વાભાવિક જ છે, અને તેથી તે દિગંબરાના કલ્પિત શાસ્ત્રોમાં જ્ઞાતપુત્ર આદિ નામની ગંધ પણ ન હોય, પણ શ્વેતાંબરશાસ્ત્રો કે જે ખુદ ગણધર મહારાજાના કરેલા શાસ્ત્રોનું જ આબેહુબ સ્વરૂપ છે, અને તેમાં તે નીચકુળ આગમાદિક નહિ ગમતી વાતો પણ સત્ય સ્વરૂપના વર્ણનની ખાતર પણ કહેલી છે. તે દેખીને કોઈ પણ દિગંબર કે જેનેતર મનુષ્ય શ્વેતાંબરશાસ્ત્રોને અને તેમાં કહેલી જ્ઞાતપુત્રાદિ નામને લગતી હકીકત સત્ય માન્યા સિવાય રહેશે જ નહિ આરાધ્ય વીર કયા?
આ બધી હકીકત માત્ર પ્રાસંગિક રીતિએ જણાવી છે. ચાલુ