________________
પુસ્તક ૧-૬
૫૩ શરીર સંબંધિત દ્રવ્યનિક્ષેપાનું મહત્વ
જેમ સંસારી આત્માના ઇદ્રિ અને ગોથી થતું કર્મબંધન તે ઈદ્રિય અને ગોથી ભિન્ન એવા સિદ્ધના આત્મા કે અન્ય સંસારી આત્માઓને લાગતું નથી, તેવી રીતે તે ઇદ્રિય અને ગેને પ્રવર્તાવનાર આત્મા પણ તે ઇકિયાદિમય શરીરથી સર્વથા ભિન્ન માનવામાં આવે તે તે શરીર આદિ દ્વારાએ તે આત્માને બંધ જોઈએ નહિ, અને એવી રીતે બંધને અભાવ માનીએ તે ચાર ગતિરૂપ સંસારને વિચ્છેદ થઈ જાય, અને જીવને સુખ-દુઃખ આદિનું વેદન પણ જે શરીર આદિ દ્વારા થાય છે તે પણ થાય નહિ.
જેકે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપામાં જીવ-સહિત શરીર લેવું કે નજ લેવું એમ નથી, કેમકે જ્ઞશરીર ભેદમાં ગણાતું શરીર છવ-રહિત હોય એમ નિશ્ચિત છતાં પણ ભવ્ય શરીર દ્રવ્ય નિક્ષેપા તરીકે ગણાતું શરીર જવરહિત નથી જ હેતું એ ચક્કસ છે, છતાં તે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપોમાં શરીરની જ મુખ્યતા લેવામાં આવી છે એમાં બે મત થઈ શકે તેમ જ નથી, પણ તે જ્ઞશરીર, ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપમાં લેવામાં આવેલ શરીરની ગણત્રી તે શરીર તરીકે નહિ, પણ શરીર અને આત્માને જે કર્થ. ચિત અભેદ સ્વભાવ છે તેને અનુસરીને આત્માની માફક તે શરીરને મુખ્ય ભાવવસ્તુના પરિણામી કારણ તરીકે લઈને શરીર, ભવ્યશરીર નિક્ષેપાઓ કરવા પડે છે. વ્યતિરિકતનિક્ષેપની વિશેષતા
આ જ કારણથી એકભાવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર એ નામના ત્રણ ભેદે દ્રવ્યનિક્ષેપાને અંગે ભવિષ્યના આખા ભવની અપેક્ષાએ લેવામાં આવે છે, પણ તે અહીં લીધા નથી. અહીં તે 1શરીરપણું એ જાણકારના મરણ પામ્યા પછી તેના શરીરની ઓળખ રહે ત્યાં જ સુધી લેવામાં આવે છે, અને ભવ્યશરીરપણું ગર્ભમાં આવવાના કે જન્મના સમયથી જ લેવામાં આવે છે. ભૂતકાળના ભવની અંદર બનતું એકભવિકઆદિપણું વર્તમાન ભવની અપેક્ષાએ.