________________
પુસ્તક ૧-લું તે નાશ કરનારા હોય છે અને તેમાં જ એટલે અપરાધીના દેહાંતદંડમાં દુષ્ટ શિક્ષાને નામે પિતાની શ્રેષ્ઠતા અને અધિકતા મનાવે છે.
પણ પ્રજાના જીવનના સાધનરૂપ, પ્રજાની આબાદીનું મૂળ કારણ અને પ્રજાની ઘણે ભાગે માલમતા તરીકે ગણાતા જાનવરની રક્ષા તરીકેનાં તે કેઈ પણ કાર્ય કરતા નથી અને તેથી જ પૂર્વકાળમાં કે વર્તમાનમાં પણ જાનવરના કતલખાનાને ડગલે ને પગલે વધારે થયા કરે છે.
જો કે જાનવરોની કતલની વૃદ્ધિના પ્રમાણમાં જ મનુષ્યના મરણનું પ્રમાણ વધારે આવતું જાય છે તેમ સૂક્ષમ રીતિએ અવલોકન કરનારાઓ સ્પષ્ટપણે જણાવે છે અને દાખલાદલીલો સાથે તે વસ્તુને પુરવાર કરે છે, છતાં રાજામહારાજાઓ તે કતલ ઉપર અંકુશ મુકતા પણ નથી અને મુકવા તૈયાર પણ નથી, પૂર્વકાળમાં પણ જિનેશ્વર મહારાજના સનાતન સત્યમય શાસનને અનુસરનારા કોક શ્રેણિક, સંપ્રતિ કે કુમારપાળ મહારાજા જેવા માત્ર નામ લેવાનું કામ લાગે તેવાઓને બાદ કરીને કેઈ પણ રાજામહારાજાએ જાનવરોના વધના ઉપર અંકુશ મેલેલે જ નથી અને તેથી જ ચેકખા શબ્દોમાં કહીએ તે રાજામહારાજાઓ માત્ર મનુષ્યના બચાવને માટે જ અને તે પણ ઉપર જણાવેલી સ્વાર્થ દષ્ટિએ તૈયાર રહ્યા છે અને રહે છે. મહાજને ગેધન આદિ જાનવરની યા જગતમાં પ્રસરાવી છે.
જે ગાય, ભેંસ, ઘેડા વિગેરે જાનવરે મનુષ્યની માફક આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંજ્ઞાવાળા છે, સ્થાન, સ્વામી, સંતાન અને કુટુંબની મમતાવાળા છે, સુખ અને દુઃખની લાગણી જેને સ્પષ્ટ જણાય છે, ભયથી વ્યાપે છે, સંતોષમાં જ માને છે. એવા એવા અનેક કારણોથી સ્પષ્ટ ચૈતન્યવાળા હેઈ આત્મા કે જીવવાળા છે, તેઓને બચાવ જે કે રાજ્ય તરફથી ન થાય તે પણ પ્રજાજનની અપરિવર્તનશીલ ચિતાને કરનાર મહાજનને કરે પડ્યો છે.
જો કે આ વાત તે જગતમાં સિદ્ધ જ છે કે જેની પાસે જેટલી