Book Title: Arvachin Jain Jyotirdharo
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001288/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો For Priva લેખક-સંપાદક શ્રદ્ધેય શ્રી આત્માનન્દજી શ્રી સમ્રુત-સેવા-સાધના કેન્દ્ર, કોબા. Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો લેખક-સંપાદક શ્રદ્ધેય શ્રી આત્માનન્દજી સહ-સંપાદક પ્રકાશભાઈ ડી. શાહ : પ્રકાશક : શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર, કોબા. મુખ્ય મથક : શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, જિ. ગાંધીનગર૩૮૨ ૦૦૯. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા સઋત-સેવા-સાધના કેન્દ્ર, મુખ્ય મથક : શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, જિ. ગાંધીનગર – ૩૮૨ ૦૦૯. : પ્રાપ્તિસ્થાન : ૧. ગુજરાત ટયૂબ એન્ડ સેનિટરી સ્ટોર્સ | ૪. ચેતનભાઈ શાહ ખાડિયા ચાર રસ્તા, બી-૧, મહાવીર, દેરાસર લેન, અમદાવાદ – ૩૮૦ ૦૦૧. ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૭૭ ૨. જગત સેલ્સ કોર્પોરેશન ૫. ખીમજીભાઈ ગંગર ૧૬૬, શાંતિસદન એસ્ટેટ, ૮/૧૨, ભાસ્કર લેન, ભુલેશ્વર, દીનબાઈ ટાવર પાસે, મુંબઈ - ૪૦૦ ૦૦૨. અમદાવાદ – ૩૮૦ ૦૦૧. ૬. ટીપટૉપ-ડ્રેસીસ ૩. પ્રભુલાલ બી. શાહ સેવાસદન બિલ્ડિગ, લક્ષ્મી રોડ, સાધના’, સખીયાનગર, પૂના – ૪૧૧ ૦૩૦. એરોડ્રોમ પાસે, ૭. કિશોરભાઈ પી. શાહ રાજકોટ - ૩૬૦ ૦૦૧. ૭, મનહર એપાર્ટમેન્ટ, શારદાનગર, શેરી નં. ૧, રાજકોટ - ૩૬૦૦૦૨. ૮. પૃષ્ઠ ૨૮૧ પર આપેલાં સંપર્ક સૂત્રો. આવૃત્તિ પ્રથમ | | પ્રત | ૪૦૦૦ | વિ. સં. ૨૦૪૪ ઈ. સ. ૧, ઑક્ટોબર ૧૯૮૮ ગાંધી જયંતિની પૂર્વસંધ્યા મૂલ્ય: ૨૫૦૦ ટાઇપ-સેટિંગ : મમતા ટાઈપ-સેટિંગ વર્કસ (શ્રી. સંજય એન. વોરા) મુદ્રક : એચ. આર. ગાલા, અંકુર ઑફસેટ, ગોમતીપુર, અમદાવાદ૩૮૦૦૨૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ ॐ પ્રકાશકીય અર્વાચીન જૈન સમાજની અગ્રગણ્ય વિભૂતિઓનાં વ્યક્તિત્વ અને કૃતિત્વની ઝાંખી કરાવતા આ ગ્રંથને ગુજરાતી જાણનારા સમસ્ત સંસ્કારી સમાજની સેવામાં રજૂ કરતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ. સમાજને સાત્ત્વિક, પ્રેરણાદાયી છતાં વ્યવહારુ વાચનસામગ્રી સમર્પિત કરવાની અમારી સંસ્થાની નીતિ રહી છે. વર્તમાન ગ્રંથમાં અમે સમગ્ર જૈન સમાજના કેટલાક મહાનુભાવોને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં, પ્રાકથનમાં જે મર્યાદાઓ જણાવેલી છે તેનો સ્વીકાર પણ કરવો પડયો છે. તેથી જેટલી વિભૂતિઓ વિષેની અધિકૃત અને યોગ્ય માહિતી સમયસર મળી શકી નથી, તેમનો સમાવેશ આ પુસ્તકમાં કરી શકાયો નથી. તેમના મહાન જીવનનું આલેખન વળી ભવિષ્યમાં યથાસમયે થઈ શકશે, એવી આશા છે. આ ગ્રંથ લખવાનું કાર્ય અનેક દૃષ્ટિકોણથી જોતાં, ભગીરથ, શ્રમસાધ્ય અને સંવેદનશીલ હતું. છતાં સંસ્થાની સાહિત્ય પ્રકાશન સમિતિએ તે હાથ ધરવાનું નક્કી કર્યું. તેના ફળરૂપે સંસ્થાના પ્રેરક અને અનેક ગ્રંથોના લેખક-સમ્પાદક શ્રદ્ધેયશ્રી આત્માનન્દજીએ આ કાર્યનો પ્રારંભ કર્યો. તેમની નોંધપોથીઓ, વિવિધ સામાયિકોમાંથી તેમણે સંગ્રહિત કરેલા લેખો, વિશેષાંકો તથા પોતે કરેલા પ્રત્યક્ષ સમાગમની ફળશ્રુતિરૂપે આ ગ્રંથ આજે આપના હાથમાં આવી શકયો છે. આ ગ્રંથ જૈન-સમાજની એકતા સાધી વર્તમાન પેઢીને તેના જીવન-ઘડતર માટે સમયોચિત, ઉત્તમ અને લાભદાયી પ્રેરણા પૂરી પાડશે એવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના અનેક સાધકો અને અન્ય અભ્યાસâઓએ પણ મદદ કરી છે; જેમાં પ્રો. અનિલ સોનેજી, મુક્તાબહેન મહેતા, હંસાબહેન ભાવસાર, હીરાબહેન શાહ, બિન્દુબહેન પારેખ અને વિનતાબહેન દોશીનાં નામો ખાસ ઉલ્લેખનીય છે. શ્રી. વીરચંદ રાઘવજી ગાંધી ઉપરનો લેખ ડૉ. શ્રી, કુમારપાળ દેસાઈનો લખેલો છે તથા શ્રી. લઘુરાજસ્વામીના જીવન વિષેની સામગ્રી ઘાટકોપરવાળા આત્માર્થી શ્રી. નરેશભાઈ સંઘવી પાસેથી પ્રાપ્ત થઈ છે. અમો આ બન્ને લેખકોના વિશેષપણે આભારી છીએ. ભારતનાં વિવિધ પુસ્તકાલયો, શોધ-સંસ્થાનો અને અન્ય અનેક વ્યક્તિઓએ પણ આવશ્યક માહિતી મેળવી આપવામાં સહાય કરી છે, જે બદલ અમો તે સૌનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથની હસ્તપ્રત તૈયાર થયા પછી તેને કાળજીપૂર્વક વાંચી, યોગ્ય સુધારાવધારા કરી, તેને સુંદર સાહિત્યિક સ્વરૂપ આપવામાં પ્રા. નરોત્તમ પા૨ેશ્વર શાસ્ત્રીએ જે અમૂલ્ય ફાળો આપ્યો છે તેનું વિસ્મરણ થઈ શકે એમ નથી. આ ગ્રંથનું શ્રમસાધ્ય મુદ્રણકાર્ય પ્રથમ વિનંતીએ જ સહર્ષપણે સ્વીકારીને તેને સમયસર પૂરું કરવામાં, તેમજ તેને આદિથી અંત સુધી સુધડ, શુદ્ધ અને આકર્ષક બનાવવામાં શ્રી. શાંતીભાઈ ગાલા અને વિમળાબહેન ગાલાએ જે અંગત કાળજી ને રસ લીધાં છે તે બદલ સંસ્થા તેમની ખૂબ ખૂબ આભારી છે. જૈનસમાજના વર્તમાનકાળના અગ્રગણ્ય પ્રસિદ્ધ પુસ્તક પ્રકાશન સંસ્થા નવનીત પ્રકાશન (અમદાવાદ તથા મુંબઈ)વાળા ગાલા પરિવારે, આ પુસ્તકના મુદ્રણનો તમામ ખર્ચ આપ્યો છે, જે સાચે જ પ્રશંસનીય અને પ્રેરણારૂપ છે. પ્રભુ તેમના દ્વારા આવાં ઉત્તમ, સાંસ્કારિક અને આધ્યાત્મિક અન્ય કાર્યો પણ કરાવો, જેથી તેઓની પરમાર્થપ્રાપ્તિની પાત્રતા વર્ષ એ જ અભ્યર્થના. જ્ઞાનદાન દ્વારા આ શુભ કાર્યમાં સહયોગ આપનાર દાતારોની શુભનામાવલિ પણ આ ગ્રંથમાં અન્યત્ર સાભાર પ્રગટ કરવામાં આવી છે. આ ગ્રંથનું વાંચન વર્તમાન પેઢીને પ્રેરક નીવડે અને વાચકોને જીવનવિકાસની દિશામાં આગળ વધવામાં પ્રકાશ અને ઉત્સાહ પૂરો પાડે એવી આશા સાથે વિરમીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ, સમ્ભુત-સેવા-સાધના કેન્દ્ર, કોબા, Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્-કથન જૈન ધર્મ અને દર્શન અતિ પ્રાચર્ચીન કાળથી આપણા દેશમાં પ્રચલિત છે. ઋષભદેવ અને અરિષ્ટનેમિનાં નામો હજારો વર્ષ જૂનાં પ્રાચીન શાસ્ત્રો ઋગ્વેદ અને શ્રીમદ્ ભાગવતમાં પણ અવતારી પુરુષો તરીકે શ્રદ્ધાપૂર્વક લેવામાં આવ્યાં છે, જેથી તેમની પ્રાચીનતા સહજપણે સિદ્ધ થાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ ભગવાન મહાવીરે આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં અહિંસા, સત્ય, અનેકાન્ત અને શાંતિનો સંદેશો આપણને આપ્યો છે. પરિગ્રહ-પરિમાણ દ્વારા તેઓએ જ આજના સમાજવાદ અને સર્વોદયનો પ્રારંભ કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ શ્રી ભદ્રબાહુસ્વામીથી માંડીને આધ્યાત્મિક, રાજકીય, આર્થિક, નૈતિક, બૌદ્ધિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને કળા-વિષયક—એમ સર્વ ક્ષેત્રોમાં જૈનોએ ભારતીય અસ્મિતાને ઉન્નત બનાવવામાં પોતાનો મૌલિક અને અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમાં પણ શ્રી નેમિનાથ, શ્રી શીલગુણસૂરિ, શ્રી વનરાજ ચાવડા, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી કુમારપાળ (ગુર્જરનરેશ), શ્રી શાંતિદાસ ઝવેરી, શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ઇત્યાદિ અનેક પ્રાચીન અને અર્વાચીન નરરત્નોએ ગુર્જરભૂમિની શાનને વધારવા પોતપોતાની રીતે મહાન ફાળો આપ્યો છે. અર્વાચીન કાળ તરફ દષ્ટિ કરીએ તો આપણા દેશના સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસમાં વિશિષ્ટ અને મૌલિક પ્રદાન કરનારા અનેક મહાપુરુષો આપણી નજર સમક્ષ તરી આવે છે, પરંતુ આ બધાનાં ઉદાત્ત જીવનચરિત્રો અને પ્રેરણાદાયક મહાન કર્તવ્યોના ગુણાનુવાદ અને સમીક્ષા અધિકૃતપણે કરવાં હોય તો તે માટે ઘણા વર્ષોની મહેનત, આગવી સૂઝ, સાધનો, સહકાર અને સમય જોઈએ. આ ગ્રંથનું પ્રકાશન કરનાર સંસ્થા પાસે હાલ ઉપલબ્ધ સાધનસામગ્રી આ મહાન કાર્ય માટે ટૂંકી પડે. આવા સંજોગોમાં વર્તમાન કૃતિમાં જૈન સંસ્કૃતિ અને ધર્મની સર્વાંગી સેવા કરનારા મહાપુરુષોના જીવનચરિત્રોનું, અમને ઉપલબ્ધ થઈ શકી તેટલી માહિતીના આધારે આ ગ્રંથમાં આલેખન કરી તેમના ગુણાનુવાદ કરવાનું યોગ્ય માનેલું છે. ખરેખર તો આ પ્રેમપરિશ્રમ દ્વારા અમોએ માનવીના સમગ્ર વ્યક્તિત્વના વિશાળ લકને ધ્યાનમાં રાખી ઉત્તમ સદ્ગુણોનો બહુઆયામી વિકાસ રોજબરોજના જીવનમાં કેવી રીતે કરવો તે માટેનું પાથેય રજૂ કરેલું છે. આ માટે અર્વાચીન ઐતિહાસિક સામગ્રીનું અવલંબન લઈને બહુજન સમાજને તે ઉપયોગી થાય તેવો પ્રયત્ન કરેલો છે. આ સમગ્ર કાર્યકલાપમાં જે કાંઈ ત્રુટિઓ દેખાય તેને વાચકવર્ગ ક્ષમ્ય ગણશે એવી અમારી આશા છે. ૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ આજે, આ કૃતિમાં અમોએ જૈન દર્શન અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને માટે જેમણે છેલ્લાં બસો વર્ષોમાં મૌલિક, વ્યાપક, વિવિધલક્ષી અને અખિલ ભારતીય કક્ષાનું યોગદાન કર્યું હોય, તેમના ગુણાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ગ્રંથમાં કોનો કોનો સમાવેશ કરવો તે નક્કી કરવાનું કામ કઠિન હતું, છતાં અમોએ વધુમાં વધુ સાવધાનીપૂર્વક નીચેના મુદ્દાઓને ખ્યાલમાં રાખ્યા છે: (૧) માત્ર એક જ નાના સમુદાયનું હિત લક્ષમાં રાખીને સ્થાનિક વિકાસમાં જ ન અટકી જતાં જેઓએ દૂરદૂરનાં ક્ષેત્રોમાં પણ વિશાળ સમુદાયને આવરી લેતાં કાર્યો કર્યાં હોય અથવા કરાવ્યાં હોય; (૨) જેમનું વ્યક્તિગત જીવન ઉન્નત અને પ્રભાવશાળી રહ્યું હોય; (૩) સૌમ્યતા, તપ, ત્યાગ, જ્ઞાન, પ્રજ્ઞા, શાંતિ, પ્રેમ, જનસેવા, સંસ્કૃતિ, સાહિત્ય, કળા, ધર્મ, વિજ્ઞાન, સહનશીલતા, દાનશીલતા, સમર્પણતા, નિસ્પૃહતા, કરુણા, વિશ્વપ્રેમ, અનેક વિદ્યાની ઉપાસના આદિ માનવીય અને અતિમાનવીય [Super human] ગુણોથી જેમનો જીવનબગીચો મહેંકતો થયો હોય અને જેઓ બેધડકપણે વિરોધીઓ પર પણ પોતાના સદ્ગુણોની અમીટ છાપ પાડી શકથા હોય; (૪) જેમના ચારિત્ર્ય-પ્રસંગોને વાંચવા-વિચારવાથી વર્તમાન પેઢીના સામાન્ય માનવીથી માંડીને શ્રદ્ધાળુને, મધ્યમવર્ગના બુદ્ધિજીવીને, વિચારકને કે પ્રબુદ્ધ ચરિત્રવાન મનુષ્યને તેમજ ધીમંત, શ્રીમંત, યુવા, પ્રૌઢ સૌ કોઈને પોતાનું જીવન ઉન્નત બનાવવા માટે પ્રેરણા, માર્ગદર્શન અને ઉત્સાહવૃદ્ધિ થઈ શકે તેમ હોય; (૫) જેઓએ પોતાનાં તન, મન, ધન, વચન, બુદ્ધિ, આવડત, કલાકૌશલ, સમય, સત્તા અને આત્મપરિણામોને બહુજનહિતાય સમર્પિત કરી દીધાં હોય અને તેથી પરદુ:ખભંજન અને ઉદારચેતા બન્યા હોય; તેવા મહાનુભાવોના વ્યક્તિત્વ અને કૃતિત્વનું આ ગ્રંથમાં શુદ્ધ, ગુણગ્રાહક અને પ્રામાણિક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. આ માટે શકય તેટલી માહિતી અધિકૃત સ્રોતોમાંથી મેળવેલી છે અને તેથી મોટા ભાગની વિગતો ઐતિહાસિક સત્ય અને બનેલા પ્રસંગોરૂપે જ છે. આમ છતાં કોઈ પણ સ્થાને સત્યથી કાંઈ પણ વિપરીત, 'ન કે અધિક લખાઈ ગયું હોય તો સર્વજ્ઞ-સદ્ગુરુઓની સાક્ષીએ ક્ષમા માગીએ છીએ અને તજ્ઞ વિદ્વાનોને તે ક્ષતિ તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી કરીએ છીએ જેથી આ પછીની આવૃત્તિઓમાં તે ભૂલો સુધારી શકાય. સામાન્ય મનુષ્યોને સમજણમાં આવી શકે એવી જનસમ્મત ભાષાનો જ પ્રયોગ આ ગ્રંથમાં કરેલો છે, તેને શાસ્ત્રની ભાષારૂપે ન સમજવા વિજ્રદ્વર્ગને વિનંતી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણા વર્તમાન ભારતીય સમાજમાં ચારિત્યઘડતર અને જીવનનાં ઉન્નત મૂલ્યો પ્રત્યે જે નિષ્ક્રીયતા, ઉદાસીનતા, બેપરવાહી તથા સ્વાધતા દૃષ્ટિગોચર થાય છે તેને ખાળવાના એક ઉપાયરૂપે આજે આ ગ્રંથ સમસ્ત જૈન તથા વિશ્વભરમાં વસતી ગુજરાતી જનતાની સેવામાં રજૂ કરીએ છીએ. આશા છે કે આજનો યુવક વર્ગ તેમજ પ્રૌઢ વર્ગ આ અર્વાચીન મહાપુરુષોના ઐતિહાસિક જીવનપ્રસંગોમાંથી ખોબા ભરીભરીને પ્રેરણાના પિયૂષ પીશે અને ઉદાર, સંસ્કારી તથા સુદઢ સમાજનો પાયો નાખવામાં પોતાનાં તન, મન, ધન, વચન અને આત્માની સમસ્ત શક્તિઓને કામે લગાડીને ભાવિ પેઢીને પણ અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડશે. આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જીવનનો દઢપણે સર્વાગી વિકાસ સાધવાનો આ રીતે જો પ્રયત્ન કરીશું તો આર્યધર્મો અને ભારતીય સંસ્કૃતિની કાંઈક ઝાંખી પડી ગયેલી જ્યોતિમાં નવો પ્રાણ પુરાશે અને સમસ્ત વિશ્વનું મંગળ થશે. જે શાંતિ: શાંતિ: શાંતિ: સંતકુટિર, શ્રીમદ્ રાજચન્દ્ર આ. સા. કેન્દ્ર કોબા, જિ. ગાંધીનગર-૩૮૨ ૦૦૯. ૧૫–૮–૮૮, સ્વાતંત્રયદિન સગુણાનુરાગી, આત્માનંદ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા અ. નં. ૧. દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિકચંદ (જે. પી.) ૨. તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ ૩. શ્રીમદ્ લઘુરાજસ્વામી ૪. મહાપંડિત શ્રી લાલન ૫. ધર્મવીર શ્રી વીરચંદ રાધવજી ગાંધી ૬. ગુરુ ગોપાલદાસજી બરૈયા ૭. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી ૮. વિદ્યાવારિધિ શ્રી ચાંપતરાય બૅરિસ્ટર ૯. સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ ૧૦. મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ ૧૧. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર ૧૨. શેઠ શ્રી હુકમચંદજી ૧૩. સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી ૧૪. પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ૧૫. કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ ૧૬. સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર ‘યુગવીર’ ૧૭. ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ ૧૮. સૌહાર્દમૂર્તિ શ્રી મોતીલાલ કાપડિયા ૧૯. શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૨૦. જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી ૨૧. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૨૨, સંપાદકરત્ન પંડિત શ્રી નાથૂરામ પ્રેમી ૨૩. આગોદ્ધારક શ્રી ધાસીલાલજી મહારાજ ૨૪. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી ૨૫. બ્રહ્મચારિણી પં. ચંદાબાઈ ૨૬. ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી ૨૭. ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી ૨૮. પંડિતવર્યા શ્રી બેચરદાસજી દોશી ૨૯, શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ૩૦. શાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ૩૧. ડૉ. કામતાપ્રસાદ જૈન ૩૨. સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ૩૩. મુનિ શ્રી સંતબાલજી ૩૪. દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ ૩૫. વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખ્ખુ ૩૬. શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી ૩૭. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી ૩૮. અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વર્ણી ૩૯. શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી * વિશેષ વાંચન → છે ? * * * પૃષ્ઠ નં. ૪૬ ૫૪ ૬૪ ૬૯ 6. ૮૫ ૯૦ ૯૫ ૧૦૪ ૧૧૩ ૧૨૧ ૧૩૦ ૧૩૭ ૧૪૧ ૧૫૧ ૧૫૬ ૧૬૫ ૧૭૧ ૧૭૭ ૧૮૩ ૧૮૭ ૧૯૪ ૧૯૮ ૨૦૫ ૨૧૨ ૨૧૯ ૨૨૩ ૨૨૮ ૨૩૩ ૨૪૨ ૨૪૫ ૨૫૧ ૨૫૫ ૨૫૯ ૨૬૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ " મને પાન, * I I, II --- ૧. દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિકચંદ (જે. પી) ભૂમિકા : આ જગતમાં જે મનુષ્યો પરોપકારરત રહીને સત્કાર્યોમાં પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે અને સર્વત્ર સુયશની સુગંધ ફેલાવે છે તેઓ સાચે જ મહાન છે. આ શતાબ્દીમાં કેટલાક એવા જૈન શ્રેષ્ઠીઓ થઈ ગયા છે જેમણે પોતાની ધનસદાનો સમાજોન્નતિનાં કાર્યોમાં સુંદર રીતે ઉપયોગ કર્યો અને આ રીતે જેઓ શ્રેષ્ઠ અને અનુકરણીય જીવન જીવી ગયા. મુંબઈનિવાસી શ્રી માણિકચંદ હીરાચંદ જોહરીની પણ આવા જ શ્રેષ્ઠીઓમાં ગણના થઈ શકે. તેઓ પોતાની પુણ્યસંપદા દ્વારા જૈન સમાજને અનેક રીતે લાભાન્વિત કરતા ગયા છે. સામાન્ય રીતે, ધનવાનોમાં વિલાસિતા અને પોતાના ધનવૈભવના અભિમાનનું પ્રાધાન્ય હોય છે. પરંતુ શેઠશ્રી માણિકચંદના જીવનમાં આનાથી તદ્દન વિપરીત એવાં નિરભિમાનતા, ઉદારતા, નિર્બસનીપણું, કર્મયોગીપણું અને ધર્મપ્રેમ દેષ્ટિગોચર થાય છે. - કુળપરંપરા, જન્મ તથા બાળપણ: શેઠ માણિકચંદના પિતામહ ગુમાનજી ભીડર(જિ. ઉદેપુર, રાજસ્થાન)માં નિવાસ કરતા હતા. તેમને અફીણનો વેપાર હતો. વ્યાપારના ; વિકાસાર્થે વિ. સં. ૧૮૪૦(ઈ. સ. ૧૭૮૩)માં તેઓ સુરતમાં આવીને વસ્યા હતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સુરતમાં તેમણે સારો ધંધાકીય વિકાસ સાધ્યો અને આર્થિક રીતે સુદઢતા પ્રાપ્ત કરી. તેઓ વીસા હુમડ જ્ઞાતિના અને મંત્રીશ્વર ગોત્રધારી હતા. માણિકચંદના પિતાશ્રી હીરાચંદનો જન્મ સુરતમાં થયો હતો અને ત્યાં જ બાળપણ વીતાવી તેઓ ધંધામાં જોડાયા હતા. હીરાચંદનાં લગ્ન ૨૦ વર્ષની ઉંમરે સુરત નિવાસી વીસા હુમડ જ્ઞાતિની વીજળીબાઈ સાથે થયાં હતાં. પતિ-પત્ની બન્ને ઉત્તમ સંસ્કાર-સંપન્ન હતાં. વિ. સ. ૧૯૦૮ ને આસો વદી ૧૩(ધનતેરસ)ના પવિત્ર દિવસે સવારે હીરાચંદજીની ધર્મપત્ની વીજળીબાઈની કૂખે માણિકચંદનો જન્મ થયો. બાળકની જન્મપત્રિકા પરથી જ સ્પષ્ટપણે જણાઈ ગયું હતું કે તે ઐશ્વર્યવાન અને યશસ્વી બનશે. બાળકનું શરીર પણ સુંદર અને ચિત્તાકર્ષક હતું. હીરાચંદ બાળકને પોતાની સાથે મંદિરમાં લઈ જતા અને ધર્મશિક્ષા આપતા. બાળક માણિકચંદ શરૂઆતથી જ વિચારવાન અને શાંતિપ્રિય હતા. તેમને મોતીચંદ તથા પાનાચંદ નામના બે મોટાભાઈઓ, નવલચંદ નામે એક નાનાભાઈ તથા હેમકુમારી અને મંછાકુમારી નામની બે બહેનો હતી. માણિકચંદની ઉંમર જ્યારે માત્ર ૮ વર્ષની હતી ત્યારે જ તેમની માતા વીજળીબાઈનું સમાધિમરણ થયું હતું. પત્નીના સ્વર્ગવાસથી હીરાચંદજીને અર્થોપાર્જનની સાથે સાથે ઘરનું કામકાજ પણ સંભાળવું પડતું. આની અસર વેપાર પર પણ થઈ. વેપાર મંદ થવાથી હીરાચંદજીએ પોતાની પુત્રી હેમકુમારીની સાથે પુત્રો મોતીચંદ તથા પાનાચંદને મુંબઈના એક ઝવેરીને ત્યાં ધંધો શીખવા માટે મોકલી આપ્યા. મુંબઈગમન તથા મોતી-ઝવેરાતના વેપારમાં : માણિકચંદે સુરતમાં ગુજરાતી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું. ત્યાર પછી તેમની ઉંમર ૧૨ વર્ષની થઈ ત્યારે, વિ. સં. ૧૯૨૦ની શરૂઆતમાં, તેઓ પિતા હીરાચંદની સાથે સુરત છોડી મુંબઈ આવીને વસ્યા. હીરાચંદ જાતે જ રસોઈ બનાવી ચારેય પુત્રોને જમાડતા. માણિકચંદ એક વર્ષ સુધી એક શરાફને ત્યાં રહીને હિસાબની પદ્ધતિ શીખ્યા. તેઓ ખૂબ જ પરિશ્રમી અને જિજ્ઞાસુ હતા, તેથી મોતી પરખવાની વિદ્યા શીખવામાં લાગી ગયા. આ કાર્યમાં બહેન હેમકુમારીએ પણ તેમને ખૂબ મદદ કરી. એકાગ્રતા અને અથાક પ્રયત્નથી થોડાક જ વખતમાં તેઓ મોતી પારખવામાં નિષ્ણાત થઈ ગયા. તેમનું આ કામ બજારમાં પંકાવા લાગ્યું. પછી તો ચારેય ભાઈઓ આ કામમાં નિપુણ થઈ ગયા. તેમનો યશ પણ ચારે બાજુ ફેલાવા લાગ્યો. તેમને સારા પ્રમાણમાં કામ પણ મળવા લાગ્યું. આ ચારેય ભાઈઓ ખૂબ જ પ્રેમથી, એકતાપૂર્વક આ કામ કરતા હતા. ચારે ભાઈ “રામ”ના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા. બજારમાં ચારે ભાઈ એક દિલવાળા, ઇમાનદાર, સત્યવાદી અને વિશ્વાસપાત્ર ગણાવા લાગ્યા. ચારે ભાઈઓમાં પાનાચંદ અને માણિકચંદ વધારે ચતુર, ઉદ્યમશીલ તથા સમજદાર હતા. ચાર-પાંચ વર્ષ આ રીતે મહેનત કરીને તેમણે સારું અર્થોપાર્જન કર્યું. ચારે ભાઈઓમાં માણિકચંદ સૌથી વિશેષ ધર્મપ્રેમી હતા. આઠ વર્ષની અવસ્થાથી જ તેમને મંદિરમાં પૂજાપ્રક્ષાલન કરવાની આદત પડી હતી. આ આદત મુંબઈમાં પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી મણિધૈદ (જે. પી.) ચાલુ રહી હતી. દરરોજ સવારે ગુજરાતી જૈન મંદિરમાં જઈ, સ્નાન કરી, પૂજાપ્રક્ષાલન અને જપ વગેરે કરતા. ૧૫ વર્ષની ઉંમરથી તેમણે નિયમિત સ્વાધ્યાય વગેરે કરવાનો પણ પ્રારંભ કરી દીધો. માણિકચંદે વિ. સં. ૧૯૨૪ સુધી તો મોતી, રત્ન વગેરે પારખવાની કામગીરીમાં સારી સંપત્તિ એકત્ર કરી લીધી. આથી તેમણે સંવત ૧૯૨૫માં સ્વતંત્ર રીતે ઝવેરી તરીકેનો વેપાર શરૂ કરી દીધો. વીસા હુમડ દિગમ્બરોમાં સૌપ્રથમ ઝવેરાતનો ધંધો શરૂ કરવાનું શ્રેય તેમને જ ફાળે જાય છે. ચારેય ભાઈઓ પોતાની આવકની અમુક ટકા રકમ ધર્માદા ખાતે વાપરતા અને બાકીની રકમ પિતાજીને સોંપી દેતા. બધા ભાઈઓમાં માણિકચંદજી શેઠને દાનની સર્વોત્તમ રુચિ હતી. વિ. સં. ૧૯૨૭માં આ ભાઈઓએ મુંબઈમાં પેઢી શરૂ કરવાનું વિચાર્યું. માણિક- ચંદ તથા પાનાચંદને વિશેષ પુણ્યાધિકારી અને તેજસ્વી જાણીને તે બન્નેનાં નામ પરથી માણિકચંદ પાનાચંદ ઝવેરી' નામની પેઢીનો પ્રારંભ કર્યો. થોડાક જ વખતમાં આ પેઢીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી. ઝવેરી કુટુંબનો બાહ્યાંતર વૈભવ : પૂર્વજન્મનાં વિશિષ્ટ પુણ્યોના ઉદયથી, સતત ઉદ્યમશીલતાથી અને પ્રમાણિકતા તેમજ નીતિમત્તાનાં સર્વોચ્ચ ધોરણોને અપનાવવાથી થોડા જ વર્ષોમાં શેઠજીની પેઢીની મુંબઈમાં, સમસ્ત ભારતમાં અને ધીમે ધીમે વિદેશોમાં પણ શાખ વધવા લાગી. શેઠ પાનાચંદ માલ ખરીદવામાં અને માણિકચંદ માલ વેચવામાં વિશેષ પ્રવીણ હતા. માણિકચંદ અત્યંત સત્યનિષ્ઠ હતા. તેઓ હંમેશાં કહેતા : ““સત્ય બોલો, સત્ય વ્યવહાર કરો, સત્યથી જ આપણે રૂપિયા કમાઈએ છીએ.” પેઢીની શરૂઆત થઈ ત્યારે શેઠ પાનાચંદ ૨૨ વર્ષના, માણિકચંદ ૧૯ વર્ષના, મોતીચંદ ૨૪ વર્ષના અને નવલચંદ ૧૬ વર્ષના હતા. બધા હળીમળીને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરતા. વિ. સં. ૧૯૩૨માં આ પેઢીને વેપારમાં વિપુલ ધનલાભ થયો, આથી પરદેશમાં પણ આ પેઢીની શાખાઓ ખોલવામાં આવી. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશો સાથેના વેપારમાં તાર દ્વારા માલનું વેચાણ થવા લાગ્યું. દર અઠવાડિયે પચાસ-પચાસ હજારનાં એક-બે પાર્સલો પરદેશ જતાં, જેના પર બમણો નફો થતો. પરદેશમાં તે વખતે હીરામોતી વગેરે પહેરવાનો નવો શોખ જાગ્યો હતો. તેથી સળંગ બે-ત્રણ વર્ષ પરદેશ સાથે આ પ્રમાણે વેપાર ચાલ્યો. પેઢીની ખૂબ પ્રતિષ્ઠા ફેલાઈ અને તેના માલની સુંદરતા અને સફાઈ સર્વત્ર અદ્વિતીય ગણાવા લાગી. આમ જ્યારે આ ઝવેરી કુટુંબમાં એક બાજુ બાહ્ય વૈભવની વૃદ્ધિ થઈ રહી હતી ત્યારે સાથે સાથે વિનય, દાન અને સાદગીરૂપી ઉમદા અંતરંગ વૈભવમાં પણ વધારો થતો જતો હતો. માણિકચંદનો સ્વભાવ બીજા ભાઈઓ કરતાં વધારે મિલનસાર હતો. મુંબઈમાં આજીવિકા અર્થે આવતા જૈન ભાઈઓને તેઓ મદદરૂપ થતા. ઉત્તર તથા દક્ષિણ ભારતનાં સમસ્ત જૈન સમાજની સર્વાગીણ ઉન્નતિ થાય તેવાં કાર્યોમાં તેઓ ઉદાર દિલથી સહકાર આપતા. આમ થોડા જ વખતમાં મહાન દાનવીર તરીકેની તેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અર્વાચીન જૈન જયોતિર્ધરો વિ. સં. ૧૯૩૫માં પિતા શ્રી હીરાચંદને લકવાની બીમારી થઈ અને વિ. સં. ૧૯૩૭માં તેમનો સ્વર્ગવાસ થયો. સ્વાભાવિક રીતે જ શેઠ માણિકચંદને પિતાના સ્વર્ગવાસથી ભારે દુઃખ થયું. તેમની સ્મૃતિને કાયમી કરવા માટે તેઓએ દાન-ધર્મની વિશેષ પ્રવૃત્તિ કરવાનો દઢ સંકલ્પ કર્યો. દાનપ્રવાહની સાથે સાથે: દાનશીલતા એ ગૃહસ્થ ધર્મનો મુખ્ય પાયો છે. દાન આપનાર પુરુષની વિશ્વમાં ભક્ત અને શૂર પછી તરત જ ગણના થાય છે. ધીમે ધીમે શેઠ શ્રી માણિકચંદનું એક મહાન દાનેશ્વરી તરીકેનું વ્યક્તિત્વ પ્રકટ થવા લાગ્યું. આજથી આશરે ૧૧૦ વર્ષ ઉપર તેમણે કરેલી મુખ્ય સખાવતો નીચે પ્રમાણે છે : (૧) તે વખતે અઢી લાખની કિંમતની “જ્યુબિલી બાગ' નામની આલીશાન ઇમારતનું તેમણે સમાજને દાન કર્યું. આ ઇમારતની માસિક ભાડાની આવક ૧૧૦૦ રૂપિયા હતી. (૨) પોતાના પિતાની સ્મૃતિમાં “શેઠ હીરાચંદ ગુમાનચંદ ધર્મશાળા (હીરા બાગ)ના નિર્માણ માટે તેમણે રૂપિયા સવા લાખનું દાન કર્યું. આ ધર્મશાળાનું ઉદ્દઘાટન દિનાંક ૯–૧૨–૧૯૦૫ના રોજ સરકારી અમલદારો અને જૈન-જૈનપ્રેમી જનતાની વિશાળ હાજરી વચ્ચે થયું હતું. (૩) સુરતમાં ચંદાવાડી ધર્મશાળા માટે રૂપિયા વીસ હજારનું દાન. (૪) પાલિતાણાના મંદિર તથા ધર્મશાળા માટે રૂપિયા ઓગણીસ હજારનું દાન. (૫) દિગમ્બર જૈન ડિરેક્ટરી માટે રૂપિયા દોઢ હજારનું દાન. (૬) અલ્હાબાદની બોર્ડિંગ માટે રૂપિયા પચીસ હજારનું દાન. (૭) અમદાવાદની બોડિંગ અને ઔષધાલય માટે રૂપિયા પંદર હજારનું દાન. (૮) સમેતશિખરજીના તીર્થોદ્ધાર માટે રૂપિયા દસ હજારનું દાન. (૯) છપ્પનિયા દુકાળ વખતે પીડાગ્રસ્તો માટે રૂપિયા પાંચ હજારનું દાન. (૧૦) કોલહાપુરમાં હીરાચંદ ગુમાનજી વિદ્યામંદિર માટે રૂપિયા બાવીસ હજારનું દાન. આ વિદ્યામંદિરનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૯૦૫માં કોલ્હાપુરના મહા રાજાએ કર્યું હતું. (૧૧) જબલપુર બોર્ડિંગ માટે રૂપિયા ચોવીસ હજારનું દાન. (૧૨) સુરતમાં કન્યાશાળા માટે રૂપિયા પાંચ હજારનું દાન. (૧૩) આગ્રામાં બોડિંગ માટે રૂપિયા ચાર હજારનું દાન. (૧૪) કોલ્હાપુરમાં ચતુરભાઈ સભાગૃહ માટે રૂપિયા ચાર હજારનું દાન. (૧૫) હુબલીમાં બોડિંગ માટે રૂપિયા એક હજારનું દાન. (૧૬) રતલામમાં બોડિંગ માટે રૂપિયા પચીસ હજારનું દાન. (૧૭) મૂડબદ્રીના મંદિર માટે રૂપિયા એક હજારનું દાન ઇત્યાદિ, Page #14 -------------------------------------------------------------------------- ________________ દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિાંદ (જે. પી.) કૌટુંબિક જીવન : બાવીસ વર્ષની ઉંમરે ચતુર્મતિ સાથે તેમનું લગ્ન થયું હતું. વેપાર અને સમાજસેવા અંગેનાં વિવિધ કાર્યોના અધિક રોકાણને લીધે પોતાના કુટુંબ સાથે નિશ્ચિતતાથી સમય ગાળવાનો પ્રસંગ ઓછો બનતો. દાંપત્યજીવનના ફળરૂપે તેમને મગનબાઈ તથા ફૂલકુમારી નામની બે પુત્રીઓ અને બીજા લગ્ન દ્વારા એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. વિ. સં. ૧૯૩૭માં પિતાનું મૃત્યુ થયું. થોડા જ વખતમાં પુત્રીને વૈધવ્ય પ્રાપ્ત થયું. ત્યાર પછી (થોડા વખતમાં જ) તેમનાં પ્રથમ પત્નીનો પણ સ્વર્ગવાસ થયો. પ્રથમ પત્નીથી પુત્રપ્રાપ્તિ ન થઈ હોવાથી સ્વજનોના આગ્રહને વશ થઈ તેમણે બીજું લગ્ન કર્યું હતું. ૧૩ શેઠજીની ઉંમર ૪૦ વર્ષની હતી ત્યારે તેમણે મુંબઈમાં ચોપાટી ઉપર રૂપિયા દોઢ લાખના ખર્ચે ‘રત્નાકર પેલેસ” નામનું ભવ્ય નિવાસસ્થાન બનાવડાવ્યું હતું. આ નિવાસસ્થાનમાં તેમણે એક ચૈત્યાલયનું પણ નિર્માણ કર્યું હતું. જ્યારથી તેઓએ હીરાબાગ ધર્મશાળા માટે દાન જાહેર કરેલું ત્યારથી બ્રિટિશ સરકાર પણ તેમનાથી પ્રભાવિત થયેલી. તેથી દિનાંક ૧૪-૩-૧૯૦૬ના રોજ એક ભવ્ય સમારંભ યોજીને તેમને જે. પી.ની માનદ્ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર પછી જૈન સમાજ તરફ્થી દિનાંક ૧૦–૨–૧૯૧૦ના રોજ તેમને “જૈન કુલભૂષણ”ની પદવી અર્પણ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૧૧ના ડિસેમ્બરથી લગભગ બે માસ સુધી તેઓએ બ્રહ્મદેશનો પ્રવાસ કર્યો હતો. અંતિમ બે વર્ષો : શેઠજીના જીવનનાં અંતિમ વર્ષોમાં એક ખૂબ જ આધાતજનક બનાવ બન્યો. મુંબઈની પ્રસિદ્ધ સ્પેશી બૅન્કે દેવાળું કાઢયું, જેના પરિણામે શેઠજીને સખત આર્થિક ફટકો પડ્યો. આની તેઓના વ્યક્તિત્વ પર જબરદસ્ત અસર થઈ અને અંતે તે પ્રાણઘાતક નીવડી. દિનાંક ૧૬-૭-૧૯૧૪ના રોજ તેઓએ સવારે પૂજા વગેરે કરીને સાંજના ૬-૦૦ વાગ્યા સુધી હીરાબાગમાં તીર્થક્ષેત્ર કમિટીની ઑફિસમાં રોજિંદું કાર્ય કર્યું હતું. સાંજના ભોજન પછી તેઓ સમુદ્રકિનારે ફરવા ગયા હતા અને રાતના મોડે સુધી પુત્ર-પરિવાર સાથે ધાર્મિક શિક્ષણ અંગે વાર્તાલાપ કર્યો હતો. રાતના ૧૧-૦૦ વાગ્યા પછી તેઓની તબિયત એકાએક બગડી. તેઓએ પેટમાં અસહ્ય પીડા થતી હોવાની ફરિયાદ કરી એટલે સ્વજનોએ ડૉક્ટરને બોલાવવાની તજવીજ કરી. આવી પીડામાં પણ તેઓ અરિહંત-સિદ્ધનો જાપ કરતા રહ્યા અને લગભગ ૨-૦૦ વાગે તેઓનો આત્મા આ દેહ છોડી ચિરપ્રયાણ કરી ગયો. તેમના અંતિમ દેહસંસ્કારમાં હજારો મનુષ્યોએ અને ખાસ કરીને સમસ્ત જૈન સમાજે હાજર રહી તેઓશ્રીને શ્રદ્ધાંજલી અર્પણ કરી. દેશમાં ભિન્ન ભિન્ન સ્થળોએ શોકસભાઓ યોજવામાં આવી. સમાજોન્નતિનાં વિવિધલક્ષ્મી કાર્યો : મુંબઈ દિગંબર જૈન સભાની સ્થાપના : વિ. સં. ૧૯૪૯માં તેમને પંડિતવર્ય ગુરુ ગોપાલદાસજી બરૈયાનો મુંબઈમાં સમાગમ થયો. બરૈયાજીની શાસ્ત્રશૈલી અને Page #15 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વ્યાખ્યાનકળાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બંનેએ સાથે મળી, સમાજનો સહકાર મેળવી, વિ. સં. ૧૯૪૯ના માગસર સુદ ચૌદશના રોજ મુંબઈ જેન સભાની સ્થાપના કરી. આ સભા અનેક પ્રકારનાં ધાર્મિક અને સામાજિક કાર્યો કરતી. જૈન પાઠશાળાઓ સ્થાપવી, ધાર્મિક જ્ઞાનની પરીક્ષાઓ લેવી, ઉપદેશકો તૈયાર કરી ધર્મપ્રચાર કરવો, વિવિધ મંદિરોના શાસ્ત્રભંડારોમાં પુસ્તક-સંગ્રહ કરવો, તેજસ્વી વિદ્યાથીઓને સ્કૉલરશિપ આપવી, આયુર્વેદિક ઔષધાલયો ખોલવાં તથા પ્રાચીન તીર્થોના ઉદ્ધાર માટે યોગ્ય કાર્યવાહી કરવી વગેરે આ સંસ્થાનાં મુખ્ય કાર્યો હતો. આ સભાના વિ. સં. ૧૯૫૬માં ભરાયેલા અધિવેશનમાં ભિન્ન ભિન્ન પ્રાંતોમાં શાખાઓ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં શેઠજીના ભત્રીજા પ્રેમચંદ મોતીચંદ ઝવેરીએ પણ ઘણો સહકાર આપ્યો હતો. - “જૈન મિત્ર” સામાયિકનો પ્રારંભ : વિ. સં. ૧૯૫૬ ના માગસર વદ ૧૦ ના દિવસે શેઠ માણિકચંદે મુંબઈ જેન સભાના મુખપત્ર તરીકે આ માસિક પત્રની શરૂઆત કરી. તેના પ્રથમ સંપાદક તરીકે પંડિતવર્ય ગોપાલદાસજી બરૈયા અને માલિક તરીકે શેઠ માણિકચંદ નિયુક્ત થયા. ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટીની સ્થાપના : વિ. સં. ૧૯૫૯ના કારતક વદ ૫(દિનાંક ૨૨-૧૦-૧૯૦૨)ના રોજ પં. ગોપાલદાસજી બરૈયા, બાબુ દેવકુમારજી, મુનશી ચંપતરાયજી વગેરે મહાનુભાવોનાં સહયોગ અને પ્રેરણાથી, ચોરાસી મથુરા ખાતે ભરાયેલા ભારતીય દિગંબર જૈન મહાસભાના અધિવેશનમાં તીર્થક્ષેત્ર કમિટીની સ્થાપના કરવામાં આવી અને તેના મહામંત્રીપદે શેઠ શ્રી માણિકચંદને ચૂંટવામાં આવ્યા. સ્યાદવાદ વિદ્યાલય, બનારસ : વિ. સં. ૧૯૬૨ના જેઠ સુદ ૧૦(દિનાંક ૧૨–૬–૧૯૦૫)ના રોજ આ વિદ્યાલયની સ્થાપના થઈ. વિ. સં. ૧૯૫૭માં, વેપારધંધામાંથી નિવૃત્ત થયા પછી શેઠજીને ૧૯૬૧માં ઉજજૈનની પ્રતિષ્ઠા દરમિયાન બ્રહ્મચારી શીતલપ્રસાદજીનો સત્સમાગમ થયો. તેમણે શેઠજીને સંસ્કૃત વિદ્યાની ઉન્નતિ અર્થે પ્રેરણા આપી. આથી તે સમયના અખિલ ભારતીય સ્તરના જૈન અગ્રણીઓ સર્વશ્રી બાબા ભગીરથજી, ગણેશપ્રસાદજી વર્ણી, પન્નાલાલજી બાકલીવાલ તથા બ્રહ્મચારી શીતલપ્રસાદજીના સહિયારા ઉદ્યમથી ભારતના સર્વોચ્ચ વિદ્યાધામ એવા બનારસમાં શેઠશ્રીના વરદ્ હસ્તે આ સ્યાદ્વાદ વિદ્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. છેલ્લા પોણા સૈકામાં આ સંસ્થાએ જેન જગતને હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો ઉચ્ચ કોટિના વિદ્વાનોની ભેટ આપી છે. વિદ્યાનો સર્વતોમુખી પ્રચાર-પ્રસાર : ધાર્મિક વિદ્યાનો પ્રચાર-પ્રસાર ઃ આ માટે તેઓએ બનારસ અને મુંબઈમાં વિદ્યાલયો સ્થાપ્યાં તથા તે સમયના પંડિત નાથુરામજી પ્રેમી, પંડિત પન્નાલાલજી Page #16 -------------------------------------------------------------------------- ________________ દાનવીર જૈનકુલભૂષણ શેઠ શ્રી માણિકચંદ (જે. પી.) ૧૫ બાકલીવાલ વગેરે વિદ્વાનો પાસે ઉચ્ચકોટિના ગ્રંથો તૈયાર કરાવ્યા. તેમને તે કાર્ય કરવામાં સર્વ પ્રકારે સહાય કરી તથા અનેક ગ્રંથો ખરીદીને ભારતનાં અનેક મંદિરો અને પુસ્તકાલયોમાં ભેટરૂપે મોકલ્યા. ચોપાટી, મુંબઈ ખાતેના પોતાના અંગત રીયાલયમાં પણ તેઓએ મોટું ધાર્મિક પુસ્તકાલય વસાવ્યું હતું. આ ઉપરાંત તે સમયના જૈન વિદ્યાના અગ્રગણ્ય વિદ્વાનોને પણ વિવિધ પ્રકારે પુરસ્કૃત કરી તેમને નિરંતરે પ્રેરણા આપતા રહેતા હતા. પોતાની વિધવા દીકરી મગનબાઈ માટે તેમણે પં. લાલન તથા પં. માધવજીને ધાર્મિક શિક્ષણ આપવા રોકયા હતા. લૌકિક શિક્ષણ : ધાર્મિક શિક્ષણની સાથે જો લૌકિક શિક્ષણ લેવામાં ન આવે તો ગૃહસ્થોને આજીવિકા ઉત્પન્ન કરવામાં મુશ્કેલી પડે. આ મુદ્દાને ખ્યાલમાં રાખીને તેઓએ સમસ્ત ભારતમાં ઠેરઠેર છાત્રાલયો ખોલ્યાં, જેમાં મુંબઈ, અમદાવાદ, રતલામ, જબલપુર, લલિતપુર, અકોલા, નાગપુર, મેરઠ, આગ્રા, લાહોર, કોલહાપુર, હુબલી, સાંગલી, બેલગામ, બેંગલોર, વગેરે નગરોનાં છાત્રાલયો વધારે પ્રસિદ્ધ થયાં. આ છાત્રાલયોમાંથી અનેક જૈન વિદ્યાર્થીઓએ સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રીઓ પ્રાપ્ત કરી. સમાજસુધારક તરીકે : તે કાળે પ્રચલિત બાળવિવાહ, કન્યાવિક્રય, જ્ઞાતિગોળની સંકીર્ણતા જેવી અનેક સામાજિક કુરીતિઓને દૂર કરવા માટે તથા સ્ત્રીશિક્ષાગુ, જીવદયાપ્રચાર, માંસાહારત્યાગ વગેરે માટે પણ તેઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ બધાં સામાજિક કાર્યોમાં બ્રહ્મચારી શીતલપ્રસાદજી, તેમની પુત્રી મહિલારત્ન મગનબાઈ, તે વખતના અગ્રગણ્ય વિદ્વાનો અને વિવિધ સ્થાનિક સામાજિક સંસ્થાઓએ તેમને પૂરો સહકાર આપ્યો હતો. આમ પોતાની વિચક્ષણતા દ્વારા સમાજની વિખરાયેલી શક્તિને એકત્રિત કરીને તેઓએ રચના-કુશળતા અને ઉદાર નીતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વ્યક્તિગત આચારસંપન્નતા અને વિદ્યાપ્રેમ : શેઠ માણિકચંદમાં સાદગી, નમ્રતા, કરકસર અને વિશિષ્ટ પરખશક્તિ જેવા અનેક ગુણો તો હતા જ, ઉપરાંત તેઓ ન્યાયોપાર્જિત ધન, સત્ય, વ્યવહાર, કુશીલત્યાગ અને પરિગ્રહ પરિમાણ ઇત્યાદિ શ્રાવક ધર્મનાં વિવિધ અંગોના પાલન વિષે ખૂબ દેઢ હતા. સાંપ્રદાયિક સંકીર્ણતાઓ તેમને સ્પર્શી શકતી નહોતી; તેમાગે ખોલેલાં છાત્રાલયોમાં કોઈ પણ જૈન વિદ્યાર્થી સહેલાઈથી પ્રવેશ મેળવી શકતો. દિનાંક ૬-૨-૧૯૦૮ ના રોજ મુંબઈના માધવબાગમાં શ્વેતાંબર જૈન વિસા શ્રીમાળી ભાઈઓની જે સભા ભરાઈ હતી તેના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. એક સ્થાનકવાસી જૈન વિદ્યાર્થીને વિદેશ જવા માટે પણ તેમણે સહાય કરી હતી. વિ. સં. ૧૯૫૭ પછી તેઓએ પરિગ્રહ-પરિમાણનું વ્રત દઢપણે ગ્રહણ કરી પોતાની મિલકતની યોગ્ય વહેંચણી કરી પરમ સંતોષ ધારણ કર્યો હતો અને વધેલી બધી સંપત્તિ સમાજને ચરણે ધરી દીધી હતી. આમ તેમણે સમાજસેવાનું વ્રત ધારણ કર્યું હતું. દુષ્કાળ, ધરતીકંપ કે પૂર વગેરે કુદરતી પ્રકોપના કાળમાં નાતજાતના કોઈ પણ ભેદ વિના તેઓ દાનપ્રવાહ વહેવડાવી પોતાની સહજ અનુકંપા દર્શાવતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેમનો વિદ્યાપ્રેમ અદ્ભુત હતો. તેમણે સ્વયં વાંચનથી અને પુત્રી મગનબાઈને શિખવાડવા આવતા વિદ્વાનો પાસેથી શાસ્ત્રોનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રસંગોપાત્ત તેઓ સ્વાધ્યાય-પ્રવચન પણ આપતા. વિ. સં. ૧૯૫૫માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો અને તેઓ સુરત આવીને બે મહિના રહ્યા ત્યારે છાત્રાલયના વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપતા. ૧૬ ઉપસંહાર : આ પ્રમાણે શેઠ માણિકચંદનું જીવન અને કર્તૃત્વ આપણા માટે પ્રેરણાદાયક છે. તેમની સતત ઉદ્યમશીલતા, મનુષ્યને પારખવાની શક્તિ, સમાજને ઉન્નત બનાવવાની ભાવના, અખૂટ વિદ્યાપ્રેમ, સાગર સમાન ઉદાર હૃદય, દાનધર્મની અત્યંત પ્રીતિ અને પ્રતીતિ, સતત સ્વાર્થયાગ અને પરોપકારવૃત્તિ, પોતાના રોજબરોજના જીવનમાં સાદાઈ, સરળતા અને નમ્રતાનો પ્રયોગ, વેરાત જેવા વ્યવસાયમાં પણ પોતાની સત્યપ્રિયતા અને નીતિમત્તાની ઉચ્ચમાં ઉચ્ચ પ્રણાલિકાઓને જાળવી રાખવાનો આગ્રહ અને સમસ્ત દેશવ્યાપી સુસંચાલિત સંસ્થાઓ પ્રત્યે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના વિપુલ દાનરાશિનો ધોધ વહેવડાવવાનું સાહસ ઇત્યાદિ સદ્ગુણોમાં તેમનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રકટ થાય છે. આપણે પણ તેમના સદ્ગુણોને અનુસરવાનો પ્રયત્ન કરીએ. Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री अभिधान एजेंन्द्र-केशर ૨. તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ ભૂમિકા અને જન્મમંગળ : શૂરવીરોના સંગ્રામની ભૂમિ રાજસ્થાન સંતોની પણ જનેતા રહી છે. આજે પણ રાજસ્થાનમાં જયપુર, જેસલમેર, અજમેર, પુષ્કર, રાણકપુર, આબુ—દેલવાડા, મહાવીરજી, કોટા, પદ્મપુરા, ચિત્તૌડ, કેસરિયાજી, શ્રીનાથજી, નાકોડા વગે૨ે સ્થાનોમાં જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં અનેક પ્રતીકો દૃષ્ટિગોચર થાય છે. આન અને શાન માટે જાનની બાજી લગાડનારા આ રાજસ્થાનના ભરતપુર નગરમાં ગુરુવાર, દિનાંક ૩-૧૨-૧૮૨૭ ના રોજ બાળક રત્નરાજનો જન્મ થયો હતો. પિતાજીનું નામ ઋષભદાસ પારખ અને માતાજીનું નામ કેસરીબાઈ હતું. તેમના એક મોટા પુત્રનું નામ માણિકચંદ અને નાની પુત્રીનું નામ પ્રેમાબાઈ હતું. બાળપણના સંસ્કાર અને વેપાર : બાળક રત્નરાજમાં નાનપણથી જ ઉચ્ચ સંસ્કારો હતા. વડીલો અને માતાપિતા પ્રત્યેનો પૂજ્યભાવ, શાંત સ્વભાવ, લડાઈઝગડા અને કુસંગથી દૂર રહેવું, ગુણવાન પુરુષોનો સંગ કરવો વગેરે સદ્ગુણો તેમને જન્મજાત પ્રાપ્ત થયા હતા. બાર વર્ષની ઉંમરે તેમણે મોટાભાઈ અને કુટુંબીઓ સાથે આજુબાજુના જૈન તીર્થો શ્રી કેસરિયાજી વગેરેની યાત્રા કરેલી. લૌકિક ભણતર કરતાં ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ધાર્મિક ગ્રંથો વાંચવા તરફ તેમની વૃત્તિ વધુ ઢળેલી રહેતી. સોળ વર્ષની વયે મોટાભાઈ શ્રી માણેકલાલ સાથે તેઓને વેપાર માટે સિલોન જવાનું બન્યું. અહીં થોડો સમય રહી, કલકત્તા વગેરે નગરોમાં થોડું રોકાઈ તેઓ વતનમાં પાછા ફર્યા. થોડા વખતમાં જ તેમનાં પૂજય માતાપિતા કાળધર્મ પામ્યાં, તેથી વૈરાગ્યવૃત્તિવાળા રત્નરાજને વિશેષપણે ધર્મધ્યાનમાં જોડાવાનો સમય મળ્યો. આ ધર્મભાવના દિવસે દિવસે વધતી ચાલી. વૈરાગ્યવૃદ્ધિ અને યતિ-દીક્ષા: ઈ. સ. ૧૮૪૫માં શ્રી પ્રમોદસૂરિજીનું અહીં આગમન થયું. તેમના ઉપદેશ-સમાગમથી રત્નરાજને દીક્ષાનો વિચાર આવ્યો. પોતાના અંતરની આ વાત તેમણે મોટાભાઈને જણાવી અને ઈ. સ. ૧૮૪૭ માં ઉદેપુર મુકામે શ્રી હેમવિજયજીના હાથે દીક્ષા થઈ. નામ શ્રી રત્નવિજયજી રાખવામાં આવ્યું. પહેલું ચોમાસું અકોલા અને બીજુ ચોમાસું ઇન્દોરમાં થયું. તેમને જ્ઞાનપ્રાપ્તિની વિશેષ લગની હતી. તેથી આગલાં ત્રણ ચોમાસા દરમિયાન શ્રી સાગરચન્દ્રજીના સાન્નિધ્યમાં તેમણે વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર ઇત્યાદિમાં કુશળતા પ્રાપ્ત કરી. ઈ. સ. ૧૮૫૨માં તેઓશ્રીને પન્યાસની પદવી આપવામાં આવી. આગળનાં ચાર ચોમાસામાં પોતાનો અભ્યાસ સ્વયં તથા શ્રી દેવેન્દ્રસૂરિજીના સાન્નિધ્યમાં વધારતા ગયા. વિસ્તૃત શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થતાં શિક્ષાગુરુની આજ્ઞા લઈને ઈ. સ. ૧૮૫૭ થી ઈ. સ. ૧૮૬૨ દરમિયાનમાં શ્રી ધરણેન્દ્રસૂરિના ૫૧ યતિ શિષ્યોને વિવિધ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિજીની સેવામાં રહ્યા. ઈ. સ. ૧૮૬૪ માં બીકાનેર-જોધપુરના નરેશો દ્વારા શ્રી ધરણેન્દ્રવિજયજીનું જે સન્માન થયું તેમાં ભાગ લીધો અને “દફતરી’નું બિરૂદ પ્રાપ્ત કર્યું. ઈ. સ. ૧૮૬૫-૬૬ ના ચાતુર્માસમાં તેમણે “દફનરી' પદનો ત્યાગ કર્યો અને જાલોર તથા ઘાણેરાવના ચોમાસામાં યતિઓના શિથિલાચાર, પરિગ્રહબુદ્ધિ ઇત્યાદિ અંગે શ્રી ધરણેન્દ્રવિજયજી સાથેનો વિવાદ સમાપ્ત ન થતાં તેમાં ક્રિયોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. ૧૮૬૭માં દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિ દ્વારા આહોર મુકામે, સમસ્ત શ્રી સંઘની હાજરીમાં પરંપરાગત સૂરિમંત્રની અને ‘શ્રી પૂજ્ય'ની પદવીનું અનુદાન, ભવ્ય સમારોહપૂર્વક સંપન્ન થયું. અહીંથી વિહાર કરી જાવરામાં ચાતુર્માસ દરમિયાન નવાબ તથા મંત્રીમંડળની સાથે શંકા-સમાધાન કર્યું. - યતિ સંસ્થાનો સંપૂર્ણ ક્રિયોદ્વાર અને કલમનામું : ઈ. સ. ૧૮૬૭ ના જાવરાના ચાતુર્માસ દરમ્યાન યતિ શ્રી ધરણેન્દ્રસૂરિએ સિદ્ધકુશલ અને મોતીવિજય નામના બે થતિઓને શ્રી પૂજ્ય પાસે મોકલ્યા. આ દૂતો અને શ્રી પૂજ્ય વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ. શ્રી પૂજય યતિ-પરંપરામાં રૂઢ થઈ ગયેલા અંધવિશ્વાસોમાં, જનતા ઉપરના પ્રભાવ માટેનો અયોગ્ય સાધનોમાં, તેમજ રૂઢિઓ અને વિવિધ પ્રકારની શિથિલતાઓમાં આમૂલ ક્રાંતિ કરાવવાની બાબતમાં દેઢ હતા. તેઓએ આ માટે નવ કલમોની “સુધાર યોજના” લખીને મોકલી, જેના પર શ્રી ધરણેન્દ્રવિજયજીએ અન્ય સર્વ યતિઓની સાથે એકમત થઈ સહી કરી. આ વિધિ પૂરી થતાં જાહેરમાં તેની ઘોષણા થઈ. એ વખતે શ્રી પૂજયે પોતે પણ પૂર્વે ભેટરૂપે મળેલી સર્વ લૌકિક પદવીઓ અને છડી, ચામર, પાલખી વગેરે સમસ્ત પરિગ્રહોનો શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં સંપૂર્ણ ત્યાગ કર્યો. તેમના મુખ્ય બે Page #20 -------------------------------------------------------------------------- ________________ તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ શિષ્યો પ્રમોદરુચિજી અને ધનવિજયજી પણ આ ક્રિયામાં જોડાયા. આ પ્રમાણે તેમણે જાહેરમાં સમારોહપૂર્વક પંચમહાવ્રતધારક ઉત્કૃષ્ટ પદ સ્વીકાર અને ત્રિસ્તુતિક સંપ્રદાયનો પુનરુદ્ધાર કર્યો, જેમાં શ્રાવક-શ્રાવિકાઓનાં ધાર્મિક અધ્યયન અને તીર્થોદ્વારરૂપી સત્કાર્યોને અગ્રિમતા આપવામાં આવી. આ સમસ્ત ઐતિહાસિક ક્રિયાકલાપ પૂરો થતાં ત્રણ વર્ષ લાગ્યાં. ૧૯ ઉગ્ર તપસ્યા, બિહાર, પ્રતિષ્ઠાઓ અને તીર્થોદ્ધારનાં કાર્યો : સંપૂર્ણ ક્રિયોદ્ધાર પછી ઈ. સ. ૧૮૭૦ નો ચાતુર્માસ રતલામમાં અને ઈ. સ. ૧૮૭૧ નો ચાતુર્માસ કુક્ષીમાં થયો. અહીં તેમણે ૪૫ આગમોની વાચના તથા ‘દ્ભવ્યવિચાર' ગ્રંથની રચના કરી. દિગંબર જૈન અતિશયક્ષેત્ર માંગીનુંગીની પહાડીઓમાં તેમણે ૭૨ દિવસો સુધી એકાસણાં અને ઉપવાસ કરી, મહામંત્રના પ્રથમ પદના સવા કરોડ જપ પૂરા કર્યા અને લગભગ છ માસ ચિંતન, જપ, ધ્યાન અને ઉગ્ર તપશ્ચર્યામાં વિતાવ્યા. કવિવર મુનિશ્રી પ્રમોદરુચિજીએ શ્રી પૂજયની આ દુર્ધર તપસ્યા દરમિયાન ખૂબ સેવા-શુરૂષા કરી હતી. હવે પછીના ચાતુર્માસો માળવા અને મેવાડની ભૂમિમાં રાજગઢ, રતલામ, જાવરા, આહોર, જાલોર, શિવગંજ વગેરે સ્થળોએ થયા. તે દરમિયાન ઈ. સ. ૧૮૭૭માં ૩૧ જિનબિબોની અને ઈ. સ. ૧૮૮૪ માં ૪૧ જિનબિંબોનો પ્રતિષ્ઠા થઈ. ઈ. સ. ૧૮૮૫માં ગુજરાત તરફ વિહાર કરી અમદાવાદ, ધોરાજી, ધાનેરા, થરાદ વગેરેમાં ચાતુર્માસ કરી સૌને ધર્મલાભ આપ્યો. ઈ. સ. ૧૮૯૮ માં આહોરમાં પોતાના હાથે જ ૯૫૧ જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરી. ( વિ. સં. ૧૯૫૫ ફાગણ વદ પાંચમ, ગુરુવાર) આ પ્રતિષ્ઠામાં ૩૫૦૦થી પણ વધારે મનુષ્યોએ ઉપસ્થિત થઈને લાભ લીધો હતો. ઈ. સ. ૧૮૯૯ ના શિવગંજના ચાતુર્માસમાં તેમણે ચતુર્વિધ સંઘ માટે વિશિષ્ટ આચારસંહિતાની રચના કરી હતી. આ સંહિતામાં ૩૫ મુખ્ય નિયમો છે, જેનું પાલન આજ સુધી તે પરંપરાના અનુયાયીઓ કરતા આવ્યા છે. ઈ. સ. ૧૯૦૧માં ફરીથી આહોરમાં ૨૦૧ પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. ઈ. સ. ૧૯૦૨માં જાલોરમાં અનેક પ્રકારનાં ધર્મકાર્યો ફરી તેઓશ્રીએ ગુજરાત તરફ વિહાર કર્યો. ઈ. સ. ૧૯૦૩નો ચતુર્માસ સુરતમાં તેમજ કુક્ષી અને ખાચરોદના ચાતુર્માસ પછી છેલ્લો ચાતુર્માસ ઈ. સ. ૧૯૦૬માં વડનગર (મ. પ્ર.) ખાતે થયો. જીવનની સંધ્યા : વડનગરનો વર્ણવાસ પૂરો કરી, તબિયત સારી ન લાગવાથી તેઓએ રાજગઢ તરફ પ્રયાણ કર્યું. અહીં સમસ્ત સંઘ સૂરિજીની તબિયતના સમાચાર સાંભળી ચિતિત થઈ ગયો. પોતે જ શ્રી દીપવિજયજી અને યતીન્દ્રવિજયજીને બોલાવી સંઘમાંચાલન માટે તથા ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ'ના સંપાદન, સંશોધન અને મુદ્રણ માટેની જવાબદારી સોંપી. દિનાંક ૧૯-૧૨-૧૯૦૬ ના રોજ તેઓશ્રીએ અનશન ગ્રહણ કર્યું અને ૨૧-૧૨-૧૯૦૬ ના રોજ ‘અર્હમ્ નમ:' ‘અર્જુન નમ:’ એ મંત્રનો જપ કરતાં કરતાં પરમ શાંતિથી મહાપ્રયાણ કર્યું. રાજગઢ(મ. પ્ર.)થી એક માઈલ દૂર શ્રી મોહન ખેડાની પવિત્ર તીર્થભૂમિમાં દિનાંક ૨૨-૧૨-૧૯૦૬ ના રોજ વિશાળ જનસમૂહની હાજરીમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ! ૨૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો મહત્ત્વપૂર્ણ પાંચ તીર્થોનો જીર્ણોદ્વાર : રાજેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વારનાં અનેક કાર્યો કર્યાં હતાં. તેમાંય નીચેનાં પાંચ તીર્થો ખાસ પ્રસિદ્ધ છે, કારણ કે આ પાંચ તીર્થોના સર્વાંગી વિકાસની દિશા તેઓએ પોતે સૂચવી હતી : (૧) કોરટા તીર્થ : આ તીર્થનાં કનકાપુર, કોરટપુર, કોરન્ટી વગેરે અનેક નામો છે. અમદાવાદ-દિલ્હી રેલવેલાઇન પર જવાઈબંધ સ્ટેશનથી બાર માઈલ દૂર આ તીર્થ આવેલું છે. અહીં શ્રી મહાવીર, શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી કેસરિયાનાથ એમ ચાર મંદિરો છે. શ્રી કેસરિયાનાથની શ્વેતરંગની પાંચ ફૂટની ભવ્ય પ્રતિમા વિ. સં. ૧૯૧૧ માં ટેકરો ખોદતાં નીકળી હતી. સૂરિજી દ્વારા વિ. સાં. ૧૯૫૧ માં મોટા સમારોહપૂર્વક, વિશાળ અને મનોહર મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. (૨) શ્રી માંડવા તીર્થ : માંડવપુર ગામ જોધપુર–રાણીખેડા લાઇન પર મોદરા સ્ટેશનથી ૨૨ માઈલ દૂર છે. મૂળ જિનાલય સાતમી અને બારમી સદીનું ગણાય છે. સૂરિજી અહીં વિ. સં. ૧૯૫૫માં પધારેલા અને જીર્ણોદ્ધાર માટેની પ્રેરણા આપેલી. વર્તમાન મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૦માં થયેલી છે. મોટી ધર્મશાળા અને રહેવા જમવાની આધુનિક સગવડ છે. (૩) શ્રી સ્વર્ણગિરિ તીર્થ : આ પ્રાચીન તીર્થ જાલોર સ્ટેશન પાસે આવેલ સ્વર્ણગિરિ નામના નાના પર્વત પર વસેલું છે. નીચે, શહેરની અંદર ૧૩ મંદિરો છે. પર્વત ઉપર કિલ્લામાં ત્રણ પ્રાચીન અને બે નવીન મંદિરો છે. શ્રીમદ્ રાજેન્દ્રસૂરિના પદાર્પણ પહેલાં કિલ્લાનાં આ મંદિરોમાં શસ્ર-સરંજામ રહેતો. પરંતુ તેઓશ્રીની તપસ્યા, દેઢ નિશ્ચય અને સતત પુરુષાર્થથી પ્રભાવિત થઈ રાજાએ આ મંદિરો પાછા જૈન સમાજને સોંપ્યા અને વિ. સં. ૧૯૩૩માં ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ થતાં તીર્થના પુનરુદ્ધારની પ્રક્રિયા પૂરી થઈ. (૪) તાલનપુર તીર્થ : આ તીર્થને તુંગીયા પત્તન પણ કહે છે. મધ્યપ્રદેશમાં, અલીરાજપુરથી ધાર જતી સડકની નજીક આ તીર્થ આવેલું છે. એક ભીલને પોતાના ખેતરમાંથી ૨૫ પ્રતિમાઓ મળેલી જે એક હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. અહીં બે મંદિરો છે, જેમાં ગોડી પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા પૂજયસૂરિજીએ વિ. સં. ૧૯૫૦માં કરી હતી. (૫) શ્રી મોહનખેડા તીર્થ : રાજગઢ(મ. પ્ર.)થી એક માઈલ પશ્ચિમે આ તીર્થ આવેલું છે. શ્રી આદિનાથ ભગવાનની વિશાળ શ્વેત પ્રતિમા વિ. સં. ૧૯૪૦ માં અહીં પ્રતિષ્ઠિત થઈ હતી. અહીં શ્રી રાજેન્દ્રસૂરિજીની સમાધિ છે. આ તીર્થના વિકાસ માટેનો શિલાન્યાસ દિનાંક ૧૯-૬-૧૯૭૫ ના રોજ શ્રી વિજ્યચંદ્રસૂરિ દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં એક વિશાળ પ્રેરણાદાયક તીર્થ બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્યસેવા : નુશ્મન: હાં સાર યવેતવું જ્ઞાનસેવનમ્ । अनिगूहितवीर्यस्य संयमस्य च धारणम् ।। Page #22 -------------------------------------------------------------------------- ________________ તપોધન શ્રીમદ્ રાજેદ્રસૂરિ ૨૧ પૂર્વાચાર્યોએ માનવજીવનની સફળતા માટે બે મુખ્ય સાધનો બતાવ્યાં છે: સાચા જ્ઞાનની આરાધના અને સંયમનું ગ્રહણ તથા પૂર્ણ શક્તિ લગાડીને તેનું પાલન. પૂજ્યશ્રીના સંયમ–તપની હકીકત આપણે જાણી. હવે તેમની જ્ઞાનસાધના અને જ્ઞાનગરિમા પર દષ્ટિપાત કરીએ. તેઓએ રચેલા કુલ ૬૧ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં ભાષા, વ્યાકરણ, આગમ, પૂજા, અધ્યાત્મ, સ્તોત્ર, વ્યાખ્યાન, પ્રબંધ, યોગ, પ્રશ્નોત્તર, મંત્રતંત્રાદિ વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. લગભગ ૨૫ ગ્રંથો તો ઈ. સ. ૧૯૫૭ સુધીમાં છપાઈ ચૂક્યા છે; બાકીના ગ્રંથો પ્રકાશિત થવામાં છે. અહીં તેમની મુખ્ય રચનાઓનો પરિચય આપવામાં આવે છે: (૧) અભિધાન રાજેન્દ્રકોશ : આ ગ્રંથના સાત વિભાગો છે. તેની કુલ પૃષ્ઠસંખ્યા ૯૨૦૦ (મોટી સાઇઝ) છે. આ શબ્દકોશમાં પ્રાકૃત ભાષાના કુલ ૬૦,૦૦૦ શબ્દોની અકારાદિક્રમથી વિશિષ્ટ સર્વતોમુખી આગમસમ્મત સમજણ આપવામાં આવી છે, જેથી વાંચનારને એક સારામાં સારા અધિકૃત અને વિશાળકાય સંદર્ભગ્રંથની ઉપલબ્ધિ થઈ જાય છે અને સાથે સાથે જૈન દર્શનના લગભગ બધા જ વિષયોનું જ્ઞાન મેળવવામાં સરળતા થઈ જાય છે. આ ગ્રંથનો પ્રારંભ તેમણે ઈ. સ. ૧૮૯૦ ના ચાતુર્માસમાં કર્યો હતો અને અનેક શિષ્યોના સહયોગ-સહકારથી તેની સમાપ્તિ ઈ. સ. ૧૯૦૩ માં સુરતમાં કરી હતી. તેનું મુદ્રણકાર્ય ઈ. સ. ૧૯૧૩ માં પ્રારંભ થયું હતું અને છેલ્લો (સાત) ભાગ ઈ. સ. ૧૯૩૪માં રતલામથી પ્રકાશિત થયો હતો. તે જમાનામાં આ કાર્ય માટે રૂપિયા ચાર લાખનો વ્યય થયો હતો. જૈન સમાજે તન-મન-ધનથી આ કાર્યમાં પ્રશંસનીય સહયોગ આપ્યો હતો. આ ગ્રંથને જગતના સમસ્ત વિદ્રાનો તરફથી સુંદર આવકાર મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. (૨) અન્ય મુખ્ય કૃતિઓનાં નામ નીચે પ્રમાણે છે: (૧) પ્રાકૃત વ્યાકરણ (૨) કલ્પ સૂત્રાર્થ પ્રબોધિની (૩) જિનોપદેશ મંજરી (૪) પ્રશ્નોત્તર પુષ્પવાટિકા (૫) શ્રી તત્ત્વવિવેક (૬) શ્રી સિદ્ધચક્ર પૂજા (૭) શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજા (૮) પ્રભુ-સ્તવન સુધાકર (૯) હોળિકા–વ્યાખ્યાન (૧૦) અક્ષયતૃતીયા કથા (૧૧) સ્વરોદય-મંત્રાવલિ (૧૨) પડાવશ્યક–અક્ષરાર્થ (૧૩) બદ્રવ્ય વિચાર. સમાજોપયોગી સંસ્થાઓ : સૂરિજીની પ્રેરણાથી નીચેની સંસ્થાઓ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે અસ્તિત્વમાં આવી છે : (૧) રાજેન્દ્રોદય યુવક મંડળ, જાવરા (મ. પ્ર.) (૨) શ્રી રાજેન્દ્ર જૈન વિદ્યાલય, આહીર (રાજસ્થાન) (૩) શ્રી રાજેન્દ્ર સૂર્યાભ્યદયાવલી, રતલામ આ સંસ્થા પૂજા-ગુટકાદિનું પ્રકાશનકાર્ય કરે છે. (૪) શ્રી રાજેન્દ્ર જૈન ગ્રંથમાળા Page #23 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૫) શ્રી રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (ફાલના) (૬) નીચેનાં નગરોમાં શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળાઓ સ્થાપવામાં આવી છે : મન્દસૌર (ફાલના), ટાંડા, ખાચરોદ, સિયાણા, ધુંધકડા, થરાદ ઇત્યાદિ. શિષ્ય-પરિવાર : તેઓ દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ તરીકેનું દ્વિવિધ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના મુખ્ય શિષ્ય-પ્રશિષ્યોની નામાવલિ નીચે મુજબ છે : શ્રી વિજય યતીન્દ્રસૂરિ (વર્તમાન પટ્ટધર) શ્રી વિજય ભૂપેન્દ્રસૂરિ શ્રી વિજય ધનચંદ્રસૂરિ ઉપાધ્યાય શ્રી મોહનવિજયજી ઉપાધ્યાય શ્રી ગુલાબવિજયજી મુનિશ્રી દીપવિજયજી મુનિશ્રી સાગરનંદવિજયજી મુનિશ્રી જયંતવિજ્યજી ઉપરાંત, તેમના અનુયાયીઓમાં અનેક સાધ્વીજીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓનો ઘણો મોટો સમુદાય છે, જે પોતાની શક્તિ-ભક્તિ પ્રમાણે સૂરિજીની આજ્ઞાને આરાધીને જીવન વિકાસ સાધી રહ્યો છે. રાજેન્દ્રસૂકિત-સંગ્રહ : સૂરિજીએ અનેક વિષયો ઉપર જુદા જુદા સમયે આપેલા ઉપદેશની અલ્પ પ્રસાદી આપણા જીવનના વિકાસમાં ઉપકારક જગાવાથી અહીં પ્રસ્તુત કરીએ છીએ. માનવતા : મનુષ્ય માનવતા જાળવી રાખે તો જ સાચો માનવ બની શકે છે. માનવતાના પાલનમાં સર્વધર્મ સમભાવ સિદ્ધાંતનો સુવિચાર, કવ્ય, સત્કાર્ય વગેરેનો સમાવેશ થાય છે. સસંગ, સર્વાચન અને સારા સંજોગોમાં રહેવાથી તેની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. મનુષ્યપણું મળ્યું તો જરૂરથી સાચા માનવ બનીએ. બસ આટલાથી પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. સાચી લજજા જીવનમાં કેવી રીતે આવે ? સાચી લજ્જા સદુગૃહસ્થનો પ્રથમ ગુણ કહ્યો છે. તેને વિકસાવવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખીએ : (૧) વ્યવહારમાં સત્ય અપનાવીએ. (૨) અપરાધ થઈ જાય તો તરત માફી માગીએ. (૩) લોકવિરુદ્ધ અને શાસ્ત્રવિરુદ્ધ આચરણ ન કરીએ. (૪) ખાનદાનની સોબતમાં રહીએ. (૫) કુસંગથી અવશ્ય બચીએ. (૬) પરમાત્મા અને સંતોના લાભથી વંચિત ન રહીએ. (૭) કાયમ સારું વાચન કરીએ અને સારું વચન સાંભળીએ. (૮) પરસ્ત્રી/પરપુરુષ તરફ કુદૃષ્ટિ ન કરીએ. અન્યાયથી મેળવેલી દોલત : કાળાબજાર, વિશ્વાસઘાત, લૂંટફાટ અને લાંચરુશવતથી કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલા પૈસા મેળવે અને ગમે તેટલો એશ-આરામ કરે, પણ એ બધું માત્ર પૂર્વસંચિત પુણ્યની પ્રબળતા હશે ત્યાં સુધી જ ટકશે. પુણ્ય ક્ષીણ Page #24 -------------------------------------------------------------------------- ________________ તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ થતાં, નહીં રહે પૈસો કે નહીં રહે એશ-આરામ. યમરાજનું આમંત્રણ આવતાં દોલત, એશ-આરામ, સગાંવહાલાં કે સ્વજન-મિત્રાદિ કોઈ બચાવી શકશે નહીં. પરલોકમાં જવું પડશે અને બધું અહીં જ પડયું રહેશે. પૈસો ભેગો કરવા માટે જે મોટાં પાપ કર્યાં હશે તે જ પરભવમાં સાથે આવીને દુર્ગતિમાં પીડા આપશે. આ વાત નિ:સંદેહ જાણીને પ્રાપ્ત થયેલી દોલતથી સત્કાર્યો કરી લેવાં જેથી તે આગળ ઉપર પણ સહાયક થઈ શકશે. સહધર્મીઓની સેવા : ભગવાને સંધનાં ચાર અંગો કહ્યાં છે : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તેમને શિક્ષણ આપવું અને અપાવવું, વસ્ત્રાદિથી તેમનું સન્માન કરવું, સમાજવિકાસ માટે ધર્મનો પ્રચાર કરવો અને કરાવવો. હાર્દિક ભાવનાથી તેમની સેવામાં કટિબદ્ધ રહેવું અને તેમની સેવા માટે ધન ખર્ચવું. આવાં શુભ કાર્યો નિષ્કામપણે કરવાથી ‘પુણ્યાનુબંધી પુણ્ય’નું ઉપાર્જન થાય છે. આ પુણ્ય દ્રારા સેવાભાવી મનુષ્યનો વિકાસ થાય છે અને તે ઇષ્ટ સ્થાને પહોંચે છે. આ પુણ્ય ભવભ્રમણનાં સર્વદુ:ખોનો અંત કરી નાખે છે. ૨૩ વિનયની ઉપાસના : ગુરુવચનોનો હંમેશાં આદર કરવો, તેમની આજ્ઞાનું યથાવત પાલન કરવું અને તેમાં તર્ક, વિતર્ક કે શંકા વગેરે ન કરવાં. આનું નામ ‘વિનય’ છે. વિનયથી વિદ્યા, યોગ્યતા અને શ્રુત જ્ઞાનનો લાભ, જળમાં ફેલાઈ જનારા તેલબિંદુની જેમ વિસ્તૃતપણે પ્રાપ્ત થાય છે. આનાથી સંસારમાં મનુષ્યની કીર્તિ ચારે તરફ ફેલાઈ જાય છે અને તે સૌના સન્માનનો અધિકારી બની જાય છે. અવિનય કરનારો આત્મા જયાં જયાં જાય છે ત્યાં ત્યાં હડધૂત થાય છે અને દુ:ખ પામે છે. અહંકાર, દુર્ભાવના અને ધનાદિની તૃષ્ણા–આ બધા અવિનય ઉત્પન્ન કરનારા દુર્ગુણો છે. માટે અવિનયને તિલાંજલિ આપી વિનય-ગુણને અપનાવો, જેથી ઉભયલોકમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થઈ શકે. વિનય તો માનવજીવનને સર્વોચ્ચ શિખરે પહોંચાડનાર મહાન ગુણ છે. માણસ ગમે તેટલો વિદ્વાન, ચતુર કે નીતિવાન હોય, પરંતુ જયાં સુધી વિનય ગુણનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તે લોકપ્રિયતા કે સન્માન-આદરને પ્રાપ્ત કરી શકતો નથી. અવિનયી પુરુષમાં ઉદારતા, ધૈર્ય, પ્રેમ, દયા, ઉચ્ચ આચાર અને પ્રસાદિ ગુણો પ્રગટી શકતા નથી. આ કારણથી તે પોતાના કાર્યકલાપમાં હતાશ રહ્યા કરે છે અને સફળતા સંપાદન કરી શકતો નથી, નીચેનાં આઠ સ્થાનોમાં લજ્જા છોડી દેવી જોઈએ, બાકીના બધા સમયે વિનય ગુણની આરાધના કરવી જોઈએ, એમ પૂર્વાચાર્યોની આશા છે: ( ૧ ) ગાયન ગાતી વખતે (૨) નૃત્ય કરતી વખતે ( ૩ ) ચર્ચા-વિવાદ કરતી વખતે ( ૪ ) અધ્યયન વખતે ( ૫ ) સંગ્રામ કરતી વખતે (૬) દુશ્મનનું દમન કરતી વખતે (૭) ભોજન કરતી વખતે ( ૮ ) વ્યવહારસંબંધ બાંધતી વખતે. સદ્ગુણોનો વિકાસ : માનવની માનવતાનો પ્રકાશ સત્ય, શૌર્ય, ઉદારતા અને સંયમાદિ ગુણો દ્વારા જ થઈ શકે છે. જેના જીવનમાં આ ગુણો નથી તેનામાં માનવતા નથી, પણ અંધકાર માત્ર છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો માનવમાંથી મહામાનવ થવા માટે ધૈર્ય, સહનશીલતા, સરળતા, સુશીલતા, સત્યનો આગ્રહ, ગુણાનુરાગ, ન્યાય, આત્મવિશ્વાસ અને અનાસક્તિ કેળવવાની જરૂર છે. સાચી વિદ્યા અને વિદ્વત્તા ઃ સાચી વિદ્યા કે વિદ્વત્તા તે જ કહેવાય જેમાં આત્મસુધારણા, વિશ્વપ્રેમ અને વિષયાસક્તિનો અભાવ હોય, સાથે સાથે જીવ માત્રમાં આત્મવત્ બુદ્ધિ અને ધર્મનું યથાવત્ પાલન હોય. સ્વાર્થમય પ્રલોભનો અને છેતરવાની વૃત્તિ ન હોવી જોઈએ. આવી વિદ્યા જ સ્વ-પરનું કલ્યાણ સાધવામાં સફળ બને છે, એવું નીતિકારોનું મંતવ્ય છે. જે ઈર્ષ્યા, કલહ અને ઉદ્વેગ ઉપજાવે તે વિદ્વત્તા નથી, વિદ્યા નથી, પણ મહાન અજ્ઞાનતા છે. તેથી જે વિદ્વત્તા દ્વારા આત્મકલ્યાણ થઈ શકે તે જ વિદ્વત્તા પ્રાપ્ત કરવા હંમેશાં સમ્યગ્ ઉદ્યમ કરવો જોઈએ. દુરાચારી સદા દુ:ખી થાય છે ઃ વ્યભિચાર સેવવો કદાપિ સુખદાયક નથી. આના પરિણામે અનેક દુ:ખો અને વ્યાધિઓથી ઘેરાઈ જવું પડે છે. તેથી જ ‘મોજે રોગમયમ્’ એમ કહ્યું છે, અને તે પરમ સત્ય છે. દુરાચારપ્રિય લોકો પહેલેથી ચેતતા નથી. જ્યારે તેઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે ત્યારે પોતાના દુરાચારોનું સ્મરણ કરીને ખૂબ પશ્ચાત્તાપ કરે છે. વ્યક્તિ દુરાચારના ફળ સ્વરૂપે પાછલી જિંદગીમાં અસાધ્ય રોગોથી પીડિત અને ચિંતિત બની રહે છે. પોતે કરેલાં મહાપાપો માટે અને પરભવની યાતનાના ભયથી તે કાંપવા માંડે છે. પરંતુ તે સમયે તેમનું કોઈ રક્ષક કે ભાગીદાર થતું નથી. અસહાય અવસ્થામાં તેમને આ દુનિયામાંથી રોતાં રોતાં અલવિદા લેવી પડે છે. આવું સત્ય જાણીને જે ધર્મમાર્ગને અપનાવી લે છે તે પરભવમાં પણ સુખ પ્રાપ્ત કરી લે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રીમદ્ લઘુરાજસ્વામી ભૂમિકા: ઈ. સ. ૧૮૫૦ ની આજુબાજુના સમયને ભારતના ઇતિહાસનો સંક્રાંતિકાળ ગણી શકાય; કારણ કે મરાઠા અને મોગલસત્તાઓનો અંત તથા અંગ્રેજી સત્તાની વ્યાપકતી અને સ્થિરીકરણનો ને કાળ હતો. રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રોમાં અવનવી ઘટનાઓ આકાર લઈ રહી હતી. આ સમય–સંજોગો દરમ્યાન શ્રીમદ્ લઘુરાજસ્વામીનો જન્મ થયો હતો. જન્મ અને બાળપણ : ગરવી ગુર્જર ભૂમિના તે સમયના પાટનગર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામે વિ. સં. ૧૯૧૦, આસો વદ એકમના રોજ આ મહાભાગ્યશાળી પુનિત આત્માનો જન્મ થયો. તેમના પિતાનું નામ શ્રી કૃષ્ણદાસ ગોપાળજી તથા માતાનું નામ કુશલાબાઈ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું આ ભાવસારકુટુંબ ગામમાં અગ્રગણ્ય ગણાતું. આ સંતતિવિહીન કુટુંબને બાળક શ્રી લલ્લુભાઈના જન્મથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને નિર્વશતાનું દુ:ખ ટળ્યું. પરંતુ કૉલેરાની જીવલેણ બીમારીના કારણે ચાર-ચાર લગ્ન કર્યા છતાં સંતાનવિહીન રહેલા કૃષ્ણદાસજી બાળકનું મોં જોવા જીવિત રહી શક્યા નહીં. ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો ચાર-પાંચ વર્ષના બાળકને નિશાળે મૂક્વાનો સમય થયો. આ સમયે આપણી ગામઠી શાળાઓ ધૂળિયા શાળાઓ હતી. આવી એક ગ્રામ્ય શાળામાં લલ્લુજીને દાખલ કર્યા પરંતુ અભ્યાસમાં તેમને રુચિ ઉત્પન્ન થઈ નહિ. ગણિતના આંક કે ભાષાનાં કાવ્યો તેમને મુખપાઠ થતાં નહિ એટલે ખપ પૂરતું લખતા-વાંચતા શીખ્યા. એટલામાં તો વારંવાર દુકાનમાં બેસવાનું ચાલુ થયું અને શાળાનો અભ્યાસ બંધ થઈ ગયો. બાળકમાં પૂર્વના ઉત્તમ સંસ્કારોનો આભાસ નાનપણથી જ થવા લાગ્યો હતો. સૌ સાથે વિનય અને પ્રેમથી વર્તવું, મહેમાનો પ્રત્યે આદરભાવ રાખી તેમની સેવા કરવી અને ગામની વિવિધ કોમોના મનુષ્યો વચ્ચે વિવેકપૂર્વકના વ્યવહાર દ્વારા સંપ જળવાઈ રહે તેવી પ્રવૃત્તિઓ કરવી : આ બધાં કાર્યો તેમની સુસંસ્કારિતાને પ્રગટ કરે છે. યુવાવય ને ગુહસ્થાવસ્થા : વર્ષો વીતતાં વાર લાગતી નથી. આજનું બાળક વખત જતાં યુવાન બને છે. તે જમાનાના રિવાજ મુજબ યુવાવયે તેમનાં લગ્ન થયાં. પહેલી પત્નીનું સગર્ભાવસ્થામાં જ અવસાન થયું તેથી તેમનાં બીજાં લગ્ન નાથીબાઈ નામની ભાવસાર યુવતી સાથે થયાં. ગૃહસ્થાવસ્થાના નિભાવ માટે આજીવિકાનું મુખ્ય સાધન ધીરધારનો ધંધો હતો. પ્રામાણિક ને સરળ સ્વભાવના લલ્લુભાઈની વૃત્તિ ઉદાર હોવાથી ઘણા લોકો તેમની પાસેથી પૈસા લઈ જતા ને વ્યાજસહિત પરત પણ કરતા; પરંતુ ઉઘરાણી સમયસર ન આવે તો પણ પૈસા વસૂલ કરવા કોઈ પણ જાતનાં આકરાં પગલાં ભરવાની વૃત્તિ તેમના કરુણામય અંત:કરણમાં ઊપજતી નહિ, જે તેમના માનવતાવાદી અભિગમની આપણને ઝાંખી કરાવે છે. તેમનો ગૃહસ્થાશ્રમ સુખમય વ્યતીત થઈ રહ્યો હતો, ત્યારે તેમના જીવનમાં એક આકરા કર્મનો પ્રબળ ઉદય થયો. માંદગી ને વૈરાગ્યોત્પત્તિ : વિ. સં. ૧૯૩૭માં તેમને પી પાંડુ નામનો રોગ (Anemia) લાગુ થયો, જેના પરિણામે બાર માસમાં શરીર ઠીકઠીક પ્રમાણમાં ક્ષીણ થયું. અનેક ઉપચારો કરવા છતાં એકેય ઉપાય કારગત નીવડ્યો નહિ. . હવે શરીર વધુ ટકશે નહિ એમ લાગવાથી પોતાની ખબર કાઢવા આવનાર દરેકને તેઓ પતાસા આપતા અને પોતાના દોષોની ક્ષમાયાચના પણ માગતા. આ ગંભીર માંદગી લલ્લુભાઈના સંસ્કારી આત્મામાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થવામાં નિમિત્ત બની. વૈરાગ્યની ધારા એટલી હદ સુધી પહોંચી કે જો આ રોગનું ઉપશમન થશે, તો સંસારત્યાગ કરી સાધુ થવું તેવી તેમણે દઢ પ્રતિજ્ઞા કરી. અશાતા કર્મનો ઉદય જાણે કે આ પ્રતિજ્ઞાને વશ થતો હોય તેમ હલબલી ઊઠ્યો અને અચાનક એક સાધારણ દવાના ઉપચારથી તેમના રોગનું ઉપશમન થઈ ગયું. સ્વાધ્ય પ્રાપ્તિ થતાં, પ્રતિજ્ઞાનુસાર તેમણે અને પાડોશી શ્રી દેવકરણજીએ મુનિશ્રી હરખચંદજીના દર્શને જવાનું નક્કી કર્યું. મુનિશ્રી તે વખતે સુરત બિરાજતા હતા. તેથી સાયલા ને વઢવાણ કૅમ્પ થઈ બન્ને ગુરુજી પાસે પહોંચ્યા ને દીક્ષા લેવાની ભાવના પ્રદર્શિત કરી. મુનિશ્રીએ તેમને બન્નેને પોતપોતાના માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરવા જણાવ્યું. તેટલામાં તો Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લધુરાજસ્વામી ૨૭ લલ્લુજીના માતુશ્રીને આ સમાચાર મળતાં તેઓ પણ મુનિશ્રી પાસે પહોંચી ગયાં અને મુનિશ્રીને વિનંતી કરી કે લલુભાઈ હાલમાં બે વર્ષ વૈરાગ્યભાવે ઘરે રહે, ત્યારબાદ તેમને દીક્ષા લેતા પોતે રોકશે નહિ. આમ નક્કી થતાં સૌ વટામણ પાછા ફર્યા. વિ. સં. ૧૯૪૦માં ધર્મપત્ની નાથીબાઈએ એક પુત્રરતનને જન્મ આપ્યો, જેનું નામ મોહન રાખવામાં આવ્યું. બાળક જ્યારે સવા માસનું થયું ત્યારે લલ્લુજી તથા દેવકરણજી ગોધરા મુકામે ગુરુને વંદન કરવા ગયા અને દીક્ષાની પુન: માંગણી કરી. ગુરુએ વૈરાગ્યનો બોધ આપ્યો અને હાલમાં ધીરજ રાખવા જણાવ્યું. લલ્લુજીએ મુનિશ્રીને વટામણ પધારવાનું આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું અને તેઓ વટામણ મુકામે પધાર્યા. વૈરાગ્યના બોધથી રંજિત થયેલાં માતાજીએ લલુજીને દીક્ષાની સંમતિ આપી અને આમ, વિ. સં. ૧૯૪૦ના જેઠ વદ ત્રીજને મંગળવારે, શુભ મુહૂર્તમાં ખંભાત મુકામે તેમની તથા શ્રી દેવકરણજીની દીક્ષાઓ થઈ. તપશ્ચર્યા અને સાધુચર્યાનું પાલન: લલુજી મુનિની દીક્ષા પછી ખંભાત સંપ્રદાયના આ સંઘમાં લગભગ ચૌદ સાધુ દીક્ષિત થયા ને સંઘ નવરચના પામ્યો, જેથી ગુરુજીની દૃઢ માન્યતા થઈ કે લલુજી મુનિનાં પગલાં ઘણાં મંગળકારી છે. લલુજી તથા દેવકરણજી મુનિ શાસ્ત્રાભ્યાસ, સ્તવન–ભક્તિ પદો વગેરે મુખપાઠ કરવામાં અને ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યા. લલ્લુજી મુનિ ખાસ કરીને ઉપવાસાદિ તપશ્ચર્યાનું વિશેષ આરાધન કરતા રહ્યા. સળંગ પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા. એક સમયે તો તેમણે ૧૭ દિવસના સળંગ ઉપવાસ પણ કર્યા. મુનિશ્રી લલ્લુજી તેમની સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવથી સકળ સંઘમાં તથા સમાજમાં લોકપ્રિય થઈ પડ્યા. શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાગમ: વિ. સં. ૧૯૪૬ માં લલ્લુજી મુનિને ખંભાતના મુમુક્ષ શ્રી અંબાલાલભાઈ દ્વારા સમાચાર પ્રાપ્ત થયા કે થોડા વખતમાં શ્રીમદ્ રાજચંદ્ર નામના એક અસાધારણ આત્મજ્ઞાની મહાપુરુષ ખંભાત પધારવાના છે. દિવાળીના દિવસોમાં જ્યારે શ્રીમદ્ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈ તેમને શ્રી હરખચંદજી મહારાજ પાસે લઈ ગયા. ત્યાં ગુરુની આજ્ઞા લઈ ઉપાશ્રયના મેડા ઉપર પ્રથમ દર્શન દરમ્યાન જ શ્રી લલ્લુજીએ શ્રીમદ્ભ ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને આત્માની ઓળખાણ તથા બ્રહ્મચર્યની દૃઢતા માટે માગણી કરી. શ્રીમદ્જીએ પણ તેમને પૂર્વના સંસ્કારી આત્મા જાણી, પોતે ખંભાતમાં રહ્યા ત્યાં સુધી દરરોજ બોધ આપ્યો. બ્રહ્મચર્યની સિદ્ધિ માટે ઉણોદરી, રસાસ્વાદત્યાગ ઇત્યાદિ તપની સાથે સાથે, સર્વ દેય પદાર્થોની અનિત્યતાનો વિચાર કરી, તે સર્વને જોનાર જાણનાર હું આત્મા છું એવી ભાવનાનો અભ્યાસ કરવા કહ્યું. મુંબઈમાં વિશેષ સમાગમ : વિ. સં. ૧૯૪૭ અને ૧૯૪૮ ના ચાતુર્માસ વટામણ અને સાણંદ મુકામે પૂરા કરી, થોડો સમય સુરતમાં રોકાયા અને ૧૯૪૯ નું Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચોમાસુ મુંબઈમાં કરવાનું નકકી થયું. શ્રી લલ્લુજી શ્રીમની પેઢી પર સત્સંગ અને બોધ માટે વારંવાર જતા. શ્રીમદે પણ શ્રી લલ્લુજીને “સુગડાંગ'ની અમુક ગાથાઓ ક્રમથી સમજાવી અને છેવટે બોલાવીને ગ્રંથના પહેલા પાના પર લખી આપ્યું : “ આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે.” શ્રી લલ્લુજીએ પણ આત્મભાવનામાં લીન રહેવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીમદે કહ્યું કે બોધની જરૂર છે અને પછી પોતે મૌન રહ્યા. આના પરથી શ્રી લલ્લુજીને મૌનની અગત્ય સમજાઈ. આ પ્રસંગનો તેમના જીવન પર એટલો બધો પ્રભાવ પડ્યો કે ત્યાર પછીના લગભગ ત્રણ વર્ષના ગાળામાં પોતે મૌન રહ્યા. માત્ર મુનિઓ સાથે બોધની અને વાર્તાની છૂટ રાખી હતી. આ સમય દરમ્યાન તેમણે સમાધિ-શતકનું અધ્યયન કર્યું. એનાથી પોતાને વિશેષ શાંતિનો અનુભવ થયો હતો તેવું તેમણે અનેક વાર જણાવેલું. વિ. સં. ૧૯૫૦ અને ૧૯૫૧ એમ બે ચાતુર્માસ સુરતમાં થયા. આ સમય દરમ્યાન વેદાંતના ગ્રંથોનો અભ્યાસ થયો. પછી સુરતમાં દસ-બાર માસ તાવની માંદગી રહી અને દેહ છૂટી જશે તેવી ચિંતા થવા લાગી. પરંતુ શ્રીમદે જણાવ્યું કે દેહ છૂટવાનો ભ્રમ રાખવો કર્તવ્ય નથી. અહીં શ્રીમદે તેમના પર છ પદનો પત્ર લખી મોકલ્યો, જેની તેમના પર અભુત અસર પડી અને તે જીવનભર રહી. ચરોતરમાં ચાતુર્માસ :વિ. સં. ૧૯૫ર નો ચાતુર્માસ ખંભાત મુકામે થયો. વિ. સં. ૧૯૪૯માં મુંબઈ પધાર્યા તે પહેલાં ગુરુદેવ શ્રી હરખચંદજી મહારાજ કાળ કરી ગયા હતા. શ્રી લલ્લુજી સ્વામી ગૃહસ્થને (શ્રીમદ્રને) ગુરુ માને છે અને પહેલાં એકાંતરા ઉપવાસ કરતા તે બંધ કર્યા છે એવી વાત સાધુઓ અને શ્રાવકમંડળમાં પ્રસિદ્ધિ પામી. તેથી તેમના પ્રત્યે જનસમૂહનો પ્રેમ ઘટી ગયો તેની દરકાર કર્યા વિના શ્રી લલ્લુજી તો ગુરુભક્તિમાં લીન રહેતા. શ્રીમદ્ રાજચંદ્ર પર્યુષણ પર્વ પર નિવૃત્તિ લઈને ચરોતર પ્રદેશના કાવિઠા, રાળજ વગેરે સ્થળે થઈ વડવા (ખંભાત પાસે) પધાર્યા. શ્રી લલ્લુજી સાથે બીજા પાંચ મુનિઓ પણ દર્શન સમાગમ અર્થે ત્યાં પધાર્યા હતા. એકાંતમાં બધા મુનિ શ્રીમદ્રને નમસ્કાર કરી બેઠા. શ્રી લલ્લુજીની વિરહવેદના અસહ્ય થઈ પડી હતી અને મુનિવેશ નડતરરૂપ લાગતો હતો. તેમણે આવેશમાં આવી જઈ શ્રીમદ્રને જણાવ્યું. “હે નાથ ! આપનાં ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપતી મારે જોઈતી નથી.” એમ કહી મુહપત્તી શ્રીમદ્ આગળ નાખી, “મારાથી સમાગમનો વિયોગ સહન થઈ શકતો નથી,” એમ બોલતાં બોલતાં તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે જોઈ પરમ કૃપાળુ દેવની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. થોડો વખન મૌન રહી શ્રીમદ દેવકરણજીને કહ્યું, “મુનિશ્રીને આ મુહપત્તી આપો અને હમણાં રાખો.” વડવામાં મુનિઓને છ દિવસ એકાંત સમાગમ-બોધનો લાભ મળ્યો. વડવાથી શ્રીમદજી નડિયાદ પધાર્યા. ત્યાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” રચ્યું. પ્રથમ તેની ચાર નકલ કરાવી, એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે મોકલી. શ્રી લલ્લુજી વનમાં એકલા જઈ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”નો સ્વાધ્યાય કરતા. તે વખતની વાત Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી કરતાં તેમણે જણાવ્યું હતું કે તે વાંચતાં અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઉભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાત્મ્ય છે એમ મને લાગ્યા કરતું. “આત્મસિદ્ધિનું મનન—સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો.” વિ. સં. ૧૯૫૪ માં વસો ચાતુર્માસમાં કૃપાળુદેવનો એક માસ સુધી સતત સત્સંગનો લાભ શ્રી લલ્લુજી સ્વામીને પ્રાપ્ત થયો. આ બોધે દૃષ્ટિ રાગ પલટાવી આત્મદૃષ્ટિ કરાવી. ચાતુર્માસ પૂરો કરી સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા હતા. ૨૯ ઈડરમાં શ્રીમદ્નો બોધ : ઈડર તીર્થક્ષેત્રે શ્રીમદે વિ. સં. ૧૯૫૫ ના માગશર માસમાં સાતે મુનિઓને ડુંગર પરના શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને દેરાસર ઉઘડાવી દર્શન કરાવવા ઠાકરશીને મોકલ્યા. આ સાતે સ્થાનકવાસી મુનિઓને સદ્ગુરુની આજ્ઞાથી જિનપ્રતિમાનાં દર્શન પ્રથમ ઈડરમાં થયાં. ઈડરમાં શ્રીમદે દ્રવ્યસંગ્રહ ગ્રંથની હસ્તલિખિત પ્રતમાંથી વાંચવાનું ચાલુ કર્યું. ડુંગર પર એક મોટી શિલા પર શ્રીમદ્ બેઠા અને સાત મુનિઓ તેમની સન્મુખ બેઠા. ત્યાં સિદ્ધશિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાઈ. ત્યાં સર્વ પદ્માસનવાળી બેઠા. જિનમુદ્રાવત બની દ્રવ્યસંગ્રહની ગાથાઓને ઉપયોગમાં લેતાં, શ્રીમદે તે ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો અને ત્યાં સુધી બધા મુનિઓ અચળ રહ્યા. શ્રી લલ્લુજી સ્વામીનું ૧૯૪૯નું મુંબઈનું ચોમાસુ થયા પછી શ્રીમદ્ભુ સાથેનો તેમનો પરિચય તથા પત્ર-વ્યવહાર વધી ગયો. હવે તો સદ્ગુરુ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ છૂપી રહે તેમ નહોતી. જયારે જ્યારે શ્રીમદ્ભુના પત્રો આવતા ત્યારે તેઓ પત્રને કેટલાક ખમાસણા આપતા, તેની પ્રદક્ષિણા કરતા અને પછી પોતાને મહાભાગ્યશાળી માની હર્ષોલ્લાસથી પત્ર ખોલીને વાંચતા. શ્રી લલ્લુજી સ્વામી પણ કૃપાળુદેવને પત્ર લખતા ત્યારે કેટલાય વાકયો તો સંબોધનમાં જ લખતા અને ગુરુ પ્રત્યેની લઘુતાયુક્ત ભક્તિ પ્રગટ કરતા. વિ. સં. ૧૯૫૫ ના ચાતુર્માસ પછી લલ્લુજી આદિ મુનિઓને ખંભાતના સંઘાડા બહાર મૂકેલા છતાં સામા પક્ષ સાથે દ્વેષભાવ ન રહ્યો. સંધાડામાં સરખે સરખા બે ભાગ પડવા છતાં પુસ્તક પાનાં વગેરે માટે કોઈ પણ જાતનું માંગણી કે તકરાર શ્રી લલ્લુજી આદિ મુનિઓ તરફથી થયેલી નહીં. એમની ઉદારતાની અને નિ:સ્પૃહતાની આ છાપ બધા સાધુઓ પર પડેલી. કષાયની વૃદ્ધિ થાય તેવા નિમિત્તો છતાં જાણે કાંઈ બન્યું નથી તેવું માની તેમના સંબંધથી છૂટા પડી આત્મહિતમાં જ મશગૂલ રહ્યા. સંવત ૧૯૫૬ ના ચાતુર્માસમાં શ્રી લલ્લુજી સ્વામીએ લોકોના બહુ પરિચયમાં અવાય નહિ તેવા સ્થળે સોજીત્રા સોનીની ધર્મશાળામાં મુકામ કર્યો. ત્યાં દિગંબર ભટ્ટારકનો તેમને સમાગમ થયો. સોજીત્રા ચાતુર્માસ પૂર્ણ કરીને, શ્રીમદ્ભુના અમદાવાદ પધાર્યાના સમાચાર જાણી તેઓ પણ વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાં આગાખાનને બંગલે શ્રીમદજીએ શ્રી લલ્લુજીને “કાર્તિકેયાનુપ્રેક્ષા” નામનો ગ્રંથ વહોરાવ્યો. આ ગ્રંથમાં અપૂર્વ વૈરાગ્યનું નિરૂપણ થયેલું છે. તેને પરિપૂર્ણ વાંચવા, સ્વાધ્યાય કરવા જણાવ્યું. Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સંવત ૧૯૫૭ – વદ ૫ ને મંગળવારે શ્રીમદ્જીનો દેહોત્સર્ગથયો. શ્રી લલ્લુજી મુનિને પાંચમનો ઉપવાસ હતો. રાત્રિ જંગલમાં ગાળી બીજે દિવસે ગામમાં આવ્યા ત્યારે શેઠ ઝવેરચંદ તેમના ભાઈ રતનચંદ સાથે વાત કરતા હતા કે મુનિશ્રીને પારણું થઈ રહ્યા પછી સમાચાર આપવા. તે વાત મુનિશ્રીએ પ્રગટ પૂછતાં તેઓએ શ્રીમદ્જીના દેહોત્સર્ગના સમાચાર કહ્યા. એટલે મુનિશ્રી પાછા જંગલમાં ચાલ્યા ગયા અને એકાંતમાં કાયોત્સર્ગ, ભક્તિ, વગેરેમાં પાણી પણ વાપર્યા વિના તે ગરમીના કાળમાં વિરહ વેદનાનો તે દિવસ જંગલમાં ગાળ્યો. શ્રીમદના દેહોત્સર્ગ પછી વિ. સં. ૧૯૫૮માં ગુરુભાઈ શ્રી દેવકરણ મુનિનો પણ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ થયો. ત્યારબાદ તેમની સાધના વિશેષ કરીને એકાંતમાં રહેવા લાગી. દક્ષિણ ગુજરાતના વિહાર દરમ્યાન તેઓશ્રી ઘણો સમય નજીકનાં જંગલોમાં ગાળતા, માત્ર આહાર પાણી માટે ગામમાં આવતા. નરોડા, ધંધુકા, વડાલી, ખેરાળુ, વસો, બોરસદ આદિ સ્થળોએ મુનિશ્રીએ ચાતુર્માસ કર્યા. વિ. સં. ૧૯૬૬ નો ચાતુર્માસ પાલિતાણા ક્ષેત્રો કર્યો. ત્યાં જતા પહેલાં મહેતરાણ ક્ષેત્રની યાત્રા કરી. ત્યાં તેમણે સ્થાનકવાસી વેશ બદલી નાખી ઓઘાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી બાંધવી બંધ કરી. તે સમયે શ્રી રત્નરાજ સ્વામીની ચાતુર્માસ પણ તેમની સાથે થયો. વિ. સં. ૧૯૬૯ માં વડવા મુકામે ચાતુર્માસ કર્યો. ત્યાં સાંગ ૧૯ દિવસ સુધી તેમણે આંખ મીંચ્યા વિના રાત-દિવસ ભક્તિભાવમાં ગાયા હતા જેથી અનેક આત્માઓ ભક્તિરંગમાં તરબોળ બની ગયા હતા. આમ વારંવાર નમસ્કાર કરવાથી ઢીંચણનો વાનો દુ:ખાવો ઊપડયો અને વિહારમાં મુશ્કેલી ઉત્પન્ન થઈ. આમ છતાં શ્રીમદ્દ પ્રત્યેની ભક્તિ તો વધતી જ ચાલી. આ અદ્ભુત અને અપૂર્વ ગુરુભક્તિથી જ રત્નરાજ સ્વામીએ તેમને ‘લઘુરાજજી તરીકે સંબોધ્યા અને તેમની સર્વમાં પ્રભુ જોવાની દૃષ્ટિથી લોકોએ તેમને “પ્રભુશ્રી' તરીકે સંબોધ્યા. આમ ઉત્તમ ભક્તિ અને તીવ્ર વૈરાગ્ય સહિતની સાધનાના પ્રભાવથી શ્રી લઘુરાજ સ્વામીએ નડિયાદ, જૂનાગઢ, બગસરા, ચારણ્ય, રાજકોટ, કાવીઠા, નાર, સીમરડા, બોરસદ, સુણાવ વગેરે સ્થળોએ વિહાર કરી ઘણા જીવોને આજ્ઞાભક્તિ પ્રત્યે શ્રદ્ધાવાન કર્યા. અગાસમાં સ્થિરવાસ : કાળ તો કાળનું કામ કરે જ છે. શ્રી લધુરાજ સ્વામીને હવે વૃદ્ધાવસ્થામાં સારણગાંઠ, હરસ આદિ બીમારીઓને લીધે વિહાર કરવાનું સંભવ નહિ બને તે વિચારથી જ નારના શ્રી રણછોડભાઈ અને અન્ય ભક્ત મુમુક્ષુઓએ આણંદ પાસે અગાસ ગામમાં લોકકલ્યાણના હેતુથી સ્થિરવાસ કરવા વિનંતી કરી. વિ. સં. ૧૯૭૬માં આ કાર્યનો પ્રારંભ થયો અને આ રીતે શ્રી લધુરાજ સ્વામીની છત્રછાયામાં “શ્રી સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ” અગાસનો મંગળ પ્રારંભ થયો. અગાસમાં નાના-મોટા, ગરીબ-તવાંગર, ગામડિયા-શહેરી, સ્ત્રી-પુરુષ વગેરે સૌ કોઈ નાત-જાત કે ઉંમરના ભેદભાવ વિના, પ્રભુશ્રીના યોગબળથી અને પુણ્યપ્રભાવથી Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી ૩૧ આવવા લાગ્યા. તેમનો સૌ જીવો પ્રત્યેનો નિર્ભેળ પ્રેમ જોઈ લોકો તેમને ભક્તિભાવથી નમી પડતા અને ત્યાં રહી આત્મકલ્યાણની સાથે સાથે આશ્રમમાં પણ વિવિધ સેવાઓ આપતા. વિ. સં. ૧૯૭૭ માં બાંધણી ગામના શ્રી ગોવર્ધનદાસ કાળિદાસ પટેલ પ્રભુશ્રીના દર્શન અર્થે આવ્યા ત્યારે પ્રભુશ્રી “મૂળ-મારગ'નું પદ બોલી રહ્યા હતા. પ્રથમ દર્શને જ ગોવર્ધનદાસને અપૂર્વ પ્રેમ આવ્યો અને આવા સંતની સેવાનો લાભ મળે તો જીવન ધન્ય બને તેવી ભાવના જાગી. મોટા ભાઈની સંમતિ મળતાં યોગ્ય અવસરે ગોવર્ધનદાસજીએ પ્રભુશ્રીને પોતાનું જીવન સમર્પણ કર્યું અને પ્રભુશ્રીએ તેમને મંત્રદીક્ષા અને બ્રહ્મચર્ય વ્રત આપી લાભાન્વિત કર્યા. બ્રહ્મચારીજી ઉપરાંત શ્રી રાવજીભાઈ દેસાઈ, શ્રી સોભાગભાઈ, શ્રી પ્રેમચંદ કોઠારી, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી જેસિંગભાઈ ઉજમશી, શ્રી નાહટાજી, શ્રી માણેકજી શેઠ વગેરે અનેક મુમુક્ષુઓને પ્રભુશ્રીના ઘનિષ્ઠ સમાગમથી ભક્તિનો અને સન્માર્ગનો રંગ લાગ્યો. આમ શ્રી લધુરાજ સ્વામીના યોગબળથી ક્રમે ક્રમે ભક્તોની શ્રીમદ્ પ્રત્યેની ભક્તિ વધતી ગઈ અને યથા અવસરે આશ્રમમાં શ્રીમન્ની પ્રતિમાવાળું ગુરુમંદિર, બન્ને આમ્નાયની પ્રતિમાઓવાળું શિખરબંધ જિનમંદિર અને સ્વાધ્યાય હૉલ વગેરે આકાર પામ્યાં. આજે તો અગાસ એક મોટા તીર્થધામ જેવું બની ગયું છે. અહીંથી પરમશ્રત પ્રભાવક મંડળનાં તથા બીજાં પણ અનેક ઉત્તમ પ્રકાશનો થાય છે. ઉત્તરાવસ્થા અને સમાધિમરણ : વિ. સં. ૧૯૮૧ થી ૧૯૯૧ સુધીનાં અગિયાર ચોમાસાં અગાસમાં જ થયાં. વિ. સં. ૧૯૯૨ના મહા સુદી ૧૫ થી પ્રભુશ્રીની તબિયત નરમ થઈ. તબીબી સલાહ મુજબ સંપૂર્ણ આરામ લેવાનું નક્કી થયું. દર્શન, બોધ, સમાગમ સર્વ લાભ બંધ થયો. પાછળથી દિવસમાં એક વાર દર્શન કરવા માત્રની છૂટ રાખી. વિ. સં. ૧૯૯૨ના રૌત્ર વદ પાંચમના પવિત્ર દિને બ્રહ્મચારીજીની ઉત્તરાધિકારી તરીકે ઘોષણા થઈ. વિ. સં. ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય નિયમાનુસાર સાંજનું દેવવંદન કરી અંતેવાસીઓને “અપૂર્વ અવસર” બોલવા સૂચવ્યું. કૃપાળુ દેવનું તે ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના ૮–૧૦ વાગે ૮૨ વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪. મહાપંડિત શ્રી લાલન પૂર્વભૂમિકા અને જન્મ : ઈ. સ. ૧૮૫૭ની સાલ ભારતને માટે સંઘર્ષ ઉત્તેજના અને સંક્રાંતિનો કાળ હતો. એક બાજુ અંગ્રેજી સલતનત કોઈ પણ ભોગે ભારતવાસીઓ ઉપર પોતાની સાર્વભૌમ સત્તા કાયમને માટે સ્થાપવા કૃતનિશ્ચયી બની હતી અને વિવિધ આયોજનો કરી રહી હતી, ત્યારે બીજી બાજુ ભારતીય પ્રજા અને ખાસ કરીને લશ્કરમાં અંગ્રેજી સલ્તનત સામે અનેક કારણોસર અસંતોષ ઉત્પન્ન થયો હતો. આવા કપરા કાળમાં, પશ્ચિમ ભારતના એક નાનકડા ગામ, કચ્છના માંડવીમાં, પિતાશ્રી કપૂરચંદભાઈ અને માતા મોંઘીબાઈને ઘેર દિનાંક ૧–૪–૧૮૫૭ના રોજ એક હસમુખા બાળકનો જન્મ થયો. સામાન્ય રીતે તરત જન્મેલું બાળક રડે છે, જ્યારે આ બાળક રડતું ન હતું જેથી સૌને નવાઈ લાગી. માતા મોંઘીબાઈને આ હસમુખા બાળકને જોઈ આનંદ અને આશ્ચર્યની લાગણીઓનો અનુભવ થયો. બાળકનું નામ ફતેહગંદ રાખવામાં આવ્યું. - લાલન ગોત્રનો ઇતિહાસ ખૂબ ઉજજવળ રહ્યો છે. વિ. સં. ૧૧૭૩માં નગરપારકરમાં રાવજી ઠાકોરને ત્યાં બે પુત્રોનો જન્મ થયો : “લાલણ” અને “લખધીર'. ૩૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ મહાપંડિત શ્રી લાલન ૩૩ પહેલા પુત્રના નામ પરથી લાલન ગોત્રનું નામ પાડવામાં આવ્યું છે. આ ગોત્રમાં અનેક શૂરવીર, દાનવીર અને ધર્મવીર મહાપુરુષો થઈ ગયા. આવા સંસ્કારી કુળમાં આપણા ચરિત્રનાયકનો જન્મ થયો હતો. બાળપણ, ભણતર અને ઘડતર : ચંદ્રની કળાની માફક બાળક દિનપ્રતિદિન કચ્છની ધીંગી ધરામાં ખેલનો-કૂદતો મોટો થવા લાગ્યો. તે દરમિયાન બે-ત્રણ વર્ષ પિતાશ્રી કપૂરચંદભાઈને જામનગર રહેવાનું થયું. અહીંની ગામઠી શાળામાં આ બાળકનું પ્રાથમિક ભણતર પૂરું થયું તેટલામાં વળી પિતાજીને કામધંધા માટે મુંબઈ આવવાનું થયું જેથી નોન-મૅટ્રિક સુધીનો અભ્યાસ મુંબઈમાં થયો. મૅટ્રિકમાં સફળતા ન મળી, છતાં તેમણે સામાન્ય સ્થિતિમાં રહીને, જાહેર લાઇટના થાંભલાઓ નીચે બેસીને પણ અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. અહીં સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી ભાષાઓ, જીવઅજવાદિ તત્ત્વો, વિવિધ ધર્મો, તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો અને યોગવિષયક સાહિત્યનો તેમણે સૂક્ષ્મ અને વિષદ અભ્યાસ કર્યો. ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ સારી હોવાથી તેઓ એક જ દિવસમાં ઘણા શ્લોકો કંઠસ્થ કરી લેતા. આ પ્રમાણે જન્મભૂમિ કચ્છની, સંસ્કારભૂમિ સૌરાષ્ટ્રની અને ભણતરભૂમિ મુંબઈની–એમ ત્રિવિધ વિશેષતાથી તેમનું વ્યક્તિત્વ ઘડાયું. જન્મભૂમિની સાહસિકતા અને હિંમત, સૌરાષ્ટ્રની જિજ્ઞાસા અને મહત્ત્વાકાંક્ષા તથા મુંબઈની વિશાળતા અને માનવપ્રેમના ત્રિવેણી સંગમનો પાયો કુમાર અવસ્થામાં જ દઢપણે લાલનના જીવનમાં નંખાઈ ગયો. આમ તેમનામાં મહાન ભાવી જીવનનાં મૂળ નંખાયાં. પોતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી તેથી પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા અને પરત કરી દેતા. કોઈ પણ વિષય બીજાઓને સમજાવવાની એક વિશિષ્ટ આવડતને લીધે તેઓએ શિક્ષક તરીકે થોડા જ સમયમાં ખૂબ સફળતા અને નામના પ્રાપ્ત કરી લીધી. આમ, ધીમેધીમે એક બાજુ તેઓ વિવિધલક્ષી વાચનથી પોતાનો જ્ઞાનભંડાર સમૃદ્ધ કરતા હતા તો બીજી બાજુ અધ્યાપનકાર્ય દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનનું વ્યવસ્થીકરણ, વિવિધ વિષયો પરનું પ્રભુત્વ, વિચારોને સુંદર રીતે રજૂ કરવાની કળા અને વિદ્વાનોનો સમાગમ-આ બધાં સાધનોના પ્રભાવથી થોડા જ વખતમાં તેઓશ્રીનું ‘પંડિત લાલન’ તરીકેનું વિશિષ્ટ વ્યક્તિત્વ સમસ્ત સમાજમાં જાણીતું થવા લાગ્યું. ૨૫-૨૭ની ઉંમરે પહોંચતાં પહેલાં તો થિયોસૉફી સહિત ભારતીય દર્શનોનો અને મોટા ભાગનાં પાશ્ચાત્ય દર્શનોનો અભ્યાસ તેમણે કરી લીધો હતો. પરિણામે વિવિધ વિષયના અને ભાષાના શ્લોકો, ગાથાઓ, કહેવતો, ગઝલો, સુભાષિતો, ગદ્યપદ્ય અવતરણોની વિપુલતાવાળું તેમનું પ્રવચન સાંભળવાની લોકોને ઉત્સુકતા રહેતી અને નક્કર જ્ઞાનપ્રાપ્તિનો અવકાશ રહેતો. આમ, એક લોકપ્રિય અને સફળ વક્તા તરીકે તેઓની ખ્યાતિ પ્રસરવા લાગી. ધર્મપ્રેમી શ્રાવક તરીકે: તે વખતના સામાજિક રિવાજો મુજબ ફતેહચંદભાઈનાં લગ્ન લગભગ વીસેક વર્ષની ઉંમરે શ્રી જેઠાભાઈ હંસરાજની સુપુત્રી મોંઘીબાઈ ૨ | અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સાથે થયાં. હવે તેઓ મુંબઈમાં લાલવાડીમાં એક રૂમ લઈને સાદું, ઉચ્ચ વિચારના સિદ્ધાંતને અનુસરીને એક આદર્શ શિક્ષક તરીકેનું જીવન વિતાવવા લાગ્યા. પિતાજીની ઇચ્છા તેમને વેપારી બનાવવાની હતી પણ લાલનનું મન વિદ્યાને વરેલું હતું. પોતાનું સમગ્ર જીવન સરસ્વતી અને સમાજને ચરણે ધરવાનો તેમણે પોતાના મનમાં પાકો નિશ્ચય કરી લીધો હતો. તેમણે શિક્ષક તરીકેની સૌથી પહેલી નોકરી માસિક રૂ. ૧૦ ના પગારથી ચાલુ કરેલી પણ ચાર-પાંચ વર્ષના ગાળામાં સફળ શિક્ષક અને મહાન વિદ્વાન તરીકેની આત્યંતિક ખ્યાતિને પામવાને લીધે તેમની ટયૂશનની આવક માસિક રૂ. ૩૦૦ જેટલી થઈ ગઈ, જેથી તેમની આજીવિકા સંબંધી ચિંતા ટળી ગઈ હતી. તેમને ઘેર એક દીકરીનો જન્મ થયો હતો જેનું નામ ઊજમ રાખ્યું હતું. યથા સમય તેનાં લગ્ન શિહોરમાં કરવામાં આવ્યાં હતાં પરંતુ થોડા જ સમયમાં તેણીનું મૃત્યુ થયું, જેનો મોંઘીબહેનને ઘણો આઘાત લાગ્યો. ફતેહગંદભાઈ પ્રથમથી જ સંસાર પ્રત્યે ઉદાસીન અને ધર્મસાહિત્યના ઉપાસક હતા. લગભગ ૩૯ વર્ષની ઉંમરે તેમણે મોંઘીબહેન સમક્ષ બ્રહ્મચર્યની આજીવન પ્રતિજ્ઞા લેવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેમની સહધર્મચારિણીએ તે સહર્ષ સ્વીકાર્યો. આમ એક આદર્શ, ઉન્નત, સદાચારી, અધ્યા ના રંગે રંગાયેલા મહાન બ્રહ્મચારી વિદ્વાન તરીકેનું જીવન જીવવાનો તેમનો સંકલ્પ ફળ્યો. પરદેશમાં પંડિત લાલન : જન્મજાત શિક્ષક અને કેળવણીકાર તરીકેના ગુણો, વિશાળ, ઊંડું અને વિવિધલક્ષી વાચન, બુલંદ અને મીઠો અવાજ, બ્રહ્મચર્યનું પાલન, અનેક ભાષાઓનું જ્ઞાન, ઉપમાઓ અને અવતરણો આપીને પોતાના વિચારો સમજાવવાની શક્તિ, વિષયને રસમય બનાવવાની કળા અને ધારાવાહીપણે વહેતી વાણીનો યોગ ઇત્યાદિ અનેક કારણોને લીધે તેમનું વસ્તૃત્વ ઉચ્ચતમ કોટિનું બન્યું હતું. પ્રસિદ્ધ વિશ્વધર્મપરિષદમાં જ્યારે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ ગાંધી શિકાગો ગયા ત્યારે તેમના પછીના એક જ અઠવાડિયામાં શ્રી લાલન પણ ત્યાં ગયા હતા. તેઓ અમેરિકામાં લગભગ સાડા ચાર વર્ષ રહ્યા હતા. તેમણે ત્યાં અનેક ભારતીય અને વિદેશી ભાઈઓને ભારતીય સંસ્કૃતિ તથા જૈનધર્મના ઉત્તમ સિદ્ધાંતોનું જ્ઞાન કરાવ્યું અને મહાવીર બ્રધરહુડ' નામની સંસ્થા સ્થાપી. શ્રી વોરન, શ્રી જે. એલ. જેની, શ્રી એલેકઝાન્ડર ગોર્ડન વગેરે મહાનુભાવોએ તેમને આ કાર્યમાં સારો સહકાર આપ્યો. આ સંસ્થાએ પંડિતજીનાં લખેલાં કેટલાંક પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતાં. ફરીથી ઈ. સ. ૧૯૩૬માં લગભગ ૭૯ વર્ષની ઉંમરે તેઓએ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે લંડનની સર્વધર્મપરિષદમાં હાજરી આપી અને લગભગ સાત મહિના ત્યાં રોકાઈ ઇગ્લેંડ–યુરોપમાં જૈનધર્મ અને યોગસાધનાનો સારો પ્રચાર કર્યો. જન્મભૂમિને શાન લ્હાણી : અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી લાલનસાહેબે કચ્છ-કોડાય પાસે આવેલા નાગલપુર તથા સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં મહિનાઓ સુધી નિવાસ કરીને વિવિધ પ્રકારે લાભ આપ્યો હતો. તેઓ યોગાભ્યાસ કરાવતા. ખાસ Page #36 -------------------------------------------------------------------------- ________________ મહાપંડિત શ્રી લાલન ૩૫ કરીને સામયિકની વિધિ, વિશ્વપ્રેમ, નીતિમય જીવન, સમાજસેવાની ભાવના, મનુષ્યભવની સફળતા માટે સાદાઈ, સરળતા, ઉચ્ચ વિચારોની આવશ્યકતા ઇત્યાદિ વિવિધ વિષયોની સમજૂતી પોતાની લાક્ષણિક શૈલીથી આપતા. આથી યુવાનો, બાળકો, બહેનો, વિદ્વાનો, અભણ લોકો અને સર્વ ધર્મ જાતનાં ભાઈ-બહેનો તેમનાં વ્યાખ્યાનોનો લાભ લેતાં. ધર્મપ્રચાર અર્થે અને વ્યાખ્યાનો આપવા માટે તેઓ અનેક પ્રદેશોમાં જતા. મુંબઈ, હુબલી, ગદગ, જામનગર, સોનગઢ, પાલિતાણા, અમદાવાદ, અગાસ, વડવા (ખંભાત), સાંગલી વગેરે વિવિધ ક્ષેત્રોમાં તેઓની ધર્મગોષ્ઠી અને સભાઓ યોજાતી. ઈ. સ. ૧૯૧૮ માં તેમને ધર્મપત્નીનો વિયોગ થયો. ત્યારપછી થોડો સમય તેઓ મઢડામાં લાલનનિકેતનમાં રહ્યા હતા. ત્યારબાદ પણ તેઓ વિવિધ પ્રદેશોમાં ફરતા રહ્યા, પણ વધારે સમય અમદાવાદ, સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને ખાસ કરીને જામનગરમાં તેમનો નિવાસ રહેતો. અહીં છેલ્લા દિવસો તેઓએ પાર્વતીબહેનને ત્યાં વિતાવેલા. ચર્મચક્ષુ ન હોવા છતાં દિવ્યચક્ષુઓ દ્વારા તેમનો બધો વ્યવહાર ચાલતો. દિનાંક ૭–૧૨–૧૯૫૩ ના રોજ તેમણે પંચપરમેષ્ઠીના સ્મરણપૂર્વક શાંતિથી પોતાનો દેહ છોડી પરમધામ પ્રત્યે પ્રયાણ કર્યું. ૯૬ વર્ષનું દીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી તેઓએ ચિરવિદાય લીધી. ત્યારબાદ જામનગરમાં તેમના પુયા અઠ્ઠાઈ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. કેટલાક મહત્ત્વના પ્રસંગો અને અન્ય વિશેષતાઓ મહાપંડિત શ્રી લાલનના જીવનની કેટલીક રસપ્રદ માહિતી સાધકને, અભ્યાસીને અને સામાન્ય વાચકને ઉપયોગી હોવાથી અહીં રજૂ કરવામાં આવે છે? ૧. યુવાવસ્થામાં તીવ શાનપિપાસા:સો સવાસો વર્ષ પહેલાં મુંબઈ આજના જેવું ગીચ નહોતું. ત્યારે શ્રી લાલન બહુ દૂરના પોતાના ઘેરથી ચોપડીઓના થોકડા લઈને મસ્જિદ બંદરના પુલ સુધી આવતા અને એક જાહેર રસ્તાના શાંત પ્રકાશ વેરતા મ્યુનિસિપાલિટીના દીવા પાસે બેસીને કલાકો સુધી વાંચવામાં તલ્લીન બની જતા. નિયમિત આવનાર અને વાચનમાં તલ્લીન થનાર કુમાર બધાને એવા તો પ્રિય થઈ પડ્યા કે ક્યારેક કોઈ કારણવશ તેઓ ન આવી શકે તો ત્યારે જાહેર સલામતીના ચોકીદારો પણ તેમની ચિંતા સેવતા. આમ, સામાન્ય જનોમાં પણ તેઓને માટે ભારે હમદર્દી રહેતી. આમાંથી તેઓશ્રી માનવપ્રેમના મંત્રો શીખતા અને ધર્મની જ્યોત જગમગતી રાખવા ધર્મસૂત્રો-મંત્રો અને સિદ્ધાંતોને પોતાના જીવનમાં જડી લેવાનો પ્રયત્ન કરતા. એક વખત એક નવો સિપાઈ ફરતો ફરતો પુલ ઉપર આવી ચડ્યો. તેણે કુમાર લાલનને વાચનમાં તલ્લીન થયેલા જોઈને પૂછયું: .. “ભાઈ ! તું ક્યાં રહે છે?” Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ‘જી! હું લાલવાડી રહું છું !’’ “શું તું ત્યાંથી ચાલીને આવે છે, ભાઈ?’’ “જી, હું ચાલીને આવું છું અને ચાલીને જ પાછો ફરું છું.” “શું તમે ગરીબ છો?’’ “જી ના ! મને વાચનનો શોખ છે તેથી હંમેશાં વાચન માટે અહીં આવું છું અને શાંતિથી વાંચન કરું છું.’’ “ભાઈ ! તું બીતો નિહ. મોડું થઈ જાય તો હું તને મૂકવા આવીશ.’' “જી ! હું ડરતો નથી, ગમે ત્યારે ઘેર જઈ શકું છું.' કેવો વિનય ! કેવી સૌમ્યતા ! કેવી જ્ઞાનપિપાસા ! કેવી નીડરતા! તેઓશ્રી આ રીતે વર્ષો સુધી મ્યુનિસિપાલિટીના દીવાના પ્રકાશમાં ભણ્યા અને ધર્મના દીપક, અધ્યાત્મપ્રેમી અને પ્રસિદ્ધ વક્તા બન્યા. ૨. સર્વેષામ્ : લાલનસાહેબમાં જેમ નિ:સ્પૃહતા હતી. તેમ તેમના સ્વભાવમાં વિનોદભાવ પણ હતો. તેઓ બાળક જેવા સરળ હતા. તેમનું એક પુસ્તક અમેરિકામાં ટ્રેનમાં ક્યાંક રહી ગયું. તેમણે જયા૨ે સ્ટેશનમાસ્તરને પુસ્તકની વાત કરી ત્યારે તેમણે કહ્યું : “પુસ્તક ઉપર લાલન નામ નથી પણ ‘સર્વેષામ્’ લખેલું છે.” એથી પુસ્તક મળી ગયું. ‘સર્વેષામ્’ એટલે એ પુસ્તક સહુનું છે. એ જાણીને સ્ટેશનમાસ્તર પણ આનંદિત થઈ ગયા. ૩. આશાવાદી બનો: એક અમેરિકન બાઈએ એક વાર લાલનને મળવા માટે મિત્રોનો મેળાવડો યોજ્યો. એક બાજુ શ્રી લાલનને બેસવા માટે ખુરશીની સામે મેજ મૂકેલું હતું. મેજ ઉપર શાહીનો ખડિયો અને પેન તથા કાગળ હતા. નીચે સુંદર ગાલીચો બિછાવેલો હતો. સામે હારબંધ ખુરશીઓ પર મળવા તથા શ્રી લાલનનું પ્રવચન સાંભળવા આવેલા સંખ્યાબંધ મિત્રો બેઠેલા હતા. પ્રવચન શરૂ થાય તે પહેલાં કોઈનો હાથ અડકવાથી મેજ પરનો શાહી ભરેલો ખડિયો ઊછળીને નીચે પડયો અને ગાલીચાના છડા પર મોટો ડાધ પડયો. ગાલીચો મૂલ્યવાન હતો. તે બગડયો તેથી બાઈને એટલું બધું લાગી આવ્યું કે તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. શ્રી લાલને તે જ પ્રસંગ ઉપર પ્રવચન કરતાં કહ્યું: “મિત્રો ! આવો સુંદર ગાલીચો અને તે પર શાહીનો ડાઘ પડ્યો તેથી બહેનને બહુ દુ:ખ થયું. મને પણ દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પણ ના ! મને એનું દુ:ખ લાગતું નથી અને બહેન, તમે પણ શા માટે દુ:ખ માનો છો? આવડા મોટા ગાલીચા પર એક ડાઘ પડચો, જે ડાઘ ગાલીચાના વિસ્તારના સોમા ભાગ જેટલો પણ નથી. નવ્વાણું ટકા ગાલીચો તો તેવો ને તેવો જ સુંદર છે! એ ડાઘ જ શા માટે જોવો અને બાકીનો સુંદર ગાલીચો કેમ ન જોવો? જીવનમાં પણ એવો જ ભ્રમ માણસને પીડનારો બને છે. જીવનમાં સંકટ આવતાં જ માણસ રડી ઊઠે છે: “અરે રે! મારું જીવન બગડયું, મારી Page #38 -------------------------------------------------------------------------- ________________ મહાપંડિત શ્રી લાલન ૩૭ જિંદગી એળે ગઈ! નહિ, નહિ, ભાઈલા! જિંદગી પર માત્ર એક ડાધ પડયો છે, બાકીની બધી જિંદગી સુંદર થવા નિર્માયેલી છે. તે આપણા હાથમાં છે. આશાભર્યા જીવનપટ પર નાના સરખા કષ્ટનો ડાઘ શા હિસાબમાં છે ! કેવળ એક ડાધ પર દ્રિષ્ટ રાખીને આખા જીવનપટને નકામો ન બનાવી દેવાય.” દુ:ખાનુભવ, અણધાર્યું કષ્ટ, ગ્લાનિજનક પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે આ પ્રવચન શાંતિ આપનાર નીવડે તેમ છે. ગુણાનુરાગીપણું : પંડિતજીનો આ એક અસાધારણ ગુણ હતો. જ્યાંથી પણ સારી વસ્તુ શીખવા મળે તે ગ્રહણ કરવી, ગુણીજનોની અવશ્ય પ્રશંસા કરવી, કોઈની પણ નિદા ન કરવી અને આધ્યાત્મિક પુરુષો સિવાયના બીજા પણ જે કોઈ મહાપુરુષોએ પોતાનું જીવન ઉન્નત બનાવ્યું હોય તેવા જૈન કે અન્ય કોઈ પણ દર્શનના સંત-વિદ્વાનસજ્જનને મળવું અને સઘળાંય સત્કાર્યોની અનુમોદના કરવી એ તેમના જીવનની ખાસ વિશેષતા હતી. નિઃસ્પૃહતા, નિર્લોભતા અને સાદાઈ : પંડિતજીના જીવનમાં એક આદર્શ શિક્ષકના સંસ્કાર તો જન્મજાત હતા, તેમાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ અને સત્સમાગમ ભળ્યા. આથી જ તેઓ ધનને હંમેશાં માટી સમાન ગણીને જ વર્ત્યા. દિનાંક ૩–૪–૪૮ના રોજ કચ્છી જૈન સમાજ તરફથી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈમાં અને દિનાંક ૧૯–૬–’૪૮ના રોજ મુંબઈ જૈન યુવક સંધ તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું ને મોટી ૨કમની થેલી અર્પણ થઈ. તેમાંથી તેમણે પોતે કાંઈ રાખ્યું નહિ, માત્ર માયોજકોએ તેમના જીવનનિર્વાહ માટે જે રકમ નક્કી કરી હતી તે જ તેમણે માન્ય રાખી. નિષ્પક્ષ સત્સંગના પ્રયોગો : જૈન ધર્મના કેસરવિજયજી, વિનયવિજયજી, વિજયવલ્લભસૂરિ વગેરે અનેક મોટા આચાર્યો અને મુનિઓનો તો તેઓ સત્સંગ કરતા જ, પણ તે ઉપરાંત જ્યાંથી ઉત્તમ લાભ થાય તેમ હોય ત્યાં વિના સંકોચે જતા. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી, પૂજ્યશ્રી કાનજી સ્વામી, પૂજય શ્રી લલ્લુરાજ સ્વામી, મહાત્મા ગાંધીજી, શ્રી વીરચંદ ગાંધી, પંડિત સુખલાલજી, શ્રી કેદારનાથજી, શ્રી જિનવિજયજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, સંત વિનોબાજી, કાકા કાલેલકર, શ્રી માલવિયાજી વગેરે અનેક મહાનુભાવોને તેઓ મળેલા, અને પોતાના જીવનને તેમના સમાગમથી લાભાન્વિત કરીને ઉન્નત બનાવ્યું હતું. સામાયિકના રસિયા અને અભ્યાસી જૈન પરંપરામાં યોગસાધના અને ધ્યાનના અભ્યાસ માટેની રુચિ પ્રયોગાત્મક ધોરણે ઘણી ક્ષીણ થયેલી જોવા મળે છે. “આત્મામાં ગર્ભિતપણે અનંત શક્તિ રહેલી છે અને જ્ઞાન-ધ્યાનની સાધના દ્વારા (સાચા સામાયિકના અભ્યાસથી) ક્રમે કરીને તેને પ્રગટ કરી શકાય છે.” એવી મૂળ વાતને તેઓ પ્રગટપણે કહેતા અને પૂર્વાચાર્યોની પદ્ધતિ પ્રમાણે પોતે તેઓ તેનો અભ્યાસ કરતા અને અન્યને પણ કરાવતા. હુબલીમાં પર્યુષણ દરમિયાન તેમણે કરાવેલા પ્રયોગોથી સમાજના ઘણા અગ્રણીઓ પ્રભાવિત થયા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અને અમદાવાદમાં તેઓએ કરેલા સામાયિકના પ્રયોગો અને આયોજનોનો લોકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો, અને યોગાભ્યાસ પ્રત્યે તથા પૂર્વાચાર્યોનાં શાસ્ત્રો પ્રત્યે પ્રેમ કેળવ્યો હતો. સાહિત્યનિર્માણ : ભારતમાં અને વિદેશમાં લોકોને તત્ત્વજ્ઞાન અને યોગસાધનામાં સાદી ભાષામાં માર્ગદર્શન મળી રહે તે માટે તેઓએ વિવિધ પ્રકારના સાહિત્યની રચના કરી હતી, જેમાં ચોવીસ ગુજરાતી અને બે અંગ્રેજી પ્રકાશનોનો સમાવેશ થાય છે. તેમાંથી નીચેનાં પ્રકાશનો વધારે અગત્યનાં ગણાય છે : (૧) સહજ-ન્સમાધિ : બાહ્ય દષ્ટિને છોડી, આત્માનું માહામ્ય જાણી, એક પછી એક પગથિયાં ચડી, અંતર્મુખ થઈ આત્મજ્ઞાન કેવી રીતે પામવું તે આ પુસ્તકમાં લોગપદ્ધતિથી બનાવેલું છે. ઈ. સ. ૧૯૦૧માં આ પુસ્તકની રચના થઈ હતી. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ શ્રી હર્બર્ટ વૉરને સન ૧૯૧૪માં કર્યો હતો. (૨) દિવ્ય જ્યોતિ દર્શન : ઈ. સ. ૧૯૦૮ માં આ પુસ્તક પ્રથમ વાર પ્રકાશિત થયું. આમાં ઉપર્યુક્ત વિષયનું જ ટૂંકાણમાં વિવેચન કરેલું છે. (૩) સ્વાનુભવ-દર્પણનો અનુવાદ (૪) શ્રમણ નારદ (અનુવાદ) (૫) Gospel of Man (માનવગીતા, ઈ. સ. ૧૯૦૦) (૬) સામયિકના પ્રયોગો (૧૯૨૬): આ પુસ્તક ધ્યાનના અભ્યાસીઓને ખૂબ ઉપયોગી છે. તેમાં આઠ પ્રકારનાં સામાયિકોનું એક-એક દષ્ટાંત આપીને સુંદર, ભાવવાહી અને ઉપયોગી વર્ણન કર્યું છે. તેની છ ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. (૭) આત્માવબોધ: (શ્રી જયશેખરસૂરિએ ૪૩ શ્લોકમાં રચેલ ગ્રંથ) ઉપર ટીકા અને વિવેચન (૮) જૈન ધર્મ-પ્રારંભ પોથી (ત્રણ ભાગમાં) : તેઓ માનતા કે હાથ શૌર્યનું, મસ્તક જ્ઞાનનું, હૃદય આનંદનું અને વાણી & કારરૂપ જ્ઞાનનું પ્રતીક છે, માટે આ ચારેયને સારી રીતે કેળવવાથી જીવનનો સર્વાગી વિકાસ થાય છે અને મનુષ્ય ઉચ્ચ પદને પામે છે. ઉપસંહાર : પંડિન લાલનનું વ્યક્તિત્વ ખરેખર આપણને એક ધ્યેયનિષ્ઠ જીવનની યાદ અને પ્રેરણા આપી જાય છે. તેમના ઉન્નત જીવનમાંથી આપણે સાદાઈ, સંતોષ, વિદ્યાની આજીવન ઉપાસના, સમાજસેવા, ભારતીય સંસ્કૃતિના પાયારૂપ મૂલ્યો વિષેનો અત્યંત પ્રેમ, બાળકોને કેળવણી અને સુસંસ્કારો આપવાની ધગશ, નવા વિચારોને જીવનમાં અપનાવવાની ઉદારતા, સત્સંગ અને સગુણોને જીવનમાં અગ્રસ્થાન આપવાની નીતિ, સ્વાર્થત્યાગ અને વિશ્વપ્રેમનું ખાસ સમર્થન તથા અજાતક્ષગુનો ભાવ કેળવીએ અને આપણા જીવનને પણ જ્ઞાનપ્રકાશ, સદાચાર અને સરસ્વતીની ઉપાસના તરફ લઈ જઈએ. WWW.jainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ૫. ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી [ ડૉ. કુમારપાળ દેસાઈ ] કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લોપી શકતું નથી. કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રેતી પર પડેલાં તે પગલાં ભૂંસાઈ શકતાં નથી. આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં, પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને,ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિનો દૃઢ અને તેજસ્વી ટંકાર અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશના આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગતું કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ કે જેમની શિકાગો વિશ્વધર્મપરિષદની કામયાબી આજેય સહુના હોઠે રમે છે. પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનારા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાધવજી ગાંધી હતા, પરંતુ ઘરદીવડાઓને ભૂલી જનારો આપણો સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયો છે. જે પ્રજા પોતાના ચેતનગ્રંથો જેવા સત્ત્વશીલ પુરુષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જતી હોય છે. ૩૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વિશ્વધર્મપરિષદમાં આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળનો પડદો હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મપરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધોનું વાચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધો. ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્ઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાનો ભારતમાંથી આ પરિષદમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મપરિષદનો હેતુ હતો જગતને જરા જુદા ધર્મોનું જ્ઞાન આપવાનો, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભ્રાતૃભાવ પ્રગટાવવાનો અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની નેમ હતી. ઓગણત્રીસ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભો, ખભે ધોળી શાલ અને દેશી આંકડિયાળા જોડા. એમના પહેરવેશમાં ભારતીયતાની છાપ હતી. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, નાટય્યવૃત્તિ અને વાકચાતુર્યથી વિશ્વધર્મ– પરિષદ મોહિત થઈ ગઈ. એક અમેરિકન અખબારે લખ્યું, “પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથેનું જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું એટલા રસથી તેઓએ બીજા કોઈ પૌરત્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતું.” વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્રત્તાથી વાત કરી કે કેટલાંક વર્તમાનપત્રોએ એમનું પ્રવચન અક્ષરશ: પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં અનોખી ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને સમજાવતા જાય અને બીજી બાજુ એ વિશેનું પોતાનું આગવું અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી પરંતુ ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ આ આત્મસાત કર્યું હતું આથી જ ક્યાંક એ જૈન લાગે છે, કયાંક જૈનેતર સંપ્રદાયોની તરફદારી કરે છે, પણ બધે જ એ ભારતીય લાગે છે. એમની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય નહોતું, પરંતુ ઊંડા અભ્યાસની સાથે હૂંફાળી લાગણી અને ભાવનાઓનો સ્પર્શ હતો. વિવેકાનંદ અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસરણીમાં અનેકાનના ઉપાસકની વ્યાપકતા અને સર્વાગ્રાહી દૃષ્ટિ જોવા મળે છે. અમેરિકામાં એમણે માત્ર જૈનદર્શન પર જ પ્રવચનો આપ્યાં નથી, પરંતુ સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન અને બૌદ્ધદર્શન વિશે પણ પ્રવચનો આપ્યાં છે. જયારે સ્વામી વિવેકાનંદનાં એ સમયનાં પ્રવચનોમાં હિંદુ ધર્મ તરફ વિશેષ ઝોક જોવા મળે છે અને બૌદ્ધ ધર્મની આકરી ટીકા પણ મળે છે. આમ છતાં આ બંને સમર્થ પુરુષોએ એકબીજાના પૂરક બનીને વિદેશમાં ભારતીય દર્શનોની મહત્તા સ્થાપી છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી નિર્ભીક સત્યવાદી વકા : વીરચંદ રાઘવજી ગાંધીએ સદાય સત્યનો પક્ષ લીધો. એમની નિખાલસતા, પ્રામાણિકતા અને જીવનવ્યવહારની પવિત્રતા સહુને સ્પર્શી જતાં હતાં. આ ધર્મપરિષદમાં રેવરન્ડ જ્યૉર્જ એફ. પેન્ટેકોસ્ટ નામના લંડનના પ્રતિનિધિએ ભારતની દેવદાસીની પ્રથાની ટીકા કરીને હિંદુ ધર્મને ઉતારી પાડચો હતો. હિંદુ ધર્મની આ ટીકાનો બચાવ કરનારા એક માત્ર વીરચંદ ગાંધી હતા. એમણે કહ્યું કે મારા ધર્મની ટીકા કરવાની હિંમત કોઈએ કરી નથી તેથી હું આનંદ અનુભવું છું. પણ મારા સમાજની ટીકા થઈ તેનો મારે જવાબ આપવો જ રહ્યો. વીરચંદ ગાંધીએ પડકાર ફેંકતાં કહ્યું : આ એ હિંદુ ધર્મ છે, જેને માટે ગ્રીસના ઇતિહાસકારોએ નોંધ્યું છે કે કોઈ હિંદુ કયારેય અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રીને કયારેય અપવિત્ર જાણી નથી. આટલું કહ્યા બાદ વીરચંદ ગાંધી સભાને સામો પ્રશ્ન કરે છે : Even in the present day, where is the chaster woman or milder man than in India ?' નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીને અમેરિકા અને ઇંગ્લૅન્ડના અનેક ખ્રિસ્તી સજ્જનો સાથે ગાઢ મૈત્રી હતી, આમ છતાં એમણે ભારતમાં વટાળપ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીઓની નિર્ભીકતાથી ટીકા પણ કરી. ‘India's Message to America’ અને ‘Impressions of America' જેવા લેખોમાં એમણે અમેરિકાના લોકો પ્રત્યે પોતાનો હૂંફાળો પ્રતિભાવ આપ્યો છે, પણ બીજી બાજુ ‘Have Christian Missions to India been Successful' જેવા લેખોમાં પાદરીઓની વટાળપ્રવૃત્તિની કડક આલોચના પણ કરી છે. એમણે કહ્યું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના લોકો કેટલા ગંદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે. પણ તમે કયારેય એ મિશનરીઓ પાસેથી—જેઓ માનવજાતને પ્રેમનો સંદેશો આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવરપુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાંખી નથી, જયારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસો ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી ? એ પછી શ્રી વીરચંદ ગાંધી આકરો પ્રહાર કરતાં કહે છે —— ૪૧ 'If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals who happen to belong to their religion or to their country ?' શિકાગોની આ વિશ્વધર્મપરિષદમાં વીરચંદભાઈએ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજૂઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવતત્ત્વ, છ પ્રકારના જીવો, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સંબંધી જૈનદર્શનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગે૨ે તત્ત્વજ્ઞાનની Page #43 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો બાબતો રજૂ કરીને સહુને મુગ્ધ કર્યા. જૈનાચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગવેષણા કરી. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિપાદન કર્યું. આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુક્ત અને બુદ્ધિવાદી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને લાગ્યું. આ નવીન સમજ અંગેનો આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ વિશે એવો અભિપ્રાય આપ્યો કે “ધર્મોની લોકસભામાં અનેક તત્ત્વચિંતકો, ધર્મોપદેશકો અને વિદ્વાનો હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે કાંઈ ને કાંઈ નવી દૃષ્ટિ રજૂ કરી; ધર્મોના આ મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકનો ધર્મ જગતના મોટા ધર્મોની હરોળમાંનો એક છે એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત એમની વાકછટા અને ભક્તિભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલુમ પડ્યાં. એમાંથી ભારોભાર પાંડિત્ય અને ચિંતનમનન સાંપડ્યાં, તેમ છતાં એ બધામાં અલગ તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તો તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સજજન છે, કોઈ સાધુ-મુનિ કે ધર્માચાર્ય નથી છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ કેવા હશે ? એમની સાદી પણ સચોટ જીવનધર્મ ફિલસૂફી જરૂર સમજવા-જાણવા જેવી છે.” શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનાં જૈનધર્મવિષયક પ્રવચનોની એક બીજી વિશેષતા એ છે કે એમણે પરધર્મની ટીકાનો આશરો લીધો નથી. એમની વિચારસરણી જીવનમાં અહિંસા અને વિચારમાં અનેકાનની ભાવના ધરાવનારા સાચા જૈનને જોબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહો અને પૂર્વગ્રહોથી મુક્ત અને તટસ્થ છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસનો ત્રિવેણી સંગમ એમનાં પ્રવચનોમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મપ્રચારકની ધગશ છે, પણ એ ધગશ આડંબરયુક્ત કે છીછરી બની રહી નથી. ધર્મપ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ કરનારાં એમનાં વક્તવ્યો, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયાં હતાં. એમણે “The Yoga Philosophy', “The Jain Philosophy' જેવાં પુસ્તકો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તો, The Karma Philosophy” ગણાશે, જેમાં જૈન ધર્મની કર્મ ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધર્મભાવનાનો માર્મિક પરિચય મળે છે. મહાન રાષ્ટ્રપ્રેમી : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી માત્ર તત્ત્વચિંતક નહોતા, બબ્બે દેશહિતની ચિના પણ એમના હૈયે વસેલી હતી. અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ “વાઘ, સાપ અને રાજાઓનો દેશ” છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ વિદેશોમાં હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ વિદેશીઓમાં ભારતની સાચી સમજ જાગે તે માટે વિવેકાનંદ જેટલો જ પ્રયાસ કર્યો. એમણે ભારતીય સંસ્કૃતિનું મહત્વ બતાવતાં વિદેશીઓને કહ્યું, “આશ્ચર્યની વાત તો એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફતો આવ્યા Jain, Education International Page #44 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી છતાં ભારતનો આત્મા જીવંત રહ્યો છે, જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, અતિથિસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર—બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લૅન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું નથી બન્યું, નહિ બની શકે.'' ૪૩ છેક, ઈ. સ. ૧૮૯૩ માં વીરચંદ રાધવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એક વાર એમણે અમેરિકન લોકોને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહિ કરે. ૧૮૯૩માં ગાંધીજી માત્ર બૅરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ ! આ ધર્મશાતા અનોખા ક્રાન્તçા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાન્તદ્રષ્ટા, વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાન્તદ્રષ્ટા, જયારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટયું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિન્દુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતા વીરચંદભાઈ, The Jain Philosophy' વિશેના એમના પ્રવચનમાં કહે છે : You know my brothers and sisters, that we are not an independent nation. We are subjects of Her Gracious Majesty Queen Victoria the 'defender of the faith', but if we were a nation in all that, name implies with our own government and our own rulers, with our laws and institutions controlled by us free and independent, I affirm that we should seek to establish and forever maintain peaceful relations with all the nations of the world." વિદેશમાં સન્માન અને પ્રચારકાર્ય : શ્રી વીરચંદભાઈનો એટલો પ્રભાવ પડયો કે વિશ્વધર્મપરિષદના આવાહકો અને વિદ્વાનોએ એમને રૌખચંદ્રક એનાયત કર્યો હતો. એ પછી ૧૮૯૪ની ૮મી ઑગસ્ટે કાસાડોગા શહેરના નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યો હતો. એમણે આ શહેરમાં ‘Some Mistake Corrected' અંગે પ્રવચન આપ્યું હતું. એ પ્રવચન પૂરું થયા પછી ફરી ફરી પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું એમ ‘બફેલો કોરિયર' નામનું અખબાર નોંધે છે. અમેરિકામાં એમણે The Gandhi Philosphical Society’ અને ‘The School of Oriental Philosophy' નામની બે સંસ્થાઓની સ્થાપના કરી. શિકાગોમાં ‘Society for the Education of Women of India' નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી હાવર્ડ હતાં કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી શુદ્ધ શાકાહારી અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યો હતો. સ્વામી વિવેકાનંદનાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો શિષ્યા ભગિની નિવેદિતાની જેમ શ્રીમતી હાવર્ડ વીરચંદભાઈનાં શિષ્યા બની ગયાં. તેઓ જેનોની જેમ વિધિસર સામાયિક પણ કરતાં હતાં. આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇંગ્લૅન્ડ આવ્યા. અહીં એમણે બૅરિસ્ટર થવાની ઈચ્છા પૂરી કરી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ કર્યો. ઇંગ્લેન્ડમાં જૈન ધર્મની જિજ્ઞાસા જોઈને એમણે શિક્ષણવર્ગ ખોલ્યો. આગળ જતાં લંડનમાં જૈન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. એક ધર્મજિજ્ઞાસુ હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કરીને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. એમણે વીરચંદભાઈનાં ભાષણોની નોંધ રાખી તેમજ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. વિશ્વધર્મપરિષદના પ્રમુખ ચાર્લ્સ સી. બોની પણ એમનાથી પ્રભાવિત થયા હતા. વીરચંદભાઈએ ભારતમાં ૧૮૯૬–૯૭માં દુષ્કાળ પડ્યો ત્યારે બોની અમેરિકામાં સ્થપાયેલી દુષ્કાળરાહત સમિતિના પ્રમુખ હતા. આ સમિતિએ તત્કાળ ચાળીસ હજાર રૂપિયા અને અનાજ ભરેલી સ્ટીમર ભારત મોકલ્યાં હતાં. શ્રી વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન પ૩૫ જેટલાં વ્યાખ્યાનો આપ્યાં. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત, ફ્રેન્ચ વગેરે ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. આમ ઓગણત્રીસ વર્ષનો એક યુવક પરદેશગમનની ખફગી વહોરીને વિદેશમાં ધર્મપ્રચાર કરે અને એક વાર નહિ પણ ત્રણ-ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈનદર્શનનો જ નહિ પણ ભારતીય દર્શનનો પ્રચાર કરે તે વિરલ ઘટના જ કહેવાય ! ભારતમાં ધર્મસેવાનાં કાર્યો : શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને અલ્પ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં ઓનર્સ સાથે બી.એ. થનારા જૈન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાકૂટવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે જેવીતેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે શ્રી જૈન એસોસિયેશન ઑફ ઇન્ડિયા’ના મંત્રી તરીકે પાલિતાણા આવતા યાત્રીઓનો મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને આણંદજી કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકોર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલિતાણાના ઠાકોર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપ્યો. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધો. એ વખતે રજવાડા સામે માથું ઊંચક્યું એ સામે ચાલીને મોતને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલિતાણા વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાન ધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લૉર્ડ રે અને પોલિટિકલ એજન્ટ કર્નલ વોરસનને મળી સમર્થ રજૂઆત કરી મૂંડકાવેરો નાબૂદ કરાવ્યો. અંગ્રેજ બેગમસાહેબે સમેતશિખર પર ડુકકરોની ચરબી કાઢવાનું કારખાનું નાનું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલકત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે “સમેતશિખર જૈનોનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં દખલ કરવાનો અધિકાર નથી” એવો ચુકાદો મેળવીને તેમ જ કારખાનું દૂર કરાવીને જ જંપ્યા. કાવીના દેરાસર અંગેના વિખવાદનો સુંદર ઉકેલ Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મવીર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૪૫ લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા તેમજ મહાત્મા ગાંધી સાથે એમણે ખોરાકના અખતરા કર્યા હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરચંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા?” આવા વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દો નથી. માત્ર રાષ્ટ્રશાયર ઇકબાલનો એક શેર છે —– હજારોં સાલ નરગીસ અપની બેન્રીપે રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પૈદા. સુંદર આંખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું પુષ્પ હજારો વર્ષની પોતાની જ્યોતિહીનતા–બેનૂરી માટે રડતું રહે છે. ઘણાં વષો પછી બાગમાં એને જોનારો (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે.] વીરચંદ રાઘવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીંદાવર હતા! Jairl'Education International Page #47 -------------------------------------------------------------------------- ________________ જિક . ૬. ગુરુ ગોપાલદાસજી બારૈયા પ્રસ્તાવના : આર્યસમાજમાં જે સ્થાન શ્રી શ્રદ્ધાનંદ અને રાયજાદા હંસરાજનું છે, મુસ્લિમ બંધુઓમાં જે સ્થાન સરસૈયદ અહમદનું છે તેવું સ્થાન જૈન સમાજમાં પંડિત શ્રી ગોપાલદાસજી બરૈયાનું છે. શ્રી પંડિતજીનાં આવિર્ભાવ પહેલાંનો કાળ જૈન સમાજ માટે અંધકારભર્યો હતો. આર્યસમાજનો ઝંડો માત્ર ભારતમાં જ નહિ અરબંઈરાનમાં પણ લહેરાતો થયો હતો. મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મ પણ તેટલી જ ત્વરાથી ફેલાતા જતા હતા. તે સમયે શ્રી બજૈયાજી જૈન સમાજની વહારે ધાયા. એમ માનવું વધુ પડતું નથી કે શ્રી અકલંકદેવ અને શ્રી સમતભદ્રનો આત્મા જૈન સમાજની આવી દયનીય દશાથી દ્રવીભૂત થઈ ગયો અને તેમણે શ્રી બજૈયાજીમાં તેમના અલૌકિક જ્ઞાન અને શાસ્ત્રાર્થની પ્રતિભા મૂકીને જૈન ધર્મની દુન્દુભિ બજાવી. જન્મ, બાળપણ અને શિક્ષણ : પંડિતજીનો જન્મ વિ. સં. ૧૯૨૩ના ચૈત્ર મહિનામાં આગ્રામાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણદાસજી હતું. પિતાજીનું મૃત્યુ તેમની બે વર્ષની બાલ્યાવસ્થામાં જ થઈ ગયું હતું. આથી તેઓ વિશેષ શિક્ષણ ને લઈ શક્યા, પરંતુ માતાએ બાળકમાં યથાશક્તિ સંસ્કારનું સિચન કર્યું. તેમનું શિક્ષણ માત્ર સાત ધોરણ (અંગ્રેજી) સુધીનું જ હતું. એ બાબત નોંધપાત્ર છે કે તે કાળ સુધી તેમને Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગોપાલદાસજી બરૈયા * ધર્મ પ્રત્યે બિલકુલ રુચિ ન હતી. ૧૯ વર્ષની ઉંમરે તેઓ અજમેરમાં રેલવેમાં નોકરી કરતા હતા ત્યારે તેમનો પરિચય પંડિત મોહનલાલ નામના જૈન વિદ્વાન સાથે થયો. તેમની સંગતિથી તેમનું ચિત્ત જૈન ધર્મ તરફ આકર્ષિત થયું અને તેમણે જૈન-ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનું શરૂ કર્યું. બે વર્ષ પછી તેમણે રેલવેની નોકરી છોડી દીધી અને રાયબહાદુર શેઠ મૂળચંદજીને ત્યાં મકાન-બાંધકામનાં કાર્યોની દેખરેખ માટે માસિક રૂપિયા ૨૦ ની નોકરીએ રહ્યા. અજમેરમાં છ-સાત વર્ષના નિવાસ દરમ્યાન તેમણે પાઠશાળામાં નિયમિતપણે અભ્યાસ કર્યો. આમ સતત અને સખત ઉદામથી સંસ્કૃત ભાષાના શાન સહિત લધુકમુદી, જૈનેન્દ્ર વ્યાકરણનો અમુક ભાગ અને ન્યાયદીપિકા તેમણે પૂરાં કરી લીધાં. ત્યાર પછી તેમણે ગોમ્મસારનો અભ્યાસ પણ શરૂ કર્યો. આ દરમ્યાન તેમને પંડિત મથુરદાસજી અને બાબુ વૈજનાથજીએ અધ્યયનમાં ખૂબ માર્ગદર્શન અને સહયોગ આપ્યાં. આગળનું અધ્યયન તેમણે મુંબઈની પાઠશાળામાં પં. શ્રી જીવરામ લલ્લુરામ શાસ્ત્રીજીની પાસે કર્યું અને પરીક્ષામુખ, ચન્દ્ર પ્રતીકાવ્ય, તથા કાતંત્ર-વ્યાકરણ વગેરે શીખ્યા, જ્યારે પંચાધ્યાયીનું અધ્યયન તેમણે પં. બળદેવદાસજી પાસે કર્યું હતું. તીર્થયાત્રા અને મુંબઈમાં નિવાસ : વિ. સં. ૧૯૪૮માં શેઠ મૂળચંદજીએ મૂડબિદ્રીની યાત્રા કરી ત્યારે પંડિતજીને સાથે લઈ ગયા. શેઠ સાથે પાછા ફરતાં તેઓ મુંબઈમાં રોકાયા. અહીં તેમને આજીવિકા માટેની અનુકૂળતા જણાઈ અને એક યુરોપિયન કંપનીમાં માસિક રૂ. ૪પની નોકરી સ્વીકારી. પગાર વધીને થોડા સમયમાં રૂ. ૬૦ થયો. આ સમય દરમ્યાન તેમની માતાનું મૃત્યુ થયું અને તેઓ રજા લીધા વિના જ પોતાના વતનમાં ચાલ્યા ગયા. આથી તેમની નોકરી છૂટી ગઈ; પરંતુ સારા રેકોર્ડને લીધે કર્યું; તે જ કંપનીએ તેમને ફરીથી રાખી લીધા. વિ. સં. ૧૯૫૧ પછી તેમણે ઝવેરાતના કમિશન એજન્ટ તરીકે કામ કર્યું; પણ આ ધંધામાં સત્ય અને અચૌર્યવ્રતનું પાલન કરવાનું કઠિન હોવાથી તેમણે ધંધો બંધ કર્યો. ત્યાર પછી રૂ, તળશી, ચાંદી વગેરેની દલાલીનું કામ કર્યું. વિ. સ. ૧૯૫૮માં મોરેનામાં જ ગાંધી નાથા રંગજીના સહયોગથી આડતનું કામ ચાલુ કર્યું. વચ્ચે થોડો વખત સ્વતંત્ર ધંધા માટે પણ પુરુષાર્થ કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. હવે તેઓએ નોકરીને માત્ર આજીવિકા પૂરતા સાધન તરીકે સ્વીકારી જીવનને સંપૂર્ણ રીતે સમાજને ચરણે ધરી દીધું અને જાહેર જીવનને જ પોતાનું જીવન-ધ્યેય માન્યું. વ્યક્તિગત આરામ, આર્થિક સધ્ધરતા કે કીર્તિની પરવા કર્યા વિના શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અત્યંત પરિશ્રમ શરૂ કર્યો. વિ. સં. ૧૯૬૯માં તેઓ “દક્ષિણ મહારાષ્ટ્રસભા”ના અધ્યક્ષ ચૂંટાયા હતા. વિ. સં. ૧૯૭૪માં વધારે પડતા કાર્યભારને લીધે તેમની તબિયત બગડી અને શાંતિપૂર્વક તેમણે પરલોકગમન કર્યું. જાહેર જીવન અને કાર્યક્ષેત્ર: જૈન સમાજના જ્યોતિર્ધર શ્રી બજૈયાજીના સાર્વજનિક જીવનનો પ્રારંભ મુંબઈથી થાય છે. પંડિત ધન્નાલાલજીના સહયોગથી માગશર સુદ Page #49 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો ૧૪, વિ. સં. ૧૯૪૯માં તેમણે દિગંબર જૈન સમાજની સ્થાપના કરી. વિ. સં. ૧૯૫૩માં ભારતવર્ષીય દિગંબર જૈન પરીક્ષાલયની સ્થાપના થઈ જેનું કુશળ સંપાદન તેમના હાથે થયું. પંડિતજીની કીર્તિના મુખ્ય સ્તંભ જેવા “જૈનમિત્ર'નું પ્રકાશન વિ. સં. ૧૯૫૬માં શરૂ થયું. કુંડલપુરમાં તેમણે માત્ર બે-ત્રણ વિદ્યાર્થીઓથી શરૂ કરેલી સ્વતંત્ર પાઠશાળા આજે “જેનસિદ્ધાંત વિદ્યાલય”ના નામથી પ્રસિદ્ધ છે. તેના દ્વારા જૈન સમાજને જૈનધર્મનાં મોટાં-મોટાં શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા અનેક પંડિતો મળ્યા છે. સામાજિક ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનને કારણે સરકાર તરફથી મોરેનાના માનદ્ મૅજિસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. જૈન સમાજ અને જૈનધર્મમાં તેમના અદ્ભુત યોગદાનને કારણે મુંબઈની પ્રાંતીય સભાએ “સ્યાદ્વાદવારિધિ', ઈટાવાની જૈનતત્ત્વ પ્રકાશિની સભા દ્વારા “વાદીગજકેસરી' તથા કલકત્તાના ગવર્મેન્ટ સંસ્કૃત કૉલેજના પંડિતોએ તેમને “ન્યાયવાચસ્પતિ'ની પદવીઓ એનાયત કરી. આ બધી પદવી પ્રાપ્ત કરાવનાર અદ્ભુત વનૃત્વકળા પંડિતજીને અભ્યાસથી જ પ્રાપ્ત થઈ હતી. તેઓ બેં-ત્રણ કલાક કોઈ પણ સૈદ્ધાંતિક વિષય ઉપર અખલિત રીતે બોલી શકતા પણ તેમનાં વ્યાખ્યાનો માત્ર વિદ્વાનોને જ સમજાય તેવાં હતાં. અનેક શાસ્ત્રાર્થોમાં તેમણે વિજય મેળવ્યો હતો, પરંતુ તેમને સંસ્કૃતનું પદ્ધતિસરનું જ્ઞાન નહોતું. આથી તેઓ કહેતા કે મહાપાધ્યાયો સાથે શુદ્ધ સંસ્કૃતમાં બોલવાની શક્તિ ન હોવાથી પોતે તેમની સાથે જાહેર વાદવિવાદમાં ઊતરી શકતા નથી. સાહિત્યનિર્માણ : પંડિતજીની પઠિન વિદ્યા ઘણી ઓછી હોવા છતાં, વ્યાકરણનું સંપૂર્ણ જ્ઞાન ન હોવા છતાં, અને ગુરુ દ્વારા તો નામમાત્રનું જ જ્ઞાન મેળવ્યું હોવા છતાં સ્વાવલંબન, સતત સ્વાધ્યાયશીલતા અને નિરંતર અભ્યાસની લગનીથી તેમણે અગાધ પાંડિત્ય મેળવ્યું હતું. પંડિતજી જીવનભર વિદ્યાર્થી રહ્યા, જિજ્ઞાસુ રહ્યા. વિદ્યાર્થીઓને નિરંતર અભ્યાસ કરાવતા હોવાથી, તેમની શંકાઓના સમાધાન માટે તેમણે જૈનધર્મના સર્વ ઉપલબ્ધ વિશિષ્ટ ગ્રંથોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કર્યો હતો. આમ તેઓ ન્યાય અને ધર્મશાસ્ત્રના અજોડ વિદ્વાન થઈ ગયા. સાહિત્યક્ષેત્રો તેમનું પ્રદાન મુખ્યત્વે આ પ્રમાણે રહ્યું : તેમના લખેલા ત્રણ ગ્રંથો છે: (૧) જેન સિદ્ધાંત દર્પણ (૨) સુશીલા ઉપન્યાસ (૩) જૈન સિદ્ધાંત પ્રવેશિકા. જૈન સિદ્ધાંત દર્પણ માત્ર એક જ ભાગમાં લખાયેલો ગ્રંથ છે. જે તેના બધા જ ભાગો લખવામાં આવ્યા હોત તો તેનું સ્થાન જેન-સાહિત્યમાં ઘણું અગત્યનું બની રહ્યું હોત. સુશીલા ઉપન્યાસ” એ સમયના ઉપન્યાસોમાં એક સારી રચના ગણાય છે. ઉપન્યાસ હોવા છતાં પણ જૈનધર્મના કેટલાક ગંભીર વિષયોને તેમાં યોગ્ય રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગોપાલદાસજી બરંયા ૪૯ જૈન સાહિત્યમાં તેમનું આગવું પ્રદાન તો “જૈન સિદ્ધાંત પ્રવેશિકા' જ છે. કઠિનમાં કઠિન અને ગહનમાં ગહન તત્ત્વને, જૈન ધર્મના અભ્યાસી ન હોય તેવા લોકોને પણ સહેલાઈથી સમજાઈ જાય તેટલી “સરળ ભાષામાં’ આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલ છે. આ ગ્રંથ જૈનધર્મના વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ માટે પારિભાષિક શબ્દકોષ(Pocket Dictionary)નું કાર્ય કરે છે; અવશ્ય પઠન કરવા જેવું આ પુસ્તક છે. પંડિતજી જે જીવન જીવી ગયા, જે તત્ત્વને પોતાના જીવનમાં ઉતાર્યું તેનો સાર તેમની આ તત્ત્વશિક્ષામાંથી મળી રહે છે: (૧) સાચા અણુવ્રતી બનવું હોય તો નિર્ભય બનો. (૨) નિર્ભય બનવું હોય તો કોઈની નોકરી ન કરો, પોતાનો જ ધંધો કરો. (૩) ધંધો કરતાં કરતાં જો ધર્મ કે ધર્મચર્ચાના વક્તા બનવું હોય તો આણુવ્રતનું બરાબર પાલન કરો, તો જ દુકાન ઠીક ચાલશે. (૪) અણુવ્રતોનું વ્યવસ્થિત પાલન કરવું હોય તો પોતાની મર્યાદાઓ બાંધો. (૫) મર્યાદા બાંધવી હોય તો કોઈ કર્તવ્યથી, નિયમથી બાંધો. (૬) કર્તવ્યને જ અધિકાર માનો. (૭) અધિકારી બનો, અધિકાર (હક) માટે રડો પણ નહીં કે લડો પણ નહીં. વ્યક્તિગત ચારિત્રય : પંડિતજીનું ચારિત્ર્ય ખૂબ ઉજજવળ હતું. તેઓને કોઈ જ પ્રકારનું વયસન નહોતું. ખાવાપીવાની શુદ્ધતાના તેઓ ખાસ આગ્રહી હતા. તેથી તેઓ ઘણું કરીને “જુનવાણી'માં ખપતા. વસ્ત્રાદિ બાબતમાં પણ તેમની સાદગી અનુકરણીય હતી. સામાન્ય માણસ તો તેમને તેમના વેશ ઉપરથી ઓળખી પણ ન શકતો કે આ વ્યક્તિ ભારતના જૈન સમાજનો મહાપંડિત છે! કોઈ પણ ધર્મકાર્ય કે અનુષ્ઠાન કરીને તેઓ ધનોપાર્જન કરતા નહીં, માત્ર આવવા-જવા માટેનું વાહનખર્ચ સ્વીકારતા. પોતે જે સાચું માનતા તે કાર્ય કરવામાં અને તેની સચ્ચાઈ રજૂ કરવામાં તેઓ જરા પણ પાછી પાની કરતા નહીં કે મોટા મોટા શ્રીમંત-શાહુકારોની શેહમાં પણ તણાતા નહીં. આ કારણથી અનેક શ્રીમંતો તેમના અમિત્ર બની ગયા હતા. નિ:સ્વાર્થતા અને પરોપકારીપણાને તેમના સૌથી મોટા ગુણો ગણાવી શકાય. તેઓ કોઈ પણ ધર્મકાર્ય માત્ર પોતાના સંતોષ માટે જ કરતા અને જૈન સાહિત્ય, જેન સિદ્ધાંત તથા જૈન ધર્મની સર્વ પ્રકારે પ્રભાવના થાય, તેનો અભ્યાસ અને શ્રદ્ધાઆચરણ કરનારા વધે, એ જ એમના હૃદયની ભાવના રહેતી. વિદ્યાલયોનું કે અન્ય સંસ્થાઓનું કામ હોય તો તેઓ ઘણી વાર રાતના ૧૦ કે ૧૧ વાગ્યા સુધી બેસીને પણ તે કાર્ય પૂરું કરતા. એ વખતે પોતાના શારીરિક આરામની પણ દરકાર કરતા નહીં. આવી હતી તેમની કર્મઠતા ! આ ઉપરાંત શાંતિપ્રિયતા, એકાગ્રતા, સ્વદેશપ્રેમ, ઉત્તમ ગ્રંથોનો સંચય, અભૂતપૂર્વ–સ્મરણશક્તિ, આત્યંતિક સરળતા અને હિંદી ભાષાનો પ્રેમ ઇત્યાદિ તેમની બીજી પ્રશંસનીય વિશેષતાઓ હતી. Page #51 -------------------------------------------------------------------------- ________________ v૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જીવનકાળની ઉલ્લેખનીય ઘટનાઓ : વિદ્યાર્થીઓ પ્રત્યે વાત્સલ્ય, અચૌર્યવ્રત, ન્યાયપ્રિયતા, સત્યવાદિતા, ઉદારતા, નિષ્કપટના અને નૈતિકતા–આદિ સદ્ગુણોના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રી બજૈયાજીના જીવનના અનેક પાવન પ્રસંગો આપણા માટે અત્યંત પ્રેરણાદાયક છે. માત્ર બે ઉલ્લેખનીય પ્રસંગોનું વર્ણન અને પ્રસ્તુત છે: (૧) સામાજિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પૂર્વે બરંયાજી એક રાયબહાદુર શેઠને ત્યાં માસિક વીસ રૂપિયાના પગારથી નોકરી કરતા હતા. એક વાર શેઠસાહેબ તીર્થયાત્રામાં નીકળ્યા. બરંયાજીને શાસ્ત્ર પ્રવચન અને હિસાબકિતાબ વગેરે કાર્ય કરવા માટે સાથે લીધા. એક વાર તેમને રાયબહાદુરે ટિકિટ લેવા માટે મોકલ્યા. ટિકિટની સાથે સાથે શ્રી બજૈયાજી માલસામાન(લગેજ)નું વજન કરાવી તેનું ભાડું પણ ચૂકવવા આવ્યા. રાયબહાદુરસાહેબને તેમના લગેજની કિંમત ચૂકવવી પડે તેનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? બરૈયાજીને ઘણી ખરી-ખોટી વાતો સાંભળવી પડી, તેમને એકદમ બુધ્ધ માનવામાં આવ્યા. દગો, છળકપટ અને માયાચાર જ જ્યાં ઉન્નતિનું સાધન હોય ત્યાં બરાજી કેટલા દિવસ ટકે? આર્થિક સંકડામણ હોવા છતાં પણ પોતાના સ્વાભિમાન માટે તેમણે નોકરીને છોડી દેવાનું જ યોગ્ય માન્યું. (૨) અચૌર્યવ્રત તેમનાં પાંચ અણુવ્રતોમાંનું એક આવશ્યક વ્રત હતું. એક વાર તેઓ સપરિવાર મુંબઈથી આગ્રા આવ્યા. ઘેર આવીને કેટલાક દિવસ બાદ માર્ગવ્યવહારખર્ચ વગેરેના હિસાબની નોંધ કરતાં જણાયું કે નોકરે તેના ત્રણ વર્ષના બાળકની ટિકિટ નહોતી લીધી. ખબર પડતાં જ તેમણે ખૂબ આત્મગ્લાનિ અનુભવી. તેઓ તકાલ સ્ટેશનમાસ્તર પાસે પહોંચી ગયા, તેની ક્ષમા માગી અને ટિકિટની કિંમત તેમના ટેબલ પર મૂકી દીધી. સ્ટેશનમાસ્તરે ઘણું સમજાવ્યું કે એ વાત સત્ય છે કે અઢી વર્ષથી ઉપરની વયનાં બાળકો માટે ટિકિટ લેવી આવશ્યક છે; પરંતુ વર્તમાન સમયમાં આવા નિયમોનું પાલન કરનારા બહુ ઓછા નીકળે છે. આપ ઘણા સરળ અને ભોળા છો. આપ આપના રૂપિયા પાછા લઈ જાઓ–નહિ તો કોઈ આપને મૂર્ખ કહેશે.” પરંતુ બરૈયાજી ચાલાક અને ધૂર્ત દુનિયાની દૃષ્ટિએ ખરેખર મૂર્ખ હતા. તેઓ પૈસા ત્યાં જ મૂકીને પાછા ફર્યા. ખૂબ બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં પણ તેમને પોતાની મૂર્ખતાનું રહસ્ય ન સમજાયું અને તેઓ જીવનભર આવી મૂર્ખતા જ કરતા રહ્યા. બરૈયાજી એક મહાન આશુતી હતા. પંચવ્રતોમાંના દરેક વ્રતનું તેઓ ખૂબ જ નિયમપૂર્વક અને ચુસ્તતાથી પાલન કરતા હતા. આ વ્રતો તરફની તેમની સચ્ચાઈ જ એક જાદુ બની જતી હતી, જે દરેક વ્યક્તિને તેમના તરફ ખેંચતી હતી. કૌટુંબિક જીવન: પંડિતજીને કદાપિ કૌટુંબિક જીવનનું સુખ પ્રાપ્ત થયું નહોતું. તેઓ અજમેરમાં રહેતા ત્યારે ૧૯ વર્ષની ઉંમર પહેલાં જ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. વિ. સં. ૧૯૪૫–૧૯૪૭ અને ૧૯૪૯માં ક્રમશ: તેમને ઘેર એક પુત્ર, એક પુત્રી કૌશલ્યાબાઈ અને બીજો પુત્ર માણિકચંદ-એમ કુલ ત્રણ સંતાનોનો જન્મ થયો હતો, જેમાંથી પ્રથમ પુત્ર થોડાક જ દિવસ જીવ્યો હતો. Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગોપાલદાસજી બરૈયા ૫૧ તેમનાં ધર્મપત્નીનો સ્વભાવ વિચિત્ર હતો. તેઓ પંડિતજીને જરા પણ સહયોગ આપતાં ન હતાં. કલેશ ઉત્પન્ન થાય તેવું જ તેમનું કાયમી વર્તન હતું. પંડિતજીના કાર્યમાં મદદરૂપ થઈ તેમની પ્રતિષ્ઠા વધારવામાં તેમણે કોઈ યોગદાન આપ્યું નહીં કે બીમારીમાં પણ સેવાનો લાભ લીધો નહીં. તેમને જોઈને સોક્રેટિસની પત્નીની યાદ આવી જાય છે. ઉપસંહાર : બાહ્યા વ્યક્તિત્વમાં તદ્દન સીધાસાદા અને દેખીતા પ્રભાવ વિનાના આ મહાપુરુષનું અંતરંગ–યક્તિત્વ અને ગુણગરિમા અત્યંત ઉન્નત અને લોકોત્તર હતાં. જેનોની બુઝાઈ રહેલી જ્ઞાનજ્યોતિને તેમણે સ્થિર કરીને પુનર્જીવિત કરી. તેમનામાં પાંડિત્યનું આત્મગૌરવ હતું, તો સાથે સાથે એક સાચા સાહિત્યકાર-કળાકારની ધૂન અને મસ્તી પણ હતાં. ધર્મપ્રભાવનાના હેતુથી સંયુક્ત પ્રાંતના કાશી-સહિત વિવિધ જિલ્લાઓમાં, મધ્યપ્રદેશના છત્તરપુર, કટની, રાયપુર, ઇન્દોર વગેરે જિલ્લાઓમાં, રાજસ્થાનના જયપુર, અજમેર આદિ જિલ્લાઓમાં તથા શેત્રાંજયાદિ-મહાતીર્થસહિત ભારતનાં મુખ્ય ત્રણ મહાનગરો-મુંબઈ, દિલ્હી તથા કલકત્તામાં–વિવિધ વાદ-પ્રતિવાદ સભાઓમાં, ધર્મગોષ્ઠીઓમાં, સામાજિક સંસ્થાઓમાં, પંચકલ્યાણક–પ્રતિષ્ઠાઓમાં, સમાજસુધારણાની બેઠકોમાં અને સૌથી વધારે તો જૈન-વિદ્યાના સર્વતોમુખી પ્રચારપ્રસારમાં લગભગ પચીસ વર્ષ સુધી તેઓએ જે પ્રકારે નિઃસ્વાર્થભાવથી અવિરત શ્રમ કર્યો તેનાથી જૈન સમાજ, જૈનધર્મ, જૈનદર્શન અને જૈન વિદ્યાની ઉપાસના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાયું. સ્વ. પં. માણિચંદજી કૌદેય, સ્વ. પં. બંસીધરજી ન્યાયાલંકાર, સ્વ.પં. ખૂબચંદજી શાસ્ત્રી, સ્વ. પં. દેવકીનંદનજી શાસ્ત્રી, સ્વ. પં. મકખનલાલજી શાસ્ત્રી અને સ્વ. પં. કૈલાસચંદ્રજી ઇત્યાદિ આગલી પેઢીના તથા સર્વશ્રી પ. જગન્મોહનલાલજી, પં. દરબારીલાલ કોઠિયાજી, પ. ફૂલરાંદજી શાસ્ત્રી, પ. પન્નાલાલજી ઇત્યાદિ વર્તમાન પેઢીના જે જે મહાન સરસ્વની ઉપાસકો થયા તેમના આદ્યજનક તરીકે અને સુ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણી જેવા મહાન ધર્માત્માઓના વિદ્યાગુરુ તરીકે તેઓનું સ્થાન સન્માનનીય છે. આજે તેમનો પાર્થિવ દેહ ન હોવા છતાં તેમની શિષ્ય—પ્રશિષ્ય-પરંપરાથી તેઓ જૈન સમાજમાં હંમેશ માટે અમર પદને પામી ગયા છે. ૧. ધર્મ: ગુરુ ગોપાળદાસજીની ઉન્નત વિચારધારા - જે વ્યક્તિ ગયુક્ત થઈને અન્ય સંપ્રદાયવાળા ધર્માત્માનો તિરસ્કાર કરે છે, ને પોતાના જ ધર્મનો તિરસ્કાર કરે છે. લૌકિક અને પારમાર્થિક, આ બન્ને પ્રકારના સુખનો અદ્વિતીય હેતુ માત્ર ધર્મ જ છે. જયારે કોઈ વ્યક્તિ એક પૈસાનું માટલું લે છે ત્યારે પણ ખૂબ ટકોરા વગાડીને તેની પરીક્ષા કરીને લે છે. આ પ્રમાણે ધર્મસાધના કરવાવાળાએ પહેલાં ધર્મની પરીક્ષા Page #53 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કરવી જોઈએ અને ત્યારપછી સાધના અંગીકાર કરવી જોઈએ. જે વ્યક્તિ પરીક્ષા કર્યા વગર જ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તે અંતમાં યથાર્થ ફળની પ્રાપ્તિ કરી શકતી નથી. ધર્મના પ્રભાવથી જીવ સુંદર, સુભગ, સૌમ્ય, ઉચ્ચકુલીન, શીલવાન, પંડિત અને ચંદ્રમા સમાન ઉજ્જવલ કીર્તિવાળો બને છે. ૫૨ ધર્મ કોઈની ભાગીદારી કરવાથી કે પૈસા આપવાથી પ્રાપ્ત કરી શકતો નથી, કેમકે તે તો પદાર્થનો સ્વભાવ છે, ધર્મ તો મુખ્યપણે અનુભવથી જ પ્રાપ્ત થાય છે. વિષયોથી ખરેખર વિરક્ત થયેલા મહાત્માઓને જે સુખ હોય છે તેના અનંતમા ભાગનું સુખ પણ ઇન્દ્રો અને ચક્રવર્તીઓને વિષયાદિથી પ્રાપ્ત થઈ શકતું નથી, માટે જો સાચા સુખની આકાંક્ષા હોય તો શિવ-સુખના કારણભૂત ધર્મનું સેવન કરવું જોઈએ. સંપૂર્ણ સુખનું મૂળ ધર્મ છે. ધર્મનો મહિમા વચનાતીત છે. જૈન ધર્મ કોઈ ખાસ જાતિ અથવા વર્ણની વારસાગત મિલકત નથી જ, તેના પર કોઈનું એકચક્રીપણું નથી. આ સર્જકલ્યાણકારી ધર્મ સંસારના પ્રાણીમાત્રનો ધર્મ છે. ૨. ધન અને દાન મૂર્ખ વ્યક્તિ દ્રવ્ય ઉપાર્જન કરીને આભૂષણાદિ બનાવે છે, કંજૂસ માણસ તેને જમીનમાં દાટીને રાખે છે, દુર્વ્યસની વ્યક્તિ ધન ઉપાર્જન કરીને તેને ખોટાં કામોમાં ખર્ચ કરે છે, દાતાર વ્યક્તિ તેને દાનમાં આપે છે અને બુદ્ધિમાન વ્યક્તિ વિવેકપૂર્વક તેને લોકકલ્યાણ માટે પુણ્યદાયક અને ધર્મોન્નતિનાં કાર્યોમાં ખર્ચે છે. ન્યાયોપાર્જિત ધનને કરુણાભાવથી ભાવિત થઈને પ્રદાન કરવું તે દાન છે. બધાં દાનોમાં શાનદાન સર્વશ્રેષ્ઠ છે; કેમકે આહારદાનથી તો ફક્ત એક જ વખત ક્ષુધા મટે છે, ઔષધિદાનથી એક સમયનો રોગ મટે છે, અભયદાનથી એક વારનું દુ:ખ મટે છે. પરંતુ જ્ઞાનદાનથી તો આત્મા રત્નત્રયની પ્રાપ્તિ કરીને આત્યંતિક મોક્ષ-સુખ પ્રાપ્ત કરી શકે છે. ૩. શિક્ષણ વિદ્યાર્થીઓને જો માત્ર ધર્મવિદ્યા જ ભણાવવામાં આવે તો આજીવિકા વિના ગૃહસ્થાશ્રમનો નિર્વાહ દુ:સાધ્ય બનશે, તેથી ધર્મવિદ્યાની સાથે સાથે લૌકિક વિદ્યા અવશ્ય શીખવવી જોઈએ. જે જાતિમાં લૌકિક અને પારમાર્થિક બન્ને પ્રકારનું શિક્ષણ અપાતું હોય અને ધનવાન લોકોની સંખ્યા મોટી હોય તે જાતિ (લોકસમુદાય) જગતમાં ઉન્નત અને સન્માનનીય સમજવામાં આવે છે, જે જાતિ ધન અને વિદ્યાથી રહિત હોય છે તે જાતિને હીન શ્રોણીમાં ગણવામાં આવે છે. માનવજીવનની ઉન્નતિના બે મુખ્ય ભેદ છે : (૧) પારમાર્થિક ઉન્નતિ અને (૨) લૌકિક ઉન્નતિ. આ બન્ને પ્રકારની ઉન્નતિના મુખ્ય સાધક વિદ્યા, ધન અને Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુરુ ગોપાલદાસજી બરૈયા એકતા છે. તેનાં પ્રતિબંધક કારણો ઈર્ષા, મિથ્યાભિમાન અને કુરિવાજો છે. સારી વિદ્યા પ્રાપ્ત કરવાથી મનુષ્યભવ સફળ થાય છે. તેથી પાઠશાળાઓ ટકે એવી વ્યવસ્થા કર્યા વિના સંસ્કાર અને વિદ્યાનો દીર્ધકાલીન વિકાસ અસંભવ છે. ૫૩ ૪. વિષયસુખ વિષયજનિત સુખોને ભોગવવાની અપેક્ષાએ કાળના મુખમાં પ્રવેશ કરવો તે વધારે ઉત્તમ છે. ઇન્દ્રિયજનિત સુખ પરાધીન, પરિણામે દુ:ખદાયી અને માત્ર અવિચારીપણાથી જ રમણીય લાગે છે. આ જીવ માત્ર અલ્પ વિષયસુખની લાલસાથી કેવાં કેવાં ભયંકર દુ:ખો ભોગવે છે? પરંતુ જેમાં એણે સુખ માન્યું છે; તે વિષયોમાં વાસ્તવિક સુખનું નામનિશાન પણ નથી, જે દુ:ખ વાઘ વગેરે ક્રૂર અને ઘાતકી જીવોથી ઊપજે છે, તેનાથી પણ ધણું વધારે દુ:ખ વિષયશત્રુના સંસર્ગથી સહન કરવું પડે છે. જો સાચા સુખની અભિલાષા હોય તો સંસારમાર્ગથી વિરક્ત થઈને મોક્ષમાર્ગમાં રમણ કરો, વિષયોનો સાથ છોડીને શાનનો સંગ કરો અને સ્ત્રીસુખને છોડીને ‘શમ ’ સુખનું અવલંબન કરો, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૭. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી ભૂમિકા : જેમની ગણના વર્તમાન શતાબ્દીના વિરલ સ્વરૂપનિષ્ઠ તત્ત્વવેત્તા, પરમ જ્ઞાનાવતાર અને ઉચ્ચ કોટિના સત્પુરુષ તરીકે કરી શકાય એવા શ્રીમદ્ રાજચન્દ્રજી અસાધારણ મહાપુરુષ હતા. વીસમી સદીના તત્ત્વજ્ઞાનીઓમાં તેઓ અગ્રપંક્તિમાં બિરાજે છે. શ્રીમદ્ રાજચન્દ્ર એટલે અધ્યાત્મ ગગનમાં ઝળકી રહેલી અદ્ભુત જ્ઞાનજ્યોતિ ! માત્ર જૈનસમાજની જ નહિ પણ અર્વાચીન વિશ્વની એક વિરલ વિભૂતિ ! અમૂલ્ય આત્મજ્ઞાનરૂપ દિવ્ય જયોતિના ઝળહળતા પ્રકાશથી પૂર્વમહાપુરુષોએ પ્રકાશિત કરેલા સનાતન મોક્ષમાર્ગનો ઉદ્યોત કરી, ભારતની પુનિત ભૂમિને વિભૂષિત કરી આ અવનીતલને પાવન કરનાર પરમ જ્ઞાનનિધાન, જ્ઞાનભાસ્કર, જ્ઞાનમૂર્તિ ! ભારતની વિશ્વવિખ્યાત વિભૂતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દોમાં “શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનાં લખાણો તેમના અનુભવનાં બિદુ સમાં છે. તે વાંચનાર, વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થઈ જાય છે. જેને આત્મક્લેશ ટાળવો હોય, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક હોય, તેને શ્રીમાં લખાણોમાંથી ઘણું મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ધર્મી. કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં “શ્રીમદ્ એક પ્રયોગવીર હતા. પ્રયોગસિદ્ધ ‘સમયસાર’ કે ‘આત્મસિદ્ધિ’નું જીવતુંજાગતું ઉદાહરણ એટલે શ્રીમદ્નું જીવન ૫૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી પપ વૃત્ત ! શ્રીમદ્ પ્રત્યક્ષ પ્રગટ આત્મસિદ્ધિને પ્રાપ્ત થયેલ પુરુષ હતા, અને એટલે જ એમણે રચેલી આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ રચનાઓમાં અપૂર્વ દંવત અનુભવી શકાય છે.” જન્મ : શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે થયો હતો. તે શુભ દિવસ કાર્તિક સુદ પૂનમ, વિ. સં. ૧૯૨૪ની દેવદિવાળીનો હતો. (રવિવાર, તા. ૯-૧૧-૧૮૬૭) તેમના દાદાનું નામ પચાણભાઈ મહેતા હતું. તેમણે પાસેના માણેકપરા ગામમાંથી વવાણિયામાં આવીને વહાણવટાનો અને શરાફનો ધંધો ચાલુ ર્યો હતો. શ્રીમની માતાનું નામ દેવાબા અને પિતાનું નામ રવજીભાઈ હતું. ધાર્મિક સંસ્કારોવાળા ભક્તિમાન અને સેવાભાવી દંપતીના સંદર્ભમાં બે કથાઓ જાણીતી છે. પહેલી કથા છે એક વૃદ્ધ આડતિયાની અને બીજી કથા છે એક સંત ફકીરની. આ બન્નેની આ દંપતીએ તન-મન-ધનથી ખૂબ ભાવસહિત સેવા કરેલી. તેથી પ્રસન્ન થઈ તેઓએ એક પ્રતાપી પુરુષ તેમને ઘેર પુત્ર તરીકે જન્મશે એવા આશીર્વાદ આપેલા. આ બનાવો બન્યા પછી કેટલાક કાળે શ્રીમદ્ભો જન્મ દેવદિવાળીને શુભદિને થયો હતો. ગુજરાતના જેનસમાજમાં આ દિવસ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ તરીકે અને પાલિતાણાની યાત્રાના પ્રારંભના પવિત્ર અને મંગલમય દિવસ તરીકે ઉજવાય છે. જન્મસમયે તેમનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું હતું, પરંતુ ચાર વર્ષની વયે તે બદલીને રાયચંદ રાજચંદ્ર રાખવામાં આવ્યું, અને એ જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાલ્યકાળ : બાળપણથી જ શ્રીમદ્રને તેમના કુળ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, કારણ કે તેમના દાદાજી કૃષ્ણભક્ત હતા. બીજી બાજુ માતા દેવાબા જૈન ધર્મના સંસ્કાર લાવ્યાં હતાં. આમ બાળપણમાં તેમનો ઉછેર વૈષ્ણવ અને જૈન સંસ્કારોના મિશ્ર વાતાવરણમાં થયો. આમ છતાં વાચનની ખૂબ જ રુચિ હોવાને લીધે જ્યારે તેમણે જૈનોનાં પ્રતિક્રમણાદિ સૂત્રોનું વાચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જીવો પ્રત્યેની દયાભાવના અને ક્ષમાપના દ્વારા પ્રગટ થતો વિનય–આ બે ગુણો તેમના સંસ્કારી હૃદયને સ્પર્શી ગયા. ધીમે ધીમે “જૈન સૂત્રો” પ્રત્યે તેમનો પ્રેમ વધતો ગયો. જ્ઞાનપ્રધાન તથા ત્યાગપ્રધાન જૈન વાતાવરણ મધ્ય, પૂર્વનો તેમનો આરાધક આત્મા વૈરાગ્યપ્રધાન જેન ધર્મ પ્રત્યે વધારે આકર્ષાતો જતો હતો. બાળજીવનની આ કુમળી વયે તેમના જીવનમાં એક મહત્ત્વનો પ્રસંગ બન્યો. જાતિસમરણશાન : વિ. સં. ૧૯૩૧ માં, શ્રીમન્ના એક વડીલ નેહી શ્રી અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. એ વખતે શ્રીમદે દાદાજીને પૂછયું કે મૃત્યુ એટલે શું? દાદાએ કહ્યું: “તેમનામાંથી જીવ નીકળી ગયો અને હવે તેઓ હાલી ચાલી કે બોલી શકશે નહીં, માટે તેમને તળાવ પાસેના સ્મશાનમાં બાળવામાં આવશે. આ સાંભળી શ્રીમદ્ વિચારોની શ્રેણીએ ચઢી ગયા. ઊંડી વિચારણાથી તેમનું અજ્ઞાનનું આવરણ ખસી ગયું અને તેમને આગલા ભવોનું જ્ઞાન થયું. તે આવરણ ઉત્તરોત્તર ખસતું ગયું. તેઓ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે તે આવરણ એકદમ દૂર થઈ ગયું Page #57 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જાતિસ્મરણશાનની તેમના પારમાર્થિક જીવનના વિકાસ ઉપર ખૂબ ઘેરી અસર થઈ. પરભવનું દુ:ખ ઇત્યાદિ જાણીને તેમનો વૈરાગ્ય ઘણો વૃદ્ધિ પામ્યો અને મોક્ષમાર્ગમાં નિ:શંકપણે પ્રવૃત્તિ કરવાનું શક્ય બન્યું. વિદ્યાભ્યાસનો કાળ : સાત વર્ષની વય પછી શ્રીમને અભ્યાસ કરવા માટે નિશાળે બેસાડવામાં આવ્યા. પોતાના “એકપાઠીપણાનો નિર્દેશ તેમણે “સમુચ્ચયવયચર્યામાં કર્યો છે. આવી સ્મૃતિના પ્રભાવથી સાત વર્ષનો અભ્યાસ તેમણે બે વર્ષમાં જ પૂરો કર્યો હતો. વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવી વસ્તુઓ વાંચવાની, જાણવાની અને શીખવાની તેમને ખૂબ જ જિજ્ઞાસા હતી. બાળપણમાં ચમત્કૃતિઓનો આવિર્ભાવ : * આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી. * પિતાજીની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યો હતો. કોઈને ઓછો-અધિકો ભાવ કહ્યો નહોતો કે કોઈને ઓછું-અધિકું તોળી દીધું ન હતું. જ તેઓ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ગ્રંથોનો ભાવ બરાબર સારી રીતે સમજી શકતા હતા. * વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે વાત્સલ્ય અને પ્રતિભાવ તથા સહનશીલતાના ગુણો પણ નાની ઉંમરમાં જ તેમનામાં વિકસેલા જણાયા હતા. અવધાન-શક્તિ અને જ્યોતિષશાન : અવધાન એટલે અનેક કાર્યો ભૂલ વિના એકસાથે કરવાં અને યાદ રાખવાં. તેમણે સોળ વર્ષની ઉંમરે મોરબીમાં બાર અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. આ પછી અનુક્રમે જામનગરમાં સોળ અને બોટાદમાં બાવન અવધાન તેઓએ કરી બતાવ્યાં હતાં. ૧૯ વર્ષની વયે તેમણે મુંબઈની જાહેરસભામાં શતાવધાનનો પ્રયોગ કર્યો હતો. * અવધાનમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી થોડા કાળ માટે શ્રીમદ્ જ્યોતિષશાસ્ત્ર તરફ વળ્યા હતા. આ બન્ને વિદ્યાઓ ઉપરાંત આંખોથી જોયા વિના માત્ર સ્પર્શ દ્વારા ગ્રંથોને ઓળખવાની અને જીભથી ચાખ્યા વિના વાનગીઓના સ્વાદને જાણવાની અતીન્દ્રિય જ્ઞાનશક્તિ પણ તેમને સિદ્ધ થઈ હતી. આ બધી શક્તિઓ વિષે તે વખતના પ્રબુદ્ધ સમાજનો શો પ્રતિભાવ હતો તેની પ્રતીતિ આપણને મુંબઈ સમાચાર, જામેજમશેદ, ગુજરાતી, Times of India, The Indian Spectator, Bombay Gazzette ઇત્યાદિ વર્તમાનપત્રોમાં માત્ર સમાચારરૂપે જ નહીં પરંતુ તેના અગ્રલેખો દ્વારા સારી રીતે થઈ શકે છે. શતાવધાનની સભામાં તત્કાલીન જન સમાજ દ્વારા તેમને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો, તથા “સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. આ બન્ને પ્રવૃત્તિઓ શ્રીમદે અનુક્રમે ૨૦ વર્ષ અને ૨૪ વર્ષની વયે બિલકુલ બંધ કરી દીધી. અવધાન પ્રયોગથી લોકસંપર્ક વધી જવાની સંભાવના હતી, તેમજ Page #58 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી જ્યોતિષશાસ્ત્ર દ્વારા માત્ર ભૌતિક ઉન્નતિની જ વિશેષ સાંભાવના હતી. આથી તે બન્નેને તેઓએ ‘કલ્પિત’ની શ્રેણીમાં મૂકી દીધાં અને આત્માર્થસંપન્નતા માટે શમ, વૈરાગ્ય, અધ્યયન, ચિંતન અને એકાંતચર્યાને પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું. વેપાર અને વ્યવહાર : આજીવિકા અર્થે શ્રીમદ્ ઝવેરાતનો વેપાર કરતા હતા. સામાજિક ક્રાંતિના ક્ષેત્રે શ્રીમદે સ્રી-કેળવણી, કજોડાના સંબંધનો વિરોધ, આર્યપ્રજાની પડતીનાં કારણો, ખર્ચાળ લગ્નજમણોનો વિરોધ વગેરે વિષયો ઉપર ગદ્ય-પદ્યમય રચનાઓ દ્રારા નવજાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. ૫૭ ગૃહસ્થાશ્રામપ્રવેશ : વિ. સં. ૧૯૪૪માં વીસ વર્ષની વયે શ્રીમદે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ મહેતાના મોટાભાઈ શ્રી પોપટલાલભાઈની સુપુત્રી ઝબકબહેન સાથે તેઓ વિ. સં. ૧૯૪૪ ના મહા સુદ બારસને દિવસે લગ્નગ્રંથિથી જોડાયા. શ્રીમદ્નું ગૃહસ્થાશ્રમમાં રહેવું કોઈ અન્ય કારણે નહીં પણ પૂર્વકર્મથી નિવૃત્ત થઈ જવા માટે હતું એમ માની શકાય. આત્માર્થના સાધકને ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમદ્નું જીવન એક પડકારરૂપ છે. આ બાબત તે સમય દરમિયાન લખેલા અનેક પત્રોમાં સ્પષ્ટ થાય છે: * ‘સ્ત્રીના સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગ-દ્વેષ રાખવા મારી લેશ માત્ર ઇચ્છા નથી પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકયો છું. * ‘બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમે સ્વચ્છતાને બહુ ઇચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો.' * કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.’ ચિંતન, મનન અને આત્મસાક્ષાત્કાર : શ્રીમદ્નું સમસ્ત વ્યક્તિત્વ ગંભીર ચિંતન અને સતત ધર્માભિમુખતાનું પ્રતિબિંબ હોવા છતાં સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમપૂર્ણ વ્યવહારનું પણ આપણને દિગ્દર્શન કરાવી જાય છે. બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણસાન, ગહન શાસ્રાધ્યયન, વધતો જતો વૈરાગ્ય, ‘સત્’ના જ રટણ અને અનુભવની સતત ઝંખના, સતત સદ્ગુણોની વૃદ્ધિનો પુરુષાર્થ અને સત્શાસ્ત્રો દ્વારા જાણેલાં તત્ત્વોના અર્થનું ઉપશમભાવ સહિત અંતર્ ર્દષ્ટિપૂર્વક ઊંડું ચિંતન-મનન, આ બધાં વિવિધ સત્સાધનોના અનુષ્ઠાનથી વિ. સં. ૧૯૪૭માં તેમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયો : ઓગણીસેં સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; ત્ અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ.. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આત્મા જ્ઞાન પામ્યો તે નિ:સંશયછે; ગ્રંથિભેદ થયો ને ત્રણે કાળમાં સત્ય વાત છે.” જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. વિ. સં. ૧૯૪૭માં શ્રીમદ રાળજ મુકામે લખેલાં ચાર કાવ્યો આત્મદર્શનની પ્રસાદીરૂપે આપણને આપ્યાં છે; તેનો આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે બરાબર ઉપયોગ કરી લેવા જેવો છે. તે ચાર કાવ્યો આ પ્રમાણે છે: (૧) હે પ્રભુ ! હે પ્રભુ! શું કહું . . . . . . . (૨) યમ નિયમ સંયમ આપ ક્યિો... (૩) જડ ભાવે જડ પરિણમે... ... (૪) જિનવર કહે છે જ્ઞાન એકાંત સાધનાનો રંગ: અનંતની યાત્રાના રસિક એવા શ્રીમદ્રને શુદ્ધ આત્મશાનની ઉપલબ્ધિ થઈ તોપણ કુટુંબ” અને “લક્ષ્મી બન્નેથી આત્યંતિક વિરક્તિ થઈ શકે તે હેતુથી તેઓ નિયમિત વધુ અને વધુ સમય માટે મુંબઈની બહારનાં વિવિધ નિવૃત્તિક્ષેત્રોમાં રહેવા લાગ્યા; જેથી ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ સાથે પ્રતિબંધ વગર એકાંત અધ્યયન અને ચિંતન-મનનનો યોગ સિદ્ધ થઈ શકે. તેમનો પુરુષાર્થ સમયની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય: (૧) વિ. સં. ૧૯૪૭ થી વિ. સં. ૧૯૫૧ (પ્રથમ તબક્કો) (૨) વિ. સં. ૧૯૫૨ થી દેહવિલય પર્યત (બીજો તબક્કો) પ્રથમ તબકકો : આ તબક્કા દરમિયાન તેમના પુરુષાર્થને અવરોધક ઘણો વિપરીત કર્મોદયનો હતો, તેથી પ્રગતિ પણ તેટલા પ્રમાણમાં મંદ ગતિથી જ થઈ શકે તેમ હતું. આમ અનેક વિપરીત સંજોગો હોવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે તેઓ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નહિ, અને ખૂબ જ સાવધાનીથી આત્માની નિર્મળતા જળવાય અને વધે તેવી સાવધાની રાખ્યા કરતા. જીવનમાં પ્રગટ થયેલી મૈત્રી, પ્રમોદ આદિ ભાવનાઓ વર્ધમાન થાય અને બાહ્યાંતર સંયમ ગ્રહણ પ્રત્યે ઉદ્યમવંત બની શકાય તેવા પ્રયોજનથી તેઓએ જે નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગતો નીચે પ્રમાણે છે: • સમય નિવૃત્તિક્ષેત્ર વિ. સં. ૧૯૪૭ ભાદરવો-આસો રાળજ તથા વવાણિયા વિ. સં. ૧૯૪૮ કાતિક સુદથી માગશર સુદ વવાણિયા, મોરબી, આણંદ વિ. સં. ૧૯૪૯ ભાદરવા માસમાં આઠ-દસ દિવસ પેટલાદ તથા ખંભાત વિ. સં. ૧૯૫૧ લગભગ ૨ માસ વવાણિયા, રાણપુર, ધર્મજ Page #60 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી અંતિમ સાધના અને દેહવિલય [વિ. સં. ૧૯૫૨ થી ૧૯૫૭ ]: આ સમયને તેઓશ્રીની ઉગ્ર આરાધનાનો વિશેષ કાળ ગણી શકાય. ઉપાધિનો યોગ તે દરમિયાન ઓસરતો ગયો અને બાહ્યાંતર અસંગદશા પ્રગટ કરવાની નેમ ઠીક ઠીક અંશે પાર પડી. આ સમય દરમિયાન તેઓ અધ્યયન, ચિંતન, મનન કરતા રહ્યા તેમજ આહારનો, વસ્રોનો, પ્રસંગોનો, દેહાધ્યાસનો તથા અન્યનો દેઢતાપૂર્વક અપરિચય કરતા, જેથી સકળ સંયમી તરીકેનું જીવન આગળ ઉપર અંગીકાર કરી શકાય. ઉત્તરસંડાના જંગલમાં, કાવિઠામાં તથા ઈડરમાં તેઓ જે રીતે ઉગ્ર એકાંતચર્ચામાં રહેતા તે પ્રસાંગોનો મુમુક્ષુઓએ ઉલ્લેખ કર્યો છે. તેમાં રાત્રે તેઓ પોતાની સાથે કોઈને પણ રહેવાની આશા આપતા નહિ, પથારીનો ઉપયોગ કરતા નહિ, એક જ વસ્ત્રનો અને એક જ આહારનો પ્રયોગ કરતા અને પગરખાં પણ વાપરતા નહિ. ડાંસ-મચ્છર, ઠંડી-ગરમી વગે૨ે સમભાવે સહન કરતા અને મૌન-ધ્યાન માટે એકાંત નિર્જન પ્રદેશમાં રહેતા. તેઓ વર્ષના ચાર કે છ માસ કે વધારે સમય સુધી સતત મુંબઈથી બહાર સાધના-ક્ષેત્રોમાં સત્સંગ અને અસંગદશાની સાધના અર્થે રહેતા, પત્રવ્યવહારાદિ પરમાર્થ સિવાય ભાગ્યે જ કરતા અથવા સંક્ષેપમાં કરતા. વિ. સં. ૧૯૫૫માં તેઓએ વ્યાપારાદિનો ત્યાગ કરી માતા પાસે દીક્ષાજીવન અપનાવવાની રજા માગી, પણ બીજા વર્ષે જ તેમના શરીરે તેમને સહકાર આપવાનું છોડી દેતાં વિઘ્ન ઊભું થયું અને વિ. સં. ૧૯૫૭માં તો તેમનો દેહવિલય થયો. નિવૃત્તિસાધનાના આ તબક્કા દરમિયાન તેઓ મુખ્યત: નીચેનાં ગામોમાં રહ્યા : ૫૯ (૧) ચરોતર પ્રદેશ : કાવિઠા, આણંદ, નડિયાદ, ઉત્તરસંડા, વસો, ખેડા, રાળ, વડવા, ખંભાત. મોરબી, વવાણિયા, રાજકોટ, વઢવાણ, (૨) સૌરાષ્ટ્ર પ્રદેશ : સાયલા, વિરમગામ. (૩) અન્ય પ્રદેશો : ઈડર, અમદાવાદ, નરોડા, ધરમપુર, ઇત્યાદિ. આમ, શુદ્ધાત્મશાનના પ્રકાશ પછી પણ તેઓએ સતતપણે આત્મબળની વૃદ્ધિ કરી દેહવિલય પર્યંત મોક્ષમાર્ગમાં પોતાનું પ્રયાણ ચાલુ રાખ્યું હતું. આરાધક-વર્ગ : જેમ જેમ પુષ્પની સુગંધી ફેલાય છે તેમ તેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તે તરફ સ્વયં આકર્ષિત થઈને આવે છે. આ જ પ્રમાણે અનેક જિજ્ઞાસુઓ પોતપોતાની રીતે શ્રીમદ્જી તરફ આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિથી જોતા થઈ ગયા. જેમકે, * શ્રી સોભાગભાઈ : શ્રીમદ્ના સમસ્ત પત્રસાહિત્યનો લગભગ ચોથો ભાગ જેમના ઉપર લખાયેલો છે તેવા સરળતા, સૌમ્યતા, શરણાગતિ, સાચી સંસ્કારિતા અને જિજ્ઞાસાની મૂર્તિસ્વરૂપ શ્રી સોભાગભાઈ શ્રીમદ્ના પરમ સખા હતા. * શ્રી લઘુરાજ સ્વામી : શ્રીમદ્ના આ અનન્ય ઉપાસક ખરેખર મહાન સ્વ-પર કલ્યાણ સાધી ગયા. મૂળમાં સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત થયા હોવા છતાં તેઓએ Page #61 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરા પોતાનું જીવન શ્રીમદ્ગ સર્વથા સમર્પિત કરી દીધું હતું. તેમણે અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા મહાન આત્મકલ્યાણ કર્યું. * શ્રી અંબાલાલભાઈ : તેઓ મૂળ ખંભાતના વતની હતા. તેમની તીવ્ર સ્મરણશક્તિને લીધે શ્રીમદ્ તેમને શાસ્ત્રના કે પત્રોના ઉતારા કરવા માટે આપતા. શ્રીમદુના દેહાવસાન પછી તેમનું સાહિત્ય એકત્રિત કરવામાં અને વ્યવસ્થિત કરવામાં તેઓનો અનન્ય સહયોગ હતો. વિ. સં. ૧૯૬૧માં તેઓનો દેહોત્સર્ગ થયો. * શ્રી જહાભાઈ: શ્રીમના અલ્પકાળના સાન્નિધ્યથી નાની ઉંમરમાં જ આત્મકલ્યાણ કરનાર આ એક મહાન જિજ્ઞાસુ આત્મા હતા. ત્રેવીસ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૯૪૬ માં તેઓનો સ્વર્ગવાસ થયો. * શ્રી મનસુખભાઈ : મોરબીના રહીશ શ્રી મનસુખભાઈ કીરચંદ મહેતાએ શ્રીમદુને થોડા કાળના પરિચયમાં જ જ્ઞાની તરીકે ઓળખી લીધા હતા. શ્રીમદ્ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ હતી. જ ગાંધીજી: ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષોમાં, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાન્ચન્દ્ર અગ્રગણ્ય છે. ઘણા લેખકોએ ગાંધીજીને એક ‘મહાત્મા’ અને શ્રીમદ્રને એક “ધર્માત્મા'નું બિરુદ આપેલું છે. ઉપર્યુક્ત મહાનુભાવો ઉપર શ્રીમદ્ રાજચંદ્રની ખૂબ જ અસર થઈ હતી. પરિણામે તેમના જીવનની દિશા જ બદલાઈ ગઈ ! આ ઉપરાંત બીજા પણ અનેક પુરુષો ઉપર તેમના જીવનની અને બોધની ઠીક ઠીક અસર પડી હતી જેમાં નીચેના મહાનુભાવો મુખ્ય છે : અમદાવાદના શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહ, મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવી, શ્રી માણેકલાલ ઘેલાભાઈ, શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, શ્રી ત્રિભોવન માણેકચંદ, શ્રી ઝવેરભાઈ શેઠ, શ્રી જેસીંગભાઈ ઉજમશી, શ્રી લહેરચંદભાઈ, શ્રી ડુંગરશીભાઈ, ખીમજી દેવજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, છોટાલાલ માણેકચંદ, વિનયચંદ પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે. ( કેટલાક પ્રેરક પ્રસંગો ) “નિષ્કારણ કરૂણા” શ્રીમદ્ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાનો સમય હતો. તેથી બધા ધર્મચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કોઈ બોલાવવા આવ્યું એટલે ઘેર જવું પડ્યું. તેથી ગાડી આવતાં સુધીનો સત્સંગનો લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયો. