________________
2
પુસ્તક ૧-લું નહિ અને નિર્જીવ કલેવરની ભક્તિ સત્કાર વિગેરે જે શૈતિથી તેમના મનમાં પ્રવર્તેલાં છે તે પણ પ્રવર્તી શકત નહિ. જિનપૂજાને જ વિરોધ કેમ?
વાસ્તવિક રીતે જેમ પ્રતિમા નહિ માનનારાની સભામાં સેંકડે ટિલાવાળા હોય, આડ કરવાવાળા હેય, સિંદૂરને ચાંલ્લે કરવાવાળા હોય, તો પણ તે ઉપદેશકના હૃદયમાં તે વિરેાધી ભાવ ઉઠતે નથી કે જે દુર્ભાવ જિનેશ્વર મહારાજની પૂજાના ચિહ્ન તરીકે કરાતા કેસરના તિલકને દેખીને થાય છે. અર્થાત અન્ય મતની મૂર્તિના પૂજકપણાને અંગે જેટલી અરુચિ આ લેકને નથી તેટલી બલકે તેથી પણ વધુ અરુચિ જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજકેને અંગે છે એટલું જ નહીં પણ પિતાના આચાર્યાદિકના નિર્જીવ પણ કલેવરની કરાતી ભક્તિમાં થતે આરંભ આ લેકેથી એક અંશે પણ નિષેધાયેલે, રોકાયેલે કે વગોવાએલ નથી, પણ જિનેશ્વર ભગવાનની મૂર્તિને અંગે કરાતી ભક્તિને નિર્જીવપણું, સારંભપણું વિગેરે જણાવી નિષેધવા, રોકવા કે વગોવવા તેઓ તૈયાર થાય છે કેટલી શેચનીય આ વાત છે? સ્થાપના વિરોધીઓને દુરાગ્રહ
તત્વથી તેઓએ કાં તે ભગવાન જિનેશ્વરની મૂર્તિ નિર્જીવ છતાં પણ શાંત મુદ્રા આદિના સદ્દભાવને અંગે માનવી જોઈએ, કાં તે જિનેશ્વરની મૂર્તિના નિષેધાદિની પેઠે આચાર્યાદિના કલેવરના સત્કારાદિને પણ નિષેધ વિગેરે કરવું જોઈએ. જો આવી રીતે ન થાય અને સેંકડો વરસથી તેઓમાં ચાલ્યું આવ્યું છે તેમ જ ચાલ્યા કરે અને ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજાદિકને નિષેધ થયા કરે અને આચાર્યાદિના કલેવરનો પણ સત્કાર પ્રવર્યા જ કરે તે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તે મતવાળાઓની માન્યતા અર્ધજરતીય ન્યાયને અનુસરતી હેઈ કઈ પણ બુદ્ધિશાળીને તે આદરવાલાયક થઈ શકે જ નહિ.