________________
૧૮ આચાર્ય આનંદશંકરના લેખમાં ફિલસૂફી અને ધર્મ બે અભિન્ન હોય ? એમ બન્નેની ચર્ચા જોવામાં આવશે. પાશ્ચાત્ય બનેને ભિન્ન માને છે અને આપણામાં એ અભિન્ન છે તેને તર્કદેષ કે વિચારપ્રગતિની ઊણપ ગણે છે. આ પ્રશ્નની ચર્ચા અને ખુલાસો આનંદશંકરે તે અનેક જગાએ કરેલો છે. પશ્ચિમમાં એમ થવાનું કારણ પશ્ચિમની સંસ્કૃતિમાં ધર્મ અને ફિલસૂફી બના ઉભવનાં સ્થાન અને કાલ ભિન્ન છે એ છે અને તે એક પશ્ચિમનું અનિષ્ટ છે, તેનું ભૂષણ નથી. બન્નેનું સ્વરૂપ સમજીએ તે બન્નેનો અભેદ જ પ્રામાણિક છે એમ સહજ જણાય છે. ફિલસૂફી સમસ્ત જગતનું પરમ સત્ય શું છે તેનું ગષણ કરે છે. એ સત્ય વાણીથી અને વિચારથી સમજાય એટલામાં માનવચેતનની ચરિતાર્થતા નથી. બલકે એટલેથી એ અટકે તે એ પરમસત્યને સમજે છે એમ પણ ન કહેવાય. એ સત્યને અનુકૂળ એ અખંડ સમગ્ર ચેતના થાય, એ સત્યમય સમગ્રરૂપે થાય, થાય માત્ર નહિ પણ થયા જ કરે, નિરંતર થતી જ રહે, ત્યારે ચેતનાને સંપૂર્ણતા અનુભવ્યાને આનંદ મળે. જેમ કેઈની ગરીબી સમજીએ તો તેના તરફ દયા આવે જ, દયા ન આવે ત્યાં સુધી ગરીબી સાચી સમજ્યા ગણાઈએ નહિ, અને દયા આવે તે એ દયા કાર્યમાં પણ પરિણમે જ, એમ થાય નહિ ત્યાં સુધી એ દયા સાચી દયા ગણાય નહિ; એમ જગતનું પરમસત્ય જાણ્યા પછી સમગ્ર ચેતના તેને અભિમુખ થઈ અનુકૂળ સ્વરૂપ ધારણ ન કરે તે તેણે પરમસત્ય જાણ્યું ન ગણાય. માટે જ મણિલાલ અને આનંદશંકર બન્ને કહે છે કે જાણવું અને ભજવું, જ્ઞાન અને ભકિત બે ભિન્ન ન હોઈ શકે. સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું જ નામ ધર્મ, અને ફિલસૂફી અને ધર્મ ભિન્ન હોઈ ન શકે.
ફિલસૂફીમાં આનંદશંકરભાઈને કેવલાત ઉપર શ્રદ્ધા છે, અને અદ્વૈતને એ દાર્શનિક ચિતનનું શિખર માને છે. આ આવડા મોટા ગ્રંથમાં જ્યાં જ્યાં દાર્શનિક ચર્ચા છે ત્યાં ત્યાં તેમનું નિગમનસ્થાન અત છે. - અદ્વૈત ઉપર જ્યાંથી જ્યાંથી પ્રહારે થયા છે, ત્યાં ત્યાં તેમણે તેનું સમર્થન કર્યું છે, અને એમ કરતાં અદ્વૈતમત ઉપર એમણે અપૂર્વ પ્રકાશ પાડા છે. આ સર્વ શાસ્ત્રાર્થે તેમણે શુદ્ધ બુદ્ધિ અને તર્કની ભૂમિકા ઉપર રહી કરેલા છે. કઈ જગાએ અગમ્ય અનુભવને દાવો કર્યો નથી, તેમ એવા કઈ અનુભવને પિતાની લ્હાયમાં ટાંક નથી, તેમ જ કઈ ગુરુપદના દાવાથી કોઈ દલીલને માટે અસાધારણ પ્રામાણ્ય દેવે કર્યો નથી. ધર્મ એ અપક્ષાનુભવનો વિષય છે, એટલે એમાં અલૌકિક અગમ્ય