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા, પણ એ ખેદ શ્રીમદ્ પામી ગયા અને પછીથી ગાડી આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી ૬૧ ન જતાં બધા મુમુક્ષુઓ સાથે મોરબી પાછા ફર્યા અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગનો લાભ આપ્યો. જ્ઞાનીની નિષ્કારણ કરુણા તે આનું નામ! મનને નવરું ન મેલવું'' એક વખન મુનિ મોહનલાલજીએ શ્રીમદુને પ્રશ્ન કર્યો : “મન સ્થિર રહેતું નથી, તો શો ઉપાય કરવો ?” શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું, “એક પળનો સમય પણ નકામો જવા દેવો નહિ. વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું કોઈ સારું પુસ્તક વાંચવું, વિચારવું. એ કાંઈ ન બની શકે તો છેવટ માળા ગણવી. પણ જો મનને નવરું મેલશો તો ક્ષણવારમાં તે સત્યાનાશ વાળી દેશે માટે તેને સવિચારરૂપી ખોરાક આપતા રહેવું. જેમ ઢોરને કાંઈ ને કાંઈ ખાવાનું જોઈએ, દાણાનો ટોપલો આગળ મૂક્યો હોય તો તે ખાધા કરે છે, તેમ મન ઢોર જેવું છે. બીજા વિક૯૫ બંધ કરવા માટે તેને સદ્વિચારરૂપી ખોરાક આપવાની જરૂર છે. મન કહે તેના કરતાં ઊલટું વર્તન કરવું, તેને વશ થઈને તણાઈ જવું નહિ, તેને ગમે તેના કરતાં આપણે બીજે ચાલવું.” ઉપસંહાર: શ્રીમદ્ રાજચંદ્રજીનું વ્યક્તિત્વ મુખ્યત્વે આધ્યાત્મિક રહ્યું છે. જોકે તેમના ટૂંકા આયુષ્યને લીધે તેમનો જીવનસંદેશ તેમની હયાતિમાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ આપણે એ ન ભૂલીએ કે તેઓ માત્ર એક મહાન સંત જ નહીં પણ એક પ્રબુદ્ધ કેળવણીકાર, જન્મજાત કવિ, લોકોત્તર સ્મરણશક્તિધારક, વિશિષ્ટ તર્કપટુતાના સ્વામી, અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના અધિકારી, સમાજસુધારક, અહિંસાસત્યના પ્રયોગવીર અને પૂજારી, સ્ત્રી જાતિની સુધારણાના અને ભારતની સંસ્કૃતિના મહાન હિમાયતી તેમજ સર્વધર્મસમભાવના એક વિશિષ્ટ જ્યોતિર્ધર હતા. બદર્શનના સારરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રી મોક્ષમાળા, અપૂર્વ અવસર અને બીજા અનેક આધ્યાત્મિક પત્રો અને કાવ્યો દ્વારા આધ્યાત્મિક સાધકોને, અને સમાજ તથા ધર્મની નીતિમત્તાનાં ધોરણોને ઊંચે લાવવા નિષ્પક્ષપણે ઉચ્ચ કક્ષાનું સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને ગમે તે કારણોસર આપણે યથાર્થપણે ઓળખી શક્યા નથી, અને તેમના ઉપદેશનો યથાયોગ્ય લાભ પણ લઈ શક્યા નથી. કેવળ ભાવુકતા કે કેવળ દોષદર્શનને બાજુમાં રાખી, ખરેખર તટસ્થ બની આપણે સૌ જો તેમને ઓળખીશું તો તે આપણને ઘણા લાભનું કારણ બનશે. દૂર-સુદૂરના લોકોને ને પણ તેમણે બોધેલા શાશ્વત સત્ય-સિદ્ધાંતોની જાણ થવાની સાથે સાથે શાંતિ, પ્રેમ, સદ્ગુણ પ્રત્યેનો પ્રમોદ, વિચારોની સહિષ્ણુતા, સાત્વિકતા, સત્ય-અહિંસા અને વિશ્વબંધુત્વનો સમાજમાં ફેલાવો થશે; પરિણામે સૌ કોઈનું કલ્યાણ થશે. શ્રીમની ઉપદેશ પ્રસાદી” શ્રીમદે ૩૩ વર્ષની ટૂંકી જિંદગીમાં આપણને ઘણો વિસ્તૃત, પરમ ઉપકારક અને સર્વગ્રાહી બોધ આપ્યો છે. અહીં તો માત્ર સામાન્ય વાચકવર્ગ માટે તેમના ઉપદેશમાંથી Page #63 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વિશેષ ઉપકારી, સરળ અને વ્યવહારજીવનમાં ઉપયોગી થોડીક સામગ્રી સંક્ષેપમાં રજૂ કરીએ છીએ. સૌ કોઈને જીવન ઉન્નત બનાવવાની તે પ્રેરણા આપે છે. ૧. સામાન્ય સદાચાર અને નીતિ-ન્યાય (૧) સર્વ જીવોમાં સમદષ્ટિ. કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, તેની પાસે થી ગજા ઉપરાંત કામ લેવું નહીં. (૨) જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરીશ તો જિંદગી સુખરૂપ અને લાંબી લાગશે. (૩) જે સંસારપ્રવૃત્તિથી આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. (૪) પવિત્રતાનું મૂળ સદાચાર છે. ૨. માનવદેહ (૧) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળ થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. (૨) સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા, મહદ્અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે, આમ છતાં સુખને બદલે દુ:ખ સ્વીકારે છે; આવું માત્ર મોહદેષ્ટિને લીધે જ બને છે. ૩. વૈરાગ્ય (૧) ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. (૨) વૈરાગ્ય જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. (૩) પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ-વૈરાગ વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. પુરુષનું એક પણ વચન સાંભળીને પોતાના વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષો ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. (૪) તૌરાગ્યાદિ સફળતો, જો સહ આનમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, નો ભૂલે નિજ ભાન. ૪. જ્ઞાન * જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે શાન. * જ્ઞાન દોરો પરોવેલ સોય જેવું છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોય તો સંસારમાં ભૂલું પડાતું નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી * જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે અને સાચાને સાચું જાણે છે તે જ્ઞાન છે. * એકમાત્ર આત્મજ્ઞાન જ ફલેશોથી અને સર્વ દુ:ખોથી મુક્ત થવાનો ઉપાય છે. વિચાર વિના આત્મજ્ઞાન સંભવતું નથી અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત્ માત્ર સંશય નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણવાનો એકમાત્ર હેતુ છે. જો આત્મશાન ન થાય તો સર્વ પદાર્થોનું જ્ઞાન નિષ્ફળ છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. ૫. દોહરા જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૮. વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બેરિસ્ટર જેમણે પોતાનાં તન, મન અને ધન વગેરે બધી શક્તિઓનો વિદેશોમાં જેનધર્મનો પ્રચાર કરવામાં સદુપયોગ કર્યો હતો તેવા બૅરિસ્ટર શ્રી રાંપતરાય, અર્વાચીન યુગના એક દૃઢનિશ્ચયી, ભેખધારી અને જૈનશાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધા રાખનાર મહાન પુરુષ ગણાય છે. બાળપણ અને અભ્યાસ : ભારતના પાટનગર દિલ્હીમાં જેનોનો વસવાટ ઘણા સૈકાઓથી છે. અહીં તેઓએ સ્વતંત્ર વેપારધંધો કર્યો છે, અથવા રાજાઓ અને બાદશાહોના અંગત મંત્રીઓ, કારભારીઓ કે ઝવેરીઓ તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં દિલ્હીમાં આવેલી રૌનસુખદાસજીની હવેલીમાં, લાલા ચન્દ્રામલજી તથા માતા પાર્વતીદેવીને ઘેર શ્રી ચંપતરાયનો જન્મ ઈ. સ. ૧૮૭૨ ની આસપાસ થયો હતો. માતાપિતામાં પરંપરાથી જ જૈનધર્મના સંસ્કારો દઢ હતા, જેથી દેવદર્શન, પૂજન, શાસ્ત્રવાંચન, રાત્રિભોજનત્યાગ, પ્રતિજ્ઞાનું દઢ પાલન વગેરે ગુણો સહજ રીતે બાળકમાં પણ ઊતરી આવ્યા. પતરાયજીને ત્રણ મોટા ભાઈઓ હતા, પરંતુ બધા જ બે-ત્રણ વર્ષની ઉંમરમાં ગુજરી જવાથી તેઓને માતા-પિતાના એકમાત્ર ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બૅરિસ્ટર સંતાન તરીકેનો સ્નેહ મળ્યો. પરંતુ છ વર્ષની ઉંમર થતાં માતાનું અવસાન થયું અને સાત વર્ષની ઉંમરે તેમના બાપુજી (પિતાના મોટા ભાઈ) લાલા સોહનલાલ બાંકેલાલે તેમને દત્તક લઈ લીધા. તે વખતે લાલા સોહનલાલજી દિલ્હીના શ્રીમંતોમાં અગ્રગણ્ય ગણાતા હતા. “કાલા મહેલ” નામની પ્રાઇવેટ નિશાળમાં તેમની પ્રારંભિક શિક્ષા થઈ. પૂર્વપુણ્યથી તેમની શારીરિક સંપત્તિ અને દેહસૌંદર્ય અપૂર્વ હતાં. તેમની બુદ્ધિશક્તિ પણ તીવ્ર હતી. તેથી મૅટ્રિકની પરીક્ષા તેમણે પ્રથમ શ્રેણીમાં પાસ કરીને દિલ્હીની પ્રસિદ્ધ સેન્ટ સ્ટીફન કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. શિક્ષણની ઉચ્ચ કક્ષાની કારકિર્દીને ધ્યાનમાં લઈને તેમને ઈ. સ. ૧૮૯૨ માં બૅરિસ્ટરનું શિક્ષણ લેવા ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા, જ્યાંથી ઈ. સ. ૧૮૯૭ માં તેઓ બૅરિસ્ટર થઈને ભારત પાછા ફર્યા. ૬૫ કુટુંબજીવન અને વ્યવસાય : તે વખતના સામાજિક રિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે તેમનો વિવાહ–સંબંધ, દિલ્હી બાર ઍસોસિયેશનના પ્રમુખ અને દિલ્હી જૈન સમાજના સરપંચ લાલા પ્યારેલાલજી(M.L.A.)ની સુપુત્રી સાથે થઈ ગયો હતો. પરંતુ વિધિના લેખ કંઈક જુદા જ હતા, જે બાલિકા સાથે તેમનો સંબંધ થયો હતો તે પાગલ નીકળી અને કયારેય સાસરે આવી જ નહીં. બીજા લગ્નનો પ્રસ્તાવ ચંપતરાયજીએ અમાન્ય કર્યો અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું. બૅરિસ્ટરીના અભ્યાસ માટે ઇંગ્લેન્ડમાં પ્રથમ પાંચ વર્ષના વસવાટ દરમિયાન તેમના પર પાશ્ચાત્ય જીવનની ઘણી અસર થઈ ગઈ હતી. સ્વદેશ પાછા ફર્યા પછી પણ તેઓ પ્રારંભમાં પોતાને “ભણેલા–સુધરેલા ઊંચા” માનતા હતા. મોટા અને સફળ વકીલ તરીકેની તેમની કારકિર્દીની સુવાસ થોડાં વર્ષોમાં જ સર્વત્ર પ્રસરી ગઈ અને તેઓ અવધની હાઈકોર્ટમાં ક્રિમિનલ વિભાગના મુખ્ય બૅરિસ્ટર બની ગયા. આવી સફળતા મળવા છતાં તેમણે પ્રમાણિકતા અને સચ્ચાઈ છોડી નહોતી. તેઓ થોડા જ કેસ લેતા અને કોઈ ખોટો કેસ આવે તો પહેલેથી જ ના કહી દેતા. જુનિયર વકીલોને તેઓ દરેક જાતનું પ્રોત્સાહન આપતા. તેઓ ત્યાં ‘Uncle Jain' (જૈન ચાચા) તરીકે ઓળખાવા લાગ્યા હતા. જીવન-પરિવર્તનનો પ્રસંગ : તેમને તેમના કાકા સસરા લાલા રંગીલાલજી સાથે ખૂબ જ નિકટનો સંબંધ હતો. રંગીલાલજીનું નાની વયમાં આકસ્મિક મૃત્યુ થયું, જેની ચંપતરાયજી પર અસાધારણ અસર થઈ. કોઈ ઉપાયથી તેમના મનનું સમાધાન થયું નહીં. સ્વામી રામતીર્થનું પણ થોડું સાહિત્ય તેમણે વાંચ્યું. પરંતુ આખરે આરા નિવાસી બાબુ દેવેન્દ્રકુમારજીએ જ્યારે ઈ. સ. ૧૯૧૩માં તેમને જૈનધર્મના ગ્રંથો વાંચવા આપ્યા અને જયારે તેમણે તે ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું ત્યારે જ તેમને શાંતિ અને સમાધાનની પ્રાપ્તિ થઈ. આ શાંતિ અને સમાધાન જ તેમના જીવનનું આમૂલ પરિવર્તન કરનારી હકીકત સાબિત થઈ. એકાદ વર્ષની અંદર જ સૂટ-બૂટ-ટાઈનો વેષ ધારણ કરનારા આ બૅરિસ્ટર બદલાઈને એક ધાર્મિક પુરુષ–ધર્મપ્રચારક સંત–બની ગયા તેમજ તદ્દન સાદાં કપડાં અને સાદા જીવનમાં આવી ગયા. એક દિવસમાં ૨૫ સિગારેટ પીનારે સિગારેટનો ૩| અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #67 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સર્વથા ત્યાગ કરી દીધો. એકાંતમાં મનન, વાંચન, સત્યની શોધ અને શાંતિમય જીવનની પ્રાપ્તિ એ જ તેમના જીવનનાં ધ્યેય બની ગયાં. જીવનની દિશાએ ૧૮૦ ડિગ્રીનો ફેરફાર અનુભવ્યો. આ સમયે તેમની ઉંમર લગભગ ૪૦-૪૨ વર્ષની હતી. જે જ્ઞાનથી પોતાને શાંતિનો અપૂર્વ લાભ થયો તે જ્ઞાનથી જગતના ઘણા મનુષ્યોને શાંતિનો અને સાચી જીવનદિશાનો લાભ થાઓ, તેવા મંગળમય હેતુથી તેઓ જિનવાણીના પ્રચાર-પ્રસારમાં અને સમાજ-સેવાનાં કાર્યોમાં લાગી ગયા. ધર્મ-સેવા અને સમાજ-સેવા : જીવનને ખરેખર સ્વલ્પર માટે ઉપકારક બનાવવા તેમણે પ્રથમ પોતાના અંગત જીવનના શુદ્ધીકરણનો પ્રયોગ શરૂ ક્ય. અહિંસા, સત્ય આદિ અણુવ્રતોનું પાલન તો તેઓ પહેલેથી જ કરતા હતા, અચૌર્યવ્રતના પાલનમાં તેઓ એટલા સાવધાન રહેતા કે રેલવેની મુસાફરીમાં સામાન એક-બે કિલો વધારે હોય તો વજન કરાવી જે ભાડું થતું હોય તે આપી દેતા. જયારે તેમને બીજા લગ્ન માટે કે દત્તક પુત્ર લેવા માટે દબાણ કરવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો કે સંતતિ નહીં કર્મ દ્વારા જ માણસ ખરેખર મહાન થઈ યશને પ્રાપ્ત કરી શકે છે. પરિગ્રહ પરિમાણ બાબત તેઓએ પોતાની લગભગ બધી જ સંપત્તિ જ્ઞાન-પ્રચારના કાર્યો માટે વાપરી અને છેલ્લે જે ૨,૧૪,૭૮૫ રૂપિયા બચ્યા હતા તેને સત્સાહિત્યના પ્રચાર માટે વાપરવાના આશયથી એક ટ્રસ્ટ બનાવ્યું. પૈસા અને કીર્તિ માટે તેમણે મોહ રાખ્યો જ નહોતો અને જ્યારે સમાજ તરફથી “વિદ્યાવારિધિ” કે “જૈનદર્શન દિવાકર” તરીકે તેમનું સન્માન થયું ત્યારે પણ સમાજને ભવિષ્યમાં આવું આયોજન ન કરવા માટે જાહેરમાં જ સ્પષ્ટતા કરી દીધી હતી. ઈ. સ. ૧૯૨૬ માં તેઓએ અર્થોપાર્જન કરવાની બધી જ પ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કર્યો. આ પ્રમાણે પોતાના જીવનની શુદ્ધિ કરી તેઓએ સમાજસેવામાં પૂર્ણ યોગદાન આપ્યું. સન ૧૯૨૩માં દિગંબર જૈન મહાસભા જ્યારે ઉદાર નીતિઓ અને જમાનાને અનુરૂપ સુધારણાઓ સ્વીકારવા અસમર્થ બની ત્યારે અ.ભા.દિ. જૈન પરિષદની સ્થાપના થઈ અને તેના એક સંસ્થાપક અને આજીવન સંરક્ષક તરીકે તેઓએ કાર્ય કર્યું. તેમણે યુવકોને પણ તેમાં રસ લેતા કર્યા. શ્રી સમેતશિખર તીર્થની રક્ષાના સંબંધમાં વિશિષ્ટ યોગદાન, દિગંબર મુનિઓના વિહારને સંવિધાનની સંમતિ, જેન રથોને સરઘસાકારે જાહેરમાં કાઢવાની પરવાનગી, કુડચીના અત્યાચારો વિરુદ્ધ લડનની પાર્લામેન્ટ સુધી અવાજ પહોંચાડવો, જૈન પુરાતત્ત્વ સંબંધી સંશોધન વગેરે અનેક બાબતોમાં સક્રિય રસ લઈને જૈનધર્મ અને સમાજ પ્રત્યેનો પોતાનો અંતરનો પ્રેમ તેઓએ વ્યક્ત કર્યો હતો. - જૈન સાહિત્યના પરમ ઉપાસક અને પ્રચારક શ્રી ચંપતરાયજીનો જીવનસંદેશ નીચેના શબ્દો દ્વારા પ્રકટ થયો છે : “હે જેનો! તમારો ધર્મ સર્વશ પ્રણીત હોવાથી પૂર્ણ વૈજ્ઞાનિક છે. તમો તમારાં શાસ્ત્રોને પરીક્ષા-પ્રધાન થઈ વાંચો અને વિચારો, તેમાં કહેલા સત્યશાશ્વત સિદ્ધાંતોનો અનુભવ કરો અને આધુનિક ઢબથી નિષ્પક્ષપણે તે ધર્મની રજૂઆત કરો. આથી સામાન્ય વ્યક્તિને પણ તેના તરફ રુચિ અને આકર્ષણ થશે.” Page #68 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બૅરિસ્ટર આ કાર્ય કરવા માટે તમારે વિદ્રાન અને સદાચારી યુવકો તૈયાર કરવા પડશે. જેઓ દેશની વિવિધ ભાષાઓમાં અને અંગ્રેજીમાં ધર્મના સિદ્ધાંતો સમજાવી શકે. ભાષા, વ્યાકરણ, ન્યાય, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને અધ્યાત્મ-સાધના વગેરે વિષયોના નિષ્ણાત તૈયાર કરવા માટે એક મધ્યસ્થ વિશ્વવિદ્યાલયની જરૂર છે અને તેના સુચારુ સંચાલન માટે પોતાની નાની નાની વ્યાવહારિક ક્રિયાઓ અને ઉપાસનાપદ્ધતિને ગૌણ સમજી મહાવીર પ્રભુની અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની મૂળ વાતો પર સહમત થવાનો સૌ જેનોએ પ્રયત્ન કરવો પડશે; ત્યારે જ વિશ્વને જૈન ધર્મ વિશ્વધર્મ થવાની પાત્રતા ધરાવે છે તેની પ્રતીતિ થશે. જૈન ધર્મને તેઓ કોઈ અમુક જાતિ, જ્ઞાતિ કે કોમનો ધર્મ નહોતા માનતા પણ સાર્વજનિક અને સર્વકાલીન સત્યનું પ્રતિપાદન કરનારી એક વૈજ્ઞાનિક પદ્ધતિ માનતા હતા. યુરોપ અને અમેરિકામાં તેઓ ઘણાં વર્ષો સુધી રહ્યા. આધુનિક શૈલીમાં સાહિત્યની રચના કરી તેઓએ અનેક જૈન ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો. તેમની મુખ્ય-મુખ્ય રચનાઓ નીચે પ્રમાણે છે : (1) Key To Knowledge (2) Confluence of Opposites (3) Fundamentals of Jainism (4) Householder's Dharma (5) Jainism and World-Problems (6) Cosmology : Old and New જૈન ધર્મના સિદ્ધાંતોને તેમણે પોતાની કૃતિઓમાં યથાર્થ રીતે અને આધુનિક શૈલીમાં રજૂ કર્યા છે. ઉપરાંત, અન્ય દર્શનો સાથે તેમનું તુલનાત્મક અધ્યયન પણ રજૂ કર્યું છે, જેથી વિવિધ ધર્મ-દર્શનના અભ્યાસીઓ પણ તેમાં સારી રીતે રસ લઈ શકે. આવા વિશાળ અને ઊંડા અધ્યયનને લીધે જ કાશીના ધર્મ મહામંડળ તેમનું વિદ્યાવારિધિ' તરીકે સન્માન કર્યું હતું, જે તેમની અગાધ વિદ્વત્તાનું સૂચક છે. જૈન ધર્મનું સાહિત્ય વિદેશોમાં પણ ઉપલબ્ધ બની શકે તે હેતુથી તેમણે લંડનમાં જૈન પુસ્તકાલયની સ્થાપના કરી હતી અને યુરોપનાં અનેક વિશ્વવિદ્યાલયોમાં જૈન ગ્રંથો ભેટ રૂપે મોકલ્યા હતા. એકલવીરની અંતિમ યાત્રા : અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓમાં નિરંતર રોકાયેલા અને ભારતના અનેક પ્રદેશો તેમજ દેશવિદેશની ધર્મયાત્રાઓ કરતા શ્રી ચંપતરાયજી લગભગ ૬૦ વર્ષ ઉપર પહોંચી ગયા હતા. ઈ. સ. ૧૯૩૭થી તેમનું સ્વાથ્ય કથળવા લાગ્યું હતું. તેથી તેમણે ભારત આવવાનો અને અહીં જ રહીને શાંતિપૂર્વક દેહત્યાગ કરવાનો નિર્ણય લીધો. તેમના વિલાયતના મિત્રોએ બહુ સમજાવ્યા કે ક્ષયરોગનો ઇલાજ ઇંગ્લેન્ડમાં વધુ સારી રીતે થઈ શકશે પણ તેઓ માન્યા નહીં અને ભારત પાછા ફર્યા. અહીં થોડો વખત દિલહીમાં અને ત્યાર પછી મુંબઈમાં ઇલાજ કરાવ્યો પરંતુ કોઈ પણ ઉપચાર સફળ થયો નહીં. Page #69 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો છેલ્લા થોડા સમય માટે તેઓ દવા કરાવવા કરાંચી ગયા. અહીં તેમને થોડા સમય માટે કંઈક ઠીક લાગ્યું પણ શરીરમાં રોગનાં ચિહ્નો વધતાં જ ગયાં અને આખરે દિનાંક ૨-૬–૧૯૪૨ ના દિવસે તેઓ આ ફાની દુનિયાને છોડીને કાયમ માટે પ્રયાણ કરી ગયા. આ સમાચાર સમસ્ત જૈન સમાજ માટે ઘણા જ આઘાતજનક હતા, કારણ કે જૈનશાસનનો એક મહાન સેવક-નરબંકો અનંતની યાત્રાએ જતાં વિદેશમાં ધર્મપ્રચારનું કામ તત્કાળ તો ખોરંભે પડી ગયું. ૬૮ વિચારકણિકાઓ : ( ૧) “જૈન ધર્મના ઉત્થાન માટે સ્વાર્થત્યાગ અને આત્મબલિદાનની નિતાન્ત આવશ્યકતા છે. અત્યાચારથી ડરવાની જરૂર નથી, પરંતુ ન્યાયની રક્ષા માટે—ધર્મરક્ષા માટે લડી લેવું જરૂરી છે. સૌતાજીની રક્ષા માટે શ્રી રામચન્દ્રજીને પણ યુદ્ધ કરવું પડયું હતું. શ્રી રામ, સુગ્રીવ, હનુમાન સર્વ તદ્દ્ભવ મોક્ષગામી મહાપુરુષો હતા. અહિંસા કાયરતા નહીં, પણ વીરતા પ્રદાન કરનારું ઉત્તમ શસ્ત્ર છે. ’’ ( ૨ ) “જૈનમંદિરોમાં લૌકિક આકાંક્ષાઓ માટે જવાની જરૂરી નથી. જૈનમંદિરો ભિક્ષુકગૃહો નથી. તે તો મોક્ષાભિલાષીઓ, નિર્પ્રન્થ પદના ઇચ્છુકો અને વીતરાગી બનવાની અભિલાષા સેવનારાઓ માટેનાં પ્રેરણાસ્થાન છે.” ( ૩ ) “જૈન ધર્મ તો પારસ-મણિ સમાન છે; જે લોઢા સમાન અશુદ્ધ સંસારી જીવને સુવર્ણતુલ્ય શુદ્ધસિદ્ધ બનાવી દે છે.” Page #70 -------------------------------------------------------------------------- ________________ ૯. સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ જીવનપરિચય : શ્રીમદ્ વિજયવલ્લભસૂરિનો જન્મ ગરવી ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વડોદરામાં વિ. સં. ૧૯૨૭ ના કારતક સુદ બીજ(ભાઈબીજ)ના દિવસે થયો હતો. તેમની માતાનું નામ ઇચ્છાબાઈ, પિતાનું નામ દીપચંદભાઈ અને તેમનું પોતાનું બાળપણનું નામ છગનભાઈ હતું. તેમના પરિવારમાં બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો પણ હતા. જૈન ધર્મના સંસ્કારોની પ્રાપ્તિ આ કુટુંબને પરંપરાથી થઈ હતી. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો ઠીક-ઠીક પ્રમાણમાં દેઢ થયેલા હતા. તેમાં પણ માતા ઇચ્છાબાઈની ધર્મભાવના વધારે દેઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને નિર્મળતાનું બાળકમાં સહજપણે સિંચન થયું હતું. પણ કુદરતને આ વાત લાંબો સમય માન્ય નહોતી. બાળપણમાં જ પિતા દીપચંદજીનો વિયોગ થયો. માતા પણ બાળકને લાંબા સમય સુધી સંસ્કારવારસો આપી શકી નહિ. તેણીના પરલોકગમનનો કાળ પણ આવી પહોંચ્યો. અંતિમ ક્ષણોમાં માતાએ બાળકને કહેલું, ‘“હે વત્સ ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” તે વખતે બાળક ૧૦-૧૨ વર્ષનો હતો, છતાં તેના કુમળા માનસ પર આ શબ્દોની અમીટ અસર પડી. ૬૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિરો - વૈરાગ્ય અને ગુરુપ્રાપ્તિ : માબાપના વસમા વિરહની વાત દુનિયામાં જાણીતી છે. કુમળી વયના આ બાળકને થોડા થોડા સમયને અંતરે પ્રથમ પિતા અને પછી માતાનો વિયોગ થયો. એટલે તેના બાળમાનસ પર ઘેરી છાપ પડી. એક-એક દિવસ પસાર કરવાનું એને માટે અકારું થઈ પડ્યું. સાતમા ધોરણ સુધીનો શાળાનો અભ્યાસ માંડ માંડ પૂરો થયો ત્યાં સુધી આ બાળકનું મન મંદિર, ઉપાશ્રય અને સાધુસંતોના સમાગમમાં જ રહ્યું. આ હકીકત તેમના પૂર્વભવના કંઈક ગહન ધર્મસંસ્કારોની સૂચક હતી. એનું મન ધંધા-વેપારમાં, ઘરના કામકાજમાં કે દુનિયાની વાતોમાં પરોવાતું ન હનું પણ જાણે અગમનિગમની ઝંખનામાં હોય તેમ લાગતું હતું. ત્યાં તો યોગાનુયોગે એક અલૌકિક બનાવ બન્યો. પારસ ગજવેલનો યોગ : કોઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન તેના સંત-સગુરુ-માર્ગદર્શકનું હોય છે. તેમાંય જો કોઈ યુગપ્રધાન મહાપુરુષનો યોગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પુણ્યનો ઉદય જ ગણાય. તેથી જ કહ્યું છે : “પારસ મેં ઔર સંત મેં, બડો અંતરો જાન; વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી, પલ પલ મેં કંઈ બાર; પશુ મેટ હરિ જન કિયા, કછુ ન લાગી વાર.” વિ. સં. ૧૯૪૨નું વર્ષ. શાન-સંયમની મૂર્તિસમાં યુગપ્રધાન આચાર્યશ્રી આત્મારામજીનું વડોદરામાં આગમન થયું. તેમનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્ય-વાસિત છગનલાલના મનરૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો! એનું ચિત્ત તે શબ્દો અને સૌમ્ય મુદ્રાથી વધાઈ ગયું! એણે જાણે મનોમન પોતાનું જીવન ગુરુજીને ચરણે ધરી દેવાનો નિશ્ચય કરી લીધો. બોધદાતા ગુરુ પણ કેવા ! પોતાની પરમ પ્રણાના આધારે શાશ્વત સત્યની શોધ પાછળ લાગેલા. પંજાબમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા. દીક્ષિત પણ ત્યાં જ થયા. જૈનશાસ્ત્રના અવગાહનથી પ્રભુ-મૂર્તિના અવલંબનને આત્માના ઉદ્ધારનું પ્રબળ સાધન માનીને તેનો જાહેરમાં સ્વીકાર કર્યો. તેઓએ વિશાળ દૃષ્ટિ, માનવતાભર્યું હૃદય, સગુણપ્રાપ્તિ પ્રત્યેનો સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈન સાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃન્દ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જેન ધર્માનુયાયીઓમાં અપૂર્વ જાગૃતિનાં પૂર આણ્યાં અને વિશદ મૌલિક સાહિત્યની રચના કરી. જયારે પૂ. આત્મારામજીનું પ્રવચન પૂરું થયું અને સૌ પોતપોતાને સ્થાને ગયા ત્યારે પણ બાળક છગન એકલો બેસી રહેલો. તેને જોઈને આચાર્યશ્રીએ પૂછયું: “હે વત્સ! તું કેમ અહીં બેઠો છે? તારે શું દુ:ખ છે? શું તારે ધનાદિની જરૂર છે?” કિશોરે હકારમાં જવાબ આપ્યો. Page #72 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ આચાર્યશ્રીએ પૂછ્યું, ‘કેટલું ધન જોઈએ ?’ ‘ધણું, કોઈ દિવસ ન ખૂટે એવું; જેવું તમારી પાસે છે તેવું.’ ૭૧ આ સાંભળી આચાર્યશ્રી પ્રસન્ન થયા. તેમણે મનમાં ધારેલું જ કે આ કિશોર હોનહાર લાગે છે. અને તે સાચું પડયું. બાળકે દીક્ષાની માંગણી કરી અને દક્ષ આચાર્યશ્રીએ તેની આશા યથાસમયે જરૂર પૂરી થશે તેવું આશ્વાસન આપી તેને વિદાય કર્યો. દીના, શાસ્ત્રાભ્યાસ અને ગુરુવિયોગ : ઉત્તર ગુજરાતની રાધનપુર નગરી. અહીં જૈનોની ખાસી વસ્તી છે. વિ. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ તેમના શિષ્યો પ્રશિષ્યો સહિત ચાતુર્માસ માટે અહીં બિરાજમાન હતા. બાળક છગનલાલની મનોકામના પૂર્ણ થવાની હતી. કુટુંબીજનોની સંમતિ મળતાં વૈશાખ સુદ ૧૩ના રોજ મુનિ પૂ. શ્રી હર્ષવિજયજીના હાથે તેમને દીક્ષા આપવામાં આવી અને દાદા ગુરુએ નામ આપ્યું ‘મુનિ વિજયવલ્લભ’. ત્યાગમાર્ગના નવા નવા પ્રવાસી બનેલા નાના છગનલાલના લલાટમાં જનમનના વલ્લભ બનવાનું જ લખાયેલું હશે ! વિ. સં. ૧૯૪૩ માં રાધનપુર, વિ. સં. ૧૯૪૪ માં મહેસાણા અને વિ. સં. ૧૯૪૫માં પાલીમાં—એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનની જપ, તપ, રસાસ્વાદત્યાગ, પ્રતિક્રમણ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિ વિજયવલ્લભ (છગનલાલ) સ્થિર થતા ગયા. બીજી બાજુ ‘ભાઈજી મહારાજના માનભર્યા નામથી ઓળખાતા પોતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાસ્ત્રોમાં અવગાહન પણ કરતા ગયા અને ત્યાગીજીવન વિકાસના પંથે આગેકદમ બઢાવતા ગયા. આ સમય દરમ્યાન મુનિ વલ્લભને બે બાજુનું જોરદાર ખેંચાણ રહ્યા કરતું હતું. હૃદયના સિહાસન પર તો પહેલા પ્રવચનથી જ બિરાજમાન કર્યા હતા દાદા ગુરુશ્રી આત્મારામજી મહારાજને, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષવિજયજીની નાજુક તબિયતને લીધે મોટા ભાગે તેમની સેવામાં રહેવાની પણ એટલી જ જરૂર હતી. શાનવૃદ્ધિ થોડી મોડી થશે તો વાંધો નહિ પણ ગુરુજીની સેવા-શુશ્રુષામાં કંઈ પણ ખામી ન જ આવવી જોઈએ એમ માનનાર વલ્લભ ખડે પગે ગુરુસેવામાં રત રહી પોતાના અંતરમળને આ અંતસ્તાપ (વૈયાવૃત્ય) દ્વારા ખૂબ ઉત્સાહ અને ત્વરાથી સાફ કરી રહ્યા હતા. વિ. સં. ૧૯૪૬ના ચોમાસામાં ગુરુજી સાથે દિલ્હીમાં મુકામ થયો. આ સમયે દાદાગુરુજીને અંબાલામાં યોમાસું હતું. સમસ્ત સંધ ને મુનિઓએ શ્રી હર્ષવિજયજીની સેવામાં કશી કચાશ નહોતી રાખી. તો પણ બીમારી અસાધ્ય રહી અને વિ. સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ ના રોજ તેઓ કાળધર્મ પામ્યા. મુનિ વિજયવલ્લભના ઉદાસ દિલને સૌએ સાંત્વના આપી પણ તેનું અંતર તો દાદાગુરુ શ્રી આત્મારામજીના ચરણસાંનિધ્ય અને હૃદયવાત્સલ્ય વિના કયાંય પણ શાંતિ પામે તેમ નહોતું. પોતાના બે ગુરુ ભાઈઓ સાથે દિલ્હીના સંધની વિદાય લઈ તેમણે દાદાગુરુના નિવાસ-સ્થળ પ્રતિ પ્રયાણ કર્યું. તેમના ચરણકમળનો આશ્રય મળતાં જ અશ્રુધારાથી ગુરુવિરહની વાત Page #73 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિધરી જણાવી. આગળ ઉપર હજુ ઘણું જીવનકાર્ય કરવાનું બાકી છે તેમ કહી દાદાગુરુએ સાંત્વના આપી “વલ્લભ'ને હંફથી ભરી દીધો. મેરગુરૂના ચરણમાં જીવનની આગેકૂચ : છેલ્લાં ત્રણ વર્ષમાં ગુરુસેવાની સાથે સાથે શાસ્ત્રોનો પણ ઠીક ઠીક અભ્યાસ થઈ ગયો હતો. આગળ પણ આ યુવાન મુનિ પાસે વધારે અભ્યાસ કરાવીને ધર્મ અને દર્શનના જુદાજુદા વિષયો પર તેને નિષ્ણાત અધિકારી બનાવવાની સમાજની ભાવના હતી. આ ભાવનાને સાકાર કરવા માટે ૧૯૪૬ના ચાતુર્માસ પછી ૧૯૪૭માં પટ્ટી ગામે પ. ઉત્તમચંદજી પાસે અને અમૃતસર મુકામે ૫. કર્મચન્દ્રજી પાસે મુનિશ્રીને વિદ્યાભ્યાસ કરાવવાનો પ્રયત્ન થયો, પણ તેમાં અનેક કારણોને લીધે આંશિક સફળતા જ મળી. વિ. સં. ૧૯૪૮માં દાદાગુરુ સાથે ચાતુર્માસ અંબાલામાં થયું. આ સમય દરમિયાન પૂ. દાદાગુરુની યશોગાથા સમસ્ત ઉત્તર ભારતમાં અને દેશાવરોમાં પણ પહોંચી ગઈ હતી. તેઓની પ્રેરણાથી શિકાગોની વિશ્વધર્મપરિષદમાં વિદ્વાન વક્તા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલવામાં આવ્યા. તેમણે અમેરિકા તથા યુરોપમાં ઠીક ઠીક ધર્મપ્રચાર કર્યો. વિજયવલભજી આ બધી વાતો અને પ્રસંગોના પ્રત્યક્ષ સાક્ષી હતા, તેથી તેમનામાં જ્ઞાનપ્રાપ્તિનું મહત્ત્વ વિશેષપણે દઢ થયું. ભારતના ઈતિહાસમાં આ કાળ સંક્રાંતિનો હતો. નવા જમાનાની હવા ધીમે ધીમે ચોમેર પ્રસરી રહી હતી. એક વાત સૌ કોઈના ખ્યાલમાં આવી ગઈ હતી કે જે સમાજ વિદ્યા–અધ્યયન અને સર્વાગી કેળવણીમાં પછાત રહી જશે તે સમાજનો વિકાસ અટકી જશે. આ વાતને સંપૂર્ણ રીતે સમજનારી આત્મારામ-વિજયવલ્લભની જોડીએ મનોમન વિચાર્યું કે હવે ઠેર ઠેર જિનમંદિરોને બદલે સરસ્વતી મંદિરોની સ્થાપના થવી જોઈએ. સમાજ સારી રીતે કેળવણી લેતો થાય તે માટે તેમણે એક સર્વાગી યોજનાનો વિચાર કરી તેને મૂર્ત સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. પણ એ જ અરસામાં એટલે કે વિ. સં. ૧૫રમાં વિધિએ ગુજરાનવાલા મુકામે દાદાગુરુના દેહનો કોળિયો કરી લીધો. પરંતુ તે પહેલાં સર્વે ધીમંતો અને શ્રીમંતોનો સહકાર મેળવીને આ મહાભારત કાર્યને આગળ ધપાવવાની મુખ્ય જવાબદારી દાદાગુરુએ વિજયવલ્લભજીને સોંપી દીધી હતી. દાદાગુરુના વિયોગજનિત દુ:ખથી બહાર આવીને આચાર્યશ્રીએ પંજાબમાં નીચે જણાવેલી પ્રવૃત્તિઓ આદરવાનો સંકલ્પ કર્યો : (૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિ-મંદિરની સ્થાપના. (૩) ઠેર-ઠેર જૈન પાઠશાળાઓની સ્થાપના. (૪) “આત્માનંદ (વિજયાનંદ)-પત્રિકા'નું પ્રકાશન. પોતાના જીવનકાળ દરમ્યાન વહેલા-મોડા બધા જ સંકલ્પો તેઓએ પૂરા કર્યા. ઉપરાંત, તેમની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૪માં શ્રેષ્ઠી શ્રી કસ્તુરભાઈ લાલભાઈના હાથે શ્રી આત્માનંદ જૈન કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી. પૂ. દાદાગુરુના સ્વર્ગારોહણ બાદ સતત તેર વર્ષ સુધી પંજાબના વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓએ અનેક Page #74 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ શૈક્ષણિક, સાંસ્કારિક અને સંઘ-એકતાનાં સમર્થક કાર્યો ક્ય. આમ, તેમણે એક મહાન માનવતાવાદી સાધુ તરીકે પંજાબના બધા ધર્માવલંબીઓનો પ્રેમ સંપાદન કર્યો હતો અને ગુરુએ આપેલી “પંજાબને સાચવવાની” આજ્ઞાનું પૂર્ણ શક્તિ લગાવીને પાલન કર્યું હતું. તેઓએ પંજાબને પોતાની મુખ્ય કર્મભૂમિ બનાવી હોવા છતાં તેમના વિશાળ દિલમાં કોઈ પ્રદેશ પ્રત્યે પક્ષપાતનો ભાવ નહોતો. “સબભૂમિ ગોપાલ કી”ની કહેવત પ્રમાણે તેઓએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની સેવાઓનો અને ઉપદેશનો લાભ આપ્યો. તેમણે ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાધનપુર, ડભોઈ, મીઆગામ, ખંભાત, પાલિતાણા વગેરે સ્થળોને; રાજસ્થાનમાં સાદડી, ફાલના, બિકાનેર વગેરે સ્થળોને તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બાલાપુર વગેરે સ્થળોને પણ પોતાના ચાતુર્માસનો લાભ આપ્યો, એટલું જ નહિ, વચ્ચે-વચ્ચે આવતાં અનેક નાનાં-મોટાં ગામોને પણ તેમણે પાવન કર્યા. તેમણે પોતાના જીવનનાં છેલ્લાં વર્ષો આંતરરાષ્ટ્રીય નગરી મુંબઈમાં જ વિતાવ્યાં. અહીં ૮૪ વર્ષની પાકટ વયે વિ. સં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૦ ને મંગળવારના રોજ (દિનાંક ૨૨-૯-૫૪) બપોરે ૨-૩૦ વાગે તેઓએ શાંતિપૂર્વક દેહત્યાગ કરી અંતિમ યાત્રા માટે મહાપ્રયાણ કર્યું. અગત્યનાં જીવન કાર્યો : ધર્મસંસ્કારથી વિભૂષિત માતાની આજ્ઞાથી પ્રેરિત થયેલાં અને પ્રશાવંત સંયમધારી યુગપ્રધાન દાદાગુરુ પાસેથી સર્વાગી જીવનવિકાસના પીયૂષ પીનારા શ્રી વિજયવલ્લભસૂરિની પ્રતિભા બહુમુખી રહી છે. આચાર્યશ્રીએ પોતાના જીવનમાં સ્વ-પર કલ્યાણનો સમન્વય સાધવાની નીતિ અપનાવી હતી. જપ, તપ, ત્યાગ, સહનશીલતા અને સમતારૂપે પોતાની વ્યક્તિગત સાધના નિભાવીને પણ સમાજને ઉપયોગી થતાં રહેવું એમ તેઓ માનતા. તેઓનું દઢ મંતવ્ય હતું કે દૃઢ સમાજ હશે તો જ ધર્મના સંસ્કારોનો પાયો દઢતાથી નાખી શકાશે. સમાજને સુદઢ બનાવવા આધ્યાત્મિક અને આધુનિક બંને પ્રકારની કેળવણી આવશ્યક છે. જો આધ્યાત્મિક કેળવણી હશે તો આધુનિક ભણતર આપણને નાસ્તિકતા અને સ્વચ્છંદતા તરફ ઘસડી નહીં જઈ શકે. સમાજમાં સન્માનનીય સ્થાન મેળવવા માટે આધુનિક કેળવણી લેવી જરૂરી છે, નહીં તો વ્યાપાર, શિક્ષણ, સરકારી નોકરી, ઉદ્યોગ કે વ્યાવસાયિક ક્ષેત્રે કંઈ પણ નકકર પ્રગતિ કે ઉન્નત પદની પ્રાપ્તિ સંભવ બની શકશે નહીં. તેઓએ કરેલા અનેકવિધ સત્કાર્યોનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે : ૧. સાનપ્રસાર (5) ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન : આ બાબત વિષે તેઓ ઉદાર દષ્ટિવાળા હતા. સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિથી તેમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હતું. ધાર્મિક જ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તેઓશ્રીએ પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં અનેક સ્થળોએ સ્થાનિક અને બહારના લોકોના સહકારથી જૈન પાઠશાળાઓ, શિક્ષણસંસ્થાઓ અને જૈન કૉલેજની સ્થાપના કરી. પ્રાચીન સાહિત્યનું પ્રકાશન પણ થતું Page #75 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિધરી રહે તે માટે વિ. સં. ૧૯૯૩ના ચાતુર્માસ દરમિયાન ખંભાતના શાંતિનાથ દેરાસરના હસ્તલિખિત શાસ્ત્રોના જ્ઞાનભંડારનો જીર્ણોદ્ધાર કર્યો અને મુનિશ્રી પુણ્યવિજયજીને તેની વ્યવસ્થા સોંપી. (૩) મહાવીર જૈન વિદ્યાલય મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પણ આધુનિક કેળવણી લઈ શકે અને અધિકૃત ઉચ્ચકક્ષાના જૈન સાહિત્યનું પ્રકાશન થતું રહે તે માટે આ સંસ્થાનું કામકાજ મુંબઈ મુકામે દિનાંક ૮–૬–૧૯૧૫ના રોજ ભાડાના મકાનમાં પંદર વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવ્યું. ધીરે—ધીરે આ સંસ્થા વિકાસ પામી. હજારો જૂના વિદ્યાર્થીઓના સહકારથી તેમજ શ્રેષ્ઠીઓ તથા સમાજસેવકોના પ્રયત્નથી આજે આ સંસ્થાની બીજી પાંચ શાખાઓ અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગર મુકામે ખુલી છે. આચાર્યશ્રીએ સમાજને સમર્પિત કરેલાં અનેકવિધ કાર્યોમાં આ સંસ્થાને સર્વશ્રેષ્ઠ સ્થાને મૂકી શકાય. ૨. સંદા-એકના : આચાર્યશ્રી ખૂબ જ વિશાળ દષ્ટિ ધરાવતા હતા. જૈન-જૈનેતરોના ભેદો પણ તેમણે ગૌણ જ ગણ્યા હતા. તો જેન–અંતર્ગત ગચ્છ–મત–વાડાને તેઓ કેમ કરીને સ્વીકારે? આ કાર્ય માટે તેઓએ વિ. સં. ૧૯૬૮માં વડોદરામાં અને વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં યોજાયેલા મુનિ-સંમેલનોમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. જયાં જતાં ત્યાં સ્નેહ સંમેલન ગોઠવી લોકોના આપસ-આપસના મતભેદો મટાડવાની પ્રેરણા આપતા અને સંપનું મહત્ત્વ સમજાવતા. મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જ જોઈએ, તેવી તેમની માન્યતા હતી. ભલે સૌ પોતપોતાની પદ્ધતિથી આરાધના કરે પણ આખરે બધાંનું સાધ્ય તો એક જ છે : “આત્મશુદ્ધિ”. ૩. સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. તેથી તેઓને “સુધારક અને “સમયજ્ઞ’ એવાં વિવિધ વિશેષણોથી નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજની ત્રિપુટીને જોડનારા એક વિશિષ્ટ અને મૌલિક મહાપુરુષ હતા. આ ત્રણેયના વિકાસમાં સામંજસ્ય અને સહયોગ હોવો ઘટે એવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું. તેઓ કહેતા કે જો કોઈ સાધુસંસ્થા શ્રાવકોથી તદ્દન અલિપ્ત રહીને સંધ અને સમાજને ‘અસ્પૃશ્ય ગણે તો તેને સારું ગણી શકાય નહીં. સમાજને નિસની, પ્રબુદ્ધ, વિવેકી અને સગુણસંપન્ન બનાવવામાં સાધુઓએ યોગ્ય ફાળો આપવો જોઈએ, નહિતર તે સ્વયં વિકાસ સાધી શકશે નહીં. જે સમાજ માયકાંગલો, અભણ, નિર્ધન અને ભયભીન હોય તે અંધશ્રદ્ધાળુ બને છે અને માત્ર ગતાનુગનિક ન્યાય પ્રમાણે ચાલે છે. આવા સમાજમાં ઉત્તમ સાધુ, ન્યાયાધીશ, વકીલ, ડૉક્ટર, પ્રધાન, દીવાન, જિનિયર, સમાજસેવક, કલાકાર, ઇતિહાસવિ, વૈજ્ઞાનિક, ધીમંત, શ્રીમંત, ઉદ્યોગપતિ, રાષ્ટ્રપ્રેમી, નેતા, કવિ, લેખક કે રમતવીર જેવા ઉત્તમ નરરનો પાકતા નથી. જે સમાજ સુદઢ, સંગઠિત, શિક્ષિત અને જાગૃત હોય, જે સમાજમાં બહેનો અને ભાઈઓને સમાન દરજજો હોય તેમાં જ ઉત્તમ નરરત્નો પાકી શકે એવી તેમની દૃઢ શ્રદ્ધા હતી. તેથી સમાજવિકાસનાં વિવિધ પાસાંઓને તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં આવરી લીધાં હતાં. જેમ કે, Page #76 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ ૭૫ (૧) નિર્બસનતા : સમાજની આદિવાસી, અભણ અને ગરીબ વ્યક્તિથી માંડીને શ્રીમંત તથા રાજા-મહારાજાઓ સુધીની પ્રત્યેક વ્યક્તિને તેઓ દારૂ, માંસાહાર, શિકાર વગેરે વ્યસનોથી દૂર રહેવાની પ્રેરણા અને પ્રતિજ્ઞા આપતા. (૨) સંપ અને પ્રેમમય વ્યવહાર : જ્યાં જ્યાં સમાજમાં મતભેદ હોય ત્યાં ત્યાં પોતાના વાત્સલ્ય, ઉદારષ્ટિ અને ચારિત્રપ્રભાવથી કુટુંબો, ગચ્છમતો, વહીવટકર્તાઓ, સંસ્થાઓ અને મંદિરોમાં એકરૂપતા અને મનમેળ થાય તેવો ખાસ પ્રયત્ન કરતા. પોતાના વિહાર દરમિયાન આવા કામ માટે પાંચ-દસ દિવસ એક સ્થળે રોકાવું પડે તો તેઓ રોકાતા. જેનોને તો તેઓ ખાસ કહેતા કે તમારે એક ભગવાન, એક મંત્ર અને એક માર્ગ છે, તેથી નાની નાની બાહ્ય વિધિઓ, વિશેષ વ્યક્તિ કે શાસ્ત્રોનો આગ્રહ છોડો અને અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતોને જીવનમાં અપનાવો. સહૃદયતા, સૌમ્યતા, સભાવ, સહકાર અને સાહચર્યથી બધા જૈનો સાથે પ્રેમભાવથી વર્તે. સંકુચિત વિચારોને તિલાંજલિ આપો અને વિશાળતા રાખી ગુણગ્રાહક દષ્ટિવાળા બનો. તો જ તમે સાચા જૈન છો. મહાવીર વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વના સર્વોત્કૃષ્ટ પુરસ્કર્તા છે. આ કારણથી ઉદાર દૃષ્ટિવાળા બની સૌને અપનાવતાં શીખો તો જ “fમી સવમૂy;'વાળી વાત સાચા આચરણમાં આવી શકે, કારણ કે ધર્મ તો મનુષ્યના દિલને જોડનારી વસ્તુ છે. કુસંપ અને વેરવિરોધ કરાવે તે ધર્મ હોઈ શકે જ નહીં. (૩) મધ્યમવર્ગનો ઉત્કર્ષ : સમાજના થોડા શ્રીમંતો સુખસગવડો ભોગવે અને મોટો વર્ગ રોટી, કપડાં, મકાન અને શિક્ષણ પણ ન મેળવી શકે એ વાત તેઓશ્રીને ખૂબ ખટકતી. કોઈ પણ સહધર્મીને માત્ર રોકડ રકમ આપવા કરતાં તે પોતાની આજીવિકા પોતાની જાતે ઉત્પન્ન કરી શકે તે માટે તેને કોઈ વ્યવસાય, નોકરી, મજૂરી કે ઉદ્યમ શીખવવાં એ તેના કાયમી ઉત્કર્ષનો સાચો રસ્તો છે એમ તેઓશ્રી માનતા. નબળાં સહધર્મી ભાઈબહેનો માટે બિકાનેર, પાલિતાણા, ખંભાત, મુંબઈ વગેરે સ્થળોએ ઉદ્યોગશાળાઓની સ્થાપના દ્વારા અનાજ-કપડાં વગેરે તેમજ શાળા-કૉલેજની - ફી અને ચોપડીઓ વગેરેના વિતરણની વ્યવસ્થા કરાવી. આવાં નક્કર પગલાં ભરીને તેઓશ્રીએ મધ્યમ અને ગરીબ વર્ગને માન સહિત ઉપર લાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓ દઢપણે માનતા હતા કે વધારે પડતી શ્રીમંતાઈ મનુષ્યોને ધાર્મિક સંસ્કારોથી ઘણુંખરું વંચિત રાખે છે. માટે ધર્મપરંપરા ચલાવવા માટે મુખ્યપણે મધ્યમવર્ગ અને નીચલા વર્ગને સાચવાની ખાસ જરૂર છે. (૪) દાનપ્રવાહની દિશામાં પરિવર્તન : ધર્મની પ્રભાવના માટે જેમ જિનમંદિરોની આવશ્યકતા છે તેમ શિક્ષણસંસ્થાઓ અને પાઠશાળાઓની પણ જરૂર છે, એવી તેમની દઢ માન્યતા હતી. તેથી તેઓશ્રી લોકોને આ કાર્યો માટે પણ દાન આપવાની પ્રેરણા કરતા કે જેથી દેવદ્રવ્ય તિજોરીઓ પૂરતું મર્યાદિત ન રહે પણ તેનો શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષનાં કાર્યોમાં પણ સદુપયોગ થઈ શકે. Page #77 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૫) જૂની અને નવી પેઢી વચ્ચેનો સેતુ : શ્રાવકોને અપાતાં વ્યાખ્યાનોમાં અને રાત્રિચર્ચાઓમાં તેઓ સ્પષ્ટ કહેતા કે યુવાનોને તમારે કદી નાસ્તિક કહીને ઉતારી પાડવા નહીં. યુવાનોને પણ તેઓ શિખામણ આપતા કે તમારે વૃદ્ધો માટે ‘અંધશ્રદ્ધાળુ’ જેવા શબ્દો નહીં વાપરી તેમની યોગ્ય અદબ જાળવવી. યુવકો અને વૃદ્ધોએ પોતપોતાની રીતે સમાજના ઉત્કર્ષમાં રસ લેવાનો છે. ગૃહસ્થોને સામાજિક રીતરિવાજો, વહેમો, બાધા, આખડી, માન્યતા વગેરેમાં ન રોકાઈ જવા તેમજ યુવાનોને શિક્ષણપ્રાપ્તિ માટે ઉપદેશતા; ઉંમરલાયક મનુષ્યોને તીર્થયાત્રા, તીર્થસેવા, સાધુસેવા, દાનપ્રવૃત્તિ વગેરેમાં સાવધાન રહેવાની સલાહ આપતા. ૭૬ (૬) સામાજિક-ધાર્મિક કુરિવાજોમાં સુધારો : કન્યાવિક્રય અને વરવિક્રય, અઠ્ઠાઈ નિમિત્તે ફરજિયાત જમણવાર, રેશમનાં અપવિત્ર કપડાં અને કેસરનો મંદિરમાં ઉપયોગ, હિંસાથી તૈયાર થયેલ સાબુ અને ચામડાની ચીજોનો વપરાશ, કન્યાઓને આધુનિક શિક્ષણ ન આપવાની માન્યતા ઇત્યાદિ અનેક ખોટા રિવાજો ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રચલિત હતા. તેમણે લોકોને વિવેકપૂર્વક પ્રેમથી સમજાવ્યા જેથી લોકોએ એવા રિવાજોને સ્વયં તિલાંજલિ આપી દીધી. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રોને સમજવાં એ સહેલી વાત નથી. શ્રી વિજયવલ્લભસૂરિજી સાગર સમાન ઉદાર ષ્ટિ ધરાવતા હતા. તેઓ માત્ર એક જૈનાચાર્ય જ નહોતા પણ ભારતના એક મહાન સપૂત-સંત હતા. સર્વધર્મસમભાવની રાષ્ટ્રીય ભાવનાથી તેઓ વિભૂષિત હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા તથા તેમાં જ પોતાનાં સર્વ કર્તવ્યોની ઇતિશ્રી સમજતા જૈન સમાજને તેમણે દાદાગુરુ પાસેથી મેળવેલી વિશાળ, મુંગાનુકૂળ ષ્ટિ આપી અને શિક્ષણ, જ્ઞાનપ્રચાર તથા સમાજોદ્ધારનાં કાર્યો પ્રત્યે સૌ કોઈનું ધ્યાન દોર્યું. આમ, ધર્મના સર્વગ્રાહી સ્વરૂપના તેઓ મહાન પુરસ્કર્તા હતા. “ધર્મ એટલે માત્ર દેરાસર-ઉપાશ્રય નહીં, પરંતુ જીવન વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિ-નિવૃત્તિમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” જે મનુ ધ્ય જીવનમાં અસહિષ્ણુતાના આદરે, અસંગત, અનુચિત વ્યવહાર કરે અને માત્ર કુંઠિત રૂઢિઓમાં જ ધર્મની ઇતિશ્રી માને તે ધાર્મિક નહીં પણ કૂપમંડૂક છે. ખરેખર તો તે અધાર્મિક જ ગણાય એમ તેઓ માનતા. આપણે તેમને યુગદૃષ્ટા અને સમયદર્શી આચાર્ય તરીકે ઓળખાવી શકીએ. વર્તમાન જૈન સમાજની જે સમૃદ્ધિ અને સધ્ધરતા છે તે મોટે ભાગે આવા દિવ્ય દષ્ટિ ધરાવતા આચાર્યોને આભારી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ કરી ટા િ ી ૬ FAN, કઈ ક કામ ૧૦. મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ ભૂમિકા : ભારતભૂમિ સંતોની, શાનીઓની, ત્રાષિ-મુનિઓની ભૂમિ રહી છે. ભારતનો આધ્યાત્મિક વારસો જગતપ્રસિદ્ધ છે. આપણી આ આધ્યાત્મિક પરંપરામાં આજથી ૧૧૫ વર્ષ પહેલાં એક દિવ્ય પુરુષનો જન્મ થયો, જેમણે પોતાના વિશિષ્ટ ચારિત્રબળથી અને આગમોદ્ધારનાં સકાર્યો દ્વારા જૈન દર્શનનો ઉદ્ધાર કર્યો હતો. કેટલાંય વર્ષોથી દિગંબર મુનિઓની પરંપરાનો લગભગ વિચ્છેદ થઈ રહ્યો હતો અને મહાવીર તથા કુન્દકુન્દના માર્ગને પ્રકાશિત કરવાવાળા દિગંબર મુનિઓ નહિવત્ હતા, ત્યારે દક્ષિણના એક નાના ગામમાં આચાર્યશ્રી શાંતિસાગરનો જન્મ થયો હતો. તેઓશ્રીએ આગળ ઉપર મુનિદીક્ષા અંગીકાર કરી, દિગંબર પરંપરાને પુનઃજીર્તિત કરવામાં અનન્ય ફાળો આપ્યો હતો. તેમના ચારિત્રોદ્ધારના કાર્યને લીધે જ વર્તમાન દિગંબર સમાજ તેમને પૂર્વાચાર્યો જેટલા જ આદરથી જુએ છે. જન્મ તથા બાળપણઃ વિ. સં ૧૯૨૯ (ઈ. સ. ૧૮૭૧) અષાઢ વદ છઠ ને બુધવારની રાત્રે તેમનો જન્મ ક્ષત્રિયકુળમાં થયો હતો. ભોજગાંવથી ચાર માઈલ દૂર આવેલા બેલગુલ ગામમાં શ્રી ભીમગોંડાનાં ધર્મપત્ની શ્રીમતી સત્યવતી(સત્યભામા)ની કૂખે મોસાળમાં આચાર્યશ્રીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સાતગૌડા ! Page #79 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિધરી હતું. જે જાતિમાં ભટ્ટારક જિનસેન આદિ અનેક મહાપુરુષોનો જન્મ થયેલો તે પ્રભાવશાળી ચતુર્થજૈન કુળમાં આ નરરત્નનો જન્મ થયો હતો. બેલગુલ” ગામ દક્ષિણ ભારતના બેલગાંવ જિલ્લામાં આવેલું છે. તેઓ પાંચ ભાઈબહેનો હતાં. તેમાં બે મોટા ભાઈ, બે નાનાભાઈ અને એક બહેન હતાં. આખું કુટુંબ સંસ્કારી હતું. પૂર્વપુર્મ અને સંસ્કારવારસો: નાનપણથી જ તેમનું શરીર હૃષ્ટપુષ્ટ અને બળવાન હતું. આજુબાજુનાં બધાં ગામોમાં કુસ્તીની રમતમાં તેમના સમાન કોઈ ન હતું. ચોખાની પાંચ મણની ગૂણને પણ તેઓ સહેલાઈથી ઉપાડી શકતા હતા. તેમના અસાધારણ શરીરસૌષ્ઠવ અને મધુરવાણીના પ્રભાવથી બધા એમને ખૂબ જ ચાહતા હતા. શક્તિબળની સાથે સાથે એમણે બાળપણથી જ શાંતિબળ-સમતાબળ પણ પ્રાપ્ત કર્યું હતું. કોઈની સાથે લડાઈઝઘડો કરવાનું કે કોઈને અપ્રિય-કઠોર વચનો કહેવાનું તેમના સ્વભાવમાં જ ન હતું. બાળપણથી જ તેઓ મિતભાષી અને મિષ્ટભાષી હતા. બાલ્યાવસ્થાથી જ તેઓ લૌકિક આમોદપ્રમોદનાં સાધનોથી વિરક્ત રહી ધાર્મિક ઉત્સવોમાં હોંશપૂર્વાક ભાગ લેતા, માતા સાથે નિયમિત દેવદર્શન માટે જતા, ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસમાં ખૂબ જ રુચિ લેતા. ખાદીનાં સાદગીપૂર્ણ વસ્ત્રોનો જ તેઓ ઉપયોગ કરતા હતા. માતા હંમેશાં ધર્મ અને સદાચારનો ઉપદેશ આપતી : “પાપ કરું નકા”, “જીવ હિંસા કરું નકા’, ‘ચોરી કરું નકા” આદિ ઉત્તમ સદાચારપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા તેમને સંસ્કારી માતા તરફથી હંમેશાં મળ્યા કરતી હતી. પૂર્વસંસ્કારના પ્રભાવે આ પુણ્યાત્મા બાળપણથી જ અનેક અસાધારણ ગુણોના ભંડારસમાં હતા. તેમનો પરિવાર ઘણો સુખી, સમૃદ્ધ, વૈભવપૂર્ણ તથા જિનેન્દ્ર ભગવાન પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધાળુ હતો. સાતગૌડાની સ્મરણશક્તિ ઘણી જ તીવ્ર હતી અને તેની પ્રસિદ્ધિ જન સાધારણમાં સારા પ્રમાણમાં થઈ ગઈ. તેમને માતા સત્યવતી તરફથી સત્યનિષ્ઠા-ધર્મનિષ્ઠા અને પિતાશ્રી ભીમગોંડા તરફથી દઢતા, ગંભીરતારૂપી ઉત્તમ ગુણોનો અમૂલ્ય વારસો પ્રાપ્ત થયો હતો. “પુત્રનાં લક્ષણ પારણામાંથી–એ કહેવતને ચરિતાર્થ કરતાં ચિહ્નો બાળપણથી જ તેમનામાં દેખાતાં હતાં જેથી અનુમાન થતું કે આ એક લોકોત્તર મહાપુરુષ બનશે. આ અલૌકિક બાળક પ્રત્યેક નરનારીના મનને પોતાનાં ગંભીરતા, કરુણા અને પરાક્રમ દ્વારા આકર્ષિત કરી શક્યો હતો. બાળપણની તેમની પ્રવૃત્તિ પણ અસાધારણ હતી. સાચે જ બાલ્યકાળમાં મળેલા માતા-પિતાના સુંદર સંસ્કાર બાળકના અંત:કરણ પર બીજરૂપમાં કોતરાઈ જાય છે અને ભાવિ જીવનમાં હજારો ગણા વૃદ્ધિગત થઈ બાળકને લોકોત્તર મહાપુરુષ બનાવી દે છે ! જેમ મહાત્મા ગાંધીજી અને છત્રપતિ શિવાજીના જીવન પર તેમનાં માતા-પિતાના સંસ્કારની ઊંડી અને અમીટ છાપ પડેલી તેમ સાતગોંડાના જીવનઘડતરમાં તેમના માતા-પિતાનો ફાળો સાચે જ અમૂલ્ય હતો. ભોજ ગામમાં પ્રાપ્ત થઈ શકે તેટલું લૌકિક શિક્ષણ પ્રાપ્ત કરીને, આચાર્યશ્રીએ વીતરાગ મહર્ષિઓના અલૌકિક શિક્ષણને આત્મસાત કરવાનો અને અનુભવજય શિક્ષાને જીવનમાં વણવાનો પ્રયત્ન કર્યો હતો. અનુભવના આધારે પ્રાપ્ત થયેલું જ્ઞાન જ વાસ્તવમાં સારું અને માર્મિક હોય છે. પ્રાય: મહાપુરુષો અનુભવની શાળામાં Page #80 -------------------------------------------------------------------------- ________________ મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ શિક્ષણ મેળવીને જ પોતાના જીવનનું ઘડતર કરતા હોય છે. ઉત્તમ ધારણાશક્તિના કારણે તેમણે સત્સંગ-સ્વાધ્યાયથી સાચા જ્ઞાનનો સારો એવો લાભ પ્રાપ્ત કર્યો હતો. - વૈરાગ્ય, આજીવન-બ્રહ્મચર્ય અને શાસ્ત્ર-અધ્યયન : તે વખતના રિવાજ મુજબ આચાર્યશ્રી જયારે માત્ર નવ વર્ષની ઉંમરના હતા ત્યારે જ માતા-પિતાએ છ વર્ષની બાલિકા સાથે તેમના વિવાહ કરી દીધા, પરંતુ પ્રારબ્ધવશાત છ મહિનામાં તે બાલિકાનું મરણ થઈ ગયું. પછી અઢાર વર્ષની ઉંમરે માતા-પિતા તરફથી પુન: વિવાહ કરવાનો આગ્રહ થવા લાગ્યો પણ તેમણે દઢતાથી પોતાની અનિચ્છા પ્રગટ કરી અને આજીવન નિર્દોષ, નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું. માત્ર સત્તર-અઢાર વર્ષની ઉંમરે જ નિર્ઝન્ય દીક્ષા અંગીકાર કરવાની તેમની ઇચ્છા હતી, પણ પિતાની સંમતિ ન મળવાથી તેઓ તેમ કરી શક્યા નહિ. આમ યુવાવસ્થાના આરંભથી જ તેમનામાં અત્યંત વૈરાગ્યનો આવિર્ભાવ થઈ ચૂક્યો હતો. સંસાર પ્રત્યેની તેમની અનાસક્તિ યુવાવસ્થાના પ્રારંભકાળથી જ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. તેઓ કપડાંની દુકાને બેસતા, પણ પૂર્ણ સત્યતાથી વેપાર કરતા અને સહેજ પણ અન્યાય કે અનીતિ ન આચરાઈ જાય તેની સાવધાની રાખતા. વ્યાપારાદિ કાયોમાં ઉદસ ભાવથી કામ કરતા અને પ્રભુભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય તથા ચિતનમનનની પ્રવૃત્તિઓમાં પોતાનું મન જોડેલું રાખતા. તેમની દીક્ષા લેવાની ઇચ્છા જાણીને માતા-પિતાએ તેમને વ્રત, નિયમ, ઉપવાસ વગેરે કરવાની મંજૂરી આપી. સાથે સાથે એવી આજ્ઞા કરી કે અમારા જીવતાં ઘર છોડીને ચાલ્યા જવું નહિ. તેઓ વધુ સમય કપડાંની દુકાન ઉપર વિતાવતા હતા અને કામ સિવાય શાસ્ત્રાધ્યયનમાં જ મગ્ન રહેતા હતા. મોટાભાઈને કામકાજ માટે બહાર જવું પડતું ત્યારે દુકાનની દેખરેખ તેઓ રાખતા. ગ્રાહકે કપડું પસંદ કર્યા બાદ કિંમત બતાવીને કહેતા હતા કે તમે તમારી જાતે માપીને કાપીલ્યો અને પૈસા અહીં મૂકી દો અથવા ચોપડામાં લખી દો. આમ, વેપારમાં તેમની નિ:સ્પૃહતા અને અનાસક્તિનાં દર્શન થાય છે. ધીરે ધીરે તેમની દુકાન સ્વાધ્યાયશાળા જેવી બની ગઈ. બપોરે ત્યાં ૧૫-૨૦ માણસો એકઠાં થતાં અને તેઓશ્રી તેમની સમક્ષ પ્રવચન આપતા. યુવાવસ્થા અને દીક્ષા ગ્રહણ : ૩૨ વર્ષની ઉંમરે આચાર્યશ્રી તીર્થરાજ સમેત શિખરની યાત્રા માટે ગયા. તેમની તીર્થભક્તિ અદ્ભુત-અલૌકિક હતી. તીર્થયાત્રાની પાવન સ્મૃતિમાં તેમણે સંયમના પ્રતિજ્ઞાનિયમો લેવાનો નિશ્ચય કર્યો અને આજીવન ધી તથા તેલ નહીં ખાવાની દઢ પ્રતિજ્ઞા લીધી. આમ તેમણે ભાવિ મુનિજીવનને યોગ્ય સંયમમાર્ગે પ્રયાણ કરવાનો શુભારંભ કરી દીધો ! યાત્રાથી ઘરે પાછા આવીને માત્ર એક વાર આહાર લેવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીના પિતાશ્રીએ પણ ૧૬ વર્ષ સુધી એક જ વાર ભોજન અને એક જ વાર પાણી લીધું હતું. એક દિવસ તેમણે બધા પુત્રોને એકઠા કરીને ઘરનો બોજ સોંપી દીધો, સમાધિ-મરણ ધારણ કર્યું અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડી દીધું. આચાર્યશ્રીની ઉંમર તે વખતે ૩૭ વર્ષની હતી. ૩ વર્ષ પછી તેમની માતાએ પણ સમાધિમરણ ધારણ કરી, ૧૨ કલાકમાં જ દેહ ત્યાગ કર્યો. હવે તેઓશ્રી માતાપિતાના અનુશાસનમાંથી મુક્ત થઈ ગયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પિતાના સ્વર્ગવાસ પછી આચાર્યશ્રીએ થોડાંક વર્ષો ઘરમાં રહી પોતાના આત્માને નિર્પ્રન્થદીક્ષાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જ્યારે દિગમ્બર મુનિરાજશ્રી દેવાપાસ્વામી (દેવેન્દ્રકીર્તિજી મહારાજ) ઉર્દૂર ગામમાં પધાર્યા, ત્યારે તે મંગલ અવસરનો લાભ લઈ તેમની પાસે નિગ્રન્થ દીક્ષાની માંગણી કરી. ગુરુદેવે વિરક્ત શિષ્યને સમજાવ્યું કે આ પદ અત્યંત કઠિન છે. તે પર હૃદયપૂર્વક આરોહણ કરવાથી આત્માના પતનનો ભય રહેતો નથી. ગુરુદેવની આજ્ઞાનુસાર શ્રી સાતગોંડા પાટીલે ઉર ગામમાં વિ. સં. ૧૯૭૨(ઈ. સ. ૧૯૧૫)માં જેઠ સુદી ૧૩ના શુભ દિવસે ૪૩ વર્ષની અવસ્થામાં ક્ષુલ્લક પદની દીક્ષા લીધી. (બે વસ્ત્ર પહેરવા માટે અને એક પાત્ર આહાર માટે રાખીને બાકીનો બધો પરિગ્રહ છોડી દીધો) અને લઘુ મુનિત્વ-પદ અંગીકાર કર્યું. સાતગોંડા હવે ગૃહ-પરિવારની મમતા છોડી ક્ષુલ્લક શાંતિસાગર બન્યા. અને ભોજભૂમિની મમતાને હંમેશને માટે છોડી ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને આત્મસાત્ કરવા માટે પ્રયાણ કર્યું. પરમ વિશુદ્ધતા અને ઉત્કૃષ્ટ નૈસર્ગિક વૈરાગ્યથી અલંકૃત અંત:કરણવાળા મહારાજશ્રી હવે પરતંત્રતાના પિંજરામાંથી મુક્ત થઈને આધ્યાત્મિક બન્યા અને વસુંધરા પર સ્વ-પર કલ્યાણ અર્થે વિહાર કરવા લાગ્યા. ક્ષુલ્લક અવસ્થામાં અનેક નાનીમોટી મુશ્કેલીઓ સહન કરીને સમતાવાન ‘શાંતિસાગર’ના રૂપમાં દેઢ બની વિહાર કરતાં કરતાં મહારાજશ્રી ભગવાન નેમિનાથ તીર્થંકર દ્વારા પુનિત થયેલા ગિરનાર પર્વત પર પહોંચ્યા. નેમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિમાં સંયમની વર્ધમાન થયેલી ભાવના એલક દીક્ષાના રૂપમાં પરિણમી. મહાવ્રતી થવા માટેની અનુકૂળ સામગ્રીને એકઠી કરતાં કરતાં મહારાજ પોતાની આધ્યાત્મિક સંપત્તિને દિન-પ્રતિદિન વધારવા લાગ્યા. ८० મહારાજ વિહાર કરતા કરતા પરનાલ ગામમાં પધાર્યા. ત્યાં જિતેન્દ્ર ભગવાનનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઠાઠમાઠથી ઉજવાઈ રહ્યો હતો. ત્યાં દિગંબર મુનિ દેવેન્દ્રકીર્તિ મહારાજ પણ બિરાજમાન હતા. મહારાજે તેમના ચરણોમાં નિગ્રન્થ દીક્ષા પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી. ગુરુદેવે નિગ્રન્થ દીક્ષાને તલવારની ધાર સમાન અત્યંત કઠિન જણાવી, પણ વૈરાગ્ય સાગરમાં ડૂબેલા મહારાજશ્રીએ ગુરુદેવના હ્રદયમાં પોતાનાં સંયમ-સદાચાર અને સત્યના બળ દ્વારા એવો વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે દેવેન્દ્રકીર્તિ મહારાજે દીક્ષાકલ્યાણકના પવિત્ર દિવસે હજારોની મેદની સમક્ષ એલક શાંતિસાગરને મુનિ શાંતિસાગર બનાવી મહાવ્રત અંગીકાર કરાવ્યાં. તે વખતે મહારાજની ઉંમર ૪૫ વર્ષની હતી. તે સમયનો મહારાજનો વૈરાગ્ય અવર્ણનીય હતો. ચિરકાંક્ષિત મુનિપદને અંગીકાર કરીને મહારાજશ્રી અત્યંત પ્રસન્ન થયા અને હજારો સ્ત્રી-પુરુષોએ તેમનો જય-યકાર કર્યો. મહારાજે વ્રતપાલનની દૃઢતા દર્શાવતાં જણાવ્યું કે વ્રતપાલનથી જરા પણ ડરવાની જરૂર નથી. વ્રતપાલનની યોગ્ય સામગ્રી નહિ મળે તો હું જંગલમાં રહી સમાધિ-મરણ કરી લઈશ પણ વ્રતભંગ નહિ થવા દઉં. મહાવ્રતોનું દૃઢતાથી પાલન કરતાં કરતાં તેમણે દક્ષિણ પ્રતિ વિહાર કર્યો. તે પ્રદેશમાં ધર્મનો પ્રભાવ વિસ્તાર્યો. તથા અનેક કુરીતિઓનું નિવારણ કર્યું. ધીરે ધીરે Page #82 -------------------------------------------------------------------------- ________________ મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ તેમની ખ્યાતિ વધતી ગઈ. તેમણે કેટલાયે શ્રાવકોને ત્યાગી અને વ્રતીની દીક્ષા આપી. વિ. સં. ૧૯૮૦ માં સતારા જિલ્લાના સમડોલી ગામે શ્રી વીરસાગરજીની મુનિદીક્ષા અને શ્રી નેમિસાગરજીની એક દીક્ષા પ્રસંગે તેઓશ્રીએ વિધિપૂર્વક શ્રમણસંઘની રચના કરી. તે સમયે, ૫ર વર્ષની વયે તેઓશ્રીને સમાજે આચાર્યપદ દ્વારા વિભૂષિત કર્યા. ત્યારબાદ ૨૬ વર્ષે વિ. સં. ૨૦૦૭ માં ગજપથા(મહારાષ્ટ્ર)ના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના મંગલપ્રસંગે મહારાજશ્રીને “ચારિત્રચક્રવર્તી'ના પદથી અલંકૃત કરવામાં આવ્યા. પુણ્યમૂર્તિ આચાર્યશ્રી સંધસહિત જે ગામ કે નગરમાં જતા, ત્યાં ધર્મ તથા આત્મકલ્યાણની દીપમાલિકા પ્રકાશિત થતી. મહારાજના સાંનિધ્યમાં ઉત્કૃષ્ટ શાસ્ત્રચર્ચા, તાત્ત્વિક પ્રવચન, સુંદર સંગીત-કીર્તન વગેરે સ્વ-પરકલ્યાણની પ્રવૃત્તિઓ અહર્નિશ ચાલુ રહેતી. વિ. સં. ૧૯૮૪ માં આચાર્યશ્રીએ સંઘસહિત સમેદશિખરની વંદનાર્થે વિહાર કર્યો. નિર્ગસ્થ મુનિઓના સામૂહિક વિહારનો આ મંગલ પ્રસંગ શતાબ્દીઓ પછી પ્રથમ વાર ઉત્તર ભારતમાં આકાર લઈ રહ્યો હતો. ઉત્તર ભારતમાં ધાર્મિકતાની લહેર આવી. સ્થાન-સ્થાન પર ભારે સ્વાગત થયું. સન્મેદશિખરમાં પંચકલ્યાણક ઉત્સવ થયો. એ વખતે ત્યાં આખા હિન્દુસ્તાનમાંથી લાખોની સંખ્યામાં યાત્રીઓ એકઠા થયા હતા. આચાર્યશ્રીએ સાત વર્ષમાં પદયાત્રા દ્વારા લગભગ ૩૫,૦૦૦ માઈલનો પ્રવાસ ખેડ્યો હતો અને લાખો સ્ત્રી-પુરુષોએ આધ્યાત્મિક લાભ ઉઠાવ્યો હતો. મહારાજશ્રીએ મુનિવિહારનો માર્ગ ચોખો બનાવી દીધો. તેઓશ્રીના હસ્તે દીક્ષિત બનેલા પરંપરાના આચાર્યો, મુનિઓ, સુલક, ઋલ્લિકા, બ્રહ્મચારી વગેરેની સંખ્યા લગભગ ૩૦૦-૪૦૦ ઉપરાંતની ગણવામાં આવે છે. શ્રતોદ્ધાર અને તેનો પ્રસાર : એક વાર આચાર્યશ્રીને જાણવા મળ્યું કે ભૂતબલીસ્વામી રચિત ધવલ-મહાધવલ પ્રાચીન ગ્રુતસ્કંધ ગ્રન્થ એક હજાર વર્ષ પહેલાંના તાડપત્ર પર લખાયેલો છે અને અત્યારે તે જીર્ણ થઈને કીડાનો ભઠ્ય થવાની સ્થિતિમાં છે. તે વખતે તેમને શાસ્ત્રસંરક્ષણની અત્યંત જરૂર લાગી અને તેથી મુંબઈ–સોલાપુર વગેરેના શ્રેણીઓ સમક્ષ શ્રત-સંરક્ષણની યોજના મૂકી અને તે આગમગ્રંથોને તાડપત્રોના આધારે તામ્રપત્ર પર લખાવ્યા, જેથી હજારો વર્ષ સુધી સુરક્ષિત રહે. ધવલાદિ આગમગ્રંથોનો તામ્રપત્ર પર પુનરુદ્ધાર કરાવીને ને અમર કરાવ્યાનું પુણ્યપ્રદ અને ચિરસ્મરણીય કાર્ય તેઓએ કર્યું છે તે શ્રતોદ્ધારના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. ઉપસર્ગવિયી અને દૌર્યવાન દયાસાગર ચારિત્ર-ચક્રવર્તી : આચાર્યશ્રીના જીવનમાં કેટલાય મહાન ઉપસર્ગો, પરીષહો આવ્યા હતા, જે તેમણે અત્યંત નિર્ભયતાથી, ધીરજથી, સમભાવપૂર્વક સહન કર્યા હતા ! આ બધાં દ્વારા આપણને તેમના ઉદાર ચારિત્રની સહજપણે પ્રતીતિ થાય છે. એટલે જ આચાર્યશ્રી “ચારિત્ર-ચક્રવતી” તરીકે પ્રસિદ્ધ થયા હતા. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો એક વખત મહારાજશ્રી વિહારમાં હતા ત્યારે એક છિધા નામના ક્રોધી બ્રાહ્મણ લગભગ ૫૦૦ માણસો સાથે મહારાજ અને તેમના સંઘ પર આક્રમણ કર્યું. તે વખતે પોલીસની સહાયથી તેમની ધરપકડ કરવામાં આવી. આચાર્યશ્રીને જ્યારે ખબર પડી કે હુમલાખોરની ધરપકડ થઈ છે ત્યારે તેમણે પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તેને છોડી દેવા માટે જણાવ્યું. તેમ ન થાય તો મહારાજે આહારત્યાગ કરવાનું જણાવતાં તરત જ તે વ્યક્તિને છોડી દેવામાં આવી. કેવો પ્રાણધાતક ઉપસર્ગ ! કેવી ક્ષમાવાન આચાર્યશ્રીની અહિંસા ! એક વાર એક ગુફામાં આચાર્યશ્રી સામાયિકમાં બેઠા હતા, તે સમયે હજારોની સંખ્યામાં લાલ કીડીઓ તેમના શરીર પર ચઢી ગઈ અને લોહી પીવા લાગી છતાં આચાર્યશ્રી તેવા ઉપસર્ગમાં પણ બે કલાક સુધી ધ્યાનમગ્ન રહ્યા. શરીર પરથી લોહી વહેવા માંડયું, છતાં મૌન અને અડગ રહ્યા. છેવટે શ્રાવકોએ ખાંડ નાખી કીડીઓ દૂર કરી ત્યારે મહારાજે મૌન છોડ્યું. કાગનોલી નામની ગુફામાં આચાર્યશ્રી બપોરનું સામાયિક કરી રહ્યા હતા, ત્યારે એક ભયંકર કાળો સર્પ મહારાજશ્રીના શરીર પર વીંટળાઈ વળ્યો અને લગભગ ૨૦ મિનિટ સુધી અંગને વીંટળાયેલો રહ્યો. છતાં મહારાજશ્રી ર્મોન અને ધ્યાનમાં અડગ રહ્યા ! આવા તો કેટલાય પ્રસંગો આચાર્યશ્રીના જીવનમાં બન્યા છે અને તેવા દરેક પ્રસંગે તેઓશ્રી મેરુવ, નિષ્કપ અને સ્થિર રહ્યા છે. સાચે જ તેઓ ઉગ્ર તપસ્વી અને મહાન ઉપસર્ગ-વિજેતા હતા. આચાર્યશ્રીએ સામાન્ય જનતા પર ધર્મપ્રભાવના દ્વારા અસાધારણ પ્રભાવ જમાવ્યો હતો. સાંગલી, ફલટણ, કોલ્હાપુર, પ્રતાપગઢ, ઈડર, ધોલપુર વગેરે કેટલાય રાજા-રજવાડા અને નવાબ આચાર્યશ્રીના દર્શનાર્થે આવતા. કેટલાય અંગ્રેજ પદાધિકારીઓ પણ આચાર્યશ્રીના જીવનથી પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીનો વિદ્વતાપૂર્ણ પ્રભાવ જૈન-જૈનેતર, ગરીબ-તવંગર દરેક પર એકસરખો જ હતો. આચાર્યશ્રીના શિષ્યોએ પણ સારી એવી ધર્મ-પ્રભાવના કરી. આચાર્યશ્રીનું ઉત્તમ સમાધિમરણ : આચાર્યશ્રી શાંતિસાગર મહારાજે જીવનાને યમસલ્લેખના ધારણ કરી જે પરમ વીરતાથી–ધીરતાથી દેહત્યાગ કર્યો તે તો સુવર્ણમંદિર પર રત્નકળશ ચઢાવવા બરાબર અદ્ભુત, અનુપમ, આશ્ચર્યકારક અને લોકોત્તર છે. ગજપંથા સિદ્ધક્ષેત્રમાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ આચાર્ય મહારાજે ૧૨ વર્ષનું પરમોત્કૃષ્ટ ભક્ત-પ્રત્યાખ્યાન નામનું સલલેખના વ્રત અંગીકાર કર્યું. ત્યારથી જ તેમણે જીવનપર્યત અન્નનો ત્યાગ કરી દીધો હતો. ગળપણ, ઘી તથા નમક આદિનો ત્યાગ તો તેમણે મુનિદીક્ષા અંગીકાર કરી ત્યારથી જ હતો. ત્યાર પછી થોડાક સમયથી તેઓશ્રીએ ફળો અને શાકાહારનો પણ ત્યાગ કરી દીધો હતો. Page #84 -------------------------------------------------------------------------- ________________ મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ સન ૧૯૫૫માં જ્યારે આચાર્યશ્રીની આંખોનું તેજ ઓછું થવા માંડયું ત્યારે પરમવિવેકી, પૂર્ણ નિરતિચાર પ્રાણીસંયમ તેમ જ ઇન્દ્રિયસંયમના પાળનારા મહારાજે વિચાર્યું કે હવે ઈર્યા–એષણા–આદિ સમિતિઓનું (આંખોથી બરાબર જોઈને જ ચાલવું કે ભોજન લેવું એવી પ્રતિજ્ઞાઓનું) નિરતિચાર પાલન અશક્ય છે. તેના વગર પ્રાણીસંયમ પાળવો મુશ્કેલ છે અને તે સ્થિતિમાં પરમ વિશુદ્ધ મહાવ્રતોનું પાલન પણ અશકય છે. આમ જાણી મહારાજશ્રી સલ્લેખના ધારણ કરવાની તૈયારી કરવા લાગ્યા. આચાર્ય મહારાજે શરૂઆતમાં આઠ દિવસ ફક્ત બે-બે ગ્રાસ આહાર લીધો. આઠ દિવસ પછી ફક્ત કાળી દ્રાક્ષનું પાણી ૮ દિવસ સુધી લીધું ત્યાર પછી તેમણે ફક્ત પાણી લેવાનું રાખીને “નિયમસલ્લેખના અંગીકાર કરી. ક્યારેક ચાર દિવસે તો ક્યારેક પાંચ-છ દિવસે તેઓ જળ ગ્રહણ કરતા. આ ક્રમ લગભગ બે મહિના ચાલ્યો. અંતે જ્યારે શરીરનું સામર્થ એકદમ ક્ષીણ થવા માંડ્યું અને સહારા વગર ઊભા રહેવાનું પણ મુશ્કેલ બન્યું ત્યારે આચાર્યશ્રીએ ઇંગિતીમરણ-સંન્યાસ નામની મસલ્લેખના અંગીકાર કરી. આમ છેવટે પાણીનો પણ જીવનપર્યત ત્યાગ કર્યો અને શરીર એકદમ ક્ષીણ થઈ ગયું હોવા છતાં બીજા દ્વારા અથવા પોતાનાથી વૈયાવૃત્ય (સેવા–શુશ્રુષા) કરવા-કરાવવાનો પણ ત્યાગ કર્યો. આવી અવસ્થામાં આચાર્ય–મહારાજ દિવસ-રાત પંચ પરમેષ્ઠી અને આત્મધ્યાનની સાધનામાં રત રહેતા હતા. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુંથલગિરિ તીર્થમાં આચાર્યશ્રીની યમસલ્લેખનાના પરમ દર્શનાર્થે ભારતના ખૂણે-ખૂણેથી નરનારી આવવા લાગ્યાં. બે માસમાં લગભગ એક લાખ જેટલા માણસોએ આચાર્યશ્રીના દર્શનનો લાભ લીધો. આચાર્યશ્રીની ધ્યેયનિષ્ઠા, દઢતા અને અલૌકિક નાનાં દર્શન કરી લોકો પોતાને ધન્ય અનુભવવા લાગ્યા અને આચાર્યશ્રીની ધીર-ગંભીર, અનુપમ આત્મસાધનામાંથી પ્રેરણાનાં પીયૂષ પામવાનો પ્રયત્ન કરી નરભવ સફળ કરવાનો વિચાર કરતા થયા. ભાદરવા સુદ બીજ વિ.સં. ૨૦૧૨ તા. ૧૮-૯-૧૯૫૫ ને સવારે ૬-૫૦ વાગે ૮૪ વર્ષની ઉંમરે આચાર્યશ્રીએ આ નશ્વર દેહ છોડીને પોતાની જીવનલીલા અત્યંત વીરભાવથી–સમભાવથી સમાપ્ત કરી. સમાધિ-મરણની ૫ મિનિટ પહેલાં જ આચાર્યશ્રીએ જિનેન્દ્રમૂર્તિને પોતાના હાથોથી સ્પર્શ કરી તેમના ચરણોમાં પોતાનું શીશ રાખેલું. છેવટે પૂર્ણ સાવધાની સહિત “નમ: સિદ્ધભ્ય:” નો અંતર-જાપ કરતાં કરતાં આચાર્ય શ્રીએ પરમ શાંતભાવોમાં સ્થિત રહી દેહોત્સર્ગ કર્યો. પરમ પૂજ્ય આચાર્યશ્રી–શાંતિસાગર મહારાજ એક આદર્શ મુનિ હતા, તેવું તેમના જીવન-પ્રસંગોથી સ્પષ્ટ જાણી શકાય છે. ત્રીસ-ચાળીસ વર્ષ સુધી તેઓએ એ આદર્શ મુનિપદને આવશ્યક એવા અહિંસાદિ પંચમહાવ્રતોની નિર્દોષ સાધના કરી, સિહનિષ્ક્રીડિત વ્રત સરીખું અત્યંત કઠણ તપશ્ચરણ કરીને શરીરને અને ઇન્દ્રિયોને પોતાના દાસ બનાવી દીધા. તેઓશ્રીએ કામક્રોધાદિ કરિપુ પર વિલક્ષણ વિજય મેળવ્યો. તેમણે ગમે તેવી પ્રતિકૂળ અને ભયાનક પરિસ્થિતિમાં પણ પોતાના ચિત્તની શાંતિ ડગવા દીધી નહીં. છેવટની તેમની ૩૫ દિવસની સલેખના પછી તો એ વાત Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પ્રત્યક્ષ અને ઉત્કટતાથી હજારો લોકોના સાક્ષાત અનુભવમાં આવી કે અન્ન-જળનો ત્યાગ હોવા છતાં આચાર્યશ્રીના મુખ પર કોઈ પણ ઉદ્વિગ્નતા અથવા વેદનાની છાંટ પણ જોવામાં આવી નહોતી પરંતુ શાંતિ અને પ્રસન્નતાની સ્પષ્ટ છાયા જોઈ શકાતી હતી. સલ્લેખના સમયે તેમના મનની અને મુખમુદ્રા પરની ઝલકતી શાંતિ અને શુદ્ધિ સાચે જ તેમને અહિંસાના–ધર્મના એક ઉચ્ચ આરાધક તરીકે પ્રગટ કરે છે. તેમનું આદર્શ, ઉચ્ચ જીવન અને એક વીરની જેમ મૃત્યુને તેમણે કરેલું આહવાહન તેમની દઢ આત્મશ્રદ્ધા અને દિવ્ય આત્મબળનું આદર્શ પ્રતીક છે ! સાચે જ એક વિજયી વીરની જેમ આચાર્યશ્રીએ વિશ્વને અધ્યાત્મની–ધર્મની–મહત્તા બતાવી છે અને તેમના આદેશ–ઉપદેશ અનુસાર જીવનપથ બનાવવા ઉજજવળ પ્રેરણા કરી છે. આચાર્યશ્રીની શિષ્ય પરંપરા : વર્તમાન યુગમાં આ મહાન તપસ્વી અને તેજસ્વી આચાર્યશ્રીએ દિગંબર મુનિ પરંપરાનો પુનરુદ્ધાર કર્યો અને ઉત્તર ભારતમાં મુનિવિહારની જે પ્રથા લુપ્તપ્રાય થઈ ગઈ હતી તેને પુન: જીવિત કરી. તેમેના પ્રખર વ્યક્તિત્વથી પ્રેરણા અને માર્ગદર્શન પામીને અનેક પુનિત આત્માઓએ આત્મકલ્યાણના માર્ગને ગ્રહણ કરીને ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, જેમાં શ્રીવીરસાગર, શ્રીચન્દ્રસાગર અને શ્રીનેમિસાગર જેવાં તપસ્વીઓ, શ્રી કુંથુસાગર અને શ્રી સમંતભદ્ર જેવા શ્રતનિષ્ઠ મહામુનિઓ તથા અનેક આર્થિકાઓ અને ત્યાગીઓનો સમાવેશ થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૧. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર જ્ઞાનસાધના, યોગસાધના અને આધ્યાત્મિક સાહિત્ય સાધનાના ત્રિવેણીસંગમરૂપે શ્રીબુદ્ધિસાગરસૂરિજી ગુજરાતના આ સદીના એક મહાન, સર્વમાન્ય, આત્મનિષ્ઠ સાધક હતા. જન્મ અને બાળપણઃ અહિંસા અને શાકાહારની સમર્થક ગુર્જરભૂમિના મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં એક ધર્મપરાયણ દંપતી રહેતું હતું: શિવાભાઈ પટેલ અને અંબાબેન. આ દંપતીના સરળ અને ભક્તિભાવવાળા સ્વભાવથી ગામનાં સૌ પરિચિત હતાં. શિવાભાઈ ખેતીના કામકાજથી સંતોષપૂર્વક આજીવિકા ચલાવતા. તેમને ઘેર વિ. સં. ૧૯૩૦ની શિવરાત્રિ(મહાવદ અમાસ)ના રોજ બુદ્ધિસાગરજીનો જન્મ થયો હતો. તેમનું બાલ્યાવસ્થાનું નામ બહેચર રાખવામાં આવ્યું. છ વર્ષની ઉમરે તેઓનો ધૂળિયા નિશાળમાં અભ્યાસ શરૂ થયો. ધીમે ધીમે છઠ્ઠા ધોરણ સુધી પ્રથમ પંક્તિના વિદ્યાર્થી તરીકે વિદ્યાધ્યયન કરીને તેમણે શિક્ષકોમાં પણ ઠીક ઠીક ચાહના પ્રાપ્ત કરી લીધી હતી. ભાવિના એંધાણ : દરેક મનુષ્ય પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મે છે. બહેચર નાનપણથી જ દયાળુ, ચિતનશીલ, એકાંતપ્રિય અને પરોપકારી સ્વભાવનો હતો. પંદર ૮૫ - WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વર્ષની ઉંમરે પોતાના જાનના જોખમે આ યુવાને ભેંસના શીંગડાના મારથી જૈન સાધુઓને બચાવ્યા હતા. તે વખતે “પશુને મારવાથી તેને આપણા જેવું જ દુ:ખ થાય છે અને આપણને પાપ લાગે છે” એવો ઉપદેશ સાંભળી આ યુવાનને જૈનધર્મ પ્રત્યે આકર્ષણ ઊપજયું. હવે, વારંવાર ઉપાશ્રયમાં જઈને તેણે પ્રવચન સાંભળવાનું અને સત્સંગ કરવાનું પણ ચાલુ કરી દીધું. આ વ્યક્તિનો આત્મા પૂર્વજન્મના સંસ્કારથી સિચિત હતો. તેથી તેને આ અહિંસા, ક્ષમા, ઉદારતા, તપ-ત્યાગ અને શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરે જૈન ધર્મમાં ઉપદેશેલી ઉન્નત અને સર્વજનહિતકારી બાબતો પ્રત્યે અંતરનો પ્રેમ ઉભરાવા લાગ્યો. તે સવાચનનો અને ચિંતનનો ખૂબ જ રસિયો હતો. તે હિંદી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ પોતાની કોઠાસૂઝથી ભણવા લાગ્યો. થોડા વખત પછી તેણે આજોલ ગામે ધાર્મિક શિક્ષક તરીકેનું કાર્ય સ્વીકાર્યું. અહીં અન્યને ધાર્મિક શિક્ષણ આપતાં આપતાં પોતાનું ધર્મ, ઇતિહાસ, નીતિ, યોગસાધના વગેરે વિષયોનું જ્ઞાન પણ ખૂબ વધાર્યું અને તત્ત્વચિંતનમાં આગળ વધવાની સાથે અસત્ય, હિંસા, ચોરી, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરી સદાચારના માર્ગમાં બહેચરભાઈ સુસ્થિર થઈ ગયા. વિદ્યાની પિપાસા આ નાના ગામમાં પૂરેપૂરી નહીં સંતોષાય એમ લાગવાથી શ્રી વેણીચંદભાઈના સહયોગથી આજોલ છોડીને મહેસાણા આવ્યા. અહીં સંસ્કૃત અને ન્યાયનો વિશિષ્ટ અભ્યાસ અને મોટાં મોટાં પુસ્તકાલયોનો લાભ પણ લઈ શકાય તથા જ્ઞાનની સર્વતોમુખી વૃદ્ધિ પણ કરી શકાય એમ હતું. ત્યાગી જીવનનો સ્વીકાર : જ્ઞાન અને સંયમની આરાધનામાં અસાધારણ પ્રગતિ સાધનાર બહેચરદાસજીને તેમનાં માતાપિતાના સ્વર્ગવાસના સમાચાર મળ્યા ત્યારથી જ દીક્ષા લેવાનો ભાવ દઢ થતો ગયો. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના સાંનિધ્યમાં તેઓએ વિ. સં. ૧૯૫૭ના માગશર સુદ ૬ ના રોજ પાલનપુર મુકામે જિન-દીક્ષા લીધી અને બહેચરદાસમાંથી મુનિ બુદ્ધિસાગર બન્યા. સમયદેષ્ટા સમન્વયકારી યોગસાધક: તેમનામાં જીવનના પ્રારંભ કાળથી જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો ઉદય થયો હતો. પરમાર્થ માર્ગમાં આગળ વધવા માટે આધ્યાત્મિક સાધના જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે એવી તેમની દૃઢ માન્યતા હતી. એટલે આ યુવાન મુનિએ . પોતાની જ્ઞાન-ધ્યાનની આરાધના આગળ વધારી. જૈનધર્મના ભિન્ન ભિન્ન સંપ્રદાયોના તુચ્છ વિવાદો અને મતભેદોને તેઓ માનતા નહીં. વિશાળ આર્ય સંસ્કૃતિના ઉન્નત મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા અને આત્મસાધના દ્વારા પ્રાણીમાત્રને પરમશાંતિ મળે તે માટે પોતે ઉચ્ચકક્ષાની એકાંત સાધના કરી અને સામાન્ય માણસ પણ સમજી શકે તેવું ઉચ્ચકક્ષાનું સુગમ, સરળ, સત્વશીલ અને લોકોપયોગી સાહિત્ય રચીને તેમણે આપણા સૌ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અંધશ્રદ્ધા, મંત્ર-તંત્ર, બાધા-આખડી અને ભાવરહિત ક્રિયાકાંડની ભૂતાવળમાં ભટકતા સમાજને તેમણે સાચા જ્ઞાનનો અને સાચા આચરણનો માર્ગ બતાવ્યો. નાનાં-મોટાં, ગરીબ-તવંગર, જૈન-જૈનેતર, સ્ત્રી-પુરુષ અને નાત-જાત સંપ્રદાય વગેરેના ભેદભાવથી પર બની માનવમાત્રને શુદ્ધ આત્મધર્મનો ઉપદેશ આપ્યો અને તેમને સન્માર્ગ પ્રત્યે વાળ્યાં. Page #88 -------------------------------------------------------------------------- ________________ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર અધ્યાત્મયોગની સાધના સાથે ધર્મ અને સમાજની સેવાનાં કાર્યો : દીક્ષા ગ્રહણ કર્યા પછી પોતાનાં અધ્યયન, દૈનિકચર્યા અને ગુરુસેવાનો સમય બાદ કરીને બાકીના સમયમાં સતત જાગૃતપણે તેઓએ લોકહિતનાં કાર્યો પ્રત્યે ધ્યાન આપ્યું અને સમાજના સમસ્ત વર્ગમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી લીધી. પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત થઈને ગુજરાતનાં વડોદરા, ઈડર, માણસા, પેથાપુર વગેરે અનેક રાજ્યોના રાજાઓએ પોતપોતાનાં રાજયોમાં થતાં શિકાર, હિંસા, દારૂ, જુગાર વગેરેનો અમુક અમુક દિવસોએ સર્વથા નિષેધ કર્યો અને આ અલખયોગીની પાસે આવીને પોતાને માટે યોગ્ય નિયમો લીધા. વિદ્વાનોની મંડળીઓએ તેમને ‘શાસ્ત્રવિશારદ’ની પદવીથી વિભૂષિત કર્યા. ‘સાધુ તો ચલતા ભલા' ની ઉક્તિ અનુસાર તેઓ ગામેગામ વિહાર કરતા રહ્યા. આમ છતાં તેમને ત્રણ ક્ષેત્રોનું વિશેષ આકર્ષણ રહ્યું. (૧ ) વિજાપુર પાસે ‘બોરિયા-મહાદેવ’ જ્યાં શ્રી સદાનંદ સરસ્વતી નામના યોગીનો સારો પરિચય અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં. ૮૭ -આ (૨) સાબરકાંઠાની પ્રસિદ્ધ અને પ્રાચીન નગરી ઈડર, જયાંની ડુંગરાળ હારમાળાઓ, એકાંત નિર્જન ગુફાઓ, જીર્ણશીર્ણ મંદિરો અને તે જમાનાનાં ત્યાંનાં ગીચ જંગલો—બધાનું આ યોગીને ઘણું આકર્ષણ રહ્યું. એકાંત આત્મસાધના માટે અને મંત્રજાપ માટે તેઓએ અહીં કેટલાંક અઠવાડિયાં વિતાવ્યાં. (૩) દક્ષિણ રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થ ‘શ્રી કેસરિયાજી’. અહીંના શાંત અને ડુંગરાળ વાતાવરણમાં અને ‘અઢારે વરણ'ના શ્રદ્ધાસ્પદ એવા બાબા ઋષભદેવકાલાબાબાનાં દર્શન કરીને તેઓશ્રીએ ઘણી આત્મિક શાંતિનો અનુભવ કર્યો. ઈડરની જેમ જ અહીં પણ એકાંત સાધના માટે તેમણે ઘણા દિવસો વિતાવ્યા. આચાર્યપદ અને ધર્મપ્રભાવના : વિ. સં. ૧૯૭૦ના મહા સુદ પૂનમને દિવસે વિશાળ જૈન સંઘની હાજરીમાં તેઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. કઈ રીતે સમાજમાં જ્ઞાન અને સદાચારના સંસ્કાર નિર્માણ થાય, કયા ઉપાયોથી લોકોમાં આત્મવિશ્વાસ જન્મે, કુટુંબ-જ્ઞાતિ, સમાજ-ધર્મ-દેશ અને માનવમાત્ર પ્રત્યે પ્રેમનો-સેવાનોઆમીયતાનો ભાવ કેમ કરીને જાગે, અને લોકો કેવી રીતે વીરતાપૂર્વક જાગૃત જીવન જીવતા થાય, આ બાબતોમાં જ તેમને મુખ્ય રસ હતો. આ ધ્યેય સિદ્ધ કરવા તેઓએ અનેક પ્રકારે સમાજને માર્ગદર્શન આપ્યું. તેઓ વિ. સં. ૧૯૬૩ ના ચાતુર્માસ પછી અમદાવાદના શેઠ લલ્લુભાઈ રાયજીના આગ્રહથી અમદાવાદ પધાર્યા હતા, જ્યાં જૈન જૈનેતરોને અનેક પ્રકારે પ્રતિબોધ આપ્યો. લાલા લજપતરાય, લીંબડીના ઠાકોર, અમદાવાદના કલેક્ટર-કમિશનર તેમજ હિંદુ, સ્વામિનારાયણ, સ્થાનકવાસૌ અને આર્યસમાજના ત્યાગીવર્ગ સાથે પરસ્પર ધર્મવાર્તા કરી અનેકની શંકાઓ દૂર કરી અને સૌને પોતપોતાની પદ્ધતિથી સત્ય, અહિંસા, અપરિગ્રહ અને ઉદાર વિચારધારાનાં શાશ્વત આર્યસત્યો સમજાવ્યાં. અધ્યાત્મશાન પ્રસારક મંડળ અને સાહિત્યસેવા : ભગવાન મહાવીરનો સંદેશ દૂર-સુદૂર સુધી સામાન્ય જનતાને તે સમજી શકે તેવી સરળ અને સીધી ભાષામાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પહોંચે, એ ધ્યેયને લક્ષમાં રાખીને વિ.