________________
આગમજ્યોત જ્ઞાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં તત્ત્વ.
આવી રીતે નામમાં બંને મતમાં ફરક પડવાનું કારણ બાહ્યદષ્ટિએ જેનારને જેકે કંઈ પણ લાગશે નહિ, છતાં સૂફમદષ્ટિથી જેનાર મનુષ્ય એ જ્ઞાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં ઘણું તત્વ જોઈ શકે છે.
અસલ હકીકત એ છે કે “શ્વેતાંબરે” ભગવાન્ મહાવીર મહારાજનું પ્રથમ દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં નીચગેત્રના ઉદયને લીધે આવવું માને છે, અને ઇંદ્ર મહારાજાએ તે નીચ ગોત્રને ઉદય પૂરો થતાં સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલારાણની કુખમાં ભગવાન મહાવીર મહારાજાને ત્યાં સંહર્યા” એમ માની ભગવાન્ મહાવીર મહારાજનું જ્ઞાત કુળના સિદ્ધાર્થ મહારાજના ઘેર આવવું અત્યંત ઉત્તમ અને જરૂરી માનેલું હતું અને તેથી જ્ઞાતકુળના હજારે કુંવરો હોય તે પણ ભગવાન મહાવીર મહારાજને અંગે જ્ઞાતકુળમાં થયેલે અવતાર અત્યંત પ્રશસ્ત અને આશ્ચર્યરૂપ હતું અને તેથી ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતિનંદન તરીકે અત્યંત વખાણવામાં આવેલા હેઈ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતપુત્ર વિગેરે નામ સાધુપણું લીધા પછી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નામ નહોતું સ્થાપ્યું ત્યાં સુધી સર્વ કાળ પ્રસિદ્ધ રહ્યું હતું અને તેજ જન્મથી માંડીને કહેવાતા જ્ઞાતપુત્ર નામથી બોદ્ધોને ઓળખાવવાની જરૂર પડી હોય તો તેમાં આશ્ચર્ય નથી.
પરંતુ દિગંબર ગ્રંથકારે “શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું દેવાનંદ બ્રાહ્મણની કૂખમાં આવવું અને ત્યાંથી જ્ઞાતકુળમાં સિદ્ધાર્થ રાજાની ક્ષત્રિયાણું ત્રિશલાની કૂખમાં મૂકવું” એ વિગેરે ન માનતા હોવાથી તે દિગંબરેને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતપુત્ર તરીકે ઓળખાવવા અનિષ્ટ થઈ પડે તેમાં આશ્ચર્ય નથી.
મધ્યસ્થ દષ્ટિથી જોનારે મનુષ્ય વેતાંબર શાસ્ત્રોની માફક જ