________________
આગમત થશે કે ભવિષ્ય પર્યાયની મહત્તા અતીત પર્યાયના જેટલી ગણવામાં આવેલી નથી.
વળી કેટલેક સ્થાને તે પાર્શ્વનાથજી મહારાજના સાધુઓએ ગોશાળાદિકને અંગે ભગવાન્ મહાવીર મહારાજની વચનથી અવજ્ઞા પણ કરી છે છતાં શાસ્ત્રકારોએ તે અવજ્ઞાને તેવી દૂષિત ઠરાવી નથી કે જેવી કે ભગવાન મહાવીર મહારાજના મેલે જતાં મેલેલા નિજીવ શરીરની અવજ્ઞા દૂષિત ગણાય. - આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે જ્ઞશરીર કરતાં ભવ્ય શરીરની આરાધ્યતા ઓછી ગણવામાં આવી છે અગર તેવી આરાધના કરવાને ઉદેશ રાખવામાં આવ્યું નથી. ભવ્ય શરીરની આરાધ્યતાને વિચાર
જો કે દરેક વીશીના પહેલા તીર્થકરની વખતે ચતુર્વિશતિતવ બોલતાં ત્રેવીસ તીર્થંકરની આરાધના તેઓના ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ જ છે તેમજ દરેક તીર્થકરના શાસનમાં તીર્થકર ભગવાનના મોક્ષે ગયા પછી સર્વ તીર્થકરની આરાધના દ્રવ્યરૂપે જ છે અને ભવિષ્યની વીશીના તીર્થકરેની આરાધના પણ સહકૂટાદિ અને મહાપ્રતિષ્ઠાદિમાં સ્થાને સ્થાને થાય છે અને તેમાં ઘણે ભાગ ભવિષ્યપર્યાયની અપેક્ષાએ જ હેય છે તે પણ તે સર્વ આરાધના વર્તમાન પર્યાયની અપેક્ષાએ નથી એટલું જ નહિ પણ વર્તમાનપર્યાની નિરપેક્ષતા રાખી તેનાથી શૂન્ય કેવળ ભવિષ્યના ઉત્તમ પર્યાની અપેક્ષાએ જ તે તે આરાધના થાય છે પણ અત્રે તે ભવ્ય શરીર નામના દ્રવ્યનિક્ષેપાના ભેદમાં વર્તમાનપર્યાયથી નિરપેક્ષપણું ન રાખતાં તે જ વર્તમાન પર્યાયને આગળ કરીને ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપે માનવામાં આવેલ છે. યાદ આપવાની જરૂર નથી કે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી જે આરાધના કરાય તે જ્ઞશરીરની આપવાળી આરાધનાની માફક ભાવઆરાધના જ ગણાય. દ્રવ્યનિક્ષેપ દ્વારા એ