સં. ૧૯૬૫ના કારતક સુદ પાંચમે (જ્ઞાનપંચમીના પવિત્ર દિવસે) ઉપર્યુક્ત સંસ્થાની સ્થાપના માણસા (જિ. મહેસાણા) મુકામે થઈ. આ સંસ્થાએ નામ પ્રમાણે કામ કર્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને માગધીમાં અત્યાર સુધીમાં નાના-મોટા થઈને લગભગ ૧૨૫ જેટલા ગ્રંથો બહાર પડ્યા છે. આ ગ્રંથમાળાની વિશેષતા એ છે કે તેમાં તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અધ્યાત્મયોગની સાધના, વિવેચનો–ભાષાંતરો, જીવનચરિત્રો અને સમાજસુધારણા આદિ વિવિધ વિષયોને લગતા ગ્રંથો પ્રકાશિત થયા છે. આ ગ્રંથો માત્ર અમુક નાતજાત, પ્રાંત, ધર્મ, ભાષા કે માન્યતાના લોકો માટે જ નથી પણ એક અદના માનવીથી માંડીને મોટા મોટા પ્રોફેસરો. વકીલો, ડૉક્ટરો, વિદ્વાનો, ઇતિહાસકારો કે ત્યાગી-મુનિઓ-સૌ કોઈને સમજાય તેવા અને ઉપયોગી, ઉપકારી તથા વ્યક્તિના દૈનિક જીવનને ઉન્નત બનાવવામાં ઉપયોગી થાય તેવા છે. આમાંથી નીચેના ગ્રંથો બહુજનસમાજ અને સાધકો માટે વિશેષ ઉપયોગી હોવાથી વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે : (૧) સમાધિશતક (૧૦) આનંદઘનપદ ભાવાર્થસંગ્રહ (૨) પરમાત્મ દર્શન (૧૧) શ્રીમદ્ દેવચંદ્રજી (૩) યોગદીપક (૧૨) કુમારપાળ ચરિત્ર (૪) અધ્યાત્મ શાંતિ (૧૩) યશોવિજય ચરિત્ર (૫) કર્મયોગ (૧૪) અધ્યાત્મ ભજનસંગ્રહ (ભાગ ૧–૧૪) (૬) અધ્યાત્મગીતા (૧૫) શુદ્ધોપયોગ (૭) ધ્યાનવિચાર | (૧૬) સામ્યશતક (૮) આત્મશક્તિ પ્રકાશ (૧૭) શિષ્યોપનિષદ (૯) આત્મદર્શન | (૧૮) આત્માનું શાસન શિષ્ય સમુદાય : આચાર્યશ્રીનો મુખ્ય રસ અને પ્રયત્ન તો શાશ્વતકાળ માટે રહેનારાં શાસ્ત્રો રચવામાં જ રહેતો, તેમ છતાં યોગાનુયોગે તેમણે કેટલાક ભવ્ય જીવોને દીક્ષા આપવાનું કાર્ય પણ બજાવ્યું. તેમના મુખ્ય શિષ્યો નીચે પ્રમાણે છે : (૧) અજિતસાગર . (૪) અમૃતસાગર (૨) કીર્તિસાગર (૫) જીતસાગર (૩) ભક્તિસાગર (૬) વૃદ્ધિસાગર અજિતસાગરજી અને કીર્તિસાગરજીની પરંપરામાં ઘણા પ્રભાવશાળી મુનિરાજો થયા, જેમાં સર્વશ્રી કૈલાસસાગરજી, સુબોધસાગરજી, પદ્મસાગરજી વગેરે અનેક શાસન પ્રભાવનાનાં રૂડાં કાર્યો કર્યા. આજે પણ તે પરંપરા સારી રીતે સત્કાર્યરત છે. મહુડી તીર્થ ખૂબ વિકાસ અને લોકપ્રિયતાને પામ્યું છે. પૂજ્યશ્રીની પરંપરાના મુનિઓ ભારતભરમાં પોતાના જ્ઞાન–ચારિત્રયુક્ત પ્રેરક, તેજસ્વી અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી સુંદર અને દીર્ઘજીવી શાસન-પ્રભાવના કરી રહ્યા છે. બીજા રૂડાં કાર્યોની સાથે સાથે આ મુનિરાજો વિશાળ બિનસાંપ્રદાયિક દષ્ટિ અને અધ્યાત્મયોગની સાધનાને આગળ વધારવામાં અગ્રગણ્ય ભાગ ભજવશે, એમાં કંઈ શંકા નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગર ૮૯ સદ્ગણોની સુવાસ : (૧) સત્યાન્વેષક વિશાળ દષ્ટિ સહિત ગુણાનુરાગ અને ગુણગ્રહણ (૨) હિંમત અને સાહસ (૩) દીર્ધદષ્ટિ (૪) સતત અપ્રમત્ત પુરુષાર્થ (૫) શ્રુતજ્ઞાનમાં નિષ્ઠા અને તેની સતત આરાધના (૬) સર્વધર્મસમભાવ (૭) દયાદ્રતા (૮) જ્ઞાનગર્ભિત અને વૈરાગ્યજનિત નિઃસ્પૃહતા (૯) વ્રત પાલનમાં નિષ્ઠા અને સતત પ્રયત્નશીલતા (૧૦) ઉત્કટ શાસનપ્રેમ અને વિશાળ જૈનદૃષ્ટિ (૧૧) ભારત જૈન મહાશાનાલય(પુસ્તકાલય)ની રચના દ્વારા જૈન-જૈનેતરોમાં શાસ્ત્રજ્ઞાનના પ્રચાર-પ્રસારની ભાવના (૧૨) યોગસાધનામાં નિષ્ઠા અને સતત તેનો અભ્યાસ ઉત્તરાવસ્થા : વિ. સં. ૧૯૭૦માં માણસા મુકામે આચાર્યપદવી પ્રાપ્ત થયા પછી આ યોગીરાજે સાણંદનાં બે ચોમાસા બાદ કરતાં બધા ચાતુર્માસ વિજાપુર, માણસા અને પેથાપુરની આજુબાજુ જ કર્યા. વિ. સં. ૧૯૭૬ થી તેમને ડાયાબિટીસનો રોગ લાગુ પડયો અને તે વધતો ગયો. વિ. સં. ૧૯૮૦માં આણંદના પ્રખ્યાત ડૉ. કુપરે નિદાન કરીને ગંભીર માંદગીની જાહેરાત કરી. પરંતુ આ યોગીરાજને મૃત્યુની ફિકર નહોતી. ‘ફિકર કા ફાકા કિયા, કાકા નામ ફકીર’ પરંતુ બાકી રહેલા ગ્રંથોના પ્રકાશનનું કાર્ય ત્વરાથી થાય તેવી તેમણે ગોઠવણ કરી. ૧૯૮૦ ના મહા સુદ દશમે પટ્ટશિષ્ય શ્રી અજિતસાગરને આચાર્યની, શ્રી મહેન્દ્રસાગરને ગણિની તથા શ્રી ઋદ્ધિસાગરને પ્રવર્તકની પદવીઓ આપવામાં આવી. તે જ વર્ષમાં માગશર સુદ બીજને દિવસે મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કરી, જેથી જનજૈનેતર સૌને ધર્મનું આકર્ષણ રહી શકે. વિ. સં. ૧૯૮૧ માં દીક્ષાના ૨૫મા વર્ષમાં અને જીવનના છેલ્લા વર્ષમાં પ્રવેશ કર્યો. મહાપ્રયાણ : મહારોગ ડાયાબિટીસને લીધે તેમના શરીરમાં જુદા જુદા રોગનાં ચિહનો દેખાવા લાગ્યાં હતાં. પાદરાના પોલિટિકલએજન્ટને ઉપદેશ આપી, મહારાજશ્રી માણસા, લોદ્રા, વિજાપુર થઈને મહુડી આવી પહોંચ્યા. ચૈત્ર માસમાં શ્રી વૃદ્ધિસાગરજીના દેહવિલય પછી મહારાજશ્રી કંઈક એકલાપણાનો અનુભવ કરતા. પછી તો તેઓની દેહસ્થિતિ વધારે કથળવા લાગી. પણ આત્માની દૃઢતા અને જીવનના સર્વોત્તમ આદર્શને–સ્વ-પરિકલ્યાણને-વળગી રહેવાનો સંકલપ અફર દેખાતો હતો. વિજાપુર સંધે યોગીરાજને લઈ જવાનો આગ્રહ રાખ્યો અને પુંધરાથી મળસ્કે પાટ પર સુવાડી તેમને વિજાપુર લઈ જવામાં આવ્યા. સંઘ સાથે મુનિ મહેન્દ્રસાગર સતત સેવા-સુશ્રષામાં હતા. વચ્ચે વચ્ચે “ અહંત મહાવીર’નો ધીમો નાદ સંભળાતો. સવારે વિજાપુરમાં પ્રવેશ થયા પછી એકબે કલાકે વિ. સં. ૧૯૮૧ના જેઠ વદ ત્રીજના સવારે ૮-૩૦ વાગે વિશાળ ચતુર્વિધ સંઘની વિદાય લઈ યોગીરાજ શાંતિપૂર્વક અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શેઠ શ્રી હુકમચંદજી આત્મબળથી પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વનું નિર્માણ કરીને વિશિષ્ટ બુદ્ધિમત્તા, અનુપમ સાહસ અને પ્રબળ પુરુષાર્થ દ્રારા દેશના ઔદ્યોગિક, આર્થિક, સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રોમાં અનેકવિધ ફાળો આપનાર શેઠ હુકમચંદજીનું નામ વેપારી જગતના મહાપુરુષ તરીકે જાણીતું છે. અપાર ભૌતિક સંપત્તિના ઉપાર્જન દ્વારા અનેન્ય પ્રખ્યાતિ પામનાર અને તેનો સદુપયોગ કરી સામાજિક ઉદ્ધારકોમાં અગ્રેસરનું સ્થાન પ્રાપ્ત કરનારા આ યુગના પ્રતિભાશાળી પુરુષોમાં તેમની પ્રતિભા આગવી હતી. અવિચલ સહિષ્ણુતા, ઉદારતા, નિરભિમાનતા, ધાર્મિકતા, પરોપકારિતા તથા વિદ્રજજનો પ્રત્યેનો પ્રેમ–આ તેમના મુખ્ય અસાધારણ ગુણો હતા. તેમની વ્યાપારિક કુશળતા અને પરોપકારિતાએ તેમને સમસ્ત હિન્દુસ્તાનમાં કીર્તિ અને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરાવ્યાં હતાં. જન્મ અને બાલ્યકાળ : શેઠ હુકમચંદજીનો જન્મ વિ. સં. ૧૯૩૧માં થયો હતો. તેમનો જન્મ થયા બાદ તેમના પુણ્યપ્રતાપથી લક્ષ્મી દિવસે દિવસે અધિકાધિક વૃદ્ધિ પામવા લાગી. તેમના પિતાનું નામ શેઠ સરૂપચંદજી અને માતાનું નામ જબરીબાઈ હતું. શેઠ સરૂપચંદજી તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. વ્યાપાર-વ્યવસાયમાં પ્રખર બુદ્ધિમત્તાને લીધે ८० Page #92 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી હુકમચંદજી વ્યાપારજગતમાં તેમની ખૂબ નામના હતી. તેઓ સ્વભાવે ઉદાર, ધર્માત્મા, સ્વાધ્યાયશીલ અને નિયમિત હતા. આ ઉપરાંત તેમને ધર્મમાં અટલ શ્રદ્ધા હતી. આ બધા ગુણો શેઠ હુકમચંદજીને તેમના પિતા તરફથી વારસામાં જ મળ્યા હતા. હુકમચંદજી બાલ્યાવસ્થાથી તીવ્ર બુદ્ધિવાળા અને અત્યંત પ્રતિભાશાળી હતા. તેમની સ્મરણશક્તિ બહુ તેજ હતી. તેથી સમસ્ત પરિવારનાં લોકો તેમને સુશિક્ષિત બનાવવા માટે આતુર હતાં. પાંચ વર્ષની ઉંમરમાં તેઓનો વિદ્યાભ્યાસ શ્રી મોહનલાલજી ગુરુ દ્વારા શરૂ કરવામાં આવ્યો. તે જમાનામાં લોકોનો ભણવાનો ઉત્સાહ ખૂબ ઓછો હતો. તેઓને સમય અનુસાર શિક્ષા મળી. આ ઉપરાંત તેઓએ ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. તેઓએ ૧૫ વર્ષની ઉંમર સુધીમાં તો વ્યાપારમાં સારી એવી પ્રગતિ કરી લીધી. ગૃહસ્થજીવન : શેઠસાહેબને ચાર વિવાહ કરવા પડ્યા હતા. તેમના પહેલા વિવાહ વિ. સં. ૧૯૪૩ માં, બીજા વિવાહ ૧૯૫૬ માં, ત્રીજા વિવાહ ૧૯૬૩ માં અને ચોથા વિવાહ ૧૯૭૨ માં થયા હતા. તેમનાં ધર્મપત્ની કંચનબહેન લક્ષ્મીના અવતાર સમાન હતાં. તે સુયોગ્ય, ધર્માત્મા, વિદુષી અને પરોપકારિણી મહિલારત્ન હતાં. શ્રાવિકાશ્રમ, પ્રસૂતિગૃહ, શિશુસ્વાસ્થ્ય-રક્ષા વગેરે સેવા-સંસ્થાઓમાં તેઓ ખૂબ રસ લેતાં અને તેને લગતાં કાર્યોનું નિરીક્ષણ પણ તેઓ જાતે જ કરતાં હતાં. શેઠસાહેબનું વ્યક્તિત્વ : શેઠસાહેબને પૈતૃક સંપત્તિરૂપે બાળપણથી જ ધર્મશાસ્ત્ર વાંચવાનો અને ધર્મચર્ચા કરવાનો શોખ હતો. ધર્માત્મા પુરુષોને મળતાં તેમનું મન અતિશય આનંદિત થઈ જતું હતું. તેમનો તેઓ હંમેશાં આદરસત્કાર કરતા તેઓ આધુનિક સાહિત્યના પણ પ્રેમી હતા. તેથી જીવનકાળ દરમિયાન તેઓએ હિંદી, ગુજરાતીનાં હજારો પુસ્તકો વાંચી લીધાં હતાં. તેઓ દરરોજ કોઈ નવું પુસ્તક વાંચતા જ રહેતા. ૯૧ તેઓ સરળ અને નિરાભિમાની હતા. સાધારણમાં સાધારણ આદમી સાથે પણ તેઓ વાર્તાલાપ કરતા. તેઓ પોતાને જનતાના સેવક સમજતા. ધનિક સમાજમાં તેમને શીલસાંયમમાં આદર્શરૂપ માની શકાય. પોતાના શીશમહેલમાં બેઠા બેઠા તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિથી સંપૂર્ણ કાર્યનું ખૂબ સરળતાપૂર્વક સંચાલન કરતા. વ્યાપાર અને વ્યવસાય : શેઠસાહેબ હંમેશાં સફળતાના વિચારોમાં જ ઓતપ્રોત રહેતા હતા. નિરાશા અને હતાશા તેમના જીવનમાં ભાગ્યે જ જોવા મળતાં. તેઓની સફળતાનાં મુખ્ય કારણો છે: (૧) તેમનું આશાવાદી માનસ (૨) સંસારભરના બજારોનું અધ્યયન અને મનન (૩) અવિચળ સાહસવૃત્તિ અને સતત પુરુષાર્થ. સાહસિક વૃત્તિ અને વેપારી કુનેહ તેમનામાં બાળપણથી જ હતાં. આથી જ પાછળથી તેઓ ‘શેઠસાહેબ’, ‘મર્ચંટ કિંગ’ અને ‘સ્વદેશી ઉદ્યોગધંધાના અગ્રણી' ગણાવા લાગ્યા. તેઓ બજારમાં આવતાં પરિવર્તનો પ્રમાણે પોતાના વેપારમાં પણ પરિવર્તન કરતા હતા. વેપારની બાબતમાં તેઓ હઠવાદી ન હતા. મધ્યપ્રદેશમાં, ખાસ કરીને ઇન્દોરમાં તે વખતે અફીણનો સટ્ટો ખૂબ જોરશોરથી ચાલતો હતો. તેમાં તેઓ ખૂબ રંગાયેલા હતા. અફીણના ધંધામાં ૩ કરોડ કમાયા અને ઘરમાં સોના-ચાંદીની વર્ષા થવા લાગી. Page #93 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા” દૈનિક અખબાર દ્વારા તેમને “મર્ચંટ પ્રિન્સ ઑફ માલવા” નામથી પ્રસિદ્ધિ આપવામાં આવી હતી. આમ છતાં વિ. સં. ૧૯૮૨ માં જ્યારે તેઓ વેપાર માટે મુંબઈ ગયા ત્યારે તેમને સટ્ટાના ત્યાગ માટે આત્મપ્રેરણા થઈ અને તેના ફળસ્વરૂપે પાંચ વર્ષ માટે સટ્ટો કરવાનું છોડી દીધું. ઔદ્યોગિક જીવન : શેઠ હુકમચંદજીએ ભારતની ઔદ્યોગિક ઉન્નતિમાં અગ્રગણ્ય ફાળો આપીને દેશનું જે આર્થિક ઉત્થાન કર્યું તે અવર્ણનીય છે. તેઓએ હુકમચંદ મિલ નં. ૧ અને ૨, રાજકુમાર મિલ, યુટમિલ તથા બીજા અનેક કારખાનાં ચાલુ કર્યા. આ ઉપરાંત તેમણે કલકત્તામાં એક કાપડની અને બીજી સ્ટીલની મિલ ખોલી હતી. તેમણે એમ પણ કહ્યું કે ખાદી આ દેશનો પ્રાણ છે. ખાદી દ્વારા ગામડાના લોકો પોતાના ફાજલ સમયનો ઉપયોગ કરીને રોજી-રોટી મેળવી શકે છે. પોતાના ખાદીના ઉત્પાદન દ્વારા વિદેશમાં જતાં નાણાંને રોકી શકાય છે. આ કારણથી તેમણે ઇન્દોરમાં ખાદી વણાટ માટેની અને જાડા કાપડની મિલ શરૂ કરીને તેમાં લગભગ ૨૦ કરોડનું કાપડ બનાવ્યું. તેમની વૈવિધ્યપૂર્ણ ઔદ્યોગિક વસાહતો હજારો માણસો માટે ઉદરનિર્વાહનું સાધન બની હતી. એક અંદાજ પ્રમાણે તેઓનાં બધાં કારખાનાં તથા મિલો દ્વારા ૧૫ હજાર માણસોનો નિર્વાહ ચાલતો હતો. તેમણે અનેક પ્રકારના ઉદ્યોગો અને વેપારધંધામાં પોતાની વ્યાપારિક બુદ્ધિ, કુશળતા અને દીર્ધદષ્ટિથી કરોડોની સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને કયારેક ગુમાવી પણ હતી. છતાં તેમની મુખમુદ્રા પર કદી હર્ષ-શોક દષ્ટિગોચર થતા નહોતા. માનવતાવાદી પરોપકારમય જીવન : જેઓ પોતાનાં તન, મન અને ધનનો ઉપયોગ પરોપકારમય સત્કાર્યો માટે કરે છે તેઓ જ આ દુનિયામાં સાચા સુયશને પ્રાપ્ત કરે છે. સંસારમાં જે મહાપુરુષો થયા છે, તે બધા મનુષ્યની સેવાથી મહાન બન્યા છે. જેઓ પોતાનું જીવન દયા, નમ્રતા, સાદાઈ, ઉચ્ચ વિચાર અને માનવ સેવામાં વ્યતીત કરે છે તેઓ સંસારમાં પૂજનીય અને આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે. તેમણે શીશમહલ, ઇન્દ્રભવન, ઇતિવારિયાનું મંદિર વગેરે ભવ્ય ઈમારતો બંધાવી. ઉપરાંત વિશ્રાંતિભવન, મહાવિદ્યાલય, બૉડિંગ હાઉસ, સ. કંચનબાઈ શ્રાવિકાશ્રમ, ઔષધશાળા, ભોજનશાળા, પ્રસૂતિગૃહ વગેરે અનેક સંસ્થાઓ તેઓની પરોપકારમયતા અને દાનવૃત્તિનું જવલંત પ્રતીક છે. તેઓએ ધર્મ અને સમાજહિત માટે લાખો રૂપિયા ખર્ચા હતા. ધામિક, સાધનામય, વિરકા જીવન : તેઓને બાળપણથી જ જૈનધર્મ પ્રત્યે બહુ રૂચિ હતી. તેઓ ધર્મપ્રેમી પુરુષોની જેમ દરરોજ જિનેન્દ્રપૂજન, સ્વાધ્યાય તથા ધર્મચર્ચા કરતા હતા. વિ. સં. ૨૦૦૦ ના અષાઢ માસમાં, ઈ. સ. ૧૯૪૨ ના જુલાઈ માસમાં ઇન્દોરમાં ‘શાંતિમંગલ વિધાન’ અષ્ટાનિકા પર્વ દરમિયાન ઉજવાયેલ તેમાં પોતાને અપાયેલા માનપત્રના જવાબમાં તેમણે કહ્યું કે મને જૈન ધર્મમાં પ્રગાઢ શ્રદ્ધા છે. મારા જીવનનો અભ્યદય જૈનશાસ્ત્ર, સ્વાધ્યાય, ત્યાગીઓ-વિદ્વાનોના સત્સંગ તથા ધાર્મિક મિત્રોની ગોષ્ઠી દ્વારા થયો છે.” Page #94 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી હુકમચંદજી જીવનમાં લગભગ ૫૦ વર્ષો સુધી નિયમિત રીતે શાસ્ત્ર-ચર્ચા, સ્વાધ્યાય, સદાચારપાલન, અધ્યાત્મવૃત્તિ, તેમજ ત્યાગીઓ-વિદ્વાનોના સત્સમાગમ દ્વારા પોતાના આત્માને સુસંસ્કૃત બનાવવામાં તથા પારલૌકિક સુખના હેતુને પાર પાડવામાં મગ્ન રહ્યા હતાં. ' સમ્રાટ જેવી સંપત્તિ અને ઇન્દ્ર જેવા ભોગવિલાસોને ગૌણ કરીને આ પ્રમાણે સાધનામય જીવનનો સ્વીકાર કરવો સહેલો નથી. પરમ પૂજ્ય આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ જ્યારે સંધ સહિત ઈન્દોર પધાર્યા ત્યારે તેમના પર પણ શેઠજીના અદ્વિતીય વ્યક્તિત્વનો ભારે પ્રભાવ પડ્યો. જ્યારે પણ આચાર્યશ્રી અને મુનિધર્મ પર કોઈ પણ ઉપસર્ગ કે સંકટ આવતું ત્યારે તેઓ હાજર રહી તેનું નિવારણ કરતા. એક વાર બીમાર હોવા છતાં તેમણે આચાર્યશ્રીના દર્શને જવાનો પોતાનો વિચાર અમલમાં મૂક્યો હતો. તેઓને પોતાના કરતાં આચાર્યશ્રીના સ્વાથ્યની વિશેષ ચિંતા રહેતી હતી, જે તેમની રૂડી ગુરુભક્તિ સૂચવે છે. સૌરાષ્ટ્રમાં દિગમ્બર જૈન યાત્રાધામ, સોનગઢની તેમણે ત્રણ વાર યાત્રા કરી હતી. પૂ. શ્રી કાનજી સ્વામી પ્રત્યે તેમને ઉકંઠા અને વાત્સલ્ય ભાવ હતો. ત્યાં સ્વા ધ્યાય હૉલ તથા જૈન મંદિર બનાવવા માટે તેમણે લગભગ એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું. એક વાર જૈનોના પવિત્ર યાત્રાધામ સમેતશિખરજી પર એક સંકટ ઉપસ્થિત થયું હતું. ત્યાં અંગ્રેજોએ વસવાટ કરવાનું નક્કી કર્યું હતું. આથી જૈન સમાજમાં હલચલ મચી ગઈ હતી. ઇન્દોરથી શેઠસાહેબે પણ અન્ય અગ્રણી વ્યક્તિઓ સાથે ખુલ્લે પગે ત્યાંની યાત્રા કરી તેમજ અંગ્રેજ સરકારને કહ્યું કે જો જૈન સમાજનો વિરોધ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તેમનો વિરોધાગ્નિ સળગી ઊઠશે. આ વાત ધ્યાનમાં લઈને અંગ્રેજોએ પોતાના વિચારો સ્થગિત કર્યા. ત્યાર પછી જૈન સમાજે નિશ્ચય કર્યો કે આ પહાડ આપણે ખરીદી લઈએ તો ભવિષ્યમાં ફરી આવો પ્રશ્ન ઊભો ન થાત તે માટે તેઓએ રૂ. ૫૦૦૦ – આપ્યા અને ઇન્દોરમાંથી રૂ. ૨૫,૦૦૦/–નું ફંડ એકઠું કરી આપ્યું. જૈન ધર્મ અને સમાજની સેવા કરવી તે તેમના જીવનનું મહાન કાર્ય હતું. તેને તેમણે મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી દીધું હતું : (૧) તીર્થોની સેવા. (૨) મુનિધર્મ કે તીથો પર આવેલા સંકટનું નિવારણ કરવું. (૩) અંદર અંદરના વિવાદો સમાધાન દ્વારા દૂર કરવા. (૪) સંસ્થાઓની સ્થાપના અને સહાયતા. દિગંબર જૈન સમાજની પ્રગતિ અને વિકાસનો ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૫૦ સુધીનો ઈતિહાસ તેમના જીવન સાથે ઠીક ઠીક રીતે સંકળાયેલો છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સંવત ૧૯૫૯માં તેમણે ઇન્દોર અને છાવણીની મધ્યમાં જમીન ખરીદી અને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ભવ્ય જિનાલાયનું નિર્માણ કર્યું. ઈતવારિયાના ભવ્ય જિનમંદિરના નિર્માણ માટે તેમણે જયપુર અને ઈરાનથી કુશળ કારીગરો બોલાવ્યા હતા. અહીં મોટા ભાગનું કામકાજ કાચનું છે. રંગબેરંગી કાચનાં અત્યંત સુંદર અને મનોહર ચિત્રો બનાવવામાં આવ્યાં છે. તેમાં સિદ્ધક્ષેત્ર, સમવસરણ, ત્રણલોક, નન્દીશ્વરદ્વીપ, સ્વર્ગની રચના, સપ્તવ્યસન તથા અષ્ટકર્મ વગે૨ે ચિત્રો બનાવવામાં આવ્યાં છે. આ દશ્યો જોઈને દર્શક ભાવવિભોર બની જાય છે. આથી જ ઇન્દોરને ‘તીર્થનગરી’ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્દોરમાં પ્લેગથી પીડાતી જનતાને પણ તેમણે સહાય કરી હતી તેમજ અસહાય જૈન ભાઈઓ માટે સો રૂપિયાના માસિક ખર્ચ પર એક ભોજનાલયની વ્યવસ્થા પણ કરી હતી. સંવત ૧૯૭૦ માં પાલિતાણામાં એક અધિવેશનમાં તેઓ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે ચાર લાખ રૂપિયાના દાનની ઘોષણા કરી હતી. સંવત ૧૯૭૪ માં તેમણે દિલ્હીની લેડી હાર્ડિંગ મૅડિકલ હૉસ્પિટલમાં ચાર લાંખ રૂપિયાનું દાન આપ્યું હતું. શેઠસાહેબ હંમેશાં વિદ્યાદાન માટે કોઈ પણ નાતજાતનો ભેદભાવ રાખતા નહીં. તેમણે ૨૫ હજાર રૂપિયા આપીને સ્કૂલ માટે એક મકાન ખરીદ્યું હતું. આવી શાત-અજ્ઞાત અનેકવિધ દાનપ્રવૃત્તિઓ શેઠસાહેબના જીવનની રોજબરોજની ઘટનાઓ બની ગઈ હતી. શેઠજીની અલવિદા : આમ સતત પાંચ દાયકાઓ સુધી સમાજ, ધર્મ અને ઉદ્યોગના ક્ષેત્રે ઉચ્ચસ્તરીય સેવાઓ આપી શેઠશ્રીએ તા. ૨૬-૨-૧૯૫૯ના રોજ આપણા સૌની પાસેથી ચિરવિદાય લઈ લીધી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી ભૂમિકા : વિશ્વની વિરલ વ્યક્તિઓ જ પોતાના સદાચરણ દ્વારા સાધારણ માનવમાંથી મહામાનવ બની શકે છે. આવી રીતે જ સાધારણ માનવમાંથી આધુનિક યુગના એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત બનનાર શ્રી ગણેશપ્રસાદજી વર્ણીએ પાંનાના ઉન્નત જીવન અને ઉપદેશ દ્વારા જૈન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અને વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે. એક જૈનેતર કુળમાં જન્મ પામ્યા છતાં જૈન સંસ્કૃતિના મૌલિક સિદ્ધાંતોથી આકર્ષાઈ જેમણે પોતાનું સમસ્ત જીવન જૈનધર્મનાં સંવર્ધન અને સંરક્ષણમાં સમર્પિત કર્યું એવા શ્રી વર્ણીજી પોતાના દિવ્ય વચનામૃતો દ્વારા અને અનેક ધાર્મિક શિક્ષા સંસ્થાઓની સ્થાપના દ્રારા વર્તમાન યુગના જીવો માટે સ્વ-પર કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતા ગયા છે. તેમનામાં વિદ્વત્તા પણ હતી અને સરળતાં પણ હતી. જીવમાત્ર પર કરુણા પણ હતી અને ઉદારતા પણ હતી. અનેક ગુણોના આવાસ સમું તેમનું જીવનચરિત્ર સાચે જ આપણા સૌને માટે અત્યન્ત પ્રેરણાપ્રદ છે ! જન્મ તથા બાળપણ : “સો દંડી એક બુંદેલખંડી'' આ લોકોક્તિ બુંદેલખંડના નિવાસીઓની શૌર્યકથા અને ધર્મપરાયણતાનું સૂચન કરે છે. ક્ષત્રિય શિરોમણિ મહારાજા ૯૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધચ છત્રસાલની શૌર્ય કથાઓ તથા દ્રોણગિરિ, નૈનાગિરિ, સોનાગિરિ, અહારજી, પૌરાજી જેવી પ્રસિદ્ધ તીર્થભૂમિઓથી સુશોભિત બુંદેલખંડની પવિત્રધરામાં શ્રી વર્ણીજીનો જન્મ થયો હતો. વિ. સં. ૧૯૩૧ ના અષાઢ વદ ૪ ના રોજ સવારે શ્રી હીરાલાલની ધર્મપત્ની ઉજિયારીબહેનની કૂખે હંસેરા ગામ(જિ. લલિતપુર)માં શ્રી ગણેશપ્રસાદજીનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રી હીરાલાલ વૈષ્ણવ ધર્માવલમ્બી અસાટી વૈશ્ય જાતિના મધ્યમ સ્થિતિના સંતોષી વ્યક્તિ હતા. વૈષ્ણવ ધર્માવલમ્બી હોવા છતાં જૈન ધર્મના ‘નવકાર મંત્ર’ પર તેમને ખૂબ જ શ્રદ્ધા હતી અને બાળક ગણેશને પણ તેનું સ્મરણ કરવાની તેઓ વારંવાર પ્રેરણા આપતા. ઘરની આર્થિક સ્થિતિ સુધરે એટલા માટે અને હંસેરામાં શિક્ષણનું કોઈ સાધન ન હોવાથી ગણેશના શિક્ષણાર્થે હીરાલાલ છ વર્ષના બાળકને લઈને જન-ધન-સમ્પન્ન મેડાવરા ગામમાં આવીને રહેવા લાગ્યા. અહીંની નિશાળમાં ગણેશપ્રસાદને સાત વર્ષની ઉંમરે પ્રવેશ મળ્યો અને ચૌદ વર્ષની ઉંમર સુધીમાં તેમણે મિડલસ્કૂલ પાસ કરી દીધી. ગામમાં ૧૧ શિખરબંદ જિનમંદિરો અને એક વૈષ્ણવ મંદિર હતું. પોતાના ઘરની સામે જ જિનમંદિર હોવાથી ગણેશપ્રસાદ દરરોજ કુતૂહલવશ ત્યાં જતા અને મંદિરમાં થતી ભક્તિ-પૂજાને ખૂબ શાંતિભાવથી નિરખતા તેમજ ત્યાં થતાં પ્રવચનોને રુચિપૂર્વક સાંભળતા. તેમની આ પ્રવૃત્તિથી બાળપણમાં જ જાણે પૂર્વભવના સંસ્કારનું અનુસંધાન થતું હોય તેમ જૈનધર્મના સંસ્કાર તેમના લોહીમાં ઊતરવા લાગ્યા અને કુળ-પરંપરાની ખોટી રુઢિઓ– માન્યતાઓ તેમને નીરસ-નિરર્થક ભાસવા માંડી. બાળકમાં ધીરે ધીરે રાત્રિભોજનનો ત્યાગ, અણગળ પાણીનો ત્યાગ વગેરે જૈનકુળના સામાન્ય સંસ્કારો સહજપણે વણાઈ જવા લાગ્યા. જૈન ધર્મનાં વચનો તેમને વધારે તર્કપૂર્ણ અને કલ્યાણકારી લાગવા માંડયાં. આમ, તેમના ભાવિ ભવ્ય જીવનનાં બીજ નાનપણથી જ રોપાવા લાગ્યાં હતાં. મડાવરામાં મીડલસ્કૂલ સુધી જ અભ્યાસ હોવાથી, ૧૪ વર્ષની ઉંમરે ગણેશપ્રસાદનું ભણતર પૂરું થઈ ગયું. ૪ વર્ષ ખેલ-કૂદમાં પસાર થયાં અને ૧૮ વર્ષની ઉંમરે તેમનો વિવાહ થઈ ગયો. સ્વર્ગવાસ પૂર્વે પિતાએ ગણેશપ્રસાદને નીચે મુજબ ઉપદેશ આપ્યો : ૯૬ “બેટા, સંસારમાં કોઈ કોઈનું નથી, આ વિચાર દઢ રાખજે. મારી બીજી એક વાત હૃદયમાં ઉતારી લેજે કે હંમેશાં નમોકારમંત્રનું સ્મરણ રાખવું. આનાથી અનેક આપત્તિઓમાંથી બચી શકાશે. જે ધર્મમાં આ મંત્ર છે તે ધર્મનો મહિમા અવર્ણનીય છે અને તારે જો કલ્યાણ કરવું હોય તો આ ધર્મને જાણવાનો પ્રયત્ન કરજે અને તેમાં દૃઢ શ્રદ્ધા રાખજે.'' પિતાના સ્વર્ગવાસના દિવસે જ તેમના ૧૧૦ વર્ષના દાદાનું પણ મૃત્યુ થયું. તેથી પરિવારની સમગ્ર જવાબદારી અઢાર વર્ષના ગણેશપ્રસાદ પર આવી પડી, પરંતુ તેઓ વિચલિત થયા નહિ અને આજીવિકાર્થે મદનપુર ગામમાં શિક્ષકની નોકરી શરૂ કરી. ચાર માસ પછી આગ્રામાં ટ્રેનિગ લઈ બીજા એક-બે સ્થળે શિક્ષકની નોકરી કરી. માતા અને પત્ની ગણેશપ્રસાદને જૈન ધર્મ છોડી કુળધર્મમાં જ રહેવા માટે દબાણ Page #98 -------------------------------------------------------------------------- ________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વ કરવા લાગ્યાં પરંતુ માતાનો સ્નેહ અને પત્નીનો અનુરાગ તેમને જૈન ધર્મની શ્રાદ્ધામાંથી વિચલિત કરી શકયાં નહિ. પંક્તિભોજનમાં શામેલ ન થવાથી જાતિવાળાઓએ બહિષ્કાર કરવાની ધમકી આપી. છતાં તેની પરવા કર્યા વિના તેઓ જતારાની સ્કૂલમાં શિક્ષણકાર્ય કરવા લાગ્યા. ત્યાં તત્ત્વ-અભ્યાસી શ્રી કડોરેલાલ ભાયજી સાથે તેમનો પરિચય થયો. વાતચીત દરમિયાન ગણેશપ્રસાદજીએ ભાયજીને જણાવ્યું કે મેં મારી માતા તથા પત્નીનો એમ કહીને ત્યાગ કરી દીધો છે કે તેઓ જયાં સુધી જૈનધર્મનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમની સાથે કોઈ પણ સંબંધ નહીં રાખું તથા તેમના હાથનું ભોજન પણ નહીં કરું. ભાયજીસાહેબે સમજાવ્યું કે કોઈને પણ બલાત્ ધર્મપરિવર્તન કરાવી શકાય નહીં. ઉતાવળ કરવાની જરૂર નથી. જૈન ધર્મના મર્મને સમજો અને ક્રમેક્રમે કરીને જ ચારિત્રમાર્ગમાં આગળ વધો. 66 ધર્મમાતા ચિરોજાબાઈનો પરિચય : એક વાર ભાયજીએ ગણેશપ્રસાદજીને સિમરામાં રહેતાં જૈન ધર્મનાં અભ્યાસી ચિરોજાબાઈ પાસે જવા જણાવ્યું. સિમરામાં ક્ષુલ્લકજીનાં દર્શન થયાં અને શાસ્ત્રપ્રવચન બાદ ચિરોજાબાઈએ ગણેશપ્રસાદજી તથા ભાયજી સાહેબને જમવાનું આમંત્રણ આપ્યું. અપરિચિત હોવાથી ભોજન કરતાં ગણેશપ્રસાદજી શરમાઈ રહ્યા હતા ત્યારે ચિરોંજાબાઈએ ભાયજીને જણાવ્યું કે, આ બાળકને જોતાં મને મા જેવો પ્રેમ ઊપજે છે, આની સાથે મારો જન્માન્તરનો સંબંધ હોય એવો મને ભાસ થાય છે.’’ ચિરોંજાબાઈએ ગણેશપ્રસાદજીને પણ કહ્યું, “બેટા ! તને જોતાં મારા હૃદયમાં પુત્રવત્ સ્નેહ ઊભરાઈ આવે છે. તું મારો જન્માન્તરનો પુત્ર છે. મારી બધી જ સંપત્તિ આજથી તારી રક્ષા માટે છે. તું કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર અહીંયાં આનંદથી રહે અને તારી ભણવાની ઇચ્છા હોય તો જયપુર જવાની બધી જ વ્યવસ્થા હું કરી દઉં.” ૯૭ ગણેશપ્રસાદજીએ એક માસ માટે છ રસોનો ત્યાગ કરી દીધો ત્યારે ચિરોજાબાઈએ વ્રતનું પાલન કરાવી તેમને ઉપદેશ આપ્યો કે, “પહેલાં તમે શાનાર્જન કરો અને પછી વ્રતોનું પાલન કરો. ઉતાવળ કરવાની જરૂર નથી, જે કામ કરો તે સમતાભાવથી કરો. જે કાર્યમાં આકુળતા થાય, તે કરવાની જરૂર નથી.’’ શાનાર્જન અર્થે પરિભ્રમણ અને પ્રયાસ : ગણેશપ્રસાદજીએ જ્યપુર જવા પ્રયાણ કર્યું પરંતુ માર્ગમાં સામાન ચોરાઈ જવાથી ઘરે પાછા ચાલ્યા આવ્યા અને તેના સમાચાર પણ ચિરોજાબાઈને જણાવ્યા નહીં. બુદેલખંડમાં તીર્થયાત્રા તથા જ્ઞાનાર્જન નિમિત્તે થોડાક મહિના પરિભ્રમણ કર્યા બાદ એક શેઠની સહાયતાથી તેઓ મુંબઈ પધાર્યા જ્યાં તેમને ખુરમ નિવાસી બાબા ગુરુદયાલદાસજી, પં. પન્નાલાલજી બાકલીવાલ અને પંડિત ગુરુગોપાલદાસ બરૈયાજીનો પરિચય થયો. તેઓની પાસે રહી ગણેશપ્રસાદજી રત્નકરડ શ્રાવકચાર, કાતંત્ર વ્યાકરણાદિ ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા અને તે જ વર્ષે શરૂ થયેલી શેઠ માણિકચંદ પરીક્ષાલયની પરીક્ષા પણ તેમણે પાસ કરીને પચીસ રૂપિયાનું ઇનામ મેળવ્યું. મુંબઈનું પાણી અનુકૂળ ન આવવાથી તેઓ મુંબઈ છોડી કેકડી થઈ જયપુર પહોંચ્યા. જયપુરમાં વીરેશ્વર શાસ્ત્રી પાસે તત્ત્વાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ, કાતંત્ર વ્યાકરણ વગે૨ે ગ્રંથોનું અધ્યયન કરવા લાગ્યા. અભ્યાસ કર્યા બાદ મુંબઈની પરીક્ષામાં બેઠા, ત્યારે કાતંત્ર ૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #99 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વ્યાકરણનું પ્રશ્નપત્ર લખતા હતા ત્યારે તેમને પત્નીના દેહાવસાનના સમાચાર જણાવતો પત્ર મળ્યો. ગણેશપ્રસાદજીએ મનોમન વિચાર્યું કે આજે બંધન-મુક્ત થઈ ગયો. બાઈજીને પણ પત્રથી જણાવી દીધું કે હું આજથી બંધન-મુક્ત થયો છું અને હવે નિ:શલ્ય ભાવથી અધ્યયન કરી શકીશ. પં. ગોપાલદાસજી બયાનો પત્ર આવવાથી ગણેશપ્રસાદજી યંપુર છાડી ભણવા માટે મથુરા પહોંચી ગયા. ત્યાં રહી બે વર્ષ અધ્યયન કર્યું. ત્યાંથી ખુરજા ગયા અને ત્યાં બે વર્ષ૨હી બનારસની પ્રથમ પરીક્ષા અને ન્યાયમધ્યમા પાસ કરી. ત્યાંથી જેઠ માસની ગરમીમાં સમેતશિખરની યાત્રાએ ગયા જ્યાં પરિક્રમા કરતી વખતે માર્ગ ભૂલી જવાથી તરસની બાધાએ હેરાન કર્યા પણ એકાગ્ર ચિત્તથી પાર્શ્વપ્રભુના સ્મરણથી વનમાં લબાલબ ભરેલ પાણીનો કુંડ પ્રાપ્ત થયો અને તેના પાણી દ્વારા તેમણે પોતાની તૃષા બુઝાવી. આ ખરે જ એક ચમત્કારિક બનાવ હતો. શિખરજીની યાત્રા પછી ટીકમગઢના રાજાના વિદ્વાન અને પ્રસિદ્ધ મહાનૈયાયિક શ્રી દુલારકા પાસે તેમણે મુક્તાવલિ, પંચલક્ષણી, વ્યધિકરણ આદિ ન્યાયના કઠિન ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પં. ઠાકુરદાસજી પાસે અધ્યયન કર્યું. ત્યાંથી વિ. સં. ૧૯૬૧માં સંસ્કૃત વિદ્યાની પ્રસિદ્ધ નગરી વારાણસી તરફ પ્રયાણ કર્યું. તે સમયે તેમની ઉંમર લગભગ ૩૦ વર્ષની હતી. વિદ્યાધ્યયન માટે તેઓ દસ-બાર વર્ષ સુધી ફરી ચૂકયા હતા. ૯૮ સ્યાદ્રાદ વિદ્યાલયની સ્થાપના : ગણેશપ્રસાદજી વારાણસી પહોંચ્યા તે સમયે ફૂવીન્સ કૉલેજના ન્યાયના મુખ્ય અધ્યાપક શ્રી જીવનાથ મિશ્રા હતા. એક દિવસ ગણેશપ્રસાદજીએ તેમના ઘરે જઈ તેમને ન્યાયશાસ્ત્ર ભણાવવાની વિનંતિ કરી. મિશ્રાજીએ જ્યારે કુળ વિશે પૂછ્યું ત્યારે ગણેશપ્રસાદજીએ જણાવ્યું કે, “હું બ્રાહ્મણ નહીં, જૈન છું.” આ સાંભળતાં જ મિશ્રાજીની ક્રોધાગ્નિ ભભૂકી ઊઠી અને તેમણે ગણેશપ્રસાદજીનું ઘોર અપમાન કરતાં જણાવ્યું કે હું જૈનોને ભણાવતો નથી. આ સમયે ગણેશપ્રસાદને જૈન ધર્મનું અપમાન થતું જોઈને ખૂબ લાગી આવ્યું. સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથની જન્મભૂમિ વારાણસીમાં જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અધ્યયનની વ્યવસ્થા કરવાનું તેઓ વિચારવા લાગ્યા. તે દિવસે રાત્રે તેમને એક સ્વપ્ન આવ્યું. તેમાં તેમને બાબા ભગીરથની મદદ લેવાનું સૂચન હતું. થોડોક સમય શ્વેતામ્બર વિદ્યાલયના અધ્યાપક શ્રી અમ્બાદાસ શાસ્રી પાસે અધ્યયન કરતા રહ્યા. તે દરમ્યાન બાબા ભગીરથને પત્ર દ્વારા બોલાવી લીધા. બંને જૈન વિદ્યાલયની સ્થાપના સંબંધી વિચારવા લાગ્યા. તે વખતે કામાના રહેવાસી ચમનલાલે ગણેશપ્રસાદજીને એક રૂપિયો આપ્યો. જેનાં ૬૪ પોસ્ટકાર્ડ ખરીદી ૬૪ જગ્યાએ પત્રો લખ્યા. અનેક લોકોએ તેમની સદ્ભાવનાની કદર કરી અને સારી એવી સહાયતા પ્રાપ્ત થઈ. એના ફળસ્વરૂપે વિ. સં. ૧૯૬૫ના જેઠ સુદ શ્રુતપંચમીના રોજ દાનવીર શેઠ માણિકચંદજીના શુભહસ્તે ભજ્જૈની ઘાટ પર સ્થિત મંદિરના મકાનમાં સ્યાદ્વાદ વિદ્યાલયના મકાનનું ઉદ્ઘાટન થયું. ગણેશપ્રસાદજી સ્વયં તેના વિદ્યાર્થી બન્યા અને બાબા ભગીરથજીની દેખરેખમાં તેનું સંચાલન થવા લાગ્યું. ગણેશપ્રસાદજીની સલાહ અનુસાર અમ્બાદાસ શાસ્રી તથા બીજા બે અધ્યાપકો આ વિદ્યાલયમાં નિયુક્ત થયા. બાબા ભગીરથજી ખૂબ જ ખંતપૂર્વક વિદ્યાલયનું સંચાલન કરવા લાગ્યા. Page #100 -------------------------------------------------------------------------- ________________ * સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી આ વિદ્યાલય જૈન સમાજનું સર્વોપરી વિદ્યાલય મનાય છે, જેમાંથી સ્વ. પં. બંસીધરજી, સ્વ. પં. દેવકીનંદજી, સ્વ. પં. માણિકચંદજી, આદિ મહાનુભાવ વિદ્ધાનો નિર્માણ થયા છે. ૯૯ થોડા સમય પછી પં. મદનમોહન માલવિયાજીના પ્રશંસનીય પ્રયત્નોથી વારાણસીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. તેના અભ્યાસક્રમોમાં અનેક પ્રાચ્યદર્શનોના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો. પં. અમ્બાદાસ શાસ્રી તથા ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી આ વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શનનો પાઠચક્રમ પણ સામેલ કરવામાં આવ્યો અને તે અનુસાર પરીક્ષાની વ્યવસ્થા પણ થઈ, જે એક મોટી સિદ્ધિ ગણાય. સતર્ક સુધાતરગિણી પાઠશાળાની સ્થાપના : શ્રી ગણેશપ્રસાદજીના પ્રયત્નોથી વિ. સં. ૧૯૬૮ની અક્ષયતૃતીયાના દિવસે સાગરમાં ઉપર્યુક્ત પાઠશાળાની સ્થાપના થઈ, જે આજે ગણેશ દિગમ્બર જૈન સંસ્કૃત વિદ્યાલયના નામથી પ્રખ્યાત છે. ગણેશપ્રસાદજીના પ્રયત્નથી આ પાઠશાળાનો વિકાસ થયો અને હજારો ગરીબ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો. ગણેશપ્રસાદજી તથા ધર્મમાતા ચિરોજાબાઈ સ્થાયીપણે ત્યાં રહેવા લાગ્યાં. સંયમમાર્ગના પંથે : સાગરમાં ગણેશપ્રસાદજી પંડિતજીના નામથી સુવિખ્યાત થઈ ચૂકયા હતા. કુંડલપુરમાં બાબા ગોકુલદાસજી (પંડિત જગન્મોહનલાલજીના પિતાશ્રી) પાસે બ્રહ્મચર્ય પ્રતિમા અંગીકાર કરી. ત્યારબાદ તેઓ વર્ણીજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા. તે વખતે તેમણે પહેરવેશમાં માત્ર એક ધોતી અને દુપટ્ટો જ રાખ્યાં હતાં. રૂઢિનિવારણ અને શિક્ષાપ્રચાર : વર્ણીજીના સમયમાં બુન્દેલખંડમાં અનેક રૂઢિઓનો પ્રચાર હતો. નાની નાની બાબતોમાં લોકોનો જાતિવિચ્છેદ કરવામાં આવતો. આ પ્રક્રિયાથી ગરીબ પ્રજા ઘણી હેરાન થતી હતી. વર્ણીજી અને તેમના સહયોગીઓએ ગામેગામ પરિભ્રમણ કરીને અનેક કુરૂઢિઓનું નિવારણ કરાવ્યું અને ત્રસ્ત ગરીબ જનતાનો ઉદ્ધાર કર્યો. નૈનાગિરી, સોનાગિરી, પૌરાજી, અહારજી આદિ સ્થાનો પર શિક્ષાસંસ્થાઓ ખોલાવી જેથી એ પ્રાંતમાં શિક્ષણનો ખૂબ સારો પ્રચાર થઈ શકે. શ્રી વર્ણીજીના પુણ્યપ્રતાપે આજે બુન્દેલખંડ વિદ્વાનોનો ગઢ મનાય છે. તેમણે સ્થાપેલી શિક્ષણસંસ્થાઓ આજે પણ ઉત્તમ વિદ્વાનો તૈયાર કરી રહી છે. ગુરુભકિત તથા વિશુદ્ધ પ્રેમ : વર્ણીજીની ગુરુભક્તિ ઉત્તમ હતી. અંબાદાસ શાસ્ત્રી પાસે જ્યારે તેમણે અષ્ટસહસ્રીનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે તેમણે ભક્તિથી ગદ્ગદિત થઈ હીરાની એક વીંટી તેમને ભેટ આપી હતી. કેવળ અંબાદાસજી જ નહિ જે જે વિદ્વાનો પાસે તેમણે અધ્યયન કર્યું હતું તે બધાં પ્રત્યે તેમને અપાર ભક્તિભાવ અને આદરમાન હતાં. જે વિદ્વાનો વર્ણીજીના શિષ્ય કે પ્રશિષ્ય થતા હતા, તેમના પ્રત્યે પણ વર્ણીજી યથોચિત સન્માનનો ભાવ રાખતા હતા. દરેક વિદ્વાનનો યથાયોગ્ય આદરસત્કાર થાય તેની તેઓ ખાસ કાળજી રાખતા હતા. ઉદારતાના અવતાર : વર્ણીજીની ઉદારતા અદ્ભુત હતી. પોતાના માટે આવેલી વસ્તુનો પણ ત્યાગ કરતાં તેઓ જરાય અચકાતા નહોતા. એક વાર વર્ણીજી લંગડા Page #101 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કેરીઓની ટોપલી લઈને સાગર આવી રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ટેશન પર જોયું કે કેટલાંક ગરીબ બાળકો મુસાફરો દ્વારા ફેંકેલી કેરીની ગોટલીઓ ચૂસી રહ્યાં છે, ત્યારે તેમણે તે બધાં બાળકોને લાઇનમાં ઊભાં રાખીને સાથે લાવેલી બધી જ કેરીઓ વહેંચી દીધી. સાગર આવ્યા અને જ્યારે ચિરોંજાબાઈએ પૂછ્યું કે ભાઈ ! બનારસથી લાંગડા કેરી લાવ્યા નથી ? વર્ણીજીએ જવાબ આપ્યો “બાઈજી, લાવ્યો તો હતો, પરંતુ સ્ટેશને ગરીબોને વહેંચી દીધી.’’ બાઈજીએ સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગમાં વર્ણીજીની ઉદારતા સ્પષ્ટપણે જણાઈ આવે છે. ૧૦૦ દયા-કરુણા : બીજાનું દુ:ખ જોઈને વર્ણીજીના અંતઃકરણમાં, રોમેરોમમાં કરુણા જાગી ઊઠતી અને દુ:ખી-પીડિતોને મદદ કરવા તેઓ તત્પર થઈ જતા. ઠંડીની ઋતુમાં કોઈ ઠંડીથી ધ્રૂજતો ગરીબ માણસ દેખાય તો તેઓ પોતાના શરીર પરનું વસ્ત્ર તેને આપી દેતા. એક વાર બહારગામથી સાગર પાછા આવતી વખતે એક ગરીબ હરિજન મહિલાને તેમણે પાણી પિવડાવીને લોટો પણ આપી દીધો હતો અને શરીર પર પહેરેલ ધોતી તથા દુપટ્ટો પણ આપી દીધેલાં. પછી શરીર પર માત્ર એક લંગોટ સાથે તેઓ સાગરમાં પ્રવેશ્યા હતા. આમ દયાને ખાતર તેઓ શરીરની લજજાની પણ પરવા કરતા નહોતા. હૃદયના પારખુ : વર્ણીજીમાં બીજાનું હૃદય પારખવાની અદ્ભુત ક્ષમતા હતી. તોફાનીમાં તોફાની છોકરાના હૃદયને તેઓ પારખી લેતા અને તેને પોતાની પાસે બોલાવીને ભણાવતા. આવા કેટલાયે વિદ્યાર્થીઓ પાછળથી વિદ્રાન બન્યાના દાખલા મળે છે. ઉત્તમ વકતૃત્વશક્તિ : વર્ણીજીમાં પ્રભાવશાળી વક્તૃત્વશક્તિ હતી. પ્રવચન કરતી વખતે તેમના મુખમાંથી અમૃત ઝરતું હોય તેવો ભાસ થતો. આગમના ગહન વિષયોને પણ તેઓ સફળતાપૂર્વક વિવિધ દૃષ્ટાંતોથી શ્રોતાઓના હૃદયમાં ઉતારી શકતા. ધાર્મિક ઉપરાંત રાષ્ટ્રીય પ્રશ્નોને લગતા વિષય પર પણ તેમનું વક્તૃત્વ આકર્ષક રહેતું અને હજારોની જનતા તેમના પ્રભાવક વક્તવ્યથી મંત્રમુગ્ધ બની જતી. તેમની ભાષા બુન્દેલખંડી મિશ્રિત ખડી બોલી હતી. સફળ લેખક : પૂજય વર્ણીજીએ પોતાની સ્વાભાવિક ભાષામાં ઘણું ઘણું લખ્યું છે. તેમને ડાયરી લખવાની કળા સહજસિદ્ધ હતી. પોતાની ડાયરીમાં તેઓ ઘટનાઓના ઉલ્લેખની સાથે સાથે અંત:કરણથી ઉદ્ભવેલાં સુંદર સુભાષિતોનો સંગ્રહ પણ કરતા. સમાધિમરણમાં સ્થિત વ્યક્તિઓના માટે તેમણે લખેલ પત્રો પ્રકાશિત થયા છે. આ પત્રોમાં કેટલાયે આગમોનાં રહસ્ય ભરેલાં છે. તેમની ડાયરીઓના આધારે ‘વર્ણીન વાણી’ના ચાર ભાગ પ્રકાશિત થયા છે. આચાર્ય કુન્દકુન્દના ‘સમયસાર' પર તેમણે પ્રવચનાત્મક ઢંગથી લખેલી ટીકા પ્રસિદ્ધ છે. તેમણે પોતાની આત્મકથા “મેરી જીવનગાથા” નામથી લખી છે, જે અત્યંત લોકપ્રિય બની છે. દરેક સાધક મુમુક્ષુએ તે વાંચવા લાયક છે. ‘મેરી જીવનગાથા’ની વર્ણનશૈલી અત્યંત સરળ અને સુબોધપૂર્ણ છે. આ આત્મકથામાં તેમણે પોતાના Page #102 -------------------------------------------------------------------------- ________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી ૧૦૧ જીવનપ્રસંગોને સરસ રીતે આવરી લીધા છે. તેમણે શ્લોકાર્તિકની ટીકા લખવાની સરસ શરૂઆત કરેલી, પણ તે પૂરી થઈ શકી નથી. તેમનાં વચનામૃતો અત્યંત મનનીય અને પ્રેરક છે. દરેક સાધક માટે તે અત્યંત ઉપયોગી છે. ગૌરવવંતા સંસ્થાપક : વર્ણજી શિક્ષાસંસ્થાઓના સંચાલન માટે દાન આપવાની સમાજને પ્રેરણા આપતા. તેમની એવી માન્યતા હતી કે પ્રાંતમાં જે સંસ્થા હોય, તે સંસ્થાનું તે પ્રાંતના લોકો જ સંચાલન કરે અને તેનો વિકાસ કરે તેમાં જ તેમનું ગૌરવ રહેલું છે. તેઓ લાખોનું દાન કરાવતા, છતાં કદી તેમણે રૂપિયાને હાથ લગાડ્યો નથી. પૈસાની ઉધરાણી, સંરક્ષણ તથા તેના ઉપયોગ સંબંધી વ્યવસ્થા તે વ્યવસ્થાપકો પર છોડી દેતા. વિકટ સ્વાભિમાની : એક વાર વણજી સાગરથી દ્રોણગિરિ જઈ રહ્યા હતા. મોટરમાં તેઓ આગળની સીટ પર બેઠા હતા, પરંતુ થોડા વખતમાં જ એક સરકારી ઑફિસરના આવવાથી તેમને તે સીટ છોડી પાછળ બેસવું પડ્યું. વર્ણાજીને આ વાત અસહ્ય લાગી અને તેઓએ વાહન માત્રનો ત્યાગ કર્યો. વાહનનો ત્યાગ કર્યા પછી તેમણે કેટલાયે માઈલ પદયાત્રા કરી. આમ, વર્ણજી સ્વાભિમાનની રક્ષા આવશ્યક સમજતા હતા. સ્વતી વ્રતધારી : ઈ. સ. ૧૯૪૪માં વર્ગીજી જ્યારે ઈસરીથી સાગર આવ્યા ત્યારે તેમણે જાતે દશમી પ્રતિમાનાં વ્રતો ધારણ કર્યા હતાં. સાગરની આસપાસ ભ્રમણ કરીને તેમણે આમજનતાના શિક્ષણ પ્રત્યે સારું એવું આકર્ષણ ઊભું કર્યું હતું. સાગરથી પગપાળા પરિભ્રમણ કરતાં વણજી બરૂઆસાગર પહોંચ્યા, ત્યારે ત્યાં મોટો ઉત્સવ ચાલુ હતો. ત્યાં તેમણે જિન પ્રતિમા સમક્ષ વી. સં. ૨૪૭૬ના ફાગણ સુદ સાતમના રોજ શુલ્લક દીક્ષા અંગીકાર કરી. ક્ષુલ્લક અવસ્થામાં જ તેમણે ઉત્તરપ્રદેશ તથા દિલ્હીમાં વિહાર કર્યો હતો અને ત્યાંથી વળતાં ફિરોઝાબાદમાં ધામધૂમપૂર્વક તેમની હીરક જયંતી મનાવવામાં આવી હતી. શાંતિનિકેતન, ઈસરી(પારસનાથ): હીરક જયંતીના ઉત્સવ બાદ શ્રી વર્ણીજીવિહાર કરતા કરતા સાગર પહોંચ્યા. ત્યાં ચાતુર્માસની સ્થાપના કરી. ચાતુર્માસ દરમિયાન થયેલાં તેમનાં પ્રવચનો સાક્ષાત અમૃત વચન સમાન હતાં. પોતાની ઉત્તરાવસ્થામાં કોઈ શાંત, પવિત્ર વાતાવરણમાં સ્થિર થવાય અને સ્વ-પરકલ્યાણમય તથા અધ્યાત્મસાધનામય જીવન જીવાય તેવા દીર્ધદષ્ટિવાળા આશયથી ચાતુર્માસ પછી તેઓએ સમેતશિખરની યાત્રા પ્રયાણ કર્યું. વચ્ચે ગયાનું ચાતુર્માસ સમાપ્ત થયે, તીર્થરાજની વંદના કરીને ઈસરી તરફ પ્રસ્થાન કર્યું. તેઓ જીવનના અંત સુધી મોટે ભાગે અહીં જ રહ્યા. વણજીની ઇચ્છા હતી કે તેમનું સમાધિમરણ ઈસરીમાં પાર્શ્વનાથ પ્રભુના પાદમૂળમાં થાય. વર્ણજી ઈસરીમાં સ્થિર થયા ત્યાર પછી ત્યાં ખૂબ જ સારો વિકાસ થયો. ધર્મશાળાઓ ઉપરાંત પાર્શ્વનાથ ઉદાસીનાશ્રમ, મહિલાશ્રમ, જિનમંદિર તથા વિશાળ પ્રવચનમંડપ પણ બંધાયા. આમ, વણજીના આ સ્થાનના નિવાસને કારણે ઈસરી એક તીર્થ સમું બની ગયું હતું. અનેક ધર્માત્માઓ મહિનાઓ સુધી અહીં રહીને સાધનામય જીવન વિતાવતા. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો શ્રી વર્ગીજીના સ્વર્ગારોહણ પછી પણ થોડા બ્રહ્મચારી સાધકો અહીં રહેતા. ખાસ કરીને બ્ર. સુરેન્દ્રનાથજી સ્વાધ્યાય કરાવતા. આજે પણ અહીં એક-બે બ્રહ્મચારીઓ રહે છે. શ્રાવકો શિખરજીની યાત્રા કરવાના ઉદ્દેશથી આવતાં કે જતાં થોડો વખત દર્શનસત્સંગ અર્થે અહીં રહે છે. આ ભૂમિમાં બાબા ભગીરથજી, આચાર્ય નમિસાગરજી, બ્રહ્મચારી નંદલાલજી વગેરે અનેક ધર્માત્માઓએ સમાધિમરણની સાધના કરેલી છે. થિી સાધક મુમુક્ષુઓ માટે આ પવિત્ર સ્થાન એક તીર્થની ગરજ સારી તેમને અંતરની શાંતિ મેળવવામાં સહાયક થાય તેવું છે. અંતિમ સાધના : વૃદ્ધાવસ્થાના કારણે વણજીની હરવા-ફરવાની શક્તિ એકદમ ક્ષીણ થઈ ગઈ હતી. ચર્યાનું પાલન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. લગભગ ૮૭ વર્ષની ઉમર થઈ ગઈ હતી ત્યારે તેમણે મનોમન સલ્લેખના ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો. લોકોની ભીડ ન થાય તે માટે તેમણે પોતાનો આ સંકલ્પ જાહેર કર્યો નહિ પણ પોતાના સંકલ્પ અનુસાર તેમણે જીવનચર્યા ગોઠવવા માંડી. - વણજી મહારાજે ધીરે ધીરે બોલવા-ચાલવાનું એકદમ ઓછું કરી દીધું. આહારનો ક્રમે ક્રમે ત્યાગ કર્યો. સલ્લેખનાની વિધિ અને તેનું નિયમન શ્રીમાન પં. બંસીધરજીના માર્ગદર્શન પ્રમાણે થતું હતું. પ્રાય: આખો દિવસ, વર્ણજી શાંત અને વિચારમગ્ન દશામાં તેમની પથારીમાં સૂતા રહેતા. “બાર-ભાવના”, “છહ ઢાળા”, “ભક્તામર સ્તોત્ર” કે “સમયસાર કળશ” વગેરેનો પાઠ તેઓ સાવધાનીથી, એકચિત્તથી શ્રવણ કરતા. કયારેક ક્યારેક ચિતનમગ્ન થઈ જતા. તા. ૧–૯૬૧ના રોજ તેમણે ફળોના રસનો પણ ત્યાગ કર્યો અને તા. ૫-૯-૬૧ના રોજ પાણીના ત્યાગની સાથે સર્વ વસ્ત્રોનો પરિત્યાગ કરી યથાજાનરૂપ-દિગમ્બર-દશાને અંગીકાર કરી. “શ્રી ૧૦૮ મુનિશ્રી ગણેશ કીર્તિ મહારાજ' તરીકે તેમનું દીક્ષા નામ રાખવામાં આવ્યું. અંતિમ ૧૮ કલાક સસંગપરિત્યાગીની અવસ્થામાં ચારેય પ્રકારના આહારના ત્યાગપૂર્વકની સમાધિ રહી. શરીરમાં કેટલીક વિપરીતતાઓ થવા છતાં, શારીરિક ક્ષીણતા ખૂબ જ વધી જવા છતાં મહારાજની આંતરિક જાગૃતિ અને સાવધાની ખૂબ જ સારાં રહ્યાં. સમતાભાવથી વિ.સં. ૨૦૧૮ ના ભાદરવા વદ ૧૧, તદનુસાર દિનાંક ૫–૯–૧૯૬૧ ની રાત્રો એક ને વીસ મિનિટે આ નશ્વર દેહનો પરિત્યાગ કરી વણજી મહારાજ સ્વર્ગવાસી થયા. વણજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર ફેલાતાં હજારોની જનતા ઈસરી આશ્રમમાં શોકમગ્ન દશામાં એકત્ર થઈ ગઈ અને ઉદાસીન આશ્રમના પ્રાંગણમાં તેમના શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ઠેર ઠેર શોકસભાઓ થઈ અને સમાચારપત્રોએ શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢયા. ઈસરીમાં તેમના અગ્નિદાહ-સ્થાને સંગેમમ્મરનું એક સ્મારક પણ રચવામાં આવ્યું. વણજીના દેહાવસાનની સાથે એક ઉત્તમ આત્મજયોતિનો આ ભારતભૂમિમાંથી વિલય થયો. જૈન-સંસ્કૃતિએ તેનો એક ઉત્તમ આધાર ગુમાવ્યો હોય તેવો તેને ભાસ થયો. Page #104 -------------------------------------------------------------------------- ________________ સંતશ્રી ગણેશપ્રસાદજી વણ ૧૦૩ વર્ણીજીએ પોતાનું સમસ્ત જીવન સ્વ-પર કલ્યાણમાં વિતાવ્યું. વર્ણીજી અત્યંત પરોપકારી સ્વભાવના હતા. જ્ઞાનપ્રચાર અને પારમાર્થિક ઉન્નતિના પ્રયાસોમાં તેઓ હંમેશાં રત રહ્યા. “સમયસાર કળશ” આદિ આગમ ગ્રંથો તેમના શ્વાસોચ્છવાસમાં વણાઈ ચૂક્યા હતા. તેઓ સ્વયં સ્વાધ્યાયપ્રેમી હતા અને તેમના સમાગમથી અનેક જીવ સ્વાધ્યાયપ્રેમી બન્યા હતા. સાધના અને સેવાની પ્રતિમૂર્તિ સમા વર્ણીજીએ સમાજસેવા અને શિક્ષાપ્રચારનાં કાર્યો દ્વારા ભારતીય સંસ્કૃતિનો ભારે ઉપકાર ક્ય છે. તેમના દ્વારા સ્થપાયેલ શિક્ષણસંસ્થાઓનો વિચાર કરતાં એમ લાગે છે કે તેઓ “જ્ઞાનરથ”ના એક મહાન પ્રવર્તક હતા. વર્ણજીની ચેતનાથી જાગેલા મહાનુભાવો : સરળતા, વિદ્યાપ્રસારની લગની, સચ્ચરિત્રતા, અજાતશત્રુતા, અધ્યાત્મદષ્ટિ અને વિશાળ અધ્યયન આદિ મહાન ગુણોથી વિભૂષિત આ વિભૂતિથી અનેક મનુષ્યો આકર્ષાયા; જેમાં ઉત્તર અને પૂર્વ ભારતના હજારો શ્રાવકો, અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ, વિદ્વાનો, અધ્યાપકો અને બુદ્ધિજીવીઓ ઉપરાંત મોટી સંખ્યામાં જૈનધર્મ-પ્રેમીઓનો સમાવેશ થાય છે. ત્યાગીવર્ગની પણ પૂ. વર્ણીજી પ્રત્યે હંમેશાં સદ્ભાવના રહી છે. અહીં તેમના દ્વારા દીક્ષિત માત્ર થોડાક મહાનુભાવોની યાદી પ્રસ્તુત છે. શું. મનોહરલાલજી વર્ણી:–તેઓ સમાજમાં સહજાનંદ વર્ણી તરીકે પણ ઓળખાતા. તેઓએ વિપુલ સાહિત્યરચના કરી છે. ઈ. સ. ૧૯૭૯માં તેઓનો દેહવિલય મુઝફફરનગરમાં થયો. આ ઉપરાંત સુ. શ્રી પૂર્ણસાગરજી, શ્રી સ્વરૂપાનંદજી, શ્રી દીપચંદજી વર્ણી, ભગત શ્રી પ્યારેલાલજી, બ્ર. માતા ચંદાબાઈજી, બ્ર. માના કૃષ્ણાબાઈજી અને બ્ર. શ્રી સુરેન્દ્રનાથજીનાં નામો પણ ઉલ્લેખનીય છે. શ્રી વણજી દ્વારા મંડાયેલી વિવિધ શાનપરબો : પોતાના સતત પુરુષાર્થથી અને જ્ઞાન પ્રત્યેના અનહદ પ્રેમથી તેઓએ જીવનભર બુંદેલખંડ અને તેની આજુબાજના ભારતના અનેક જિલ્લાઓમાં વિદ્યાલયો, પાઠશાળાઓ વગેરે સ્થાપવાની લોકોને પ્રેરણા આપી. હજારો વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, પંડિતો, ત્યાગીઓ અને શોધછાત્રોએ આ સંસ્થાઓનો લાભ લીધો છે. તેમની પ્રેરણાથી સ્થપાયેલી કેટલીક સંસ્થાઓનાં નામ નીચે મુજબ છે: (૧) સ્યાદ્વાદ વિદ્યાલય, બનારસ (ઉ. પ્ર.) (૨) ગણેશ મહાવિદ્યાલય, સાગર (મ. પ્ર.) (૩) મહિલાશ્રમ, સાગર (૪) બરુઆસાગર વિદ્યાલય (૫) શાહપુર વિદ્યાલય (૬) દ્રોણગિરિ વિદ્યાલય (૭) ખુરઈ ગુરુકુળ (૮) જબલપુર ગુરુકુળ (૯) લલિતપુર ઈન્ટર કૉલેજ (૧૦) ઈટાવા પાઠશાળા અને (૧૧) ખતૌલી વિદ્યાલય. આ ઉપરાંત નાનાં-નાનાં બીજાં પંદરેક સ્થળોએ પણ તેઓએ પાઠશાળાઓ દ્વારા જ્ઞાનપ્રચારનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. વર્તમાન દિગંબર જૈન સમાજમાં જે જૂની અને નવી પેઢીના બહુશ્રત વિદ્વાનો દેખાય છે તેમને સરસ્વતીની સાધનાની સર્વતોમુખી પ્રેરણા આપનાર સૌથી પ્રતિભાસંપન્ન કોઈ વ્યક્તિ હોય તો તે ગુરુ ગોપાલદાસજી પછી પૂ. ગણેશપ્રસાદજી વણ જ છે. તેમને વર્તમાનકાળના જૈન વિદ્યા-ઉપાસનાના “આઘ-પ્રેરક’ ગણી શકાય. Page #105 -------------------------------------------------------------------------- ________________ ફોટોગ્રાફ અપ્રાપ્ય ૧૪. પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ભૂમિકા : સામાન્ય રીતે જૈન સાધુઓ વિશે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર “ગામવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગતનાં સમસ્ત પ્રાણીઓ અને મનુષ્યોને આમીય માનનાર અને સ્વીકારનાર ઉદારદષ્ટિ-સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આપવો તે આ લેખનો ઉદ્દેશ છે. ' જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમો એક મહાન પ્રદેશ છે, જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભવભૂતિ જેવા સરસ્વતી-ઉપાસકો થઈ ગયા. અહીંના ઝાબુઆ જિલ્લાના ચાંદલા નામના ગામમાં ઓશવાળ વણિક જ્ઞાતિના જીવરાજજી અને નાથીબાઈ નામના ધર્મસંસ્કારી દંપતીનો નિવાસ હતો. આ પવિત્ર દંપતીના ઘેર, જ્ઞાનપંચમીની પૂર્વ રાત્રિએ વિ. સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માતાપિતાને આ પહેલું જ સંતાન હતું અને વળી વિશિષ્ટ શરીર સંપત્તિવાળું હતું. તેથી તેનું નામ “જવાહર રાખવામાં આવ્યું. ૧૦૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી માનવજીવનનો વિકાસ સુવર્ણની માફક તપવાથી થાય છે. મહાપુરુષોના જીવનમાં આવતી વિપત્તિઓ તેમના જીવનના સ્વાભાવિક પરિમાર્જન માટે હોય છે. બાળક જવાહરને બે વર્ષની વયે માતાનો અને પાંચ વર્ષની વયે પિતાનો વિયોગ થયો. તેથી તેના ઉછેર અને સંસ્કારની જવાબદારી મામા શ્રી મૂળચંદભાઈએ સ્વીકારી, જેઓ પોતે ગામમાં જ કાપડના વેપારથી પોતાની આજીવિકા ચલાવતા હતા. ૧૦૫ ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. પુસ્તકો કરતાં પ્રકૃતિમાંથી વધારે શીખવાના સંસ્કાર આ બાળકમાં પહેલેથી જ હતા. તે ગુજરાતી, હિંદી અને થોડું ગણિત શીખ્યો, ત્યાં તો શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. કાપડને ઓળખવાની કળામાં બાળક જવાહર થોડા જ સમયમાં એવો નિષ્ણાત થઈ ગયો કે ઘણા વર્ષોના અનુભવીઓ પણ આશ્ચર્ય પામતા. પ્રતિભા, સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડાં જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. પરંતુ ભાવિનાં એંધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા. એટલે એક અણધાર્યો બનાવ બન્યો. . વૈરાગ્ય અને અંતરમંથન : બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા-એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. આ શિરચ્છત્રરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે” એવી જેના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉંમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજ્રપાત જેવી અસર થઈ. વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીલાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી ! દુન્યવી દુઃખને વૈરાગ્યમાં પરિણત કરવાની જે શક્તિ આ બાળકમાં ઉત્પન્ન થઈ તે તેના પૂર્વસંસ્કારોની સાક્ષી પૂરે છે. તેના વિચારોની એક નોંધ નીચે મુજબ મળી આવે છે : . ચૈતન્ય આત્મા ! તારી આ ગંભીર ભૂલ છે કે અત્યાર સુધી પોતાને ભૂલતો રહ્યો. આટલો બધો કાળ વ્યતીત થવા છતાં પણ તેં ધર્મની વિશિષ્ટ આરાધના કરી નહીં. હવે તો મારી વાત માની લે અને પોતાની ભૂલ સુધારી લેવાનો ખરેખરો પ્રયત્ન કર. હવે તો તને અત્યંત અનુકૂળ અવસર પ્રાપ્ત થયો છે. આવો અવસર વારંવાર મળતો નથી, માટે પોતાની બધી શક્તિને ભેગી કરીને ભગીરથ પુરુષાર્થ કર અને પરમાત્માનાં ભજન અને સાંનિધ્યનો લાભ લઈ લે.’’ કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે ? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભળી આવતો હતો અને તેથી કોઈ વાર તે ગદ્ગદ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો આ બાળક આગળ વધી રહ્યો હતો. ધનરાજજી દ્વારા રૂકાવટ : જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી' એવી ખબર જવાહરના બાપુજી(પિતાના મોટા ભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે તક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિંદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે ભયની લાગણી ઉત્પન્ન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે યથાશક્ય પ્રયત્ન કર્યો. પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે ? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત રહેતા અને વાંચન, ચિંતન અને સંત-સમાગમના વિરહમાં દિવસો વિતાવતા પણ તેમના મનનું સમાધાન થતું નહીં. સંત-સમાગમ અને દીક્ષા : જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એક વાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું. ત્યાં હુકમીચંદજીની પરબ પરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. જશરાજજીએ છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા. પરંતુ આ વાત હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા દિવસોમાં ભૈરા નામના ધોબીના ઘોડા ઉપર બેસીને તેઓ પુન: લીંબડી પહોંચી ગયા. હવે કોઈ ઉપાય ન રહેવાથી ધનરાજજીને પણ પોતાના પુત્ર ઉદયચંદજી સાથે દીક્ષા લેવાનું સંમતિપત્ર મોકલી આપવું પડ્યું. આમ વિ. સં. ૧૯૪૮ના માગસર સુદ બીજના શુભમુહુર્તે જવાહરલાલજીની દીક્ષાનો નિર્ણય લેવાયો. શ્રી ઘાસીલાલજી મહારાજે કેશલોચ કર્યો અને જવાહરલાલજીએ શ્રી મગનલાલના શિષ્ય તરીકે મહાવ્રતનું ઉચ્ચારણ કરી દીક્ષા લેવાની પોતાની ભાવના પૂરી કરી. ભૂખ્યાને ઘેબર મળે કે નિર્ધનને રત્નચિંતામણિ મળે તેમ જવાહરલાલજીના હર્ષનો આજે પાર નહોતો, કારણ કે પોતાની ચિર પ્રતિક્ષિત વૈરાગ્યભાવના જીવનમાં આજે સાકાર બની હતી. અધ્યયન અને વિહાર: પોતાનું જીવન ઉન્નત બનાવવાની તમન્ના પૂસંસ્કારના બળથી જવાહરલાલજીને નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી. આ જન્મજાત પ્રતિભામાં તીવ્ર સ્મરણશક્તિ, નીણબુદ્ધિ અને ગ્રાહકના, એકનિષ્ઠા, સેવામાં તત્પરતા અને આત્યંતિક વિનયશીલતા ભળતાં સરસ્વતીદેવીને પ્રસન્ન થયા સિવાય છૂટકો નહોતો. થોડા સમયમાં Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી પ્રતિક્રમણ, સામાયિક, સૂત્રો, પ્રાર્થના-પદો, ગાથાઓ વગેરે સેંકડોની સંખ્યામાં તેમને કંઠસ્થ થઈ ગયાં. દીક્ષા પછી દોઢ માસની અંદર જ મહારાજશ્રીને પોતાના ગુરુ શ્રી મગનલાલજીમહારાજનો પટલાવદ મુકામે વિયોગ થયો. તપસ્વીશ્રી મોતીલાલજી મહારાજે તેમને ધીરજ બંધાવી અને દરેક રીતે સંભાળી લીધા. આ યુવામુનિના જીવનમાં સેવા, તપ, ત્યાગ, સહનશીલતા વગેરે અનેક ઉત્તમ ગુણોનો સંચાર કરવાનું મુખ્ય કાર્ય શ્રી મોતીલાલજી મહારાજે આ સમય દરમિયાન કર્યું. પહેલા ચાતુર્માસમાં ધાર ખાતે તેઓશ્રીએ કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું અને બીજા ચાતુર્માસ વખતે રામપુરામાં શાસ્ત્રજ્ઞ શ્રી કેસરમલજી પાસેથી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, પ્રશ્નવ્યાકરણ વગેરે આગમસૂત્રોનો ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કર્યો. પોતાના વિશિષ્ટ બુદ્ધિબળને લીધે તેઓશ્રી અભ્યાસમાં સૌ મુનિઓમાં આગળ જ રહેતા. ત્યાર પછીના ત્રણ ચાતુર્માસ જાવરા, પાંદલા-શિવગંજ અને ૌલાનામાં થયા. આ સ્થળોમાં અધ્યયનની વૃદ્ધિની સાથે સાથે લોકોમાં નિર્વ્યસનનો સારો પ્રચાર થયો. વિ. સં ૧૯૫૪ ના ચાતુર્માસમાં તેઓશ્રીને યુવાચાર્યશ્રી ચોથમલજી મહારાજ અને તેમના મુનિઓના સમાગમનો લાભ પ્રાપ્ત થયો. બે ચાતુર્માસ પછી જાવરા મુકામે આચાર્યશ્રી ચોથમલજી મહારાજના વિશાળ સંઘના સંત-સતિઓના સમાગમનો લાભ પણ તેમને મળ્યો. વિ. સં. ૧૯૫૬માં શ્રી ચોથમલજી મહારાજે પોતાની શરીર અવસ્થાને વધતી જોઈને વિશાળ સંઘની જવાબદારી ચાર વિશિષ્ટ મુનિઓને સોંપી દીધી; જેમાં માત્ર આઠ વર્ષથી દીક્ષિત, ચોવીસ વર્ષની ઉંમરના શ્રી જવાહરલાલજી પણ એક હતા. ૧૯૫૭નો ચાતુર્માસ ઉજજૈન પાસે મહિદપુરમાં થયો. ૧૦૭ જવાહરની કિંમ્મત ઝવેરીએ કરી : પૂ. શ્રી લાલજી મહારાજને આચાર્યપદની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તેઓ ઇન્દોર આવ્યા અને ત્યાંથી મેવાડ તરફ વિહાર કર્યો અને ઉદેપુર આવ્યા. અહીંના શ્રીસંધે તેમને ચાતુર્માસ માટે વિનંતિ કરી ત્યારે તેઓશ્રીએ કહ્યું, ‘હું તમને જવાહરની એક પેટી’ આ ચોમાસામાં આપી જઈશ જેથી તમારી ભાવના પૂર્ણ થશે, અર્થાત્ ૧૯૫૮નું ચાતુર્માસ ઉદેપુરમાં થયું જેમાં જ્ઞાન અને તપશ્ચર્યા દ્વારા ખૂબ ધર્મપ્રભાવના થઈ. ત્યાંથી વિહાર કરી જોધપુર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે રસ્તામાં તરાવલીગઢ ગામ પાસે જંગલમાં લૂંટારાઓએ સાધુઓનાં વસ્ત્ર, પાત્ર લૂંટી લીધાં. પણ સાધુઓએ સમતા રાખી. ૧૯૫૯નો ચાતુર્માસ જોધપુરમાં જ થયો, જ્યાં શ્રી પ્રતાપમલજી નામના ઉચ્ચ શ્રાવકને બોધ આપી, તેની કેટલીક ખોટી માન્યતાઓનું નિરાન કરી, તેને સન્માર્ગ-આરાધનામાં જોયો અને ભીનાસરમાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. ૧૯૬૨નો ચાતુર્માસ તેઓએ ઉદેપુરમાં કર્યો. ઉદેપુરમાં ગણેશલાલાજીને દીક્ષા : આ ચાતુર્માસ ખૂબ પ્રભાવશાળી રહ્યો, કારણ કે અહીં (૧) ૮ થી માંડીને ૬૧ દિવસની ઉપવાસની તપસ્યાઓ થઈ, (૨) અનેક રાજ્યાધિકારીઓ સહિત સમસ્ત ઉદેપુરની જનતાએ મહારાજનાં પ્રવચનોનો લાભ લીધો અને (૩) શ્રી ગણેશલાલજી મારુ નામના વિરક્ત અને અભ્યાસીએ ૧૬ વર્ષની Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ઉંમરે આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી ચાતુર્માસને અંતે દીક્ષા ગ્રહણ કરી. આ ધર્માત્માએ જૈનશાસ્ત્રો, સંસ્કૃત, ફારસી વગેરેનો ખૂબ સારો અભ્યાસ કર્યો અને આગળ ઉપર આચાર્યપદ શોભાવ્યું. અહીંથી નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલવાડા, ચિત્તોડ થઈ તેઓ અજમેર પાસે મસૂદા ગામમાં આવ્યા. અહીં સુગનચંદજી કોઠારીને બોધ આપી ફરીથી શ્રાવકધર્મમાં સ્થિર કર્યા અને રાયપુર થઈ ૧૯૬૩નો ચાતુર્માસ ગંગાપુરમાં અને ૧૯૬૪નો ચાતુર્માસ રતલામમાં કર્યો. અહીં સ્થાનકવાસી કૉન્ફરન્સના ભાઈઓને યોગ્ય માર્ગદર્શન આપી તેઓશ્રી ચાંદલા પધાર્યા. ચાંદલાના આ ચાતુર્માસમાં હાથી દ્વારા વિવેક-વિનયની, સર્પ દ્વારા શાંતભાવ રાખવાની અને પથ્થર મારનારાઓ પર ક્ષમા કરવાની અનેક વિસ્મયકારક ઘટનાઓ લોકોને ચમત્કારિક લાગી, પણ આને સંતના જીવનમાં વણાઈ ગયેલી વિશ્વમૈત્રી અને કરુણાનો જ પ્રભાવ ગણવો જોઈએ. થાંદલાથી વિહાર કર્યો ત્યારે પૂ. મહારાજશ્રીની તબિયત બગડી ગઈ હતી. પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોઇ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઇન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નો ચાતુર્માસ ઈન્દોરમાં કર્યો. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતિ કરી અને તેનો સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીએ ઇન્દોરથી બડવાહા, નાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભુસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. દક્ષિણના સુપ્રસિદ્ધ ચાતુર્માસ : અહમદનગર, જુન્નેર, ઘોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયા. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને “ગણી'ની પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. પિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંઘની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૮ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યપદની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા. આચાર્ય પદવી : હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય વરાથી હાથ ધરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ. પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી “સાધુનાગ જેન હિતકારિણી સંસ્થા” એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બીકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરા કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ર્યા. વિ. સં. ૧૯૮૧ ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ૧૦૯ થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઑપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પરુ કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયતા અને દેહ પ્રત્યેના નિમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો. સતારામાં શ્રી ભીમરાજજી અને સિમલજી તથા પૂનામાં શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦ નો ઘાટકોપરનો ચાતુર્માસ જીવદયાનાં કાર્યોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી “સુંદરલાલજીના ૮૧ દિવસોના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યો. જૈન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભુસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બ્લાવર થઈ વિ. સં. ૧૯૮૪માં મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ. જે હજુ સુધી સુચારુ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે. આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચૂરુ પધાર્યા. અહીં શ્રી શેખચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બીકાનેર, રોહતક, દિલી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાનસમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન-સાધના અને સંયમસાધના સમસ્ત સંધને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી. - સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ : આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, ને સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજરાતી શ્રાવકોનું એક ડેપ્યુટેશન બે-ત્રણ વાર મહારાજશ્રીને વિનંતિ કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરમગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ. સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયા. અહીં સર્વત્ર જૈનોનો, જૈન પ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદુભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં. પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થય નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવા લાગી. છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લા ચાતુમસો તેમણે ક્રમશ: બ્લાવર, બગડી, બીકાનેર અને ભીમાસરમાં કર્યા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરીરનું દર્દ ચાલુ થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ. સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું. છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કયો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયાં. સમસ્ત રાજયમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ શ્રી જવાહર વિદ્યાપીઠ' ની સ્થાપના કરવામાં આવી. પૂ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દઢ સંસકાર ઉદય પામ્યા હતા. (૨) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવાદી અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દેઢ હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય : ૧. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૨. સરદાર વલ્લભભાઈ પટેલ ઈ છે વિ. સં. ૧૯૯૩, રાજકોટ ૩. શ્રી બાળગંગાધર તિલક વિ. સં. ૧૯૭૨, અહમદનગર ૪. શ્રી પટ્ટાભી સીતારામૈયા વિ. સં. ૧૯૯૩, પોરબંદર ૫. પં. મદનમોહન માલવિયાજી વિ. સં. ૧૯૮૪, બીકાનેર ૬. સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ વિ. સં. ૧૯૭૨, અહમદનગર ૭. સેનાપતિ બાપટ, વિ. સં. ૧૯૭૧, પારનેર ૮. સંત વિનોબા ભાવે (માહિતી મળતી નથી.) ૯. શ્રી રામનરેશ ત્રિપાઠી વિ. સં. ૧૯૮૭, બીકાનેર ૧૦. કાકા કાલેલકર ] ૧૧. શ્રી ઠક્કરબાપા | (માહિતી મળતી નથી.) ૧૨. સૌરાષ્ટ્ર-રાજસ્થાનના રાજવીઓ વિવિધ સ્થળોએ ૧૩. સર મનુભાઈ મહેતા વિ. સં. ૧૯૮૪, ભીનાસર (૫) નિર્લસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ૧૧૧ બાળલગ્નો અને વૃદ્ધેલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાવો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કાંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું. (૬) વિદાર્ સર્વત્ર શૂન્યતે । આ લોકોક્તિને તેમણે પોતાની વિશાળ, તેજસ્વી, વિદ્વત્તાપૂર્ણ, સર્વગ્રાહી અને અનુભવસિદ્ધ વક્તૃત્વકળાથી સાબિત કરી બતાવી અને તેથી જ તેમની જાહેર ધર્મસભાઓમાં હિંદુ, જૈન, મુસલમાન, શીખ, બાળક, યુવાન વૃદ્ધ, યુવતીઓ, વૃદ્ધાઓ વગેરે સૌ કોઈ રસ લેતાં અને પોતાના જીવનના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન મેળવતાં, ઉપદેશ પ્રસાદી (૧) પ્રાર્થના : પ્રભુ ! હું ઊર્ધ્વગામી બનવા ઇચ્છું છું. પ્રગતિના મહાન અને અંતિમ લક્ષ્યની દિશામાં નિરંતર પ્રયાણ કરવાની ઇચ્છા કરું છું. મને એવી શક્તિ આપો કે અધોગામી ન બની જાઉં, મારી અવનતિ ન થાય. વિશ્વનાં પ્રલોભનો મને જરા પણ આકર્ષી શકે નહિ. ભગવાન, જો આપ મારા કવચ બની જાઓ તો હું કેટલો ભાગ્યશાળી બની જાઉં ? મેં તમારું સ્વરૂપ જાણીને તમને મારા હૃદયમાં સ્થાન આપ્યું છે. હું મારા હૃદયને તમારું મંદિર સમજવા લાગ્યો છું. (૨) નામસ્મરણ મહાપુરુષોના જીવનમાં નામસ્મરણનું સ્થાન હંમેશાં બહુ જ ઊંચું હોય છે. જે સમયે તેઓ સાંસારિક સમસ્યાઓથી કંટાળી જાય, તેમનું ચિત્ત અશાંત અને વ્યગ્ર બની જાય તે સમયે ભગવાનનું નામ જ તેમને શાંતિ આપે છે. ભયંકર આપત્તિ આવી પડે ત્યારે પણ ભગવઝ્મરણથી જ તેમને ધીરજ પ્રાપ્ત થાય છે. નામસ્મરણ જ પથ-પ્રદર્શક બને છે. જે સમયે મનુષ્ય સિદ્ઘોઢું, શુદ્ઘોડ્યું, અનન્તજ્ઞાનાવિ મુળ સવૃદ્ઘોöનું તત્ત્વ સમજીને ભગવાનમાં (તેના સ્વરૂપમાં) તન્મય બનીને તેમના નામનું સ્મરણ કરવા લાગે છે ત્યારે તેને પોતાની અંદર રહેલી શક્તિઓનો આભાસ થવા લાગે છે. તે આભાસ જેમ જેમ નિર્મલ બનતો જાય તેમ તેમ પરમ આનંદનો અનુભવ વધતો જાય છે, ભગવત્સ્મરણ આત્મવિકાસને આમંત્રણ આપે છે. નામસ્મરણ આત્મિક શક્તિનું ઊર્ધ્વરોહણ કરે છે, કારણ કે પૂર્ણ વિકસિત આત્મા જ ભગવાન છે, (૩) શિક્ષણ : મનુષ્ય અનંત શક્તિનો તેજસ્વી પુંજ છે. પરંતુ તેની શક્તિ આવરણમાં અટવાઈ ગઈ છે. તે આવરણને દૂર કરીને વિદ્યમાન શક્તિને પ્રકાશિત કરવી તે શિક્ષણનું ધ્યેય છે. બહુ જ ઓછી સંખ્યામાં માતા-પિતા શિક્ષણનું વાસ્તવિક મહત્ત્વ સમજે છે. પ્રિય માતા-પિતા શિક્ષણને આજીવિકામાં મદદ કરનાર અથવા ધનોપાર્જનનું સાધન માનીને પોતાનાં બાળકોને શિક્ષણ આપે છે. આ કારણથી તેઓ શૈક્ષણિક વિષયમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો લોભ કરે છે. લોકો નાનાં બાળકો માટે ઓછા પગારથી નાના સામાન્ય અધ્યાપકો નીમે છે અને તેમની પાસે બાળકોને શિક્ષણ અપાવે છે, પરંતુ આ બહુ મોટી ભૂલ છે. નાનાં બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવા અનુભવી અધ્યાપકની આવશ્યકતા છે. (૪) નખ : તપ એક પ્રકારની અગ્નિ છે, જેમાં સમસ્ત અપવિત્રતા, સંપૂર્ણ કલિમલ અને સમગ્ર મલિનતા ભસ્મીભૂત થઈ જાય છે. તપસ્યારૂપી અગ્નિમાં તપ્ત થઈને આત્મા સુવર્ણની જેમ તેજસ્વી બની જાય છે. તેથી તપધર્મનું મહત્ત્વ અપાર છે. જેઓ તપ કરે છે, તેમની વાણી પવિત્ર અને પ્રિય હોય છે. જેઓ પ્રિય, પથ્ય તથા સત્ય વાણી બોલે છે તેમનું તપ જ ખરેખરું તપ કહેવા યોગ્ય હોય છે. તપસ્વીને અસત્ય કે અપ્રિય વાણી ઉચ્ચારવાનો અધિકાર નથી. તેણે કલેશયુક્ત, પીડાકારક અથવા ભયોપાદક વાણી બોલવી જોઈએ નહિ. તપસ્વીની વાણીમાં અમૃત જેવું માધુર્ય હોય છે. ભયગ્રસ્ત પ્રાણી તેની વાણી સાંભળીને નિર્ભય બની જાય છે. તપસ્વી હંમેશાં પોતાની જીભ પર નિયંત્રણ રાખે છે. તેની વાણી શુદ્ધ અને પવિત્ર હોય છે. (૫) અસ્પૃશ્યતા: ધર્મભાવનાનું હાર્દ એ છે કે મનુષ્યમાત્રને ભાઈ, ભાઈ સમજો. દરેક મનુષ્ય આપણો બધુ છે. બધુનો અર્થ છે “સહાયક'. એ પ્રકારે શુદ્ર તમારા સહાયક (મદદગાર ) છે અને તમે શૂદ્રના સહાયક છો. શૂદ્ર સમાજનો પાયો છે. મહેલની આધારશિલા તેના પાયામાં હોય છે. પાયો મજબૂત બન્યા સિવાય મહેલ સ્થિર રહી શકતો નથી. જો તમે શુદ્રને અસ્થિર-વિચલિત કરી દેશો તો સમાજની બુનિયાદ ડગમગવા લાગશે. સંસ્કૃતિ ધૂળમાં મળી જશે. યાદ રાખો, તેઓ પોતાને અધમ અથવા હલકા કહેવાવાળા હિન્દુ સમાજનાં વહાલાં સંતાન છે. તેમને ધિકારો નહિ, તેમનું અપમાન કરો નહિ. તેમના તરફ કૃતજ્ઞતા પ્રદર્શિત કરો નહિ. તેમની સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર કરો. (૬) સંકલ્પ : શું સંકલ્પમાં દુઃખ દૂર કરવાનું સામર્થ્ય છે? હા, અવશ્ય છે. સંકલ્પમાં અનંત શક્તિ છે. સંક૯૫થી દુ:ખ દૂર થઈ જાય છે તેમજ નવીન દુ:ખનો પ્રાદુર્ભાવ થતો નથી. પોતાની સંકલ્પશક્તિનો વિકાસ જ આધ્યાત્મિક વિકાસ છે. સંકલ્પનો પ્રભાવ જડ-સૃષ્ટિ પર પણ અવશ્ય પડે છે. જો સંકલ્પમાં બળની મિલાવટ થઈ તો કાર્યસિદ્ધિમાં સરળતા અને વિશેષ પ્રકારની તત્પરતા આવે છે. સાચા અંત:કરણથી કરેલા સંકલ્પને પ્રકૃતિ સ્વયં સહાય કરે છે. આ માટે મિથ્યા અભિમાન છોડી, શુદ્ધ હૃદયથી પરમાત્માને શરણે જવું જરૂરી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૫. કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ સર્વ જીવો સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, મધુર રાગમાં ભક્તિગીતોનું ગાન, સહજ-પરોપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓ કરતાં પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રી નાનચંદ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત હતા. 66 ભૂમિકા અને જન્મ : પશ્ચિમ ભારતનો સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો, શૂરવીરો અને દાતારોની જન્મભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેના ઝાલાવાડ (વર્તમાન સુરેન્દ્રનગર) નામના જિલ્લામાં સાયલા નામનું ગામ છે. આ ગામમાં લાલા ભગત નામના સંત થઈ ગયા, તેથી આ ગામ ભગતના ગામ” તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં વિ. સં. ૧૯૩૩ના માગશર સુદ એકમને ગુરુવારે શ્રી નાનચંદ્રજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ નાગરભાઈ હતું; તેમનાં માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદભાઈ હતું. આ ધર્મનિષ્ઠ સદાચારી કુટુંબ દશાશ્રીમાળી વણિક ગણાતું અને તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કાર હતા. બાળકની પાંચ વર્ષની ઉંમરે માતાએ અને અગિયાર વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. તેથી તેમનાં ભાભી મોંઘી ૧૧૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અર્વાચીન જૈન જ્યોતિધરી બાએ જ પાલક માતા તરીકેની ફરજ બજાવી. આટલું ઓછું હોય તેમ થોડા વખતમાં મોટા ભાઈ જેસંગભાઈનું અવસાન થયું અને મોંઘીબા વિધવા થયાં. ત્યાર બાદ નાગરભાઈની સાથે જે કન્યાનો વિવાહ થયો હતો, તેમાં કાંઈ અદલા-બદલી કરી નાખવામાં આવી છે તેવા સમાચાર મળ્યા. એક પછી એક આવી પડેલા આવા અનેક પ્રસંગોથી નાગરભાઈ તથા મોંધીબાનું ચિત્ત વધારે વિરક્ત થઈ ગયું. ઘણા લોકોની સમજાવટ છતાં નાગરભાઈનો વૈરાગ્ય વધતો ગયો. તેઓ સવાંચન અને સસમાગમમાં રહેવા લાગ્યા અને યોગ્ય ગુરુ મળે તો દીક્ષા લેવી એવા નિર્ણય પર આવી ગયા. આ સમયે તેમને લીંબડીના શ્રી પોપટભાઈ હંસરાજભાઈનો ભેટો થયો. તેમણે પૂ. શ્રી. દેવચંદ્રજી મહારાજ પાસે જવાની સૂચના કરી. બંને જણા વાગડ થઈ કછ પહોંચી ગયા. અહીં પૂ. મહારાજશ્રી દેવચંદ્રજીના દર્શન-બોધથી પ્રભાવિત થઈ જેસલ-તોરલની સમાધિસ્થાનથી પ્રસિદ્ધ અંજાર ગામે વિ. સં. ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજ ને ગુરુવારે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ મુનિ નાનચંદ્ર રાખ્યું. તેમના કેટલાક ચાતુર્માસ માંડવી, જામનગર અને મોરબીમાં થયા. આ દરમિયાન તેઓએ રાષ્ટ્રીયતાના પક્ષમાં અને પ્રભુ મહાવીરના ગુણગાન સાધુ મહારાજ પણ મોટેથી ગાય તો વાંધો નહિ તેના સમર્થનમાં પોતાનું સુધારાવાદી વલણ સમાજ સમક્ષ વ્યક્ત કર્યું. આ કારણથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુનિશ્રી ક્રાંતિકારી વિચારોવાળા તરીકે જાણીતા થયા. ગુરુસેવા અને વિશેષ શાસ્ત્રાભ્યાસ : ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજને લકવાની અસર થઈ અને આ યુવાન મુનિએ ગુરુજીની સેવામાં રહેવાનું નક્કી કર્યું. આથી વિ.સં. ૧૯૬૮ થી વિ. સં. ૧૯૭૬ સુધી (નવ વર્ષ સુધી) લીંબડીમાં લાંબો સ્થિરવાસ કરવો પડ્યો. આ સમય દરમિયાન તેમણે પોતાની આગવી બુદ્ધિપ્રતિભા દ્વારા સાધક જીવન માટે આવશ્યક સંસ્કૃત, પ્રાકૃત, દર્શન અને કાવ્યશાસ્ત્રોનો ઠીક ઠીક અભ્યાસ કરી લીધો. ઉપરાંત સમાજસેવા અને સાહિત્ય-નિર્માણમાં પોતાના સમયનો સદુપયોગ કરી સંધની ખૂબ ખૂબ ચાહના મેળવી. સમસ્ત સંઘ અને મુનિશ્રીએ ગુરજીની સેવાશુશ્રષા કરવામાં કોઈ ઊણપ રાખી ન હતી. છતાં, તેમની તબિયતે પલટો ખાધો અને વિ.સં. ૧૯૭૭માં તેઓએ સ્વર્ગારોહણ કર્યું. સૌની સાથે મુનિશ્રીને પણ ગુરુવિરહનું દુ:ખ હતું. થોડા સમયમાં જ સંધે સાયલા પ્રયાણ કર્યું. ત્યાં તેઓ ત્રણ દિવસના ઉપવાસ ગ્રહણ કરી એક ભોંયરામાં ચિતનમગ્ન દશામાં બેસી રહ્યા. આથી શરીર પર ઠંડી અને ભેજની વિપરીત અસર થઈ અને “વા”ની બીમારી લાગુ પડી. પણ યુવાવસ્થામાં શરીરને કસવું અને શાતાશીલિયા ના થવું, શરીરની બહુ આળપંપાળ ના કરવી તેવી મુનિરાજની દઢ માન્યતા હતી. પોતાની દઢતાની પરીક્ષાનો આ એક નવતર પ્રયોગ હતો. મુંબઈગરાઓનું આકર્ષણ : મુનિશ્રીનું ભવ્ય વ્યક્તિત્વ, તેમની પદ્યમય શૈલી, વિશાળ દષ્ટિ, બુલંદ છતાં મીઠો સ્વર, સુધારાવાદી વિચારધારા, સમાજવિકાસની ધગશ વગેરે અનેક ગુણોને લીધે મુંબઈના સંધની ચાતુર્માસ માટે સતત માગણી રહેતી. અને મુનિશ્રીને વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઘાટકોપરમાં કરવાની સ્વીકૃતિ આપવી પડી. WWW.jainelibrary.org - Page #116 -------------------------------------------------------------------------- ________________ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ ૧૧૫ તેમનાં પ્રવચનોમાં જે મોટી હાજરી થતી તે પરથી ખ્યાલ આવતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી કેટલી મોટી સંખ્યામાં જૈનો અહીં આવીને વસ્યા હતા. આ ચાતુર્માસમાં સ્થાનકવાસી ઉપાશ્રયની ભવ્ય ઇમારતનો પાયો નંખાયો. સમસ્ત જૈન સમાજમાં ધર્મજાગૃતિની સરસ લહેર વ્યાપી ગઈ. અહીં તેઓએ અ.ભા.સ્થા. જૈન કૉન્ફરન્સને પણ સંબોધી હતી. વિ. સં. ૧૯૮૩નું ચાતુર્માસ લીંબડીમાં થયું. ત્યાં શ્રી ચુનીલાલજી મનિની દીક્ષા થઈ. ત્યાર પછી વિ. સં. ૧૯૮૪માં વાંકાનેરનું ચાતુર્માસ કરી, ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલજી(સંતબાલજી)ની દીક્ષા થઈ. ૧૯૮૯નું ચાતુર્માસ આગ્રામાં હતું, દરમિયાન અજમેર સંમેલનમાં તેઓએ લીંબડી સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું. વિ. સં. ૧૯૯૧માં ઘાટકોપર અને ૧૯૯૨માં કાંદાવાડીમાં તેઓના ચાતુર્માસ થયા. બોરીવલીમાં ૨૦૧૪ અને ૨૦૧૫ના જે ચાતુર્માસ થયા તેમાં ધાર્મિક જાગૃતિ સાથે અનેક સામાજિક અને લોકોપયોગી કાર્યો પણ થયાં. બોરીવલીમાં તે સમયે મધ્યમ અને ગરીબ વર્ગના જૈન વસતા, પણ તેઓની ધર્મ પ્રત્યેની લગન અને શ્રદ્ધા તથા સંપ રાખીને કાર્ય કરવાની ભાવના અદમ્ય હતી. આ કારણથી જ આ ચાતુર્માસમાં ધર્મજાગૃતિ, યુવાપ્રવૃત્તિ, મહિલામંડળની પ્રવૃત્તિઓ અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર થઈ. છેલ્લા ત્રણ ચાતુર્માસ અને બીમારી : વિ. સં ૨૦૧૪નું ચાતુર્માસ પૂર્ણ કરીને મહારાજશ્રી વતન તરફ જવાની ગણતરીથી વજેશ્વરી પધાર્યા, જ્યાં રહેવા માટે આશ્રમ, સેનેટોરિયમ વગેરેની સારી વ્યવસ્થા હતી. પરંતુ અહીંના દોઢ મહિનાના નિવાસ દરમિયાન તેઓનું સ્વાથ્ય વા અને શરદીને લીધે બગડી ગયું. ડૉ. સૂચકની સલાહથી પાછો બોરીવલી ફરવાનો નિર્ણય લેવાયો, જેથી સારવાર વધારે સારી રીતે થઈ શકે. પૂજ્યશ્રીની અસ્વસ્થ તબિયતના સમાચાર સાંભળી હંસાકુમારી મહાસતીજી આદિ અમદાવાદથી ઉગ્ર વિહાર કરી વજેશ્વરી થઈ બોરીવલી આવી પહોંચ્યા. વિ.સં ૨૦૧૫ના આગામી ચાતુર્માસ માટે વતનમાં પહોંચાય તેટલો સમય નહોતો અને પૂજ્યશ્રીને બોરીવલીના સમાજ તરફથી ચાતુર્માસનો ઘણો આગ્રહ હતો, તેથી ચાતુર્માસ બોરીવલીમાં કરવાનું નક્કી થયું. નિવૃત્તિ અર્થે શાંતિથી રહી શકાય તે હેતુથી આ ચાતુર્માસ ઉપાશ્રયમાં ન કરતાં કૃષ્ણકુંજ નામના એક મકાનમાં કર્યો. મહાસતીઓનો ચાતુર્માસ ઘાટકોપરમાં થયો. અહીંના નિવાસ દરમિયાન તેમને નાનો હૃદયરોગનો હુમલો (હાર્ટએટેક) થયેલો, પરંતુ ડૉક્ટરોની જહેમતથી અને પાપકર્મનો ઉદય શાંત થવાથી પૂજયશ્રીની તબિયત સારી થઈ ગઈ અને ચાતુર્માસ પૂરો થતાં ગુજરાત તરફ તેમનો વિહાર ચાલુ થયો. યથા સમયે સંઘ લીંબડી પહોંચી ગયો. રસ્તામાં વીરમગામ નજીક ફરીથી હૃદયરોગનો નાનો હુમલો થયો હતો, પણ ધીરે ધીરે તબિયત થોડી સુધરી કે ફરી પાછા ગુરુદેવ પ્રવચન, લાઇબ્રેરી, વિદ્યાશાળા વગેરેનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. અહીંથી ચાતુર્માસ પૂરો કરી વર્તમાન જીવનના છેલ્લા વિહાર માટે સાયલા તરફ પ્રયાણ કર્યું. સાયલામાં સ્થિરવાસ અને અંતિમ દિવસો : છેલ્લા ચાર ચાતુર્માસ પૂ. મહારાજશ્રીએ સાયલામાં જ કર્યા. ૮૭મી જન્મજયંતી પૂ. સંતબાલજી, પૂ. ચુનીલાલજી મુનિ તથા અન્ય મહાસતીઓ અને શ્રાવકોની હાજરીમાં પ્રાર્થના, પ્રવચન, ભક્તિ Page #117 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આદિથી ઉજવવામાં આવી. ત્યાર પછી પૂ. સંતબાલજી તો દિલ્હી અને કલકત્તા(ભવાનીપુરા)નાં ચાતુર્માસ અર્થે જતા રહ્યા પણ પૂ. ચિંતમુનિને તો ‘ગુરુદેવ’ જ સર્વસ્વ હોવાથી તેઓ તેમની સાથે જ રહ્યા. અહીંના તેઓશ્રીના સ્થિરવાસ દરમિયાન વિવિધ સ્થળોએથી સેવા, દર્શન અને સત્સંગ અર્થે મહાસતીજીઓ તથા શ્રાવકોનો પ્રવાહ ચાલુ જ રહ્યો. આખરે વસમી વિદાયનો અને મહાપ્રયાણનો દિવસ આવી પહોંચ્યો. ‘કર લે સિંગાર ! ચતુર અલબેલી સાજનકે ઘર જાના હોગા.' ૧૧૬ વિ. સં. ૨૦૨૧ના માગશર વદ ૯ને રવિવારે સવારના તેઓએ પ્રાર્થના અને પ્રવચન કરી, નિત્યક્રમથી પરવારી, પ્રતિક્રમણ કરી લીધું. પરંતુ સાંજની પ્રાર્થનામાં ન બેસી શકયા. તેમણે છાતીમાં દુખાવાની વાત કરી. એટલામાં તો શ્વાસ પણ જોરશોરથી ચાલવા લાગ્યો. સુરેન્દ્રનગરથી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવી, પણ તે પહેલાં તો પૂ. મહારાજશ્રીએ ચાર શરણાને-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રણિત ધર્મને—સ્વીકારવાનો સંકેત કરી દીધો અને રાત્રે ૧૦-૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. આના સમાચાર વીજળીની માફક ચારે બાજુ પહોંચી ગયા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક સ્થળોએથી લોકો અંતિમ દર્શનાર્થે ઊમટી પડયા અને આવા નાના ગામમાં દશ હજારથી ઉપરની સંખ્યા એકત્રિત થઈ ગઈ. ‘જય જય નંદા, જય જય ભદ્રા'ના જયનાદો વચ્ચે આ જ્યોતિર્મય આત્માના દેહના અવશેષો પંચમહાભૂતમાં મળી ગયા. આમ એકંદરે ૬૪ વર્ષનું દીર્ઘ સંયમી જીવન વિતાવી, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વગેરે પ્રદેશોમાં જૈન-જૈનતર સમસ્ત જનતામાં સદાચાર, નિર્વ્યસનતા, માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કારો રેડીને મહારાજે ચિરવિદાય લીધી. મુખ્ય મુનિ શિષ્યો : પૂ. મહારાજશ્રીએ મુનિશ્રી ચુનિલાલજીને વિ. સ. ૧૯૮૩માં અને મુનિશ્રી સંતબાલજીને વિ. સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. બંને શિષ્યોની ગુરુભક્તિ અદ્ભુત હતી. પૂ. ચુનિલાલજી મુનિમાં પરંપરાગત સંસ્કારોની સાથે સાથે ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવનું વધારે પ્રતિબિંબ પડે છે. આજે ૬૦ વર્ષના દીર્ઘ દીક્ષા જીવન પછી પણ તેઓ મહારાજશ્રીના શિષ્યો અને સંઘનું વિધિવત્ પાલન અને અનુશાસન પોતાની અપાર ધીરજ અને કરુણાથી સુંદર રીતે કરી રહ્યા છે. સ્વ. મુનિશ્રી સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું, તેથી પોતાની ચર્ચાના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ વિશ્વવાત્સલ્યના ભાવથી પ્રેરાઈને સમગ્ર ભારતીય સંસ્કારો, રાષ્ટ્રીયતા, ગાંધીજીની વિચારધારા અને સમાજોદ્ધારનાં સત્કાર્યો પ્રત્યે અભિમુખ થયા હતા. તેમના સમગ્ર જીવનમાં આ વિચારધારા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ચીંચણના આશ્રમમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી, પૂ. શ્રી નાનચંદ્રજી અને શ્રી જવાહરલાલજીના નામે ચાર મુખ્ય વિભાગોનું આયોજન કર્યું. આમ આ શિષ્ય યુગલે પૂ. મહારાજશ્રીની વિચારધારા અને સત્કાર્યોની ભાવનાની જ્યોતને જલતી રાખીને પોતાના ગુરુનું ઋણ અદા કર્યું. Page #118 -------------------------------------------------------------------------- ________________ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્મજાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે ‘ પ્રાર્થના મંદિર' અને ‘સુબોધ સંગીતમાળા’(ભાગ ૧-૨-૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા-સંપાદિત કરેલા ‘સંસ્કૃત કાવ્યાનંદ (ભાગ ૧-૨-૩) તથા ‘માનવતાનું મીઠું જગત' નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. તેઓની સાહિત્ય પ્રસાદીનો રસાસ્વાદ થઈ શકે તે આશયથી કેટલીક રચનાઓ નીચે રજૂ કરી છે : પવિભાગ પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજો, નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એહ પઢાવજો; પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય, પાપ, અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. બગડે ન બુદ્ધિ કુટિલકાર્યે બોધ એહ બતાવજો, વિભુ ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજો; સહુ દૂષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજો, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો. ૧ ૨ પ્રભુ ! સત્ય-ન્યાય—દયા—વિનય-જળ હૃદયમાં વરસાવજો, બદનામ કામ હરામ થાય ન એહ ટ્રેક રખાવજો; હે દેવના પણ દેવ! અમ ઉર પ્રેમ પૂર વહાવજો, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ ! હઠાવજો. સુખ–સંપ-સજ્જનતા–વિનય–યશ ૨સ અધિક વિસ્તારજો, સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિશે ઉભરાવજો; શુભ ‘સંત શિષ્ય ’' સધાય શ્રેયો એ વિવેક વધારજો, આનંદ મંગળ અર્પવાની અરજને અવધારજો. ૪ ૩ ગુરુ મહારાજને વિનંતિ ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે, બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. ટેક ગંડુ બની બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો; લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે. ગુરુ૦ ૧ ૧૧૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તિમિર તમામ સ્થળે ખવરાવ્યું, હિત-અહિત જરાય ન જણાયું, અંધકારમાં પ્રકાશને પ્રગટાવજો રે. ગુરૂ૦ ૨ દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો; વિશાળ દષ્ટિ કરીને અમી વરસાવજો રે. ગુરૂ૦ ૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિધનો આવી નડે છે; આ અગવડની સરસ દવા સમજાવજો રે. ગુરુ. ૪ અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદાય ન્યારી; દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે. ગુરુ૦ ૫ અંજન નેત્રો અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો; શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. ગુરુ૦ ૬ જન્મ મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા; સંત શિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવજો રે. ગુરુ૦ ૭ - વિરલ (રાગ–પીલ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે, ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે. આમ સદ્ગુરુસંગ કરે કોઈ વિરલા, અમૃત ફલ કોઈ વિરલા ખાવે. આમ અંતરમાં જાગે જન વિરલા, કર્મદળોને વિરલા હઠાવે. આમ તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાન નદીમાં વિરલા નહાવે. આમ આતમ રમણ કરે કોઈ વિરલા, અમરબુદ્ધિ વિરલા અજમાવે. આમ સમજે આત્મસમાં સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે. આમ અર્પી દે પ્રભુ અર્થે વિરલા, “સંત શિષ્યવિરલા સમજાવે. આમ (ગદ્યવિભાગ) અધ્યાત્મ બોધ : (૧) જીવન અને ધન : વિવેકપૂર્વકની વિચારણા: માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખાતું બધું સૌંદર્ય આભાને લીધે છે. શરીર અને આભૂષણોની કિંમત આભાને લીધે છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે. હૃદયમાં માણસાઈના દીવા પ્રગટાવજો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થોડી વાર વિરામ લેતાં શીખજો. .. . ફક્ત પેટ ભરવા માટે રાતદિવસ વ્યવસાયમાં ઘાણીના બેલની માફક જોડાવું અને પ્રજા વધારવી, તેના માટે ચિંતાઓ સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશું મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા WWW.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ ૧૧૯ જવું, એ શું બરાબર છે? જીવન શા માટે ? આવ્યા શા માટે ? કયાંથી આવ્યા ? પાછા કયાં જવાનું ? સાથે શું શું આવવાનું ? આપણે કોણ ? શું કરીએ છીએ ? આ બધા આત્મા સંબંધી વિચારો નવરાશ મળ્યે કરતાં રહેશો. હંમેશાં સત્સંગ, સાંચન કરતા રહેવું. તમારું શ્રેય તેમાં છે. બાકી તો આ બધાં દેશ્યો. એક વખત નકામાં થવાનાં છે. ત્રુટિઓ તો માનવમાત્રમાં હોય પણ શ્રેયાર્થીએ ગુણગ્રાહક થવું. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનું કહેશો. (૨) સત્સંગ, સાંચન અને સદ્ગુણ દ્વારા પ્રભુમય જીવન : પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપયોગ, એ જ ચિંતન, એ જ લગની, એવાં જ વાંચનો, એવો જ સંગ એ બધાં નિમિત્તો મદદગાર થાય છે. વાંચનથી વધુ વખત ચિંતનમાં ગાળવો. આસક્તિ ઘટે, સેવાભાવ વધે, વાણી—વિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશો. દયા, પ્રેમ, સેવા, ભક્તિના રસો પ્રગટાવવા માટે તમોને મળેલા બધા યોગ સારા છે. માટે આ ભાવોનો વિકાસ થાય એ ખૂબ લક્ષમાં રાખશો. (૩) સ્વરૂપના શાનથી મૃત્યુ પર વિજ્ય : જીવનનો વિકાસ એ જ જીવનનું રહસ્ય છે, વિકાસનો ઉપાય સદ્વિચાર અને સદ્વિચાર એ સદ્વિદ્યાનું પરિણામ છે. સમય, શક્તિ, સાધન અને સમજણનો દુરુપયોગ ન થાય તેવી કાળજી તે પણ સદ્વિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હંમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જેવો પામર અને ભયગ્રસ્ત બન્યો છે. આત્મા પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે સ્વભાવે જોતાં અમર અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. (૪) સાધનામાર્ગ : દેષ્ટિ : ભક્તિ : નામસ્મરણ : સાધનાનો અમૂલ્ય સમય અને અમૂલાં સાધનોનો સદુપયોગ કરવા, અંતર્દ્રષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશો. ખૂબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હૃદય શુદ્ધ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમનું નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશો. પરમાત્માના નામસ્મરણમાં અમોધ શક્તિ છે. અજબ તાકાત છે. માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમ જોઈએ. બધામાં અતૂટ સંપ, ઐકય જળવાઈ રહે એવું મધુર, મીઠું, પ્રેમાળ, નિર્દંભી વર્તન રાખશો. ઉપયોગી અભ્યાસની, અનુભવની-પ્રેમના પ્રવાહોની—મોજ માણતા રહેશો. કદીએ નિરુત્સાહી, નિરાશાવાદી, હતવીર્ય, હતપ્રભ ન થશો. સદાય આનંદમાં પ્રસન્નચિત્ત રહો એ જ ભલામણ છે. (૫) વક્તાઓના જીવનમાં અનુભવશૂન્યતા : સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે, તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તો કાંઈક આપી શકે. કોઈને . Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ જ નથી! વિવિધલક્ષી સંસ્થાઓનું પ્રદાન : પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થાઓની યાદી : (૧) સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી ભુવન, લીંબડી (વિ. સં. ૧૯૭૦) (૨) શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લીંબડી. પૂ. મહારાજશ્રી પાસે વિવિધ વિષયોનાં ૭૦૦૦ પુસ્તકો હતાં, તે તેમણે પુસ્તકાલયને અર્પણ કર્યા. તેમાં શેઠશ્રી અમુલખભાઈએ વિશિષ્ટ યોગપ્રદાન કરતાં તે પુસ્તકાલય એક સવોપયોગી બૃહદ્ મહાપુસ્તકાલયનું સ્વરૂપ લીધું. તેનું જાહેર ઉધ્ધાટન વિ. સં. ૨૦૦૩માં થયું હતું. ગુજરાતના શ્રેષ્ઠ પુસ્તકાલય તરીકે તેણે ઘણા પુરસ્કાર પ્રાપ્ત કરેલા છે. (૩) પૂ. શ્રી નાનચંદ્રજી સાર્વજનિક મહિલા મંડળ, લીંબડી (વિ. સં. ૨૦૦૩) આ સંસ્થા બહેનોના સર્વાગી વિકાસની, ખાસ કરીને કેળવણી અને રોજીની તકો મળે તે માટેની પ્રશંસનીય પ્રવૃત્તિ કરે છે. (૪) બોરીવલીની સંસ્થાઓ : સ્થાનકવાસી જૈન સંઘનો ઉપાશ્રય, હૉસ્પિટલ, ઉદ્યોગ-મંદિર અને સ્વધર્મી સ્ટોર્સ, (૫) પૂ. નાનચંદ્રજી પ્રાથમિક શાળા, સાયલા (સ્થાપના વિ. સં. ૨૦૦૯) આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, સાયલા, જામનગર, ઘાટકોપર, માંડવી-કચ્છ વગેરે અનેક નગર-ઉપનગરોમાં તેઓશ્રીની પ્રેરણાથી સામાજિક, શૈક્ષણિક કાર્યો કરનારી અનેક સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે, તે બદલ સમાજ હંમેશને માટે તેમનો ઋણી રહેશે. આમ, ધર્મપ્રચાર, સમાજસુધારણા અને ચતુર્વિધ સંઘના સંગઠનને લગતાં અનેક સત્કાર્યોમાં પોતાની આગવી પ્રતિભાથી વિશિષ્ટપણે યોગદાન કરનાર, સ્વ-પરકલ્યાણરત શ્રી નાનચંદ્રજી મહારાજ પોતાની મૌલિક દીર્ધદષ્ટિથી દેશકાળને ઓળખનાર ગુજરાતના એક મહાન સાધક-સંત, પ્રસિદ્ધ કીર્તનકાર અને આધ્યાત્મિક કવિવર હતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર ‘યુગવીર’ ભૂમિકા : વર્તમાન શતાબ્દીના પ્રારંભમાં જૈન સંસ્કૃતિ, જૈન સાહિત્ય અને જૈન સમાજની તન-મન-ધનથી એકનિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના જીવનને સુયશની સુગંધથી સુવાસિત કરનાર પંડિતવર્ષ શ્રી જુગલકિશોરજી મુખ્તાર જૈન સમાજમાં એક વિદ્રાન સાહિત્યકાર અને સાહિત્યસમાલોચક તરીકેની પોતાની અમીટ છાપ મૂકતા ગયા છે. ધનેચ્છા કે માનેચ્છાની લેશમાત્ર પણ પરવા કર્યા વિના, કેવળ કર્તવ્યબુદ્ધિથી તેઓ જિનવાણીની જે સેવા કરી ગયા છે તે ખરેખર અદ્રિતીય અને અદ્ભુત છે! તેઓએ ૨ચેલી ‘મેરી ભાવના' યુગો-યુગ સુધી જનમાનસમાં અમર રહેશે, એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી ! પ્રાચ્ય વિદ્યાના એક ઉત્તમ સંશોધક, એક સફળ સમાલોચક, સંપાદક તથા સાહિત્યલેખક તરીકે પંડિતશ્રી જૈનસંસ્કૃતિ પર અનેકવિધ ઉપકાર કરી ગયા છે. બીજી શતાબ્દીમાં થયેલ મહાન દિગંબર આચાર્યશ્રી સમન્તભદ્રના અનન્ય ચાહક શ્રી મુખ્તારજી શ્રી સમન્તભદ્ર આચાર્યના સાહિત્ય તથા જીવનને પ્રકાશમાં લાવવામાં અનન્ય ફાળો આપતા ગયા છે. સતત સાત દાયકાઓ સુધી અનેકવિધ સાહિત્યસૃજન કરી પંડિતપ્રખર શ્રી જુગલકિશોર મુખ્તાર પોતાનું ‘યુગવીર’ ઉપનામ સાર્થક કરી ગયા છે. ૧૨૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જન્મ, બાળપણ અને શિક્ષણ : વિક્રમ સંવત ૧૯૩૪ના માગસર સુદ અગિયારસના રોજ શ્રી જુગલકિશોરજીનો જન્મ ચૌધરી નન્દુમલ જૈન અગ્રવાલની ધર્મપત્ની શ્રીમતી ભોઈદવી જૈન અગ્રવાલની કૂખે સરસાવા(જિલ્લો : સહારનપુર, ઉ. પ્ર.)