________________
પુસ્તક ૧-લું નિમિત્ત બની ધર્મતીર્થ પ્રવર્તાવવાનું કહે છે આ બધું ચારિત્ર ગ્રહણ કરવા માટે ભગવાન જિનેશ્વર મહારાજને સ્વયં થએલા પરિણામની પછી જ કહે છે. જો કે સ્વયં ચારિત્ર ગ્રહણ કરવા અને ધર્મતીર્થ પ્રવર્તાવવા તૈયાર થએલા જિનેશ્વર ભગવાનને લેકાંતિક દેવતાનું તેવું કથન નિરર્થક છે તે પણ ઘેરે આવતા સપુરુષને કઈ પણ સજજન વિવેકને અંગે “પધારો” એમ કહે, રાજાદિક મહદ્ધિ કે જ્યારે ચાલવા માંડે ત્યારે તેને સેવકે જેમ પધારવાનું કહે, તેમ અહીં પણ લેકાંતિક દેવતાઓ તેવા વિવેકરૂપી કલ્પને અંગેજ સ્વયં ચારિત્ર લેવાને તૈયાર થએલા ભગવાન જિનેશ્વર મહારાજને ચારિત્ર લેવાની અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરે છે, અર્થાત લોકાંતિકેને અંશે પણ ઉપકાર તીર્થકર ભગવાન ઉપર ચારિત્ર ગ્રહણ કરવાની બાબતમાં નથી. તીર્થકરેના મન:પર્યવ જ્ઞાનની મહત્તા
વળી ચારિત્ર ગ્રહણ કરવાની વખતે જ સર્વ તીર્થકરોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.
યાદ રાખવાની જરૂર છે કે સર્વ સાવધના ત્યાગરૂપી ચારિત્રને માટે ઉચ્ચરાતી પ્રતિજ્ઞા લેવાયા પછી જ આ મન પર્યાવજ્ઞાન થાય છે. જોકે સર્વ તીર્થકરે સાંવત્સરિક દાન આપે તે વખતે તેઓશ્રી ચારિત્રના પરિણામવાળા જ હોય છે એટલું જ નહિ, પણ તેવા દાનની શરૂઆત પહેલાં પણ કેટલેક વખત તેઓ જરૂર ચારિત્ર પરિણામ વાળા હોય છે, છતાં તેવા ત્રણ જ્ઞાનવાળા, તેવા ચારિત્રના પરિણામ વાળા, એવા જિનેશ્વરને પણ સર્વ સાવધના ત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા ન સ્વીકારે ત્યાં સુધી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
આ ઉપરથી ફળિત એ થાય છે કે સાવઘના ત્યાગના પરિણામ વાળાઓને પણ સાવઘની પ્રવૃત્તિના ત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા ક્ય પછી જ મન:પર્યવજ્ઞાન થતું હોવાને કુદરતી ન્યાય લાગે છે.
બીજી એક ખાસ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે એકલા ચારિત્રના પરિણામવાળાને સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા ન હોવાથી મન:પર્યવ