Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
૧૬. ઉત્તરાધ્યયન : ભાષાની દષ્ટિએ
ઉત્તરાધ્યયનની ભાષા પ્રાકૃત છે. ભરત મુનિએ પોતાના નાટ્યશાસ્ત્રમાં સાત પ્રાકૃતોનો ઉલ્લેખ કર્યો છે – માગધી. આવતી, પ્રાચ્યા, શૌરસની, અર્ધમાગધી, વાલ્હીકા અને દક્ષિણાયા.'
આચાર્ય હેમચંદ્ર પોતાના વ્યાકરણમાં પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ – એવી છે પ્રાકૃતોનો ઉલ્લેખ કર્યો છે.
‘પડુભાષચન્દ્રિકામાં પણ પ્રાકૃતના આ જ છે પ્રકારો મળે છે. ત્યાં મહારાષ્ટ્રની ભાષાને પ્રાકૃત શુરસેન (મથુરાની આજુબાજુનો પ્રદેશ)ની ભાષાને શૌરસેની, મગધની ભાષાને માગધી, પિશાચ(પાંડ્ય , કેક વગેરે દેશો)ની ભાષાને પૈશાચી અને ચૂલિકા પૈશાચી તથા આભીર વગેરે દેશોની ભાષાને અપભ્રંશ કહેવામાં આવેલ છે.
ભગવાન મહાવીર અર્ધમાગધી ભાષામાં બોલતા હતા. આગમોમાં ઠેકઠેકાણે આ જ ઉલ્લેખ મળે છે. પ્રાચીન જૈન આગમોની ભાષા અર્ધમાગધી અને માગધી રહી છે.
ક્ષેત્રની દૃષ્ટિએ અર્ધમાગધી તે ભાષાનું નામ છે જે અર્ધા મગધમાં અર્થાત મગધના પશ્ચિમ ભાગમાં વપરાતી હતી. એમાં માગધી ભાષાના લક્ષણો મળતાં હતાં, એથી કરીને પ્રવૃત્તિની દૃષ્ટિએ તેને અર્ધમાગધી કહેવામાં આવી. ભાષાશાસ્ત્રીઓના અભિપ્રાય અનુસાર માગધીની ત્રણ મુખ્ય વિશેષતાઓ છે(૧) પ્રથમા વિભક્તિમાં એકવચનમાં 'માં' કારના સ્થાને ‘' કાર થવો. (૨) ‘' નો ‘ત' થવો. (૩) *S', ‘' ના સ્થાને ‘ા' થવો અર્ધમાગધીમાં પ્રથમ વિશેષતા બહુલતાથી મળે છે, બીજી કયાંક કયાંક અને ત્રીજી પ્રાયઃ મળતી નથી.
જયારે જૈન મુનિઓ પૂર્વ ભારતથી ખસીને પશ્ચિમ ભારતમાં વિહાર કરવા લાગ્યા ત્યારે તેમની મુખ્ય ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત બની ગઈ. અર્ધમાગધી અને માગધીમાં લખાયેલાં આગમો પણ તેનાથી પ્રભાવિત થયા. પ્રાકૃતના રૂપોમાં મહારાષ્ટ્રીએ ઉત્કર્ષ પણ પ્રાપ્ત કરી લીધો. મહાકવિ દંડીએ આનો ઉલ્લેખ કર્યો છે–*મહારાષ્ટ્રીય પ્રણે વિવું: "
છતાં પણ જૈન આચાર્યોને આગમોની મૂળ ભાષાની વિસ્મૃતિ ન થઈ. તેઓ કાળના વિવિધ તબક્કાઓમાં પણ એ જ તથ્યની પુનરાવૃત્તિ કરતા રહ્યા છે કે આગમોની મૂળ ભાષા અર્ધમાગધી છે. પ્રજ્ઞાપનામાં અર્ધમાગધી ભાષા બોલનારાઓને ‘ભાષા-આર્ય' તરીકે ઓળખાવવામાં આવ્યા છે.' સ્થાનાંગ અને અનુયોગદ્વાર માં સંસ્કૃત તથા પ્રાકૃતને ઋષિભાષિત કહેવામાં આવેલ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ ભાષા-આર્યની વ્યાખ્યામાં વધારામાં સંસ્કૃત ઉમેરેલ છે. કેટલાક આચાર્યો
सुधेष्णभोजगान्धारहैवकन्नोजकास्तथा ॥ एते पिशाचदेशाः स्युस्तद्देश्यस्तद्गुणो भवेत् । पिशाचजातमथवा पैशाचीद्वयमुच्यते ॥ अपभ्रंशस्तु भाषा स्यादाभीरादिगिरां चयः ।
૧. નાચણરત્ર, ૬૭૪૮ :
मागध्यवन्तिजा प्राच्या शौरसेन्यर्द्धमागधी ।
वाल्हीका दाक्षिणात्याश्च सप्तभाषाः प्रकीर्तिताः ॥ ૨. પાપા , પોથાત :
षड्विद्या सा प्राकृती च शौरसेनी च मागधी । पैशाची चूलिकापैशाच्यपभ्रंश इति क्रमात् ॥ तत्र तु प्राकृतं नाम महाराष्ट्रोद्भवं विदुः । शूरसेनोनोद्भवा भाषा शैरसेनीति गीयते ॥ मगधोत्पन्नभाषां तां मागधी संप्रचक्षते । पिशाचदेशनियतं पैशाचीद्वितयं भवेत् ॥ पाण्ड्यकेकयवाल्हीक सिंह नेपाल कुन्तलाः ।
3. (क) ओवाइयं, सूत्र ७१ : तए णं समणं भगवं महावीरे
कूणियस्स रण्णे भंभसारपुत्तस्स...अद्धमागहाए भासाए પાસ.. | (ख) समवाओ समवाय ३४ : भगवं च णं अद्धमागहीए
भासाए धम्ममाइक्खइ (२२) । ૪. વાવ, શરૂ8 I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org