માં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી જ ઉર્દૂ-ફારસીના શિક્ષણનો આરંભ થયો. સાથે-સાથે પાઠશાળામાં હિન્દી તથા સંસ્કૃતનો અભ્યાસ પણ કરવા લાગ્યા. બાળક જુગલકિશોરને અભ્યાસ કરાવતા મૌલવીસાહેબ બાળકની વિલક્ષણ પ્રતિભા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા અને વિચારતા કે આ બાળકની ધારણા-શક્તિ અને તર્ક-શક્તિ જરૂર કોઈ દૈવીપ્રદાન છે. તેની શક્તિઓ સાચે જ કોઈ સાધારણ બાળક કરતાં વિશિષ્ટ હતી. ઉર્દૂ ફારસીનું જે જ્ઞાન પ્રાપ્ત કરતાં સાધારણ બાળકને દસ વર્ષ લાગે તે જ્ઞાન બાળક જુગલકિશોરે થોડાંક જ વર્ષોમાં પ્રાપ્ત કરી લીધું. મૌલવીસાહેબ બીજ બાળકોને ભણાવતાં, જુગલકિશોરનું ઉદાહરણ આપતાં કહેતા કે આ બાળકને જુઓ, તેની તર્કશક્તિ કેટલી વિશિષ્ટ છે ! કદાચ પૂર્વજન્મની કોઈ વિશિષ્ટ સાધનાના બળે જ બાળક જુગલકિશોરને ઉત્તમ ક્ષયોપશમ અને મૌલિક ચિતનની ક્ષમતા પ્રાપ્ત થઈ હશે ! તેમને ભણવાનો એટલો બધો શોખ હતો કે ત્યાંના પોસ્ટમાસ્તર શ્રી. બાલમુકુંદ પાસે નવરાશના સમયમાં તેઓ અંગ્રેજી પણ શીખતા. આ બધાની સાથે જૈનશાસ્ત્રનો અભ્યાસ પણ જૈન પાઠશાળામાં થતો. પાંચમા ધોરણ સુધી સરસાવાની સ્કૂલમાં અભ્યાસ કરી તેઓ ગવર્મેન્ટ હાઈસ્કૂલ, સહારનપુરમાં દાખલ થયા અને ત્યાં નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રાઇવેટ રીતે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી. જુગલકિશોરજી પ્રતિદિન જૈન-શાસ્ત્રનો અત્યંત શ્રદ્ધાભક્તિપૂર્વક પાઠ કરતા. સરસાવામાં પોતાની નાની ઉંમરથી જ દશલક્ષણી પર્વમાં શાસ્ત્રવચન કરતા. અભ્યાસ કરતાં-કરતાં જ ૧૩–૧૪ વર્ષની ઉંમરે તેમનો વિવાહ થઈ ગયો હતો અને નાનપણથી જ તેમને ગૃહસ્થી બની જવું પડ્યું હતું. સરસાવાની જૈન પાઠશાળામાં અભ્યાસ કરતાં કરતાં તેમણે લેખન-પ્રવૃત્તિનો પણ આરંભ કરી દીધો હતો. આરંભમાં “જૈન ગેઝેટ'માં તેઓ લેખ લખતા રહ્યા. ધીરેધીરે તેમની કાવ્યશક્તિ પણ પ્રસ્ફરિત થવા લાગી. સોલાપુરથી પ્રકાશિત થયેલો “અનિત્ય પંચાશત’ ગ્રન્થ તેમને ખૂબ ગમી ગયો અને તેનો તેમણે તુરત જ હિન્દી પદ્યાનુવાદ પણ કરી દીધો હતો. જગલકિશોરની જ્ઞાનપિપાસા ઘણી તીવ્ર હતી. પત્નીના આવ્યા પછી તેમની પ્રતિભા વધારે ચમકી ઊઠી ! તેમના શાનાર્જનમાં પત્નીનો સહયોગ પણ ઘણો સરસ રહ્યો. સરસાવાની હકીમ ઉગ્રસેનની પાઠશાળામાં તેમણે હિન્દી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. જન્મજાત મેધાના પ્રભાવે થોડાક જ પરિશ્રમથી હિન્દી-સંસ્કૃત પર તેમણે ઘણો સારો અધિકાર પ્રાપ્ત કરી લીધો. સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થતાં જ તેમની અભિરુચિ Page #124 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર “યુગવીર ૧૨૩ જૈનશાસ્ત્રોના અધ્યયન તરફ વળી. તેના ફળસ્વરૂપે રત્નકરંડ શ્રાવકાચાર, તત્ત્વાર્થસૂત્ર, ભક્તામર સ્તોત્ર આદિ પ્રારંભિક ધર્મગ્રંથો તેમણે નાની વયમાં જ કંઠસ્થ કરી લીધા હતા. પૌરાણિક ધર્મગ્રંથોના સ્વાધ્યાયથી અનેક ઐતિહાસિક જિજ્ઞાસાઓ પણ તેમના અંત:કરણમાં ઉત્પન્ન થઈ, જે આગળ જતાં ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રમાં અનેકવિધ - પ્રદાન કરતી ગઈ ! તેમનું જન વાડ્મયનું જ્ઞાન ઉત્તરોત્તર પુષ્ટ તથા પરિવર્તિત થતું રહ્યું. - સહારનપુરની સરકારી સ્કૂલમાં ૯ ધોરણ સુધી અંગ્રેજીનું શિક્ષણ લીધા પછી એક પ્રસંગ બનતાં તેમણે અચાનક સ્કૂલ છોડી દીધી ! જુગલકિશોર હંમેશાં નિયમિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરતા. છાત્રાવાસના જે રૂમમાં તેઓ રહેતા, તે રૂમની બહાર તેમણે બારણા પર લખેલું કે “None is allowed to enter with shoes.” તેઓ પોતાની રૂમમાં કોઈને પણ બૂટ-ચંપલ પહેરીને આવવા દેતા નહિ. એમના રૂમમાં શાસ્ત્રગ્રંથો હંમેશ રહેતા. જિનવાણીનો અવિનય અશાતના ન થાય તે માટે તેમણે આવો નિયમ રાખેલો. એક દિવસ એક મુસલમાન વિદ્યાર્થી જુગલકિશોરની ના પાડવા છતાં તેમની રૂમમાં ચંપલ પહેરીને ઘૂસી ગયો. નીડર જુગલકિશોરે તેને ધક્કો મારીને બહાર કાઢ્યો. તે મુસલમાન વિદ્યાર્થીએ પ્રધાનાધ્યાપકને જુગલકિશોર વિરુદ્ધ ફરિયાદ કરી. પ્રધાનાધ્યાપકે તે વિદ્યાર્થીનો પક્ષ લઈ જુગલકિશોરને આર્થિક દંડ કર્યો. સ્વાભિમાની જુગલકિશોર આ ઘટનાથી અત્યંત વિચલિત થઈ ગયા અને સ્કૂલ છોડી દીધી. ત્યાર પછી તેમણે પ્રાઇવેટ રીતે પરીક્ષા પાસ કરી. નાનપણથી જ તેમના જીવનમાં વણાયેલી સત્યનિષ્ઠા અને તેને આચરણમાં મૂકવા માટે જે કાંઈ કરવું પડે તે કરી છૂટવાની પૂર્ણ તૈયારી-આ પ્રસંગમાં દૃષ્ટિગોચર થાય છે. આ ઘટનાથી કિશોર જુગલકિશોરને સત્ય માટે અહિંસાત્મક સંઘર્ષ કરવાની ઉત્તમ પ્રેરણા અને દેઢ સંકલ્પશક્તિ પ્રાપ્ત થયાં; તેમજ જિનવાણીની રક્ષા માટે બધું જ કરી છૂટવાની ભાવના પણ દઢપણે ઉત્પન્ન થઈ. સાહિત્યરચનાની પ્રાથમિક ભૂમિકામાં લખાયેલા સરસ્વતીના વિરલ પુત્ર જુગલકિશોરજીના પ્રારંભિક લેખો આજે અપ્રાપ્ય છે. પરંતુ તેમની એક રચના જેનું પ્રકાશન ૮ મે, ઈ. સ. ૧૮૯૬માં “જૈન ગૅઝેટ'માં પ્રકાશિત થઈ હતી, તે ઉપલબ્ધ છે. આ લેખ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે શ્રી. જુગલકિશોરજીમાં શૈશવ-અવસ્થાથી જ અંતતિ પ્રગટ થઈ ચૂકી હતી. આ અંતતિ વડે તેમને જણાયું કે ભારતના દુર્ભાગ્યનું કારણ અવિદ્યા, અસંગઠન અને માન્ય આચાર્યોનાં વચનો પ્રત્યેનો લોકોનો ઉપેક્ષાભાવ છે. જ્યાં સુધી આ મૂળ કારણોનો નાશ નહિ થાય ત્યાં સુધી દેશ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકશે નહિ કે જ્ઞાન-વિજ્ઞાનમાં પ્રગતિ થઈ શકશે નહિ. તેમણે પોતાની એક રચનામાં લખ્યું છે કે પ્રાચીન યુગમાં ભારત જગદ્ગુરુના સ્થાને બિરાજતું હતું. પણ આજે અજ્ઞાન અને અસંગઠનના કારણે તેનું આ પદ લુપ્તાવસ્થાને પ્રાપ્ત થયું છે. વિશ્વના માનસચિત્ર પર તેનું આ પદ પુનઃ સ્થાપિત કરવા યુવકોએ સંગઠિત થઈ દેશોત્થાનના કાર્યમાં દઢસંકલ્પી થવું જોઈએ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જીવનમાં એક નવો વળાંક: જુગલકિશોરના જીવનને કવિતા તથા ગવેષણાત્મક નિબંધોની રચના પ્રત્યે વાળવાનું શ્રેય એક પ્રસંગને આભારી છે. આ ઘટના ઈ. સ. ૧૮૯૦ની આસપાસની છે. જયારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમના ઘરે એક મંગળપ્રસંગ આવ્યો તે નિમિત્તે વધાઈ ગાવા માટે વિશિષ્ટ સ્ત્રીઓ ભેગી થઈ હતી. આ સ્ત્રીઓ અશ્લીલ ગીતો ગાવા લાગી. તે સાંભળીને કિશોરવયના જુગલકિશોરને અત્યંત નારાજી થઈ. જેમના અંત:કરણમાં ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિચારધારા છુપાયેલી હોય તેને આવાં અશ્લીલ ગીતો ક્યાંથી પસંદ આવે ! તત્કાળ તેમણે ગીતો ગાવાનું બંધ કરાવી દીધું અને પોતાની સહજ કાવ્યશક્તિથી એક માંગલિક વધાઈ ગીત લખી નાખ્યું. આ રચના તેમણે પોતાના અહંભાવને પોષવા અર્થે કરી ન હતી પણ અવિદ્યાના કારણે પોષાતી અશ્લીલતાનો ભારતીય સંસ્કૃતિમાંથી છેદ ઉડાડવા માટે કરી હતી. તેમણે પોતાની પ્રતિભાનો ઉપયોગ અશ્લીલતા દૂર કરવા કર્યો. આ પ્રસંગ પછી જુગલકિશોરના જીવનમાં ક્રમશ: કવિત્વશક્તિ વિકસિત થતી ગઈ અને તેમના અંત:કરણમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો સાહિત્યદેવતા જાગૃત થઈ ગયો. જુગલકિશોરજીની શિક્ષા-દીક્ષા ઉર્દૂ-ફારસીમાં થઈ હોવા છતાં, તેમની દૂરગામી દૃષ્ટિએ જોઈ લીધું હતું કે ભારતીય સાહિત્યની સંપત્તિનું પ્રકાશન આ ભાષાઓ દ્વારા નહિ, પણ હિન્દી ભાષાના માધ્યમથી જ થઈ શકે તેથી તેઓ હિન્દી ભાષા તરફ વળ્યા અને નિબંધો, કવિતાઓ તેમજ અન્ય સાહિત્યિક રચનાઓ કરી. જીવનસંદાર્ગ–અર્થોપાર્જનની શરૂઆત: ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા બાદ જુગલકિશોરજીએ વિચાર્યું કે પોતાની આજીવિકાનો નિર્વાહ પોતે જ કરવો જ જોઈએ. તેમનો પૂર્ણ વિશ્વાસ હતો કે જીવનસંઘર્ષમાં છાતી ખોલીને જ કામ કરવામાં જીવનની સાર્થકતા છે. તેથી તેમણે પોતાની રુચિ મુજબ મુંબઈ પ્રાન્ટિક મહાસભાના ઉપદેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ રીતે તેઓ જન-જાગરણ કરવા પણ ઇચ્છતા હતા. તેમના આ કાર્ય બદલ મહાસભા દ્વારા તેમને વેતન પણ મળતું હતું. આ ઘટના નવેમ્બર, ઈ. સ. ૧૮૯૯થી શરૂ થઈ હતી. ઉપદેશક તરીકેનું તેમનું આ કાર્ય ફક્ત એક મહિનો અને ૧૪ દિવસ ચાલ્યું. ધર્મપ્રચાર જેવા પવિત્ર કાર્ય માટે વેતન લેવામાં આવે તે તેમના હૃદયને અરુચિકર લાગ્યું ! આ કાર્યને અતનિક રૂપે જ કરવામાં સ્વાભિમાન જળવાશે એવી તેમને પ્રતીતિ થઈ. આ વિચારનું પરિણામ તેમના જીવનમાં સુખદ આવ્યું અને તેમણે કોઈ પણ પ્રલોભન વિના સાહિત્યસેવા કરવાનું શરૂ કર્યું. હવે, યુવક જુગલકિશોરના મનમાં સ્વતંત્ર વ્યવસાય કરવાની ભાવના ઉત્પન્ન થઈ. તે જમાનામાં મુખત્યારીનો વ્યવસાય અત્યંત આકર્ષક ગણાતો હતો, કેમ કે તેમાં સારી એવી આવક થતી હતી. ઈ. સ. ૧૯૦૨માં તેમણે મુખારીની પરીક્ષા પાસ કરી અને સહારનપુરમાં તેનો વ્યવસાય શરૂ કર્યો. તે જમાનામાં વકીલોની સંખ્યા ઘણી ઓછી હોવાથી તેમની ફી ઘણી વિશેષ રહેતી. સાધારણ માણસને તે પરવડતી નહીં ! તેથી લોકો વકીલને બદલે મુખ્તારને પસંદ કરતા હતા. ઈ. સ. ૧૯૦૫ માં તેઓ દેવબન્દ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખાર યુગવીર ૧૨૫ ચાલ્યા ગયા અને ત્યાં મુખ્તાર તરીકે પ્રેકિટસ કરતા રહ્યા. પોતાના સ્વતંત્ર કાનૂની વ્યવસાયની સાથે સાથે તેઓ સમાજસેવાનાં કાર્યોમાં પણ ભાગ લેતા રહ્યા. મુખ્તારના વ્યવસાય વિષે એવી માન્યતા પ્રચલિત છે કે જે મુખ્તાર જૂઠ બોલી શકે અને જાળ બિછાવી શકે, તે જ સફળ થઈ શકે. પણ શ્રી જુગલકિશોરજી આ વ્યાપક માન્યતાના તદ્દન વિરોધાભાસી વલણવાળા હતા. તેમણે પોતાના વ્યવસાયમાં કદી પણ જૂઠનો આશ્રય લીધો નથી, છતાં તેમની ગણના ઉચ્ચકોટિના મુખ્તારોમાં થતી હતી. તેમના જેવી માન્યતાવાળા સત્યનિષ્ઠ મુખ્તાર લાખોમાં એક જ હોઈ શકે ! વાદી કે પ્રતિવાદી પોતાનો મુકદ્દમો-કેસ તેમને સોંપી નિશ્ચિત થઈ જતા હતા. યુવક જુગલકિશોર પોતાનો અધિકાંશ સમય સાહિત્ય-કલા તેમજ પુરાતત્ત્વના અધ્યયન-અન્વેષણમાં પસાર કરતા હતા, છતાં પણ પોતાના વ્યવસાયને પૂર્ણ ન્યાય આપતા હતા. તેથી જ તેમની મુખારી પ્રસિદ્ધ હતી. આ વ્યવસાયમાં તેમને ધન તથા યશ બંને પ્રાપ્ત થયાં. ગૃહસ્થાશ્રમના સારા-નરસા અનુભવો : પંડિત શ્રી જુગલકિશોરજીનું ગૃહસ્થ જીવન સાદું, સુખમય અને સહધર્મચારિણીના યોગ્ય સહકાર દ્વારા શાંતિપૂર્વક વ્યતીત થતું હતું. પંડિતજીની જ્ઞાનસાધનામાં તેમની ધર્મપત્નીનો ત્યાગ ઘણો મહત્ત્વનો ભાગ ભજવતો અને પત્નીની યથાર્થ સેવાઓ પ્રાપ્ત કરીને જ તેમણે પોતાનો બૌદ્ધિક વિકાસ સાધેલો. વિ. સં. ૧૯૫૬ (ઈ. સ. ૧૮૯૯)માં પંડિતજીના ઘેર એક મનોહર પુત્રીનો જન્મ થયો. તેનું નામ “સન્મતિકુમારી' રાખ્યું. આ કન્યામાં નામ પ્રમાણે ગુણ હતા. ભણવામાં પણ તે ઘણી ચતુર હતી. પરંતુ પંડિતજીની આ લાડકી દીકરી માત્ર ૮ વર્ષની ઉંમરે જ પ્લેગની બીમારીમાં ગુજરી ગઈ. પંડિતજીને આથી ઘણી વેદના થઈ. ઈ. સ. ૧૯૧૭માં બીજી એક પુત્રીનો જન્મ થયો, જેનું “વિદ્યાવતી' નામ રાખવામાં આવ્યું. તે ઘણી સ્વરૂપવાન તેમજ ગુણવાન હતી. પુત્રી માંડ ત્રણ મહિનાની થઈ હશે ને પંડિતજીના જીવનમાં એક વજીયાત જેવી ઘટના બની ગઈ. ૧૫ માર્ચ, ૧૯૧૮ના રોજ તેમનાં ધર્મપત્ની ૨૫ વર્ષોનો સાથ છોડી ન્યૂમોનિયાના કારણે સંસાર છોડી ગયાં. પંડિતજીની ગૃહસ્થીની લીલી વાડી અચાનક ઉજજડ બની ગઈ. પંડિતજી પર કન્યાના પાલનપોષણની જવાબદારી પણ આવી પડી. તે માટે તેમણે “ધાયની સેવાઓ લીધી. કહેવત છે કે “વિપત્તિ એકલી નથી આવતી, પણ સમૂહમાં આવે છે.” પનીવિયોગનું દુ:ખ પંડિતજી ભૂલ્યા નહોતા એટલામાં તો પુત્રી વિદ્યાવતી પણ બીમાર પડી અને ૨૮ જાન્યુ., ૧૯૨૦ ના રોજ તેણે પણ સંસારમાંથી વિદાય લીધી. પંડિતજીના જીવનમાં આ દિવસને પારિવારિક, કૌટુંબિક, ગાર્વસ્થિક ધર્મના સમાપ્તિ દિન તરીકે ગણી શકાય. પંડિતજીની બધી મહત્ત્વાકાંક્ષાઓ અનંત આકાશમાં વિલીન થઈ ગઈ. કૌટુંબિક વાપાતનો એક જબરજસ્ત હુમલો પંડિતજી પર થયો, પંડિતજીને તેની ભારે માર્મિક વેદના પણ થઈ. પરંતુ સ્વાધ્યાયતપસ્વી મુખાસાહેબે આવી પડેલી પરિસ્થિતિનું ચિત્તન-મનન કરી તેનો અત્યંત દઢનાથી સામનો કરવાનું મનોમન Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો નક્કી કરી લીધું. તેઓ નિર્લિપ્ત કર્મયોગીની જેમ પોતાની સાહિત્ય-સેવાની સાધનામાં બમણા વેગથી લાગી ગયા. પ્રકૃતિએ-કુદરતે જાણે કે તેમની સાધનાને વેગીલી બનાવવા માટે જ આ ગૃહસ્થીની જંજાળમાંથી તેમને મુક્ત કર્યા હતા. પંડિતજી : પત્રકાર-સમ્પાદક તરીકે : પત્રકાર અને સમ્પાદક તરીકેની પ્રવૃત્તિને ‘યુગવીર’ શ્રી જુગલકિશોરજીની બહુમુખી પ્રતિભાનું એક મહત્ત્વનું અંગ ગણી શકાય. સાહિત્યમાં સત્યની સુરક્ષા એ પત્રકારનું સૌથી પવિત્ર કર્તવ્ય છે, જે ‘યુગવીર’જીના જીવનમાં સમયે-સમયે જોઈ શકાય છે. પોતાના મૌલિક ચિન્તનને તર્કબદ્ધ રીતે સમાજ સમક્ષ નિર્ભયપણે મૂકવાનું શ્રેય શ્રી પંડિતજીના ફાળે જાય છે. શ્રી જુગલકિશોરજીનું પત્રકારજીવન જ્યારે તેમણે મહાસભાનું મુખપત્ર “જૈન ગૅઝેટ”નું સમ્પાદનકાર્ય સંભાળ્યું હતું ત્યારથી એટલે કે ૧ જુલાઈ, ઈ. સ.૧૯૦૭થી શરૂ થયું હતું. તેમની સમ્પાદનશૈલીને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (૧) ભાષા-સંશોધનાત્મક પ્રવૃત્તિ (૨) સમાજસુધારની ભાવનાત્મક પ્રવૃત્તિ તેમજ (૩) પ્રમાણઅંગ્રહાત્મક પ્રવૃત્તિ. પંડિતજીના જીવંત સમ્પાદનકાર્યને જનતાએ ખૂબ પસંદ કર્યું અને “જૈન ગૅઝેટ”ની ગ્રાહકસંખ્યા ૩૦૦ થી ૧૫૦૦ સુધી પહોંચી ગઈ. પરંતુ તેમની સ્પષ્ટ-નિષ્પક્ષ-નીડર વિચારસરણીથી સમાજના નેતા નારાજ થયા હતા. આથી તેમને ૩૧ ડિસે. ૧૯૦૯ના રોજ સમ્પાદક તરીકેની કામગીરી છોડી દેવી પડી. “જૈન ગૅઝેટ”માંથી છૂટા થયા પછી લગભગ દસ વર્ષે પં. શ્રી નાથુરામજી પ્રેમીએ ખંડિતજીને ‘‘જૈન હિતૈષી’’ના સમ્પાદક તરીકે નિયુક્ત કર્યા. પંડિતજીએ પોતાનું આ કાર્ય અનન્ય નિષ્ઠા અને દૃઢ લગનથી ઈ. સ. ૧૯૨૧ સુધી બે વર્ષ માટે સફળપણે કર્યું. ૨૧ એપ્રિલ, ઈ. સ. ૧૯૨૯થી તેઓએ દિલ્હીમાં સાંતભદ્રાકામની સ્થાપના કરી અને નવેમ્બર માસથી ‘અનેકાન્ત’ નામના માસિકપત્રનું સમ્પાદન તથા પ્રકાશનકાર્ય પ્રારંભ કર્યું. ‘અનેકાન્ત’ માસિકના સમ્પાદનમાં પંડિતજીની પ્રૌઢતા અને પાંડિત્યપૂર્ણ શૈલીનો ચરમ વિકાસ સ્પષ્ટપણે દષ્ટિગોચર થતો હતો. માસિકના સમ્પાદનમાં પંડિતજીની નીતિ લોકસૂચિત નહીં, પણ લોકહિતની રહી હતી. ત્યાગના પથ પર : “જૈન ગૅઝેટ”ના સમ્પાદનકાર્યથી જે સમય બચતો, તેમાં પંડિતજી જૈનસાહિત્યનું ગંભીર અધ્યયન કરતા. આ અધ્યયને તેમના ઉપર ઊંડી છાપ પાડી અને મુખ્તારગીરીનો વ્યવસાય તેમને ભારરૂપ લાગવા માંડયો. જીવનનો અમૂલ્ય સમય નિરર્થક અર્થોપાર્જનમાં બરબાદ કરીને માત્રવધેલો સમય શોધ તથા સમાજસેવાના કાર્યમાં વાપરવાનું તેમના માટે અસહ્ય થવા લાગ્યું. તેઓ વારંવાર બાબુ સૂરજભાનુ વકીલને ટોકવા માંડયા કે આપણે બંને વકીલાત છોડી પૂરો સમય અનુસંધાન અને સમાજસેવાના કાર્યમાં લગાવીએ. એક દિવસે તેનું ફળ આવ્યું અને તા. ૧૨ ફેબ્રુ. ૧૯૧૪ના રોજ બાબુ સૂરજભાનુએ પોતાની વકીલાત અને પં. જુગલકિશોરજીએ તેમની Page #128 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર યુગવીર ૧૨૭ મુખ્તારી છોડી દીધી. બંને પ્રસિદ્ધ વકીલ હતા, છતાં વકીલાત છોડી દીધી તેથી અજાણ્યા લોકોને ઘણું આશ્ચર્ય થયું. ૧૨ ફેબ્રુ. ૧૯૧૪નો દિવસ જૈન આશ્રમ માટે એક પર્વ સમાન ગણાય, કેમ કે તે દિવસથી પંડિતજી સર્વ સમર્પણભાવથી સાહિત્યની સેવામાં લાગી ગયા. “ગ્રંથપરીક્ષાના પ્રકાશનનું ઐતિહાસિક કાર્ય : જૈનશાસ્ત્રોનું ગંભીર અધ્યયન કરતાં એક વાત પંડિતજીના ધ્યાન પર ખાસ આવી કે જૈનશાસ્ત્રોમાં કેટલાક ભટ્ટારકોએ જૈન ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ ઘણી વિકૃત વાતો ઉમેરી દીધી છે. તેમણે એ શોધી કાઢ્યું કે જૈનશાસ્ત્રોમાં આ વિકૃત અંશો કઈ કઈ જગાએથી સામેલ થયા છે. તેમની આ શોધ “ગ્રંથપરીક્ષા” નામના પુસ્તકમાં ચાર ભાગોમાં પ્રકાશિત થઈ. લગભગ ઈ. સ. ૧૯૧૬માં ગ્રંથપરીક્ષાના બે ભાગ પ્રકાશિત થયા અને તેનાથી કેટલીયે પરંપરાગત માન્યતાઓ પર ઊંડો આઘાત લાગ્યો. અનેક વિદ્વાનો તેમના આ શોધ-કાથી સમસમી ઉઠ્યા અને પંડિતજીને ધર્મદ્રોહી ગણવા લાગ્યા. તેમના આ ગ્રંથ વિરુદ્ધ ઘણી વાતો વહેતી થઈ પરંતુ કોઈ પણ વિદ્વાન તેની વિરુદ્ધમાં એક પણ પ્રમાણ રજૂ કરી શક્યો નહિ. ઈ.સ. ૧૯૨૮માં “ગ્રંથપરીક્ષા”નો ત્રીજો ભાગ પ્રકાશિત થયો. તેની ભૂમિકામાં પં. શ્રી નાથુરામજી પ્રેમીએ લખ્યું કે “મારી જાણમાં નથી કે પાછલી કેટલીયે સદીઓથી કોઈ પણ જૈન વિદ્વાને આ પ્રકારનો સમાલોચક ગ્રંથ આટલા પરિશ્રમથી લખ્યો હોય અને આ વાત તો કોઈ પણ ખચકાટ વિના કહી શકાય કે આ પ્રકારનો પરીક્ષાલેખ જૈનસાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ છે. આ લેખમાળા પ્રતિવાદીઓ માટે લોઢાના ચણા સમાન છે.” આ લોઢાના ચણાનું નિર્માણ કેટલી લગનથી થયું હશે ! આ લેખમાળા તૈયાર કરવામાં તેઓ એટલા બધા તલ્લીન રહ્યા હતા કે દોઢ મહિના સુધી તેમને ઊંઘ નહોતી આવી અને છતાંયે કોઈ પણ જાતની કમજોરી અનુભવ્યા વગર રસપૂર્ણ શૈલીથી તેમણે . આ રચના પૂર્ણ કરી હતી. આને એક આશ્ચર્યકારક ઘટના જ ગણી શકાય ! “મેરી ભાવના”-એક અમર રચના : યુગવીરજીએ માત્ર “મેરી ભાવના” નામની પ્રસિદ્ધ પદ્યરચના જ કરી હોત, તો પણ આ પદ્યરચનાના પ્રતાપે તેઓ અમર બની ચૂક્યા હોત ! આ કવિતા સૌથી પ્રથમ “જેનલિપિ”ના એપ્રિલ-મે, ૧૯૧૬ના સંયુક્ત અંકમાં છપાઈ હતી. આ કવિતા પુસ્તિકાના રૂપમાં ૫૦ લાખની આસપાસ છપાઈ ચૂકી છે અને અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી, કન્નડ વગેરે ભાષાઓમાં તેના અનુવાદો પણ થઈ ચૂક્યા છે, જે તેની અત્યંત લોકપ્રિયતા અને સર્વોપયોગિતા દર્શાવે છે. આ પદ્યરચના મુખ્તારજીની જીવનસાધનાના પ્રતીક સમાન હતી. જૈનસમાજમાં તો “મેરી ભાવના” અને “યુગવીરજી બંને એક જ સિકકાની બે બાજુ સમાન ગણાય છે ! હજારો પરિવારોમાં તેનો નિત્યપાઠ થાય છે. સામૂહિક પ્રાર્થનાના રૂપમાં પણ તે અત્યંત પ્રસિદ્ધ થઈ છે. આ પદ્યરચનામાં આત્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય સમુત્યાનની ભાવના સ્પષ્ટપણે જોઈ શકાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો “મેરી ભાવનાનાં અગિયાર પદોમાં અનેક ઉત્તમ ગ્રંથોનો સાર “ગાગરમાં સાગર'ની જેમ ભરી દીધેલો જણાય છે. ભાવ તથા શબ્દયોજના–બંને દૃષ્ટિએ આ રચના અતિ ઉત્તમ છે. પંડિતજીની ઐતિહાસિક સાહિત્ય-સ્સાધના : પં. શ્રી જુગલકિશોરજીએ ૨૧ એપ્રિલ, ૧૯૨૯માં દિલ્લીમાં સમન્તભદ્રાશ્રમની સ્થાપના કરી. એક વર્ષ પછી તેનું સ્થાન દિલીથી સરસાવામાં બદલવામાં આવ્યું. ત્યાં તે આશ્રમે વીરસેવા નામ ધારણ કર્યું. આમ પંડિતજીનું જન્મક્ષેત્ર જ તેમના સાધનાક્ષેત્રનું સ્થાન બની ગયું. પંડિતજીની જીવનવ્યાપી સાહિત્યસાધનાને સંક્ષેપમાં વિચારીએ તો એમ કહી શકાય કે તેઓ એક ઉત્તમ સાહિત્યકાર, નિબંધકાર, સમાલોચક, ઇતિહાસકાર અને પત્રકારની–એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જનસમાજમાં પાત્રકેસરી અને વિદ્યાનન્દ સ્વામીને એક જ વ્યક્તિ સમજવામાં આવતા હતા. મુખ્તારસાહેબે પોતાની શોધના આધારે સ્પષ્ટ રીતે જણાવ્યું કે પાટાકેસરી વિદ્યાનન્દથી તથા અકલાંકથી પણ પહેલાં થયેલા છે. તેવી જ રીતે પંચાધ્યાયીના ગ્રંથકર્તા વિષે પણ તેમણે કેટલાય આધારો સાથે જણાવ્યું કે કવિરાજ શ્રીરાજમલજી જ તેના ગ્રંથકર્તા છે. મહાન આચાર્ય સ્વામી સમન્તભદ્રનો ઇતિહાસ કેવળ અંધારામાં હતો. પરંતુ મુખ્તારસાહેબે બે વર્ષના પ્રેમપરિશ્રમ વડે એક પ્રામાણિક ઇતિહાસ તૈયાર કર્યો, જેની અનેક વિદ્વાનોએ મુક્તકંઠે પ્રશંસા કરી છે. આમ સમન્તભદ્ર સ્વામીના ઇતિહાસને પ્રકાશમાં લાવવાનું સંપૂર્ણ શ્રેય પંડિતજીના ફાળે જાય છે. જૈન સાહિત્યના એવા કેટલાયે ગ્રંથોનો ઉલ્લેખ મળે છે, પણ તે અપ્રાપ્ત છે. આવા ગ્રંથોની સૂચિ પંડિતજીએ તૈયાર કરી હતી. તેની શોધ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી. તેમાંથી થોડાક ગ્રંથો પ્રાપ્ત પણ થયા હતા. આંતરજાતીય વિવાહના સમર્થનમાં “વિવાહક્ષેત્રે પ્રકાશ” નામનું પુસ્તક તથા દસ્તાપૂજા અધિકારના સમર્થનમાં “જિન પૂજાધિકાર મીમાંસા' નામનું પુસ્તક પંડિતજીએ લખ્યું હતું. આના કારણે પંડિતજીને નાતબહાર મૂક્યા હતા પણ વ્યવહારમાં તે અમલી બન્યું નહોતું. ધવલા તથા જયધવલાનો અભ્યાસ કરવા માટે પંડિતજી જેન સિદ્ધાંત ભવનઆરામાં ગયા હતા અને સાડાત્રણ મહિના રાત-દિવસ પરિશ્રમ કરી તેમણે ૧૦૦૦ પાનાંની નોંધ (Notes) તૈયાર કરી હતી, જેમાં બંને ગ્રંથોનો સાર સંગ્રહીત છે. મહાવીર ભગવાનના સમયની બાબતમાં અનેક મતભેદો તથા ઘણી મૂંઝવણો હતી. પંડિતજીએ ગંભીર અધ્યયન કરી તેનો સર્વમાન્ય સમન્વય પ્રસ્તુત કર્યો. વીરશાસનજયંતી(ભગવાન મહાવીરની પ્રથમ ધર્મપ્રવર્તન તિથિ)ની શોધને તો તેમના જીવનનું એક મહત્વપૂર્ણ કાર્ય ગણી શકાય. આ તિથિ શ્રાવણ વદ પ્રતિપદાના રોજ ઉજવાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખ્તાર “યુગવીર, ( ૧૨૯ વ્યકિતત્વ તથા કૃતિત્વની ઉપલબ્ધિઓ : આચાર્યશ્રી પ. જુગલકિશોરજીનું વ્યક્તિત્વ એક સાધક અને સ્વાધ્યાયનિષ્ઠ તપસ્વીનું ગણી શકાય. તેમના વ્યક્તિત્વમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ પ્રચૂર માત્રામાં જોઈ શકાય છે. તેઓ હંમેશાં પરીક્ષાપ્રધાની શ્રદ્ધાવાન રહ્યા છે, અંધવિશ્વાસ કે શિથિલાચારને તેઓશ્રીએ જીવનમાં કદી સ્થાન આપ્યું નથી. જ્યાં જ્યાં તેમણે અંધવિશ્વાસ, પાખંડ અને વિકૃતિઓ જોઈ, ત્યાં ત્યાં તેમણે દેઢતાથી તેનો સામનો કર્યો અને નિર્ભીક થઈને તેનું ખંડન કર્યું. જીવનોત્થાન માટે અત્યંત આવશ્યક એવા પરિશ્રમ અને અધ્યવસાય જેવા સદ્ગુણોનો સુંદર સમન્વય આપણને મુખારસાહેબના જીવનમાં જોવા મળે છે. તેમના જેટલો પરિશ્રમી અને નિ:સ્પૃહતાપૂર્વક જિનવાણીની ઉપાસના કરનાર સાધક લાખોમાં એકાદ જ જોવા મળે છે. સાચે જ તેમનું મસ્તિષ્ક જ્ઞાનીનું, હૃદય યોગીનું અને શરીર કૃષકનું હતું. લોકસેવા અને સાહિત્ય-સેવામાં પ્રવૃત્ત જુગલકિશોરજી પોતાની સાહિત્ય-સાધના દ્વારા એટલું બધું અંતિહાસિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરી ગયા છે કે શતાબ્દીઓ સુધી જૈનપરંપરામાં તેઓ અમર રહેશે. | મુન્નારસાહેબનું વ્યક્તિત્વ ઉદાત્ત છે, બહુમુખી છે. તેમના વ્યક્તિત્વમાંથી હરહંમેશ શાનની ધારા પ્રવાહિત રહી છે. એક જ્ઞાની, સમાજસુધારક, દેઢ અધ્યવસાયી કવિ, નિબંધકાર, ઇતિહાસકાર અને સાહિત્યકાર તરીકેની તેમની બહુમુખી પ્રતિભા યુગોયુગ સુધી નવી પેઢીઓને પ્રેરક બની રહેશે. ૫/અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #131 -------------------------------------------------------------------------- ________________ પર પડી શકે ૧૭. ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ જન્મ અને બાલ્યકાળ : ભારતની પુણ્યભૂમિ અનેક કર્મવીરો, શૂરવીરો, ધર્મવીરોના જન્મથી સદા પવિત્ર રહી છે. તેમાંય માલવભૂમિમાં તો અનેક સંતો તેમજ તપસ્વીઓ ઉપરાંત વિક્રમાદિત્ય જેવા પ્રતાપી, વિદ્યાવ્યાસંગી અને પ્રજાવત્સલ રાજાઓનો જન્મ થયો હતો. આ જ ભૂમિમાં, મધ્યપ્રદેશના નીમચ” નગરમાં સંવત ૧૯૩૪ના કારતક સુદ ૧૩ ને રવિવારે માતા કેસરબાઈની કૂખે એક શિશુનો જન્મ થયો. તેના પિતા ગંગારામજી એક આચારનિષ્ઠ અને ધર્મપ્રેમી, સદ્ગૃહસ્થ હતા. તેમના ઘરે અવારનવાર સાધુ-સાધ્વીઓ આવતાં. તેથી સર્વ કુટુંબીજનોને તેમના દર્શનનો લાભ સહેજે સહેજે મળી રહેતો. નામ-વિવેચન : બાળકના જન્મથી સારાય પરિવારમાં હર્ષ માતો નહોતો. વિદ્વાન બ્રાહ્મણો-જ્યોતિષીઓ દ્વારા આ બાળકનું નામ “ચોથમલ' રાખવામાં આવ્યું. ચોથનો અર્થ ચાર થાય છે. ચારના આંકડાની વિશેષતા નીચે પ્રમાણે જાણવી : (૧) મોક્ષમાર્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પછી ચોથું અંગ “તપ” ગણાય છે. કોટિ બે વર્ષમાં કરેલાં કર્મો તપ કરવાથી નષ્ટ થઈ જાય છે. (૨) પાંચ ૧૩૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ ૧૩૧ મહાવ્રતોમાં ચોથા “બ્રહ્મચર્યને ઢાલ સમાન ગણવામાં આવે છે. બ્રહ્મચર્યને આત્મસાધનાનું સર્વોચ્ચ અંગ માનવામાં આવે છે. (૩) ધર્મના ચાર ભેદોમાં ચોથો ભેદ “ભાવ” છે. ધર્મમાર્ગમાં ભાવ મુખ્ય છે. તેના દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. (૪) ચૌદ ગુણસ્થાનકોમાં ચોથું ગુણસ્થાનક સમ્યકત્વ છે. તેને આધારશિલા ગણીને મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે, “વ્યક્તિના નામથી પણ વ્યક્તિનો પ્રભાવ અવશ્ય પડે છે.” પરિવાર : ચોથમલજી મહારાજને બે ભાઈ અને બે બહેનો હતાં. મોટા ભાઈનું નામ કાલૂરામ અને નાના ભાઈનું નામ ફતેહચંદ હતું. નવલબાઈ તથા સુંદરબાઈ એ બે બહેનો હતી. ચોથમલજી સાત વર્ષના થયા ત્યારે પિતાજીએ તેમને વિદ્યા-અધ્યયન માટે સ્કૂલમાં મૂક્યા. બાળકમાં કુશાગ્રબુદ્ધિ હોવાથી અક્ષરજ્ઞાન તેમજ હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ગણિત વગેરે વિષયોનું જ્ઞાન તેણે શીઘ્રતાથી પ્રાપ્ત કર્યું. બાળપણથી જ નવાં નવાં પુસ્તકો વાંચવાનો શોખ હોવાથી જયારે પણ સમય મળતો ત્યારે તેનો તેઓ સદ્ઉપયોગ કરી લેતા. તેમને સંગીતનો પણ શોખ હતો. ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવાથી ગંભીરતા અને વિનય જેવા ગુણો તેમનામાં બાલ્યાવસ્થાથી જ હતા. વૈરાગ્ય-અફરણ : ચોથમલજીની ઉંમર ૧૩ વર્ષની થઈ ત્યારે ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવા છતાં તેમના મોટા ભાઈ કાલૂરામજીને બહારના કુસંગને કારણે જુગાર રમવાની આદત પડી ગઈ હતી. તેના કારણે એક દિવસ રાત્રો તેમને સતત જીતતા જોઈને મિત્રોએ ગળું દબાવીને મારી નાખ્યા. આથી કિશોર ચોથમલજી સમજી ગયા કે વ્યસનનું પરિણામ દુ:ખદ હોય છે. આ પ્રસંગથી તેમની ગંભીરતા વધી ગઈ. કાલૂરામજીના મૃત્યુથી ગંગારામજીને વૃદ્ધાવસ્થામાં ભારે આઘાત લાગ્યો. માતા કેસરબાઈ અને ચોથમલજી તેમની સેવામાં રાત-દિવસ રહેવા લાગ્યાં. છતાં વિ.સં ૧૯૫માં શ્રી ગંગારામજીનો સ્વર્ગવાસ થયો. આથી માતા-પુત્રનું જીવન દુ:ખમય થઈ ગયું; પણ બન્ને જણાં સંસ્કારી હોવાથી પોતાના વિચારોમાં વૈરાગ્યભાવ વધારતાં ગયાં. માતા કેસરબાઈના દુ:ખની કલ્પના થઈ શકે તેમ નથી છતાં કિશોર ચોથમલજીનો ભાર તેમના માથે હતો, તેથી તેને કામ પર લગાડવો અને તેનું ગૃહસ્થજીવન શરૂ કરવું–આ બે કાર્ય પૂરાં થઈ જાય પછી પોતે તરત જ દીક્ષા લઈ લેશે તેવો તેમણે નિશ્ચય કર્યો. ચોથમલજીની ઉંમર ૧૬ વર્ષની થઈ ત્યારે માતા તેમજ કુટુંબીજનોએ તેમને લગ્નબંધનમાં બાંધી દેવાનો નિર્ણય કર્યો. તેમનાં લગ્ન પ્રતાપગઢ(રાજસ્થાન)ના નિવાસી શ્રી પૂનમચંદજીની પુત્રી માનકુંવર સાથે ૧૯૫૦માં થયાં. તેમનામાં ડરાગ્યની ભાવના પહેલેથી હોવાથી અર્થોપાર્જન કરતાં ધમપાર્જન કરવાની ઇચ્છા વધારે રહેતી હતી. તે વખતે નીમચનગરમાં અવાર-નવાર સંતોનું આગમન થતું. તેઓ વધારે સમય તેમની Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અર્વાચીન જેને જ્યોતિર્ધરો પાસે રહી સેવા અને ધર્મશ્રવણ કરતા, માતા કેસરબાઈ પાગ સાથે જતાં. એક વાર તેમણે પુત્ર સમક્ષ દીક્ષા લેવાની પોતાની ભાવના પ્રકટ કરતાં કહ્યું કે, હું મારા આત્માનું કલ્યાણ કરવા ઇચ્છું છું.” આ સાંભળીને ચોથમલજીએ માતાજીને કહ્યું કે તમારી ઇચ્છા પ્રશંસનીય છે. હું પણ તમારા માર્ગે ચાલવાની હાર્દિક ઇચ્છા ધરાવું છું, તેથી આપ મને પણ આજ્ઞા આપો.' પુત્રમાં રહેલા આ વૈરાગ્યભાવને જાણતાં હોવા છતાં માતાએ કહ્યું, “બેટા, તારા વિવાહ થઈ ગયા છે. તેથી અત્યારે ગૃહસ્થ ધર્મનું પાલન કરો. ઉંમર પરિપકવ થાય ત્યારે દીક્ષા લઈ શકાય છે.” ચોથમલજી બોલ્યા, “આ માનવશરીર ભોગો માટે નથી, પરંતુ તપ અને સંયમ માટે છે. હું દીક્ષા લેવા માટે દઢસંક૯૫ છું.' માતાને લાગ્યું કે પુત્ર વૈરાગ્યમાં ટકી શકશે તેથી તેમણે આજ્ઞા આપી. સાથે સાથે પત્ની માનકુંવરની આજ્ઞા પાણ માંગવાનું કહ્યું. ચોથમલજીએ વિનમ્રભાવે પત્ની પાસે સંમતિ માગી પણ તે વિરોધ કરવા લાગી કે, “હું પણ દીક્ષા ન લઉં અને તમને પણ આજ્ઞા ન આપું.” આ બાજુ સસરાને જાણ થતાં તેઓને પુત્રીની ચિંતા થવાથી ચોથમલજીને દીક્ષા ન લેવાનું સમજાવવા લાગ્યા. આ ઉપરાંત કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ, વૃદ્ધજનોએ અને કુટુંબીજનોએ તેમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ અંતે તે નિરર્થક નીવડ્યો. તે બધાને જવાબ આપતાં ચોથમલજીએ કહ્યું, “ગૃહસ્થાશ્રમમાં ધર્મ પાળવાની તેટલી સુવિધાઓ નથી જેટલી સાધુજીવનમાં છે. માટે આત્મકલ્યાણ અર્થે સાધુજીવન બહુ જરૂરી છે? આ સંદર્ભમાં બીજા સંસારીઓ દ્વારા થયેલાં પણ કેટલાક પરીષહ તેમને સહન કરવા પડ્યા; પરંતુ વૈરાગ્યમાંથી તેઓ જરા પણ વિચલિત થયા નહિ, કારણ કે તેમનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો. પહેલાંના જમાનાનાં દીક્ષાર્થીનાં કુટુંબીજનોની સંમતિ વિના જૈન સાધુઓ કોઈ પણ વ્યક્તિને દીક્ષા આપતા નહોતા. સંઘ પણ તેવી દીક્ષાને માન્યતા આપતો નહીં.. આ માતા-પુત્રની દીક્ષા માટે વિલાંબનું કારણ બન્યું. પરંતુ ચોથમલજીને શીધ્ર દીક્ષા લેવાની ભાવના હોવાથી માતાએ તેમને જણાવ્યું કે જો સાદગીપૂર્ણ દીક્ષા લેવી હોય તો જલદી થઈ શકશે, પણ બાહ્ય આડમ્બરપૂર્વક દીક્ષા લેવી હોય તો પ્રતીક્ષા કરવી પડશે, આ પ્રસ્તાવ ગુરુદેવે માન્ય રાખ્યો અને વિ. સં. ૧૯૫ર ના ફાગણ સુદ પાંચમ ને રવિવારના દિવસે તેઓ પૂ. કવિવર્ય હીરાલાલજી મહારાજના શિષ્ય બની ગયા. ચોથમલજીની દીક્ષાના બે મહિના પછી મારા કેસરબાઈએ મહાસતી શ્રી કુદીજી પાસે દીક્ષા અંગીકાર કરી. આમ વીરમાતા અને વીરપુત્ર સાધના દ્વારા પોતાનું આત્મકલ્યાણ કરવા લાગ્યાં. વિહાર દ્વારા આત્મકલ્યાણ : નવદીક્ષિત મુનિ ચોથમલજી મહારાજે પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૩માં ગુરુદેવ શ્રી હીરાલાલજી મહારાજની નિશ્રામાં છાવણીમાં કર્યા. ત્યાં દશવૈકાલિક તથા ઔપપાતિક સૂત્રોનું અધ્યયન કર્યું. આ ઉપરાંત અન્ય સ્થળોએ વિહાર કરતાં કરતાં અધ્યયન અને અભ્યાસ કરતા ગયા. Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ ૧૩૩ માતા કેસરકુંવરજી તથા માનકુંવરજીના સ્વર્ગવાસ:૨તલામમાં વિ.સં. ૧૯૬૨માં ચાતુર્માસ ચાલતા હતાં. ત્યાં માતા કેસર કુંવરજી મહારાજનું સ્વાશ્ય બગડયું હોવાથી તેમણે સંથારો ગ્રહણ કર્યો અને બીજે દિવસે તેમનો સ્વર્ગવાસ થયો. અનેક શહેરો અને ગામડાંમાં વિહાર કરતાં કરતાં તેમને ગુરુજીની આજ્ઞા થઈ કે પ્રતાપગઢમાં જાઓ અને સાંસારિક સંબંધે પોતાની પત્નીને સદ્બોધ આપો. તેમનામાં મોહનું બંધન હતું જ નહીં પરંતુ મનમાં એવી વિચારણા ચાલતી હતી કે સસરા અને માનકુંવર આવેશમાં આવીને તેમને ગૃહસ્યનાં કપડાં પહેરાવી ન લે. આ બધી પરિસ્થિતિ હોવા છતાં તેઓ ગુરુની આજ્ઞા માનીને પ્રતાપગઢ ગયા. તેમનું પ્રવચન બજારમાં રાખવામાં આવ્યું હતું. તેમના આગમનની ખબર માનકુંવર અને સસરાને પડી. સસરાજી પોતે ન આવ્યા પણ માનકુંવર પ્રવચન સાંભળવા આવી હતી. ચોથમલજીને કોઈ પણ પ્રકારે સંઘમાંથી પાછા લાવવા માટે તે મન્દસૌર, જાવરા ગઈ. તેણે કહ્યું કે એક વાર મને તેમને મળવા દો, પછી તેઓ જેમ કહેશે તેમ હું કરીશ. તેની ઇચ્છાનો સ્વીકાર થયો અને ચોથમલજી મહારાજે ચાર-છ શ્રાવક-શ્રાવિકાઓ તથા કેટલાક સાધુઓની હાજરીમાં તેને બોલાવી. તેણે આવીને કહ્યું, “તમે મને છોડી સંયમ ગ્રહણ ક્યો, હવે હું શું કરું? કોના સહારે જિંદગી વિતાવું?” મહારાજશ્રીએ ગંભીર અવાજે કહ્યું, “તારો અને મારો અનેક જન્મોમાં સાંસારિક સંબંધ થયો. પરંતુ ધર્મસંબંધ થયો નથી. ધર્મ એકમાત્ર સાચા આધારરૂપ છે. મારું કહ્યું માનો તો ધર્મનો આશ્રય ગ્રહણ કરીને સાધ્વી બનો. તે જ તમારા માટે શ્રેયકર છે” સંતના પ્રવચનથી કોઈ પણ વ્યક્તિનું હૃદય પીગળી જાય છે. માનકુંવરમાં પણ વૈરાગ્યની ભાવના જાગૃત થઈ. તેણે દીક્ષા આપવા માટે વિનંતી કરી. વિ. સં. ૧૯૬૭ વિજયાદશમીના દિવસે માનકુંવર, સાધ્વી માનકુંવર બની ગઈ. મહાસતી માનકુંવરજીએ છ વર્ષ સુધી વિવિધ પ્રકારની તપ-આરાધના કરી. પોતાનો અંતિમ સમય નજીક જોઈ સંથારો કર્યો અને શ્રાવણ સુદ ૧૦ વિ. સં. ૧૯૭૩ના દિવસે તેમનો સ્વર્ગવાસ થયો. સંપ્રદાયાતી પ્રભાવશાળી વ્યકિતત્વ: શ્રી જેન દિવાકર મહારાજ એક સંપ્રદાયના વિશેષ સંત હોવા છતાં બીજા સંપ્રદાયોની મહાનતાનો આદર કરતા. તેઓ સ્નેહ અને સદૂભાવ દ્વારા પરસ્પર મૈત્રીભાવ સ્થાપવા માંગતા હતા. પોતે કષ્ટ સહીને પણ બીજાને આનંદ આપવા માંગતા હતા. તેમનામાં ધર્મ અને જીવનનો મર્મ સમજવાની અદભુત ક્ષમતા હતી. જાતિવાદ, પંથવાદ, પ્રાંતવાદથી ઉપર આવીને તેમણે માનવને મહામાનવ બનવાની પ્રેરણા આપી. તેમનામાં અપાર સાહસ, ચિંતનશીલતા અને બીજાઓ પ્રત્યે સ્વાભાવિક સ્નેહભાવ હતો. તેમનું મનોબળ મેરુ પર્વતની જેમ અચળ અને અટળ હતું. તેઓએ વ્યવહારકુશળતાથી બધા લોકોનાં મન જીતી લીધાં હતાં અને સંયમ-સાધના દ્વારા અત્તરંગને વિકસાવ્યું હતું. જેઓ તેમના સંપર્કમાં આવતા તે તેમના સ્વચ્છ હૃદય અને સરળતાપૂર્ણ વ્યવહારથી પ્રભાવિત થયા વગર રહેતા નહિ. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ ખરેખર બહુમુખી હતું. Page #135 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અહિંસાથી સ્વપર કલ્યાણ : તેમના પ્રવચનમાં હિન્દુ અને મુસલમાન બધા લોકો આવતા અને પ્રવચન સાંભળી દુર્વ્યસનોનો ત્યાગ કરી પોતાનું જીવન ધન્ય બનાવતા. ભારતની જનતાનું નૈતિક જીવન ઉન્નત બનાવવા અને અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા જૈન દિવાકરજી મહારાજે જે યોગદાન આપ્યું તે અવિસ્મરણીય છે. તેમણે પોતાના વ્યક્તિત્વથી અને પોતાની અસાધારણ વક્તૃત્વશક્તિથી મોટા મોટા રાણા, મહારાણા, અધિકારી, વિદ્વાન, શેઠ, શાહુકારને પ્રભાવિત કરી યથાશક્તિ જીવદયા તથા અહિંસાનો વ્યાપક પ્રચાર કર્યો. તે યુગમાં આ એક મહાન ચમત્કાર હતો. જૈન ધર્મમાં અહિંસાધર્મનું વિશુદ્ધ રૂપ બતાવ્યું છે. ભારતના સમસ્ત ધર્મપ્રચારકોએ પણ અહિંસા, દયા, કરુણા વગેરે પર ભાર મૂકયો છે; પરંતુ જેટલી સૂક્ષ્મતાથી જૈનાચાર્યોએ અહિંસાકરુણાનો પ્રચાર કર્યો છે તે ખરેખર અદ્ભૂત અને વંદનીય છે. શ્રી જૈન દિવાકર ચોથમલજી મહારાજે જયાં પણ વિહાર કર્યો ત્યાં તેમનાં પ્રવચનોથી શાસવર્ગ પ્રભાવિત થઈ જતો અને તેમને ભેટ ધરવાની ઇચ્છા કરતો ત્યારે તેઓ કહેતા: “ત્યાગ કરો, દયા અને સદાચારના પ્રચારમાં સહયોગી બનો.' તેઓ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે પ્રાન્તોમાં વિહાર કરીને લોકોમાં અહિંસક બનવાનો સંદેશો ફેલાવતા રહ્યા. વાણીના જાદૂગર : પરમ શ્રદ્ધેય શ્રી દિવાકરજી મહારાજ વાણીના જાદૂગર છે. તેમની વાણી શ્રોતાઓ પર અજબ પ્રભાવ પાડે છે. તેમની અનુભવવાણીથી શ્રોતાઓના મન પર ભારે અસર થતી અને તેમને જીવન સુધારવા માટે તત્પર કરી દેતી. તેમની વાણીથી કેટલાય લોકો હૃદયપરિવર્તન કરી પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરતા થયા. તેઓએ પ્રવચનો દ્વારા વારાંગનાઓને સજ્જન નારીઓ બનાવી, શિકારીઓનાં શસ્ત્રો ફેંકાવી દીધાં, દારૂ અને બીડી-સિગારેટના વ્યસનીઓને નિર્વ્યસની બનાવ્યા તથા અધાર્મિકોને ધર્મની શીતળ છાયામાં આવતા કરી દીધા. ૧૩૪ સાચા સાંત – સારા વકતા : [ ઉપદેશ] જૈન દિવાકર શ્રી ચોથમલજી મહારાજ પોતાનાં પ્રવચનો સાદી સરળ ભાષામાં આપતા. તેઓ સદા સરળ વિષય પસંદ કરતા. ગંભીર અને દાર્શનિક પ્રશ્નો તેઓ એવી રીતે રજૂ કરતા કે શ્રોતાઓને ભારસ્વરૂપ પ્રતીત ન થાય. તેઓનાં પ્રવચનો એ કેવળ વાણી-વિલાસ નથી પણ જીવન-નિર્માણની કળા છે. તેમનાં પ્રવચનોમાં જૈન આગમનાં રહસ્યો, વૈદિક પરંપરાના ગ્રંથો, સુભાષિતો, પંક્તિઓ, ગાથાઓ અને ઉર્દૂની શાયરીઓ તથા સંગીતનો મધુર સમન્વય થતો હોવાથી શ્રોતાઓને કલાકો સુધી તે સાંભળતાં કંટાળો આવતો નહીં. પ્રવચનમાં કોઈ વાર જૈન લોકથાઓ અને બૌદ્ધકથાઓ આવતી, કયારેક સામાજિક કુરુઢિઓ પર, લોકધારણાઓ પર કટાક્ષ આવતા તો કોઈ વાર વીરરસની ગંગા પ્રવાહિત થતી. કોઈ વાર હાસ્યરસ તો કોઈક વાર શાન્તરસનો પ્રવાહ વહેતો. તેમના પ્રવચનમાં હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી વગેરે અઢારેય વરણના લોકો પોતાનો ભેદ-ભાવ ભૂલી ઉપસ્થિત થતા અને તેમની વાણીનો લાભ લેતા તેથી સમવસરણની રચના જેવું લાગતું હતું. તેમની વાણીમાં અમૃતનો અક્ષય સ્રોત વહેતો હતો. Page #136 -------------------------------------------------------------------------- ________________ ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ ૧૩૫ સમાજ-સુધારણા : સમાજ-સુધારણા માટે જે કાર્ય ચોથમલજી મહારાજે કર્યું છે તે અનુપમ છે. પરંપરાથી ચાલી આવતી કુરૂઢિઓ અને અંધવિશ્વાસો દૂર કરાવી, બાળવિવાહ અને વૃદ્ધ-વિવાહ જેવી કુપ્રથાઓ સદાને માટે બંધ કરાવી, કન્યા-વિક્રય અને મૃતક-ભોજન બંધ કરાવ્યાં. દેવી-દેવતાઓ પર ચઢતા પશુબલિ જેવી ભયંકર કુરૂઢિ બંધ કરાવી, અસ્પૃશ્યતાનું કલંક દૂર કરાવ્યું, જેલના કેદીઓને ફરી ભવિષ્યમાં આવું દુષ્કર્મ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી, તેમજ કસાઈ, ચમાર, ચોર વગેરેનાં હૃદયપરિવર્તન કરાવ્યાં. વેશ્યાવૃત્તિ સામાજિક જીવન માટે એક કલંક અને પતનનું દ્વાર છે, તે દૂર કરાવ્યું. ખરેખર, તેમના ઉપદેશોમાં સમાજ સુધારવાની મહાન શક્તિ હતી. સંગઠન-નિર્માણના પ્રેરક : જૈન દિવાકરજી મહારાજ સંગઠનનું મહત્ત્વ ખૂબ સમજતા હતા. સમાજ-સુધારણા અને મંગળકારી કાર્યો તેમના સંચાલન દ્વારા થતાં. તેઓએ બાલોતરા, વ્યાવર, પીપલોદા, ઉદયપુર વગેરે અનેક સ્થળો પર “મહાવીર જૈન મહામંડળે” તથા “જૈન મંડળો'ની સ્થાપના કરી. રતલામમાં “જૈનોદય પ્રકાશન સમિતિ'ની સ્થાપના કરી. ત્યાંથી સસાહિત્યનું પ્રકાશન પણ થતું. રાયપુર, દેલવાડા, સનવાડા, ગોગંદા વગેરે સ્થળો પર બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા માટે “જૈન પાઠશાળા”ની સ્થાપના કરી. જોધપુરમાં મહિલાશ્રમ, અહમદનગરમાં “ઓસવાલ નિરાશ્રિત ફંડ', મન્દસૌરમાં “સમાજ હિતેષી શ્રાવક મંડળ, ચિત્તોડગઢમાં “ચતુર્થ જૈન વૃદ્ધાશ્રમ” વગેરે અનેક સંસ્થાઓ તેમની પ્રેરણાથી સામાજિક કાર્યો કરતી હતી. સાહિત્યની રચના : મહાન સર્જક : ઉત્તમ માનવજીવનના સર્જકની સાથે સાથે જેન દિવાકરજી મહારાજ ઉત્કૃષ્ટ સાહિત્યની રચના કરનાર મહાન લેખક પણ હતા. આ ક્ષેત્રમાં તેમની પ્રતિભા બહુમુખી હતી. તેમણે ગદ્ય અને પદ્ય બંનેમાં સાહિત્ય રહ્યું છે. લોકગીત, ભજન, ગઝલ વગેરેની સાથે સાથે જીવનને પ્રેરણા આપનારા સાહિત્યની તથા ધાર્મિક સાહિત્યની પણ રચના કરી. તેમની ૩૦ પદ્યરચનાઓમાં ૧૯ જીવનચરિત્ર અને ૧૧ ભજનસંગ્રહ છે. આ રચનાઓ વાંચતાં પાઠક ભાવ-વિભોર બની જતા હતા. ભગવાન મહાવીરનું આદર્શ જીવન, જમ્મુકુમાર અને પાર્શ્વનાથ વગેરેનાં ચરિત્ર તેમણે ગદ્યમાં પણ લખ્યાં હતાં. જેવી રીતે શ્રીકૃષણે સમસ્ત વેદાંતશાસ્ત્રોના સારરૂપ ગીતાનો ઉપદેશ આપ્યો છે, તેવી રીતે સમસ્ત જૈન આગમ સાહિત્યનું મંથન કરી “નિગ્રંથ પ્રવચન” નામથી ભગવાન મહાવીરની વાણીનું તેઓશ્રીએ સંકલન કર્યું. પૂ. ચોથમલજી મહારાજની આ એક અમર કૃતિ છે. તે યુગો-યુગો સુધી પ્રકાશસ્તંભની જેમ જનસમાજને પ્રેરણાદાપક બની રહેશે. આ ઉપરાંત તેમણે આપેલાં પ્રવચનો સંકલિત કરી “દિવાકર દિવ્ય જ્યોતિ'ના નામથી ૨૦ ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. એકતાના અગ્રદૂત : ચોથમલજી મહારાજ દીક્ષા લીધા પછી પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં એકતા સ્થાપિત કરવા માટે ભરપૂર પ્રયાસ કરતા હતા. વિ. સં. ૨૦૦૭માં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કોટા ચતુર્માસમાં તેમણે એકતા-ભાવના વિકસાવવા માટે દિગમ્બર આચાર્ય સૂર્યસાગરજી મહારાજ, શ્વેતામ્બર મૂર્તિપૂજક આચાર્ય આનંદસાગરજી મહારાજ અને પોતે એક જ મંચ પર એકસાથે પ્રવચન કરવાનો નિર્ણય કર્યો અને તે ફળીભૂત થયો. વિ. સં. ૧૯૫૩માં તેઓશ્રીનું ચાતુર્માસ સાદડીમાં હતા ત્યારે “જૈન-પ્રકાશ”ના સંપાદક શ્રી ઝવેરચંદ જાદવજી કામદાર સમક્ષ તેઓશ્રીએ પોતાના એકતા સંબંધી વિચારો પ્રકટ કર્યા હતા, જે નીચે પ્રમાણે છે : (૧) બધા સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર સમેલન કરે. (૨) સાધુઓની સમાચારી અને આચાર-વિચારની પ્રણાલી એક જ હોય. (૩) સ્થાનકવાસી સંધો તરફથી પ્રમાણભૂત શ્રેષ્ઠ સાહિત્યનું પ્રકાશન થાય. (૪) કોઈ પરસ્પર એકબીજાની નિદાટીકા, ટિપ્પણી ન કરે. (૫) પર્વ-તિથિઓનો સર્વસંમત નિર્ણય હોવો જોઈએ. આ ઉપરાંત, જૈન સમાજની સાંસ્કૃતિક એકતાને સાકાર બનાવવા માટે મહાવીર જયંતીનો ઉત્સવ સામૂહિક રીતે ઊજવવાની તેઓ પ્રેરણા આપતા. ઉજજૈન, અજમેર, આગ્રા વગેરે સ્થળોએ તેમના પ્રયત્નોથી દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી બધા સંપ્રદાયોએ હળી-મળીને ભગવાન મહાવીરનો જન્મદિવસ ઊજવ્યો. અત્યારે પાગ અમુક સ્થળો પર આ પરંપરા ચાલુ રહી છે. ઉપસંહારઃ રતલામ પછી વિ. સં. ૨૦૦૭માં તેમનું ચાતુર્માસ કોટામાં થયા. જૈનસમાજની ભાવાત્મક એકતાના સંદર્ભમાં આ ચાતુર્માસ અદ્વિતીય રહ્યા. તે દરમ્યાન તેમને પેટમાં વ્યાધિની પીડા શરૂ થઈ. ૧૪ દિવસ સુધી આ પીડા ચાલુ રહી અને વિ. સં. ૨૦૦૭ ના માગશર સુદ ૯ ને રવિવારે તેમનો આત્મા દેહથી અલગ થઈને અમર બની ગયો. જેન દિવાકરજી મહારાજની પ્રતિભા બહુમુખી હતી. તે પ્રસિદ્ધ વક્તા, વામી, મહામનીષી, જગવલ્લભ, કાન્તદર્શી અને યુગપુરુષ સંત હતા. તે દિવાકરની સમાન ચમકતા જ રહેશે. તેમની પ્રભા આજ સુધી સતત જૈન સમાજને પ્રેરણા આપતી રહી છે અને આગળ પણ આપતી રહેશે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સૌહાર્દર્તિ શ્રી મોતીલાલ કાપડિયા બાળપણ અને અભ્યાસ: જૈન સમાજની ઉન્નતિ કરનારી દરેક પ્રવૃત્તિ માટે પોતાનું જીવન સમપિત કરનાર મોતીલાલ કાપડિયાનો જન્મ તા. ૭–૧૨–૧૮૭૯ના રોજ ભાવનગરમાં થયો હતો. બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ભાવનગરમાં ક્ય અને એલએલ. બી.ના અભ્યાસ માટે તેઓ મુંબઈ આવ્યા. ઈ. સ. ૧૯૧૦ માં તેમણે સોલિસિટરની પરીક્ષા પસાર કરી અને તેમના મિત્ર દેવીદાસ દેસાઈ સાથે મળીને “મોતીચંદ એન્ડ દેવીદાસ' નામની સોલિસિટરની પેઢીની સ્થાપના કરી. જૈન સમાજની બહુ જાણીતી વ્યક્તિ કુંવરજી કાપડિયા તેમના કાકા હતા. તેમની પાસેથી તેમણે ઊંડા ધાર્મિક સંસ્કારો મેળવ્યા અને ધર્મસાહિત્યમાં ઊંડી અભિરુચિ પ્રાપ્ત કરી. સામાજિક, સંસ્થાકીય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ: સોલિસિટરની કારકિર્દી દરમિયાન તેમણે એક ધંધાદારી સોલિસિટર તરીકે સારી નામના મેળવી. ઉપરાંત, જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોમાં તેમણે પ્રવેશ કર્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શોભાવ્યું. જૈન સમાજની એક પણ પ્રવૃત્તિ એવી નહોતી કે જેમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો ન હોય. જૈન સમાજમાં તેમણે શરૂ કરેલી બે મુખ્ય પ્રવૃત્તિઓ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ અને ‘શ્રી જૈન છે. મૂ. કૉન્ફરન્સ’ સાથે તો તેમનું નામ સદાને માટે ૧૩૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અર્વાચીન જૈન જયોતિર્ધરો જોડાયેલું રહેશે, મુંબઈની કૉલેજોમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવાખાવાની સગવડ મળી રહે એ માટે તેમણે ઈ. સ. ૧૯૧૬ની સાલમાં ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય ’ની સ્થાપના કરી હતી. આ સંસ્થાના તેઓ પ્રારંભથી જ મંત્રી હતા; એટલું જ નહિ પણ પ્રાણપૂરક આત્મા હતા. આ સંસ્થાના વિકાસ માટે તેઓ અનેક અપમાનો સહીને, ઘેર ઘેર ફંડ માટે ફર્યા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમની ચોવીસે કલાકની ચિન્તાનો વિષય હતો. આજે આ સંસ્થા ખૂબ વિકાસ પામી છે અને તેની અનેક શાખા-પ્રશાખાઓ નિર્માણ થઈ ચૂકી છે. એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમંત ચિરંજીવી સ્મારક છે. આવી જ રીતે શ્રી જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સને અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે જીવતી અને વેગવન્તી રાખવા માટે તેમણે અપાર પ્રયત્ન કર્યો છે. તેમના દિલમાં કૉન્ફરન્સ માટે ઊંડી લાગણી હતી. આ કૉન્ફરન્સમાં તેમણે ઘણા સમય સુધી અગ્રસ્થાને રહી કાર્ય કર્યું છે. સમયના પરિવર્તન સાથે તેમના વિચારો અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થઈ રહ્યું હતું. અપ્રતિમ શ્રાદ્ધાળુ જૈન હોવા છતાં તેમજ તેમની ધર્મશ્રદ્ધા જીવનના અંત સુધી જળવાઈ રહી હોવા છતાં અનેક સામાજિક અને ધાર્મિક પ્રશ્નો પરત્વે તેમનું વલણ સમયના પરિવર્તન સાથે બદલાયું હતું. વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના આધારે પરિવર્તન ચાલુ રહેતું, તેમ છતાં સામાજિક કાર્યોમાં તેમનાં વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનકારક રહેતાં. તેઓની કાર્યપદ્ધતિ, વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપવાની હતી. સમાજના વિવિધ કોટિના માણસો સાથે હળીમળીને ચાલવું, કોઈને લેશ પણ દુ:ખ ન થાય તેમ બોલવું કે વર્તવું એ તેમની સહજ વૃત્તિ હતી. જે સંસ્થાઓનું એમના હૈયે હિત વસ્યું હતું એ સંસ્થાઓનો ઉત્કર્ષ કેમ થાય અને આર્થિક લાભ કેમ થાય તે રીતે તેઓ સૌ સાથે કામ લેતા. બાંધછોડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વર્ગને સંભાળવો અને નવા વર્ગ સાથે સંપર્ક ચાલુ રાખવો એ તેમની કાર્યનીતિ હતી. કોઈ પણ શુભ કાર્યમાં-પછી તે કોમી હો, સાંપ્રદાયિક હો કે રાષ્ટ્રીય હો—પોતાથી બને તેટલા મદદરૂપ થવું આ તેમની જીવનએષણા હતી. તેમનું માનસ સતત વિકાસશીલ હતું. તેથી તેમની જાહેર પ્રવૃત્તિ પણ સતત વિકાસશીલ બની હતી. જ્ઞાન-આરાધના અને સાહિત્યસેવા : જેવો ઉજજવળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જ્વળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું. તેમાં પણ જૈન સાહિત્ય તો તેમના ઊંડા અવગાહનનો વિષય હતો. સાહિત્યવાચનનો, બને તેટલા સામયિક પત્રો જોતાં રહેવાનો, તેમને નાનપણથી જ ખૂબ શોખ હતો. તેઓ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ તરફ વળેલા હતા. સૌપ્રથમ તેમણે ‘જૈન ધર્મપ્રકાશ ’ નામના માસિકમાં લખવાનું શરૂ કરેલું; ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકો અવારનવાર પ્રગટ થવા લાગ્યાં. Page #140 -------------------------------------------------------------------------- ________________ સૌહાર્દમૂર્તિ શ્રી મોતીલાલ કાપડિયા ૧૩૯ તેમનાં લખાણોનો મોટો ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચનો રૂપે છે. આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચનો માટે પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતા. સૌથી પ્રથમ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રમ” ઉપરનું તેમનું વિવેચન સન ૧૯૦૯માં પ્રગટ થયું અને એ અત્યન્ત લોકપ્રિય બન્યું. ત્યાર પછી “આનંદઘન પદ્યરતનાવલિ'નો પહેલો ભાગ બહાર પડ્યો. આ દળદાર ગ્રંથમાં શ્રી આનંદધનજીનાં પચ્ચાસ પદોનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. જૈન મુનિ શ્રી સિદ્ધર્ષિગણિએ રચેલ ઉપમિતિ ભવપ્રપંચ કથા' સંસ્કૃત ભાષાસાહિત્યનો એક પ્રસિદ્ધ અને ભવ્ય ગ્રંથ છે. તેનો આદ્યન્ત અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડ્યો. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિનાં જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને ઐતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. “શાન્તસુધારસ” નામના વૈરાગ્યરસપ્રધાન ગેય મહાકાવ્યનું તેમણે ઉલ્લાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડૉ. બુલરે લખેલા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દેષ્ટિએ યોગ, નવયુગનો જૈન, યશોધર ચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્રા, “બહો ગઈ થોડી રહી” વગેરે તેમણે રચેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. ઈ. સ. ૧૯૪૮ ના ઑગસ્ટ માસની મોટી બીમારી પછીથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમરતિ' નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. શ્રી આનંદઘનનાં બાકીનાં પદો અને ચોવીસી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પોતાનું કાર્ય પૂરું કર્યું. મહાવીર સ્વામી વિષે જે કાંઈ કાવ્યો, સ્તવનો, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહીત કરવાની તેમની ઇચ્છા હતી. આ ઇચ્છા મુજબ આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચ્ચીસ ભાગમાં વહેંચી નાખી હતી. તેમાંથી મહાવીરસ્વામીના પૂર્વભવને લગતો પહેલો વિભાગ તેમણે પૂરો કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે થોડા સમય પહેલાં શરૂ કર્યો હતો. આમ તેમનું અપ્રગટ સાહિત્ય પણ થો બંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણાખરા ગ્રંથો પુનર્મુદ્રણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સાહિત્યલેખનની શૈલી : તેમના લેખનસાહિત્યનો સમગ્રપણે વિચાર કરતાં માલૂમ પડે છે કે તેઓ આમજનતાના માનવી હતા. તેમની આંખ સામે ઓછું ભણેલી અને ઓછી સમજણવાળી ભદ્ર જનતા હતી. આવા જનસમાજને ધર્મમાર્ગે, અધ્યાત્મને પંથે, વૈરાગ્યના રસ્તે વાળવાની તેમના દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત તેઓ ફરીફરીને કહેતા. એક જ તત્ત્વને ભિન્ન ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં તેઓ કદી થાકતા નહોતા. ધર્મકથામાં પુનરુક્તિ એ દોષ નથી એમ તેઓ માનતા. સામાન્ય જનતા ટૂંકામાં ન જ સમજે એવો તેમનો અનુભવ હતો. પરિણામે તેમની લેખનશૈલી સાદી, સરળ, જાતજાતના ટુચકાઓથી ભરેલી અને પ્રસ્તુત વિષયને સાધારણ રીતે વિસ્તારથી આલેખવા તરફ સદા ઢળેલી રહેતી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો | વિશિષ્ટ ગુણો અને સંસ્કારિતા : અપ્રતિમ આશાવાદ એ તેમના જીવનનો સૌથી મોટો ગુણ છે. જ્યારે કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિ અંગે અન્ય સર્વ અત્યન્ત નિરાશ બની બેઠાં હોય, ત્યારે તેમની નજર તેમાંથી પણ કોઈ નાનું સરખું આશાપ્રેરક કિરણ શોધી કાઢતી અને પોતાનું નાવ પૂરા ઉત્સાહપૂર્વક તેઓ હંકારી મૂકતા. તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહાર્દ હતું. મરતાંને પણ મર ન કહેવું એ તેમનો સ્વભાવ હતો. નાના-મોટા સૌ કોઈને દિલના ઉમળકાથી બોલાવે, કોઈનું કામ કરી છૂટવામાં આનંદ માને, સમાજહિતકારી સર્વ કોઈ પ્રવૃત્તિઓ વિશે હાર્દિક સહાનુભૂતિ ધરાવે અને જયાં જેટલો પોતાનો હાથ લંબાવી શકાય ત્યાં તેટલો લાંબાવવામાં જરા પણ પાછી પાની ન કરે. જૈન ધર્મ પ્રત્યે અપ્રતિમ અનુરાગ તથા શ્રદ્ધા હોવા છતાં અન્ય ધર્મ કે સંપ્રદાય પ્રત્યે લેશ પણ અનાદર ન ચિન્ત–આ તેમનામાં રહેલાં અખૂટ સૌહાર્દનાં જ વ્યક્તિ સ્વરૂપો હતાં. અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી. ૬૯મા વર્ષે મોટી માંદગી આવી તે પહેલાં થાક શું તે તેમણે કદી જાણ્યું ન હતું. કોઈ પણ બાબતમાં પાછળ રહી જવું તેમને પરવડતું જ નહિ. તેમનો બીજો એક અનુકરણયોગ્ય ગુણ નમ્રતા હતો. તેમને જયારે કોઈ પણ વર્ગની કે સંસ્થાની નેતાગીરી સોંપાતી ત્યારે તેને તેઓ પૂરી દક્ષતા અને અપૂર્વા કાર્યશક્તિ દ્વારા શોભાવતા. તેમના ભાગે જયારે કોઈના અનુયાયી બનવાનું આવતું તો તે અનુયાયીધર્મને પણ એવી જ વફાદારી અને કાર્યનિષ્ઠાથી તેમણે સાર્થક કર્યો હતો. તેમણે કોઈની પાછળ ચાલવામાં કદી નાનમ અનુભવી નહોતી. જેમાં જેની વિશેષતા જણાતી ત્યાં તે વિશેષતાને તેમણે આદરપૂર્વક સ્વીકારી હતી. આમ. કર્મયોગ અને જ્ઞાનયોગ બંને દિશાએ અનેક પ્રવૃત્તિઓથી ભરેલું, સેવામાર્ગે વિચરતા સૌ કોઈને અનુકરણ કરવા યોગ્ય, વ્યવહાર અને આદર્શનો સુંદર સમન્વય ૨જૂ કરતું લાંબું જીવન વટાવીને તેઓ આજે અન્ય લોક પ્રતિ સિધાવ્યા છે અને ચિરસ્મરણીય સુવાસ મૂકતા ગયા છે. સામાન્ય સંયોગોમાંથી એકસરખી ધર્મનિષ્ઠાપૂર્વક આગળ વધતાં વધતાં એક માનવી, જીવનના અંતે સંચિત સેવાકાર્યોનો કેટલો મોટો સરવાળો મૂકી જઈ શકે છે તેનો શ્રી મોતીચંદભાઈના જીવન ઉપર નજર કરતાં ખ્યાલ આવે છે, અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ભૂમિકા : ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંના લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણપ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતાં મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે. પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વીશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું. તેમાં ગૃહસ્વામી શ્રી વીરપાળ શેઠ અને ગૃહલક્ષ્મી શ્રીમતી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન-દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ. આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ. સ. ૧૯૩૬ ના વૈશાખ સુદ ૧૨ને દિવસે ભોરારા ગામમાં થયો હતો. બાલ્યકાળ–વેપારનો પ્રારંભ : એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર ! તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન ૧૪૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હોવાથી કુટુંબીઓએ બન્ને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થે મુંબઈ મોકલી દીધા. આમ દસ વર્ષની નાની ઉંમરે પોતાના મોટા ભાઈ નથુભાઈ સાથે રાયશીભાઈ અનાજના વેપારમાં જોડાયા. ગંભીર સ્વભાવના રાયશીભાઈ રમતગમત કે ખેલકૂદને બદલે વેપારમાં ઠીક ઠીક સ્થિર થયા. વેપાર અંગે કોઈ કોઈ વાર તેમને ઇન્દોર નજીક આવેલા સનાવદ ગામે જવું પડતું અને રહેવું પડતું. આ દરમિયાન તેમણે તારટપાલ ઉકેલવા જેવું અંગ્રેજીનું જ્ઞાન મેળવી લીધું. અહીં તેઓએ એક વર્ષ અનાજના વેપારનો અનુભવ લઈને મુંબઈમાં એક કચ્છી વેપારી શ્રી કેશવજી દેવજી સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. આમ ૧૩ વર્ષની વયે પહોંચતાં સુધીમાં તો તેમણે ધનોપાર્જનમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મેળવી લીધી. | મુંબઈના ધમાલિયા જીવનથી જ્યારે કંટાળો આવે ત્યારે પ્રસંગોપાત્ત તેઓ ચોપાટની રમત રમતા. તે જમાનામાં ચોપાટ મનોરંજન માટેનું સમાજવ્યાપી સાધન ગણાતું. ચોમાસાનો નિવૃત્તિકાળ અને ધમપાસના : તે જમાનામાં સામાન્યપણે કચ્છીઓ ૮ મહિના વેપારધાંધા અર્થે ગામ-પરગામ વસતા અને ચોમાસું બેસે એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ વતનમાં આવતા. અહીં તેઓ સત્સમાગમ, પ્રભુસ્મરણ અને ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને પોતાના જીવનને ઉજમાળતા. તે જમાનાના રીતરિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે હાંસબાઈ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછી ત્રણેક વર્ષ મુંબઈ, સનાવદ અને બેલાપુરમાં વેપારધંધા અર્થે જવાનું થતું અને વચ્ચે ચોમાસામાં વતનમાં આવવાનું બનતું ત્યારે ભોરારા, મુંદ્રા અને અંજાર વગેરે ગામોમાં લીંબડી સંપ્રદાયના શ્રી ગુલાબચંદ્રજી મહારાજ અને તેમના સંપ્રદાયના સાધુઓનો સમાગમ થતો. આ રીતે ધાર્મિક જીવન જીવવાની અને વૈરાગ્ય વધારવાની પ્રેરણા મળતી રહેતી. - વૈરાગ્ય અને દીક્ષા : વિ. સં. ૧૯૫૧માં તેમના વૈરાગ્યને દૃઢ બનાવનારો એક પ્રસંગ બની ગયો. આ વખતે તેઓ બેલાપુરમાં હતા ત્યારે ઘરેથી પત્ર આવ્યો “તેમનાં પત્ની હાંસબાઈએ પુત્રીને જન્મ આપ્યો છે અને તે સાથે જ તેમનું અવસાન થયું છે.” તરત રાયશીભાઈએ મોટાભાઈને મુંબઈ પત્ર લખી નાખ્યો : “ભોરારા તારથી ખબર આપો કે ફરીથી વેવિશાળ ન કરે.” આ બાજુ બેલાપુરમાં પત્નીના વિયોગના સમાચારથી રાયશીભાઈને સ્વાભાવિક દુ:ખ તો જરૂર થયું હશે, પણ ધાર્મિક વૃત્તિના સંસ્કારને પોષવાવાળો બે-ત્રણ કચ્છી ભાઈઓનો સમાગમ તેમને મળી ગયો, જેથી વેપાર સિવાયના સમયમાં વાચન અને જ્ઞાનચર્ચા સારી રીતે થવા લાગ્યાં. બે-ત્રણ માસ પછી તેઓ મુંબઈમાં રહેવા આવ્યા, જયાં ખંભાત સંપ્રદાયના સાધુઓનો સમાગમ રહેતો. મોટાભાઈની રજા લઈ તેઓ વતન તરફ પાછા ફર્યા. અહીં સંવત ૧૯૫રનું ગુલાબચંદ્રજી મહારાજનું ચોમાસુ ચાલતું હતું. રાયશીભાઈની ફરી વેવિશાળ ન કરવાની વાત ગામમાં ઠીક ઠીક પ્રસરી ગઈ હતી. એટલામાં મોટાભાઈ શ્રી નથુભાઈનો પણ આ વાતને સમર્થન આપતો પત્ર આવી ગયો. માતા લક્ષ્મીબાઈએ મમત્વને લીધે ઘણા Page #144 -------------------------------------------------------------------------- ________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ કાલાવાલા કર્યા, કારણ કે ૧૬ વર્ષના દીકરાને દીક્ષાની આશા આપવા કઈ માતા તૈયાર થાય ? પિતાજી આ બાબત મૌન રહેતા. તેથી પુત્રને સમજાવવાનો બધો બોજો માત્ર માતા ઉપર જ આવી પડયો હતો. રાયશીભાઈના વધતા અને દૃઢ થયેલા બૈરાગ્ય સામે માતાને આખરે ઝૂકવું પડયું. સંયમ લેવાની લીલી ઝંડી મળી ગઈ. તે અનુસાર ૧૭ વર્ષના રાયશીભાઈની પ્રવ્રજ્યા વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ ૩ ને ગુરુવારે તેમના જ વતનમાં અનેક સાધુસાધ્વીઓ આદિ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં, ઉલ્લાસભાવથી સંપન્ન થઈ. આમ શ્રી ગુલાબચંદ્રજી મહારાજને ગુરુપદે સ્થાપી રાયશીભાઈ શ્રી રત્નચંદ્રજી મહારાજ બન્યા અને સાત દિવસ બાદ મુંદ્રામાં તેમની વડી દીક્ષા થઈ. ૧૪૩ સરસ્વતીની અખંડ અને ઉગ્ર ઉપાસના : નાનપણના વૈરાગ્યના સંસ્કાર દીક્ષા લેતાં પલ્લવિત થયા અને અખંડ જ્ઞાનઉપાસનામાં રચ્યાપચ્યા રહેવાની ઉત્કટ વૃત્તિ જાગી. વડી દીક્ષા પછી માંડવી તરફ સંધનો વિહાર થયો. વચ્ચે આવતા દેશલપુર ગામમાં અષાઢ સુદ ૧ ને દિવસે રાંસ્કૃત ભાષાના વ્યાકરણના અભ્યાસનો પ્રારંભ કર્યો અને જામનગરથી આવેલા શાસ્ત્રીજીની સાથે રહી સિદ્ધાંતચંદ્રિકાનો પહેલો ભાગ પૂરો કર્યો. સંવત ૧૯૫૫ના અંજારના ચાતુર્માસમાં સિદ્ધાતચંદ્રિકાનો બીજો ભાગ, રઘુવંશ, શ્રુતબોધ અને વૃત્તરત્નાકર વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેઓશ્રીની સ્મરણશક્તિ અને બુદ્ધિની તેજસ્વિતા અદ્ભુત હોવાથી આગળના ૧૯૫૬ અને ૧૯૫૭ ના જામનગર અને જૂનાગઢના ચાતુર્માસમાં તેઓએ વિવિધ શાસ્ત્રીઓ પાસે ‘સિદ્ધાંતકૌમુદી’, ‘શિશુપાલવધ’, ‘કુવલયાનંદ કારિકા’ આદિ ગ્રંથો પૂરા કરીને પછીના છ માસમાં તર્કસંગ્રહ, ન્યાયબોધિની, ન્યાયદીપિકા, ન્યાયસિદ્ધાંત–મુક્તાવલિ, સાનિકા અને દિનકરી એમ અતિ કઠિન ગણાતા ન્યાયશાસ્ત્રના છ ગ્રંથો પૂરા કરી નાખ્યા. આ ઉપરાંત મનોરમા અને શબ્દેન્દુશેખર નામના વ્યાકરણના ગ્રંથો અને અનુયોગદ્ગાર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, દશવૈકાલિક અને વિવિધ શોકડાઓનો સારો અભ્યાસ કરી લીધો. ૧૯૬૦ના અંજાર ચાતુર્માસમાં અંગ્રેજી, ગણિત અને જયોતિષવિદ્યાનો જરૂર પૂરતો અભ્યાસ પૂરો કરી લીધો. ૧૯૬૧ના ખેડોઈના ચાતુર્માસ પહેલાં મિથિલાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શશિનાથ ઝા પાસે તેમણે પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણ, રસગંગાધર, સાંખ્યતત્ત્વકૌમુદી ઇત્યાદિ ન્યાય, સાહિત્ય અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનું અધ્યયન પૂરું કર્યું. ખેડોઈના ૧૯૬૧ના ચાતુર્માસ પછી કચ્છના કાંઠાના ગામોમાં વિહાર કરતાં તેઓને શીતળાની બીમારી થયેલી, પણ તેમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું. ન્યાયશાસ્ત્રના અધ્યયનના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ ચોટીલા મુકામે શાસ્રી બાલકૃષ્ણ મિશ્ર પાસેથી વ્યુત્પત્તિવાદ, શક્તિવાદ, સાધારણ હેત્વાભાસ ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસથી વિ. સં. ૧૯૬૪માં થઈ. આમ ૨૭ વર્ષની અવસ્થા સુધીમાં એટલે કે દીક્ષાજીવનના પ્રથમ દસ વર્ષ દરમિયાન તેઓએ જ્ઞાનસાધનામાં જે અતિ ઉત્સાહ દાખવ્યો તેને લીધે વિ. સં. ૧૯૫૬માં જામનગરના ચાતુર્માસથી ખીલ સહિત આંખની અનેક બીમારીઓ આવી અને ચશ્માંનો સ્વીકાર કરવો પડયો. ત્યાર પછી પણ વારંવાર તાવ, ગૂમડાં, શીતળા અને Page #145 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કાનની રસૌ તથા ગળાના કાકડા (Tonsils)–એમ અનેક દર્દો થયાં. આ દર્દોનો હુમલો થવા છતાં તેમણે પોતાનું અધ્યયન તો સતત ચાલુ જ રાખેલું અને શાંતભાવથી સહનશીલતાના ગુણનો વિકાસ કરીને પોતાના ચારિત્ર્યને શોભાવ્યું હતું. આમ આ કાળ દરમ્યાન, દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ સારા પ્રમાણમાં તેમના જીવનમાં દષ્ટિગોચર થાય છે. ૧૪૪ અવધાનશકિત કેળવવાનો અને સાહિત્યરચનાનો પ્રારંભ : વિ. સં. ૧૯૬૩થી તેમણે અવધાનશક્તિ કેળવવાનો પ્રારંભ કર્યો હતો. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ દરમ્યાન ભાવનાશતક અને કર્તવ્યકૌમુદી નામના સંસ્કૃત ગ્રંથો લખવાની તેમણે શરૂઆત કરી. મહારાજશ્રીની બુદ્ધિતેજસ્વિતા, ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ અદ્ભુત હોવાથી આ વિષયમાં પ્રારંભથી જ તેઓને સારી સફળતા પ્રાપ્ત થવા લાગી, જેથી અનુક્રમે આઠ અવધાન, સત્તર અવધાન અને પચાસ અવધાન કરવાની શક્તિ તો તેઓએ પહેલા જ વર્ષમાં પ્રાપ્ત કરી લીધી ! એકીસાથે અનેક વસ્તુઓને ચિત્તમાં ધારણ કરી રાખવાની આ અવધાનની કળા મનની એક વિરલ શક્તિ છે અને વિશિષ્ટ સ્મરણશક્તિવાળી વ્યક્તિ જ તેને સિદ્ધ કરી શકે છે. પોતાનાથી થોડાં વર્ષો પૂર્વે થયેલા પંડિત શ્રી ગટુલાલજી, પંડિત શ્રી શંકરલાલ મહેશ્વર તથા શ્રીમદ્ રાજચંદ્રજી આદિ વિવિધ અવધાનકારો પાસેથી તેમણે પ્રેરણા મેળવી હતી. પોતાના વિશાળ શાસ્ત્ર-અધ્યયનથી અને ઊંડા ચિંતન-મનનથી પ્રાંજલ થયેલી તેમની પ્રશાથી અને વિશિષ્ટ ધારણાશક્તિથી થોડા જ કાળમાં એકસો એક અવધાન કરવાની શક્તિ સહજપણે તેમણે પ્રાપ્ત કરી હતી. આગળ ઉપર ગુરુકુળ પંચકુલામાં તેઓએ પોતાની વિશિષ્ટ અવધાનશક્તિના પ્રયોગો કર્યા ત્યારથી તેઓ ભારતભૂષણ અને શતાવધાની તરીકે ઓળખાવા લાગ્યા. ભાષા, વ્યાકરણ અને પાદપૂર્તિના વિશિષ્ટ જાણકાર હોવાથી અને શીઘ્રકવિત્વ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતી અને સંસ્કૃત ભાષાના અનેકવિધ વિષયો ઉપર તેઓ પાદપૂર્તિ કરી શકતા. તેમની આ વિષયોની નિપુણતા મહાકવિ શ્રી નાનાલાલ, શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ હર્ષજી, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી હીરાચંદ મોતીચંદ, શ્રી પોપટલાલ પૂંજાભાઈ, જયપુરના શ્રી કેશરમલજી ચોરડીઆ, અલ્વરના શ્રી રામચંદ્રજી ભટ્ટ તેમજ ખંડિત શ્રીમન્નારાયણજી આદિ મહાનુભાવો સાથેના સમાગમ અને વાર્તાલાપમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજીએ મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ‘વિશિષ્ટ કક્ષાના મુનિશ્રી એક વિદ્યુત શતાવધાની હતા. અવધાન કરવાની વિદ્યા ગુજરાતીઓને જ વારસામાં મળી હોય તેવું લાગે છે.' આ વિષયમાં તેઓશ્રીએ પંદરમા સૈકાના સહસ્રાવધાની મુનિસુંદર સૂરિ, ઉપા. શ્રી યશોવિજયજી, શ્રી ગટુલાલજી, શ્રીમદ્ રાજચંદ્રજી, શ્રી શંકરલાલ શાસ્ત્રી તથા મુનિ શ્રી સંતબાલજી આદિ ગુજરાતના અનેક મહાનુભાવોનો ઉલ્લેખ કર્યો હતો. આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં અવધાનીની સાચી યોગ્યતા તે કેટલાં અવધાન કરે છે તેના પરથી સિદ્ધ થતી નથી પરંતુ તેનામાં Page #146 -------------------------------------------------------------------------- ________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૧૪૫ રહેલી ગંભીર વિદ્વત્તા, વિશિષ્ટ પ્રજ્ઞા અને ચિત્તની નિર્મળતા ઉપર અવલંબે છે. આ અવધાનશક્તિ લોકરંજન કે ખ્યાતિ-પ્રાપ્તિનો હેતુ ન બને પરંતુ આત્માની શુદ્ધિ સહિત ચિત્તની એકાગ્રતામાં સહયોગરૂપ થાય તો તેના દ્વારા ત્વરાથી આત્મવિકાસ સાધી શકાય છે અને જીવનના સર્વોચ્ચ શિખરે પહોંચી શકાય છે. આ વાત અવધાન કરાવનાર સૌએ ખ્યાલમાં રાખવી જોઈએ. અજમેરના સાધુસંમેલનમાં : સ્થાનક્વાસી સાધુસમાજમાં તેમજ શ્રાવકોમાં તે જમાનામાં ઠીકઠીક પ્રમાણમાં શિથિલતા, કુસંપ, ઈર્ષ્યા અને વાદવિવાદ આદિ દુર્ગુણો વ્યાપકપણે દષ્ટિગોચર થતા હતા. આ કારણથી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે આ દૂષણોને દૂર કરવા માટે સાધુઓ અને શ્રાવકો માટે નિશ્ચિત આચારસંહિતા ઘડાય તો સંપ વધે અને શિથિલાચારનો યોગ્ય પ્રતિકાર થઈ શકે. ઉપર્યુક્ત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે અનેક પ્રયત્નો થયા તેના અનુસંધાનમાં અને પરિપાકરૂપે અજમેરમાં બૃહદ્ સાધુસંમેલન ભરવાનું નક્કી થયું. આ કાર્યમાં પંજાબ, રાજસ્થાન, માળવા અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત સાધુસમાજે તથા શ્રી દુર્લભજીભાઈ ઝવેરી, શ્રી ધીરજલાલ તુરખિયા, શ્રી હેમચંદભાઈ મહેતા આદિ પ્રખર સમાજહિતેચ્છુઓએ તેમજ મહાકવિ શ્રી નાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી, પં. બેચરદાસજી, શ્રી જિનવિજયજી અને લીંબડીના ઠાકોર શ્રી દોલતસિંહજીએ યોગ્ય સહકાર આપ્યો હતો. આ સંમેલનમાં ૨૩૮ સંતો, ૪૦ સાધ્વીઓ અને હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકત્ર થયો હતો. ઉત્સાહભર્યા વાતાવરણમાં વિ. સં. ૧૯૮૯ના ચૈત્ર સુદ ૧૦ ને બુધવારના દિવસથી આ ચીર પ્રતિક્ષિત સંમેલનનો મંગલ પ્રારંભ થયો. સંમેલનમાં ગુજરાતના સાધુઓની સંખ્યા ૩૨ જેટલી હતી. મંગલાચરણ કરવાનું સૌભાગ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીને પ્રાપ્ત થયું હતું. શાંતિરક્ષકો તરીકે ગુજરાતના શ્રી રત્નચંદ્રજી અને પંજાબના શ્રી ઉદયચંદજી નિમાયા હતા. કાર્યવાહીના લેખકો તરીકે શ્રી આત્મારામજી અને શ્રી સંતબાલજી નિમાયા હતા. યુવાચાર્યપદ અને ઉપાધ્યાયપદની નિમણૂક, ચોમાસાં નીમવાની અને દોષશુદ્ધિ આપવાની સત્તા–આ બાબતો વિષે સારું સમાધાન થયું. જુદાજુદા પ્રાંતમાં વિચરતા એક જ સંપ્રદાયના અને પૂર્વે પરસ્પર નહીં મળેલા સાધુઓને એકબીજાનો પરિચય કરી વાત્સલ્ય વધારવાની આ સંમેલનમાં તક મળી. ઉત્તર ભારતનો વિહાર: “સાધુ તો ચલતા ભલા” એ ઉક્તિ અનુસાર અજમેરનું સાધુસંમેલન પૂરું થતાં મહારાજશ્રીએ જયપુર તરફ પ્રયાણ કર્યું. જૈન સાધુના જીવનમાં - લોકસંપર્ક માટે, અનાસક્તિ જાળવવા માટે, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા સંયમી જીવનનું ઘડતર કરવા માટે અને શરીરને નીરોગી રાખવા માટે ચાતુર્માસ સિવાયના સમયમાં સતત પાદવિહારની આજ્ઞા આપેલી છે. સંમેલન પછી શ્રી નાનચંદ્રજી મહારાજે આગ્રા તરફ વિહાર કર્યો અને શ્રી રત્નચંદ્રજી મહારાજે વિવિધ સંધોની વિનંતીથી જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનની પરબ માંડી. મોટી સંખ્યામાં મુનિઓ તેમની પાસે રહી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અર્વાચીન જૈન જયોતિર્ધરો સંસ્કૃત, પ્રાકૃત અને જૈન આગમોનો વિશેષ અભ્યાસ કરશે, એવી તેમની ભાવના હતી. મહારાજશ્રીની આ ભાવનાનો પ્રતિભાવ મધ્યમકક્ષાનો રહ્યો અને ચાર પંજાબી તથા આઠ રાજસ્થાની મુનિઓ એમ કુલ ૧૨ મુનિઓએ પૂ. મહારાજશ્રીની જ્ઞાનપરબનો ઠીક ઠીક લાભ લીધો. અહીં પણ ગુજરાતીઓની વિદ્યાપ્રાતિ પ્રત્યેની બેદરકારી દૃષ્ટિગોચર થાય છે ! અહીં અધ્યયનકાર્ય ઉપરાંત તેઓએ જયપુર વેધશાળાના અધ્યક્ષ શ્રી કેદારનાથ પાસેથી જયોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે વિશેષ જ્ઞાન મેળવી લીધું હતું, તથા રેવતીદાન સમાલોચનાનો મહત્ત્વપૂર્ણ નિબંધ પણ લખ્યો હતો. આ પ્રદેશની અસહ્ય ગરમીના પ્રભાવથી અર પહોંચતાં તપસ્વી મુનિશ્રી કપૂરવિજયજીનું સ્વારશ્ય કથળ્યું. તેમને શીતળા નીકળ્યા, સનિપાત થઈ ગયો અને આઠ દિવસમાં તેઓ કાળધર્મ પામ્યા. આમ એક અગત્યના તપસ્વી અંતેવાસી શિષ્યના વિયોગનો આધાત મહારાજશ્રીને સહન કરવો પડયો. આ દુ:ખદ પ્રસંગના અનુસંધાનમાં મહારાજશ્રીને ચાતુર્માસ નિમિત્તે અહીં વિશેષ રોકાણ કરવું પડયું. સમયના અભાવના કારણે ૧૯૯૦નો ચાતુર્માસ અલ્વરમાં જ કરવો પડ્યો. દિલ્હી થઈને પંજાબમાં : અલ્વરના ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં દિલ્હી તરફ વિહાર થયો. મહારાજશ્રીનું વિવિધ ભાષાઓ ઉપરનું પ્રભુત્વ, વિશાળ સાહિત્યજ્ઞાન અને અદ્ભુત સ્મરણશક્તિને દર્શાવનારાં અવધાનોની વાત સાંભળીને બધી કોમના અને ધર્મના લોકો તેમના પ્રવચનનો લાભ લેતા. અહીં જ તેમને “ભારતરત્ન’ની માનવંતી પદવી અર્પણ કરવામાં આવી હતી. અહીં દિલ્હીથી આગળ વિહાર કરીને યુવાચાર્ય શ્રી કાશીરામજી મહારાજ સાથે સંઘે રોહતક થઈને અમૃતસર ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં નાનાંમોટાં ગામોમાં જૈન સાધુઓમાં ઘર કરી ગયેલી સંકુચિતતા અને જૈન ગૃહસ્થોમાં વ્યાપેલા કુસંપ તથા કજિયાનાં દૂષણોને જોઈને મહારાજશ્રીને ઘણું દુ:ખ થતું. આથી તેઓ પોતાની વગ વાપરી બને તેટલું સમાધાન કરાવીને સંપ અને ઉદારતાની ભાવનાઓ વધે તેવો પ્રયત્ન કરતા. આર્યસમાજની વિચારધારાની અહીંના જૈન સમાજઉપર વ્યાપક અસર થયેલી, તે વાત તેમના ધ્યાન પર આવવાથી, જૈન વિદ્યાના પ્રચારપ્રસાર માટે રોહતકમાં તેઓએ ઠીક ઠીક પ્રયત્નો કર્યા. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ત્રષિજીનો તથા આર્યાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. જલંધર, કપુરથલા અને વ્યાસ થઈને મહારાજશ્રીએ અમૃતસરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. અહીં પૂ. શ્રી. સોહનલાલજી મહારાજના દર્શન-સમાગમનો લાભ લઈ સિયાલકોટ, ગુજરાનવાલા, લાહોર ઇત્યાદિ ગામોનો વિહાર પૂરો કરી, તેઓશ્રી જમુ આવ્યા. જાહેર પ્રવચનો દ્વારા જૈનેતર જનતાને પણ પોતાના જ્ઞાનચારિત્ર્યના પ્રભાવથી તેઓએ માંસ-મદિરાનો ત્યાગ કરાવ્યો હતો. ત્યાંથી પાછા ફરતાં ૧૯૯૧ ના ચાતુર્માસ અમૃતસરમાં થયા. અહીંના ચાતુર્માસ દરમ્યાન શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની રચના થઈ. આ સમિતિએ જ આગળ ઉપર મહારાજશ્રીની પ્રેરણાથી ગવર્મેન્ટ સંસ્કૃત કૉલેજની સાથે જોડાયેલ મહાન વિદ્યાધામ શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમનો પ્રારંભ કર્યો હતો. શ્રી કાશીરામજી મહારાજને Page #148 -------------------------------------------------------------------------- ________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૧૪૭ વિધિપુર:સર પૂજ્ય પદવી આપવાની જાહેર સમારોહ સંપન્ન થયો. અહીંના સમાજે મહારાજશ્રીને વિદ્યાભૂષણ'ની ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને સિમલા થઈને પાછા ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યો. પંજાબના આ ઠંડા પ્રદેશોમાં વિચરતાં મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી પહોંચ્યા. કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંઘને જૈન ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્તસ્વરૂપ આપવાના ઇરાદાથી દિલ્હીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુ:ખાવો, લોહીનું દબાણ વગેરે અનેક બીમારીઓ આવી પડતાં આગળ વિહાર થઈ શક્યો નહિ અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ જવાની ભાવના ફળી શકી નહિ અને ચાતુર્માસ પૂરા થતાં રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫ના ચાતુર્માસ અજમેર નક્કી થયા. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહિ. અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીનો અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત પ્રયત્નો તેમજ અનેકવિધ ચિતાથી મહારાજશ્રીનું સ્વાશ્ય જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે ડૉ. ટી. ઓ. શાહની હૉસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઑપરેશન કરાવવું પડ્યું. જો કે ઑપરેશન સફળ થયું પણ ગૅસ અને ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડયું. સુદઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી રહ્યા કરી. આ માટે જૈન પ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફતરી, પ્રસિદ્ધ લેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ વિભાગો વીરામણ સંધ, વીર બ્રહ્મચારી સંઘ અને વીર શ્રાવક સંઘ વિષે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા દબાણની બીમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર વિપરીત અસર થઈ. શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત ૧૯૯૭ના શાખ વદ ૪ને બુધવાર તદનુસાર તા. ૧૪-૫-૪૧ના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અર્વાચીન જેન જ્યોતિર્ધરો રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંધની કાર્યવાહી અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉકટરે દેવલાલી જવા માટે સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.” બીજે જ દિવસે એટલે તા. ૧૫-૫-૪૧ ને ગુરૂવારે, દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું. પરંતુ રાત્રે ૨-૩૦ વાગે એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતનાં અનેક નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી લોકો તેઓશ્રીના અંતિમ દર્શનાર્થે આવવા લાગ્યા. જે પ્રત્યક્ષ ન પહોંચી શકયા તેઓએ તારટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. જીવંત સ્મારકોઃ મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રેરણાથી થયેલાં સર્વોપયોગી મારકોની સંક્ષિપ્ત યાદી નીચે પ્રમાણે છે : (૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર (૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન) (૩) શ્રી રત્નચંદ્રજી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય-કઠોર (૪) શતાવધાની પં. રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ-બ્લાવર વિહારના વિધવિધ અનુભવો જૈન મુનિના પાદવિહારની સાથે અનેક પ્રકારનાં કષ્ટો અને કસોટીના પ્રસંગો (પરિષહો) વણાયેલાં હોય છે. રાજસ્થાન, મારવાડ અને ઉત્તર હિંદના બીજા પ્રદેશોમાંના મુનિશ્રી રત્નચંદ્રજીના વિહારના કેટલાક અનુભવો તેમના સંયમી જીવનના નિર્ભયતા, નિશ્ચલતા અને ધર્મ આદિ ગુણોની કસોટી કરનારા નીવડયા હતા. મુનિશ્રી રત્નચંદ્રજી આગ્રાથી ભરતપુર થઈને જ્યારે જયપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે માર્ગમાં સૂર્યાસ્ત થવાને અર્ધા કલાકની વાર હતી. તે વખતે તેઓ એક મંદિર પાસે આવીને થોભ્યા. આવાં મંદિરોમાં તેમને અનેક વાર આકાય લેવો પડ્યો હતો, તેથી આ મંદિરમાં પણ રાતવાસો કરવા સ્થાન મળી રહેશે, એવી તેમની ગણતરી હતી, પણ એ ગણતરી ખોટી પડી. મંદિરમાંથી આવો જવાબ મળ્યો : અહીં રાત્રે કોઈને સૂવા દેવામાં આવતા નથી. પાસે એક ખુલ્લી ધર્મશાળા હતી, તે તરફ આંગળી ચીંધવામાં આવી, એટલે તેઓ એ ધર્મશાળામાં ગયા. એ ધર્મશાળા એટલે Page #150 -------------------------------------------------------------------------- ________________ શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ૧૪૯ ત્રણ બાજુથી ખુલ્લી પડાળી, તેમાં ગાર કે લીંપણ કશું ન મળે. ગાડાવાળાઓ ત્યાં આવતા. તેઓ તાપણી કરતા, તેની રાખના ઢગલા પણ ત્યાં પડેલા. પોષ મહિનાની ટાઢ હતી. મુનિ શ્રી રત્નચંદ્રજી અને તેમના શિષ્યોએ કડકડતી ટાઢમાં તે રાત ત્યાં સમભાવપૂર્વક ગાળી. વિહારમાં એક વાર બસી નામનું રેલવે સ્ટેશન આવ્યું. રેલવે સ્ટેશનોમાં રાતવાસો કરવા માટે ઘણી વાર પરવાનગી મળી જતી, પરંતુ બસીના સ્ટેશન-માસ્તરે ના કહી અને ગામમાં જવા કહ્યું. ગામ બે માઈલ દૂર હતું. તપાસ કરતાં એક જણે કહ્યું : આગળ જતાં સડકને રસ્તે જ એક કોઠો છે, ત્યાં રહી શકાશે.” કોઠા પાસે પહોંચ્યા, ત્યારે માત્ર પા કલાક દિવસ બાકી રહ્યો હતો. કોઠાનું મકાન અત્યંત જીર્ણ અને પડું પડું થઈ રહ્યું હતું, કોઈની એકાદ લાત વાગતાં છાપરું તૂટી પડે એવું ! મકાનમાં ખાડા પડેલા. બારણાનું નામનિશાન નહિ, ધૂળનો પાર નહિ ! જંગલી જાનવરોનાં પગલાં પડેલાં દેખાતાં હતાં ! એવી વિકટ ભયજનક સ્થિતિમાં પણ એ મુનિમંડળે ત્યાં નિરુપદ્રવપણે રાત્રિ પસાર કરી. અજમેરથી પાછા ફરતાં એરનપુરા રોડ નામના સ્ટેશનેથી એક વાર મુનિ શ્રી રત્નચંદ્રજીએ વિહાર કર્યો. “ગાઇડબુકમાં બતાવ્યા પ્રમાણે કોટાર નામનું એક નાનું સ્ટેશન નજીક પડતું હતું. સંધ્યાવેળાએ કોટાર પહોંચતાં જણાયું કે સ્ટેશન તદ્દન ઉજજડ હતું, સ્ટેશન-માતર પણ ન મળે! થોડેક દૂર એક ઓરડીમાં સાંધાવાળો માણસ રહેતો હતો. તેની પાસે સ્ટેશનમાં રાતવાસો કરવાની રજા માગતાં તેણે રજા આપી. રાત્રો મુનિઓ પ્રતિક્રમણાદિ કરીને બેઠા હતા. ત્યાં લગભગ સાડા નવ વાગતાં એક થાણેદારસાહેબ આવ્યા. તે જૈન સાધુઓથી કાંઈક પરિચિત હતા. તેમણે ખુલાસો કર્યો : “આ સ્ટેશન પહેલાં ઉજજડ ન હતું, પણ અહીં ત્રણ-ચાર વરસથી લૂંટફાટ ચાલે છે અને બે-ત્રણ સ્ટેશન-માસ્તરો લૂંટાઈ ગયા છે, તેથી આ સ્ટેશન નકામું થઈ પડયું છે. ગાડીના સમયે ગાર્ડ પોતે જ ટિકિટ આપે છે. એક ગાડી રાતના દસ વાગે અને બીજી સવારે દસ વાગે આવે છે. ગાડીના સમય પહેલાં અર્ધા કલાકે મારે હાજરી આપવી પડે છે. દસ વાગ્યા પછી ઘણી ગાડીઓ આવ-જા કરે છે, પણ કોઈ ગાડી અહીં ઊભી રહેતી નથી. રોજ મધરાતે અહીં લૂંટારાઓ ભેગા થાય છે. એટલે આ લૂંટારાઓનો અહો છે અને તેમાં તમે ઊતર્યા છો. એટલે અહીં રહેવું સલામતીભર્યું નથી, માટે અહીંથી એકાદ ફર્લોગ દૂર મારી ઓરડી છે, ત્યાં ચાલો.' મુનિશ્રી રત્નચંદ્રજીએ આ ભયોત્પાદક હકીકત સાંભળીને શાંતિથી અને નીડરતાથી કહ્યું : “ભાઈ ! રાતને વખતે અમે કયાંય જઈ શકતા નથી. અમારી પાસે એવું કશું નથી કે જે લૂંટી લેવાની લૂંટારાઓને ઇચ્છા થાય.' બધા મુનિઓ ત્યાં જ રહ્યા. રાત્રો ખૂબ વરસાદ પડ્યો, તેથી લૂંટારાઓ ત્યાં આવ્યા છે નહિ અને મુનિઓએ એ સ્થળે શાંતિથી રાત પસાર કરી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તે સ્ટેશનેથી આગળ વિહાર કરતાં માર્ગમાં એક વાઘનો ભેટો થઈ ગયેલો, પણ તે મુનિમંડળથી પચીસેક કદમ જેટલે દૂરથી જ જરા પણ ઉપદ્રવ કર્યા વગર પોતાને માર્ગે પસાર થઈ ગયો. - અજાણ્યાં અને જેન વસતી વિનાનાં ગામડાંમાં આહારપાણી મેળવતાં તેમને જાતજાતના અનુભવો થતા. રેલવે લાઇન પરથી વિહાર કરવાનો હોય અને વસતી બહુ દૂર હોય, ત્યારે કોઈ વાર રેલવેના ડ્રાઇવરને વિનંતી કરીને અંજિનમાંનું ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબના વિહાર દરમ્યાન ગામડાંમાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળી શકતું. પણ ઉનાળામાં કોઈ નાહવા માટે ગરમ પાણી કરે નહિ એટલે મળી શકતું નહિ, ત્યારે છાશ મેળવીને ચલાવવું પડતું. - લાહોરથી પાંચેક માઈલ દૂર આવેલા સહાદરા નામના એક ગામડામાં તો છાશ કે પાણી કશુંય મળ્યું નહિ. લોકો પોતાનું દૂધ લાહોર વેચી આવતા અને કોઈ છાશ બનાવતા જ નહિ, પછી છાશ હોય ક્યાંથી? ત્યાંથી આહાર મળી શક્યો, પણ છાશ-પાણી મળ્યાં નહિ ! છેક સાંજે પાંચ વાગતાં એક કારખાનું ચાલુ થયું, તેમાંથી ધગધગતું ગરમ પાણી મળ્યું. તેને ઠારી પછી આહાર કર્યો. આવી અનેક મુશ્કેલીઓ ઉપરાંત જૈનેતરોને ઘેરથી આહાર મેળવતાં કેટલીક વાર અપમાનો વેઠવાં પડતાં, કોઈ વાર તિરસ્કાર થતો, કોઈ કોઈ તો ખડકીની બહાર સાધુઓને ઊભા રાખતા અને પછી ભિખારીને રોટલો–ટુકડો આપતા હોય તેમ દયાદાન કરવા ઈચ્છતા. પરંતુ જૈન મુનિઓ ભિક્ષક હોય છે, પણ ભિખારી હોતા નથી; એવું જ્યારે તેમને સમજાવવામાં આવતું, ત્યારે તેઓ સાધુઓને ઘરમાં પ્રવેશવા દેતા અને પછી જ એવા ઘરોમાંથી સાધુઓ આહાર ગ્રહણ કરી શકતા. