________________
વ્યાખ્યાન ૭ “ િવ પ્રત્યાઘાતચુરા ત્રાસવાન અવસ્થા પ્રચાસ્થાન क्रियानन्तरमाचारताध्ययनं तत्प्रतिपक्षभूतमनाचाराध्ययनं वा. પ્રતિપાદ્યતે .” ઉપક્રમ
વ્યાખ્યાકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી શીલાંકાચાર્યજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે શ્રી સૂત્રકતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી, ગયા કે પચ્ચ, નું મહત્વ
જૈન શાસનમાં પચ્ચાની ક્રિયાનું ખૂબ જ વિશિષ્ટ મહત્વ છે.. અન્ય દર્શનકારે એ પણ યમ, નિયમ, વ્રત અને શિક્ષા વગેરે રૂપે વ્રતપાલનનું મહત્વ સ્વીકાર્યું તે છે, પણ દાન, દક્ષિણા રૂપે કંઈક કર્યાને આત્મસંતોષરૂપે માન્યું છે. પણ જિનશાસનમાં તે પચ્ચ. તે દેવું પતાવવારૂપ અવશ્ય કર્તવ્ય જણાવ્યું છે. અવિરતિની કારમી અસર
જીવને કર્મ સત્તાના સકંજામાં જકડનાર અવિરતિ છે.” આ વાત જેને સિવાય કઈ માનતું નથી. અવિરતિ એટલે સત્ કાર્યોમાં પ્રવૃત્તિ ન થવી તે. પાપકાર્યોથી વિરમવાની વાત બધાએ માન્ય રાખી છે. પણ પાપકાર્ય ન કરવા માત્રથી જીવનું કલ્યાણ નથી, પણ સતકાર્યમાં પ્રવૃત્તિ થવી જરૂરી છે. સતકાર્યમાં પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી હકીકતમાં પાપથી વિરમવાની વાત શાબ્દિક બની જાય છે.