________________
કરતા જોઈએ છીએ, અને એવી માન્યતા સાથે જ સામાન્ય વ્યવહાર કરીએ છીએ, પણ ખગોળશાસ્ત્ર કહે છે કે પૃથ્વી સૂર્ય આસપાસ ફરે છે એ સત્ય છે. એ શાસ્ત્રને જ્ઞાની અને અજ્ઞાની બન્ને એ જ દુનિયામાં રહે છે, વ્યવહરે છે, ફરક એ છે કે જ્ઞાનીની દષ્ટિ જુદી છે. આ ખગોળશાસ્ત્રના જ દાખલાથી આપણે આગળ જઈ કહી શકીએ કે દેખાવ મિથ્યા છે તેને અર્થ એવું દેખાતું જ નહોતું એમ નથી. એ દેખાતું હતું એ વાત ખરી હતી પણ તેમાં સત્ય જુદું હતું, અને એ સત્ય, નહિ સમજવાથી એ એવું દેખાતું હતું. અને હવે એ જ દેખાવ જુદેરૂપે સમજાય છે. તે જ રીતે આ જગત અજ્ઞાનીને જે રૂપે દેખાય છે તેથી ભિન્નરૂપે જ્ઞાનીને દેખાય છે. અને ત્યારે જ્ઞાન પહેલ િદેખાવ મિથ્યા હતે એમ તે સમજે છે. આનંદશંકરને જવાબ સાદો છે, સચોટ છે, અને બધાં પાશ્ચાત્ય વિજ્ઞાને એક પણ અપવાદ વિના એનું જ સમર્થન કરે છે–એટલે સુધી કે આપણને વિમાસણ થાય કે આપણે આવી શંકા કદી પણ કરી જ શી રીતે શક્યા? આપણને આટલું કેમ ન સૂઝયું? સામાન્ય લેકબુદ્ધિની શંકાને આ જવાબ સામાન્ય લેકબુદ્ધિ સમજે એ છે, એને સ્વીકાર પડે એવો છે, અને તેમ છતાં તે પૂરેપૂરે વિશાલ અને ગહન છે.
લોકબુદ્ધિને અદ્વૈત ઉપર એક બીજો આક્ષેપ પણ છે જે મિથ્યાવેદાન્તમાંથી ઉત્પન્ન થાય છે. અહૃ પ્રહ્માનિ, એટલે હું પિતે જ બ્રહ્મ હાઉં, હું પિતે જ ઈશ્વર હાઉ, તે પછી મને મરછમાં આવે તેમ આચરવાને પરવાને મળી જાય છે! ઘણું, વેદાન્તને આવો અર્થ સમજે છે અને ઘણું આવો અર્થ માનીને વેદાન્તીઓને, અથવા આ અર્થ માનનારા વેદાન્તીઓને ઉપહાસ કરે છે. આનંદશંકર આ મત ઉપર એગ્ય રીતે પ્રકોપ દર્શાવે છે. પિતાના નાનકડા જીવને પરમાત્મા માનો એ તે વેદાન્તની મધુર દક્ષને સેડવીને તેને મદિરા કરીને પીવા બરાબર છે.૧૮ વેદાન્તનું અર્ધલકી નિરૂપણ એના ક્રમમાં સમજીએ તે આ અર્થ નિરવકાશ છે, તે તરત પ્રતીત થશેઃ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, અને જીવ એ બ્રહ્મ જ છે અન્ય નથી. પ્રથમ બ્રહ્મ સત્ય છે, એ બ્રહ્મજ્ઞાનને લીધે જ જગત મિથ્યા છે, અને જગત મિથ્યા છે માટે એ જગતને સાચું માનનાર જીવ પણ મિથ્યા છે. એટલે કોઈ માણસ છવભાવથી પરમાત્મા હોવાને દા ન કરી શકે એ દેખીતું છે.
૧૮ પૃ. ૨૫૭