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૦. જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી 1 ભૂમ્તિકા : ઈ. સ. ૧૮૫૭ ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામને નિષ્ફળતા મળ્યા પછી પણ વિચારકો અને રાષ્ટ્રપ્રેમી સજ્જનોએ સ્વતંત્રતા-પ્રાપ્તિની આશા છોડી નહોતી. ઈ. સ. ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપના થઈ અને લોકોએ સ્વતંત્રરાજ્યની માગણીનો બુલંદ અવાજ ઉઠાવ્યો. આમ છતાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાં ઘણું પછાતપણું હતું. બાળવિવાહ, મૃત્યુ પછીનું જમણ, દહેજપ્રથા, વિધવાવિવાહનો નિષેધ, નિરક્ષરતા, અંધવિશ્વાસ, વગેરેનું સમસ્ત દેશ ઉપર આધિપત્ય હતું. આવા સામાજિક, આર્થિક, ધાર્મિક અંધાધૂંધીના કાળમાં શ્રી શીતલપ્રસાદજીનો જન્મ થયો હતો. જન્મ, કેળવણી અને ઘડાર : સંયુક્ત પ્રાંતની રાજધાની લખનૌમાં લાલા મુખ્મનલાલજી તથા તેમનાં ધર્મપત્ની નારાયણીદેવીના ઘરે ઈ. સ. ૧૮૭૯માં શીતલનો જન્મ થયો. તેમના બાળપણની વિગતો મળતી નથી. પ્રાથમિક અને માધ્યમિક કેળવણીની વયનેં વટાવી તેઓએ ૧૮ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પસાર કરી. ત્યાર પછી ચાર વર્ષમાં તેઓ રૂરકી એંજિનિયરિંગ કૉલેજમાંથી ‘એકાઉન્ટન્ટશિપ'ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને તરત જ સરકારી નોકરીમાં જોડાઈ ગયા. ૧૫૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આ પ્રમાણે શૈક્ષણિક સ્તરે પ્રગતિ થઈ. પણ આ વ્યક્તિ તો કોઈક જુદી જ માટીની ઘડાયેલી હતી. દૈનિક જીવનમાં સદ્ગુણોનો વિકાસ અને નિરંતર સારા વિચારોમાં રહેવાનો તેમનો પુરુષાર્થ તેમણે તા. ૨૪-૫–૧૮૯૬ના હિદી જૈન ગેઝેટમાં લખેલા નીચેના લખાણથી સ્પષ્ટ થાય છે : - “હે જૈન પંડિતો ! આ જૈનધર્મનો ખરો આધાર તમારા ઉપર જ છે. એની રક્ષા કરો, ઉદ્યોત કરો, સૂતેલાઓને જગાડો અને તન-મન-ધનથી પરોપકાર અને શુદ્ધાચારને અપનાવો, જેથી તમારો આ લોક અને પરલોક બન્ને સુધરશે.” ગૃહસ્થાશ્રમપ્રવેશ અને અગ્નિપરીક્ષા : તેઓનાં લગ્ન કલકત્તાનિવાસી શ્રી છેદીલાલજીની સુપુત્રી સાથે થયાં હતાં. કન્યા ઘણી સંસકારી, પતિપરાયણા તથા સેવાભાવી હતી પણ તેનું આયુષ્ય અલ્પ હતું. જેથી ઈ. સ. ૧૯૦૪ માં ફેબ્રુઆરીની ૧૩મીએ તેણીનું પ્લેગની ભયંકર બીમારીથી મૃત્યુ થયું. પત્નીના વિયોગની સાથે એક માસમાં જ માતા અને નાના ભાઈના મૃત્યુનો પણ બ્રહ્મચારીજીને ત્યારે આઘાત સહન કરવો પડ્યો. વૈરાગ્યને ઉત્પન્ન કરનારા આ પ્રસંગોમાં તેઓ સત શાસ્ત્રોના અભ્યાસથી વૈરાગ્ય ભાવ વધારતા રહ્યા, તો બીજી બાજુ અનેક સ્વરૂપવાન કન્યાઓનાં માતાપિતાઓ તેમને કીર્તિ, કાંચન અને કામિનીનો સ્વીકાર કરવા ભરપૂર લાલચો આપવા લાગ્યાં. પચીસ વર્ષનો આ હોનહાર યુવાન આ બધી કક્સોટીમાંથી હેમખેમ પાર ઊતર્યો અને તા. ૧૯-૮-૧૯૦૫ના રોજ શીતલપ્રસાદે સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને સમાજસેવા તથા શાસ્ત્રવાંચનનું ક્ષેત્ર અપનાવી લીધું. સત્સંગ અને સંયમની આરાધના : ઈ. સ. ૧૯૦૫ માં દિગંબર જૈન મહાસભાના અધિવેશનમાં તેઓ સેવા આપવા ગયા. ત્યાં પ્રસિદ્ધ દાનવીર શેઠ શ્રી માણિકચન્દ્ર મુંબઈવાળાની તેમના ઉપર નજર પડી. સાચી સમાજસેવાની ધગશ, ભરયુવાનઅવસ્થા, કાર્યકુશળતા, ઉત્સાહ, સાદાઈ, જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ અને વૈરાગ્ય ઇત્યાદિ અનેક ગુણોવાળા આ યુવક રત્નને આ ઝવેરીએ પારખી લીધો અને મુંબઈ મુકામે તેમની પોતાની સાથે રહેવાની વ્યવસ્થા કરી. સતત ચાર વર્ષ શેઠજી સાથે રહીને તેમણે અનેક સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી અને લોકોનો અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો. નાનપણથી જ પિતામહ લાલા મંગળસેનજી પાસેથી તેમણે ધર્મ, દર્શન, વ્યસનરહિતપણું, અભક્ષનો ત્યાગ, ગાળેલા પાણીનો ઉપયોગ, સ્વાધ્યાય, ચિંતન-મનન ઈત્યાદિ સંસ્કારો મેળવેલા. સમાજસેવા દ્વારા ત્યાગવૃત્તિ કેળવીને ૩૨ વર્ષની વયે ઈ. સ. ૧૯૧૧માં સોલાપુર મુકામે એલક શ્રી પન્નાલાલજીના સાંનિધ્યમાં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી અને શુદ્ધ ખાદીનાં ગેરૂઆ રંગનાં ધોતી, ચાદરને ધારણ કર્યા. ક્રમે કરીને આહારવિષયક શુદ્ધિ, નિયત સમયે આરાધનાક્રમમાં લાગી જવાની ચીવટ, અધ્યયનશીલતા, પ્રવાસ દરમ્યાન વાહનમાં કોઈ પણ આહાર ન લેવાની દઢ પ્રતિજ્ઞા, પર્વના દિવસોમાં સંપૂર્ણ ઉપવાસ ઈત્યાદિ ત્યાગી જીવનની અનેક ચર્ચાઓને તેમણે ક્રમશ: પોતાના જીવનમાં સિદ્ધ કરી હતી. તેમણે નિષ્ઠાપૂર્વક આ નિયમોનું જીવનના અંત સુધી પાલન કર્યું હતું. Page #154 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી તીર્થસેવા અને ધર્મપ્રચાર : બ્રહ્મચારીજીએ સમસ્ત ભારતમાં ધર્મપ્રચાર અર્થે પરિભ્રમણ કર્યું. તેઓ બૌદ્ધદર્શનના અભ્યાસ અર્થે શ્રીલંકા અને બ્રહ્મદેશ પણ ગયા. પાશ્ચાત્ય દેશોમાં જવાની તેમની ભાવના અનુકૂળ સંજોગોના અભાવે બર આવી નહીં. તેઓ ઉદારતા, સહિષ્ણુતા અને વિશ્વકલ્યાણની ભાવનાઓથી વિભૂષિત હોવાથી જ્યાં જતા ત્યાં સૌમાં લોકપ્રિય થઈ પડતા. પોતાની યાત્રાની તેઓ સૂક્ષ્મ નોંધ રાખતા. મુંબઈ, મદ્રાસ, કર્ણાટક ઇત્યાદિ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરીને ત્યાંનાં પ્રાચીન જૈનતીર્થોની તેમણે કરેલી નોંધો પુસ્તકોના રૂપમાં પ્રગટ થઈ છે. જ્યાં જતા ત્યાં લોકોને જૂના તીર્થોના જીર્ણોદ્ધારની પ્રેરણા આપતા. સાહિત્યસેવા : આ સેવાઓના બે વિભાગ પાડી શકાય : (૧) જૈન પત્રોનું સંપાદન અને (૨) શાસ્ત્રોની ટીકા, અનુવાદ અને સ્વતંત્ર કૃતિઓનું પ્રકાશન. ૧૫૩ (૧) ‘જૈનમિત્ર’નું સંપાદન તેઓએ ઈ. સ. ૧૯૦૯થી ઈ. સ. ૧૯૨૯ સુધી એમ વીસ વર્ષો સુધી કુશળતાપૂર્વક સંભાળ્યું અને અનેક ભેટ પુસ્તકો મોકલી વાચકવર્ગને વિપુલ ધાર્મિક સાહિત્ય પૂરું પાડયું. આ ઉપરાંત ‘જૈન ગેઝેટ’, ‘વીર’ તથા ‘સનાતન જૈન’જેવાં અન્ય પત્રોનું સંચાલન પણ કર્યું. પ્રચારકાર્ય માટે પ્રવાસમાં રહેવા છતાં પણ તેમનું લેખનકાર્ય સતત ચાલુ રહેતું, જેના ફળસ્વરૂપે તેમના લેખો અને તેમના દ્વારા સંપાદિત સામયિકોનું પ્રકાશન હંમેશાં નિયમિતતાથી થતું રહેતું. તેઓ યુવાન લેખકોને લેખો લખવાની પ્રેરણા આપતા અને તેમને ઉત્સાહિત કરતા. (૨) તેઓએ લખેલા અને સંપાદિત કરેલા ૭૭ ગ્રંથો છે જેમનું વિશ્લેષણ વિષયાનુસાર નીચે પ્રમાણે છે : અધ્યાત્મવિષયક : ૨૬ જૈનદર્શન અને ધર્મ : ૧૮ નીતિ-વિષયક : ૭ ઇતિહાસવિષયક : ૬ તારણ-સ્વામીનું સાહિત્ય : ૯ જીવનચરિત્રો : પ અન્ય. . : આ બધા ગ્રંથોમાં તેમણે પોતાની વિદ્વત્તા, અનુભવ, ભાષાજ્ઞાન, સાધના અને સિદ્ધાંતનિષ્ઠાનો પરિચય કરાવ્યો છે. રોજબરોજના જીવનમાં સર્વ્યવહાર કેવી રીતે પાળી શકાય તે વિષેના શાસ્ત્રીય દૃષ્ટિકોણને તેમણે સરળ અને સાદી ભાષામાં રજૂ કરીને આત્મસાધના અને સદાચારપાલનમાં ઉદ્યમવાળા સાધકો ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રવચનસાર, સમયસાર,નિયમસાર, પરમાત્મપ્રકાશ, સમાધિશતક, ઇટોપદેશ, તત્ત્વભાવના, તત્ત્વસાર, સ્વયંભૂસ્તોત્ર ઇત્યાદિ અનેક મહાન ગ્રંથોનું ટીકા-અનુવાદ સહિત તેમણે પ્રકાશન કર્યું. ગુજરાતમાં, શ્રીમદ્ાજચંદ્રના મહાન ભક્ત શ્રી લલ્લુરાજસ્વામીના સમાગમમાં રહી તેમણે તૈયાર કરેલા ‘સહજ સુખ સાધન ’ નામનો ગ્રંથ મુમુક્ષુઓને ખૂબ ઉપયોગી છે. તેનો ગુજરાતી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે. ગ્રંથની અંત:પ્રશસ્તિમાં ઉપર્યુક્ત બન્ને પુરુષો પ્રત્યેનો તેમનો અહોભાવ અને આત્મીયતા Page #155 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જણાઈ આવે છે. આધ્યાત્મિક ગ્રંથોને સરળ હિંદી ભાષામાં ઉપલબ્ધ કરાવનાર આદ્યપુરુષોમાં તેમની ગણતરી કરવી જોઈએ. તેમની આધ્યાત્મિક સાધનાની અભિરુચિ જોઈને ચૌલાચાલુ પંડિતો ‘સમયસારી ’–માત્ર અધ્યાત્મવાદી કહીને તેમની હાંસી ઉડાવતા, પણ સાધના અને સેવામાં નિષ્ઠાવાળા બ્રહ્મચારીજી ઉપર તેની કોઈ અસર થતી નહીં. ૧૫૪ : પ્રશંસનીય સમાજસેવા અને પદવીદાનસમારંભ ઃ નાની ઉંમરથી જ તેઓશ્રીએ સમાજસેવા માટે ભેખ લીધો હતો. હાથમાં લીધેલું કોઈ પણ કાર્ય સ્વાશ્રયથી પૂરું કરવું અને બીજા સહયોગીઓને પણ તેમાં ઉદારતાથી સામેલ કરવાની તેમની અદ્ભુત કાર્યદક્ષતા તેમના સદ્ગુણો વિષે આપણને ઘણું ઘણું કહી જાય છે. શિક્ષણનો પ્રચાર, કુરિવાજોનું નિવારણ, મતભેદોને મિટાવીને સંપની સ્થાપના કરવી, વિવિધ સંસ્થાઓ તથા મંડળીઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને દરેક પ્રકારે મદદ કરવી, વાર્ષિકોત્સવો અને વિવિધ ધાર્મિક આયોજનોમાં હાજર રહી જૂની અને નવી બન્ને પેઢીઓને માર્ગદર્શન આપવું, ઇત્યાદિ વિવિધ કાર્યો દ્વારા સમસ્ત ભારતમાં તેમણે યશ મેળવ્યો હતો. તેમણે સ્થાપેલી મુખ્ય સંસ્થાઓનાં નામ નીચે પ્રમાણે છે : (૧) સ્યાદ્વાદ વિદ્યાલય, બનારસ. (૨) શ્રી ઋષભ બ્રહ્મચર્યાશ્રમ, હસ્તિનાપુર. (૩) જૈન શ્રાવિકાશ્રમ, મુંબઈ. ( ૪ ) જૈન બાળા આશ્રમ, આરા. (૫) શ્રી જૈન વ્યાપારિક વિદ્યાલય, દિલ્હી. ઉપરાંત તેઓશ્રીએ અનેક જૈન બોર્ડિંગો અને પાઠશાળાઓ સ્થાપી છે. તેઓશ્રીની આવી અનેક પ્રકારની સેવાઓને ધ્યાનમાં લઈને તા. ૨૮-૧૨૧૯૧૩ના રોજ બનારસમાં ડૉ. હર્મન જેકોબીના પ્રમુખપદે મળેલી વિશાળ સભાએ તેમને ‘જૈન ધર્મભૂષણ'ની સન્માનનીય પદવીથી વિભૂષિત કર્યા. બરૈયાએ પણ આ સભામાં તેમનું આદરયુક્ત સન્માન કર્યું હતું. પોતાના સમાચારપત્રમાં આ વિષે કોઈ માહિતી આપી નહોતી. નિ:સ્પૃહતા ! ગુરુ ગોપાલદાસજી આમ છતાં તેમણે કીર્તિ પ્રત્યેની કેવી આવાં વિવિધ પ્રશંસનીય સામાજિક કાર્યો કરવા છતાં તેમના વિરોધીઓએ તેમને અનેક પ્રકારે રંજાડયા હતા. તેમના ઉગ્ર સુધારાવાદી વિચારોથી જૂની પેઢી તો તેમનાથી ખૂબ જ છંછેડાઈ ગઈ હતી. ઉદારતા અને નિ:સ્પૃહતાથી શાસ્ત્રસમ્મત સુધારાઓ માટે જ તેઓએ પ્રયત્ન કર્યા હતા. તેથી તેમના વિરોધીઓને પાછળથી પોતાનાં દુષ્કૃત્યો માટે ગ્લાનિ થઈ હતી. અંતિમ દિવસો : ૬૨ વર્ષની ઉંમરે પહોંચતાં તેમને કંપવાનો રોગ લાગુ પડયો હતો. જો કે તેની ચિકિત્સા માટે મુંબઈ, દિલ્હી, રોહતક વગેરે અનેક સ્થળોએ પ્રયત્નો કરવામાં આવ્યા પણ તેમાં સફળતા મળી નહીં. કંપવાનો રોગ, પહેલાં માત્ર હાથમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મભૂષણ શ્રી શીતલપ્રસાદજી ૧૫૫ જ હતો પણ ધીમે ધીમે શરીરના બીજા ભાગોમાં પણ તે પ્રસરતો ગયો. આથી હરવાફરવામાં વધારે મુશ્કેલીનો અનુભવ થવા લાગ્યો. સેવાસુશ્રુષાની મુખ્ય જવાબદારી બાબુ અજિતપ્રસાદ વકીલે સ્વીકારી હતી. તેઓએ બ્રહ્મચારીજીને લખનૌના પોતાના અજિતાશ્રમમાં લાવીને રાખ્યા હતા. વધતા જતા રોગના પ્રભાવથી એક દિવસ તા. ૬–૧–૪૨ના રોજ તેઓ પડી ગયા અને કમરના નીચેના હાડકાનું (Hip Bone) ફેકચર થઈ ગયું. પછી તો દિવસે દિવસે તબિયત બગડતી જ ગઈ અને તા. ૧૦-૨-૪૨ના રોજ સવારે ૪-૦૦ વાગ્યે તેમણે શાંતિપૂર્વક દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ કર્યું. ઉપસંહાર : નાની ઉંમરમાં જ બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરીને શ્રી શીતલપ્રસાદજી સમાજસેવા અને ધર્મસેવામાં લાગી ગયા હતા. બાળકોના, યુવાનોના અને સ્ત્રીઓના વિકાસ માટે તેમણે અવિરત પ્રયત્ન કર્યો હતો. જેના પત્રો, જૈન કળા, જૈન સાહિત્ય, જૈન દર્શન અને જૈન ધર્મના શિક્ષણ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. પોતાના બધા સ્વાર્થને છોડીને ચાર દાયકાથી પણ વધારે સમય સુધી તેઓએ ભેખધારી, નિ:સ્પૃહ અને અધ્યાત્મપરાયણ જીવન વિતાવ્યું. એ જમાનામાં આવા સાધના-નિષ્ઠ અને સેવાનિષ્ઠ ધર્માત્મા મળવા ખરેખર દુર્લભ હતા, આમ છતાં ભારતીય સમાજની સામાન્ય ખાસિયતને અનુસરીને જૈન સમાજે પણ પોતાના આ “વર્તમાનકાળના સમંતભદ્રને ઓળખવામાં ઢીલ કરીને પોતાનું જ હિત ખોયું. આ કારણથી જ તેમના જીવનકાળ દરમ્યાન ધીમંતો-શ્રીમંતો અને સેવકોએ મળીને એક સુદઢ અને બૃહદ્ (સનાતન) જૈન સમાજ રચવાની અને તેમાં તેમનું માર્ગદર્શન મેળવવાની સોનેરી તક પ્રમાદ, કુસંપ અને દીર્ધદષ્ટિના અભાવને લીધે ખોઈ, જેથી વીસમી સદીના સ્વતંત્ર ભારતમાં જૈન ધર્મ અને જૈન સમાજના સર્વતોમુખી વિકાસને એક જબરદસ્ત ક્ષતિ પહોંચી છે. આ એક કડવી, ખેદજનક પણ સત્ય હકીકત છે. તેમની શતાબ્દી નિમિત્તે એલાચાર્ય શ્રી વિદ્યાનંદજીના સાનિધ્યમાં ઇંદોરમાં એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આશા રાખીએ કે આ સંમેલન સગત શ્રી બ્રહ્મચારીજીના વ્યક્તિત્વને અનુરૂપ કાંઈક નકકર અને રચનાત્મક કાર્ય કરીને તેમના ત્રણથી સમાજને કંઈક અંશે પણ મુક્ત કરશે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ભૂમિકા : વર્તમાન શતાબ્દીમાં જેમની ગણના બહુમુખી પ્રતિભાના ધારક અને બહુશ્રત વિદ્વાન તરીકે થઈ શકે એવા દષ્ટિવિહીન દ્રષ્ટા” પ્રજ્ઞાચક્ષુ આદરણીય પંડિત શ્રી સુખલાલજી સરસ્વતીના–સત સાહિત્યના સાચા ઉપાસક, એક ઉત્તમ વિચારક અને મહાન દર્શનશાસ્ત્રી હતા. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દીધું હતું. પંડિતજીની ગણના ભારતના સર્વોત્તમ સંસ્કૃત વિદ્વાનોમાં થાય છે. દેશપરદેશના હરકોઈ તેમને વિષે ગૌરવ લઈ શકે તેમ છે. આ હકીકત ખરે જ આશ્ચર્યકારક છે કે એક આજન્મ ચક્ષુવિહીન વ્યક્તિએ આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિએ “સન્મતિ નક જેવા ગ્રંથનું સંપાદન કર્યું, જેની પ્રત્યેક પંક્તિમાં અને પ્રત્યેક ટિપ્પણીમાં તેમના અગાધ પાંડિત્યની ઝલક મળી રહે છે. તેમના ઉદારમતવાદી વલણથી તેમના પ્રશંસકોમાં જૈનોની સાથે સાથે જૈનેતર સજજનોની સંખ્યા અધિક રહી છે, જે અત્યંત સ્વાભાવિક અને આનંદદાયી છે. જન્મ તથા બાળપણ: પંડિત સુખલાલજીનો જન્મ વિ. સં. ૧૯૩૭ના માગસર સુદ ૫, તદનુસાર ડિસેંબર ૧૮૮૦ ઈ. સ.માં થયો હતો. તેમનો જન્મ મોસાળ કોઢ(ધ્રાંગધ્રા ૧૫૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૧૫૭ પાસે)અથવા પિતૃભૂમિ લીમલીમાં થયાનું અનુમાન છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સ્ટેટનું આ ગામ હતું. વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિના ધાકડ (ધર્કટ) વંશમાં સંધવી સંઘજી તળશીના ઘેર પ્રથમ પત્ની મણિબહેનની કૂખે તેમનો જન્મ થયો હતો. પંડિતજીની ઉમર માત્ર ચાર વર્ષની હતી, ત્યારે જ તેમની માતા ગુજરી ગયાં. પંડિતજીનું બાળપણ લીમલીમાં જ વીત્યું હતું. માતાની અનુપસ્થિતિમાં દૂરના એક સગા, સાયલાનિવાસી મૂળજીકાકાએ તેમની સંભાળ લીધી હતી. જાતમહેનત, કહ્યાગરાપણું, રમતગમત અને સાહસપ્રિયતા તેમજ જિજ્ઞાસા અને બૌદ્ધિક ભૂખ જેવી સહજવૃત્તિઓ બાળપણથી જ તેમના જીવનમાં સક્રિય હતી. ગામડાના એક વણિક કુટુંબમાં આ પ્રકારની જાતમહેનત અપેક્ષિત ગણાય : વખારમાં ઘાસ ભરવું, અનાજની વખારોમાં અનાજ ભરવું, ગોળની કોઠીઓ ભરવી, ઘરનાં નળિયાં ચાળવાં વગેરે. આ અને આવાં બીજાં નાનાં-મોટાં કામો તેઓ બહુ હોંશથી કરતા. ગેડીદડો, ભમરડો ફેરવવો, ગંજીપો, ચોપાટ, કોડાં અને નવકાંકરી, હુતુતુ–કબડ્ડી અને દોડકૂદ વગેરે ગામડાની રમતોમાં તેમને સહજ રસ હતો. આ ઉપરાંત ઘોડેસવારીનો અને તરવાનો શોખ પણ તેમને હતો. નિશાળમાં હંમેશાં આગલી હરોળના વિદ્યાર્થી તરીકે તેમની નામના હતી. સ્કૂલના પાઠની પૂરી તૈયારીની સાથે સાથે ગામમાં આવતા ચારણભાઈઓ તથા જૈન સાધુસાધ્વીજીઓના ઉપદેશ સાંભળવામાં પણ તેઓ રસ લેતા. નાનપણથી જ તેમની પ્રકૃતિ પાપભીરુ હતી. તેથી સાધુઓ પાસેથી અવારનવાર વિવિધ પ્રતિજ્ઞા–નિયમો લેતા અને તેનું ચુસ્તપણે પાલન કરતા. સાધુઓ પાસેથી ધાર્મિક જ્ઞાન પણ તેઓ મેળવતા. ઈ. સ. ૧૯૧૯માં તેમના પિતાશ્રીનું અવસાન થયું. અંધાપાનો કાળયુગ : પંડિત સુખલાલજીએ ૧૭ વર્ષની ઉંમરે આંખ ગુમાવ્યાની નોંધ આપી છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ: “વિ. સં. ૧૯૫૩ નો ઉનાળો આવ્યો. હોળી પછી કયારેક હું ધંધામાં પલોટાવા વઢવાણ કેમ્પ(આજનું સુરેન્દ્રનગર)ની દુકાને ગયો. રૂના ધંધાને લગતાં જીન-પ્રેસનાં કામોમાં બીજા નોકરો સાથે હું કાંઈ ને કાંઈ કામ કરતો. એક વાર ખરા બપોરે શૌચ માટે જતો હતો, ત્યારે આંખે ઝાંખપનું ભાન થયું. બધું ધોળું ધોળું લાગે. આ ઉપરથી મને લાગ્યું કે આંખે ગરમી ચડી હશે. એક સાંજે કાકાએ મને ધોડાગાડીમાં ઘેર આવવા સાથે લીધો. ઘેર પહોંચ્યો ત્યારે એક ડોશીમાએ કહ્યું, “છોકરાને માતા નીકળશે.” સવારે દાણા દેખાયા. મારાં માતા લાંબાં ચાલ્યાં. આંખમાં માતાનું જોર અસાધારણ હતું. એક આંખ એટલી બધી ફૂલી કે તેનો સોજો નાકના ટેરવા સુધી પહોંચેલો અને અસહ્ય દરદને અંતે તેમાંથી ડોળો બહાર નીકળી ગયો. વૈદ્યો અને ડૉકટરો જોઈને છક થઈ ગયા. દવાથી કંઈ ફેર પડ્યો નહિ અને આંખ ગઈ તે ગઈ જ. બીજી આંખે દેખાતું નહિ અને સંપૂર્ણ રીતે માતા શમ્યાં પછી પણ દેખી શકવાની આશા મોળી પડી ગઈ. હવે અંધાપાનો કાળયુગ બેસી ગયો હતો.” Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો માનતાઓ કે બીજા પ્રયત્નો મિયા ફાંફાં રહ્યાં. આંખ ગઈ તે ગઈ અને સુખલાલજીના “અચાયુગ'નો પ્રારંભ થયો. આંખ ગયા પછીના તેમના નવા જ જન્મમાં જ્ઞાનેન્દ્રિયોમાંથી માત્ર વાણી, નાક અને કાન સ્વતંત્ર હતાં. બાકીનું બધું જ પરતંત્ર થઈ ગયું. જીવનની વાટ વસમી બની, કોઈ સમાધાનકારક માર્ગ સૂઝયો નહીં, છતાં પંડિતજીની જિજીવિષા અને જીવનશક્તિ વહારે ધાયાં. અથડામણો તથા મુશ્કેલીઓમાંથી માર્ગ શોધવાની પ્રવૃત્તિના ફળરૂપે અભ્યાસ શરૂ થયો. લીંબડીમાં સંસકૃત આદિનો અભ્યાસ: લીંબડીમાં નવો બંધાયેલો ઉપાશ્રય જ હવે તેમનું વિશેષ આશ્રયસ્થાન બન્યો. ત્યાં જ સામયિક લઈને બેસી જાય અને જે મોઢે હોય તે સ્તવન વગેરેનું પારાયણ કરે અને બીજાઓ પાસેથી નવું નવું સાંભળી યાદ કરી લે. આમ, તેમની ગૂંગળાતી શક્તિને ખોરાક મળી ગયો. ઉપાશ્રયમાં જે કોઈ સાધુસાધ્વીજીઓનો ચાતુર્માસ હોય તેમના સંપર્કમાં રહી વિવિધ સજઝાયો–સ્તવનો કંઠસ્થ કરવામાં તેઓ પોતાનો સમય પસાર કરવા લાગ્યા. વિ. સં. ૧૯૫૫માં દીપચંદજી મહારાજનો સંપર્ક થયો અને તેમની પાસેથી અનેક જૈન થોડાં શીખી લીધાં, જેમાં જેનધર્મના દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગનો સરળ ગુજરાતીમાં સંક્ષેપ કરવામાં આવ્યો છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગ આદિ સૂત્રો તથા ભક્તામરસ્તોત્ર, કલ્યાણમંદિરસ્તોત્ર વગેરે સ્તવનો પણ કંઠસ્થ કર્યા. સંસ્કૃત ભાષાની મધુરતાએ તેમનું તે પ્રત્યે આકર્ષણ વધાર્યું અને જ્યારે જાણ્યું કે સંસ્કૃત ભાષામાં તો વિશાળ સાહિત્યભંડાર ભર્યો પડ્યો છે અને જૈન આગમોની ટીકાઓ પણ સંસ્કૃતમાં જ છે, ત્યારે તેના અભ્યાસની તાલાવેલી જાગી અને જે કાંઈ સંસ્કૃતના નામે તેમની સામે આવે, એને સમજે કે ના સમજે પણ કંઠસ્થ તો કરી જ લે. વાચક તરીકે તેમના નાના ભાઈ છોટાલાલ અને બે મિત્રો, પોપટલાલ તથા એમના નાના ભાઈ ગુલાબચંદ–આ ત્રણેયે તેમને ઘણી મદદ કરી. વિ. સં. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધીમાં વિદ્યા અને અનેક પ્રકારનાં સાધુ-સાધ્વીસંન્યાસી–બાવા-ફકીરનો સહવાસ એ જ તેમનો એકમાત્ર આધાર બની રહ્યો. બાળપણમાં થયેલા સગપણનો પણ અંધાપો આવવાથી અને કન્યાના કુટુંબીજનોની અનિચ્છાથી વિચ્છેદ થયો એટલે પંડિતજી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા જ નહિ. - કાશી પ્રયાણ : વિ. સં. ૧૯૫૯-૬૦ ના ગાળામાં પંડિતજીને જાણવા મળ્યું કે આચાર્ય વિજયધર્મસૂરિએ કાશીમાં યશોવિજય જૈન પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલજી જ્યારે ત્યાં દાખલ થયા ત્યારે તે પાઠશાળામાં છ સાધુઓ ઉપરાંત ૨૫ શ્રાવક વિદ્યાર્થી હતા. રહેવા જમવાની ઉત્તમ સગવડ હતી. તેમના સાથીઓમાં વિજયેન્દ્રસૂરિ, ન્યાયવિજયજી, જયંતવિજયજી, પં. હરગોવિંદદાસ, પં. બેચરદાસ આદિ હતા. સુખલાલજી અન્ય વિદ્યાર્થીઓ કરતાં ઉંમરમાં મોટા હતા. એટલે પાઠશાળામાં તેમનો મોભો સારા એવા પ્રમાણમાં રહ્યો. ભણાવનાર પંડિતો તરીકે તે કાળના સુપ્રસિદ્ધ પંડિતો અંબાદત્ત શાસ્ત્રી અને હરનારાયણ તિવારી હતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી અભ્યાસની સાથે સાથે તેમનું અધ્યાપનકાર્ય પણ ચાલુ જ હતું. પ્રથમ બે વર્ષ તો ગુરુજી પાસે અધ્યયન કરી તેના પુનરાવર્તન અને મનનમાં તેમણે સમય વિતાવ્યો, પણ પછીનાં બે વર્ષોમાં શીખવા સિવાયનો સમય, મનન ઉપરાંત સાથી છાત્રોના અધ્યાપનમાં જતો. આમ ૧૯૬૦ના ચૈત્રથી ૧૯૬૪ ના વૈશાખ સુધીમાં વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકાર અને કોશનું ઠીક ઠીક જ્ઞાન સંપાદન કરી લીધું. નબળા વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરીને અને ભણવામાં બહુ રસ નહીં ધરાવના મિત્રો પાસે પાઠનું પારાયણ કરાવીને સુખલાલજી તે પાઠ યાદ કરી લેતા. જે યાદ થતું તેનું પોતે જ પારાયણ કરી પાઠ તાજો રાખતા. આમ કરીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ સિદ્ધહંમ વ્યાકરણની ગૃહવૃત્તિ ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીમાં પૂરી કરી. વિ. સં. ૧૯૬૩ માં તેમણે સમ્મેત શિખરજી તથા પાલિતાણાની યાત્રાઓ કરી. તે પ્રવાસોથી તેમને ઘણો લાભ થયો. ૧૫૯ વિ. સ. ૧૯૬૫નું ચોમાસું પાલનપુરમાં આચાર્યવિજયવલ્લભસૂરિના સાંનિધ્યમાં પસાર કર્યું. ત્યાં તેમણે સાધુઓને ભણાવવાનું કાર્ય કર્યું. ત્યાંથી આબુ–દેલવાડાની યાત્રા કરી પુન: કાશી આવ્યા. કાશી પહોંચીને સં. ૧૯૬૬ માં તેમણે ક્વીન્સ કૉલેજની સંપૂર્ણ ન્યાય મધ્યમા પરીક્ષા આપવાનું નક્કી કર્યું. પરીક્ષામાં યોગ્ય લેખક ન મળવાથી તેમની મૌખિક પરીક્ષા લેવામાં આવી. વિષયના નિષ્ણાત તજ્જ્ઞ પંડિતોએ પ્રશ્નો પૂછ્યા અને પંડિતજીએ ઉત્તરો આપ્યા. પરીક્ષાનું પરિણામ તો પ્રથમ શ્રેણીમાં આવ્યું જ, અનેક પંડિતોનો પરિચય પણ થયો. તે તેમને અભ્યાસમાં અતિ ઉપયોગી નીવડયો. વિ. સં. ૧૯૬૭માં ન્યાયના આચાર્યના પ્રથમ ખંડની અને પટણામાં મધ્યમાની એમ બે પરીક્ષાઓ આપી. સં. ૧૯૬૯ સુધીમાં ન્યાય—આચાર્યના ત્રણ ખંડો પૂરા કર્યા. ન્યાયના કઠણમાં કઠણ ગણાતા ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો. શ્રી હર્ષનું ખંડન—ખંડખાદ્ય, મધુસૂદન સરસ્વતીની અદ્વૈતસિદ્ધિ અને ચિત્સ્વરૂપાચાર્યની ચિત્સુખી જેવા કઠિનતમ ગ્રંથોને તેઓ સહજભાવે સમજી શકતા. અધ્યયનની બાબતમાં સંતોષજનક પ્રગતિ સાધીને પંડિતજીએ કાશી છોડયું. વિ. સં ૧૯૬૯ થી ૧૯૭૨ દરમ્યાન અનુક્રમે પાલનપુર, મહેસાણા, વડોદરામાં ચોમાસાં કર્યાં. શ્રીમાન હંસવિજયજી મહારાજ, આચાર્ય જિનવિજયજી, આચાર્ય લલિતવિજ્યજી, પં. ભગવાનદાસ, પં. હીરાચંદ, મુનિ પુણ્યવિજયજી વગેરેને તેમણે ભણાવ્યા. સં. ૧૯૭૩માં ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહી ત્યાંનો પણ અનુભવ મેળવ્યો. સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ : આજીવન સતત સાહિત્યોપાસનામાં નિષ્ઠા ધરાવનારા પંડિતજીએ ન્યાય, કર્મવાદ, જૈન સિદ્ધાંત, આચાર, યોગદર્શન, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિદ્યા, ઇતિહાસ ઇત્યાદિ વિષયો ઉપર ૩૦ થી પણ વધારે ગ્રંથોનું લેખન-સંપાદન કરેલું છે. આ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે, તેમના હિન્દી કે અંગ્રેજી અનુવાદોને દેશવિદેશના વિદ્રજજનો દ્વારા અધિકૃત ગણવામાં આવેલા છે. પંડિતજીએ સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ અનુવાદથી કર્યો. આ પ્રવૃત્તિમાં સર્વપ્રથમ તેમણે કર્મગ્રંથોના હિન્દી અનુવાદ કરી પ્રકાશિત કરાવ્યા. આજે પણ તેમના એ અનુવાદોની બરાબરી કરી શકે તેવા કોઈ અનુવાદો હિન્દી કે ગુજરાતીમાં થયા નથી. આજે તો તે ગ્રંથો જૈન Page #161 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સાહિત્યના અભ્યાસ કરનારાઓને માટે અનિવાર્ય જેવા બની ગયા છે. અનુવાદ એટલે માત્ર અનુવાદ જ નથી, પરંતુ વિવેચન ઉપરાંત અન્ય ગ્રંથોમાંથી જે તે વિષયની પુષ્ટિ માટે અનેક અવતરણો પણ આપવામાં આવ્યાં છે. વળી તુલનાત્મક ટિપ્પણોથી પણ એ અનુવાદો સમૃદ્ધ છે. તેમાં અનેક નકશાઓ તથા સૂચિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૬૦ ઈ. સ. ૧૯૨૦ ના પ્રારંભમાં તેમણે પોતાના જીવનની અમરકૃતિ ‘સન્મતિતક’નું સંપાદનકાર્ય શરૂ કર્યું. અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિરના આચાર્યપદે શ્રી જિનવિજયજી નિયુક્ત થયા એટલે તેમણે વિદ્ર-મંડળીનો સંગ્રહ શરૂ કર્યો અને પંડિતજીને પણ આગ્રહ કરીને બોલાવ્યા. તેઓ વિ. સં. ૧૯૭૮ માં વિદ્યાપીઠમાં જોડાયા અને પં. બેચરદાસજીના સહકારમાં સન્મતિતર્કની વાદમહાર્ણવ ટીકાનું સંપાદન કર્યું. આ સંપાદન ભારતીય દાર્શનિક સાહિત્યના સંપાદનના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વ સિદ્ધ થયું છે. પંડિતજીએ મૂળ ટીકા માટે ઉપલબ્ધ હતી તેવી ૨૪ હસ્તપ્રતો એકત્ર કરીને પ્રશિષ્ટ વાચના તૈયાર કરી. આટલેથી જ સંતોષ ન પામતાં જે જે વિષયની ચર્ચા મૂળ અને ટીકામાં આવી હોય તે તે વિષયની ચર્ચા અન્યત્ર જે જે મુદ્રિત–અમુદ્રિત, દાર્શનિક કે અન્ય ગ્રંથોમાં થઈ હોય, તેનો નિર્દેશ પણ મૂળ પાઠોના અવતરણ સાથે ટિપ્પણોમાં કર્યો. આમ તેમણે તૈયાર કરેલો ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓના વિશ્વકોશની ગરજ સારે એવો છે. તે માટે તેમણે જે જહેમત ઉઠાવી તે ખરેખર અસાધારણ હતી. ભારતીય વિદ્રગતમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું. આ ગ્રંથ જૈનદર્શનનો હોવા છતાં તેમાં બધા જ ભારતીય દાર્શનિક વિષયો ચર્ચાયા છે. તેથી તુલનાત્મક ટિપ્પણોનો અભ્યાસ કરનારને સમગ્ર ભારતીય દર્શનોની ગંભીર ચર્ચાઓ સહજમાં આ એક જ ગ્રંથમાં મળી જાય છે. હર્મન જેકોબી આદિ વિદેશી વિદ્વાનોએ પણ આ સંપાદનની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આ કામ સતત ચાલ્યું હતું અને તેમાં પંડિતજીનો નવ વર્ષ જેટલો સમય વીત્યો. એ ગ્રંથ પાંચ-પાંચ ભાગમાં અનેક પરિશિષ્ટો સાથે છપાયો છે અને છઠ્ઠા ભાગમાં વિસ્તૃત પ્રસ્તાવના, મૂળનો અનુવાદ અને ગુજરાતીમાં ભાવાર્થ છે. ઈ. સ. ૧૯૩૩ માં પંડિતજી બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. બનારસ યુનિવર્સિટીમાં જોડાતાં પહેલાં, વિદ્યાપીઠની રજાઓ દરમિયાન તેમણે અનેક સ્થળે થોડું થોડું લખેલું પુસ્તક “ તત્ત્વાર્થસૂત્ર વિવેચન’’ ઈ. સ. ૧૯૩૦માં છપાયું. આમાં સામાન્ય જૈન અને વિદ્ભજ્જન–બંને માટે ઉપયોગી શૈલીમાં મૂળ તત્ત્વાર્થસૂત્રનું વિવેચન છે. જૈન ધર્મ-દર્શન માટેના પાઠયપુસ્તક જેવો આ પ્રશિષ્ઠ ગ્રંથ અત્યંત લોકપ્રિય થયો છે. બનારસ યુનિવર્સિટીમાં ૧૯૩૩ થી ૧૯૪૪ સુધીનાં વર્ષો તેમણે અધ્યાપન ઉપરાંત સ્વાધ્યાયમાં પસાર કર્યાં હતાં. આમ છતાં તેમની મુખ્ય પ્રવૃત્તિ તો સાહિત્યસર્જનની જ રહી હતી. અધ્યાપન હોય કે અધ્યયન, પણ તેનો પરિપાક સાહિત્યસર્જનમાં થવો Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૧૬૧ જોઈએ, એ ધ્યેય સામે રાખીને એ બનારસમાં રહ્યા. આચાર્ય હેમચંદ્રની કૃતિ “પ્રમાણમીમાંસા'નું સંપાદન તેમણે પં. મહેન્દ્રકુમાર તથા પં. દલસુખભાઈના સહકારથી કર્યું અને ઈ. સ. ૧૯૩૯ માં તેનું પ્રકાશન થયું. એનાં ટિપ્પણો અને પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર પણ થયું છે તે “Advanced Studies in Indian Logic and Metaphysics” નામથી ઈ. સ. ૧૯૬૧માં પ્રસિદ્ધ થયું છે. આ પછી તેમાગે યશોવિજયજી કૃત “જેન તર્કભાષા”નું સંપાદન હાથ ધર્યું અને ટિપ્પણો તથા પ્રસ્તાવના સાથે તેને પ્રસિદ્ધ કર્યું. પછી “જ્ઞાનબિંદુ ભારતીય દર્શન) જ્ઞાનમીમાંસાનું નિરૂપણ કરતી વિસ્તૃત પ્રસ્તાવના અને ટિપ્પણી સાથે તૈયાર કર્યું, જે ઈ. સ. ૧૯૪રમાં પ્રકાશિત થયું. ચાર્વાકદર્શનનો એકમાત્ર ગ્રંથ “તત્ત્વોપપ્લવસિહ” (ઈ. સ. ૧૯૪૦માં) અને બૌદ્ધદર્શનનો ધર્મકીર્તિકૃત હેતુબિન્દુ' નામક ગ્રંથ ટીકા સાથે (ઈ. સ. ૧૯૪૯માં) ગાયકવાડ સીરીઝમાં મુદ્રિત થયાં. આ બન્ને ગ્રંથોના પ્રકાશનથી દેશવિદેશના વિદ્વાનોમાં પંડિતજીની પ્રસિદ્ધિ થઈ. બનારસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાધાકૃષ્ણનનો આગ્રહ છતાં ઈ. સ. ૧૯૪૪માં તેઓ નિવૃત્ત થયા અને મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં આચાર્ય જિનવિજયજી સાથે રહ્યા, પણ મુંબઈમાં તેમને બહુ ફાવ્યું નહીં. એટલે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા સંચાલિત શેઠ ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે સ્થાયી થયા. અમદાવાદનું “સરિતકુંજ' અનેક વર્ષો સુધી તેમનું નિવાસસ્થાન રહ્યું. તે વેચાઈ જતાં આચાર્ય જિનવિજયજીના “અનેકાંત વિહારમાં આવી રહ્યા. આ બન્ને સ્થળો પંડિતજીના નિવાસને કારણે વિદ્વાનો, સસેવાસંધના કાર્યકરો અને બીજાઓ માટે તીર્થધામ બની ગયાં. પં. સુખલાલજીએ બનારસના અધ્યાપનકાર્યમાંથી નિવૃત્તિ તો લીધી પણ તેમની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ બંધ થઈ નહીં. મ. સ. યુનિ.માં સયાજીરાવ નેરેરિયમ લેકચર્સ આપવાનું આમંત્રણ મળતાં ઈ. સ. ૧૯૫૭ માં જીવ, જગત અને ઈશ્વર એ ત્રણે વિષયને આવરી લેતાં વ્યાખ્યાનો ગુજરાતીમાં આપ્યાં. “ભારતીય તત્ત્વવિદ્યા” નામે તે અનુક્રમે ૧૯૫૮ અને ૧૯૬૦ માં ગુજરાતી અને હિન્દીમાં પ્રસિદ્ધ થયાં છે. તેનું અંગ્રેજી ભાષાંતર પણ લા. દ. વિદ્યામંદિરે (Indian Philosophy' (૧૯૭૭) નામે પ્રકાશિત કર્યું છે. ગુજરાત વિદ્યાસભામાં આત્મા–પરમાત્મા અને સાધનાના વિષયો લઈને જે વ્યાખ્યાનો આપ્યાં તે “અધ્યાત્મવિચારણા' નામે હિન્દી અને ગુજરાતીમાં (૧૯૫૬) પ્રકાશિત થયાં છે. મુંબઈ યુનિ.ના આમંત્રણથી આચાર્ય હરિભદ્ર વિષે જે વ્યાખ્યાનો આપ્યાં ને “સમદર્શી–આચાર્ય હરિભદ્ર' નામે ગુજરાતી અને હિન્દી (૧૯૬૬) ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. પંડિતજીએ ઉપર જણાવેલા સાહિત્યસર્જન ઉપરાંત બીજા નાનામોટા અનેક ગ્રંથોનું સંપાદન-લેખન કર્યું છે. તેમના સમગ્ર સાહિત્યનું અવલોકન કરતાં જણાશે કે તેમણે જીવનમાં જરાય પ્રમાદ સેવ્યો નથી. આંખે ન દેખવા છતાં આટલું વિપુલ સાહિત્યસર્જન તેઓ કરી શક્યા તે તેમની અપૂર્વ વિદ્યાનિષ્ઠા અને સતત પરિશ્રમને ૬ | અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આભારી છે. તેમના છૂટાછવાયા લેખોનો સંગ્રહ “દર્શન અને ચિંતન' નામ છપાયો છે. આ સંગ્રહમાં તેમનું દાર્શનિક તત્ત્વચિંતન, રાષ્ટ્રીય વિચારણા, સામાજિક સમસ્યાઓ વિષેનું ચિંતન, સમાજસુધારણા વિષેના ક્રાંતિકારી લેખો, ત્યાખ્યાનો અને ધાર્મિક વિષયનું તટસ્થ ચિંતન, તેનું તાત્ત્વિક-વ્યાવહારિક પૃથક્કરણ વગેરે સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. જીવનદૃષ્ટિ : પંડિતજી આટલું બધું સાહિત્યસર્જન કરી શકયા તેમાં તેમની જીવનદષ્ટિએ મુખ્ય ભાગ ભજવ્યો છે. જીવનની પોતાની જરૂરિયાતો અલ્પતમ રાખીને સહાયકો-પરિચારકોને તેમણે પૂરતી સગવડ આપી છે. બીજાની સેવા જેટલી અનિવાર્ય હોય તેટલી જ લેવી અને બને તેટલા સ્વાશ્રયી રહેવું એવો તેમનો સિદ્ધાંત હતો. અનેક લોકો તેમને આર્થિક સહાય કરવા તૈયાર થતા પણ પોતાની કમાણી ઉપર જ આધાર રાખવાનું તેમણે ઉચિત માન્યું હતું. વસ્ત્રોમાં બે જોડથી વધારે નહિ, પથારી અને ઓઢવાના પાથરણા સિવાય કશો પરિગ્રહ નહિ. જીવનમાં સાદાઈ અને સ્વચ્છતાનો તેમનો આગ્રહ ઉત્તમ કોટિનો હતો. તેમણે કદી ઘરનું ઘર બાંધ્યું નથી અને બીજો નિરર્થક પરિગ્રહ વધાર્યો નથી. તેમના સ્વાશ્રયી સ્વભાવના કારણે જ તેઓ વિવેકથી પણ દેઢપણ પોતાને જે કાંઈ સારું લાગે તે કહી શકતા. ઘણી વાર કટુ સત્ય કહેવાને કારણે તેઓ જૈન સમાજમાં નિદાને પાત્ર પણ થયા. પરંતુ તેની પરવા તેમણે કદી કરી નથી. પંડિતજીને “વિદ્વાન સર્વત્ર પૂજ્યતે” એ યુક્તિનું જીવતું જાગતું ઉદાહરણ ગણી શકાય. પંડિતજી જ્યાં જ્યાં રહ્યા ત્યાં ત્યાં તેમને અતિશય આદર મળ્યો છે. આવી પરિનિષ્ઠિત વિદ્વત્તાનું સન્માન થાય તેમાં કાંઈ આશ્ચર્ય પણ નથી. તેમને ઈ. સ. ૧૯૪૭માં “વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્ર” અર્પણ થયો. ઈ. સ. ૧૯૫૭ માં ગુજરાત યુનિ., ઈ. સ. ૧૯૬૭માં સરદાર પટેલ યુનિ. અને ૧૯૭૩ માં સૌરાષ્ટ્ર યુનિ. એ D.Litt: ની પદવીથી નવાજ્યા. ૧૯૭૪ માં ભારત સરકારે “પદ્મભૂષણ'ની ઉપાધિથી સત્કાર્યા અને તે પૂર્વે ઈ. સ. ૧૯૬૧ થી ભારત સરકારે સંસ્કૃત માટેનું “સર્ટિફિકેટ ઑફ ઑનર આપી પેશન બાંધી આપ્યું હતું. ઈ. સ. ૧૯૫૯માં દિલહીની સાહિત્ય અકાદમીએ દર્શન અને ચિતન’ માટે રૂ. ૫૦૦૦ નું પારિતોષિક આપ્યું. મુંબઈ સરકારે પણ તે ગ્રંથ માટે પારિતોષિક આપ્યું. અખિલ ભારતીય ધોરણે તેમના પ્રશંસકોએ રચેલી પંડિત શ્રી સુખલાલજી સન્માન સમિતિએ ૧૯૫૭ માં મુંબઈમાં ડૉકટર રાધાકૃષ્ણનના પ્રમુખપદે પંડિતજીનું બહુમાન કર્યું હતું અને તેમને ૭૦ હજારની થેલી અર્પણ કરવામાં આવી હતી. પંડિતજીએ તે રકમનું “જ્ઞાનોદય ટ્રસ્ટ રચી ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે તે રકમ વપરાય એવું નક્કી કર્યું. ઈ. સ. ૧૯૭૫ માં બિહારના નવનાલંદા વિહારે તેમને “વિદ્યાવારિધિ'ની પદવી આપી. પંડિતજીની પ્રેરણા અને સલાહથી જ બનારસની પાર્શ્વનાથ શોધસંસ્થાન અને અમદાવાદની લા. દ. પ્રાપ્ય વિદ્યામંદિરની સ્થાપના થઈ. પંડિતજીની કાર્યપદ્ધતિઃ પંડિતજી સર્વપ્રથમ તો જે વિષે લખવું હોય તેની યથાસંભવ પૂરેપૂરી માહિતી એકત્ર કરાવી લેતા અને ત્યારબાદ એકાંત સ્થાનમાં આહારની Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ૧૬૩ માત્રા અલ્પ કરીને એકધારું લખાણ કરાવતા. પ્રથમ બધો જ સંદર્ભ મનમાં ગોઠવી લીધો હોય, તેથી લખાણ વખતે વિચાર માટે સમય આપ્યા વિના એકધારું લખાણ કરાવે. કુદરતી હાજત અને આહારના સમયને બાદ કરતાં નિયમિતપણે લેખન ચાલુ રહેતું. તેમનાં લખાણોમાં તેમની ચર્મચક્ષુવિહીનતા દૃષ્ટિગોચર થતી નથી પણ પગલે પગલે તેમની પ્રશા, વિદ્વત્તા અને બહુશ્રુતતા દૃષ્ટિગોચર થાય છે. ઉપસંહાર : જીવનોપદેશ : પંડિતજીના જીવનમાં અપ્રમાદ અને આત્મનિર્ભરતા અખલિતપણે રહેલાં દેખાય છે. જે કોઈ વિદ્યાક્ષેત્રનો સંસર્ગ થયો તે ક્ષેત્રમાં તેમણે પોતાનું પ્રદાન કર્યું છે. એ પ્રદાનમાં અંધશ્રદ્ધાનું ઉમૂલન અને તર્કશુદ્ધ શ્રદ્ધાનું પરિસ્થાપન મુખ્ય હોય છે. તેમના બહુશ્નનપણાનો લાભ સાહિત્યરચના દ્વારા જગતને મળ્યો છે. રાજકારણ તથા સામાજિક વિચારણામાં તેમણે ગાંધીજીની વિચારધારાનું અનુસરણ કર્યું છે, ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં પણ ગાંધીજી અને મહાવીરના અનેકાંતવાદ-સમન્વયવાદનું અનુસરણ કરવામાં તેમણે પોતાની બહુમુખી પ્રતિભાનો સુંદર ઉપયોગ ર્યો છે. તેમનાં લખાણોમાં સર્વત્ર તુલનાત્મક અને સમન્વયયુક્ત દેષ્ટિ અનુસૂત છે જે તેમના અપૂર્વ પુરુષાર્થની દ્યોતક છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ધર્મોનો તુલનાત્મક અભ્યાસ ગુજરાતમાં કરનાર તો પંડિતજી જ પ્રથમ વ્યક્તિ છે. મધુકરની જેમ તેમણે બધા ધર્મોનું સારતત્ત્વ પચાવવાનો પ્રયત્ન કર્યો; તે માત્ર લેખનમાં જ નહીં પણ જીવનમાં પણ. આથી જ તેમના લખાણમાં ધમનું તટસ્થ દર્શન છતું થાય છે. ધર્મની પંડિતજીએ કરેલી વ્યાખ્યા આ પ્રમાણે છે : “જીવનમાંથી મેલ અને નબળાઈ દૂર કરવી અને તેના સ્થાને સર્વાગી સ્વચ્છતા તેમજ સામંજસ્યપૂર્ણ બળ આણવું એ જીવનની સાચી સંસ્કૃતિ છે. આ જ વસ્તુ પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં ધર્મને નામે પ્રસિદ્ધ છે.” સાદાઈ અને સંતોષસ્વાશ્રય અને સ્વાધીનતા, સત્કાર્ય-નિષ્ઠાનું સાતત્ય, શ્રદ્ધા કરતાં પણ સુયુક્તિનો વિશેષ આશ્રય, મતમતાંતરને બદલે સત્યાનુસારીપણાનો અભિગમ અને જીવનના અંતિમ શ્વાસ સુધી નિ:સ્પૃહપણે મા સરસ્વતીની સેવામાં સમર્પણ, આવી આવી અનેક વિશેષતાઓથી વિભૂષિત આ પંડિતજીનું જીવન સૌ વિદ્યાપ્રેમી અને વિદ્યા-ઉપાસકોને માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. જીવનના પ્રારંભિક કાળમાં જ આખોરૂપી રત્નો ગુમાવવા જેવી મોટી અડચણ ઉપસ્થિત થવા છતાં જેમણે હૈયં જ પલાયન” ને પોતાનો જીવનમંત્ર બનાવી, પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો, તેવા પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી સાચે જ આ શતાબ્દીના એક પ્રથમ પંક્તિના વિદ્વાન હતા. ઉત્તરાવસ્થાનાં વર્ષો : પંડિત સુખલાલજી લગભગ ૧૯૬૦ સુધી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને વિવિધ સ્થાનોએ પોતાના જ્ઞાનનો લાભ આપતા રહ્યા. પરંતુ એક મોટું ઑપરેશન (શસ્ત્રક્રિયા) થયા પછી તેમણે પોતાની પ્રવૃત્તિઓ સંકેલવા માંડી હતી. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જો કે થોડા જ સમયમાં શરીરસ્વાથ્ય તો સારું થઈ ગયું. પરંતુ હવે તેઓ ગહન ચિતનમાં ઊતરી જાણે અંતર્મુખી થવા ઇચ્છતા હતા. આ સમય લગભગ તેમની ૭૫ વર્ષની વયનો હશે ત્યાર પછી તો તેઓની આયુસ્થિતિ લગભગ ૨૨ વર્ષ સુધીની રહી. છતાં તેમની શ્રવણશક્તિ, વિચારશક્તિ, પોતાની અભિવ્યક્તિ અને બેસવા-ઊઠવાની સ્કૃર્તિ તો યુવાની જેવી જ હતી. હવે તેમણે બહાર જવા-આવવાની પ્રવૃત્તિઓ લગભગ છોડી દીધી હતી. મુલાકાતો પણ નહિવત્ આપતા હતા. લેખનકાર્ય પણ અતિ અલ્પ પ્રમાણમાં થતું. તેઓ વિવિધ વિષયોનું કેવળ શ્રવણ કરતા. પરંતુ તે પણ લગભગ છેલ્લાં સાતેક વર્ષથી આવશ્યકતા પૂરતું જ. આમ, છેવટનાં સાતેક વર્ષો તેમણે તદ્દન નિવૃત્તિમાં જ ગાળ્યાં. આહારમાં તો લગભગ છેલ્લાં વીસેક વર્ષથી ઘણી અલ્પમાત્રા રાખી હતી. જો કે તેમણે ૩૦૩૫ વર્ષથી તો ફરસાણ, મીઠાઈ કે કઠોળ ગ્રહણ કર્યા જ નહોતાં. ફળ અમુક જ જાતનાં લેતા. ભારે ખોરાક તો બિલકુલ ન લેતા. છેલ્લાં દસ વર્ષ તો લગભગ પ્રવાહી પર જ રહ્યા. શરીરમાં કોઈ ખાસ રોગનો ઉપદ્રવ નહોતો. એક પ્રોસ્ટેટ લૅન્ડના ઑપરેશન પછી તેની તકલીફ અવારનવાર થઈ આવતી. તે સિવાય બ્લડપ્રેશર, મધુપ્રમેહ, હૃદયરોગ જેવું કોઈ દર્દ તેમને નહોતું. ડૉકટરો સઘન ખોરાક લેવાની સલાહ આપતા પણ તેમણે ફક્ત અલ્પ માત્રામાં પ્રવાહી ખોરાક જ લેવાનું રાખ્યું હતું. ઉંમર સાથે નબળાઈ વધી જતાં અને પેશાબની તકલીફ અવારનવાર થવા છતાં મૃત્યુકાળના પંદરેક દિવસ પહેલાં પોતાની જાતે જ ઝાડા-પેશાબ માટે ઊભા થઈને જઈ શકતા હતા. પેશાબની તકલીફ વધી જતાં તેમને સ્વજનોએ વા. સા. હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તા. ૨-૩-૧૯૭૮ના રોજ તેમનો દેહવિલય થયો હતો. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સંપાદકરત્ન પંડિત શ્રી નાથૂરામ પ્રેમી બાલ્યકાળ અને પ્રારંભિક જીવન : સાહિત્યસેવા અને સૌજન્યનીમૂર્તિ સમા પંડિત નાથૂરામજીનો જન્મ ઈ. સ. ૧૮૮૧માં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના દેવરી ગામે એક તદ્દન સામાન્ય પરિવારમાં થયો હતો. તેઓ જે પરિવારમાં જન્મ્યા હતા તે પરિવાર-વાણિયા (પોરવાડ) તરીકે ઓળખાતો. મૂળ મેવાડમાંથી આવાં સેંકડો પરિવારો બુંદેલખંડ(મ. પ્ર.)માં આવીને વસ્યાં હતાં. નાનપણમાં ઘોડા ઉપર બેસીને તેમના વડવાઓ ગોળ, મીઠું વગેરે આજુબાજુનાં ગામડાંમાં વેચતા અને સાંજ પડ્યે માંડ માંડ ચાર પૈસા જેટલું કમાતા. આ સંજોગોમાં નાથૂજી સ્થાનિક ગામઠી શાળામાં ભણ્યા. ભણવામાં તેઓ કુશાગ્ર બુદ્ધિના હતા. હંમેશાં પહેલો—બીજો નંબર રાખતા અને તેથી શિક્ષકોના ખાસ કૃપાપાત્ર બની રહેતા. ટ્રેનિગની પરીક્ષામાં પણ સારા ગુણો મેળવીને પાસ થયા, એટલે તુરત જ શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. શરૂઆતમાં મહિને દોઢ રૂપિયો અને પછી મહિને છ રૂપિયાનો પગાર મળતો. આ સમય દરમિયાન કરકસરથી જીવવાની જે ટેવ તેમને પડી ગઈ તે જીવનપર્યંત ટકી રહી. સાદાઈ અને નિર્વ્યસની જીવનથી જે બચત થઈ તે સાહિત્ય-પ્રકાશન અને અન્ય સેવા–પરોપકારનાં કાર્યોમાં ખર્ચવામાં આવી. ૧૬૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કાવ્ય-સાહિત્યપ્રેમ : પંડિતજીએ શિક્ષકની નોકરી લગભગ બે વર્ષ સુધી કરી. તે અરસામાં શાયર અમીરઅલીનો પરિચય થતાં તેમને કવિતા બનાવવાનો શોખ જાગ્યો. તેમની કવિતાઓ “કાવ્યસુધાકર”, “રસિક મિત્રા” વગેરે સ્થાનિક સામયિકોમાં છપાવા લાગી. આ કવિતાઓ તેમણે “પ્રેમી” ઉપનામથી લખી હતી. તેઓ કવિતાઓ લખવા ઉપરાંત બીજા કવિઓની કવિતાઓનું સંશોધન પણ કરતા. આમ, લેખકોકવિઓનો સમાગમ વધતાં તેમનામાં પોતાનું જ્ઞાન વધારવાની અભિલાષા જાગી. આ સમય દરમિયાન તેમની નાગપુર બદલી થઈ, પરંતુ તેમની તબિયત બગડી જવાથી પાછા પોતાના વતનમાં આવી ગયા. મુંબઈ ભણી : પ્રેમીજીના જીવનનો આ એક ઐતિહાસિક પ્રસંગ હતો. મુંબઈ પ્રાંતિક જૈન સભા તરફથી એક ક્લાર્કની જગ્યા માટે છાપામાં જાહેરખબર આપવામાં આવી હતી. તે તેમના વાંચવામાં આવી. તેમણે પોતાના હસ્તાક્ષરોમાં લખેલી અરજીનો, થોડા જ દિવસોમાં હકારાત્મક જવાબ આવી ગયો. જો કે મુંબઈ જવા માટે તેમની પાસે રેલવે-ટિકિટ વગેરેના પૈસા નહોતા, પણ તેમના સ્નેહી શેઠ ખૂબચંદજીએ વ્યવસ્થા કરીને તેમને દસ રૂપિયા ઉધાર આપ્યા. આમ ઈ. સ. ૧૯૦૧માં તેઓ મુંબઈ મુકામે કુલાર્કની નોકરીમાં જોડાઈ ગયા. અહીં તેમને છ-સાત કલાકના કામમાં પત્રવ્યવહાર કરવો પડતો. કંશ સંભાળવી પડતી અને “જૈન મિત્ર'' નામના માસિક પત્રનું સંપાદન અને પોસ્ટિંગ કરવું પડતું. પોતાનું કામકાજ પતાવીને તેઓ સંસ્કૃત, મરાઠી, ગુજરાતી અને બંગાળી શીખતા. એક વાર શેઠ અચાનક તેમના હિસાબની અને રોકડની તપાસ કરવા આવ્યા. તેમણે ચોપડો અને રોકડ બંને બરાબર બતાવી દીધાં પણ શેઠને કહી દીધું કે હવે તમને મારામાં વિશ્વાસ રહ્યો નથી, તેથી હું નોકરી કરી શકું નહીં. ઘણી સમજાવટ છતાં તેમણે નોકરી પાછી સ્વીકારી નહીં, માત્ર “જૈન મિત્ર'નું કામકાજ ચાલુ રાખ્યું. મુંબઈના રહેઠાણ દરમિયાન શ્રી પન્નાલાલજી બાકલીવાલ નામના એક મહાન સાહિત્યપ્રેમીનો તેમને પરિચય થયો. બાકલીવાલજીએ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ગ્રહણ કરીને સેવાવ્રત સ્વીકાર્યું હતું. તેઓ અહીંના સમાજમાં “ગુરુજી'ના નામથી ઓળખાતા. ભારતના તે સમયના ઉત્તમ જૈન વિદ્વાનોમાં તેમની ગણતરી થતી. તેમનાં ચરિત્ર, નિ:સ્પૃહતા અને સેવા–સમર્પણના ભાવની પ્રેમીજી ઉપર અમીટ છાપ પડી. તેમની પાસેથી પ્રેમીજી બંગાળી ભાષા શીખ્યા. પન્નાલાલજી પણ આ યુવાનની યોગ્યતા અને કાર્યદક્ષતાથી પ્રભાવિત થયા. તેમણે પ્રેમીજીને “જેન–હિતૈષી”, “જેન-ગ્રંથ-રત્નાકર” તેમજ પોતાની માલિકીના કાર્યાલયનું કામકાજ અને તેની બધી જવાબદારી ધીમે ધીમે સંપૂર્ણપણે સોંપી દીધી. જેન-હિતેષી તથા નવા નવા ગ્રંથોના સંશોધન, સંપાદન અને પ્રકાશનના કામમાં પ્રેમીજીને પ્રારંભમાં શ્રી બાલીવાલના ભત્રીજા છગનમલજીનો ઘણો સહયોગ અને સહકાર પ્રાપ્ત થયો. પ્રેમીજીના સંપાદકકાળમાં જેન-હિતેવીએ અખિલ ભારતીય સ્તરના એક ઉત્તમ પત્ર તરીકેની પ્રતિભા ઉપસાવી. Page #168 -------------------------------------------------------------------------- ________________ સંપાદકરત્ન પંડિત શ્રી નાથુરામ પ્રેમી ૧૬૭ શેઠ માણિકચંદ જે. પી.નો સહયોગ : આ તબક્કે શ્રી પ્રેમીજીને તેમની સંપાદન-પ્રકાશન પ્રવૃત્તિને વેગ આપનાર અને તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરનાર આ ઉદારચેતા દાનવીરનો સમાગમ થયો. શેઠજીએ જેને સમાજની બહુમુખી સેવાઓ કરી છે. જૈનવિદ્યા, પ્રાચીન શાસ્ત્રો, જૈનતીર્થો અને જૈન વિદ્યાર્થીઓના સર્વતોમુખી વિકાસ માટે એમણે અનેક પ્રકારનાં પ્રોત્સાહનો અને આર્થિક સહયોગ આપ્યાં છે તેમજ કાર્યકરો અને વિદ્વાનોનું નિર્માણ કર્યું છે. શ્રી પ્રેમીજીની અનેક પ્રકાશનોની ૩૦૦-૪૦૦ પ્રતો તેઓ પોણી કિંમતે ખરીદી લેતા અને વિદ્વાનો, સંસ્થાઓ, જિનમંદિરોને મોકલી આપતા. તેમણે પોતાની લગભગ સમસ્ત સંપત્તિનું દાન કરી દીધું હતું અને તેથી જ તેમના સ્વર્ગારોહણ બાદ પ્રેમીજીએ “માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાળા”ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અનેક ઉચ્ચ કોટિના અધિકૃત અને સુંદર ગ્રંથો અપ મૂલ્યમાં સમાજને ઉપલબ્ધ થયા. થોડાં વર્ષો પહેલાં આ સંસ્થાનું “જ્ઞાનપીઠ”માં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ : શ્રી પ્રેમીજીએ આ સંસ્થાની સ્થાપના ૨૪ મી સપ્ટેમ્બર, ૧૯૧૨ના રોજ કરી હતી. વારંવાર બદલાતી નોકરીની પરતંત્રતાથી છૂટીને કાયમ માટે સ્વતંત્રપણે આજીવિકાનું ન્યાયપૂર્ણ સાધન બને તેમજ સાથે સાથે હિંદી ભાષાનો અને સાહિત્યનો સુચારુ રૂપથી પ્રચાર-પ્રસાર કરવાનું સૌભાગ્ય પણ પોતાને પ્રાપ્ત થાય તે હેતુથી અને શુદ્ધ બુદ્ધિથી આરંભેલા રાષ્ટ્રભાષા પ્રચારના આ સકાર્યમાં તેમને અભૂતપૂર્વ સિદ્ધિ મળતાં તેઓ ભારતના સમસ્ત હિંદી-પ્રેમી સમાજના અત્યંત પ્રીતિપાત્ર બની ગયા. તેમના અભિનંદન ગ્રંથનું અવલોકન કરવાથી આ હકીકતનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. આ સંસ્થા પ્રારંભ કરતાં પહેલાં તેમણે સંપાદન, સંશોધન, પ્રકાશન વગેરેનો બહોળો અનુભવ જૈનમિત્ર, જૈન-હિતૈષી તેમજ અનેક જૈન ગ્રંથોના સંપાદન દ્વારા ખૂબ સારી રીતે પ્રાપ્ત કરી લીધો હતો. હિંદી, સંસ્કૃત, બંગાળી, મરાઠી, ગુજરાતી અને પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓ ઉપર પણ તેમણે સારું પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું હતું. પશ્ચિમ ભારતમાં હિંદી ભાષાની આ પ્રથમ જ એક એવી મૌલિક ગ્રંથમાળા હતી, જેનો ઉદ્દેશ હિંદી ભાષાનાં ઉચ્ચસ્તરીય પુસ્તકોને કિફાયત ભાવે ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ગ્રંથમાળાના વિકાસ માટે પ્રેમીજીએ પોતાનું તન-મન-ધન સર્વસ્વ કુરબાન કર્યું. તેમના કુટુંબના સભ્યોને પણ પંડિતજીની આ ગ્રંથમાળા પ્રત્યેની લગની, એકત્વ અને તલ્લીનતા ઘણી વાર ખટકતાં. તેમનાં ધર્મપત્નીનો ૧૯૩૨માં અને એકના એક પુત્ર હેમચંદ્રનો ૧૯૪રમાં સ્વર્ગવાસ થવા છતાં પણ પંડિતજી હંમેશાં પોતાના કાર્યમાં જ ડૂબેલા રહેતા. આ સંસ્થા દ્વારા ઉચ્ચ નામના, સફળતા અને પ્રથમ પંક્તિની સાહિત્યસેવા કરવાનો લાભ પ્રાપ્ત થઈ શક્યો તેમાં પ્રેમીજીના અદમ્ય ઉત્સાહ અને સતત પરિશ્રમે મુખ્ય ભાગ ભજવ્યો. ઉપરાંત, નીચેના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરવાનો સંસ્થાના પ્રયોજકોનો નિરધાર પણ તેની સફળતાની મુખ્ય આધારશિલા બન્યો : Page #169 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ( ૧ ) પ્રકાશન માટે ઉત્તમ લોકોપયોગી ગ્રંથો જ સ્વીકારવા. (૨) ગ્રંથોનું સંશોધન અને સંપાદન સૂક્ષ્મતાપૂર્વક કરવું. (૩) આકર્ષક, કલાત્મક અને સુંદર છાપકામ કરવું. (૪) લેખકો અને અન્ય પ્રકાશકો સાથે પૂર્ણ સદ્ભાવનાયુક્ત વ્યવહાર રાખવો, તેમને ગ્રાહક કે હરીફ તરીકે ન ગણવા, પણ આમીય માનવા. ૧૬૮ આ કારણથી જ આચાર્યે મહાવીરપ્રસાદ દ્રિવેદીની પ્રસિદ્ધ કૃતિ ‘“સ્વાધીનતા’’ અને ત્યાર પછી પ્રેમચંદંજી, જૈનેન્દ્રજી, ચતુરસેન શાસ્ત્રી અને સુદર્શનજી જેવા હિંદીના ઉચ્ચ કક્ષાના લેખકોની કૃતિઓ આ સંસ્થાને પ્રકાશન માટે મળી રહેતી. લેખકના હક્કો પૂરા થઈ ગયા પછી પણ કોઈ આકસ્મિક કારણસર તેને જરૂર પડયે આર્થિક સહયોગ આપવાની એમની નીતિ હતી. આથી આ સંસ્થા દ્વારા પ્રકાશિત ગ્રંથો તરત જ ખપી જતા અને આલોચકો ઉપર ખાસ આધાર રાખવો પડતો નહીં. આમ અનેક ગ્રંથોના પ્રકાશનના પ્રશંસનીય કાર્ય ઉપરાંત તેમણે સ્વતંત્રપણે ઇતિહાસ અને સાહિત્યથી સંબંધિત લેખો પણ લખ્યા. આ તેમનું એક મહાન અને મૌલિક કાર્ય બની રહ્યું. ‘જૈન સાહિત્યનો ઇતિહાસ' : આ મહાન ઐતિહાસિક ગ્રંથમાં તેઓએ ન્યાય, દર્શન, અધ્યાત્મ, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, અલંકાર, ભાષા, કર્મસિદ્ધાંત ઇત્યાદિ વિષયો ઉપર બીજી સદીથી માંડીને તેરમી સદીથી પણ પછીના મહાન આચાર્યો, વિદ્રાનો, સાધકો, કવિઓ અને સાહિત્યકારોનો અને તેમના જીવનનાં વિવિધ પાસાંનો અધિકૃત સિલસિલાવાર ચિતાર આપ્યો છે. સાધકોને અને ઇતિહાસ તથા અનુસંધાનના વિદ્યાર્થીઓને તે ખૂબ જ ઉપયોગી થાય તેવો છે. આ ઉપરાંત તેઓએ “ નીતિવાકચામૃત” અને “ આરાધના’” જેવા ઉપલબ્ધ અને બીજા અનેક અપ્રાપ્ય અને અપ્રકાશિત ગ્રંથોનો પણ વિશદ્ પરિચય આપ્યો. ચારિત્રિક અને ધાર્મિક વિષયો ઉપરાંત વંશ, ગોત્ર, શિલાલેખો, વિવિધ શબ્દોની વ્યુત્પત્તિ અને તેનો ઐતિહાસિક સંદર્ભ; વિવિધ વૈચારિક, દાર્શનિક અને સાંસ્કારિક બાબતો વિષેનું મૌલિક ચિંતન, તીર્થક્ષેત્રોની માહિતી વગેરે અનેક વિષયોનું તેમણે નિષ્પક્ષ વિશ્લેષણ કર્યું છે. આ પરથી તેમની અગાધ અને ઊંડી અધ્યયનશીલતા તેમજ વિવેચનાત્મક શક્તિનો પરિચય મળે છે. “જૈન મિત્ર” અને “જૈન-હિતૈષી” આ બંને લોકપ્રિય જૈન સામયિકોનું સંપાદનકાર્ય તેઓએ એટલી કુશળતા, નિષ્ઠા અને વિદ્વત્તાપૂર્ણ રીતે કર્યું કે આ બંને સામયિકો ગુણવત્તાની દૃષ્ટિએ ઉચ્ચ ખ્યાતિ પ્રાપ્ત કરી શકયાં. પ્રશાચક્ષુ સુખલાલજી સાથેનાં સંસ્મરણો : પંડિત સુખલાલજી સાથે પ્રેમીજીનો સંબંધ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી રહ્યો અને ધીમે ધીમે તેમની આત્મીયતા વધતી ગઈ. પં. સુખલાલજી આગ્રામાં હતા ત્યારે પ્રેમીજીની બનાવેલી નીચેની પ્રાર્થના, પોતાના મિત્રો તથા વિદ્યાર્થીઓ સાથે દરરોજ બોલતા : Page #170 -------------------------------------------------------------------------- ________________ સંપાદકરત્ન પંડિત શ્રી નાથુરામ પ્રેમી ૧૬૯ પ્રાર્થના . દયામય ઐસી મતિ હો જાય. ત્રિભુવન કી કલ્યાણ-કામના, દિન-દિન બઢતી જાય. દયામય ઔરોં કે સુખ કો સુખ સમજું, સુખ કા કરું ઉપાય; અપને દુ:ખ સબ સહું કિંતુ, પરદુ:ખ નહિ દેખા જાય. દયામય૦ સત્ય ધર્મ હો, સત્ય કર્મ હો, સત્ય ધ્યેય બન જાય; સત્યાન્વેષણ મેં હી ““પ્રેમી', જીવન વહ લગ જાય. દયામય૦ પંડિતજીને આ પ્રાર્થના અતિ પ્રિય હતી. જૈન-હિતૈષીમાં છપાતા પ્રેમીજીના લેખો ઉપરથી પંડિતજીને તેમના પ્રત્યે ખૂબ આદરભાવ ઊપજ્યો હતો. પ્રેમીજી એક જૈન પંડિત હોવા છતાં આટલા અસાંપ્રદાયિક અને નિર્ભય હતા, આ વાત જાણીને તેમને અત્યંત આનંદાશ્ચર્યનો અનુભવ થતો. ઈ. સ. ૧૯૧૮માં પ્રેમીજી પૂના મુકામે શ્રી જિનવિજયજીના નિવાસસ્થાને આવ્યા. પંડિત સુખલાલજી તે સમયે ત્યાં જ હતા. તેમણે ઉપર્યુક્ત પ્રાર્થનાની કડી બોલી પ્રેમીજીનું સ્વાગત કર્યું. આમ પરોક્ષ પ્રીતિ પ્રત્યક્ષ પ્રીતિમાં પરિણમી અને થોડા જ દિવસોના પરિચયમાં પ્રેમીજીની બહુશ્રુતતા અને અકૃત્રિમ, આત્યંતિક સરળતાથી પંડિતજી ખૂબ પ્રભાવિત થયા. આ ગઠબંધન આજીવન વિકાસ પામતું રહ્યું. તે એટલે સુધી કે જ્યારે જ્યારે પંડિતજી મુંબઈ આવે ત્યારે ત્યારે પ્રેમીજીને અવશ્ય મળે અને તેમની સાથે રહે પણ ખરા. પ્રેમીજીનાં ધર્મપત્ની રમાબહેન, પુત્ર હેમચન્દ્ર તથા પુત્રવધૂ ચંપા-સૌ સાથે પંડિતજીને ઘરના જેવો સંબંધ થઈ ગયો હતો. ઘાટકોપર અને મુલુંડના ટેકરીવાળા વિસ્તારોમાં તેઓ કલાકો સુધી સાથે ફરવા જતા. પંડિતજીના “સન્મતિતર્ક"ને જોઈને પ્રેમીજીને તેમના પ્રત્યે ખૂબ બહુમાન ઊપજ્યું હતું અને બીજા ન્યાયગ્રંથોનું પણ તેવું જ સંપાદન કરવાની પ્રેમીજીએ તેમને વિનંતિ કરી હતી. પ્રેમીજીના માધ્યમથી પંડિતજીને પણ જુગલકિશોરજી મુખ્તાર, બાબુ સૂરજભાનુ વકીલ અને પં. દરબારીલાલજી “સત્યભક્ત” જેવા અનેક સારા સારા વિદ્વાનોના પરિચયમાં આવવાનું બન્યું. આ બધાની સાથે સાહિત્ય, દર્શન, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સંશોધન આદિ વિવિધ વિષયો પર મુક્ત ચર્ચા અને વિદ્રગોષ્ઠીઓ થતી તથા સાત્ત્વિક વિનોદથી સૌનો સમય સવિચાર અને ધર્મચર્ચામાં વ્યતીત થતો. પ્રેમીજીના અસાંપ્રદાયિકતા, સરળતા અને નિર્ભયતાના ગુણોની પંડિતજી પર ખૂબ સારી અસર થઈ હતી; ઉપરાંત તેઓનું સાદગીભર્યું અને સચ્ચાઈવાળું અંગત જીવન, સનત કર્તવ્યપરાયણતા, અગાધ વાચન-મનનથી પ્રાપ્ત થયેલી બહુશ્રુતતા, જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં ઉદાર દષ્ટિ, નાના-મોટા સૌ કોઈ સાથે પૂર્ણ પ્રેમમય વ્યવહાર Page #171 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અને સુધારાવાદીપણું પણ પંડિતજીને સ્પર્શી ગયાં હતાં. તેથી જ તેમની મૈત્રીપૂર્ણ આત્મીયતામાં પરિણમી હતી. પ્રેમીજીએ પોતાની ત્રણ ઉત્કટ અને અંતિમ અભિલાષાઓ પંડિતજી સમક્ષ નીચે પ્રમાણે રજૂ કરી હતી : ૧૭૦ ( ૧ ) જૈન વિદ્વાનોની બહુશ્રુતતા, સાત્ત્વિકતા અને પ્રતિષ્ઠાનું સ્તર ઊંચે આવવું જોઈએ. (૨) જૈન ભંડારોનું-ઓછામાં ઓછું દિગંબર ભંડારોના ઉદ્ધારનું, રક્ષણનું, અન્વેષણનું અને નવીન પદ્ધતિ પ્રમાણે તે ગ્રંથોનાં પ્રકાશનોનું કામ સત્ત્વરે હાથ ધરાવું જોઈએ. (૩) જૈનોમાં રહેલી જાતિ-ઉપજાતિની સંકુચિતતાનું અને બહેનો તથા ખાસ કરીને વિધવાઓની દયનીય દશાનું નિવારણ કરવાની યોજના કાર્યાન્વિત કરવી જોઈએ. ઉપસંહાર : એક તદ્દન ગામઠી અને ગરીબ પરિવારમાં જન્મી, પોતાના અથાગ અને પ્રામાણિક પરિશ્રમથી હિંદી ભાષા તેમજ જૈન સાહિત્યના અખિલ ભારતીય સ્તરના એક મહાન પ્રકાશક, સંપાદક અને સાહિત્યકાર તરીકે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. તેમની ૬૬ વર્ષની અવસ્થાએ પ્રગટ થયેલા તેમના અભિનંદનગ્રંથમાં જૈન સમાજના જ નહીં પણ સમસ્ત ભારતના રાષ્ટ્રપ્રેમી, સમાજપ્રેમી, હિંદીપ્રેમી અને સેવાપ્રેમી–એમ વિવિધ ક્ષેત્રના ૧૨૫થી પણ વધારે મહાનુભાવોએ ઉત્સાહ, સ્વેચ્છા અને સક્રિયતાપૂર્વક જે રસ દાખવ્યો, તે પરથી તેમની બહુમુખી પ્રતિભાની સહેજે કલ્પના થઈ શકે છે. આવા વિરાટ વ્યક્તિત્વના જીવનશિલ્પી થવા માટે તેઓએ સમાસેવા, જ્ઞાનપિપાસા, અવિરત પરિશ્રમશીલતા, ધૈર્ય, નિપુણતા, સહિષ્ણુતા, સત્યસંશોધકતા, વિશ્વમૈત્રી, અસાંપ્રદાયિકતા, સુધારાવાદીપણું વગેરે અનેક ઉચ્ચતમ ગુણોનું દાયકાઓ સુધી નિષ્ઠાપૂર્વક સેવન કર્યું હતું. તેથી જ તેઓ માનવમાંથી મહામાનવ તરફની સફળ સફર કરી શકયા હતા. Page #172 -------------------------------------------------------------------------- ________________ G ૨૩. આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ ભૂમ્પિકા : જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી બાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ત્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્યશ્રી ધાૌલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડયું છે. તેમની સાહિત્યરચના તેમના શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન્ન થતા એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. કુળ અને જન્મ : તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલાબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં ૧૭૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હૃદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરતા. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બનોલ ગામમાં વિ. સં. ૧૯૪૧ માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતાં. જોનારને લાગતું કે આ બાળક ભવિષ્યમાં કોઈ મહાપુરુષ થશે. જ્યોતિષીએ એમની કુંડળી જોઈને કહેલું કે આ બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતાપિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું. શિક્ષણ અને સંસ્કાર : તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા. પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતી અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતો. મહાપુરુષને માટે સંસાર એક ખૂલું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક બાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમદષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાધ્યા હતા. પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાન સંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતા, પણ બાળક ઘાસીલાલ તો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો. આ બધાંથી વિલક્ષણ એવો ચિતનશીલતાનો ખાસ ગુણ પણ આ બાળકમાં પ્રથમથી જ દૃષ્ટિગોચર થતો હતો. જીવનની દરેક ઘટના પર તે વિચારે અને ચિંતન કરતો. બાળસુલભ રમતો રમવા છતાં તેના સ્વભાવની વિલક્ષણતા હતી ચિતન અને મનન. જ્યારે પણ અવસર મળતો ત્યારે તે આસપાસના જંગલમાં ચાલ્યો જતો અને કલાકો સુધી કોઈ વૃક્ષની શીતળ છાયામાં બેસીને ચિતનમાં નિમગ્ન થઈ જતો. આમ જાણે કે પૂર્વસંસ્કારોથી જ તે એકાંતપ્રિય સ્વભાવવાળો હતો. દસ વર્ષની નાની ઉંમરમાં જ તેમના પિતા અને બાર વર્ષની વયે તેમની માતાનો તેમને વિયોગ થયો. કદાચ કર્મદશા જ તેમને નાનપણમાં સ્વાવલંબનનો પાઠ શીખવવા ઇચ્છતી હતી. જાણે કે પ્રકૃતિનો સંકેત જ ન હોય ! મહાપુરુષો વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યકાળથી જ થાય છે. ઘાસીલાલજી જશવંતગઢમાં Page #174 -------------------------------------------------------------------------- ________________ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ ૧૭૩ એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ તરપાલમાં આવ્યા, ત્યાં આગળ ઘાસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમના વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડ્યો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નિરખી ઘાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક ઘાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મ-રહિત થવાનો એકમાત્ર ઉપાય છે.” ઘાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો : “સંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.” ઘાસીલાલજીની દૃઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પારો થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ. સં. ૧૯૫૮ માગશર સુદ તેરસને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે ઘાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર દરમિયાન થોડાક લૂંટારાઓ તેમનાં નવીન વસ્ત્રો ચોરી ગયા. આ પ્રસંગે પણ આ નવદીક્ષિત મુનિએ અપૂર્વી હિંમત અને ધીરજ બતાવ્યાં. સંયમી જીવનની આ તેમની પહેલી પરીક્ષા હતી, જેમાં તેઓ સફળપાણે પાર ઊતર્યા. તેમના ઊજળા ત્યાગી જીવનની તે ઉત્તમ નિશાની હતી. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.” અધ્યયન અને ઉગ્ર સાધના : મારવાડનાં વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રી પોતાના ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાતુર્માસ વિ. સં. ૧૯૫૯માં જોધપુર મુકામે કર્યો. બાળમુનિ ઘાસીલાલજી પોતાના સાધુજીવનમાં કઠોર તપશ્ચર્યા અને નિરંતર જ્ઞાન-અભ્યાસને વણી લેવા માટે તીવ્ર પુરુષાર્થ કરવા લાગ્યા. શરૂ શરૂમાં તેમનો જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો મંદ હતો. એક મંત્ર, શ્લોક કે પાઠ યાદ કરતાં પણ તેમને ઘણા દિવસો લાગતા પણ ગુરુકૃપા, પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનયભાવ અને સતત પરિશ્રમના બળ વડે તેમનો ક્ષયોપશમ દિવસે દિવસે વધવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ મંદ પડવા માંડયું. આના ફળસ્વરૂપે, તેમણે પ્રથમ ચાતુર્માસમાં જ દશવૈકાલિક સૂત્રો કંઠસ્થ કરી લીધું અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રારંભ કરી દીધો. મુનિશ્રીનો બીજો ચાતુર્માસ ખ્યાવરમાં, ત્રીજો બીકાનેરમાં, ચોથો ઉદેપુરમાં, પાંચમો ગંગાપટમાં, છઠ્ઠો રતલામમાં, સાતમો ચાંદલામાં, આઠમો જાવરામાં અને નવમો ઇન્દોરમાં થયો. વિવિધ ચાતુર્માસોમાં તેઓ વિવિધ સૂત્રોને કંઠસ્થ કરતા ગયા. ઈન્દોરના ચાતુર્માસમાં તેમણે સંસ્કૃત માગપદેશિકા, હિતોપદેશ, સિદ્ધાંતકૌમુદી, ઉર્દૂ, ફારસી, અરબી તથા પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું. દિવસ-રાત આળસનો ત્યાગ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અર્વાચીન જૈન જ્યોતિધરો કરીને તેઓ આગમનો અભ્યાસ કરતા રહેતા. આમ તેમણે આગમ સિદ્ધાંત, દર્શન, જ્યોતિષ, આદિનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની કાવ્યશકિત પણ મુગ્ધ કરાવે તેવી હતી. તેમની કેટલીય કાવ્યરચનાઓ શ્રાવકવૃદમાં ગવાતી હતી. ઇન્દોરના ચાતુર્માસ પછી તેમના ગુરુશ્રી જવાહરલાલજી મહારાજે પોતાના શિખ્યમુનિશ્રી ઘાસીલાલજીને વિશિષ્ટ વિદ્વાન બનાવવા માટે મહારાષ્ટ્ર-દક્ષિણ તરફ વિહાર કરવાનો સંકલ્પ કર્યો અને તે અનુસાર દસમો ચાતુર્માસ અહમદનગરમાં કર્યો. દક્ષિણ પ્રાંતમાં વિહાર કરતી વખતે મુનિશ્રીએ મરાઠી ભાષા શીખી લીધી, તેમજ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ વગેરે દક્ષિણના પ્રસિદ્ધ સંતોનાં સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમની અનેક રચનાઓ પણ કંઠસ્થ કરી લીધી. આ બધું તેમની તીવ્ર બુદ્ધિમત્તા, અદ્ભુત સ્મરણશક્તિ અને વિશાળ હૃદયનું દ્યોતક છે. ત્યારબાદ અગિયારમો ચાતુર્માસ જુનેરમાં, બારમો ઘડનદીમાં, તેરમો જામગામ, ચૌદમો અહમદનગરમાં, પંદરમો ઘોડનદીમાં, સોળમો મિરીમાં તથા સત્તરમો ચાતુર્માસ હિવડામાં કર્યો. ત્યારબાદ દક્ષિણ ભારતમાં (મહારાષ્ટ્રમાં તેમણે ઘણા ચાતુર્માસ કર્યા. વિ. સં. ૨૦૦૦ પછી થોડા ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પણ કર્યા. વીરમગામનો પપમો ચાતુર્માસ પૂરો કરીને વિ. સં. ૨૦૧૪ની સાલથી તેઓ અમદાવાદમાં ચાતુર્માસ માટે પધાર્યા, ત્યાર પછી સતત ૧૬ ચાતુર્માસ સુધી અમદાવાદમાં જ સ્થિર થઈને આગમલેખનના ભગીરથ કાર્ય માટે રહ્યા. ગુરુકૃપા, સતત જ્ઞાનાભ્યાસ તથા સંયમની અદ્ભુત નિષ્ઠા દ્વારા મુનિશ્રી ઘાસીલાલજીએ વ્યાકરણ, ન્યાય, દર્શન અને સાહિત્ય ઉપરાંત કુલ ૧૬ જુદી જુદી ભાષાઓનું પ્રખર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીએ ભારતના ઘણા પ્રાંતોમાં ચાતુર્માસો કર્યા. એ દરમિયાન તેમના અગાધ જ્ઞાનનો અપૂર્વ લાભ જેન–જૈનેનરોએ મેળવ્યો. ભારતભરમાંથી અનેક મુમુક્ષુઓની વિનંતિઓને માન આપી તેઓશ્રીએ ૩૨ આગમોના અનુવાદનું કાર્ય આરંભ્ય. આ કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે તેઓએ જીવનના અંત સુધી અમદાવાદમાં જ સ્થિરવાસ કર્યો. આગમોના અનુવાદનું ભગીરથ કાર્ય તેઓશ્રીએ ૧૬ વર્ષના સતત પરિશ્રમ પછી પૂર્ણ કર્યું. તેઓશ્રીના જીવનકાળ દરમિયાન ૨૭ આગમો શાસ્ત્ર સ્વરૂપે ચાર ભાષામાં છપાઈ સમાજ સમક્ષ મુકાઈ ગયા છે અને તેનો લાભ સારા પ્રમાણમાં લેવાઈ રહ્યો છે. એમના આગમોના અનુવાદો ત્રિવિધ હતા. એવો પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ જ ગણી શકાય. સૂત્રનો મૂળ પાઠ ગદ્ય-પદ્ય રૂપે પ્રથમ આવે, પછી તેની છાયા અને ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિંદી-ગુજરાતી ભાષાંતરો આવે–આ પ્રકારની આગમ-સંકલનાની તેમની શૈલીને વિશાળ દષ્ટિવાળી, વિશિષ્ટ અને અપૂર્વ ગણી શકાય. પૂજય ઘાસીલાલજી મહારાજે કરેલા ઉપકારનું પણ જૈન સમાજ કદીએ વાળી શકે તેમ નથી, કેમ કે તેમણે કરેલા પ્રયત્નના ફળરૂપે જ આજે દરેક જૈનબંધુ ગુજરાતી-હિંદી ભાષા દ્વારા પણ આગમોને વાંચી શકે છે. એક આગમોદ્ધારક તરીકે એમનો અપાર ઉપકાર સ્થાનક્વાસી જૈન સમાજ ઉપર વિશેષ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ સન્માનનીય ઉચ્ચ પદવીઓ : બાસીલાલજી મહારાજની વિદ્રત્તાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રીને કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પછીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંઘે “જૈન દિવાકર” અને “જૈન આચાર્ય” પદવી દ્વારા તેમને ગૌરવાન્વિત કર્યા હતા. વિશાળ સાહિત્યરચના : સ્થાનકવાસી સમાજના આ મહાન જ્યોતિર્ધર આચાર્ય રચિત સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે: અગિયાર અંગસૂત્રો : આગમ સાહિત્ય પર કરેલી ટીકાઓનાં નામ: આચારચિંતામણિ (૧) આચારાંગ (૨) સૂત્રકૃતીંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬) શાતા-ધર્મકથા (૭) ઉપાસક દશાંગ (૮) અન્તકૃદ્ર દશાંગ (૯) અનુત્તરોપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર બાર ઉપાંગોનું સાહિત્ય : (૧) ઔપપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાભિગમ (૪) પ્રશાપના (૫) સૂર્યપ્રશપ્તિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) જમ્બુદ્રીપપ્રશપ્તિ (૮) નિરયાવલિકા (કલ્પિકા) ( ૯ ) કલ્પાવતંસિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુષ્પચૂલિકા (૧૨) વૃષિણ દશાંગ સમયાઈ બોધિની સુવ્યાખ્યા ભાવબોધિની પ્રમેય-ચંદ્રિકા અનગાર ધર્મામૃતવર્ષિણી સાગર ધર્માંજીવિની મુનિ કુમુદચંદ્રિકા અર્થબોધિની ટીકા સુદર્શની ટીકા વિપાક ચંદ્રિકા પીયૂષવર્ષિણી સુબોધિની પ્રમેયદ્યોતિકા પ્રમેયબોધિની સૂર્યશપ્તિ પ્રકાશિકા ચંદ્રપ્રજ્ઞપ્તિકા પ્રકાશિકા વ્યાખ્યા સુન્દર બોધિની "" .. 39 99 ૧૭૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો મૂલ સૂત્રો (૧) ઉત્તરાધ્યયન પ્રિયદર્શિની (૨) દશવૈકાલિક આચાર મણિ મંજૂષા ટીકા (૩) નન્દીસૂત્ર શાનચંદ્રિા (૪) અનુયોગ દ્વાર અનુયોગચંદ્રિકા છંદ-સૂત્રો : (૧) નિશીથ ચૂર્ણિ–ભાગ્ય અવચૂરિ (૨) બૃહકલ્પ (૩) વ્યવહાર ભાગ્ય (૪) દશાશ્રુતસ્કંધ મુનિહર્ષિણી ટીકા આવશ્યક સૂત્ર : મુનિતોષિણી પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતતા, વિદ્વત્તા અને સર્વતોમુખી પ્રતિભાની દ્યોતક છે. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચું શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝઘડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને મહાપ્રયાણ : આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ. સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેતા હતા. પરંતુ તા. ૨–૧-૭૩ના રોજ સવારે દશ વાગે પૂજ્યશ્રી છોટેલાલજી, શ્રી કનૈયાલાલજી તથા સમસ્ત ચતુર્વિધ સંઘની હાજરીમાં સંલેખના(સંથારા)નો વિધિવત્ સ્વીકાર કર્યો અને વર્તમાન જીવનનાં ૮૮ વર્ષ પૂરાં કરી તેમનો આત્મા આ અસાર સંસારને છોડીને તા. ૩-૧-'૧૩ ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાત્રો ૯-૨૯ મિનિટે મહાપ્રયાણ કરી ગયો. પોતાના દીર્ધ સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્યાઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીંધેલા આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌ કોઈનું પરમ કલ્યાણ સમાયેલું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૨૪. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી પુરાતત્ત્વવિદ્ અને પ્રાચ્યવિદ્યાપ્રેમીઓમાં એક વિશ્વ-વિદ્યુત વિરલ વિભૂતિ એટલે મુનિ જિનવિજયજી. અનેક શોધ-સંસ્થાન, ગ્રંથ-સંસ્થાન, ગ્રંથભંડાર, પ્રાચીન ગ્રંથમાળા આદિનાં સ્થાપન, નિર્દેશન, સંયોજન, સંચાલન વગેરે દ્વારા દેશવિદેશના અસંખ્ય વિદ્વાનોની જ્ઞાનપિપાસા સંતોષવામાં અને ભારતીય વાડ્મયના અમૂલ્ય ખજાનાને અત્યંત સમૃદ્ધ બનાવવામાં અનન્ય ફાળો અર્પનાર મુનિશ્રી જિનવિજયજી આજન્મ વિદ્યોપાસક અને મહાન મનીષી હતા. જન્મ : શ્રી જિનવિજ્યજીનો જન્મ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના હુરડા તાલુકાના રુપાહેલી નામના ગામમાં ઈ. સ. ૧૮૮૮ના જાન્યુઆરીની ૨૭મી તારીખે અર્થાત્ સં. ૧૯૪૪ના માઘ શુકલા ૧૪ના રોજ પરમારવંશીય ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બિરધીસિંહ (વૃદ્ધિસિંહ) અને માતાનું નામ રાજકુંવર હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. મુનિશ્રીના પૂર્વજોએ ઈ. સ. ૧૮૫૭ના બળવામાં અંગ્રેજ વિરુદ્ધ ભાગ ભજવ્યો હતો, તેથી અંગ્રેજ સરકારે તેમની માલ-મિલકત જપ્ત કરી લીધી ૧૭૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હતી અને કેટલાયે કુટુંબીઓને મારી નાખ્યા હતા. તેમના દાદા કેટલાયે વર્ષના અજ્ઞાતવાસ બાદ પોતાના પુત્રો સાથે રૂપાહેલી પહોંચ્યા હતા અને ત્યાંના ઠાકોરની સહાનુભૂતિ મેળવી ત્યાં સ્થિર થયા હતા. મુનિશ્રીના પિતા જંગલવિભાગના અધિકારી તરીકે નિમાયા હતા. વૃદ્ધાવસ્થામાં તેમને સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો. તેનો ઉપચાર તેમણે જૈનયતિ શ્રી દેવીહંસ પાસે કરાવ્યો હતો. યતિશ્રી દેવી હંસ બાળક કિશનસિહની બુદ્ધિપ્રતિભાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે શ્રી બિરધીસિહજીને જણાવ્યું હતું કે આ બાળકને ખૂબ ભણાવજો, તે તમારા કુળનું નામ ઉજજવળ કરશે. વિ.સં. ૧૯૫૫ માં પિતાશ્રીનું દેહાવસાન થવાથી સમસ્ત પરિવાર નિરાધાર જેવો બની ગયો. બાળક કિશનસિંહની ભણવાની વ્યવસ્થા પણ ન રહી. આ જોઈને યતિશ્રી દેવીહંસે કિશનસિંહને પોતાની પાસે ભણવા માટે રાખ્યો. પરંતુ થોડાક સમય પછી યતિશ્રીને અકસ્માત થયો અને ત્રણ મહિનામાં તેમનું દેહાવસાન થયું. આમ કિશનસિહ ફરીથી નિરાશ્રિત બન્યા. તેમણે યતિશ્રીની ખૂબ સેવા કરી હતી. કિશનસિહના મનમાં જ્ઞાન-અધ્યયનની તીવ્ર પિપાસા હોવાથી તે ઘરે પાછો ન ફરતાં બીજા એક યતિ ગંભીરમલના કહેવાથી તેમના ગામ મંયા પહોંચ્યા અને ત્યાં બે-અઢી વર્ષ વિદ્યાધ્યયન કર્યું. ત્યારબાદ યતિશ્રીની સાથે કિશનસિહ ચિત્તોડ પહોંચ્યા અને ત્યાં જ રોકાઈ ગયા. ત્યાં ખેતી કરવા લાગ્યા. બાણપણમાં જ નાનીમોટી અનેક આફતોનો સામનો કરતાં કરતાં કિશનસિહ એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુના સંપર્કમાં આવ્યા. નવું નવું જાણવાની જિજ્ઞાસા અને સ્થાનકવાસી સાધુની સોબતે તેમને પણ સ્થાનક્વાસી સાધુ બનાવી દીધા. સાધુ અવસ્થા દરમ્યાન થોડા જ સમયમાં એમણે જૈન ધર્મનાં કેટલાંક ખાસ પુસ્તકો કંઠસ્થ કરી લીધાં. પરંતુ તેમની જિજ્ઞાસાનો વેગ વિશેષ હતો અને અભ્યાસની સગવડ ઓછી હતી. તેથી કેટલાંક વર્ષો બાદ ઘણા જ મનોમંથનને અંતે છેવટે એમણે એ સંપ્રદાય છોડવાનો સંકલ્પ કર્યો, અને એક દિવસ રાતોરાત તેઓ ઉપાશ્રય છોડી પગપાળા ચાલી નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ ઉજજયિનીનાં ખંડેરોમાં પહોંચ્યા જયાં શિપ્રા નદીને કિનારે તેમણે સાધુવેષનો ત્યાગ કર્યો. રતલામ અને તેની આજુબાજુનાં ગામોમાં વસવાટ કરી, એક દિવસ તેઓ ટ્રેન દ્વારા વિશેષ વિદ્યોપાર્જન માટે અમદાવાદ આવી પહોંચ્યા. પરંતુ અમદાવાદમાં તે શક્ય બન્યું નહિ. અંતે મારવાડમાં પાલી ગામમાં તેમને સુંદરવિજયજી નામના એક સંવેગી સાધુનો ભેટો થયો. તેમની પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી અને જિનવિજયજી નામ ધારણ કર્યું, જે નામથી તેઓ દેહાંત સુધી ઓળખાયા. દીક્ષાના થોડા સમય બાદ વિહાર કરતાં તેઓ બાવર પહોંચ્યા. અહીં તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ સાથે થયો; તેમની સાથે બે-ત્રણ પંડિતો હતા. પોતાની જ્ઞાનપિપાસા સંતોષવા જિનવિજયજી તેમની સાથે વિહારમાં જોડાયા. તેમનો અધ્યયનનો ક્રમ વિસ્તીર્ણ થતો ગયો અને ઇતિહાસ-શોધ સંબંધી તેમની રુચિ પરિપકવ થતી ગઈ. “વીરભૂમિ રાજસ્થાન”ના અધ્યયનથી રાજસ્થાન તથા મેવાડના ભૂતકાળ પ્રત્યે તેમનું આકર્ષણ વધ્યું. પાટણમાં હસ્તલિખિત ગ્રંથો તથા તાડપત્ર પર લખેલા પ્રાચીન ગ્રંથોનું ઐતિહાસિક દૃષ્ટિથી તેમણે અધ્યયન કર્યું. Page #180 -------------------------------------------------------------------------- ________________ પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજ્યજી ૧૭૯ મહેસાણાના ચાતુર્માસ દરમ્યાન તેમનો પરિચય પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી કાંતિવિજયજી, તેમના શિષ્ય શ્રી ચતુર્વિજયજી તથા પ્રશિષ્ય શ્રી પુણ્યવિજયજી સાથે થયો. આ સર્વેનાં સતત પ્રેરણા તથા સક્રિય સહયોગ મુનિશ્રીને મળતાં રહ્યાં. આચાર્ય કાંતિવિજયના સ્મારકમાં તેમણે શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસ ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો. આ ગ્રંથમાળા દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન થયું, જે વિદ્વાનો દ્વારા અતિ આદરણીય બન્યું. દીક્ષા બાદ તેમણે ગુજરાતીમાં લેખો લખવાની શરૂઆત કરી. આ લેખો ગુજરાતી “જૈનહિતેષી” તથા “મુંબઈ સમાચાર”માં છપાયા હતા. તેમણે પાટણ ભંડારમાંથી પ્રસિદ્ધ જૈન વૈયાકરણ શાકટાયન સંબંધી ગ્રંથો મેળવી એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો. પાટણનાં જિનભંડારોની વિસ્તૃત સૂચિ પણ તેમણે લેખના રૂપમાં છપાવી. આ લેખો તથા અન્ય સંપાદિત ગ્રંથોના કારણે મુનિશ્રી ગુજરાતી તેમજ હિન્દી જગતમાં અનેરી પ્રસિદ્ધિ પામ્યા. વડોદરાના પોતાના નિવાસ દરમ્યાન મુનિશ્રીએ ‘કુમારપાળ પ્રતિબોધ' નામનો બૃહાય પ્રાકૃનગ્રંથ સંપાદિત કરી પ્રકાશિત કરાવ્યો. મુનિશ્રીના મુંબઈના ચાતુર્માસ દરમ્યાન પૂનામાં ભાંડારકર પ્રામ્ય વિદ્યાસંશોધન મંદિરની સ્થાપના થઈ. આ સંસ્થાના નિમંત્રણને માન આપી મુનિશ્રી ચાતુર્માસ બાદ પૂના પહોંચ્યા. અહીં તેઓએ “જૈન સાહિત્ય સંશોધક સમિતિ”ની સ્થાપના કરી અને “જૈન સાહિત્યસંશોધક” નામની શોધપત્રિકા તથા ગ્રંથમાળાના પ્રકાશનની શુભ શરૂઆત પણ કરી. આમ મુનિશ્રીનો પૂનાનિવાસ તેમના જીવનમાં વળાંક લાવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો, કારણ કે આ નિવાસ દરમ્યાન તેમનો પરિચય પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટિળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્રી અર્જુન લાલ શેઠી સાથે થયો. આ પરિચયથી તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. તેઓ ટિળકના રાજનૈતિક વિચારોથી અત્યંત પ્રભાવિત થયા. અહીં ફરીથી તેમના અંત:કરણમાં નવીન વિચારધારા વહેવા લાગી. ઊંડા મનોમંથનને અંતે તેમણે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુચર્યાનો ત્યાગ કરવાનું વિચાર્યું. દેશની પરાધીનતા તેમને ખટકવા લાગી અને ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય રહેવા કરતાં તેનો ત્યાગ કરવાનું તેમણે ઉચિત માન્યું. જૈન સાધુજીવનનાં બંધનો છોડી દેવાનો પોતાનો નિશ્ચય તેમણે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યો. મહાત્મા ગાંધીજીએ તેમને અમદાવાદ બોલાવ્યા અને મુનિશ્રીએ રેલવે વિહાર શરૂ કર્યો. ગાંધીજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્ત્વ મંદિરમાં નિમણૂક કરી અને તેમના જીવનનો નવો યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તેઓ પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા. લગભગ આઠ વર્ષના પુરાતત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેઓની ભાવના અને વિચારણામાં તેમના ક્રાંતિકારી સ્વભાવ પ્રમાણે મોટું પરિવર્તન થયું. પુરાતત્ત્વ મંદિરનો મહત્ત્વનો પુસ્તકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. તેમનો પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અને ભાષા રહ્યાં છે. મુનિશ્રીના વિદ્યાવ્યાસંગે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેમને જર્મન ભાષા શીખવા અને જર્મન વિદ્વાનો સાથે પરિચય કરવા પ્રોત્સાહિત કર્યા. ગાંધીજીએ પણ તેમની જર્મની જવાની ઇચ્છાને અનુમોદન આપ્યું. આમ સૌ તરફથી મળેલા પ્રોત્સાહન અને પ્રસિદ્ધ જર્મન વિદ્વાન પ્રો. હર્મન જેકોબીના આમંત્રણને માન આપી મુનિશ્રી ઈ. સ. ૧૯૨૮માં જર્મની ગયા; અને ત્યાં દોઢ વર્ષ જેટલું રોકાયા. જર્મનીમાં તેમણે બૉન, હેમ્બર્ગ અને લાઇપિસિંગ વિશ્વવિદ્યાલયોના પ્રાચ્યવિદ્યાના વિદ્વાનો સાથે મહત્ત્વપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. બર્લિનમાં તેમણે ભારતજર્મન મિત્રતા વધારવા અને દેઢ કરવા “હિન્દુસતાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી. પાછળથી હિન્દુસ્તાન હાઉસ, ભારત–જર્મન સંપર્ક અને સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બન્યું તથા અનેક નેતાઓ, વિદ્યાર્થીઓ તથા વેપારીઓ તેનાથી સારા લાભાન્વિત થયા. મુનિશ્રી ૧૯૨૯ ના અંત ભાગમાં જર્મનીથી સ્વદેશ પાછા ફર્યા. તે સમયે તેમની સમક્ષ બે માર્ગ હતા: એક, વિદ્યા તથા સાહિત્યના વર્તુળમાં પુરાઈને બેસી રહેવાનો અને બીજો, સ્વાતંત્ર્યની હાકલને વધાવી લેવાનો. મુનિજીએ તત્કાલ નિર્ણય કરી પહેલા માર્ગને અમુક સમય સુધી મુલતવી રાખ્યો અને ૧૯૩૦ માં બીજો માર્ગ સ્વીકાર્યો. માર્ચની ૩૦ મીએ ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો. મુનિજી સત્યાગ્રહના પરિણામે જેલમાં ગયા. નાસિકની જેલમાં એમનો પરિચય શ્રી ક. મા. મુનશી સાથે થયો અને બંને વચ્ચે વિદ્યાવિષયક વિચારોની ઘનિષ્ઠ આપલે થઈ. સ્વાધીનતાની લડતનો માર્ગ સ્વીકાર્યા છતાં પણ તેમનું ભાવિ પહેલા માર્ગમાં જ નિર્માયેલું હતું. તે અનુસાર તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં કલકત્તાના પ્રમુખ જૈનસાહિત્ય અનુરાગી શ્રી બહાદુરસિંહ સિંધી સાથે વિશદ ચર્ચા અને વિચારવિનિમય થયાં. પરિણામે સિધી જૈન જ્ઞાનપીઠની સ્થાપનાની યોજના આકાર પામી. મુનિજીએ આ કાર્ય માટે પોતાની સેવાઓ અર્પણ કરવાનું સ્વીકાર્યું, એટલે સિધી ગ્રંથમાલાનો પ્રારંભ થયો અને ‘પ્રબંધ ચિંતામણિ” નામે પહેલો ગ્રંથ પ્રકાશિત થયો. શાંતિનિકેતનમાં જૈન છાત્રાવાસનો પણ મુનિજીએ પ્રારંભ કર્યો. આ બધાનો આર્થિક બોજો શ્રી બહાદુરસિંહ સિંધી ઉઠાવતા હતા. મુનિશ્રી શાંતિનિકેતનમાં લગભગ ત્રણ વર્ષ રહ્યા. બંગાળનાં હવાપાણી અનુકૂળ ન આવવાથી તેમણે પોતાનું કાર્યક્ષેત્ર શાંતિનિકેતનમાંથી મુંબઈ અથવા અમદાવાદ ખસેડવાનું નક્કી કર્યું. એ જ અરસામાં પંડિત સુખલાલજીના ઑપરેશન નિમિત્તે તેમને મુંબઈ જવાનું થયું. અહીં તેઓએ મુનશીજીના તીવ્ર અનુરોધથી ભારતીય વિદ્યાભવનના કાર્યમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. સિધી જૈન ગ્રંથમાળાના કાર્યને પણ ભવનનાં કાર્ય સાથે સંયોજિન કર્યું અને બન્ને કાર્યોનું તેઓ સાથે સાથે કુશળતાપૂર્વક સંચાલન કરવા લાગ્યા. ઈ. સ. ૧૯૪૨ના “ભારત છોડો' આંદોલનથી તેઓ વિરક્ત રહ્યા. તે દરમિયાન તેમને જેસલમેરના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કરવાનું નિમંત્રણ મળ્યું એટલે તેઓ ત્યાં ગયા, અને લગભગ પાંચ મહિનાનો થિર વાસ કરીને આશરે ૨૦૦ ગ્રંથોની પ્રતિલિપિઓ, Page #182 -------------------------------------------------------------------------- ________________ પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી ૧૮૧ તૈયાર કરી. ત્યારબાદ મુંબઈ પાછા ફર્યા અને ભારતીય વિદ્યાભવનના નિર્દેશકના રૂપમાં ગ્રંથોના સમ્પાદન-પ્રકાશન તથા વિદ્યાર્થીઓના ડૉક્ટરેટના અધ્યયનના કાર્યમાં પૂર્વવતુ માર્ગદર્શનમાં લાગી ગયા. મુનિજીના મનમાં હંમેશાં દેશ તથા સમાજની સમસ્યાઓ સંબંધી ચિતન ચાલતું રહેતું. આઝાદી પછી અન્નસમસ્યા જેમ જેમ ગંભીર રૂપ પકડતી ગઈ તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરામ અને સ્વાવલંબન તરફ અધિકાધિક વધતું ગયું. આ ચિંતનના પરિપાકરૂપે ચિત્તૌડ પાસે આવેલા સંદેરિયા ગામમાં ત્યાંના ઠાકુર પાસેથી થોડીક જમીન મેળવી ૨૮ એપ્રિલ, ૧૯૫૦માં તેમણે “સર્વોદય સાધના આશ્રમ'ની સ્થાપના કરી. સંત વિનોબાની રાજસ્થાનની પદયાત્રા દરમ્યાન આ આશ્રમ તેમણે વિનોબાજીને અર્પણ કરી દીધો હતો. મુનિશ્રીના પરામર્શથી ૧૩ મે, ૧૯૫૦માં રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરની યોજના સાકાર થઈ અને તેઓ તેના સંચાલક બન્યા. આમ તેઓ એક તરફ આશ્રમની ખેતવિકાસની પ્રવૃત્તિઓ તથા બીજી તરફ પુરાતત્ત્વ મંદિરની સેવાઓ પૂરા મનોયોગથી કરવા લાગ્યા. ઈ. સ. ૧૯૫૨માં જર્મનીની વિશ્વવિખ્યાત ઓરીએન્ટલ સોસાયટીના માનદ સભ્ય તરીકે તેમની વરણી થઈ. અત્યંત અલ્પ સંખ્યાના ભારતીયોને આ સન્માન પ્રાપ્ત થયું છે. ભારતીય વિદ્યા સંબંધી અનન્ય સંશોધનકાર્ય બદલ તેઓને આ સન્માન પ્રાપ્ત થયું હતું. - ઈ. સ. ૧૯૬૧માં ભારત સરકારે તેમને પાશ્રી'નો ઇલ્કાબ આપ્યો. મુનિશ્રી દ્વારા ભારતીય તેમજ જૈન વિદ્યાની પ્રાચીન સામગ્રીના અધ્યયન, શોધ અને પ્રકાશન સંબંધી મૌલિક, ઐતિહાસિક અને વિશાળ કાર્ય થયું છે તેના સન્માનરૂપે તેમને આ ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના કાર્યનો પ્રારંભ જયપુરમાં થયો. પુરાતત્ત્વ તથા ઇતિહાસ સંબંધી અનેક હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનો સંગ્રહ કરવામાં આવ્યો. પ્રકાશનકાર્ય પણ મોટા પ્રમાણમાં ચાલુ થયું. મુનિશ્રીના અથાગ પરિશ્રમનાં પરિપાકરૂપે આ કાર્યને સ્થાયિત્વ આપવાની દૃષ્ટિથી રાજસ્થાન સરકાર દ્વારા જોધપુરમાં એક નવીન ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું ઉદ્ધાટન રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોહનલાલ સુખડિયા દ્વારા ૧૯૫૯માં થયું હતું. આ સંસ્થા સમગ્ર દેશમાં ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વ સંબંધી હસ્તલિખિત તથા મુદ્રિત ગ્રંથોનું વિશિષ્ટ કેન્દ્ર ગણાવા લાગ્યું. મુનિશ્રી ઈ. સ. ૧૯૬૭ સુધી આ સંસ્થાના માનાર્હ સંચાલક તરીકે રહ્યા. મુનિશ્રીને ચિત્તોડ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું, તેનું મુખ્ય કારણ ચિત્તોડની ઐતિહાસિક ગૌરવપૂર્ણ ગાથા છે. મહાન જૈન વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિની તે સાધનાભૂમિ રહી છે. તેમના પ્રત્યેના અનન્ય આદરભાવ અને આસ્થાના ફળરૂપે મુનિશ્રીએ Page #183 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચિત્તોડના પ્રસિદ્ધ કિલ્લાની બરોબર સામે શ્રી હરિભદ્રસૂરિ સ્મારક મંદિરની સ્થાપના કરી. તેને ચિત્તોડનું એક દર્શનીય સ્થાન ગણી શકાય. ત્યાં તેમણે પ્રસિદ્ધ જૈન દાનવીર ભામાશાની સ્મૃતિમાં ‘ભામાશા ભારતીય ભવન'નું નિર્માણ પણ કર્યું છે. ૧૮૨ મુનિશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક સંસ્થાઓની સ્થાપના કરી. અનેક સંસ્થાઓ, વિદ્વાનો અને જ્ઞાનપિપાસુઓના તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા. ૮૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી તેમનું શરીર ઘણું કમજોર થઈ ગયું હતું. આંખોની દૃષ્ટિ પણ ઘણી મંદ પડી ગઈ હતી. તેમ છતાં જીવનના અંત સુધી ભારતીય પુરાતત્ત્વ, જૈનદર્શન, ચિત્તોડના પ્રાચીન ગૌરવ પ્રત્યેની તેમની આસ્થા અને અધ્યયનરુચિ સહેજ પણ ઓછાં થયાં નહોતાં. ઉપસંહાર : પૂજ્ય મુનિશ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે પુરાતત્ત્વવિદ્યાને મુખ્ય કરીને તેઓએ પોતાનું સમસ્ત જીવન મા સરસ્વતીની સેવામાં વિતાવ્યું. એટલું જ નહિ પરંતુ બીજા સંશોધકો અને વિદ્વાનોને પણ તેમાં રસ લેતા કર્યા. પોતાની શક્તિ પ્રમાણે તેમ કરવા માટેનાં બાહ્યાંતર સાધનો પણ તેમણે ઊભાં કર્યાં. પૂજ્યશ્રીએ પોતાની પાછલી જિંદગીના દિવસો તેમની પ્રારંભિક કર્મભૂમિ અમદાવાદમાં વિતાવ્યા પછી તો વૃદ્ધાવસ્થાની સાથે સાથે શારીરિક નબળાઈ વધતી ગઈ અને વિ. સં. ૨૦૩૩ના જેઠ સુદ ૫ ને ગુરુવાર દિનાંક ૩ જૂન, ૧૯૭૬ના રોજ મુનિશ્રીએ તેમની જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. આમ, એક આંજન્મ વિદ્યાઉપાસક તથા અદ્વિતીય પુરાતત્ત્વ-આચાર્યની જિંદગીનો અંત આવ્યો. ૐ શાંતિ: । Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૫. બ્રહ્મચારિણી પં. ચંદાબાઈ ભૂમિકા:રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચન્દ્ર અને શ્રી રામકૃષ્ણ પરમહંસ વગેરે મહાન વિભૂતિઓ જયારે આપણા દેશના અજ્ઞાન–અંધકારને દૂર કરવા પ્રયત્ન કરી રહી હતી તે સમયની આ વાત છે. વિશેષ કરીને નારીસમાજ તે સમયે અજ્ઞાન, કુરિવાજો તથા સામાજિક અન્યાચારોથી અભિભૂત હતો. દીકરીઓ મા-બાપ માટે બોજ સમાન હતી. ઘરમાં કન્યાના જન્મને શનિની સાડાસાતની પનોતીથી પણ વિશેષ ભયંકર ગણવામાં આવતો હતો, તે કાળમાં નારીજગતને જાગૃત કરનાર એક મહાન નારીનો જન્મ થયો. તેવિભૂતિએ સ્ત્રીઓને સ્વાધિકારથી, સ્વબળથી પોતાના પગ પર ઊભા રહેતાં શીખવ્યું. તેમના અધિકારો માટે જાગૃત બનાવીને નીડરતાના પાઠ ભણાવ્યા. પોતાના પ્રત્યક્ષ જીવન દ્વારા ભારતીય નારી સમક્ષ સાચી વીરતા અને સાચા ભાગનું સ્વરૂપ બતાવી આપ્યું. આત્મબળ અને પ્રેરણાનાં પીયૂષનું પાન કરાવીને સ્ત્રીઓના સ્વાભિમાનને જાગૃત કર્યું. તેઓ આત્મસાધનામાં સંન્યાસી, લોકવ્યવહારમાં કાર્યદક્ષ, વિશ્વ અને વિશ્વાત્માના સમન્વયકાર, જીવનમાં ધાર્મિક અને વ્યવહારમાં દેશસેવક હતાં. તત્કાળ જિવાતા જીવનના સિદ્ધાંતોમાં ૧૮૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેમણે વર્તમાનની શક્યતાનો, ભૂતકાળની ભવ્યતાનો અને ભાવિના નવયુગનાં એંધાણનો સમન્વય સાધી તેને પોતાના પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં મૂર્તિમંત કર્યો હતો. એ હતાં પંડિતા શ્રી ચંદાબાઈ. જન્મ અને બાલ્યકાળઃ પં. ચંદાબાઈનો જન્મ વિ. સં. ૧૯૪૮ ના અષાઢ સુદ ત્રીજના દિવસે વૃંદાવનમાં એક સંપન્ન અગ્રવાલ વૈષ્ણવ પરિવારમાં થયો હતો. પિતાશ્રીનું નામ શ્રી નારાયણદાસજી તથા માતાનું નામ શ્રીમતી રાધિકાદેવી હતું. તેમનું બચપણ શ્રી રાધાકૃષ્ણની રસમય ભક્તિધારામાં વીત્યું હતું. માનાં હાલરડાંમાં તેમને શ્રદ્ધાનો ઉપહાર મળ્યો હતો, તથા પિતાના પ્યારમાં તેમને કર્મઠતાનું ધન પ્રાપ્ત થયું હતું. ૧૧ વર્ષની ઉંમરમાં તેમનો વિવાહ સુપ્રસિદ્ધ રઈસ, ગોયલ ગોત્રીય, જેનધર્માવલમ્બી શ્રી પં. પ્રભુદાસજીના પૌત્ર અને શ્રી ચંદ્રકુમારજીના પુત્ર શ્રી ધર્મકુમારજી સાથે થયો હતો. વિવાહના એક વર્ષ બાદ જ શ્રી ધર્મકુમારજીનો સ્વર્ગવાસ થયો અને ચંદાબાઈ માત્ર ૧૨ વર્ષની, કાચી-કુમળી વયમાં સૌભાગ્યસુખથી વંચિત થઈ ગયાં. જૈન સમાજના પ્રસિદ્ધ સાહિત્યસેવક, ધર્મનિષ્ઠ, પરોપકારી શ્રી દેવકુમારજી, શ્રી ધર્મકુમારજીના મોટા ભાઈ હતા. નાના ભાઈની પત્નીના અકાળ દુ:ખથી સંતપ્ત થવા છતાં વિવેક, વૈરાગ્ય અને ધીરજ દ્વારા શ્રી દેવકુમારજીએ તત્કાળ નિશ્ચય કરી લીધો કે સાચા જ્ઞાન વિના કોઈનો પણ ઉદ્ધાર શક્ય નથી. માનવના ઉત્કર્ષ માટે જ્ઞાન અને સગુણોની વૃદ્ધિ અત્યંત આવશ્યક છે. દેવકુમારજીની પ્રેરણા અને પ્રોત્સાહનથી ચંદાબાઈએ ફરી અભ્યાસ શરૂ કર્યો અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી કાશીની “પંડિતા’ પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. કાર્યક્ષેત્ર: વિવિધ નિર્માણકાયો : દાસત્વની જંજીરોમાં જકડાયેલી, ઘૂંઘટમાં ગૂંગળાયેલી, અજ્ઞાન અને કુરિવાજોથી પીડિત નારીની મૂંઝવણભરી દશા પર તેઓ નિરંતર વિચાર કરતાં હતાં. તેમનો એક અડગ વિશ્વાસ હતો કે સમસ્ત સામાજિક રોગોની એકમાત્ર રામબાણ ઔષધિ સંસ્કાર અને શિક્ષણ છે. જો નારીનું અજ્ઞાન દૂર થઈ જાય તો તે જરૂર સ્વાશ્યલાભ કરી શકે છે. શિક્ષણ દ્વારા તે સ્વતંત્ર આજીવિકા પ્રાપ્ત કરી શકે, ધર્મસાધના કરીને સાચી પ્રતિષ્ઠા મેળવી શકે અને પોતાના ખોવાયેલા આત્મગૌરવની પુન: પ્રતિષ્ઠા કરી શકે, એવી અસ્મિતા નારીજાતિમાં પડેલી છે. આ પ્રયોજનને લક્ષમાં રાખીને, કન્યાશિક્ષાના પ્રચાર અને પ્રસાર માટે તેમણે નગર આરા (બિહાર)માં ઈ. સ. ૧૯૦૭માં કન્યાપાઠશાળાનો શુભારંભ કર્યો. શ્રી શાન્તિનાથ ભગવાનના મંદિરના ઓરડામાં બે અધ્યાપિકાઓની નિયુક્તિ સાથે જે કન્યાશાળાની સ્થાપના થઈ તે ક્રમે કરીને વધતી ગઈ અને ઈ. સ. ૧૯૨૧માં ધર્મપુરા (આરા, બિહાર)માં “જૈન બાળાવિશ્રામ' તરીકે જાણીતી થઈ. આજે તે કન્યાઓ માટેની દેશની એક વિશિષ્ટ સેવા-સંસ્થા છે. ચંદાબાઈની લોકકલ્યાણની સાધનાનું એ મૂર્તિમંત સ્વરૂપ છે. ગાંધીજીએ “વનિતા-વિશ્રામ'ને અનુલક્ષીને કહ્યું છે કે “પંડિતા ચંદાબાઈ દ્વારા સ્થાપિત વનિતા-વિશ્રામ' જોઈને મને અત્યંત આનંદ થયો છે. મકાનની શાંતિ જોઈને પણ હું આનંદિત થયો છું.” આમ આ સંસ્થા જૈન સમાજની નારીસંસ્થાઓમાં અદ્વિતીય છે. તેમાં ન્યાયતીર્થ, સાહિત્યરત્ન અને શાસ્ત્રી સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચારિણી પં. ચંદાબાઈ ૧૮૫ કરૂણામયી મા ચંદાબાઈ : મા ચંદાબાઈમાં ધાર્મિકતા પણ અપૂર્વ હતી. તેમની ધર્મભાવનાને તેમણે નાનાં-મોટાં નિર્માણકાર્યો દ્વારા મૂર્તિમંત કરી હતી. તેમણે રાજગૃહીના પાંચ પહાડોમાંથી બીજા નંબરના “રત્નગિરિ' નામના પહાડ પર જમીન ખરીદીને દિવ્ય જિનાલયનું ઉત્સાહ અને ધામધૂમપૂર્વક નિર્માણ કર્યું. આ ઉપરાંત બાળવિશ્રામ સંસ્થાના રમ્ય ઉદ્યાનમાં ઈ. સ. ૧૯૩૯માં ભવ્ય તથા ચિત્તાકર્ષક માનસ્તંભજીનું નિર્માણ કર્યું. ઈ. સ. ૧૯૩૭ માં વિશ્રામની વાટિકામાં શ્રવણબેલગોલા સ્થિત ગોમ્મટ સ્વામીની મૂર્તિની પ્રતિકૃતિ બનાવી, કૃત્રિમ પર્વતની રચના કરી; ૧૩ ફૂટ ઊંચી બાહુબલી સ્વામીની મનોહર, પવિત્ર પ્રતિમાજીની સ્થાપના કરી. પંડિતા અને વિદુષી ચંદાબાઈએ સાહિત્યક્ષેત્રો પણ અનુપમ ફાળો આપ્યો છે. તેઓ એક સફળ લેખિકા તથા સંપાદિકા પણ હતાં. સન ૧૯૨૧ થી “જૈન મહિલોદય’ નામની પત્રિકાનું કુશળ સંચાલન ઘણાં વર્ષો સુધી કર્યું. ઉપદેશરનમાલા, સૌભાગ્યરત્નમાલા, નિબંધરત્નમાલા, આદર્શ કહાનિયાં, આદર્શ નિબંધ, નિબંધ દર્પણ વગેરે મહિલાઓને ઉપયોગી અનેક પુસ્તકોની તેમણે રચના કરી છે. સામાજિક સુધારણા ક્ષેત્ર, નિર્માણકાર્યના ક્ષેત્રે, સાહિત્યરચના ક્ષેત્રે અગ્રસ્થાને રહેલાં રાંદાબાઈ જૈનધર્મના ઉજજવળ પ્રકાશને અખિલ વિશ્વમાં ફેલાવવા માટે હંમેશાં આતુર, ઉત્સાહી અને તૈયાર રહેતાં. ઈ. સ. ૧૯૪૮માં “સર્ચલાઇટ' નામના પત્રમાં સમાચાર છપાયા કે જ્યૉર્જ બર્નાડ શૉ “જનમતનું ઉત્થાન” નામનું એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેમાં જૈનાચાર્યો દ્વારા પ્રતિપાદિત અહિસાનાં મહાત્મા ગાંધીની અહિંસા સાથે તુલનાત્મક અભ્યાસ અને વિવેચન કરવામાં આવશે. આ કાર્ય માટે ડૉ. શોએ ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીને બોલાવ્યા. ચંદાબાઈએ તરત જ જૈન સમાજના પ્રમુખ સર શેઠ હુકુમચંદજી, સાહુ શાંતિપ્રસાદજી, શેઠ ભાગચંદજી, બાબૂ છોટાલાલજી વગેરે મહાનુભાવોને પત્ર લખીને જણાવ્યું કે, “માત્ર ધનના અભાવે આ મહાન કાર્ય અટકવું ન જોઈએ. કોઈ પણ ઉપાયે અને ગમે તે ખર્ચે કોઈ જૈન વિદ્વાન, પંડિત, ધર્મશાસ્ત્રજ્ઞ અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન ધરાવતી વ્યક્તિને ડૉ. શૉ પાસે મોકલવામાં આવે. અદ્વિતીય સાહિત્યકાર એવા શૉની કલમે લખાયેલ આ રચના અમર બનશે, વિશ્વમાં તેને ખૂબ આદર-સન્માનથી જોવામાં આવશે અને તેને પ્રામાણિક માનવામાં આવશે. જેન–અહિંસા અને જેન-દર્શનની યથાર્થ સમજણ માટે જૈન વિદ્વાનનું તેમના સંસર્ગમાં રહેવું અત્યંત આવશ્યક છે.” આ હતો તેમનો જૈન ધર્મ માટેનો પ્રેમ, તેમનું દૂરંદેશીપણું. જીવનની અન્ય ઉલ્લેખનીય ઘટનાઓ : પં. ચંદાબાઈને ‘મા’ના નામથી સંબોધવામાં આવતાં હતાં. ખરેખર તેઓ કરુણામયી મા જ હતાં. તેમનું હૃદય અનુકંપાથી છલોછલ ભરેલું હતું. એક વાર ઈ. સ. ૧૯૪૩ માં તેમના વનિતા-વિશ્રામ'ની એક વિદ્યાર્થિનીને ટાઈફોઇડ થયો. ટાઈફોઇડે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને સંનિપાતની સાથે સાથે તે બાળા અર્ધ-બેભાન અવસ્થામાં આવી ગઈ. વિદ્યાર્થિનીની સેવાનો તેમજ દાકતરોની Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અર્વાચીન જૈન જયોતિર્ધરો સારવારનો પ્રબંધ તો પહેલેથી જ સરસ કરવામાં આવ્યો હતો. છતાં પણ જ્યારે તેમને થયું કે આ બાળાની બીમારી ઘણી જ વધી ગઈ છે અને તેનું જીવન ભયમાં છે ત્યારે તેઓ પોતે ખાવાપીવાનું છોડી તેની સારવારમાં દિન-રાત લાગી પડયાં. બીજાઓએ અનેક વાર ના પાડતાં તેમણે મમતામયી માની હેસિયતથી કહ્યું કે “મને વિશ્વાસ છે કે હું મારી સેવાથી આને જરૂર બચાવી લઈશ.” ત્રણ દિવસના લગાતાર તથા એક અઠવાડિયાના કઠોર પરિશ્રમે તે વિદ્યાર્થિનીનો પ્રાણ બચાવી લીધો. સતત તથા સખત પરિશ્રમને કારણે તેમની તબિયત પણ નાદુરસ્ત થઈ ગઈ, છતાં પણ તેમના માતૃહૃદયે કશાની પણ પરવા કર્યા વિના તે બાળાના પ્રાણ બચાવ્યા. | ગમે તેવા વિકટ, કપરા સંજોગોમાં પણ તેમની ધર્મ પ્રત્યેની આંતરિક જાગૃતિ અટલ અને અદ્ભુત રહેતી. શરીર પર તેમણે કદી મોહ નહોતો રાખ્યો. તેને હંમેશાં અનિત્ય તથા જડ માની પોતાની આત્મજાગૃતિ માટે તેઓ સંપૂર્ણ સભાન રહેતાં હતાં. ૮ ફેબ્રુ, ૧૯૪રના રોજ તેઓ અચાનક બીમાર પડી ગયાં. પાંચ-છ દિવસમાં તો તેમનું સ્વાધ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું. ઊઠવા-બેસવાની શક્તિ પણ તેમનામાં ન રહી. આવી અસમર્થ અવસ્થામાં પણ પોતાની ત્રિકાલ સામાયિક, પૂજન, ભક્તિ વગેરે દૈનિક કાયમાં તેમણે કોઈ બાધા ન આવવા દીધી. જ્યારે તેઓ તદ્દન અશક્ત બની ગયાં ત્યારે બાળવિશ્રામ’ના પરિવારની સાથે સાથે અન્ય કુંટુબીજનોને પણ ખૂબ જ ચિતા થઈ, કારણ કે તેઓ ઇંજેકશન વગેરે બિલકુલ લેતાં નહોતાં. ત્યારે સંસ્થાના ધર્માધ્યાપક શ્રી નેમિચંદ જ્યોતિષાચાર્યને બધાએ વિનંતી કરી કે માને પ્રાર્થના કરવામાં આવે કે ધર્મશાસ્ત્રની દષ્ટિએ ઇંજેકશન લેવામાં કોઈ જ વાંધો નથી. જ્યારે જ્યોતિષાચાર્યો માને કહ્યું કે તમે ઇંજેકશન લઈ લો, આ કંઈ ખાવાની દવા નથી અને આજકાલ તો ઘણા ત્યાગી મહાત્માઓ પણ ઇજેકશન લે છે. એ સમયે આ હતા માના શબ્દો, “પંડિતજી, બીજા લોકો મોહવશ થઈ આવી વાત કરે તે તો સમજી શકાય, પરંતુ આપની આવી વાતથી મહાન આશ્ચર્ય થાય છે. આપના તરફથી તો અમને એવી આશા હતી કે સમય થયે આપ અમારાં ધાર્મિક કાર્યોમાં સહાય કરશો. આ અનિત્ય શરીરનો આટલો મોહ શા માટે ? તે તો અનાદિ કાળથી પ્રાપ્ત થઈ રહ્યું છે.” તેમની આંતરિક જાગૃતિ અને આત્મશક્તિની સભાનતા કેવી હતી તે આ પ્રસંગ પરથી જણાય છે. આમ નારીસમાજની અનેકવિધ સેવાઓ કરતાં કરતાં માતાજીએ શારીરિક રીતે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો અને વિ. સં. ૨૦૩૪ માં દિનાંક ૨૮-૭–૧૯૭૭ ના દિવસે શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. માનું જીવન જૈન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે રાજભોગોથી દૂર થઈ “મહાભિનિષ્ક્રમણ’ કર્યું હતું. વૈભવની ઉપેક્ષા કરીને ત્યાગનો કંટકોથી ભરપૂર રસ્તો સ્વેચ્છાએ અપનાવ્યો હતો. તે અહિંસા અને સત્યની સાધનામાં સદા સંલગ્ન રહ્યાં હતાં. એક સહૃદય શાસિકા તથા સંચાલિકાની સાથે સાથે મા તપસ્વિની હતાં. જ્ઞાન અને સાધનામાં રત, યશની આકાંક્ષાથી રહિત, પરોપકારમાં લીન એવાં મા એક મૂકસેવિકા હતાં. યુગના સંદેશનું વહન કરતી આ મહાન સાધનામયી નારીના જીવનમાંથી આપણી બહેનો ઉત્તમ પ્રેરણા ગ્રહણ કરે. WWW.jainelibrary.org. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી ભૂમિકા અને જન્મ ઃ પશ્ચિમ ભારતના ગુજરાત અને સૌરાષ્ટ્રની સરહદે આવેલું માંડલ ગામ વિદ્યાધામ, યાત્રાધામ અને વ્યાપારધામ તરીકે સુપ્રસિદ્ધ છે. વનરાજ ચાવડાએ અહીં પથ્થરનો કિલ્લો બાંધ્યો હતો. સિદ્ધરાજ સોલંકી અને ભૌમનાથે તેના ઉત્થાનમાં ફાળો આપ્યો હતો અને વિ. સાં. ૧૩૩૬માં શ્રી હક્કસૂરિએ તેને ગુજરાતનાં સૌથી મોટાં છ ધામોમાંનું એક ગણાવ્યું હતું. વર્તમાનયુગમાં રાષ્ટ્રીયતા, સુધારાવાદી દૃષ્ટિકોણ અને વિદ્યાપ્રસારના વિવિધલક્ષી કાર્યક્રમો અપનાવવામાં પણ માંડલે આગેવાની લીધી છે. બનારસની યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાના શ્રીગણેશ અહીં જ મંડાયા હતા અને શ્રી જંબુવિજયજી જેવા પ્રખર શ્રુતાભ્યાસી મુનિ પણ અહીં જ થયા છે. આ પ્રાચીન ઇતિહાસપ્રસિદ્ધ નગરીમાં જૈન ધર્માનુયાયીઓ ધણા સૈકાથી વસતા આવ્યા છે. એવા જ એક ધર્મનિષ્ઠ છગનલાલ વખતચંદ દિવાળીબાઈ નામની સંસ્કારી પત્ની સાથે રહેતા હતા. તેમના કુળમાં વિ. સં. ૧૯૪૬માં કા. સુ. ૩ ને મંગળવારે એક પુત્રરત્નનો જન્મ થયો. પહેલું જ બાળક હોવાથી કુટુંબીઓ અને સ્વજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ. બાળકનું સ્વાસ્થ્ય અને સૌંદર્ય વિશિષ્ટ હતું અને તેથી તેનું નામ નરસિંહ રાખવામાં આવ્યું. ૧૮૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો પ્રારંભિક કેળવણી : આજથી ૯૦ વર્ષ પહેલાંના જમાનામાં પણ માંડલ ગામમાં સરકારી ગુજરાતી શાળા હતી; પણ બાળકને પંડયાની ખાનગી શાળામાં મોકલવામાં આવ્યો. તેજસ્વી બુદ્ધિના નરસિંહે ચાર ધોરણનો અભ્યાસ થોડા જ સમયમાં પૂરો કરી લીધો. બાળક હસમુખો, શાંત, સરળ અને હેતાળ હોવાથી શિક્ષકવર્ગ તેમજ વિદ્યાર્થીઓમાં લાડીલો ગણાતો. અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેવી ગામમાં વ્યવસ્થા નહોતી. તેથી આટલા ભણતરથી જ હાલ પૂરતો સંતોષ માનવો પડ્યો, કારણ કે માતાપિતા એકના એક સાંતાનને બહારગામ મોકલવા તૈયાર ન થયાં. ૧૮૮ વિદ્યાભ્યાસ અને જીવનવિકાસની પ્રેરણા : વિ. સં. ૧૯૫૮માં મુનિશ્રી ધર્મવિજયજીનું માંડલમાં આગમન થયું. તેઓ જૈન વિદ્યા અને જૈન દર્શનના પ્રખર અભ્યાસી હતા. તેઓએ ઉપાશ્રયમાં આપેલા પ્રેરક અને પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળનારાઓમાં આપણા નરસિંહભાઈ પણ હતા. યુવાનોને મુનિશ્રીએ જૈન ધર્મનો અભ્યાસ કરી વિદ્વત્તા પ્રાપ્ત કરવાનો બોધ આપ્યો. પૂ. મુનિશ્રીની વાણીએ જાણે જાદુ કર્યો અને નવલખાના બંગલામાં પાઠશાળાની શરૂઆત થઈ. આ કાર્ય માટે પંડિતશ્રી બેચરદાસજીની નિમણૂક થઈ અને તરત જ ૧૫–૨૦ વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા. નરસિંહભાઈ પણ તેમાંના એક હતા. જ્ઞાનદાનના આ શુભ કાર્ય માટે તાત્કાલિક રૂ. ૨૦,૦૦૦ નું દાન પણ પ્રાપ્ત થયું. મુનિશ્રીને દીર્ઘદૃષ્ટિથી જણાયું કે જો અનેક વિષયોના નિષ્ણાત અને પ્રતિભાશાળી વિદ્વાનો તૈયાર કરવા હોય તો પાઠશાળાને બનારસ જેવા વિદ્યાધામમાં ખસેડવી જોઈએ. મુનિશ્રીએ વિદ્યાર્થીઓને સાથે લઈને, વિદ્યાધામ અને યાત્રાધામ એવા બનારસ તરફ પ્રયાણ કર્યું. આ કામ સરળ ન હતું, કારણ કે રસ્તો વિકટ હતો અને ભોજન મેળવવા અંગે પણ ધણી અગવડો હતી. આમ છતાં દઢતા અને સાહસના ફળરૂપે સહુ બનારસ પહોંચ્યા. વળી શરૂઆતમાં અહીંના બ્રાહ્મણ પંડિતો જૈન વિદ્યાર્થીઓને ભણાવવા તૈયાર થતા નહોતા, પણ મુનિશ્રીની કુશળતા, ધીરજ અને શક્તિના પ્રભાવથી આ પ્રશ્ન હલ થયો. વિદ્યાર્થીઓનું ધર્મશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર આદિ વિષયોનું અધ્યયન સારી રીતે થવા લાગ્યું. રજાઓમાં માતાપિતાને મળવાની ઇચ્છાથી નરસિંહભાઈ વતનમાં આવ્યા. એકના એક દીકરાને વિવાહિત જોવાની ઇચ્છાથી માતાપિતાએ તેના લગ્નની વાત શરૂ કરી. પરંતુ સહજ ઉદાસીનતા અને વિદ્યાપ્રાપ્તિની લગનીમાં નરસિંહભાઈને આ બંધન સ્વીકાર્ય નહોતું. દૈવયોગે લગ્નની વાતચીત આગળ વધે તે પહેલાં જ માતાપિતાનું અવસાન થયું. તેથી નરસિંહભાઈએ પાલિતાણા જવા માટે કાકાશ્રી પોપટલાલ વખતચંદ પાસે મંજૂરી માગી. રજા મળતાં નરસિંહભાઈએ પાલિતાણા જવાને બદલે બનારસ તરફ્ પ્રયાણ કર્યું. તેમણે આગળ વિદ્યાભ્યાસ માટે ગુરુદેવની પાસે આશીર્વાદ માંગ્યા. જૂના વિદ્યાર્થીમિત્રોને મળીને તેમજ ગુરુદેવનાં દર્શન કરીને નરસિંહભાઈને લાગ્યું કે હવે મારા જીવનની આશા ફળશે. બનારસની પાઠશાળામાં અધ્યયન કરવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું હતું. પાઠશાળા પાસે કોઈ સ્થાયી ફંડ નહોતું, તેથી ૩૦ જેટલા વિદ્યાર્થીઓની ભોજન Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજ્યજી ૧૮૯ આદિના પ્રબંધની સમસ્યા ઊભી થઈ. વિદ્યાર્થીઓ ગુરુદેવની મુશ્કેલી કળી ગયા. વિપત્તિના કાને પોતાનાં ઘરેણાં સુધ્ધાં ગુરુદેવને ચરણે ધરી દીધાં. આવો ભક્તિભાવ અને ત્યાગભાવ જોઈ ગુરુદેવની આંખમાં પણ પાણી આવી ગયાં. ગુરુદેવે વિદ્યાર્થીઓ સાથે સમેતશિખરની યાત્રા પ્રારંભી અને વિહાર કરતાં કરતાં આખરે વિ. સં. ૧૯૬૩ ના ફાગણ સુદ ૧ ના રોજ કલકત્તામાં મંગલ પ્રવેશ કર્યો. કલકત્તાના સંઘે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં બનારસની પાઠશાળા માટે મોટો ફાળો એકત્ર થઈ ગયો. દીક્ષા અને વડી દીક્ષા : કલકત્તામાં ગુરુદેવ ઉપાશ્રયમાં તેમજ અન્ય જાહેર સંસ્થાઓમાં પ્રવચન આપતા. વિદ્યાર્થીઓને પણ પ્રસંગોપાત્ત બાર ભાવનાઓનો ઉપદેશ દેતા. ઉપદેશની અસરથી પાંચ યુવાન વિદ્યાર્થીઓના અંતરમાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. આ પાંચ ભવ્ય જીવો હતા : (૧) માંડલના નરસિહભાઈ, (૨) ખેડાના મગનભાઈ, (૩) દસાડાના મફતભાઈ, (૪) રાધનપુરના સૌભાગ્યચંદ અને (૫) દેહ ગામના બેચરદાસ. સંવત ૧૯૬૩ ના રૌત્ર વંદ ૫ ના રોજ હજારોની માનવમેદની સમક્ષ આ પાંચ યુવાનોની દીક્ષા વિધિ-વિધાન સહિત સંપન્ન થઈ. તેમનાં નામ અનુક્રમે ન્યાયવિજયજી, મૃગેન્દ્રવિજયજી, મહેન્દ્રવિજયજી, સિહવિજ્યજી અને વિદ્યાવિજયજી રાખવામાં આવ્યાં. કલકત્તાના ચાતુર્માસ પૂરા કરીને, ૧૯૬૪ ના કારતક વદ ૫ ના રોજ સંઘે વિહાર કર્યો. નદીયા, મુર્શિદાબાદ, બાલુચર અને અજીમગંજ થઈને સહુ પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં આવી પહોંચ્યા. અહીંનું શાંત વાતાવરણ સાધના અને અધ્યયન માટે ઘણું અનુકૂળ હતું. તેથી ગુરુદેવને અહીં ગુરુકુળ બાંધવાની ભાવના થઈ, ત્યાં તો બનારસની પાઠશાળા ગુરુદેવ વિના નહીં ચાલી શકે એવા સમાચાર મળ્યા. નવદીક્ષિત મુનિઓને અહીંના પવિત્ર વાતાવરણમાં વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપીને સંધે બનારસ તરફ વિહાર કર્યો. ૧૯૬૪ ના વૈશાખ સુદ ૩ ના રોજ સવારે પાંચ નવીન મુનિઓ સાથે જયારે સંધે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે કાશીનરેશ તરફથી હાથી, ઘોડેસવાર, બૅન્ડ વગેરે દ્વારા ભવ્ય સ્વાગત થયું. “જૈન પાઠશાલાકા પુનરુદ્ધાર હુઆ, મહાત્માજી આ ગયે.”—આ પ્રકારનો ધ્વનિ સારાયે નગરમાં સંભળાવા લાગ્યો. અહીં આવીને નવદીક્ષિત ન્યાયવિજયજી અધ્યયનમાં ગૂંથાઈ ગયા. શ્રતાભ્યાસ અને સાહિત્યસર્જનનો પ્રારંભ : ન્યાયવિજયજીની બુદ્ધિપ્રતિભા અને સ્મરણશક્તિ બાળપણથી જ તીવ્ર હતી. ૧૯૬૪ થી ૧૯૬૭ ના ચાર ચાતુર્માસ દરમિયાન તેઓ સંસ્કૃત ભાષા અને ધર્મશાસ્ત્રોના પારગામી બની ગયા. તેમની વિશેષ રુચિનો વિષય ન્યાય હતો, તેથી તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી લેવાતી “ન્યાયતીર્થ અને “ન્યાયવિશારદ'ની પરીક્ષાઓમાં બેઠા અને ઝળહળતી ફતેહ મેળવી. આવી અસાધારણ સફળતા જોઈ સંસ્થાના સમસ્ત વિદ્યાર્થીઓ, ગુરુજનો અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો : સંસ્કૃતના મહાપંડિત ઃ ન્યાયવિજયજીને સંસ્કૃત ભાષા પર એવું પ્રભુત્વ આવી ગયું કે જોતજોતામાં તેઓ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા અને કલાકો સુધી સંસ્કૃતમાં વક્તવ્ય પણ આપવા લાગ્યા. વિદ્વાન ભાઈશ્રી ફતેહઅંદ બેલાણી નોંધે છે કે, “શ્રીમદ્ યશોવિજયજી પછી સંસ્કૃતના આવા મહાપંડિત જૈન સમાજમાં જોવામાં આવ્યા નથી.” તેમની બહુમુખી વિદ્વત્તા માત્ર ૨૫ વર્ષની યુવાન વયે તેમણે લખેલા ‘અધ્યાત્મતત્ત્વાલોક’ અને ‘ન્યાયકુસુમાંજલિ' જેવા શ્રેષ્ઠ ગ્રંથો પરથી સ્વયંસિદ્ધ થઈ જાય છે. આમાંનો પ્રથમ ગ્રંથ વાંચીને ભારતના પ્રસિદ્ધ પંડિત શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી ખૂબ પ્રસન્ન થઈ ગયા હતા. તેઓએ મુનિશ્રી પર લખેલા પત્ર પરથી આ હકીકત જણાઈ આવે છે. નાગપુર અને ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિતોએ તેમને એક સન્માનપત્ર અર્પણ કર્યું હતું, જેમાં તેઓએ લખ્યું કે ‘વિમ્, વષોષ: મુિ નિવાસ: ।" જૈન દર્શનગ્રંથની રચના : ૨૮ વર્ષની વયે તેમના મનમાં જૈનધર્મદર્શનનું સર્વતોમુખી દિગ્દર્શન કરાવનાર એક મોટો ગ્રંથ ગુજરાતીમાં રચવાની ભાવના થઈ. પ્રારંભમાં તો આ ગ્રંથમાં અમુક પ્રકરણો લેવામાં આવ્યાં હતાં, પરંતુ વિવિધ સંસ્થાઓમાં પાઠયપુસ્તક તરીકે મંજૂર થતાં તેને સર્વાંગસુંદર બનાવવામાં મુનિશ્રીએ ખૂબ પરિશ્રમ લીધો. આથી ૫૦૦ પૃષ્ઠનો આ મહાગ્રંથ એટલો આવકાર પામ્યો કે તેની ૧૧ ગુજરાતી, ૨ હિન્દી અને એક અંગ્રેજી આવૃત્તિ બહાર પાડવી પડી. આ ગ્રંથને અનેક મુનિઓ અને આચાર્યોના તથા અનેક ભારતપ્રસિદ્ધ વિદ્વાનોના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તેની અગિયારમી આવૃત્તિનું આમુખ આગમોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજ્યજીએ લખ્યું છે. ૧૯૭૪ ના જામનગરના ચાતુર્માસ દરમિયાન આ ગ્રંથરત્નની રચના કરીને મુનિશ્રી ન્યાયવિજયજીએ જૈન જગતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રવાદી અને સુધારાપ્રેમી વલણ ઃ મુનિશ્રીએ સમસ્ત ભારતીય વાડ્મયનો અભ્યાસ કર્યો હતો. તેથી તેમનો દૃષ્ટિકોણ ઉદાર, વિશાળ, વ્યવહારકુશળ અને દેશકાળને અનુરૂપ હતો. તેમની ધર્મસભાઓમાં જૈનોની સાથે સાથે જૈનેતર મહાનુભાવોની પણ મોટી સંખ્યા રહેતી. તેમનાં વિવિધ વિષયો ઉપરનાં જાહેર વ્યાખ્યાનોમાં યુવકયુવતીઓ પણ ખૂબ રસ લેતાં. વિ. સં. ૧૯૮૭નું તેમનું ચાતુર્માસ બૃહદ્ મુંબઈમાં થયું હતું, જે દરમ્યાન તેમના જીવનમાં અનેક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગો બન્યા હતા. મુનિશ્રી ખાદી અને સાદાઈના તેમજ ગરીબ અને મધ્યમ વર્ગને આગળ લાવવાના પ્રખર હિમાયતી હતા. પોતે હંમેશાં ખાદી વાપરતા. પોતાના સ્કંધમાં પણ મુનિઓને ખાદી વાપરવાનો આદેશ કરતા અને પ્રવચનોમાં પણ ખાદીના વપરાશ વિષે વારંવાર ઉલ્લેખ કરીને તેનો જ ઉપયોગ કરવાની સહુને પ્રેરણા આપતા. રેશમનાં કપડાંઓનો તેઓ ખાસ વિરોધ કરતા અને કહેતા કે જેમ આહારમાં વિવેકથી વર્તો છો તેમ વસ્ત્રપરિધાનમાં પણ વિવેકથી વર્તો. તેમના ગુરુ આચાર્યશ્રી વિજયધર્મસૂરિનો જયંતી-મહોત્સવ વિ. સં. ૧૯૮૭ના ભાદરવા સુદ ૧૪ ને શુક્રવારે મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા મુનિશ્રી ન્યાયવિજયજી ૧૯૧ પ્રમુખપણા નીચે વિશાળ પાયા પર ઊજવવામાં આવ્યો હતો. તેમાં આચાર્યશ્રીએ જૈનસાહિત્ય, જૈનસમાજ, અહિંસા, શાકાહાર ઇત્યાદિ ક્ષેત્રોમાં અખિલ ભારતીય સ્તરે કરેલાં સત્કાયને બિરદાવવામાં આવ્યાં હતાં. સભાની સમાપ્તિ થતાં જાહેરમાં ખાદીનું વેચાણ થયું, જેમાં રૂ. ૫૦૦૦ની ખાદી વેચાઈ હતી. | મુનિશ્રીના સુધારાવાદી, સત્યપ્રિય, ક્રાંતિકારી અને સમયાનુવર્તી વિચારોને સમાજનો - મોટો વર્ગ પચાવી શકયો નહિ. તેથી વિ. સં. ૧૯૯૮ પછીના લગભગ ૨૬ ચાતુર્માસ તેઓશ્રીએ મોટે ભાગે પાટણ અને માંડલમાં ર્યા. આ બંને નગરના સમાજે તેમના આધુનિક વિચારોને સારા પ્રમાણમાં પચાવ્યા અને તેમની અને તેમના સાહિત્યની સેવામાં પ્રશંસનીય સહયોગ આપ્યો. વડોદરા ચાતુર્માસ: વિ. સં. ૧૯૮૫, ૧૯૮૮ અને ૧૯૮૯ના ચાતુર્માસ વડોદરામાં થયા. પ્રગાઢ વિદ્વત્તા, રાષ્ટ્રીય વિચારધારા અને પ્રખર વકતૃત્વથી તેઓશ્રીએ મહારાજા સયાજીરાવ ગાયકવાડને પ્રભાવિત કર્યા હતા. બાળદીક્ષાનિયમન, ખાદીપ્રચાર અને અસ્પૃશ્યતાનિવારણના સ્પષ્ટ અને સુદઢ વિચારોને સાકાર કરવાની તક મુનિશ્રીને આ નગરમાં પ્રાપ્ત થઈ હતી. બાળદીક્ષાનિયમન માટે પ્રજામત માંગવામાં આવ્યો ત્યારે વિજયધર્મસૂરિ અને વિજયવલ્લભસૂરિના સમુદાય સિવાય બીજા સંઘોએ આ બિલનો વિરોધ કર્યો હતો. પરંતુ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, જૈનયુવકમંડળ તેમજ પં. સુખલાલજી, શ્રી જિનવિજયજી, શ્રી મહાસુખભાઈ, પાદરાના શ્રી મોહનભાઈ વકીલ વગેરે મહાનુભાવોએ બિલને સમર્થન આપ્યું હતું. ભાવનગર શ્રી સંધે તથા આત્માનંદ જૈનસભા, લાહોરે બિલને ટેકો આપ્યો હતો. છેવટે બિલ પસાર થયું અને વડોદરા રાજ્યમાં બાળદીક્ષાનો નિષેધ થયો. ખાદીપ્રચારના કાર્યમાં શ્રી મણિલાલ કોઠારી તેમજ સમાજના અન્ય અગ્રણીઓએ પૂ. મહારાજશ્રીને સુંદર સહકાર આપ્યો હતો, અને અનેક ધાર્મિક પ્રસંગોએ ખાદીની પ્રભાવના કરી હતી. સમાજના કચડાયેલા હરિજનો અને અછૂતો પ્રત્યે મહારાજશ્રીને ખૂબ જ કરુણાનો ભાવ હતો, જેથી સરસિયા તળાવ પર આવેલ હરિજનવાસમાં સવણનો અને હરિજનોનો સામૂહિક ભોજનસમારંભ રાખ્યો હતો. આમ ભગવાન મહાવીરની સર્વજીવસમભાવની ભાવના પૂ. શ્રીની પ્રેરણાથી મૂર્ત થઈ હતી. અંતિમ દિવસો અને મહાપ્રયાણ : વિ. સ. ૨૦૧૫ પછી મહારાજશ્રીની ઉમર ૬૯ની થઈ ત્યારથી તેમને કવચિત્ શારીરિક નબળાઈ દેખા દેતી. [તેમની છેલ્લી માંદગીમાં, તેમના પરમભક્ત શ્રી રતિલાલ મફાભાઈએ તેમને હવાફેર માટે જવા આગ્રહ કર્યો, પરંતુ તેઓએ કડક શબ્દોમાં તેનો નિષેધ કર્યો. આથી શ્રી રતિલાલભાઈએ તેમની હાથ જોડીને માફી માગી હતી. વિ. સં. ૨૦૨૬ ના મહા વદ પાંચમના આગલા દિવસે અગાસીમાં ફરતાં ફરતાં તેમને શરીરમાં લકવાની અસર થઈ ગઈ. આવી શારીરિક અવસ્થામાં પણ તેઓ પ્રસન્નતાથી વાતચીત કરતા હતા. બહારથી મોટા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ તબિયત ઠીક ન લાગવાથી સવારે અમદાવાદ લઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯: અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જવાનો નિર્ણય કર્યો. પરંતુ આ નિર્ણય અમલી બને તે પહેલાં જ રાતના ૧૦ વાગે તેઓએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી. તેમની તબિયત બગડયાના સમાચાર મળતાં જ ગામમાંથી લોકોના ટોળેટોળાં ઉપાશ્રયમાં ઉભરાવા લાગ્યાં. બધાં બજાર બંધ થઈ ગયાં અને બહારગામથી ટેલિફોનની ધંટડીઓ વાગવા લાગી. બપોરના અઢી વાગે પાલખીને અગ્નિસંસ્કાર માટે માંડલ મહાજનની પાંજરાપોળના પ્રાંગણમાં લાવવામાં આવી. જોતજોતામાં તેમનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. વર્ષો પછી આજે પાણ માંડલના પ્રજાજનોના હૃદયમાં અને તેમના પ્રશંસકોના ચિત્તમાં તેઓની સ્મૃતિ એવી ને એવી તાજી છે. સાહિત્યનિર્માણ અને ઉપદેશ : પૂ. મહારાજશ્રીએ પોતાના જીવન દરમિયાન સરસ્વતીની વિશિષ્ટ ઉપાસના કરીને વિપુલ સાહિત્યની રચના કરી છે. તેઓએ ગુજરાતીમાં ૧૭, સંસ્કૃતમાં ૨૪, હિન્દીમાં ૬, અંગ્રેજીમાં ૧૦ અને પ્રાકૃતમાં ૧ એમ કુલ ૫૮ ગ્રંથોની સમાજને ભેટ આપી. પૂ. મહારાજશ્રીની ઉત્તરાવસ્થામાં લખાયેલ ગ્રંથ “કલ્યાણભારતી”માં તેમણે બહુશ્રુતતા છતાં સરળ ભાષામાં જૈન સિદ્ધાંતની મુખ્યતા સહિત ભારતીય સંસ્કૃતિનાં લગભગ બધાં જ પાસાંઓને સાંપ્રદાયિક તત્વજ્ઞાનથી પર રહીને રજૂ કર્યા છે. આ ગ્રંથમાં કુલ પાંચસો જેટલા શ્લોકો છે. જૈન દર્શન’ અને ‘કલ્યાણભારતી” ઉપરાંત “અધ્યાત્મતત્તાલોક', “આત્મતત્વ પ્રકાશ', “મહામાનવ મહાવીર’ અને ‘ન્યાય કુસુમાંજલિ” તેમની અગત્યની કૃતિઓ છે. ઉપદેશ સાર : (૧) સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્ય સંગઠન દ્વારા કરવાની ખાસ જરૂર છે. તે માટે બ્રહ્મચર્ય અને ત્યાગભાવના આવશ્યક છે. ઊઠો અને ખંખેરી નાખો કાયરતાનાં જાળાં ! યા હોમ કરીને કૂદી પડો. કર્મક્ષેત્રના મેદાનમાં, શાસનદેવ તમારા સહાયક થશે. વીરધર્મના જયઘોષની યશોમાળ તમને વરશે. (૨) સ્ત્રી સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાનદશા સંસારને માટે શાપરૂપ છે. બાળકોના જીવનસુધારનો મુખ્ય આધાર માતા પર રહેલો છે. જો તેમને વ્યાવહારિક શિક્ષણ, ભાષાજ્ઞાન, ગૃહવ્યવસ્થા, બાળઉછેર તથા સદાચાર, લજજા, બળ, હિંમત, વિવેક, સેવાધર્મ, કુટુંબપ્રેમ વગેરેનું શિક્ષણ આપવામાં આવે તો તેની કુક્ષિમાંથી સંતો, મહાત્માઓ, વીરો, વીરાંગનાઓ જેવાં રત્નો ઉતપન્ન થાય છે. (૩) દેશના લાખો ગરીબો ભૂખમરાની આગમાં બળી રહ્યા હોય ત્યારે નિરુપયોગી જમણવારોમાં પૈસા વેડફવા અયોગ્ય છે. (૪) “દીક્ષા એકદમ ન આપી દેતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને દીક્ષાના ગુણોનો અભ્યાસ કરાવવામાં આવે તો શું ખોટું? પહેલેથી ઘડવામાં મુમુક્ષની કસોટી થાય.” સાધુઓની વ્યાખ્યાનમાળા શિક્ષણશાળા બને, શ્રોતાઓમાં સારી વિચારભાવનાઓ જાગે, તેમને પોતાનાં કર્તવ્યોનું ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને શ્રોતાવર્ગમાંથી જન-જૈનેતરના ભેદ દૂર થાય. જૈનમુનિઓનાં વ્યાખ્યાન આવા ઉદાત્ત ઉદ્દેશોવાળાં હોવાં જોઈએ, એમ તેઓ માનતા. (૫) પરમાત્માના દર્શનથી જીવનની શુદ્ધિ કરવાની છે. આપણા તીર્થકરો તો વીતરાગ, સર્વાશ અને મોક્ષમાર્ગદાતા હતા. મહાપ્રભુની ધ્યાનસ્થ મૂર્તિ પર આંગી હોઈ જ ન શકે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજ્યજી પ્રેરક વ્યક્તિત્વની ઝાંખી (૧) વૈષ્ણવ ભાઈઓની ભક્તિઃ જેમને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને સર્વ ધર્મો અને શાસ્ત્રો સમ્યગરૂપે જ પરિણમે છે. મુનિશ્રીની આવી નિર્મળ દષ્ટિ અને સર્વધર્મસમભાવભરી બુદ્ધિને કારણે ગવસમાજ તેમના તરફ આકર્ષાયો હતો, એ લોકોએ એમની ખૂબ સેવાભક્તિ કરી. ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ કરાવ્યા. (૨) ભાષાપ્રભુત્વ : એમની ભાષા સરલ, મધુર અને પ્રાસાદિક હોવા છતાં એમના શબ્દોમાં એક પ્રકારનો જુસ્સો રહેતો. તેજસ્વી શબ્દો એમની જીભે રહેતા, અને હૃદયના ઉચ્ચભાવો વ્યક્ત કરીને દિલને સ્પર્શી જતા. તેમના ભાવવાહી તેજસ્વી શબ્દસમૂહોથી વિદ્વાનો મુગ્ધ બની જતા. ' (૩) સાગર જેવી ઉદારના : મુનિશ્રીમાં સર્વધર્મસમભાવની જે વ્યાપક, ઉદાર અને ઉદાત્ત દૃષ્ટિ હતી, એવી દષ્ટિ ભાગ્યે જ કોઈ અન્ય મુનિમાં જોવા મળશે. અનેકાંતવાદના એ ખરેખર વ્યવહારુ પ્રણેતા હતા. (૪) નિમહી : તેમણે કદી શિષ્યની ઇચ્છા નથી કરી, નથી કરી પોતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિતા. એ તો આનંદઘનની જેમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશુંય એમને નહોતું. (૫) એકાંતના સાધકઃ છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી તેઓ લગભગ એકાંત, શાંત, જીવન જીવતા. મોટે ભાગે ધર્મશાસ્ત્રોના વાચન અને ચિતન પાછળ તેઓ સમય વિતાવતા. “ન્યાયવિજયજીનું દર્શન-વંદન એ જ મહાયાત્રા છે.” એકવાર આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ શંખેશ્વર થઈ પાટણ જવાના હતા. એમને મન ન્યાયવિજયજીનું દર્શન-વંદન જ મહાયાત્રા હતી. જૈન સમાજના સર્વ વર્ગોના આદરણીય, શુનશીલવારિધિ, પ્રાચીન સાહિત્યસંશોધનના મહારથી એવા શ્રી પુણ્યવિજયજી મુનિશ્રી ન્યાયવિજયજીની યાત્રાએ આવે એ મુનિશ્રીની વિરાટતાનું–સાધુતાનું– સ્વયંપ્રમાણ હતું. બે મહાવિદ્વાનોનું આ મિલન હૃદયંગમ અને પ્રેરક હતું. સંતસમાગમનું સ્થાન : અનેક વિદ્વાનો એમની સાથે જ્ઞાનચર્ચા કરતા અને સંતસમાગમ માટે શોધના આવતા. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, શ્રી પરમાનંદ કાપડિયા, મુનિશ્રી સંતબાલજી, શ્રી વિમલા ઠકાર, હરદ્વાર ઋષિકેશના સ્વામી શ્રી શિવાનંદજીના પટધર સ્વામી સત્યાનંદજી, સ્વામી ચૈતન્યાનંદજી, સ્વામીશ્રી પ્રેમાનંદજી વગેરે અનેક પ્રસિદ્ધ વિદ્વાનો તેમનાં દર્શન–મુલાકાત દ્વારા જ્ઞાનચર્ચા અર્થે આવતા. - માંડલની એક બીજી જ આવી વિભૂનિ મહંત શ્રી શાંતિપ્રસાદજી મુનિશ્રીના દર્શને પધારેલા. બન્ને વચ્ચેનો સંસ્કૃતમાં થયેલો વાર્તા–પ્રવાહ સાંભળી માંડલવાસીઓ તો મુગ્ધ જ બની ગયા. પ્રસિદ્ધ વિદ્વાન મુનિશ્રી જંબુવિજયજી શંખેશ્વર આવતા તો એકલા મુનિશ્રીના વંદને આવતા અને ૩૬ માઈલનો પ્રવાસ ખેડી પાછા ચાલ્યા જતા, એ મુનિશ્રી પ્રત્યે તેમની ભક્તિ અને સ્નેહ જ દર્શાવે છે. ૭) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી સોનગઢના સંત તરીકે પ્રખ્યાત થયેલા, અનેક જિનમંદિરોના નિર્માણ અને શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પરમાગમોના પુનરુદ્ધારમાં અનન્ય યોગદાન આપનાર, આત્માર્થી સંત શ્રી કાનજીસ્વામીનું વ્યક્તિત્વ અત્યન્ત પ્રતિભાશાળી હતું. તેમના પરિચયમાં આવનારી દરેક વ્યક્તિ પર તેમની આધ્યાત્મિક પ્રતિભા અને કુશાગ્ર બુદ્ધિનો પ્રભાવ અવશ્ય પડતો. લગભગ ૪૦ વર્ષ સુધી તેમણે પોતાની પ્રવચનશૈલી અને આત્માર્થ દષ્ટિનાં ગુણગાન વડે કેટલાયે જૈન-જૈનેતર મુમુક્ષુઓ પર ઊંડી છાપ પાડી હતી. જન્મ તથા બાળપણ : શ્રી કાનજીસ્વામીનો જન્મ વિ. સં. ૧૯૪૬ના વૈશાખ સુદ ૨ ને રવિવારના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં માતા ઉજમબાઈની કૂખે થયો હતો. પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. સ્થાનક્વાસી જૈન સંપ્રદાયના દશા શ્રીમાળી વણિક કુળમાં જન્મેલા બાળક કહાનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર અને સહજ વૈરાગ્યભાવ હતો. નાની ઉંમરમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થવાથી સાધારણ શિક્ષણ મેળવીને તેઓ પોતાના મોટા ભાઈ સાથે આજીવિકાÈ પાલેજની દુકાનમાં સામેલ થયેલા. છતાં તેમનું વૈરાગી મન વેપારાદિથી ઉદાસીન રહ્યા કરતું. ૧૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી ઉપાાયમાં કોઈ પણ સાધુ આવ્યાની ખબર મળતાં તેમની સેવામાં દોડી જવાનું તેઓ ચૂકતા નહિ. તેમનો મોટાભાગનો સમય સાધુઓની વૈયાવૃત્ય અને ધર્મચર્ચામાં વીતતો. તેમના સંબંધીઓ તો તેમને ‘ભગત'ના નામથી જ બોલાવતા. એક દિવસ પોતાના વડીલબંધુને તેમણે સાફ્સાફ જણાવી દીધું કે મારા ભાવ વિવાહ કરવાના બિલકુલ નથી, પરંતુ દીક્ષા ગ્રહણ કરવાના છે. ભાઈએ ખૂબ સમજાવ્યા પણ તેમના વૈરાગી ચિત્તે દીક્ષા લેવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. દીક્ષા લીધા પૂર્વે તેઓ ગુરુની શોધમાં કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડનાં અનેક ગામોમાં ફર્યા. છેવટે વિ. સં. ૧૯૭૦ના માગસર સુદી ૯ ને રવિવારના દિવસે તેમણે વતન ઉમરાળામાં જ બોટાદ સંપ્રદાયના શ્રી હીરાચંદજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. ૧૯૫ દીક્ષા લીધા પછી કાનજીસ્વામીએ શ્વેતાંબર સ્થાનકવાસી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ ર્યો. તેમનાં જ્ઞાન અને સંયમથી આખા સૌરાષ્ટ્રમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમની વિદ્રત્તા અને પ્રવચનશૈલીથી ઘણા લોકો આકર્ષાયા. ગ્રંથરાજ શ્રી સમયસારની પ્રાપ્તિ : વિ. સં. ૧૯૭૮માં કાનજીસ્વામીના જીવનમાં એક મહાન પરિવર્તન કરનારી ઘટના બની. તેમના હાથમાં આચાર્ય કુન્દકુન્દવિરચિત શ્રી સમયસાર ગ્રંથ આવ્યો. તેના અધ્યયનથી તેમના આનંદની કોઈ અવધિ ન રહી. તેમને એવું લાગ્યું કે અત્યાર સુધી તેઓ જેની ખોજમાં હતા, તે આખરે તેમને મળી ગયું છે. શ્રી સમયસારનો તેમના પર અતિશય પ્રભાવ પડ્યો અને તેમની જ્ઞાનની દિશા એકદમ બદલાતી જોવા મળી. ત્યારબાદ, વિ. સં. ૧૯૮૨માં શ્રીમાન ટોડરમલજી વિરચિત ‘મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથ તેમના હાથમાં આવ્યો. આથી તેમની બદલાયેલી દિશાને એક નવું જોમ મળ્યું. વિ. સં. ૧૯૯૧ સુધી કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુવેશમાં રહીને અનેક ગામોમાં પાદવિહાર કર્યો અને લોકોને જૈનધર્મનો મર્મ સમજાવવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો. તેઓ પોતાનાં વ્યાખ્યાનોમાં સમ્યગ્દર્શનની સિદ્ધિ માટે અત્યન્ત ભારપૂર્વક કહેતા. લાખો જીવોની હિંસા કરવાથી લાગતા પાપ કરતાં પણ મિથ્યાત્વી થતું પાપ વિશેષ છે તેમ તેઓ અનેક વાર કહેતા. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સિવાય સાચું ચારિત્ર આવી શકે જ નહિ એવી તેમની દૃઢ માન્યતા હતી. વિ. સં. ૧૯૯૧ ચૈત્ર સુદ ૧૩ ને મંગળવારે ભગવાન મહાવીરના જન્મદિને, કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુપદનો ત્યાગ કર્યો. આ પરિવર્તનને ભવિષ્યમાં થનારી અનેક ઘટનાઓના પાયારૂપ ગણી શકાય. આ પરિવર્તનથી સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રચંડ વિરોધ જાગ્યો છતાં પણ તેઓ મેરુસમાન અવિચળ અને અડગ રહ્યા. તેમણે દિગંબર ધર્મ અંગીકાર કર્યો અને પોતાને દિગંબર આમ્નાયના શ્રાવક તરીકે ધોષિત કર્યા. સત્ય સિદ્ધાન્તો માટે પોતે આ ધર્મ-પરિવર્તન કર્યું છે તેવી તેમણે જાહેરાત કરી. પરિવર્તન બાદ તેમણે પોતાનો મુખ્ય નિવાસ સૌરાષ્ટ્રના સોનગઢ ગામમાં રાખ્યો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પરિવર્તન બાદ શરૂઆતનાં વર્ષોમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો, પરંતુ ધીરેધીરે તેમના અનુયાયી વર્ગ “મહારાજે જે કર્યું હશે તે સમજીવિચારીને જ કર્યું હશે.” એવી લાગણી સાથે તેમના તરફ નતમસ્તક થયો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જન્મજાત દિગંબરો પણ તેમના જ્ઞાનની તેજસ્વિતાથી આકર્ષાઈને કેટલાક પ્રેમથી, કેટલાક ભક્તિથી, કેટલાક કુતૂહલવશ, તેમની સમીપ આવવા લાગ્યા. તે બધા તેમનાં આંતર-બાહ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થયા. તેમની વાણીમાં હંમેશાં અધ્યાત્મની વર્ષા વરસતી હતી. ધીમે ધીમે તેમની પ્રવચનશૈલી તથા અધ્યાન્મથી આકર્ષાઈને વિવિધ સ્થાનોથી અનેક ભાઈબહેનો સોનગઢ આવવા લાગ્યાં. આને પરિણામે એક મોટો અનુયાયીવર્ગ તૌયાર થયો અને અનેક મુમુક્ષુ ભાઈબહેનોના સ્થાયી વસવાટથી સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું. સોનગઢમાં વિશાળ જિનમંદિર, સીમંધરસ્વામીનું સમવસરણ તથા હજારેક ભાઈબહેનો બેસી શકે એવા સ્વાધ્યાયભવનનું નિર્માણ થયું, જે અત્યન્ત દર્શનીય છે. શ્રી કાનજીસ્વામીને અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુન્દકુન્દ્રાચાર્ય અને તેમના દ્વારા રચિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય જેવા પરમાગમો પર અપૂર્વ, અનન્ય ભક્તિ હતી. આ આગમો પર તેમના અનેક પ્રવચનો અધ્યાત્મશૈલીની મુખ્યતાથી સોનગઢ, રાજકોટ, મુંબઈ આદિ અનેક નગરોમાં થયાં. શ્રી સમયસાર પરમાગમને તેઓ ઉત્તમોત્તમ ગ્રન્થ માનતા. તેમની દઢ માન્યતા હતી કે સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષદાયી છે. કાનજીસ્વામીની પ્રવચનશૈલી મુખ્યપણે નિશ્ચયનયને અવલંબિત અધ્યાત્મપ્રધાન રહી. તેમનાં પ્રવચનો હંમેશાં “ભગવાન આત્માનો અનેરો મહિમા પ્રગટ કરતાં. તેમની અધ્યાત્મપ્રધાન વકતૃત્વશીલી તથા વિદ્વત્તાથી જૈન વિદ્વાનો તેમની તરફ ખૂબ આદર-ભાવથી નીરખતા. તેઓ હંમેશાં મુમુક્ષુઓના ચિત્તમાં સમ્યકત્વનું માહામ્ય દઢ કરવા સતત પ્રયત્નશીલ રહેતા. તેમનાં પ્રવચનોમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વ્યક્તિઓ તથા યુવાવર્ગ પણ સારા પ્રમાણમાં સામેલ થતો. તેમનાં પ્રવચનો-વ્યાખ્યાનો એક આધ્યાત્મિક ક્રાન્તિનાં મંડાણ જેવાં હતાં. જિનમંદિરોનું નિર્માણ : શ્રી કાનજીસ્વામીના ઉપદેશથી પ્રભાવિત થઈને અનેક સ્થાનકવાસી શ્વેતાંબર ભાઈઓએ દિગમ્બર ધર્મ અંગીકાર કર્યો. તેના ફળસ્વરૂપે લગભગ ૬૧ જેટલાં વિશાળ દિગંબર જિનમંદિરો સૌરાષ્ટ્ર, ગુજરાત તથા અન્ય પ્રાંતોમાં નિર્માણ થયાં. સ્વામીજીના માર્ગદર્શનમાં અનેક આગમોનું–શાસ્ત્રોનું પ્રકાશન થયું. કેટલાંયે શાસ્ત્રોના ગુજરાતી ગદ્યાનુવાદ તથા પદ્યાનુવાદ પ્રગટ થયા. આત્મધર્મ નામનું માસિક પણ (ગુજરાતી, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષામાં) પ્રગટ થવા લાગ્યું. કુન્દકુન્દ કહાન જૈન શાસ્ત્રમાળા-સોનગઢ, પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ-જયપુર વગેરે સત્સાહિત્યનું પ્રકાશન કરનારી સંસ્થાઓ ઊભી થઈ અને સાહિત્યનો ખૂબ પ્રચારપ્રસાર થયો. સ્વામીજીની પ્રેરણાથી મુમુક્ષુવર્ગમાં સ્વાધ્યાયની નિયમિત રૂચિ ઉત્પન્ન Page #198 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રભાવક શ્રી કાનજીસ્વામી ૧૯૭ થઈ અનેક સ્વાધ્યાય શિબિરો યોજાવા લાગી. સોનગઢ તથા જયપુરમાં એક પંડિતવર્ગ પણ ઊભો થયો અને અનેક વિદ્વાનો તૈયાર કરવાની પરંપરા પણ પ્રસ્થાપિત થઈ. સ્વામીજીએ તેમના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ ભારતનાં વિવિધ જૈનતીર્થોની યાત્રા કરી હતી અને ઘણા જીવોને તત્ત્વજ્ઞાનમાં રુચિ લેતા કર્યા હતા. અનેક જિનમંદિરોનું નિર્માણ, સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર-પ્રસાર તેમજ નિશ્ચયનયને વરેલી પ્રવચનશૈલીથી કરેલાં પ્રવચનો આદિ અનેકવિધ સત્કર્મો દ્વારા પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ પોતાનું સમસ્ત જીવન જિનવાણીના આસેવન અને પ્રચાર-પ્રસારમાં વ્યતીત કર્યું. સમ્યકત્વ ઉત્પન્ન કરવાની રુચિ તેમણે મુમુક્ષુઓમાં જગાવવાનો અવિરત પ્રયત્ન કર્યો. છેવટે નાદુરસ્ત તબિયતના કારણે તેમને મુંબઈની જશલોક હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થયો. લગભગ ૯૧ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી તેઓએ તા. ૨૮–૧૧–૧૯૮૦, શુક્રવારના રોજ અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. તેમના જવાથી મુમુક્ષુવર્ગમાં એક ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી સત્યની સાધના માટે ફૂલના હાર પણ નહિ, પણ તલવારની ધાર પર જીવનાર, પાંડિત્ય ખાતર અપૂર્ણ આત્મભોગ આપનાર, રાષ્ટ્ર ખાતર હદપારીની સજા ભોગવનાર, સરસ્વતીદેવી, સમાજ ને રાષ્ટ્રની તન, મન ને ધનથી સેવા કરનાર પંડિતવર્ય શ્રી બેચરદાસજીની ગણના ભારતના અગ્રગણ્ય સાક્ષરો, રાષ્ટ્રસેવકો ને સમાજસેવકોમાં કરી શકાય. તેમણે જીવનની વિવિધ દિશાઓમાં પોતાના પુરુષાર્થને અવિરતપણે વહાવી જીવનને ચરિતાર્થ કર્યું. જૈન સંઘને અંધશ્રદ્ધાની નિદ્રામાંથી જગાડનાર આ યુગના ગણ્યાગાંઠયા પંડિત-પુરુષોમાંના તેઓ એક હતા. ઊગની ઉંમરથી જ મુસીબતોમાં જીવવા ટેવાયેલા પુરુષાર્થી પંડિતજી છેક મોટી ઉંમર સુધી મનને કે તનને અસ્વસ્થ બનાવી દે એવી મુશ્કેલીઓ વચ્ચે પણ, સમભાવપૂર્વક સરસ્વતી અને સમાજધર્મની ઉપાસનાને અસ્ખલિતપણે આગળ વધારતા રહ્યા. નવું નવું જાણવાની અને સત્યને શોધવાની એમની વૃત્તિમાં કદી પણ ઢીલાશ નથી આવી, એ એમના જીવનની એક આગળ પડતી વિશેષતા છે. ૧૯૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી જન્મ અને કસોટીભર્યું બાળપણ : ભારતના અને જૈનોના ઇતિહાસમાં વલભીપુરનું નામ ભારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન આગમ શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાનું ગૌરવ આ નગરીને ફાળે જાય છે. સૌરાષ્ટ્રની ધરતીના ગૌરવભર્યા વલભીપુર (વળા નગરમાં વિ. સં. ૧૯૪૬ની સાલમાં, માગશર વદી અમાવાસ્યાને દિવસે પંડિતજીન જન્મ થયો હતો. એમના પિતાશ્રીનું નામ જીવરાજ લાધાભાઈ દોશી. માતાનું નામ ઓતમબાઈ. નાતે વીસાશ્રીમાળી દેરાવાસી જૈન. કુટુંબની સ્થિતિ બહુ સાધારણ પંડિતજીના ભણતરની શરૂઆત વળાની બૂડી નિશાળમાં થયેલી. ત્યારપછી પાંચ ચોપડી સુધી તેઓ પોતાના મોસાળ સણોસરામાં ભણ્યા, અને છઠ્ઠી ચોપડી વલભીપુરમાં આવી પૂરી કરી. આ દરમ્યાન એમની ૧૦ વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સમાજની પ્રચલિત રૂઢિ મુજબ પોતાના પિતાશ્રીનું કારજ કરવા માટે તેમની માતાને પોતાની આખરી પૂંજી સમાં કડલાં અને ઠોળિયાં વેચી દેવાં પડેલાં એ વાત કહેતા કહેતા પંડિતજીનું દિલ દ્રવી ઊઠતું. આ પછી કુટુંબનો નિર્વાહ ચલાવવા માટે ઓતમબાઈને પારકાં દળણાં-ખાંડણાંનું પાર વગરનું કામ કરવું પડતું; અને છતાં નિર્વાહ તો પૂરો થઈ શકતો જ નહીં. બે દીકરા અને એક દીકરી એમ પોતાનાં ત્રણ સંતાનો માટે રાતદિવસ મથામણ કરતી પોતાની માતાને મદદ કરવા પંડિતજીએ કદી પણ કામ કરવામાં શરમ કે નાનમ અનુભવી ન હતી. દાણામાં મેળવવા માટે રાખ ચાળી આપવી, કપાસનાં કાલાં ફોલવાં, કાલાંના ઠળિયામાંથી રૂનાં પૂમડાં વીણવાં, દાળમસાલી (તળેલી દાળ) વેચવી વગેરે જે મળી શકે તે કામ પંડિતજી ફરતા રહેતા. ૧૯૯ પ્રાથમિક શાસ્ત્રાભ્યાસ : વધુ અભ્યાસની ઇચ્છા છતાં આજીવિકાનો સવાલ જ એટલો ભારે થઈ પડયો કે ભણવાની વાતનો વિચાર થઈ શકે એમ જ ન હતું. એટલામાં સંવત ૧૯૫૮-૫૯ની સાલમાં સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી મહારાજે જૈન વિદ્વાનો તૈયાર કરવાના ઉદ્દેશથી માંડળમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરેલી તેમાં અભ્યાસ કરવા માટે વલભીપુરના જ રહેવાસી શ્રી હર્ષચંદ્રજી ભુરાભાઈ (સ્વ. મુ. શ્રી જયંતવિજયજી) માંડળ જતા હતા, તેમની સાથે પંડિતજી પણ માંડળ ગયા. જૈન વિદ્વાનો તૈયાર કરવાની શ્રી વિજયધર્મસૂરિશ્વરજીની તમન્ના બહુ જ ઉત્કટ હતી. તેમને આવા બુદ્ધિશાળી વિદ્યાર્થીને જોઈને ભારે આનંદ થયો. આ પછી તો સ્વ. સૂરિજીએ ગુજરાતના અર્થપ્રધાન વાતાવરણમાં પ્રખર જૈન વિદ્વાનો તૈયાર થવાનું મુશ્કેલ જાણીને વિદ્યાવ્યાસંગના વાતાવરણવાળી કાશીનગરીમાં જવાનો નિર્ણય કર્યો. બેચરદાસભાઈએ માંડળમાં પાંચ-સાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. પછી આચાર્ય મહારાજ સાથે કાશી જવા માટે પગપાળા રવાના થયા. પણ તેમનાં માતુશ્રીની ઇચ્છા તેમને આટલે દૂર મોકલવાની ન હતી, એટલે હર્ષચંદ્રભાઈની સાથે ગોધરાથી તેઓ વલભીપુર પાછા આવ્યા અને સાતમી ચોપડી ત્યાં પૂરી કરી. માતાની ઇચ્છાથી અભ્યાસ છોડીને પાછા આવવું પડયું પણમનમાંથી ભણવાનો વિચાર દૂર થતો ન હતો. એટલે બેચરદાસ પાલિતાણા ગયા અને મુનિશ્રી સિદ્ધિવિજયજી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો મહારાજ પાસે રહીને નવતત્ત્વ વગેરેનો ધાર્મિક અભ્યાસ ક્યો. પાલિતાણાના આ વસવાટ દરમ્યાન એમને જમવા વગેરેની પુષ્કળ મુશ્કેલી વેઠવી પડેલી. તેમની બાએ બરફીચૂરમાનો ડબો ભરીને આપ્યો હતો, તે પહોંચ્યું ત્યાં સુધી તો રોજ વખતસર ખાવાનું મળતું, પણ પછી તો પ્રભાવના વગેરેમાં જે કાંઈ મળે તેમાંથી ચલાવી લેવું પડતું. કોઈ કોઈ દિવસ તો એકાદશી પણ થઈ જતી. છેવટે જામનગરના એક સદગૃહસ્થ શ્રી. સૌભાગ્યચંદ કપૂરચંદે માસિક રૂ. ૧૦ આપવાનું નક્કી કર્યું અને એમનો માર્ગ કંઈક સરળ બન્યો. પાલિતાણામાં એક વર્ષ રહી તેઓ વળી પાછા વલભીપુર આવ્યા. કોઈએ કહ્યું કે “વૃષભ” રાશિવાળાને લાંબા પ્રવાસનો જોગ છે. આ સાંભળી બેચરદાસને ફરી પાછા કાશીના વિચારો આવવા લાગ્યા. પણ માએ રજા ન આપી, એટલે છેવટે મહેસાણા પાઠશાળામાં જઈ પહોંચ્યા અને ત્યાં એક માસમાં ભાંડારકરની માગપદેશિકાની પહેલી ચોપડી પૂરી કરી. વિશેષ શાસ્ત્ર-અભ્યાસ માટે કાશી ભણી : આટલા ભણતરથી, વિદ્યા માટે તલસતો પંડિતજીનો આત્મા સંતુષ્ટ ન થયો અને એક દિવસ માતાને પૂછયા વગર જ હચંદ્રભાઈ સાથે સં. ૧૯૬૨-૬૩ના અરસામાં તેઓ કાશી ઊપડી ગયા. આમ વિદ્વાનો તૈયાર કરવાની ધગશવાળા આચાર્ય મહારાજ અને ગમે તે ભોગે વિદ્યા ઉપાર્જન કરવાની ભાવનાવાળા વિદ્યાર્થીનો સુયોગ થઈ ગયો. પણ છ મહિનામાં તો પંડિતજી શીતળાની બીમારીમાં સપડાયા, તે જાણીને એમનાં બા સાવ એકલાં એકલાં છેક બનારસ પહોંચી ગયાં. માતૃસ્નેહનું માપ આપણે બુદ્ધિના ગજે ન કાઢી શકીએ. કાશીમાં બે વરસ રોકાઈ તેઓ વલભીપુર આવ્યા. ત્યારે આચાર્યવર્ય હેમચંદ્રકૃન લધુવૃત્તિ પોણી થઈ ગઈ હતી. વલભીમાં થોડું રોકાઈ તેઓ પાછા બનારસ આવ્યા અને પોતાના અભ્યાસની સાથોસાથ શ્રી. યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંપાદન પં. શ્રી હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. આ ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલા જેન વ્યાકરણ અને ન્યાયને લગતા ગ્રંથો કલકત્તા સંસ્કૃત કૉલેજની “તીર્થ' પરીક્ષામાં દાખલ થયા અને પછી પંડિતજી ન્યાય અને વ્યાકરણના “તીર્થ” થયા. મુંબઈના ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં પણ પંડિતજી તથા શ્રી હરગોવિંદદાસભાઈ ઉચ્ચ નંબરે ઉત્તીર્ણ થયા અને બન્નેને પંચોતેર-પંચોતેર રૂપિયાનું પારિતોષિક મળ્યું. આમ, ધીરે ધીરે પંડિતજીની ગણના એક મહાબુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી. તે વખતે તેઓ સંસ્કૃત કવિતા પણ બનાવતા અને પાદપૂર્તિ કરવામાં પણ કુશળ ગણાતા. પંડિતજીની આવી હોશિયારીથી મહારાજશ્રીએ તેમને માસિક દસ રૂપિયાની કૉલરશિપ આપવાનું કહ્યું તો પંડિતજીએ તેનો એમ કહીને સાદર અસ્વીકાર કર્યો કેજયારે પાઠશાળા મારું બધું ખર્ચ આપતી હોય ત્યારે આવી સ્કૉલરશિપ કેમ લઈ શકાય ? પ્રાકન ભાષા અને અન્ય દર્શનોનો અભ્યાસ : આ દરમ્યાન મહારાજશ્રી પાસે આવતા અનેક વિદ્વાનો સાથે પંડિતજીને સારો પરિચય થઈ ગયો હતો. મહારાજશ્રીની ઇચ્છા પંડિતજીને શ્રમણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત ભાષાનો Page #202 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી અભ્યાસ તો તેમણે કરી જ લીધો હતો. પોતાના પ્રાકૃતના અભ્યાસ માટે પંડિતજી કહે છે કે, કોણજાણે શાથી, પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો મને બહુ જ સરળ થઈ પડી, અને જાણે અચાનક જ આવી મળી ગઈ હોય એમ એ ભાષા મને આત્મસાત્ બની ગઈ. હવે બૌદ્ધધર્મના જ્ઞાન માટે પાલિ ભાષાના જ્ઞાનની જરૂર હતી. તે માટે આચાર્ય મહારાજે ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણની સાથે પંડિતજીને તથા પં. શ્રી હરગોવિંદદાસભાઈને સિલોન મોકલ્યા. ત્યાં આઠ માસ જેટલા ટૂંકા સમયમાં પોતાનું કામ પતાવીને એ બન્ને જણા પાછા કાશી આવ્યા અને ગ્રંથમાળામાં પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કામ કરવા લાગ્યા. ૨૦૧ રાષ્ટ્રીયતાનો રંગ અને મહાત્મા ગાંધીજી તથા પં. સુખલાલજીનો સહવાસ : હજુ સુધી ધાર્મિક, સામાજિક અને સાંપ્રદાયિક શિક્ષણસંસ્થાઓમાં રાષ્ટ્રીયતાની હવા નહોતી પહોંચી શકી. પણ બંગભંગની ચળવળનું આછું-પાતળું દર્શન પંડિતજીએ એ વખતે કાશીમાં કર્યું હતું, તે ઉપરથી તેમણે દેશી કાપડ વાપરવાનો અને દેશી ખાંડનો ઉપયોગ કરવાનો નિયમ કર્યો હતો. સને ૧૯૧૫-૧૬ માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરી ત્યારથી તેમણે સ્વદેશી કાપડ અને વસ્તુઓનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આમ તે કાળે પંડિતોમાં ભાગ્યે જ જોવા મળતી રાષ્ટ્રીયતાની ભાવના પંડિતજીના અંતરમાં વસવા લાગી હતી. શરૂઆતમાં પંડિતજીને જૈનધર્મ ઉપર એવી એકાંગી શ્રદ્ધા કે તેઓ જૈન સાહિત્ય સિવાયનાં બીજાં પુસ્તકો વાંચે જ નહીં. પણ પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના અભ્યાસ પછી મૌલિક પ્રાચીન જૈન સાહિત્યનું જેમ જેમ અધ્યયન-ચિંતન આગળ વધતું ગયું તેમ તેમ નર્યું સત્ય જાણવાની એમની ઇચ્છા વધુ ને વધુ ઉત્કટ બનતી ગઈ; મનમાં ઘર કરી બેઠેલી અંધશ્રદ્ધા વિલીન થવા લાગી. પછી તો આગમો કંઠસ્થ કરવાનો એમને એવો નાદ લાગ્યો કે રાતના બે-બે વાગે ઊઠીને તેઓ એમાં તન્મય થવા લાગ્યા. પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન તો મળી જ ચૂક્યું હતું. હવે તેમાં આગમોનું વાચન અને ચિંતન ઉમેરાયું એટલે એમનો આત્મા વધુ સત્યશોધક બન્યો. પંડિતજીના જીવનનો આ સમય એ પંડિતજીના માટે ક્રાન્તદર્શનનો અને એમના દિલમાં ક્રાંતિની ભાવનાને સજીવન કરવાનો સમય ગણી શકાય. આગમોનાં અનુવાદ અને પ્રકાશન : પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિનો અભ્યુદય કરવો હોય તો સંસ્કૃતના એ મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને એને સર્વજનસુગમ બનાવી દેવા જોઈએ. બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું એટલે સંવત ૧૯૭૦-૭૧ ના અરસામાં અમદાવાદના શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમોનાં પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરાવવાં એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હતો. પણ જૈન સંઘમાં તે કાળે આગમોના અનુવાદ સામે ભારે વિરોધ પ્રવર્તતો હતો. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ પડતા કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રુચતી ન હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો એક સભામાં પંડિતજીએ આગમોના અનુવાદની જરૂર સંબંધી પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. પરિણામે એની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તો આવો વિરોધ મારામારી સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી પોતાની વાતને મકકમપણે વળગી રહ્યા અને મુંબઈમાં રહીને આ કામ કરવા લાગ્યા. - આ દરમ્યાન તા. ૨૧-૧-૧૯૧૯ ના રોજ મુંબઈમાં માંગરોળ જૈન સભાના આશ્રયે વકતૃત્વ પ્રચારક મંડળના મંત્રીના આમંત્રણથી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું અને આખા જૈન સંધમાં વિરોધનો ભારે વંટોળ જાગી ગયો. પણ જે વિચારકો હતા તેમને એ ભાષણે ભારે વિચાર કરતા કરી મૂકયા. આ ભાષણ પંડિતજીના જીવનના એક મહત્ત્વના સીમાસ્તંભ સમું લેખાય છે. આના લીધે અમદાવાદના સંધે પંડિતજીને સંઘ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું ! પણ પંડિતજીને મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ વિસાતમાં ન હતો. લોકનિદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પંડિતજીના મનમાં દઢ રીતે વસી ગયો હતો. ગાંધીજીનો સમાગમ : આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીનો સમાગમ થયો. એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઈને ગાંધીજીએ એમને આશીર્વાદ આપ્યા અને પોતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું. આ પછી તો ગાંધીજી સાથેનો એમનો પરિચય વધતો જ ગયો. સને ૧૯૨૧-૨૨ માં તેઓ ગાંધીજીના ગુજરાત પુરાતત્તવ મંદિરમાં જોડાયા, અને ત્યાં પંડિતવર્ય શ્રી સુખલાલજીના સહકારમાં સન્મતિતર્કના સંપાદનનું અતિદુષ્કર કાર્ય કર્યું. પ્રાચીન આકર (પ્રમાણભૂત) ગ્રંથોના સંપાદનમાં આ ગ્રંથનું સંપાદન એક નમૂનેદાર સંપાદન ગણાય છે. તેમના આ કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો. પંડિતજીને આ અતિ ઝીણા કામને પાર પાડવા માટે પોતાની ડાબી આંખની સદાની ઝાંખપ વહોરી લેવી પડી. આ પછી ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પડ્યો. એ રણભેરીનો નાદ સંભળાયા પછી ઘરમાં ભરાઈ રહેવું શકય ન હતું. પંડિતજી પણ એ નાદની પાછળ ઘેલા બન્યા અને હસ્તલિખિત “નવજીવન'ના તંત્રી બનીને ૯ મહિના વીસાપુર જેલના મહેમાન બન્યા. આજીવિકાની સમસ્યા : પણ પંડિતજી માટે ખરી મુશ્કેલીનો સમય તો જેલમાંથી છૂટ્યા પછી શરૂ થયો. તેમને બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો સખત મનાઈહુકમ મળ્યો હતો, તે છેક ૧૯૩૩-૩૬ની સાલમાં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન આજીવિકા મેળવવાની ભારે મુશ્કેલી હતી. છ-સાત જણનું ભરણપોષણ કરવા સાથે દીકરા-દીકરીઓના અભ્યાસને પણ પહોંચી વળવાનું હતું. આ ચાર-પાંચ વર્ષ લગી કોઈ અણનમ યોદ્ધો ઝઝૂમે તેમ પંડિતજી અણનમપણે જીવનસંગ્રામ ખેલતા રહ્યા અને મારવાડ, રાજસ્થાન જેવા પ્રદેશોમાં સ્થાનકવાસી Page #204 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ય શ્રી બેચરદાસજી દોશી ૨૦૩ સાધુઓ કે બીજાઓને ભણાવીને પોતાનો વિકટ જીવનપંથ કાપતા રહ્યા. આવી વિકટ સ્થિતિ છતાં જૈન સાહિત્યમાં રહેલ સત્યનો પ્રચાર કરવાની એમની તમન્નામાં જરા પણ ઓટ ન આવી, અને જૈન સાહિત્ય સાથેનો સંબંધ શિથિલ કરીને, વિદ્યાનાં બીજાં ક્ષેત્રો દ્વારા જીવનને સુખચેનવાળું બનાવવાની લાલચથી પંડિતજી સર્વથા અળગા રહ્યા. આ દુ:ખના ને કસોટીના સમયમાં તેમને સાથ આપનાર તેમનાં સહધર્મિણી શ્રીમતી અજવાળીબહેનને પુત્રો પ્રબોધ–શિરીષને તથા પુત્રીઓ લલિતા અને લાવણ્યવતીને અને યાદ કર્યા સિવાય અને ધન્યવાદ આપ્યા સિવાય આપણાથી કેમ રહી શકાય ? પ્રાધ્યાપક તરીકે નિયુકિત, સ્થિરતા અને યશપ્રાપ્તિ : ૧૯૩૮ આસપાસ અમદાવાદમાં એલ. ડી. આર્ટસ કૉલેજ સ્થપાઈ અને ગુજરાતના સર્વમાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ કૉલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે નિમાયા. સને ૧૯૪૦ માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ’ વિષે જે વ્યાખ્યાનો આપ્યાં તેણે પંડિતજીના પાંડિત્ય ઉપર કલગી ચડાવી દીધી. જીવનનાં સાઠ વર્ષ દરમ્યાન પંડિતજીએ જૈન સાહિત્યની જે વિરલ સેવા કરી તેના લીધે અનેક મહત્ત્વના ગ્રંથો પ્રકાશમાં આવ્યા. પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને પ્રાકૃત-અર્ધમાગધી ભાષાના પંડિતજી અસાધારણ વિદ્વાન હતા. આ ક્ષેત્રમાં તેઓ દેશના અને દુનિયાની ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં માનભર્યું સ્થાન ધરાવતા. સાથે સાથે સંસ્કૃત ભાષાના પણ તેઓ એવા જ ઉત્કટ વિદ્વાન હતા. આ બધાની પાછળ, જૈન સાહિત્યમાંની સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો બતાવવાની જે ક્રાંતિકારી ભાવના તેઓએ સેવી તે એક અપૂર્વ હકીકત હતી. પાંડિત્ય અને સત્યલક્ષી ક્રાંતિપ્રિયતાનો આવો યોગ બહુ વિરલ ઘટના છે. સંસ્કૃતમાં પાંડિત્ય તથા શાસ્ત્રનિષ્ઠા માટે સને ૧૯૬૪માં રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન તરફથી શાલ ઓઢાડીને પ્રમાણપત્ર મળેલ. આ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓ તરફથી વિવિધ પ્રસંગે તેમનું બહુમાન કરી ૭ સુવર્ણચંદ્રક, સાતેક ચાંદીની કાસ્કેટો તથા પંદરેક સન્માનપત્રો તેમને અર્પણ થયેલાં. અંતિમ વખો : કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી પણ સારી એવી સ્વૈચ્છિક સેવાઓ પંડિતજીએ લા. દ. પ્રાચ્યવિદ્યામંદિરને આપી હતી અને પીએચ. ડી.ના ઘણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આમ વિવિધ સેવાઓ આપી ૯૩ વર્ષની જૈફ વયે, સૌ સ્વજન–બંધુવર્ગને ખમાવીને. તા. ૧૧–૧૦–૧૯૮૨ ના રોજ તેઓએ શાંતિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું. જેને સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ માટે પાંડિતજી જેવા અનેક સત્યવીર પંડિતપુરુષોની આજે સમાજને ખૂબ જરૂર છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પંડિતજીની મુખ્ય સાહિત્યસેવા તેઓશ્રી દ્વારા લિખિત-સંપાદિત ગ્રંથોમાં નીચેની કૃતિઓ વધારે અગત્યની ગણી શકાય : ગુજરાત વિદ્યાપીઠ-ગુજરાત પુરાના મંદિર દ્વારા પ્રકાશિત અને પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન ૧ સન્મતિતર્ક (પાંચ ભાગ) ૨ સન્મતિતર્ક મૂળ અનુવાદ-વિવેચનસહિત ૩ જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર - શ્રી. યશોવિજ્યજી જૈન ગ્રંથમાળામાં પં. શ્રી. હરગોવિંદદાસ સાથેનાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથનાં સંપાદનો ૧ રત્નાકરાવતારિકા ૯ અનેકાંત જયપતાકા (પ્રથમ ભાગ) ૨ શાંતિનાથ મહાકાવ્ય ૧૦ સ્યાદ્વાદમંજરી ૩ નેમિનાથ મહાકાવ્ય ૧૧ અભિધાન ચિતામણિ કોશ ૪ વિજયપ્રશસ્તિ ૧૨ પાર્શ્વનાથ ચરિત્ર ૫ પાંડવચરિત્ર ૧૩ મલ્લિનાથ ચરિત્ર ૬ શીલદૂત ૧૪ જગદ્ગુરુ કાવ્ય ૭ નિર્ભય ભીમ વ્યાયોગ ૧૫ શબ્દ રત્નાકર કોષ ૮ લઘુ વદર્શન સમુચ્ચય ૧૬ આવશ્યક નિર્યુક્તિ (પ્રાકૃત) સ્વતંત્ર કૃતિ, સ્વતંત્ર સંપાદન અને અનુવાદ ૧ પ્રાકૃત માગેપદેશિકા ૨ ભગવતી સૂત્ર (બે ભાગ) સંપાદન-અનુવાદ ૩ પ્રાકૃત વ્યાકરણ ૪ મહાવીરવાણી , અનુવાદ ૫ હેમચંદ્રાચાર્ય કૃતિ ૬ ધમ્મપદ અનુવાદ ૭ જૈનદર્શન (બદર્શન સમુચ્ચયની ગુણરત્નની ટીકાનો અનુવાદ) અનુવાદ કૃતિ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૯. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહાજનોની પરંપરા : કસ્તુરભાઈની દસમી પેઢીએ થયેલા શાંતિદાસ ઝવેરીને શહેનશાહ અકબરના ફરમાનથી અમદાવાદનું નગરશેઠપણું મળ્યું હતું. શાહી સન્માન, સંપત્તિ અને ધર્મપ્રેમ માટે તેઓ એક અજોડ પુરુષ હતા, એ હકીકત તેમણે શાહજહાંને મયૂરાસન બનાવવા માટે આપેલ મોટી રકમના ઐતિહાસિક પુરાવા પરથી સહેજે જાણી શકાય છે. આ પરંપરામાં શેઠ હેમાભાઈના મોટા ભાઈ મોતીચંદ થયા જેમના પૌત્રના પૌત્ર શેઠ લાલભાઈ થયા, જે શ્રી કસ્તુરભાઈના પિતાશ્રી થાય. શેઠ લાલભાઈએ ઈ. સ. ૧૮૯૬ માં રાયપુર મિલની સ્થાપના કરી. આ રીતે કસ્તુરભાઈને ગળથૂથીમાંથી જ કાપડઉદ્યોગના સંસ્કાર પ્રાપ્ત થયેલા. શેઠ શ્રી લાલભાઈએ પોતાના ૫૭ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ આખા કુટુંબની ચાહના મેળવી હતી અને ઘરના નાનામોટા બધા જ સભ્યો તેમની આમન્યા રાખતા. વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનના તેઓ ખાસ હિમાયતી હતા. શેઠશ્રી લાલભાઈના ઘેર, મોહિનીબાની કૂખે તા. ૧૯–૧૨–૧૮૯૪ ના રોજ અમદાવાદમાં કસ્તુરભાઈનો જન્મ થયો હતો. બાળપણ અને શિક્ષણ : કસ્તુરભાઈને બે ભાઈઓ અને ચાર બહેનો હતાં. નાના ભાઈ નરોત્તમભાઈ સાથે તેઓ પતંગ, ક્રિકેટ વગેરે રમતો રમતા. આર. સી. ૨૦૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઈ. સ. ૧૯૧૧માં તેઓ મૅટ્રિક પાસ થયા. આ હાઈસ્કૂલમાં સ્વ. બલ્લુભાઈ ઠાકોર અને જીવણલાલ દીવાન જેવા રાષ્ટ્રીય રંગે રંગાયેલા ઉત્તમ શિક્ષકો હતા. તેમની અસર વિદ્યાર્થીઓ પર પણ પડી. આમ નાનપણથી જ તેમનામાં રાષ્ટ્રપ્રેમનાં બીજ રોપાયાં હતાં. ઘરમાં ધર્મપરંપરાના સંસ્કારો સુર્દઢ હતા. એટલે કસ્તુરભાઈ પોતાનાં બા અને ભાઈબહેનો સાથે દેવદર્શન-તીર્થયાત્રા વગેરે કરતા, જેમાં આબુ, પાલિતાણા અને સમેતશિખરનો પણ સમાવેશ થયો હતો. આમ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રીયતા આદિ ગુણોનું સંવર્ધન થતું હતું ત્યારે એકાએક તેમના પિતા લાલભાઈનું ઈ. સ. ૧૯૧૨માં મૃત્યુ થયું. આ સમયે કસ્તુરભાઈ ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા. પિતાશ્રીએ ઊભો કરેલ મોટો વહીવટ અને મોટા કુટુંબના સુવ્યવસ્થિત પાલન માટે કુટુંબીજનોની સલાહ લઈને કસ્તુરભાઈએ ૧૮ વર્ષની ઉંમરે ઉદ્યોગધંધામાં ઝંપલાવ્યું. જો કે ખાનગી શિક્ષણ લઈને તેમણે અંગ્રેજી ભાષા સારી રીતે શીખી લીધી હતી, જેથી વિદેશપ્રવાસમાં અને ઉદ્યોગવિકાસમાં તે સહાયક થઈ શકે. ૨૦૬ કાર્યકુશળતા અને ગૃહસ્થાશ્રામ પ્રવેશ : ધંધામાં પ્રથમ ટાઇમકીપર અને પછીથી સ્ટોર્સનું કામ સંભાળવાનું તેમના ભાગે આવ્યું. સ્ટોર્સમાં તે વખતે રૂની જાત અને તેની ગુણવત્તા ઓળખવી એ ખૂબ અગત્યનું કામ હતું. આ કામમાં યુવાન કસ્તુરભાઈ જાતમહેનત અને ખંત દ્વારા જુદાંજુદાં ગામ અને જિલ્લાઓમાં ફીને નિષ્ણાત બન્યા અને થોડાં જ વર્ષોમાં દેશના અગ્રગણ્ય રૂ પારખુ નિષ્ણાતોમાં તેઓ ગણાવા લાગ્યા. ઈ. સ. ૧૯૧૪ માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેથી કાપડ ઉદ્યોગને ખૂબ ઉત્તેજન મળ્યું. રાયપુર મિલમાં ઉચ્ચ કક્ષાનું કાપડ બનવા લાગ્યું. તેઓએ કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કર્યા હતા; જેમ કે (૧) માલની ગુણવત્તા ઉચ્ચતમ રાખવી. (૨) લાંબા ગાળાનો લાભ થાય તે રીતે આયોજન કરવું. (૩) રૂ વગેરે કાચો માલ શ્રેષ્ઠ જાતનો વાપરવો. (૪) જે-તે વિભાગનું સંચાલન નિષ્ણાતોને સોંપી તેમને સ્વતંત્રપણે કાર્ય કરવા દેવું. (૫) દલાલો, વેપારીઓ, શૅરહોલ્ડરો અને મદદનીશોને યોગ્ય વળતર મળે, તેમની સાથેનો વ્યવહાર સૌમ્ય અને મૈત્રીપૂર્ણ રહે તેની કાળજી રાખવી. આમ થોડાં જ વર્ષોમાં રાયપુર મિલ ભારતની એક શ્રેષ્ઠ મિલ તરીકે ખ્યાતિ પામી. આ અરસામાં ઈ. સ. ૧૯૧૫ ના મે માસમાં તેમનાં લગ્ન અમદાવાદના અગ્રગણ્ય ઝવેરી શ્રી ચૌમનલાલ વાડીલાલની સુપુત્રી શારદાબહેન સાથે થયાં. સાદાઈથી ઉજવાયેલા આ લગ્નપ્રસંગ દ્વારા કસ્તુરભાઈએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. નેતાઓનો સંપર્ક : મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, દાદા માવલંકર, દીવાન જીવણલાલ વગેરે નેતાઓના સંપર્કમાં આવવાના આ સમયે મુખ્ય ત્રણ બનાવો બન્યા : (૧) ૧૯૧૮ની મિલમજૂરોની હડતાળ (૨) ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ (૩) ૧૯૨૧નું કૉંગ્રેસ અધિવેશન. Page #208 -------------------------------------------------------------------------- ________________ કોષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ૨૦૭ આ ત્રણેય પ્રસંગોમાં કસ્તુરભાઈએ પોતાની વ્યવહારકુશળતા, ખંત, પ્રામાણિકતા, ઉદારતા, દીર્ધદષ્ટિ અને નિષ્ઠાથી કાર્ય કરવાની શક્તિનો સૌને પરિચય કરાવ્યો. હજુ ૨૭ વર્ષની ઉંમરે માંડ પહોંચેલા આ યુવાન ઉદ્યોગપતિની હોશિયારીથી સૌ પ્રભાવિત થયા. કસ્તુરભાઈને પોતાને પણ પોતાની કાર્યશક્તિમાં વિશ્વાસ આવ્યો, જેથી આગળનાં કાર્યો માટેના સાહસની પ્રેરણા મળી. ફળરૂપે તેમણે રૂ. બાર લાખની મૂડીથી અશોક મિલ ચાલુ કરી. પ્રારંભિક મુશ્કેલીઓને પાર કરીને મિલ સ્થિર થઈ, જે આજે ઉચ્ચ કક્ષાના કાપડનું ઉત્પાદન કરે છે. વળી, કોંગ્રેસના અધિવેશનમાં શ્રી મોતીલાલ નેહરુ વગેરે નેતાઓએ કસ્તુરભાઈને ત્યાં જ ઉતારો રાખ્યો હતો. આથી કસ્તુરભાઈને તેમના સાંનિધ્યનો લાભ મળ્યો. આ નેતાઓની દિનચર્યા જોઈને કસ્તુરભાઈએ તેમાંથી પોતાના જીવનને મહાન બનાવવાનો સંકલ્પ કર્યો અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમના સંસ્કારોને દઢ કર્યા. ઈ. સ. ૧૯૨૧માં વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમણે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે નાખેલી ટહેલમાં લાલભાઈ કુટુંબ તરફથી રૂ. ૫૦,૦૦૦ (પચાસ હજાર)નું દાન આપવામાં આવ્યું. આમ રાષ્ટ્રપ્રેમની વૃદ્ધિ, દાનશીલતાનો પ્રારંભ અને દક્ષ વહીવટ દ્વારા ઉદ્યોગને સ્થિર અને સધ્ધર કરવાની કસ્તુરભાઈની ક્ષમતાનો આપણને આ વષમાં અનુભવ .. થાય છે. ધારાસભ્ય અને વિષ્ટિકાર તરીકેઃ ઈ. સ. ૧૯૨૨માં સરદાર વલ્લભભાઈએ તેમનું નામ દિલ્હીની વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે સૂચવ્યું અને અનેક પ્રયત્નો દ્વારા કસ્તુરભાઈ ચૂંટણીમાં વિજયી નીવડ્યા. આ હોદ્દાની રૂએ તેમને પાર્લમેન્ટની કાર્યવાહીનો સારો એવો અનુભવ મળ્યો. બ્રિટિશ સરકાર તરફથી તેઓ ઉદ્યોગો, રૂની ખરીદી કે કાપડની નીતિ અંગેની કાર્યવાહી કરતી વિવિધ કમિટીઓમાં નિમાયા. આઝાદી પછી પણ શ્રી. જવાહરલાલ નેહરુની સૂચનાથી ઉદ્યોગ, બેંકિંગ, જાહેર સરકારી સાહસો અને રિઝર્વ બેન્કને લગતી અનેક બાબતોમાં કસ્તુરભાઈએ વિવિધ હોદ્દાઓ પર રહીને સારી કામગીરી બજાવી. આ સમસ્ત કાર્યવાહી દરમિયાન તેમનું દીર્ધદષ્ટિપણું, પ્રામાણિકતા અને રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને કામ કરવાની પદ્ધતિથી સર્વત્ર તેમનો યશ વિસ્તરતો ગયો. રૂની ખરીદી તથા કાપડનીતિ ઘડવાની બાબતમાં તો તેમનો મુકાબલો કરી શકે તેવો ભારતભરમાં તે સમયે ભાગ્યે જ બીજો કોઈ પુરુષ હશે, એમ તજજ્ઞોનું માનવું હતું. નવા ઉદ્યોગ ભણીઃ પિતાના મૃત્યુ બાદ ૧૯૧૨ થી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી કસ્તુરભાઈએ ટેસ્ટાઇલ ઉદ્યોગ પૂરતી જ પોતાની આર્થિક પ્રવૃત્તિ સીમિત રાખી હતી. હવે મોટા કુટુંબના સભ્યોને એક જ ઉદ્યોગમાં સમાવવાની તેમજ ભારતના ઉદ્યોગીકરણની દષ્ટિએ વૈવિધ્યીકરણની જરૂરિયાત ઊભી થઈ હતી. ૧૯૩૭ થી કાંજીના ઉદ્યોગ પ્રત્યે તેઓનું ધ્યાન હતું પણ ૧૯૪૬માં જ્યારે તેમને અમેરિકા જવાનું થયું Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ત્યારથી અમેરિકાની સાયનેમાઇડ કંપની સાથે તેમણે સહયોગની વાટાઘાટો ચાલુ કરી હતી. આગળ જતાં વલસાડ પાસે ઈ. સ. ૧૯૪૯માં અતુલ પ્રૉડક્ટ્સના નામથી ૮૦૦ એકર જમીન મેળવવામાં આવી અને પોતાના ખાસ વિશ્વાસુ શ્રી બી. કે. મજમુદારને તેના આયોજન અને વિકાસનું કામ સોંપ્યું; જે શ્રી મજમુદારે ખરેખર અત્યંત પ્રશંસનીય રીતે પાર પાડયું. તા. ૧૭–૩–૧૯૫૨ના રોજ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના હાથે આ ઉત્તમ નમૂનેદાર ઉદ્યોગસંકુલનું ઉદ્ઘાટન થયું. ધીમે ધીમે તેનો સારો વિકાસ થતો ગયો. ઈ. સ. ૧૯૫૬માં ભારત સરકારની રૂ. ત્રણ કરોડની લોન મળતાં તેનો ખૂબ ઝડપથી વિકાસ થવા લાગ્યો. અત્યારે તો તેના કરોડો રૂપિયાના માલની વિદેશોમાં નિકાસ થાય છે. તેના સ્ટાફ માટે અગિયારસો પચાસ (૧૧૫૦) મકાન બાંધવામાં આવ્યાં છે. આજુબાજુના દસ કિલોમીટર અંતરથી આવતા લગભગ ૫૫૦૦ માણસોને કાયમી રોજી મળે છે. અહીં એકબીજા સાથે સંકળાયેલ દવાઓ, રસાયણ અને અનેક જાતના રંગોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વાત તો તેના અંગત વિકાસની છે પણ ‘ અતુલે ’ જે મહાન સામાજિક કાર્ય કર્યું છે તે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સમૂહકલ્યાણની દૃષ્ટિએ ખાસ ધ્યાન ખેંચનારું છે. કેન્ટિનમાંથી સસ્તા દરે મળતું ભોજન, ઓપનર થિયેટર, રમતગમત અને મનોરંજન માટેની ક્લબો, શાન, સંસ્કાર અને કળાની પ્રવૃત્તિઓ, બે હજારથી વધુ શિશુઓ અને વિદ્યાર્થીઓના શિક્ષણની સુંદર વ્યવસ્થા તેમજ આરોગ્યસુવિધાઓ—આ બધી તેની ખાસ વિશેષતાઓ છે. આટલું જ નહીં શ્રી મજમુદાર, શ્રી સિદ્ધાર્થભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વિમળાબહેન, સમસ્ત વલસાડ જિલ્લાના અને ખાસ કરીને આજુબાજુના આદિવાસીઓના સર્વતોમુખી વિકાસમાં જે રીતે દત્તચિત્ત રહ્યાં છે તે ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. આમ, ‘અતુલ ’ને કસ્તુરભાઈની કારકીર્દિનું સાકાર થયેલું સર્વોચ્ચ સ્વપ્ન ગણી શકાય. રાષ્ટ્રીયતાના રંગે : છેક ૧૯૨૧ ની સાલથી રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા અનેક નેતાઓનો કસ્તુરભાઈને પરિચય થતો રહેલો. પછી તે મજૂરો અને માલિકોની મડાગાંઠના સંદર્ભમાં હોય, દુષ્કાળ કે પૂરની રાહતના સંદર્ભમાં હોય, કૉંગ્રેસના અધિવેશનના સંદર્ભમાં હોય કે ઉદ્યોગોને લગતા વિવાદાસ્પદ મુદ્દા બાબતમાં હોય. સૌના હિતને ખ્યાલમાં રાખવાની વૃત્તિ હોવા છતાં રાષ્ટ્રનું હિત તેઓના હૈયે સર્વોચ્ચ સ્થાને હતું. આ કાર્યને સિદ્ધ કરવા માટે તેઓ પોતાનો અંગત લાભ પણ જતો કરતા. એટલું જ નહીં પણ પોતે નુકસાન સહન કરવા પણ તૈયાર રહેતા. મજૂરોનું, સ્ટાફનું અને શૅરહોલ્ડરોનું હિત જળવાય તે જોવા તેઓ હંમેશાં આતુર રહેતા. સૌની સાથે તેમના સુખ:દુખના પ્રસંગોએ હાજર રહી એવી આત્મીયતા કેળવી હતી કે મજૂરો અને સ્ટાફના સભ્યો તેમનું યોગ્ય સન્માન કરતા. સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે, સંકટરાહતના કોઈ પણ કાર્ય માટે, રાષ્ટ્રીય નેતાઓ સાથે ઘનિષ્ટ અને આત્મીય સંબંધો સહિત મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને મોતીલાલ નેહરુ જેવા નેતાઓ પ્રત્યે પૂજ્યભાવ રાખવા બાબતે અને રાષ્ટ્રીય ચળવળને સર્વ પ્રકારે સફળ બનાવવા માટે તેઓ હંમેશાં ઉત્સુક અને ઉદ્યમી રહેતા. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ કંડલાને મહાબંદર તરીકે વિકસાવવા માટેની અથથી ઇતિ સુધીની સર્વ કાર્યવાહીમાં તેઓ કેન્દ્રસ્થાને હતા. ગાંધી સ્મારક નિધિ માટે ઉદ્યોગગૃહો પાસેથી પાંચ કરોડ રૂપિયા ભેગા કરી આપવાની મુખ્ય જવાબદારી તેઓએ સ્વીકારી હતી અને ઘણાં વર્ષો સુધી તેના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી. નાનીમોટી અનેક આર્થિક યોજનામાં તેઓ સલાહકાર હતા. ઈ. સ. ૧૯૫૪માં સોવિયેટ યુનિયન (રશિયા) મોકલવામાં આવેલા ઔદ્યોગિક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ તેમણે સંભાળ્યું હતું. આ ઉપરાંત અમેરિકા, જાપાન અને પશ્ચિમ યુરોપના દેશોમાં ભરાયેલી અનેક પરિષદોમાં પણ તેઓએ અતિથિવિશેષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૨૦૯ જીવનનું ધ્યેય અને તેની સિદ્ધિ : તેમનાં છેલ્લાં વર્ષોમાં તેમણે કહેલું કે મારી ચાર ભાવનાઓ છે : (૧) જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર. (૨) પ્રેમાભાઈ હૉલ(અમદાવાદ)નું આધુનિકીકરણ. (૩) અમદાવાદમાં એંજિનિયરિંગ કૉલેજની સ્થાપના. (૪) શાસ્ત્રોની જૂની પ્રતોની સુરક્ષા અને તેમનું સંશોધન. તેમની હયાતિમાં જ આ ચારેય જીવનધ્યેયોની પૂર્તિ થઈ તેથી તેમના જીવનની કૃતકૃત્યતાનો અનુભવ થયો એમ કહી શકાય. તેઓએ રૂ. ૨૫ લાખનું દાન આપ્યું તેથી ઈ. સ. ૧૯૪૫માં અમદાવાદમાં એલ. ડી. એંજિનિયરિંગ કૉલેજની સ્થાપના થઈ શકી. જૈનોની પ્રસિદ્ધ પેઢી આણંદજી કલ્યાણજીનો ઘણાં વર્ષો સુધી તેઓએ પ્રમુખ રહીને વહીવટ સંભાળ્યો હતો. તે દરમ્યાન તેમણે ઘણાં અગત્યનાં કાર્યો કર્યાં. હરિજનોનો જૈન મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન, તારંગાના વિવાદનો પ્રશ્ન તેમજ ઐતિહાસિક કહી શકાય તેવા રાણકપુર, દેલવાડા, શેત્રુંજય અને તારંગાનાં જૈન તીર્થોના ઉદ્ધારનો પ્રશ્ન—આ બધા પ્રશ્નો તેમણે સારી રીતે ઉકેલ્યા. તેમાં પણ પોતે અંગત રસ લઈને, જે પ્રકારે તીર્થોનું અદ્યતન દૃષ્ટિથી, કલાત્મક રીતે જીર્ણોદ્વારનું કાર્ય કરાવ્યું તે ખરેખર અદ્ભુત અને તેમની વિશિષ્ટ કોઠાસૂઝનું દ્યોતક છે. દેલવાડાનાં મંદિરો માટે અંગત રસ લઈને તેઓએ દાંતાની ખાણોમાંથી આરસ મેળવ્યો હતો. તારંગાનાં મંદિરોની કળા, ઉપરથી ઢાંકી દેવામાં આવી હતી; તે ખાસ કારીગરોને રોકીને તેમણે ખૂબ કાળજીપૂર્વક મૂળ સ્વરૂપમાં પ્રગટ કરાવી તેમજ સમુચ્ચય દૃષ્ટિએ તીર્થની કળાનો ઉઠાવ આવે તે માટે જરૂરી અનેક નાનામોટા ફેરફારો કરાવ્યા તે તેમની કળાદષ્ટિને આભારી છે. આ ઉપરાંત ગિરનાર, કુંભારિયા, ધંધુકા અને અમદાવાદની શાંતિનાથની પોળના દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ તેમણે પોતાની આગવી સૂઝ અને દીર્ધદષ્ટિથી કરાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જૈન મંદિરોનો સ્વચ્છ અને આદર્શ વહીવટ થતો જોઈને ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ સર શ્રી સી. પી. રામસ્વામીએ અન્ય હિંદુ ટ્રસ્ટોએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાનું વિચારવું જોઈએ તેવો રિપોર્ટ પોતાની ભલામણોમાં કર્યો હતો. Page #211 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ભારતીય પ્રાચ્યવિદ્યાના વિકાસ માટે અને જૈન શાસ્ત્રોની જૂની પ્રતોના સંશોધનપ્રકાશન માટે તેઓએ ગુજરાત યુનિવર્સિટીની સામે ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ નામની એક વિશિષ્ટ સંસ્થાની સ્થાપના મુનિશ્રી પુણ્યવિનયજીના સહયોગથી કરી. