________________
પુસ્તક ૧-નું હિંસાનું કારણ એવા કૃષિ આદિ આરંભમય વ્યાપારની નિવૃત્તિરૂપ સાધુપણાને પામેલા એવા નવદીક્ષિતને સાધુપણાથી ચુત કરી સંસારના દાવાનળમાં હેમવા માટે આવેલા તે નવદીક્ષિતના સગાસંબંધીઓને તે નવદીક્ષિતના સંબંધમાં પ્રશ્ન કરતાં તે નવદીક્ષિતની સર્વ હકીકત પણ જાણનારા મહાત્માઓને હું કાંઈ પણ નથી જાણતો એમ નિશંકપણે બોલવું પડે છે તે મૃષાવાદ પણ છ જવનિકાયની દયાની દષ્ટિથી જ મહાપુરુષના આચાર એટલે કલ્પરૂપે ગણવેલું છે. હિંસાની વિરતિના લક્ષ્ય સાથે સમ્યકત્વને સંબંધ
આ સર્વ હકીકતનું તત્વ એટલું જ કે છ જવનિકાયની દયાને માટે શાસ્ત્રકાએ બીજા વતેમાં જે અપવાદો રાખ્યા તે જૈનશાસ્ત્રની છ છવાયની દયા માટેની અદ્વિતીય સાધ્યતા સૂચવે છે. આવા જ કઈ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જીવાદિ તના શેય, હેય અને ઉપાદેયપણાની રૂચિને સમ્યક્ત્વ તરીકે ગણાવ્યા છતાં ભગવાન સિદ્ધસેન દિવાકરજી જેવા સમર્થ પૂર્વ ધર મહારાજાએ “પૃથિવીકાયાદિક છએ જવનિકાયની જીવ તરીકેની શ્રદ્ધાને સમ્યક્ત્વ” તરીકે ગણાવે છે.
આવી રીતે એક જીવતત્ત્વના એક સાંસારિક ભેદના પટાભેદરૂપ છે, પ્રકારના જીવકાર્યોની શ્રદ્ધાને સમ્યક્ત્વ તરીકે સ્થાન અપાયું છે, તે જ જૈનશાસ્ત્રકારેની દયાની તત્પરતા બતાવવા દ્વારાએ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરનું છે જવનિકાયનું હિતૈષીપણું બતાવવા સાથે પરહિતરતપણું બતાવવાને સમર્થ થાય તેમ છે.
આવી રીતે સર્વ તીર્થકરોની અપેક્ષાએ પરહિતપણું બતાવ્યા પછી હવે વર્તમાન શાસનના સ્થાપક અને પ્રરૂપક ભગવાન વીર વધમાનસ્વામીના પરહિતરરતપણુનો વિશેષ વિચાર કરીએ. ભગવાન મહાવીરના પરહિતરતપણુને વિચાર કયા ભાવથી?
ભગવાન મહાવીર મહારાજે તીર્થકર નામ ગોત્રનું નિકાચિતપણે પચીસમાં નંદરાજ કુંવરના ભવમાં કરેલું છે, અને