________________
શ
અદ્વૈત ઉપરના ખીજો સખ્ત આક્ષેપ સેશ્વરવાદીએ, જેમાં ક્રિશ્રને અને પ્રાર્થનાસમાજીએ બન્નેના સમાવેશ કરી શકાય, તેમના છે.૧૯ તે કહે છે : અદ્વૈતવાદ નીતિના ધ્વંસક છે. અનેક માનવાના વ્યવહાર એ નીતિના વિષય છે. માનવાનું અનેકત્વ લઈ લે। એટલે નીતિ આધાર વિનાની થઈ રહે છે. અદ્વૈતવાદીના આના જવાબ એ છે કે અનેક માનવાના વ્યવહાર એ નીતિના વિષય છે એ ખરું, પણ માનવાનું અનેકત્વ એ સંપૂર્ણ સત્ય નથી. એ માનવાના અનેકત્વને અતિક્રમીને તેમનુ એકવ તેમના અભેદ રહેલા છે, જેથી જ એમની વચ્ચે વ્યવહાર શય થાય છે. માનવા એક ખીજાથી કેવળ સ્વતંત્ર વ્યક્તિએ હેાત તે તેમની વચ્ચે પરસ્પર વ્યવહાર શક્ય ન હેાત; નીતિની વાત કરીએ છીએ તે કહીશું કે તેમની વચ્ચે પરસ્પર સમજાય તેવું નીતિનું ફ્રાઈ ધેારણ ન હેાત. અદ્વૈતના સ્વીકારથી જ નીતિ શક્ય અને છે, અને નીતિભાવનામાં જે એક પારલૌકિક અવશ્ય—કર્તવ્યતાનું ભાન થાય છે તેને ખુલાસા પણ મળે છે.
આ પારલૌકિક અવસ્ય-કર્તવ્યતા ઉપરથી સેશ્વરવાદી બીજી દલીલ કરે છે. અવશ્ય કર્તવ્યતાની બુદ્ધિનું, તેના ભાનનું પૃથક્કરણ કરીએ તો જણાશે કે તેમાં એક પ્રકારની અનિવાર્યતા, વ્યક્તિ ઉપર અધિકાર હૈાય તેવી ક્રાઈ આનાની અનિવાર્યતા રહેલી છે. એ આનાપણુ બીજા કાઇનું નહિ પણ શ્વરનું છે. અને જીવ અને ઈશ્વરનું દ્વૈત લઈ લઈએ તેા નીતિની પારલૌકિકતા, અવશ્ય-કર્તવ્યતા ચાલી જાય. અર્થાત્ નીતિવ્યવસ્થા માટે જીવ— ઈશ્વરનું દ્વૈત આવશ્યક છે. પણ આ પ્રકારનુ દ્વૈત ઊલટું નીતિભાવનાનું ઉચ્છેદક છે. નીતિ એ જો કાઈ બાલ સત્તાની આજ્ઞા ઉઠાવવા ખરાખર હોય તે તે કદી અવશ્ય-સ્વીકાર્યું કે સ્વયંસિદ્ધ ન ખની શકે. એ આજ્ઞા સાથે નિગ્રહાનુગ્રહ સુખદુ:ખ રહેતાં હેાય તેથી તે અવશ્ય—સ્વીકાર્ય ન થાય, એ તે। એ નિગ્રહાનુગ્રહને લીધે કે સુખદુ:ખને લીધે સ્વીકાર્ય બન્યાં ગણાય, અને નીતિ એ સુખદુઃખને લીધે જ સ્વીકાર્ય બને તે તે નીતિ ન રહે, એ તે માત્ર સ્વાર્થની ગણત્રીના સવાલ રહે. અને નીતિ એ સ્વાર્થ નથી એમાં તા નીતિનું ખરું સ્વરૂપ રહેલુ છે. નીતિ જો સુખદુઃખથી સ્વીકાર્ય બનતી હાત તા તે સ્વતઃસિદ્ધ ન ગણાત. જેમ ખાવામાં, માણસ કાઈ બહારના હુકમથી નથી ખાતા, અંદરની ભૂખથી ખાય છે, અને માટેજ ખાવું એ માણસના શરીરના બંધારણની સ્વાભાવિક ક્રિયા છે, અને માટે જ ખાવાના
'
૧૯. વેદાન્તમાં પણ શંકરના કેવલાદ્વૈત ઉપર સખ્તમા સખ્ત આક્ષેપ સેશ્વરવાદી વેદાન્તીએ રામાનુજ મધ્ન વગેરેએ કરેલા છે.