________________
પુસ્તક ૨-જુ
૧૭ સાપેક્ષ છે, અનામિકા કે તર્જની આંગળી નાની કે મોટી? એના જવાબમાં જેમ કનિષ્ઠિકા (ટચલી)ની અપેક્ષાએ અનામિકા મટી, અંગુઠાની અપેક્ષાએ તર્જની મોટી પણ મધ્યમાની અપેક્ષાએ તે બંને નાની ! એ રીતે આચાર પાલન માટે અનાચારના ત્યાગનું અને અનાચારના ત્યાગમાં આચાર પાલનનું સાપેક્ષ મહત્ત્વ છે, પચ્ચ.ની અધિકારિતા મેળવવા માટે બંનેની સાપેક્ષ મહત્તા છે. પચ્ચ. પાલન માટે મર્યાદાશીલતાની જરૂર
આ વાતને જરા વિગતથી સમજીએ તે એમ કહી શકાય કે પચ્ચ.ના પાલન માટે આચાર પાલનની જરૂરીયાતની જેમ પચ્ચની મર્યાદાઓ માટે અનાચાર પાલન પણ જરૂરી છે.
કેમ કે-પચ્ચ. લેવું સહેલું છે તેને ટકાવવા માટે ખૂબ જ સાવચેતી અને મર્યાદા શીલતાની જરુર પડે છે. એટલે પચ્ચ. લેવા રૂપ આચારનું પાલન સુશક્ય ત્યારે બને જ્યારે અનાચારને ત્યાગવાની. મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન હેય.
પચ્ચ. લેવું એ વીલ્લાસની વૃદ્ધિના આધારે ટૂંક સમયનું કામ છે, પણ તેનું લાંબા સમય સુધી પાલન સાવધ વ્યાપારોના ત્યાગની જાગૃતિથી થાય છે. પચાની સુરક્ષા માટે વ્યવસ્થિત જીવનની જરૂર
વ્યવહારમાં જેમ જણનારીને નવ મહિનાનું દુઃખ પણ પાળનારીને તે આખી જીંદગીને ભાર, તે રીતે પચ્ચ. લેવાની ક્રિયા ઘડી-બેઘડી કે ટૂંક સમય જ, પણ તેનું પાલન તે આખી જીંદગી કરવાનું, એટલે જે પચ્ચ. લીધા પછી એગ્ય રીતે અનાચારેને ત્યાગ કરી વ્યવસ્થિતપણે જીવન ન જવાય તે પચ્ચ. સુરક્ષિત ન રહે. જાળવણીની મહત્તા
કેઈ સારી કિંમતી ચીજ તમે લાવીને તમારી ઘરવાળીને આપે. તે આપવામાં વાર કેટલી? પણ તેને જાળવવામાં તમારી સ્ત્રીને.