________________
૩૬
આગમત અન્ય મતના પ્રવર્તકેને દ્રવ્યતીર્થકર, અન્ય શિલ્પાદિકના આચાર્યોને દ્રવ્ય આચાર્ય અને આરંભપરિગ્રહ નહિ છેડનારને દ્રવ્યસાધુ કહેવામાં આવે છે, એટલે જે “દ્રવ્ય શબ્દનો અર્થ “અપ્રધાન માનવામાં ન આવે તે તે દ્રવ્યતીર્થકર વિગેરે જ્ઞ કે ભવ્યશરીર તરીકે આગમથી દ્રવ્ય નિક્ષેપ તરીકે ઓળખી શકાય નહિ. દ્રવ્ય ધર્મ એટલે?
આજ કારણથી જૈનશાસનની કહેલી ક્રિયામાં વ્યવહારથી વર્તવા છતાં તાત્વિક-દષ્ટિએ શૂન્ય એવા અંગારમર્દક આચાર્યને શાસ્ત્ર કારોએ દ્રવ્ય આચાર્ય માન્યા છે. આ જ રીતે “જિનેશ્વર ભગવાનની સર્વવિરતિ પાલનરૂપી આજ્ઞાના અભિલાષ સિવાય શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરનારને અપ્રધાન દ્રવ્ય પૂજા કરનાર કહ્યો” તે પણ ભાવસ્તવરૂપી સંયમનું કારણે પૂજા ન બનવાથી અપ્રધાનરૂપી દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાઓ જાણવું.
તેમ જ સંયમ તપ કે તેવી કેઈપણ ધાર્મિક ક્રિયા જે ઉદેશથી આત્માને કરવાની છે અથવા શાસકારોએ વિહિત કરી છે, તે ઉદેશને ભૂલીને કે તેનાથી વિરૂદ્ધ ઉદેશ રાખી જે જે સંયમ, તપ કે ધર્મ કરવામાં આવે તે તે સંયમ, તપ કે ધર્મને દ્રવ્યસંયમ, દ્રવ્યતપ કે દ્રવ્યધર્મ કહેવામાં આવે છે તે પણ આ “અપ્રધાનરૂપી” અર્થની અપેક્ષાએ જ કહી શકાય.'
જેવી રીતે સર્વવિરતિ કે સમકિતી જ મુખ્ય ઉદ્દેશને ભૂવીને કે અન્ય ઉદ્દેશને ધારીને ક્રિયા કરે તેને દ્રવ્યકિયા કહેવાય, તેવી રીતે અભવ્ય અગર મિથ્યાષ્ટિ છે પણ શાસ્ત્રોક્ત ઉદ્દેશને ભૂલીને કે અન્ય ઉદેશ રાખીને જે તપ, સંયમ કે ધર્મ કરે તેને પણ
અપ્રધાન અર્થમાં જ દ્રવ્ય શબ્દ છે? એમ ગણીને દ્રવ્યધર્મ ગણી શકીએ.