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૫માં થઈ હતી અને તેનું ઉદ્ઘાટન ૧૯૬૩માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું. તેમાં અત્યારે ૪૫૦૦૦ હસ્તપ્રતો છે અને પશ્ચિમ ભારતની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભેટમાં આપેલી કલાત્મક કૃતિઓનું સુંદર સંગ્રહાલય છે. તેના નવા મકાનનું ઈ. સ. ૧૯૮૫ માં ઉદ્ઘાટન થયું છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકો માટે આ એક ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક સંસ્થા છે. તેમાં ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્યાઉપાસક નિયામક તરીકે નિમાયા પછી તો પીએચ. ડી. (Ph. D.) અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીએ આ સંસ્થાને માન્ય કરી. કુલ બાવીસ લાખનો ખર્ચ તે સમયે આ સંસ્થા માટે થયો હતો. આ રકમ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાનાં ટ્રસ્ટો તરફથી આપીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અભિરુચિ અને નિષ્ઠા વ્યક્ત કર્યાં છે, જે ખરેખર પ્રશંસનીય છે. ૨૧૦ અમદાવાદના પ્રેમાભાઈ હૉલના નવસંસ્કરણનું કાર્ય સાત-આઠ વર્ષ ચાલ્યું અને તેની પાછળ રૂ. ૫૫,૭૦,૦૦૦નો ખર્ચ થયો. શ્રી બાલકૃષ્ણ દોશીએ પોતાની સ્થપતિકળાને અહીં મૂર્તિમાન કરીને ૯૭૫ બેઠકોવાળા આધુનિક હૉલનું નિર્માણ કર્યું. તેમાં રૂપિયા ૩૨,૧૫,૦૦૦નું દાન લાલભાઈ ગ્રુપના ઉદ્યોગગૃહોએ આપ્યું છે. આધુનિક શિક્ષણના પુરસ્કર્તી : નવા જમાનાને અનુરૂપ શિક્ષણ તો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનું શિક્ષણ છે. પરંતુ પ્રારંભમાં ઈ. સ. ૧૯૨૯માં આર્ટ્સ કૉલેજ માટે તેઓએ રૂ. બે લાખનું દાન આપેલું. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૫માં ‘અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી. તેના અધ્યક્ષ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને સંચાલન સમિતિના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ હતા. આ સમિતિના પ્રયત્નથી જ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ માટે પ્રથમ ૧૦૦ એકર અને પછીથી ૫રં૫ એકર એમ કુલ ૬૨૫ એકર જમીન એકંદરે રૂ. ૭૦ લાખની કિંમતે ખરીદવામાં આવી. ત્યાર પછી યુનિવર્સિટીનાં મકાનો, શોધસંસ્થાઓ વગેરેના નિર્માણમાં કસ્તુરભાઈનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિની અમદાવાદની નીચે જણાવેલી અન્ય સંસ્થાઓની સ્થાપનામાં તેમનું સક્રિય યોગદાન છે : . (૧) અટીરા (Ahmedabad Textile Industries Research Association) : આ શોધ-સંસ્થા મુખ્યપણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને લગતું સંશોધનકાર્ય કરે છે. ઈ. સ. ૧૯૪૭માં તેની સ્થાપના થઈ હતી. ડૉ. વિક્રમ સારાભાઈ તેના માનાર્હ નિયામક રહ્યા હતા. તેનું ભવ્ય ભવન ૧૯૫૪માં બંધાયું હતું. આ સંસ્થાનું સંચાલન વૈજ્ઞાનિકો પોતે જ કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ૨૧૧ (૨) પી. આર. એલ. (Physical Research Laboratory) : ડૉ. વિક્રમ સારાભાઈએ આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૪૮માં કરી. તેમાં શ્રી કસ્તુરભાઈએ દરેક પ્રકારનો સહયોગ આપ્યો હતો. (૩) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (૪) સ્કૂલ ઑફ આર્કિટેકચર (૫) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (૬) વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર તા. ૯-૨–૧૯૫૦ ના રોજ તેમના ધર્મપત્નીને એકાએક પેટમાં દુખાવો ઊપડ્યો. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા, ઑપરેશન કર્યું, પણ તા. ૧૪-૨–૫૦ ના રોજ તેમનું અવસાન થયું. કસ્તુરભાઈને આનો ભારે આઘાત લાગ્યો. ત્યાર પછી તેઓ દિવાળી અમદાવાદમાં ઊજવતા નહીં પણ કોઈ તીર્થક્ષેત્રમાં જઈ શાંતિ માટે ચિતન કરતા. અંતિમ વિદાય: ૮૬ વર્ષની પરિપકવ અવસ્થાએ કસ્તુરભાઈને બોલવામાં તકલીફ થઈ અને તા. ૨૦-૧-૧૯૮૦ના રોજ અમદાવાદ મુકામે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના સમાચાર વીજળીવેગે સર્વત્ર પ્રસરી ગયા. સાદી ધોતી, ચાદર ઓઢાડીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને સગતના માનમાં બીજી બધી મિલો બંધ રહી પણ તેમની પોતાની મિલો, તેમની ઇચ્છા પ્રમાણે બંધ ના રહી ! દેશપરદેશથી હજારોની સંખ્યામાં લોકોએ આ બહુલક્ષી વ્યક્તિત્વના ધણી, આર્ષદ્રષ્ટા, ઉદારચેતા, શિક્ષણસંસ્કારના મહાન હિમાયતી, અપ્રતિમ ઉદ્યોગપતિ અને કર્મનિષ્ઠ મહાપુરુષ ઉપર પોતાની શ્રદ્ધાંજલિઓનો ધોધ વરસાવ્યો. કુટુંબ, નગર, પ્રાંત, રાષ્ટ્ર અને સમસ્ત માનવજાતિના એક મહાન હિતેચ્છના મહાપ્રયાણે નાનામોટા સૌને દિલગીર કરી મૂક્યા. તેમના વ્યક્તિત્વના અંગભૂત બની ગયેલા સદ્ગુણો આપણને અને અન્ય સૌ તે કોઈને પણ પોતાનું જીવન ઉત્તમ બનાવવા માટે સદાય પ્રેરણા આપતા રહેશે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૩૦. જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ભૂમિકા : પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે : નિષ્ઠાભરી, નિ:સ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના, એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જયારે સત્યસાધના અને જ્ઞાન સાધના એકરૂપ બની જઈને સાધકને અવૈર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજય આગમ-પ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી, તેમજ વળી ઊર્ધ્વગામી જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી. તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર હતો અને “ચિત્ત-પ્રસન્ન રે પૂજનફળ કહ્યું” યોગીરાજ આનન્દઘનની આ ઉક્તિની યથાર્થતા સમજાવે એવો હતો. તેઓ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું આભ્યન્તર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનન્દમય બનાવી શકયા હતા. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મપુરુષ હતા અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવા માટે સદા સ્મરણીય બની રહે એવું હતું. ૨૧૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી જન્મ, વતન અને માતા-પિતા : મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫૨ ના કારતક સુદી પાંચમ જ્ઞાન-પંચમી કે લાભપાંચમ)ના પર્વ દિવસે કપડવંજ શહેરમાં થયો હતો. તેઓનું નામ મણિલાલ, માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી હતું. માતા માણેકબહેનને ધર્મ તરફ વિશેષ અનુરાગ હતો. આજથી પોણો સો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યાકેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું. ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવ-વિચાર, નવ-તત્ત્વોનો અભ્યાસ કર્યો હતો. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. તેમાં એક સંતાન જ ઉછરેલું અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું. વળી જયાં મહારાજશ્રીનો જન્મ થયો હતો તે વતન કપડવંજ પણ ધર્મ-શ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર હતું. ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણ-કણમાં પ્રસરેલી હતી. ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મ-સાધનાનો માર્ગ અપનાવ્યો હતો. વર્તમાન સમયમાં આગમ-ગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ કપડવંજને જ પ્રાપ્ત થયું હતું. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી મહારાજ અને પૂજ્યપાદ આગમ-પ્રભાકર શ્રુત-શીલ-વારિધિ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ. કપડવંજ શહેરનાં જૈન-ધરોમાંથી એકાદ ઘર જ એવું હશે કે જેમાં કોઈએ દીક્ષા-ત્યાગ-માર્ગ ન સ્વીકાર્યો હોય. દરેક ઘરમાંથી કોઈ ને કોઈ ત્યાગ-માર્ગે નીકળતું. આવા ત્યાગ-વૈરાગ્ય-તપના ત્રિવેણીસંગમથી શોભતું પૂ. મહારાજશ્રીનું વતન હતું. તેથી પૂ. મહારાજશ્રીને પણ ત્યાગમાર્ગે જવામાં આ વતન નિમિત્તરૂપ બન્યું હતું. ૨૧૩ કુટુંબની સ્થિતિ સામાન્ય હતી, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા. માણેબહેન વતનમાં એકલાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળથી મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ધર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ ત્યાં દોડી આવ્યા. એમણે મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને ધરમાં દોડી જઈને એ ભલા સદ્ગૃહસ્થ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી. એ તો હાંફળાંફાંફળાં આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું. એમને થયું કે ઘરના એકના એક ધરવેલાને પણ આગે ભરખી લીધો. એમના દુ:ખનો પાર ન રહ્યો. પેલા વહોરા સદ્ગુહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું. એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઇન્સાન હતા અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈક હિન્દુનું સંતાન છે. એટલે એમણે એ બાળકને હિન્દુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવડાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું. એટલે બીજે દિવસે સવારે એમણે ઘેર-ઘેર ફ્રીને તપાસ કરી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અર્વાચીન જૈન જ્યોતિરો આખરે માણેકબહેનને પોતાનો દીકરો સાજોન્સારો મળી ગયો. એમના આનંદનો પાર ન રહ્યો ! મણિલાલને જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં. ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મણિલાલે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું. પણ માતા-પુત્રનો ભાગ્યોદય કંઈક વિલક્ષણ હતો. એમાં કુદરતનો કોઈ સફળ સંકેત છુપાયો હતો. ૨૬ વર્ષની નાની ઉમરે માણેકબહેન વિધવા થયાં. ચિત્તમાં જાણે સુનકાર છવાઈ ગયો. પણ જેમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી તેને આવા કારમા સંકટ વખતે ધર્મ જ સાચો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું. પણ વચમાં એક અવરોધ હતો. ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું? એને કોને ભરોસે સોંપવો? માને પણ થયું કે હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું? છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. દીક્ષા. . .દીક્ષા-ગુરુ. .. શાસ્ત્રાભ્યાસ : વિ. સં. ૧૯૬૫ ના મહા વદી પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી. મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા લીધી. એમનું નામ શ્રી રત્નશ્રીજી રાખવામાં આવ્યું. મુનિશ્રી પુણ્યવિજયજીના દાદા-ગુરુ ' પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમ-રોમમાં વ્યાપેલું હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદા-ગુરુ હતા એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહાર-દક્ષ, કાર્ય-નિષ્ઠ અને સતત સાહિત્ય-સેવી વિદ્વાન હતા. દાદા-ગુરુ અને ગુરુ બંને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. દીક્ષા-કાળ પછી મહારાજશ્રીના જીવનમાં વિદ્યાભ્યાસ અને શાસ્ત્ર-સંશોધનનું કામ સાથે જ રહ્યું છે. પૂ. મહારાજશ્રી આ બાબતમાં પોતે લખે છે કે, “કોઈ પણ વિષયનો એકધારો સાંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું કંઈક પૂર્વ-સંસ્કારો કહો, કંઈક વડીલોની કૃપા કહો અને કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે વિદ્યાભ્યાસ અને શાસ્ત્ર-સંશોધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં.” કામ કામને શીખવે એમ શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને સમજવાની ધીરજ અને તાલાવેલી વગેરે રહેલાં હતાં. દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદા-ગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા Page #216 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી ૨૧૫ પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો-જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવકશ્રી ભાઈલાલભાઈ પાસે માગપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનન્દ શાસ્ત્રી પાસે સિદ્ધહેમ-લઘુવૃત્તિ, હેમ-લઘુ-પ્રક્રિયા, ચન્દ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમાર-ચરિત વગેરેનું પરિશીલન કર્યું. પંડિત શ્રી સુખલાલજી પાસે કાવ્યાનુશાસન, નિલકમંજરી, તર્ક-સંગ્રહ ને છંદાનુશાસનનો અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે બીજી અનેક બાબતો પણ આપમેળે સમજમાં આવતી ગઈ. સાથે સાથે પ્રતોનાં પાઠારો કરવાનું અને સંશોધન કરવાનું કામ ચાલતું રહ્યું. દીક્ષા બાદ આ રીતે શાસ્ત્રાભ્યાસ તેમજ સંશોધન કાર્ય સાથે ચાલતાં, તેમાં પંડિત સુખલાલજીનો ઘણો ફાળો હતો. પંડિત સુખલાલજી વિષે મહારાજશ્રી પોતે કહે છે, “શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેક સાધુ, વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે એ સૌમાં સર્વોચ્ચ સ્થાન હું બે વ્યક્તિઓને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્ય-પ્રવર, સતત જ્ઞાનોપાસના પરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષા-ગુરુ અને શિક્ષા-ગુરુ છે. .. બીજું સ્થાન પંડિતશ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીય ભાવે અધ્યયન કરાવ્યું છે તેમજ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહીં પણ મોઢેથી જ આપીને મારી દૃષ્ટિને વિશદ બનાવી છે.” જ્ઞાનોદ્વારનું ઉત્તમ કાર્ય : જ્ઞાનોદ્ધારમાં તેઓએ અસાધારણ અને ઉતકૃષ્ટ પ્રવૃત્તિ કરી સમાજને ઘણો લાભ આપ્યો છે. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ તો તેઓ આહાર, આરામ ને ઊંઘને વીસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મ-ચિંતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લો ! એમને આ રીતે જ્ઞાનોદ્વારના કાર્યમાં નિરત જોવા એ પણ એક લહાવો હતો. આગમ–પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે એકલે હાથે જે કામ કરી ગયા તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. એનું મૂલ્યાંકન કરવાનું આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈન-સંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે. તેમણે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રો જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે તે નીચે પ્રમાણે છે: ગ્રંથભંડારોનો ઉદ્ધાર: મુનિશ્રીએ ગુરુજી–દાદાગુરુજીને મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની WWW.jainelibrary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો યાદીઓ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચિઓ મુદ્રિત કરાવી આપી. વળી કયાંક કયાંક તો ‘રૅપરો', બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી. કેટલાય પ્રાચીન ગ્રંથ-ભંડારોને નામશેષ થતા બચાવી લીધા. આ માટે એમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટ-સાધ્ય વિહારો કર્યા તે બિના શ્રુત-રક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે તેવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક પણ છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ તેમાં સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા. આ સાથે ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના થઈ. પૂ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિ:સ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે. ૨૧૬ આગમસંશોધનના વિરાટ કાર્યની આગેકૂચ : આગમ-સૂત્રો તો જૈન-ધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે. વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આગમ-સૂત્રો જ રહેલાં છે. જૈન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાઓ તૈયાર કરવાનો જબરદસ્ત પુરુષાર્થ તેમણે કર્યો. પિસ્તાળીસ જેટલા જૈન આગમોનો, એમની નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સંનિષ્ઠ લહિયાઓની મદદથી એમણે સંપાદનો તૈયાર કરવા માંડયાં. એ લહિયાઓને ચૂવવાના પૂરા પૈસાની પણ સગવડ નહોતી છતાં પોતાનું અયાચક-વ્રત એમણે છોડયું નહીં. ૧૯૪૭–૪૮માં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમણે મુનિશ્રીનું આ કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરવાનું વચન આપ્યું. એટલું જ નહીં પણ મુનિશ્રીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું પણ માથે લીધું. આ આગમોની છેલ્લી વાચનાઓ આજથી લગભગ પંદર સો વર્ષ પૂર્વ વલ્લભીપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી. ત્યાર પછી છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજ્યજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી તે જૈન-ધર્મમાં અને આ સદીના સંપાદનક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથો, ચૂર્ણિ સાથેનું નંદી-સૂત્રમ્ અને વિવિધ ટીકાઓ સાથેનું ‘નંદી-સૂત્રમ્’ ૧૯૬૬-૬૮માં છપાઈ પ્રગટ થયાં. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને “આગમ-પ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે. વળી ‘કપડવંજનો ઉત્સવ’, ‘વડોદરાનો સમારોહ’ અને ‘મુંબઈ ચાતુર્માસ પરિવર્તન'માં જે પૈસા શુભ ઉપયોગ માટે આવ્યા તે પણ આગમ-પ્રકાશન માટે આપી દીધા. મુનિશ્રીએ અનેક જ્ઞાન-ભંડારોનો ઉદ્ધાર નીચે પ્રમાણે કર્યો છે : ( ૧ ) હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવી. Page #218 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી (૨) પ્રતોનું માહિતીપૂર્ણ સૂચિપત્ર તૈયાર કરાવ્યું. (૩) ભારતમાં અને વિદેશમાં વસતા અભ્યાસી વિદ્વાનોને તે પ્રતો સહેલાઈથી મળી શકે અને તેનો તેઓ સદ્ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરાવી. (૪) હસ્તલિખિત પ્રતોનું સંકલન કર્યું. પ્રતનાં પાનાંઓની ભેળસેળ થઈ ગઈ હોય તો તેને વાંચીને ક્રમબદ્ધ વ્યવસ્થિત કરી, ફાટેલાં પાનાંને સરખાં કર્યાં અને તે લાંબો સમય જળવાઈ રહે તે માટે યોગ્ય ઔષધો અને ઉધઈ ન લાગે તેવા ઉપાયોનું અવલંબન લીધું. ૨૧૭ (૫) પ્રાચીન શાસ્ત્રો, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ; લાકડાની, ધાતુની કે બીજી કલાસામગ્રી, નાનીમોટી મૂર્તિઓ અને સચિત્ર હસ્તપ્રતો વગેરે પ્રાપ્ત કર્યાં, સુરક્ષિત બનાવ્યાં અને અભ્યાસીને ઉપયોગી થાય તે રીતે તેમને વર્ગીકૃત કર્યા. આ બધું શાનોદ્ધારનું કાર્ય તેઓએ પોતાની આગવી કોઠાસૂઝ, દીર્ધદષ્ટિ, સતત ઉદ્યમ, નિ:સ્પૃહતા અને જૈન ધર્મ પ્રત્યેની અપૂર્વ ભક્તિથી પ્રેરાઈને જ કર્યું હતું. આ કાર્યની પ્રેરણા તેમને શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજ, શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ, શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, ઇત્યાદિ મહાપુરુષો' દ્વારા પ્રાપ્ત થઈ હતી. તેમના તરફથી સતત માર્ગદર્શન પણ મળ્યા કરતું હતું. શાનોપાસનાનું બહુમાન : મુનિશ્રીએ કરેલા જ્ઞાનોદ્વારના મહાન અને યુગપ્રધાન કાર્યની કદર ઠીક ઠીક અંશે તેમના જીવન દરમ્યાન જ થઈ હતી. જેમ કે, (૧) પ્રાચ્ય-વિદ્યામાં Ph. D.ના મહાનિબંધના તેઓ પરીક્ષક નિમાયા હતા. (૨) સને ૧૯૫૯ ના ગુજરાતી સાહિત્યપરિષદના અધિવેશનના ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના તેઓ પ્રમુખ બન્યા હતા. ( ૩ ) ભાવનગર-સમાજે તેમને સુવર્ણચંદ્રક, વડોદરા-સંઘે તેમને “આગમપ્રભાકર” અને મુંબઈ-સમાજે વરલી ખાતે શ્રી વિજયસમુદ્રસૂરિના સાન્નિધ્યમાં તેમને “શ્રુત-શીલ-વારિધિ”ની પદવીઓથી વિભૂષિત કર્યા હતા. (૪) સને ૧૯૭૦ માં “અમેરિકન ઑરિએન્ટલ સોસાયટી'ના તેઓ માનદ્ સભ્ય બન્યા હતા. ઉત્તરાવસ્થા : વિદ્યાવ્યાસંગમાં તેઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. સ. ૧૯૫૫ની વર્ષાઋતુના દિવસો હતા. સંગ્રહણીના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતો ગયો. લગભગ દોઢ વર્ષ સુધી તેઓ પીડાયા. પરંતુ એ દરમિયાન એમને સધિયારો અપાયો. શારદા વ્યાસંગે, કથારત્ન કોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન એમણે આ નાદુરસ્ત તબિયતમાં જ કર્યું. અહીં એમનાં જ્ઞાન, ભક્તિ અને ચિત્તની સ્વસ્થતા પ્રગટ થયાં. આખરે વિ. સં. ૨૦૨૭ના જેઠ વદી ૬, તા. ૧૪-૬-’૭૧ સોમવારે રાત્રિના ૮-૫૦ના સમયે મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારા પોરસી ભણાવી દીધી અને જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હંમેશને માટે સંથારો Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કરવા માગતા હોય એમ શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતા કરતા બે-ચાર મિનિટમાં જ તેઓ સ્વર્ગવાસી થઈ ગયા. છેલ્લી પળો પૂરી સમાધિ, શાન્તિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગ ધર્મના સાધક, વીતરાગ-ભાવ કેળવી પોતાના જીવનને ઉજજવળ અને ધન્ય બનાવી ગયા ! ઉપસંહાર : આ આત્મસાધક સંત પોતે પણ અનેકાંતવાદની સાક્ષાત્ પ્રતિમા હતા. પોતાની તેજસ્વી બુદ્ધિને અનેકાંતના આશ્રય-જળ-સિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ એક સાચા વિદ્વાનને છાજે એ રીતે તેઓ આજીવન વિદ્યા-અર્થી જ રહ્યા. પુણ્યવિજયજી એટલે નખશિખ વિદ્યાર્થી. આમ વિષે એક આદર્શચરિત સંતને ગુમાવ્યા, જૈન સમાજે આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની ખોટ પડી. આગમ–પ્રભાકર, શીલના ઉપાસક, દીર્ધ તપસ્વી, મૂક સાહિત્યસેવી, વિદ્વાન મુનિ-રત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું. પણ હવે તો એ જ્ઞાનજયોતિનું સ્મરણ, વન્દન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની અને હિતની વાત છે. ” Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩૧. ડૉ. કામતાપ્રસાદ જૈન મહાન સમાજસેવી, પ્રસિદ્ધ જૈન વિદ્વાન, અનેક ગ્રંથોના સફળ સંપાદક અને વિશ્વ જૈન મિશન (World Jain Mission) દ્વારા દેશ-પરદેશમાં અહિંસા ધર્મનો પ્રચાર કરવામાં અગ્રેસર એવા ડૉ. કામતાપ્રસાદજી જૈનનું સમગ્ર જીવન ધર્મ અને સમાજની સેવામાં સમર્પિત હતું. જૈન ધર્મના અહિંસાદિ સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર થાય એવી ભાવના અને પ્રવૃત્તિમાં તેઓ હંમેશાં તત્પર રહ્યા. સમસ્ત વિશ્વમાં સાહિત્યના પ્રચાર દ્વારા જૈન ધર્મનો પ્રસાર કરનાર તેમજ અહિંસાના પૂજારી તરીકે તેઓનું સ્થાન અત્યંત ગૌરવવંતું છે. જન્મ અને બાળપણ : ડૉ. કામતાપ્રસાદજીનો જન્મ ઈ. સ. ૧૯૦૧ની ત્રીજી મેના રોજ કૅમ્પ બેલપુર (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતાશ્રી લાલા પ્રાગદાસ અને માતા ભગવતી દેવીએ આ બાળકમાં નાનપણથી જ ધર્મના સંસ્કારનું સિચન કર્યું હતું. શિવાજી અને ગાંધીજીની જેમ માતા તરફથી તેમને ઉત્તમ શિક્ષણ મળ્યું હતું. બાબુજીનું બચપણ હૈદરાબાદ(સિંધ)માં વ્યતીત થયું હતું અને અહીં જ તેમણે વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે હિંદી, સંસ્કૃત, ઉર્દૂ અને સિધી ભાષાઓનું જ્ઞાન ૨૧૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ખાનગી શિક્ષક દ્વારા પ્રાપ્ત કર્યું હતું. અનેક ભાષાઓનું આ જ્ઞાન તેમને આગળના જીવનમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની સાધનામાં ખૂબ મદદરૂપ થયું. બાબુજીએ ૧૮ વર્ષની ઉંમરથી જ ભિન્ન ભિન્ન વિષયો ઉપર લેખો લખવાની શરૂઆત કરી હતી. આશ્ચર્યની વાત છે કે બાબુજીએ ફક્ત નવ ધોરણ સુધી જ નિશાળનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ મૅટ્રિક પણ પાસ થયા નહોતા, છતાં પણ સતત પરિશ્રમ, ઉત્તમ સંસ્કાર અને સ્વાધ્યાયશીલતા દ્વારા તેઓએ અનેકવિધ વિષયોનું જ્ઞાન સંપ્રાપ્ત કર્યું હતું. આમ નિજ અભ્યાસના બળથી તેઓ મહાન વિદ્યાવારિધિ બની ગયા. ( કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન: બાબુજીએ તેમના જીવનમાં બે વાર લગ્ન કર્યા હતાં. તેમનું પ્રથમ લગ્ન નાની વયમાં થયું હતું. પરંતુ પત્નીનો દેહાંત થવાથી અને પિતાશ્રીના ખૂબ આગ્રહને કારણે ૨૩ વર્ષની ઉંમરે તેમણે બીજું લગ્ન કર્યું. બીજા લગ્નથી તેમને ત્રણ સંતાનો થયાં. પુત્ર વીરેન્દ્રકુમાર તેમજ પુત્રીઓ સરોજિની અને સુમન. બાકીનાં બાળકો નાની ઉમરમાં જ ગુજરી ગયાં હતાં. તેમના પિતાશ્રી લકરી વિભાગમાં બેંકર–કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. પેશાવર, રાવલપિડી, હૈદરાબાદ (સિધ) વગેરે સ્થાનોએ તેમની પેઢીઓ હતી. ઈ. સ. ૧૯૨૦માં બાબુજી પણ આ બેંકિંગ ફર્મમાં જોડાયા. ઈ. સ. ૧૯૩૦માં લશ્કરી વિભાગમાંથી ભારતીય બેંકરોને દૂર કર્યા ત્યારે તેમના પિતાશ્રીએ થોડો વખત જમીનદારીનો કારભાર સંભાળ્યો. પછી તો તેમની તબિયત લથડતી ગઈ અને તા. ૨૦-૫–૧૯૪૮ના રોજ તેમનો દેહવિલય થયો. - ઈ. સ. ૧૯૩૧થી કામનાપ્રસાદજી અલિગંજ(ઉત્તર પ્રદેશ)માં આવીને સ્થિર થયા અને સમાજસેવાનાં કાર્યોમાં લાગી ગયા. ઈ. સ. ૧૯૩૧ થી ૧૯૪૯ સુધી ઑનરરી મેજિસ્ટ્રેટ તથા ઈ. સ. ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી આસિ. કલેકટર તરીકે કાર્યવાહી સંભાળી. આવાં ઉચ્ચ પદો પર રહીને પણ ઇમાનદારી અને સમાજસેવાનાં કાર્યોમાં તેઓ નિરંતર સંલગ્ન રહેતા. સર્વસાધારણ જનતા તેમની સેવાભાવના જોઈને મુક્તકંઠે પ્રશંસા કરતી. અનેક કમિટીઓ અને સમારોહોના મંત્રી અથવા અધ્યક્ષપદ પર રહીને તેમણે કરેલાં અનેક સમાજસેવાનાં કાર્યોમાં બાબુજીની કાર્યકુશળતા દષ્ટિગોચર થતી. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સન્માન: ડૉ. કામતાપ્રસાદજીને અનેક દેશ-વિદેશની સંસ્થાઓ તરફથી વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું હતું. જેમ કે, (૧) “યશોવિજયજી જૈન ગ્રંથમાળા’ તરફથી “ભગવાન મહાવીર' નિબંધ પર સુવર્ણચંદ્રક. (૨) ભારતીય વિદ્યાભવન તરફથી “હિન્દી સાહિત્ય” નિબંધ પર રજતચંદ્રક. (૩) બૅરિસ્ટર શ્રી ચાંપતરાય જૈન દ્વારા સ્થાપિત જૈન એકેડેમી દ્વારા ઈ. સ. ૧૯૪રમાં કરાંચી અધિવેશનમાં L. L. D. ની પદવી. (૪) કેનેડાની ઈસાઈ આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા (Penmenical church) દ્વારા સર્વધર્મના તુલનાત્મક અધ્યયન પર પીએચ. ડી.ની ઉપાધિ. (૫) બનારસની સંસ્કૃત પરિષદ દ્વારા “સાહિત્યમનીષિ’ તથા જૈન સિદ્ધાંત ભવન–આરાની સુવર્ણજયંતી પ્રસંગે “સિદ્ધાંતાચાર્ય'ની ઉપાધિ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કામતાપ્રસાદ જૈન ( ૬ ) રૉયલ એશિયાટિક સોસાયટી, લંડનના સભ્ય તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ૨૨૧ (૭) જર્મનીની કીસરલીંગ સોસાયટીએ પણ તેમને સભ્ય બનાવ્યા હતા. (૮) મધ્ય અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધર્મ સંઘ દ્વારા સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું હતું. (૯) ૧૫ મા વિશ્વ-શાકાહાર-સંમેલન વખતે દિલ્હીમાં તેઓ સ્વાગતમંત્રી નિયુક્ત થયા હતા. (૧૦) અમદાવાદમાં આયોજિત ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં જૈન ધર્મ અને પ્રકૃતિ વિભાગમાં તેઓ અધ્યક્ષ નિયુક્ત થયા હતા. દાનધર્મમાં નિષ્ઠા : અખિલ વિશ્વ જૈન મિશનના કાર્યાલયથી માંડીને તેની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં ડૉ. સાહેબે હજારો રૂપિયાનું દાન કર્યું હતું. અનેક નિર્ધન-અનાથ વિદ્યાર્થીઓને પણ તેમણે સારી સહાયતા કરી હતી. પુસ્તકોના પ્રકાશન-વિતરણમાં પણ તેમણે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. યશસ્વી સંપાદક : ‘વીર’ પત્રિકાના પ્રથમ સંપાદક તરીકે બાબુજી ઈ. સ. ૧૯૨૩થી કાર્યરત હતા. લગભગ ૩૦ વર્ષ સુધી તેઓએ તેનું કુશળતાપૂર્વક સંપાદન કર્યું હતું. ‘વૉઇસ ઑક્ અહિંસા’ અને ‘અહિંસા વાણી'ના સંપાદક તરીકે પણ ઘણાં વર્ષો સુધી તેમણે પોતાની સેવાઓ આપી હતી. ‘અહિંસા વાણી’ હિંદી ક્ષેત્રમાં અને વૉઇસ ઑફ અહિંસા' અન્ય ક્ષેત્રોમાં, પરદેશમાં ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. બાબુજીની સંપાદનકળા ખૂબ જ પ્રભાવિત કરે તેવી હતી. નવોદિત સાહિત્યકારોને તેઓ ઘણી રીતે પ્રોત્સાહિત કરતા. ઇતિહાસ પર વિશેષ પ્રેમ : કામનાપ્રસાદજીને જૈન ઇતિહાસના અધ્યયનમાં અનેરી રુચિ હતી. આ વિષયનું તેમણે ગહન અધ્યયન કર્યું હતું. જૈન ઇતિહાસ સંબંધી અનેક પુસ્તકો પણ તેમણે સમાજને અર્પિત કર્યાં છે; જેમાં ‘જૈન જાતિ કા ઇતિહાસ’, સાંક્ષિપ્ત જૈન ઇતિહાસ’ના ચાર ભાગ ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ’, ‘જૈન વીરોં કા ઇતિહાસ' મુખ્ય છે. બાબુજીની સાહિત્યસેવા : પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મિશ્ર ‘પ્રભાકરે’ બાબુજી વિશે કહ્યું હતું કે “જૈન સાહિત્ય તેમનો વિષય છે. જૈન ઇતિહાસ તેમની વિચારધારા છે અને તેમનું મિશન જૈન ધર્મના સૂર્ય પર છવાયેલાં વાદળોને હટાવીને તેના પ્રકાશ દ્વારા વિશ્વને આલોકિત કરવાનું રહ્યું છે.’ ડૉ. સાહેબે તેમના જીવનકાળ દરમિયાન હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગભગ ૧૦૦ પુસ્તકો ઇતિહાસ, ધર્મ, દર્શન તેમજ સાહિત્ય પર લખ્યાં છે. તેમાં નીચેનાં પુસ્તકો મહત્ત્વનાં ગણી શકાય : (૧) મહારાણી ચેલણા (૨) સત્યમાર્ગ (૩) જૈન વીરાંગનાઓ (૪) જૈન વીરોં કા ઇતિહાસ (૫) દિગમ્બર ઔર દિગમ્બર મુનિ (૬) વીર પાઠાવલિ (૭) ભગવાન મહાવીર કી અહિંસા ઔર ભારત કે રાજ્યો પર ઉનકા પ્રભાવ (૮) પતિતોદ્ધારક જૈન Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ધર્મ (૯) સંક્ષિપ્ત જૈન ઇતિહાસ (૧૦) ભગવાન મહાવીર (૧૧) જૈન તીર્થ ઔર ઉનકી યાત્રા (૧૨) અહિસા ઔર ઉસકા વિશ્વવ્યાપી પ્રભાવ (૧૩) આદિ તીર્થકર ભગવાન રાષભદેવ (૧૪) ભક્તિ ઔર ઉપાસના (૧૫) સ્વામી કુન્દકુન્દાચાર્ય કી 24[5714i (95) Ahimsa-Right Solution of World Problems (99) Some Historical Jain Kings and Heroes (ac) The Religion of Tirthankaras. આ ઉપરાંત જૈન ધર્મ તેમજ અહિંસાના પ્રચારાર્થે તેમણે અનેક નાની પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી છે. The Religion of Tirthankaras: આ અંગ્રેજી ભાષામાં લગભગ ૫૧૪ પૃષ્ઠમાં લખાયેલો વિશાળકાય ગ્રંથ છે. તે ઈ. સ. ૧૯૬૪માં પ્રકાશિત થયો હતો. આને બાબુજીના જીવનની સૌથી મોટી તેમજ મહત્ત્વની અંતિમ કૃતિ ગણી શકાય. સેંકડો ગ્રંથોના અધ્યયન-મનન અને સંશોધન બાદ આ રચના થયેલી છે. ડૉ. કસ્તૂરચંદ કાસલીવાલના શબ્દોમાં તેઓ જૈન સાહિત્યના ઉત્કૃષ્ટ વિદ્વાન હતા. તેમણે જે સાહિત્ય સમાજને આપ્યું છે તે અત્યંત મૂલ્યવાન છે. તેમના જેવી સાદગી, સહૃદયતા, નિરભિમાનતા અને વિદ્રત્તા અન્યત્ર મળવી મુકેલ છે. શ્રી. વીરચંદ ગાંધી, બૅરિસ્ટર ચાંપતરાયજી તેમજ શ્રી. જે. એલ. જેનીનાં પદચિહનો પર ચાલી ડૉ. સાહેબે દેશ-વિદેશમાં જૈન ધર્મ અને અહિંસાના પ્રચાર-પ્રસાર દ્વારા સાહિત્ય અને સમાજની અનહદ સેવા કરી છે. અંતિમ પ્રયાણ જિદગીનાં છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન તેમને હરસમસા(Piles)ની બીમારી રહી હતી. વારંવાર ઝાડામાં લોહી પડતું. તેમાં પણ ઈ. સ. ૧૯૬૪ સપ્ટેમ્બર પછી તેમની તબિયત વધારે ખરાબ થતી ગઈ. તે દરમ્યાન ધર્મપત્નીનો પણ વિયોગ. થયો. તબિયત વિશેષ ખરાબ હોવાથી રાતભર ઊંઘ પણ ન આવે, પરંતુ તેમના પુત્ર શ્રી. વીરેન્દ્રકુમાર, પુત્રી વગેરે તેમને ધર્મની અનેક વાતો સંભળાવતાં અને ધાર્મિક ચર્ચાઓ દ્વારા તેમનું દુ:ખ હળવું કરવા પ્રયત્નશીલ રહેતાં. બીમારી વધવા છતાં બાબુજીએ કદી પણ ઍલોપથી દવાઓ લીધી નહીં. આયુર્વેદિક કે હોમિયોપથી દવાઓનો જ ઉપચાર ચાલુ રાખ્યો હતો. જીવનના અંત સુધી તેઓ આ સંબંધી મક્કમ રહ્યા હતા. ઈ. સ. ૧૯૬૪ ની ૧૭મે ને રવિવારના રોજ (વિ. સં. ૨૦૨૧ વૈશાખ સુદ ૬) અસ્વસ્થતા વધતાં અલીગંજથી બહારગામ ઉપચાર માટે લઈ જવાનું નક્કી કર્યું. પરંતુ માર્ગમાં જ તેમનું દેહાવસાન થયું. મૃત્યુ સમયે પણ તેમના મુખ પર વેદનાની પીડા નહોતી પણ સ્મિત ફરકતું હતું. તેમના પુત્ર તથા પુત્રી તેમને નવકારમંત્ર સંભળાવી રહ્યાં હતાં. નમો અહી... . . ના મંત્ર સાથે તેમણે છેલ્લો શ્વાસ લીધો. સમાજે એક કર્મઠ સેવક, વિદ્વાન લેખક અને ઉચ્ચ કોટિનો સાહિત્યકાર ગુમાવ્યો. બાબુજીએ વાવેલું અને સિચેલું “વિશ્વ જૈન મિશન'નું વૃક્ષ આપણે નવપલ્લવિત કરીએ અને તેમણે સેવેલા આદેશને યાદ કરી. તેમની ભાવના અનુસાર સમાજ અને ધર્મની સેવાઓનો વિસતાર કરીએ. આમ કરીશું તો જ જૈન ધર્મ લોકભોગ્ય થશે, તેમજ સમસ્ત વિશ્વ તેના અહિંસાદિ સિદ્ધાંતોને સમજી શકશે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ભૂમિકા : ભારતના જ નહિ, વિદેશોમાં વસતા જૈનો પણ જેમને પોતાના પ્રિય અને આત્મીય ગણતા તે સેવા અને સૌજન્યની મૂર્તિમાં શ્રી ઋષભદાસ રાંકા એક અજાતશત્રુ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં સર્વત્ર જાણીતા છે. તેમણે પોતાનું વ્યક્તિત્વ મિટાવી દઈને સમસ્ત જૈન સમાજની સાથે તેમજ સમગ્ર ભારતીય માનવસમાજ સાથે આત્મીયતા કેળવી હતી. પોતાનું જીવન સમષ્ટિને સમર્પણ કરી દીધું હતું. શ્રી રાષભદાસ રાંકાને જૈન સમાજની સૌથી લોકપ્રિય વ્યક્તિ ગણી શકાય. જન્મ, બાળપણ અને વ્યવસાય: રાંકાજીનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ફતેપુર ગામે તા. ૩–૧૨–૧૯૦૩ના રોજ થયો હતો. તેમના પૂર્વજો મૂળ રાજસ્થાનના જોધપુર રાજયના વતની હતા. તેમના દાદાનું નામ ધનરાજજી અને પિતાનું નામ પ્રતાપમલજી હતું. કુલ પાંચ ભાઈબહેનો હતાં. ત્રણ બહેનો અને બે ભાઈઓમાં તેઓ ઉંમરમાં સૌથી મોટા હતા. તેઓના કુળના નામ વિષે કહેવાય છે કે રંકુ નામની બકરીની એક ઉચ્ચ જાત પંજાબમાં થાય છે, તેના વાળમાંથી તૈયાર થતા કાપડનો વેપાર કરવાને કારણે તેમના પૂર્વજોનું કુળ “રાંકા” નામથી ઓળખાયું. ૨૨૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ચીલાચાલુ કેળવણી તો તેમને આઠ ધોરણ સુધીની જ પ્રાપ્ત થઈ શકી હતી, કારણ કે ચૌદ વર્ષની નાની ઉંમરે જ પિતાજીને તેઓ વેપારમાં મદદ કરવા લાગ્યા હતા. આ કામમાં થોડો વખત વિતાવ્યા પછી તેમણે ખેતી અને ગોપાલનનું કાર્ય કરતી વચ્છરાજ ખેતી લિમિટેડ” નામની કંપનીમાં ભાગીદાર તરીકે કામ કર્યું. થોડાક સમયમાં આ કાર્યમાંથી નિવૃત્ત થયા અને તેમણે વીમાનો વ્યવસાય સ્વીકાર્યો. આ જ તેમનું અર્થોપાર્જનનું મુખ્ય અને દીર્ધકાલીન સાધન રહ્યું. આ વ્યવસાયમાં તેમણે ઘણા દાયકાઓ સુધી કામ કર્યું. ઈ. સ. ૧૯૭૧માં તેમાંથી તેઓ સંપૂર્ણપણે નિવૃત્ત થયા. ૨૨૪ રાષ્ટ્રીયતાનો રંગ : ગાંધી અને ગોખલે દ્વારા પ્રેરિત ‘સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો' આંદોલનથી પ્રભાવિત થઈને તેમણે વીસ વર્ષની યુવાન વયે, ખાદીના પ્રચાર-પ્રસાર અને વિતરણ-વ્યવસ્થાના કાર્યમાં ઝુકાવ્યું. દિવસે-દિવસે તેમના ઉપર રાષ્ટ્રીયતાનો રંગ વધારે ને વધારે ચઢતો જ ગયો. સ્વતંત્રતાના સૈનિક તરીકે તેમણે ઈ. સ. ૧૯૩૧માં મીઠાના સત્યાગ્રહ” માટે સાડા-ચાર માસનો તેમજ ઈ. સ. ૧૯૩૨માં ધૂળિયા અને વિસાપુરમાં લગભગ તેટલા જ સમય માટે જેલનો કારાવાસ ભોગવ્યો. ઈ. સ. ૧૯૪૨ની ‘“હિંદ છોડો’”ની લડતમાં નાગપુર જેલમાં તેર મહિના સુધી તેમને ફરીથી જેલમાં રહેવું પડયું. ભારતીય સ્વાતંત્ર્યની લડત દરમિયાન આ પ્રકારની વિવિધ સજાઓ ભોગવી તેમણે પોતાના નિષ્ઠાવાન, સ્વતંત્ર સેનાની તરીકેના વ્યક્તિત્વનો પરિચય આપ્યો. મહાપુરુષોના સમાગમ અને સાન્નિધ્યમાં : આઝાદીની પ્રાપ્તિ પહેલાં અને વિશેષ કરીને આઝાદીની પ્રાપ્તિ પછી રાષ્ટ્રીય કક્ષાના અનેક મહાપુરુષોના સમાગમમાં રહેવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. પ્રારંભમાં વર્ષા, જલગાંવ અને પૂનાની આજુબાજુના જિલ્લાઓમાં તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું. અહીં તેઓને વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી, કેદારનાથજી, જમનાલાલજી બજાજ, બાળ ગંગાધર ટિળક અને પ્રો. જાજુ જેવી અનેક મહાન વ્યક્તિઓનો સંપર્ક થયો. પોતાના જીવનમાં વિશિષ્ટ ગુણગ્રાહક દૃષ્ટિ કેળવી હોવાને લીધે સેવા, સાદાઈ, પારદર્શક પ્રામાણિકતા, વ્યક્તિગત જીવનની કડક શિસ્ત, ઉચ્ચ પવિત્ર વિચારો, અહિંસા, સ્વાર્થાત્યાગ અને સમૂહકલ્યાણની ભાવના જેવા માનવમાંથી મહામાનવ બનાવનારા સદ્ગુણો તેમણે પોતાના જીવનમાં આત્મસાત્ કર્યા. ત્રણ દાયકાઓ ઉપરાંત વિવિધલક્ષી રચનાત્મક કાર્યોમાં અને રાષ્ટ્રીય આંદોલનોમાં મહત્ત્વપૂર્ણ સેવાઓ આપવા છતાં પદ, પ્રતિષ્ઠા કે પૈસાની તેમણે કદી લાલસા રાખી નહીં. એટલું જ નહીં પરંતુ આઝાદી પછી પ્રધાન કે રાજ્યપાલનું પદ સ્વીકારવાને બદલે સમાજ-સેવામાં અને રાહતકાર્યોમાં તેમજ ત્યારપછી જૈન સમાજની એકતાના કાર્યમાં જ તેઓ અગ્રેસર રહ્યા. પોતાનું વ્યક્તિત્વ મિટાવી સમષ્ટિમાં સમાઈ જવાની તેમની આ લગની ઘણી તીવ્ર હતી, તેથી કૌટુંબિક જીવનમાં તેઓ માત્ર ખપ પૂરતો જ રસ લેતા. તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાજકુમારી એક પવિત્ર, પતિવ્રતા અને સેવાનિષ્ટ સન્નારી હતાં. તેમણે રાંકાજીને ખૂબ ખૂબ સહકાર આપ્યો. રાજકુમારીજીએ વર્ષા, વિમળા અને શશિશ એમ ત્રણ Page #226 -------------------------------------------------------------------------- ________________ સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ૨૨૫ પુત્રીઓ અને રાજેન્દ્ર નામે એક પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારથી તેમનો એકનો એક પુત્રી રાજેન્દ્ર નાની બીમારીથી જ મૃત્યુ પામ્યો ત્યારથી તેમના હૃદય પર વજપાનતુલ્ય દુ:ખ પડ્યાનો અનુભવ થયો અને મગજ ઉપર એક પ્રકારની કાયમી અસર થઈ ગઈ. આવા કસોટીના સમયે પણ રાંકાજીએ પોતે તો ખૂબ જ શાંતિ અને સમતા જાળવી રાખ્યાં હતાં અને આ દુઃખદાયક વિયોગના પ્રસંગને પણ ભગવદ્ભક્તિના અવસરમાં ફેરવી નાખ્યો હતો. આ પ્રસંગ સત્સમાગમ દ્વારા તેમણે પ્રાપ્ત કરેલા પ્રૌઢ વિવેકજ્ઞાનની સૌને પ્રતીતિ કરાવે છે. સેવાનું વિશાળ ક્ષેત્ર : તેમનામાં સેવા, કરુણા અને અનુકંપાના સંસ્કાર જન્મજાત હતા. તેઓ કોઈનું પણ દુઃખ જોઈને દ્રવી જતા. તેમાં વળી વારંવાર શ્રી જમનાલાલજી બજાજ અને શ્રી વિનોબા ભાવે સાથે વર્ધા મુકામે તેમને રહેવાનું બન્યું. આથી સેવા કરવાની તેમની ભાવના વધારે દૃઢ થઈ. આઝાદી પહેલાંનાં વર્ષોમાં આ ભાવનાએ મુખ્યત્વે સ્વતંત્રતાસંગ્રામમાં સક્રિયપણે ગાંધીજીના વિચારો પ્રમાણે ચાલવાનું સ્વરૂપ લીધું, કારણ કે રાજકીય સ્વતંત્રતા વિના ભારતને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત નહીં થઈ શકે એમ તેમને લાગતું. તેમની સેવાવૃત્તિ પ્રારંભનાં વર્ષોમાં મુખ્યત્વે ખાદીના પ્રચારપ્રસારમાં, ગૌસેવાને લગતાં અનેકવિધ કાર્યોમાં, હરિજનોના ઉત્કર્ષનાં કામોમાં અને ત્યારપછી કસ્તુરબા-સ્મારક અને ગાંધી-સ્મારકનાં કાર્યોમાં પ્રકટ થઈ. વિવિધ પ્રકારનાં રાહતનાં કાર્યોમાં તેઓએ આપેલી સેવાઓ ખરેખર પ્રશંસનીય અને અદ્વિતીય છે. આ રાહતકાર્યો દુષ્કાળપીડિત મનુષ્યો માટે હોય, ધરતીકંપને લીધે ઊભી થઈ ગયેલી પરિસ્થિતિ સંબંધી હોય કે અતિવૃષ્ટિ અથવા પૂરને લીધે ઊભી થઈ હોય, રાંકાજી તેમના સાથીદારો સાથે દીન-દુ:ખિયાંને મદદ કરવા અવશ્ય પહોંચી જાય. મહારાષ્ટ્ર અને બિહારની દુકાળોમાં, ગુજરાતના પૂરપીડિતોનાં કાર્યોમાં કે રાજસ્થાનની ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં તેઓ અગ્રેસર રહ્યા. બિહારના દુષ્કાળ વખતે શ્રી જયપ્રકાશજીની અપીલને ધ્યાનમાં લઈ તેઓએ અનેક કાર્યકરોનો સહયોગ પ્રાપ્ત કરી, મુંબઈમાં મહાવીર કલ્યાણકેન્દ્રનો પ્રારંભ કર્યો. આ સંસ્થા દ્વારા લાખો લોકોને અનાજની, કપડાંની અને વસવાટની બાબતોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક કહી શકાય તેવો સહયોગ અને માર્ગદર્શન મળ્યાં. આને લીધે સમસ્ત ભારતમાં તેમના અનન્ય સેવાભાવની સુવાસ પ્રસરી અને સંસ્થાને પણ આ કાર્યોથી ભારતની એક અગ્રગણ્ય સેવા-સંસ્થા તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. ભારત જેન મહામંડળ જેનોની એક અગ્રગણ્ય સંસ્થા છે. ઈ. સ. ૧૯૪૬ થી તેઓએ આ સંસ્થાના કાર્યમાં રસ લેવા માંડ્યો. તેમના હૃદયમાં જેનોની એકતા માટે અત્યંત પ્રબળ ભાવના હતી. ૧૯૪૮માં તેમણે “જૈન જગત”નું સંપાદનકાર્ય સંભાળ્યું. તેઓ આ સંસ્થામાં વિશેષ રસ લેવા લાગ્યા, તે પહેલાં ચિરંજીલાલ બડજાત્યા તેનું કામ સંભાળતા. રાંકાજીનો ઉત્સાહ, કાર્યકુશળતા અને નિષ્ઠા આ કામમાં એવાં તો અસરકારક નીવડ્યાં કે થોડા વખતમાં સંસ્થાના પ્રધાનમંત્રી તરીકે તેમની વરણી કરવામાં આવી. | ૮ | અર્વાચીન જૈન જ્યોતિધરો Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ૧૯૪૯ના મંડળના મદ્રાસ ખાતેના અધિવેશનમાં તેઓ પ્રમુખ ચૂંટાયા હતા અને અનેક સામાજિક કાર્યકરોના સહકારથી સંસ્થાના નવા સભ્યો–સામાન્ય અને આજીવનબનાવવાના કાર્યમાં તેઓ લાગી ગયા. “જૈન જગત” માસિકમાં પણ સારા લેખકો લેખો મોકલવા લાગ્યા. આ રીતે થોડાં જ વર્ષોમાં જૈન સમાજના એક અગ્રગણ્ય, અધિકૃત, પ્રઢ, પ્રચારાત્મક અને અસાંપ્રદાયિક માસિક તરીકે તેની ગણતરી થવા લાગી. તેનું બાહ્યાંતર સ્વરૂપ પણ કલાત્મક અને આકર્ષક બની ગયું. ૧૫–૧૭ વર્ષના સતત ખંત અને પરિશ્રમથી તેમણે મુંબઈમાં વસતા ધીમાન, શ્રીમાન અને ગુણવાનોનો પ્રેમ અને સહકાર એકચક્રીપણે સંપાદન કરી લીધો. ૧૯૫૮થી તેઓએ મુંબઈમાં સ્થાયી નિવાસ ર્યો જેથી આ કાર્ય તેઓ ખૂબ જ સરળતાથી, સફળતાથી, શીઘ્રતાથી અને પ્રશંસનીયપણે કરી શક્યા. આ પ્રકારે તૈયાર થયેલી મુંબઈના જૈનોના પરસ્પર સૌહાર્દ્રની ભૂમિકામાં ભગવાન મહાવીરનો ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ આવી પહોંચ્યો. તેમના જૈન એકતાના સત્પ્રયત્નોના પરિણામે ૧૯૭૧-૭૨ સુધીમાં પ્રભુ મહાવીરની ૨૫મી નિર્વાણ-શતાબ્દી સામૂહિકપણે ઊજવવા સમાજમાં એકસૂત્રતા આવી ગઈ અને જિલ્લા સ્તરે, પ્રાંતીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે સમિતિઓની રચના થઈ. આ નિમિત્તે શ્રી વિનોબા ભાવે પ્રેરિત સમણમૂત્ત નામના સર્વમાન્ય જૈન ગ્રંથની ભારતીય સમાજને અને વિશ્વને ભેટ મળી. આ એક મહાન ઐતિહાસિક કાર્ય હતું. મહોત્સવના સમસ્ત કાર્યકલાપમાં સૌથી વધારે ઉત્સાહ અને ક્ષેત્રકાર્ય (field work) કરવાનું હોય શ્રી રાંકાજીને ફાળે જાય છે, કારણ કે મુંબઈ ખાતેની મહોત્સવસમિતિના મંત્રી તરીકે તેઓ તે માટે સતત કાર્યશીલ રહ્યા હતા. શ્રી. શાંતિપ્રસાદ સાહુ તથા શ્રી. કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર દૃષ્ટિને લીધે નિર્વાણ-મહોત્સવની ઉજવણી દિલ્હી અને મુંબઈનાં બંને મુખ્ય કેન્દ્રો દ્વારા ઘણા પ્રચાર-પ્રસારને પામી. આ કારણથી ભારત સરકારે ભારતમાં અને દેશ-વિદેશમાં આ મહોત્સવની ઉજવણીને માન્ય રાખી. પરિણામે ઉજવણી ખૂબ ભવ્યતાથી થઈ. કેન્દ્રીય અને પ્રાંતીય સરકારોએ પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં તે ઉજવણી પ્રત્યે સહકાર અને સદ્દભાવ દર્શાવ્યાં. સાહિત્ય, શિક્ષણ, સેવા, તીર્થોદ્ધાર, સ્મારકોની રચના, નવા સિક્કાઓ બહાર પાડવા, કલાત્મક ફોટાઓ, આલ્બમોનું પ્રકાશન વગેરે અનેકવિધ કાર્યો સારી રીતે સંપન્ન થયાં. ભારતમાં તથા દેશ-વિદેશોમાં મહાવીર પ્રભુની ૨૫ મી નિર્વાણશતાબ્દી ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ. સત્સાહિત્યનું પ્રકાશન અને વિદેશોમાં પ્રભુના સિદ્ધાંતોનો પ્રચાર-પ્રસાર એ આ મહોત્સવની વિશિષ્ટ ઉપલબ્ધિ બન્યાં. તેજસ્વી જૈન વિદ્યાર્થીઓને શિક્ષણની સર્વ પ્રકારની સગવડો પૂરી પાડવી અને ગરીબ નિરાધાર મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તેમણે વિવિધ આયોજનો કર્યા. તેમાં “જેન-ગૃહઉદ્યોગ” નામની સંસ્થાએ પણ મહિલાઓના વિકાસમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્કર્ષ માટેની તેમની ધગશ અપૂર્વ હતી. યુવાશક્તિમાં તેઓને દેઢ વિશ્વાસ હતો. ધન કમાવાની કળા” નામના પુસ્તક દ્વારા તેમણે આજીવિકાનાં સાધનો પ્રાપ્ત કરવા અંગે યુવાવર્ગને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું Page #228 -------------------------------------------------------------------------- ________________ સેવા-સૌજન્ય મૂર્તિ શ્રી ઋષભદાસ રાંકા ૨૨૭ છે. પૂના પાસે જૈન વિદ્યાપ્રચારક મંડળ, ચિચવડ અને અહમદનગર પાસે ચાંદવડની વગેરે અનેક સંસ્થાઓની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા માટેની સુવિધાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ તેમજ સહયોગ અને માર્ગદર્શન મળતાં રહે તેવી વ્યવસ્થા તેમણે કરી. અણુવ્રત આંદોલનમાં પણ તેમણે વિશિષ્ટ અને સમયોચિત સેવાઓ આપી છે. ઈ. સ. ૧૯૬૭માં આચાર્યશ્રી તુલસીજીનું ચાતુર્માસ અમદાવાદ મુકામે થયું. ત્યારે અગ્રવૃત આંદોલનનું નેતૃત્વ સંભાળવાની શ્રી રાંકાજીને વિનંતી કરવામાં આવી. તેઓશ્રીએ કહ્યું કે જો શ્રી રવિશંકરદાદા તેનું પ્રમુખપદ સંભાળે તો હું ઉપપ્રમુખ તરીકે કાર્ય કરવા તૈયાર છું. સેવા-મૂર્તિ શ્રી રવિશંકરદાદાએ તરત જ આ કાર્યને સ્વીકાર્યું અને શ્રી રાંકાજીએ પોતાના કાર્યની જવાબદારી સંભાળીને કાર્યનો પ્રારંભ કરી દીધો. ૧૯૬૮ થી ૧૯૭૧ સુધીના ચાર વર્ષના ગાળા દરમ્યાન ઉપાધ્યક્ષ તરીકે તેઓએ આશ્વત આંદોલનને ભારતભરમાં પ્રસિદ્ધિ આપી હતી. આ સાથે સાથે “અણુવ્રત' પાક્ષિકનું સંપાદન સુચારુ રીતે લોકપ્રિય અને અધિકૃત દૃષ્ટિથી કરીને તેને ઉન્નત અને બહુજનમાન્ય સ્થિતિમાં મૂકી દીધું. તેમની સર્વતોમુખી કાર્યકુશળતા અને કામ કરવાની સતત ધગશનો આ પ્રત્યક્ષ પુરાવો છે. સ્વર્ગારોહણઃ આમ, સતત પાંચ દાયકા સુધી રાષ્ટ્રની, સમાજની અને જૈન ધર્મની એકતાવિષયક વિવિધ સેવાઓ દ્વારા એક સમપિત અને આદર્શ જીવન જીવીને રાંકાજીએ તા. ૧૦ ડિસેમ્બર, ૧૯૭૭ના રોજ પૂના મુકામે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો. તેઓ પોતાના જીવન દ્વારા આજના યુવાવર્ગને સેવાનો માર્ગ ચીંધતા ગયા છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૩૩. મુનિ શ્રી સંતબાલજી ભૂમિકા : પ્રાચીન કાળથી ભારતમાં રાજયકર્તાઓનો વર્ગ કષિમુનિઓનો આદર કરતો; તથા સત્ય, અહિંસા અને ન્યાયનીતિથી રાજય ચલાવીને પ્રજાનું પાલન કરતો. સંતોએ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે સમાજના કચડાયેલા, ગરીબ, અભણ, વનવાસી વગેરે વર્ગોને તેમજ નારીસમાજને માર્ગદર્શન, પ્રેરણા અને વાત્સલ્ય આપ્યાં છે. આ વર્ગો સન્માનભર્યું જીવન જીવી શકે એ માટે સંતોએ તેમને મદદરૂપ થવું જોઈએ અને એ રીતે સમાજસેવામાં પ્રવર્તવું જોઈએ, એવી ગાંધીવાદી માન્યતા ધરાવનાર ગુજરાતના પ્રસિદ્ધ જૈન સાધુ શ્રી સંતબાલજી વીસમી સદીના એક વિશિષ્ટ લોકસંત થઈ ગયા. જન્મ-બાલ્યકાળ : શ્રીમદ્ રાજચંદ્ર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીને જન્મ આપનાર મોરબી તાલુકાના ટોળ ગામે સંતબાલજીનો જન્મ વિ. સં. ૧૯૬૦ના શ્રાવણ સુદ પૂનમને દિવસે એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. ટોળ ગામ ટંકારાથી ચાર માઈલ દૂર છે. તેમનું મૂળ નામ શિવલાલ, પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. માતા-પિતા પાસેથી અને મોસાળમાં બાળપણથી જ એમને ૨૨૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ મુનિ શ્રી સંતબાલજી ૨૨૯ સેવા, ભક્તિ, નીતિમય જીવન અને પરોપકારના સંસ્કાર મળ્યા હતા. પાંચમે વરસે પિતાનું અવસાન થતાં, ગુજરાતી સાત ચોપડી સુધીનું શિક્ષણ મોસાળના ભક્તિપરાયણ વાતાવરણમાં લીધું અને તેર વર્ષની ઉંમરે માતુશ્રીને મદદરૂપ થવાના હેતુથી મુંબઈ કમાવા ગયા. ત્યાં તેઓ એફ. કે. મોદી ઍન્ડ સન્સ નામની પેઢીમાં માસિક પાંત્રીસ રૂપિયાના પગારથી નોકરીમાં રહ્યા. પ્રામાણિકતા, ખંત, બુદ્ધિકૌશલ અને નીતિપરાયણતાથી એમણે પારસી શેઠનું હૃદય જીતી લીધું; પણ પછીથી તેમના એક મુસ્લિમ મિત્રના કારણે એની પેઢીમાં રૂ. ૧૫૦/- માં કામ કરવા લાગ્યા. નવા શેઠે તેમના પર પૂરો વિશ્વાસ મૂક્યો અને ભાગીદારીનું નક્કી કર્યું; પણ એમનું હૃદય તો સત્સંગ ઝંખતું હતું. આ અરસામાં ગાંધીવિચારોને અપનાવનાર સુધારક જૈન સાધુ શ્રી નાનચંદ્રજી મહારાજનું મુંબઈમાં આગમન થયું. તેમનાં વ્યાખ્યાનો યુગધર્મ મહાવીર અને ગાંધીજીના ધર્મકાર્યનો સમન્વય કરનારાં હતાં. એ સાંભળી એમનામાં દીક્ષાનો ભાવ પ્રગટ્યો. માતુશ્રીની ચિરવિદાય પછી બહેન તથા અન્ય કુટુંબીઓની રજા મેળવીને મોરબીમાં શ્રી નાનચંદ્રજી મહારાજને હસ્તે દીક્ષા લેવાની તેમની ઇચ્છા હતી. મોરબી રાજધુમાં તે વખતે જૈન મુનિઓની દીક્ષા પર પ્રતિબંધ મૂકતો કાયદો હતો. પરંતુ શ્રી નાનચંદ્રજી મહારાજના પ્રવચનમાં ઉપસ્થિત રહેલા મોરબીના મહારાજા દીક્ષાનાર્થી શિવલાલની તેજસ્વિતાથી પ્રભાવિત બન્યા; અને પ્રતિબંધ દૂર કર્યો. સને ૧૯૮૫ના પોષ સુદ આઠમને દિવસે વિશાળ જૈન-જૈનેતર સમુદાયની હાજરીમાં ઉલ્લાસ અને ભક્તિના વાતાવરણમાં તેમની દીક્ષા સંપન્ન થઈ. આમ તેઓ ચિત્તમુનિ સાથે શ્રી નાનચંદ્રજી મહારાજના શિષ્ય થઈ, શિવલાલમાંથી મુનિ સૌભાગ્યચંદ્ર બન્યા અને પાછળથી ‘સંતલાલ’ નામે પ્રસિદ્ધિ પામ્યા. * શાસ્ત્ર-અભ્યાસ અને વિશિષ્ટ કૃતસાધના : દીક્ષા પછીના પાંચેક વર્ષમાં તો એમણે સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિંદી વગેરે ભાષાઓનો તેમજ ન્યાય, પ્રમાણ, તર્ક, સાહિત્ય વગેરેનો અભ્યાસ કરી લીધો. જૈન ધર્મનાં અનેક શાસ્ત્રોનો તથા દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોનાં શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કરીને તેમણે પંડિતોને અને ગુરુ નાનચંદ્રજીને ચકિત કરી દીધા. તેઓ શતાવધાની પણ બન્યા. અજમેરના સંમેલન પ્રસંગે ભારતના વિદ્વાનોએ તેમને “ભારતરત્ન'ની ઉપાધિથી નવાજ્યા. પોતાની ચુતસાધનાના ભાગરૂપે તેમણે આગમનાં ગંભીર રહસ્યોનું ચિંતન કરી ગુજરાતી સમાજને વિ.સં. ૧૯૮૯ થી ૧૯૯૪ ના કાળ દરમ્યાન ઘણું સાહિત્ય સમર્પિત કર્યું. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને આવશ્યક આ ચાર મુખ્ય સૂત્રોને તેઓએ સરળ તથા સુંદર ગુજરાતી ભાષામાં પરિવર્તિત કરી મહાવીર પ્રકાશન મંદિર દ્વારા પ્રકટ કર્યા. પહેલાં બે સૂત્રોને તેઓએ પદ્યમય શૈલીમાં “સાધક–સહચરી' રૂપે રજૂ કર્યા. છેલ્લાં વર્ષોમાં તત્ત્વાર્થસૂત્રનો ગુજરાતી પદ્યાનુવાદ ૨જૂ કરીને તેઓએ મૂળ આગમને ગુજરાતી સમાજ સુધી પહોંચાડવાની એક વિશિષ્ટ પ્રણાલિકાનું સુંદર અનુસરણ કર્યું. અને પોતાની અગાધ વિદ્વત્તા અને કવિત્વનો સહજપણે પરિચય કરાવ્યો. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો * એકાંત સાધના અને સંપ્રદાયથી અલગતા : આ બધું કરવા છતાં તેમના આંતરમનની ઝંખના હજુ એકાંત સાધના કરવાની હતી. તેથી નર્મદાના પવિત્ર તટે તેઓએ એક વર્ષ સુધી સમન-કાઝનથી એકાંતવાસની સાધના કરી. સાધનાકાળ પૂરો થશે, જે કિંઈ પ્રકાશ મળ્યો તેનાથી પ્રેરાઈને તેમણે એક નિવેદન પ્રકટ કર્યું. તેમાં તેમણે પોતાનાં, ધર્મદષ્ટિએ સમાજરચનાના સ્વપર કલ્યાણમાર્ગના પથ પર ચાલવા માટેના કેટલાક પરિવર્તનકારી વિચારો પ્રગટ કર્યા. પરિણામે પોતે જે સંઘમાં દીક્ષિત બન્યા હતા તે સંધે એમને સાધુ તરીકે અમાન્ય કરી બહિષ્કૃત કર્યા. પરંતુ મુનિશ્રી સંતબાલજી ભારતભરના સાધુસમાજમાં એક એવા સાધુપુરુષ હતા કે જે હજારો વર્ષોથી ખેડાયેલી આપણી ભારતીય સંસ્કૃતિમાંના યુગને અનુરૂપ એવા સારા અંશોનું સાતત્ય સાચવીને, વિકૃત અને બિનજરૂરી અંશોમાં પરિવર્તન કરવાની વિશિષ્ટ દૃષ્ટિ ધરાવતા હતા. સંધે ભલે તેમને સંધાડા બહાર ગયા, પણ એમણે અપાર ધીરજ રાખી. તેઓ પૂરી આત્મશ્રદ્ધાથી જૈનધર્મના ર્મોલિક સિદ્ધાંતો અને પોતાના સંપ્રદાયના સાધુજીવનના આચારવિચાર સાથેની દિનચર્યાનું પાલન કરતા રહ્યા. જૈન સાધુ તરીકે જ પાદવિહાર, ભિક્ષાચરી અને અપરિગ્રહ સાથે પોતાના નિર્ધારિત લક્ષ તરફ તેઓ આગળ વધતા જ રહ્યા. સમાજસેવાના ક્રાંતિકારી પ્રયોગો : એમની જીવનદષ્ટિ સમાજથી અલિપ્ત કે વિમુખ થઈ ધર્મસાધના કરવાની નહોતી. વ્યક્તિ સાથે સમાજનું અને સ્વ સાથે પરનું કલ્યાણ થઈ શકે એવી સમાજસાધનાના તેઓ પુરસ્કર્તા બન્યા. અખૂટ સંકલ્પબળના પ્રભાવવડે એમણે ગુજરાતના ભાલ નળકાંઠા જેવા તદ્દન પછાત અને નપાણિયા પ્રદેશનાં ગામડાંઓમાં નવું ચેતન, નવો પ્રકાશ અને નવજાગૃતિનું ભારે મોટું મોજું ફેલાવ્યું. ગરીબી, શોષણ, અન્યાય, અજ્ઞાન અને રોગથી ગ્રસ્ત તેમજ શાહુકારી અને જમીનદારી પ્રથાની ભીંસથી ઘેરાયેલી, વેઠપ્રથાથી ત્રાસેલી, વહેમ અને રૂઢિપરંપરાથી જકડાયેલી તેમજ આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને માતાના જેવા વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું. “સકળ જગતની બની જનતા વત્સલતા સહુમાં રેવું.” એ પ્રાર્થનાની પંક્તિને સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી. રચનાકાર્યનાં અનેક કેન્દ્રો ઊભાં કરવામાં પ્રેરકબળ બન્યા અને એમાં એમણે પ્રાણ પૂર્યા. ગામડું, પછાત વર્ગ અને નારીજાતિની અવહેલના દૂર કરી એમનું સ્વમાન અને ગૌરવ વધે તે માટે તેમને કેન્દ્રમાં રાખીને આ ત્રણેયને સંગઠિત કર્યા. સહકારી પ્રવૃત્તિ, નવી તાલીમનું શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, સુધારેલી ખેતી અને ગૌપાલન પંચાયતો, લવાદી પ્રથાની લોકઅદાલતો, શુદ્ધિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, ઔષધાલયો, પ્રાયોગિક સંઘો, ખેડૂત-મંડળો, ગોપાલક-મંડળો, શ્રમજીવી ગ્રામોદ્યોગ, મજૂરમંડળ એમ અનેક સંસ્થાઓ અને રચનાત્મક કાર્યોનાં ઠેકઠેકાણે થાણાં ઊભાં કરવામાં સંતબાલજીએ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં. Page #232 -------------------------------------------------------------------------- ________________ મુનિ શ્રી સંતબાલજી ૨૩૧ પરાધીન ગામડાં રોટી, મકાન, કપડાં, શિક્ષણ, આરોગ્ય, ન્યાય અને રક્ષણમાં સ્વાવલંબી બને તે માટે સંતબાલજીએ સપ્ત સ્વાવલાંબનનો કાર્યક્રમ આપ્યો. શહેરો ગામડાંને પૂરક થાય તે માટે તેમણે શહેરી સમાજને ગ્રામાભિમુખ બનાવનારા અનેક ભરચક પ્રયાસો કર્યા. લોકશાહી શાસન વ્યવસ્થા, અહિંસક અને ધાર્મિક દૃષ્ટિએ સમાજરચનાને પોષક હોવાથી લોકશાહીની શુદ્ધિ અને સંગીનતા માટે તેને પૂરક, પ્રેરક અને માર્ગદર્શક એવાં ચાલકબળો નિર્માણ કરવાના તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા. પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામપ્રજામાં આશાનો સંચાર તથા શ્રદ્ધા-બળ પેદા કર્યા. ગ્રામપ્રજામાં પોતે કંઈક કરી શકે તેમ છે તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ કરી તેને બેઠી કરી, એટલું જ નહીં, પોતાને તુંબડે જ પોતે તરવાનું છે, એવી સભાનતા પ્રગટાવીને ગ્રામજનતાને પ્રારબ્ધવાદમાંથી બહાર લાવી પુરુષાર્થ અને પરાક્રમી બનાવી. ૪૫ વર્ષ સુધી આ પ્રદેશના પ્રજાના એ જ એક માત્ર પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. એમની હૂંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની દોરવણી તળે સામાન્ય ગણાતા માણસોએ અસામાન્ય ગણાય એવાં કામો કર્યા. આમ આ પછાત પ્રદેશોમાં પ્રચંડ વેગથી નવી દષ્ટિનું નેતૃત્વ આગળ આવ્યું. તેઓ વહેવારુ વાસ્તવિકતાની મર્યાદાઓ વીંધીને, તાત્કાલિક લાભહાનિનાં કાટલાંથી તોલવાની વણિક વૃત્તિથી પર રહીને, પરિસ્થિતિ-પરિવર્તન, વિચાર-પરિવર્તન અને હૃદય-પરિવર્તન માટે અચલ રહીને અવિરત ઝઝૂમતા જ રહ્યા. પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હોડમાં મૂકીનેય સામાજિક મૂલ્યોની રક્ષા માટે પોતાનું આખું જીવન એમણે ખર્ચી નાખ્યું. સમાજજીવનનું કોઈ પણ અંગ એવું નથી કે ધર્મદષ્ટિએ સમાજરચનાના એમના આદર્શો અને વિચારોથી જે અસ્પૃશ્ય કે અલિપ્ત રહ્યું હોય. આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક એમ દરેક ક્ષેત્રો એમણે નવી કેડીઓ પાડીને તે પર પ્રજાનો પદસંચાર કરાવ્યો. તેમણે અન્યાયનો અહિંસક પ્રતિકાર અને સત્ય, ન્યાય તેમજ પ્રેમની પ્રસ્થાપના માટે સત્યાગ્રહના અભિનવ પ્રયોગો કર્યા. સામાજિક કલ્યાણ માટે તપશ્ચર્યાને સામાજિક સ્વરૂપ આપ્યું. જૈન ધર્મની વ્યક્તિગત કર્મનિર્જરાને તપ દ્વારા સામૂહિક કર્મનિર્જરાની દિશા ચીંધી. આમ સ્વપકલ્યાણના પથપ્રદર્શક તરીકે તેમણે એક નવું જ પ્રદાન કર્યું. તેઓશ્રી કહેતા કે સાધુસમાજે, નાતજાત, કોમ, પ્રદેશ કે ધર્મના ભેદભાવોથી ઉપર ઊઠીને વિશ્વશાંતિના હિતમાં સક્રિય બનવું જોઈએ. દેશભરમાં પરિભ્રમણ કર્યા બાદ મુનિશ્રી સંતબાલજી પોતાની અંતિમ ભાવના પ્રમાણે મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આવેલ ચિચણ મુકામે મહાવીરનગર-આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખડું કરવા માગતા હતા. આથી તેઓ સ્થિરવાસ કરીને ત્યાં જ રહ્યા અને છેવટે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ત્યાં જ કાળધર્મ પામ્યા. એ દિવસ હતો ૨૬મી માર્ચ, ૧૯૮૨ ને શુક્રવારનો. મહારાષ્ટ્રમાં ઘેર ઘેર જેનાં મંગલ વધામણાં થતાં હતાં એવા ગુડી પડવાના દિવસે સંતબાલજી સ્વધામ સિધાવ્યા. ભારતીય સંસ્કૃતિના કેટલાક મધ્યયુગીન સંતોની પરંપરાને અનુસરીને તેઓ સંતોના અનુજ સંતબાલ બન્યા અને પ્રજાને રામાયણ, મહાભારત, ભાગવતધર્મ, ગીતા તેમજ મહાવીરની આગમવાણીને યુગાનુરૂપ બનાવી સંભળાવતા જ રહ્યા. આમ સૌને સમાજોદ્ધારનાં કાર્યો કરવાની પ્રેરણા આપતા રહ્યા. તેઓ શ્રી જન્મજાત કર્મયોગીના સંસ્કાર લઈને આવ્યા હતા તેથી ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને પણ સ્વહિતની ભાવના સાથે નિ:સ્પૃહપણે લોકહિતનાં કાર્યોમાં મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરીને તેઓએ પ્રવૃત્તિ કરી. “જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહીં' તે એમનો જીવનસંદેશ આપણે સદા સ્મરણમાં રાખીએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩૪. દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ બાળપણ : બાલસહજ સાહસવૃત્તિથી પ્રેરાઈને છ વર્ષની ઉંમરે પતંગ ચગાવવા એ બાળક ઝાડ ઉપર ચઢયો. પણ સમતોલપણું ગુમાવ્યું અને ધબાક લઈને નીચે પડયો. આવો અકસ્માત મોટે ભાગે જીવલેણ જ નીવડે. પણ વિધિના લેખ કંઈક જુદા હશે અને ધાતમાંથી બાળક ઊગરી ગયો. એ વખતે એ બાળકે શું વિચાર્યું હશે ? કે હવે કોઈ દિવસ ઊંચે ચઢવું નહિ ? ના, એવું વિચારે તો મેઘજી શાના ? એણે તો વિચાર્યું કે ઊંચે તો ચઢવું જ. આથી પણ વધારે, પણ દૃષ્ટિ વાસ્તવિકતાની ભૂમિ પર રાખી સ્થિર રહેવું. આ હતો આ બાળકના જીવનનો પહેલો પાઠ ! ઈ. સ. ૧૯૦૪ ની સાલ, સપ્ટેમ્બર માસની પંદરમી તારીખ. વિક્રમ સંવત ૧૯૬૧ ની ભાદરવા સુદ છઠ ને ગુરુવારનો એ શુકનવંતો દિવસ. જામનગરથી અઢારેક માઈલ દૂર આવેલા ડબામાંંગ ગામમાં ત્યાંના એક જૈન ઓશવાલ પેથરાજભાઈને ત્યાં રાણીબાઈની કૂખે આ મેઘજીનો જન્મ થયો. પેથરાજભાઈને સૌથી મોટી દીકરી લક્ષ્મી, પછી ત્રણ પુત્રો અનુક્રમે રાયચંદ, મેઘજી અને વાઘજી. ૨૩૩ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પેથરાજભાઈની સ્થિતિ સાવ સાધારણ, પણ શાખ મોટી, દિલ તો એથીયે મોટું; ધર્મમાં અપાર શ્રદ્ધા. ગામઠી નિશાળમાં મેઘજી ભણ્યા. નાનપણથી જ એની કુશાગ્ર બુદ્ધિનો સૌને પરિચય થઈ ગયો. રમતગમતમાં પાંચ ચોપડી પાસ કરી દીધી અને વિદ્યાર્થી તરીકેની યશસ્વી કામગીરીથી એ અગિયાર વર્ષની ઉંમરે એ જ સ્કૂલમાં માસિક આઠ રૂપિયાના પગારથી શિક્ષક તરીકે જોડાયા. સામેથી માગણી આવી હતી. એ જમાનામાં શિક્ષકનું સ્થાન ખૂબ જ આદરપાત્ર ગણાતું. પણ શિક્ષકની નોકરીમાં જ જીવનનું પૂર્ણવિરામ માની લે તેવો મેઘજીનો જીવ ન હતો. નિશાળમાં લંડન, બર્લિન, ન્યૂયૉર્ક, મોમ્બાસા જેવાં નામ એ બાળકોને ભણાવે. એથી એમને સંતોષ ન હતો. એમને તો એ બધાં સ્થળો જાતે જોવાં હતાં. એમના મનમાં એ કોડ જાગ્યા હતા કે હું ક્યારે પરદેશ જાઉં, સારું ધન કમાવું અને કયારે મારા કુટુંબ, સમાજ અને મા-ભોમને ન્યાલ કરી દઉ? આઠ રૂપિયાની નોકરીથી કરોડો રૂપિયાનું દાન કરવા સર્જાયેલ આ વ્યક્તિના અંતરમાં ચેન કેમ પડે? શિક્ષક તરીકેની નોકરીને લીધે ગામનાં પ્રતિષ્ઠિત કુટુંબો સાથે સંબંધ થયેલો. એવા જ એક સંબંધને લીધે એમણે આફ્રિકા જવાનું નક્કી કર્યું. માબાપે હૈયું કઠણ કરીને સંમતિ આપી, પણ કહ્યું કે જતાં પહેલાં લગ્ન કરીને જા. માબાપની આજ્ઞા અનુસાર મેઘજીનાં લગ્ન ચૌદમા વર્ષે મોંઘીબાઈ સાથે થઈ ગયાં. માબાપે જયાંત્યાંથી કરીને મેઘજી માટે ટિકિટના પૈસા એકઠા કર્યા અને એની જવાની તૈયારી કરી. શિક્ષકની નોકરીમાંથી મેઘજીએ રાજીનામું આપ્યું. પરદેશગમન : પંદર વર્ષના એ મેઘજીએ આફ્રિકાની સફરે જવા માટે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. સાથે હતી સફર માટેનો સરસામાન અને પરદેશ ખેડવાના મનોરથની મૂડી. સૌરાષ્ટ્રની ધરતીની બહાર પ્રથમ વાર પગ મૂકનાર મેધજી, દુનિયાદારીની અટપટી બાબતોથી અને ખટપટોથી સાવ અજાણ હતા. આફ્રિકા જવા માટેની જરૂરી વિધિ પતાવી, મેઘજી બંદરે પહોંચ્યા. સ્ટીમર વિષે પૂછપરછ કરવા સામાન એક બાજુ ગોઠવી તે માહિતી મેળવીને પાછા આવ્યા ત્યાં તો સામાનની પેટી જ ગુમ ! કાળજામાં ઊંડો ધ્રાસકો પડ્યો. એક બાજુ સ્ટીમર ઊપડવાની તૈયારી હતી. યુવાન બાવરો બની ગયો. બધાને પૂછયું, “મારી પેટી ક્યાં ?” પાસપોર્ટ, પૈસા, કપડાં બધું જ પેટીમાં. કોઈની સહાનુભૂતિ તો મળવાની બાજુએ રહી. એક જણે તો ઉપરથી ટોણો માર્યો, “ભાઈ, સામાન સાચવવાની ત્રેવડ નથી તો શું જોઈને પરદેશ ખેડવા નીકળ્યા છો ?' યુવાનને હાડોહાડ લાગી આવ્યું. જરા જેટલી બેદરકારી અને તેની આટલી મોટી કિંમત ચૂકવવાની ! એ પોલીસને મળ્યો. દોડધામ કરી, દોડધામ ચાલુ રહી અને સ્ટીમર ઊપડી ગઈ; સ્ટીમરની સાથે એ યુવાનનાં પરદેશ જવાનાં સ્વપ્નો પણ રોળાઈ ગયાં! Page #236 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ ૨૩૫ હતાશ વદને મેઘજીએ વિચાર્યું : શું હવે કદી પણ પરદેશ જઈ નહિ શકાય? મહામહેનતે માબાપે ટિકિટના પૈસા એકઠા કરેલા અને દીકરો પરદેશ જઈને પુષ્કળ ધન કમાઈ લાવશે, એ સ્વપ્નો રસેવતાં માબાપને શું મોં બતાવીશ ? શિક્ષકની નોકરીમાંથી તો રાજીનામું આપી દીધું હતું. હવે શું કરવું? ગામમાં જવું કે મુંબઈમાં જ રહી જવું? શું કરું અને શું નહિ? થોડી વારે મેઘજીએ પોતાની જાતને સંભાળી લીધી. આમ એક પ્રસંગથી જીવનમાં હાર માની લેવાય નહિ. કોઈ પણ ભોગે આ પરદેશની યાત્રા ખેડવી જ જોઈએ. આ પ્રસંગથી એને જબરદસ્ત પાઠ મળ્યો કે જીવનના પથ પર સતત સાવચેત રહેવું. સામાન્ય માનવી સંજોગોને આધીન થાય છે પણ અસામાન્ય માનવી તો સંજોગો પર સવાર થાય છે. એણે વિચાર્યું : ગામમાં પાછું જવું અને ફરી પ્રયત્ન કરવો. ગામમાં કોઈને મ ન બતાડાય એવું કોઈ ખરાબ કામ તો એણે કર્યું નથી, પછી નાનમ શાની? પોતાની બેદરકારીની શિક્ષા પોતે જ ભોગવશે. અને યુવાન મેઘજી ઘરે આવ્યા. બધાને ઘડીભર આશ્ચર્ય થયું. મેઘજીએ માંડીને વાત કરી. પણ હવે શું? મેઘજીએ કહ્યું, “પ્રારબ્ધ મારી કસોટી કરી રહ્યું છે. હું જો હિંમત હારી જઈશ તો જિંદગી આખી અહીં ગામઠી સ્કૂલમાં શિક્ષક તરીકે જ કામ કરવું પડશે. પરદેશ જવાની આવી તક ફરીફરીને મળવાની નથી.' માતાપિતા પુત્રની મહત્ત્વાકાંક્ષા સમજી શક્યાં. એકાદ ઠોકરથી પુત્રની કારકિર્દીનો અંત આવી જાય એવું તો એય ઇચ્છતાં ન હતાં, પણ કરવું શું? માતાને એ રાત્રો ઊંઘ ન આવી. આખરે મા તે મા ! રાણીબાઈએ સવારે પેથરાજભાઈ આગળ દરખાસ્ત મૂકી. આ દાગીના ખરે વખતે કામ ન આવે તો શું કરવાના? પેથરાજભાઈએ આ દરખાસ્ત કડવે મને સ્વીકારી લીધી. દાગીના ગીરો મૂકીને મેઘજીની ટિકિટની વ્યવસ્થા કરી અને છેવટે ઈ. સ. ૧૯૧૯ ના જુલાઈની ૧૮મી તારીખે મેઘજીએ મોમ્બાસાની ધરતી પર પગ મૂકયો. ધંધાકીય પ્રવૃત્તિઓ અને આર્થિક પ્રગતિ : મોમ્બાસાની એક જાણીતી પેઢીમાં મેઘજી નામું લખનાર મહેતાજી તરીકે જોડાયા. આવડી મોટી પેઢીનું નામું મૂંઝવી નાખે તેવું હતું. મેઘજીએ તો ચોપડો સુધ્ધાં જોયો ન હતો. પણ ભારતનો કિનારો છોડ્યો ત્યારે જ મેઘજીએ મનોમન ગાંઠ વાળેલી કે નામ અને દામ કમાયા સિવાય પાછું વળવું નથી. નામું એ કોઈ પણ વેપારુ ધંધાની ચાવી છે, એ વાત મેઘજીએ જાણી લીધી. એટલે પોતાની નોકરીને માટે યોગ્ય નીવડી શકાય તથા ભવિષ્યમાં પ્રગતિ કરી શકાય તે માટે એમણે એમના મિત્ર પાસે નામું શીખવા માંડ્યું. બે-ત્રણ માસમાં તો એ નામામાં પારંગત થઈ ગયા. વહેલી સવારથી સાંજ સુધી દુકાને જાય અને રાત્રે નામું શીખે. એમણે જાણી લીધું કે શિસ્ત અને સાધના વગર સુખ-સમૃદ્ધિ શક્ય નથી. એમણે એ પણ જોયું કે વગર મહેનતે આવેલી સંપત્તિ એવી જ રીતે હાથમાંથી સરકી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જાય છે. સંપત્તિ પ્રાપ્ત કરવી અઘરી છે. પરંતુ એને જાળવી રાખવી એ એથીય અધરું છે. તેમને પહેલે વર્ષે વાર્ષિક રૂ. ૨૫૦ નો અને બીજે વર્ષે રૂ. ૩૫૦ પગાર મળવાનો હતો. મેધજીએ તો બધી જ બૌદ્ધિક અને શારીરિક શક્તિ કામે લગાડીને કામ કરવા માંડયું. સતત ખંત, ચીવટ અને પ્રામાણિકતાથી, દિવસ-રાત જોયા સિવાય એ કામ કરે. ધંધાની આંટીઘૂંટી પણ શીખી લીધી. બે વર્ષ પૂરાં થયાં. એક દિવસ શેઠે એમને બોલાવ્યા. મેઘજીએ વિચાર્યું કે કયાંક ભૂલ તો નહિ થઈ ગઈ હોયને? શેઠે કહ્યું, “ધણા માણસો તો નોકરીના બે-ચાર મહિનામાં જ પગાર વધારાની ટહેલ નાખતા હોય છે. તમે તો બસ મૂંગા મૂંગા કામ કર્યે જ જાઓ છો !’’ “પગાર તો લાયકાત પ્રમાણે મળે છે, શેઠ!’’ મેઘજીએ જવાબ આપ્યો, “હા, એટલે તો અમે તમારો પગાર વધારવાનું નક્કી કર્યું છે. આ વર્ષે તમારો પગાર વધારીને વાર્ષિક પંદરસો રૂપિયા કરવામાં આવે છે,” શેઠે કહ્યું. મેધજીભાઈ, હા હવે એ મેધજીમાંથી મેધજીભાઈ બની ચૂકયા હતા. આશ્ચર્યથી અવાક્ થઈને જોઈ રહ્યા! પેઢીમાં સૌને માટે એ ચર્ચાનો વિષય બની ગયા. ઘરે માબાપને આ વાત જણાવી. માબાપની આંખો હર્ષથી ઊભરાઈ ગઈ. મેધજીભાઈનું વર્તન સૌની સાથે માયાળુ, નાનાથી મોટા સૌને એ ગમે. અઢાર વર્ષના આ યુવાનના મનમાં રહેલી મહાનતાએ સળવળાટ કર્યો. શું આખી જિંદગી નોકરી જ કરવાની ? શું આટલા માટે વતન છોડયું હતું ? સ્વતંત્ર ધંધો કરવાનો તરવરાટ નોકરી છોડવાનું કહેતો. તો, બીજી તરફ શેઠિયાઓના ચાર હાથ અને સાથીઓ તથા નોકરોનો અદ્ભુત પ્રેમ એમને નોકરીમાં ખેંચી રાખતો હતો. એક તરફ સ્વતંત્ર ધંધાની અનિશ્ચિતતા દેખાતી હતી અને બીજી તરફ નોકરીમાં સલામતી જણાતી હતી. આ નોકરીમાં અઢી વર્ષ પૂરાં થયાં હતાં. આમ ત્રિભેટે આવેલા આ સાહહિંસક યુવાને ભારતથી બોલાવી લીધેલા ભાઈઓ સાથેના સંપ, કુટુંબનિષ્ઠા અને અંગત પુરુષાર્થ પર ભરોસો રાખીને આખરે સ્વતંત્ર વેપારમાં ઝુકાવ્યું. શુભેચ્છકો પાસેથી રૂ. ૧૮૫ જેટલી રકમ ભેગી કરી ત્રણે ભાઈઓએ ‘રાયચંદ બ્રધર્સ’ના નામે ધંધો શરૂ કર્યો. જથ્થાબંધ માલ લાવી છૂટક વેચે. સાથે સાથે ઘરઆંગણે ૉસેલિન અને હરઑઈલ બનાવી ગામડે ગામડે ફરીને વેચે. પ્રામાણિક મહેનત શું નથી આપતી ? ટૂંક સમયમાં જ તેમણે નૈરોબીમાં એક દુકાન અને પછી મળોલમાં બીજી દુકાન ખોલી. ઈ. સ. ૧૯૩૦ ની આખરમાં ‘ઍલ્યુમિનિયમ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ વર્ક્સ લિમિટેડ ’ નામનું કારખાનું નાખ્યું. થોડાં જ વર્ષોમાં નૈરોબીથી થોડે દૂર થીઠા નદીને કિનારે વૉટલ વૃક્ષો રોપાવી તેની છાલમાંથી ટેનીન કાઢવાનો વેપાર વિકસાવ્યો. આમ વિવિધ વેપારધંધાઓનો વિકાસ કરીને ૧૯૫૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ ૨૩૭ સુધીમાં ૩૧ વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે પૂર્વ આફ્રિકા અને ભારતમાં પપ જેટલી લિમિટેડ કંપનીઓ સ્થાપી દીધી. લક્ષ્મીની અઢળક કૃપા હોવા છતાં લક્ષ્મીના દાસ બનવાનું એમને ક્યારેય પસંદ ન હતું. એમના પહેરવેશમાં સાદગી અને વર્તનમાં નમ્રતા હતી. પરિણામે એમના સાથીઓ અને હાથ નીચે કામ કરતા અધિકારીઓ તથા કર્મચારીઓ તેમને એક વડીલ તરીકે માન આપતા અને સદાય એમને વફાદાર રહેતા. એ બધાની સુખસગવડનું પણ એ પૂરું ધ્યાન આપતા. નિવૃત્તિમાર્ગ તરફ: ઈ. સ. ૧૯૪૪માં વિમાનની મુસાફરી દરમ્યાન એક વખત ખૂબ આંચકાઓનો અનુભવ થતાં તેઓ વિચારદશામાં ચડી ગયા અને ઉપાર્જન કરેલી વિપુલ સંપત્તિનો કેવી રીતે સદુપયોગ કરીને તેને સુવ્યવસ્થિત કરી નાખવી તેનો તેમણે નિર્ણય કરી લીધો. આ રીતે જનકલ્યાણની પ્રવૃત્તિરૂપી નિવૃત્તિમાર્ગ તરફ તેઓ વળ્યા. નિવૃત્તિના સમયે પોતાના આફ્રિકાના સમગ્ર વેપારધંધાનો કારભાર એમણે શ્રી ગે નામના એક અનુભવી અંગ્રેજ સગૃહસ્થને સુપરત ક્ય હતો. મુંબઈની ઑફિસની જવાબદારી શ્રી. સી. યુ. શાહને સોંપી હતી. તેઓ તેમના મુંબઈ ખાતેના ધંધાનું જ નહિ, પણ સાથે સાથે એમની ભારત ખાતેની લાખો રૂપિયાની સખાવતોનું સંચાલન પણ કરતા હતા. તેમને તેમના ઉપર એક પુત્ર જેટલો પ્રેમ હતો. અગાઉ પણ મેઘજીભાઈ ઘણી વાર કહેતા કે ધનનો કેવળ સંચય કરવાથી એ નિર્માલ્ય બને છે; એનો ક્ષય થાય છે, સાથે એનો સંચય કરનારનું પુણ્ય પણ ખલાસ થાય છે. એ એમ પણ માનતા કે માત્ર દાન કરવાથી માણસ પુણ્યનો અધિકારી નથી થઈ જતો, એણે સેવાકાર્યમાં સક્રિય રસ લેવો પણ જરૂરી છે. આવી માન્યતાવાળા મેઘજીભાઈએ હવે કર્મરૂપી દુનિયાને તિલાંજલિ આપી દાનરૂપી ધર્મ તરફ પ્રયાણ કર્યું. દાનગંગ : સાર્વજનિક કાર્યમાં મદદ કરવાની વ્યવસ્થિત રીતની શરૂઆત ૧૯૩૬ ની સાલથી થઈ. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડયો અને તેમાં મદદ કરવા આફ્રિકામાં સમિતિની સ્થાપના કરવામાં આવી. મેઘજીભાઈ આ સમિતિના અધ્યક્ષપદે હતા. આ સમિતિએ ઘણું મોટું ભંડોળ એકઠું કર્યું. | મેઘજીભાઈ ધર્મ જૈન હતા પણ એમનું વલણ સાંપ્રદાયિક ન હતું. એ એમ ઇચ્છતા કે જેનોના બધા સંપ્રદાયો એક થાય અને સંગઠન સાધે, પણ એમની એ આકાંક્ષા સિદ્ધ ન થઈ શકી. એમણે ઓશવાળ જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં સભાખંડ વગેરે બનાવવામાં સારો ફાળો આપ્યો હતો. આમાં પણ જ્ઞાતિ પ્રત્યેના પક્ષપાત કરતાં ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ હતી. એમના ઉદ્ગાર હતા : “માનવજીવનને જૈનધર્મના અહિંસા અને અપરિગ્રહના ઉપદેશની આજે જેટલી જરૂર છે, તેટલી ક્યારેય ન હતી.” જૈનધર્મ વિશ્વધર્મ બનવાની યોગ્યતા ધરાવે છે, એમ તેઓ અંત:કરણપૂર્વક માનતા. ૧૯૫૭માં મુંબઈમાં મળેલા શ્રી જૈન શ્વેતાંબર પરિષદના વીસમા અધિવેશનમાં એમણે એમના આ વિચારો રજૂ કર્યા હતા. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો એમના દાનનો મોટો પ્રવાહ ઈ. સ. ૧૯૪૪માં ધંધામાંથી નિવૃત્ત થયા પછી ચાલુ થયો. ત્યાર પહેલાં એમણે ઘણી જગ્યાએ દાન આપેલાં હતાં. દાન બાબત તેઓ માનતા કે નાનાં નાનાં દાન આપીને શક્તિને વેડફી નાખવી ન જોઈએ. સુવ્યવસ્થિત યોજના માટે મોટું દાન આપી કોઈ નવી જ સંસ્થા કે વ્યવસ્થા ઊભી કરવામાં એમને વધુ રસ હતો. નામ કે કીર્તિ કમાવા કે માન વગેરે મળે તે માટે દાન કરવામાં એ માનતા ન હતા. દાન લેનાર વ્યક્તિ કે સંસ્થાને નીચું જોવું પડે એવી રીતે ક્યારેય દાન એ ન કરતા. જે સમાજ વાતાવરણમાં એ રહેતા, જે સમાજમાંથી એ આવ્યા હતા એ સમાજને અને મા-ભોમને ઉપયોગી થવાય એવી કેળવણી અને Hoiloil (4445 H614 (In Educational and Medical-Relief Donations) આપવામાં એમને વિશેષ રસ હતો. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું ત્યારથી, સૌરાષ્ટ્ર એના પછાતપણાથી આગળ આવે એ ખાસ જોવું હતું. સરકારી યોજનામાં સીધી મદદ કરવાને બદલે એ યોજના શરૂ કરીને પછી સરકાર વ્યવસ્થિત ચલાવે તે માટે તેને સોંપી દેવાનું ને વધુ પસંદ કરતા. સરકારનો અને લોકોનો ફાળો જે યોજનામાં ભળતાં એ યોજનામાં મોટી સહાય કરવાનું એમને વધારે પસંદ પડતું. મોટી રકમના દાન માટેનો નિર્ણય એ બહુ જ ટૂંકા સમયમાં અને છતાં ખૂબ વિચારીને લેતા. - તેઓ અવારનવાર વતનમાં આવતા. તે વખતના સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઢેબરભાઈ સાથે એમને ઠીક ઠીક પરિચય હતો. સૌરાષ્ટ્રમાં જામનગરમાં મેડિકલ કૉલેજ શરૂ કરવા માટે રૂપિયા સાઈઠ લાખના દાનની ખાતરી એમણે એક જ કલાકની ચર્ચાને અંતે આપી દીધી હતી. - ઈ. સ. ૧૯૫૪ના ગાળામાં એક પણ દિવસ એવો નથી ગયો કે મેઘજીભાઈના દાનથી સૌરાષ્ટ્રના કોઈ ને કોઈ ગામમાં નવી સંસ્થાના શિલારોપણના સમાચાર વર્તમાનપત્રોમાં આવ્યા ન હોય. . સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પ્રાથમિક શાળાનાં મકાનો, પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ સ્કૂલ અને છાત્રાલય, પ્રસૂતિગૃહ, હોંસ્પિટલ, ટાઉનહૉલ, સ્ત્રીવિકાસ ગૃહ, બાલગૃહ, રક્તપિત્તિયા હૉસ્પિટલ, વાચનાલયો, નસિંગ ટ્રેઇનિંગ કૉલેજ, અનાથાશ્રમ, સેનોટોરિયમ, અંધવિદ્યાલય, વાનપ્રસ્થાશ્રમ, દેરાસરો, ઉપાશ્રયો, ભોજનાલયો, કલા અને વિજ્ઞાનની કૉલેજો, કાયદો અને વાણિજ્યની કૉલેજો, ટેકનિકલ કૉલેજ, ટી. બી. હૉસ્પિટલ વગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં મેઘજીભાઈએ છૂટે હાથે દાન આપ્યું. એક વખત જવાહરલાલ નેહરુ એમને ઘેર પધાર્યા. જતી વખતે એમના હાથમાં મેઘજીભાઈએ એક પરબીડિયું મૂક્યું. નેહરુજીએ વિચાર્યું કે કંઈક દરખાસ્ત કે ફરિયાદ હશે. પરબીડિયું ત્યાં જ ખોલ્યું અને જોયું તો કમલા નેહરુ સ્મારક હૉસ્પિટલ માટે એક લાખ રૂપિયાના દાનનો ચેક હતો ! અમદાવાદમાં રાજ્યપાલશ્રી સાથેની પ્રથમ મુલાકાતમાં અર્ધા કલાકની ચર્ચાને અંતે મેઘજીભાઈએ કેન્સર હૉસ્પિટલ માટે સાડા સાત લાખ રૂપિયાના દાનની ઇચ્છા દર્શાવી. Page #240 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ સમાજસેવાનાં આવાં કાર્યો પાછળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આપેલા દાનની રકમ રૂપિયા એક કરોડથી પણ વધુ થાય છે, ભારત-આફ્રિકામાં આપેલા દાનની કુલ રકમ પણ દોઢેક કરોડથી ઉપર જાય છે. ઉપરાંત, આ માટે સ્થપાયેલાં ટ્રસ્ટોમાંથી થતી આવક નિયમિત રીતે દાનમાં વપરાતી રહે તે તો જુદી. ૨૩૯ લંડનમાં તે વખતના હાઈકમિશનર જીવરાજ મહેતા સાથેની ચર્ચા બાદ વલ્લભવિદ્યાનગરમાં મેડિકલ કૉલેજ ઊભી કરવા માટે એક લાખ દશ હજાર સ્ટર્લિંગ પાઉન્ડના દાનની ઓફર એમણે કરેલી. વિદ્યાનગરના સૂત્રધારો કેટલીક મુશ્કેલીઓને લીધે એમની આ ઓફરનો લાભ લઈ ન શકયા. મેઘજીભાઈની એક ખાસિયત હતી કે એ પોતાની શક્તિ બહારની કોઈ યોજના ઘડતા નહિ. ચાહે વેપાર હોય કે સખાવત હોય. આફ્રિકામાં પણ પ્રાથમિક શાળાઓ શરૂ કરાવી. પુસ્તકાલયો ખોલ્યાં, અનેક બાળકોને ફી અને પુસ્તકોની મદદ કરી. આમ એમની ઉદાર સખાવતોનો લાભ ત્યાંના સ્થાનિક લોકોને પણ આપ્યો. ૧૯૪૩માં બંગાળમાં કારમો દુકાળ પડયો, ત્યારે આફ્રિકામાં વસતા ભારતીયોએ પચાસ હજાર પાઉન્ડ જેવી જંગી રકમ એકઠી કરીને મોકલાવી. તેમાં પણ મેઘજીભાઈનો ફાળો—તન, મન, ધનથી–ઘણો મોટો હતો. ફાળો એકઠો કરવા જતાં માન-અપમાનના પ્રસંગો આવે એ, તેઓ સહજ રીતે ગળી જતા. વળી ફાળો પોતાનાથી જ શરૂ કરે. અને પોતે મોટી રકમ લખે એટલે અન્ય લોકો પાસેથી પણ સ્વાભાવિક રીતે જ મોટી રકમ મળી જતી. આફ્રિકામાં ગાંધી મેમોરિયલ એકૅડેમી સોસાયટી માટે એમનો તન–મન–ધનનો ફાળો ઘણો મોટો હતો. કેન્યામાં ભાગ્યે જ એવી કોઈ સાર્વજનિક શાળા કે હૉસ્પિટલ હશે જેમાં એમનો વત્તોઓછો ફાળો ન હોય. ત્યાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ મોકલવામાં તથા શિષ્યવૃત્તિઓ આપવામાં પણ એ મદદ કરતા. લગભગ ચાર લાખ શિલિંગ જેટલી રકમ આ શિષ્યવૃત્તિઓ પાછળ ખર્ચાઈ હતી. દાન આપતી વખતે મેઘજીભાઈના મનના ભાવ કેવા રહેતા હતા તે એમણે એક વખત ઉચ્ચારેલા એમના જ શબ્દોમાં જોઈએ : “હું એક ગામડામાંથી આવું છું. વર્ષો પહેલાં આજીવિકા માટે પરદેશ ગયેલો અને ઈશ્વરદયાથી વ્યાપારી પ્રવૃત્તિમાં ફળીભૂત થયો છું. હું માનું છું કે મારી કમાણી એ માત્ર મારી નથી, પણ મારા રાષ્ટ્રના ભાઈબહેનોનો તથા જે દેશમાં મેં મુખ્યત્વે આર્થિક વ્યવસાય કરેલો છે તે દેશના વતનીઓનો પણ એમાં હિસ્સો છે. હું સાર્વજનિક કાર્યોમાં શક્તિ મુજબ મદદ કરીને તેઓનો હિસ્સો જ ચૂકવી રહ્યો છું. એમાં કોઈના ઉપર ઉપકાર નથી કરતો પણ મારી ફરજ બજાવું છું.' જીવનમાં આવી નમ્રતા અને ઉદારતા દાખવીને તેઓએ મહાત્મા ગાંધીજીની ટ્રસ્ટીશિપ ભાવનાને મૂર્તિમંત બનાવવાનો Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પ્રયત્ન કર્યો. તત્વાર્થસૂત્રના સાતમા અધ્યાયમાં દાનની આવી વ્યાખ્યા આપેલી છે: ‘ાનુપ્રાર્થે સ્વસ્થ અતિસ: વાનમ્ ' અર્થાત્ આપનાર અને લેનાર બંનેનું કલ્યાણ કરે એવી રીતે ન્યાયપૂર્વક કમાયેલું ધન સહજ રીતે આપી દે તે દાન–આ સૂત્ર જાણે-અજાણે એમણે કેટલું યથાર્થ રીતે અને અત્યંત ઉદારતાસહિત આચરી બતાવ્યું છે ! અંગત જીવન અને અનંતની યાત્રા: મેઘજીભાઈના ઘડતરમાં, જીવન વિકાસમાં, દાનપ્રવૃત્તિ વગેરેમાં એમનાં કુટુંબીજનોનો ફાળો નાનો-સૂનો ન હતો. મેઘજીભાઈના પિતા પેથરાજભાઈ વાર-તહેવારે સગાં-સ્નેહીઓને પોતાના ઘેર નોતરતા. એમની સરભરા કરવામાં એમને આનંદ આવતો. તેમનાં પ્રથમ પત્ની મોંઘીબાઈ ઘણાં સેવાભાવી હતાં. ઈ. સ. ૧૯૨૪માં એમને ત્યાં પુત્રીનો જન્મ થયો. એનું નામ પાડ્યું સુશીલા. પછી તો મોંઘીબાઈની તબિયત નરમગરમ રહેવા લાગી. બહુ ઉપચાર કરવા છતાં એમણે ૧૯૩૦માં એમના નશ્વર દેહનો ત્યાગ કર્યો. ૨૬ વર્ષના મેઘજીભાઈ માટે આ ઘા ખૂબ કારમો હતો. પણ છેવટે છે વર્ષની સુશીલાને માતાની અને ઘરમાં ગૃહિણીની જરૂર અનિવાર્ય જણાતાં ૧૯૩૨ની આખરે એમનાં લગ્ન મણિબહેન સાથે થયાં. મણિબહેન પતિના દરેક કાર્યમાં ઊંડો રસ લેતાં અને પતિને પ્રોત્સાહન આપતાં. મણિબહેન દ્વારા તેમને ચાર પુત્રીઓ અને બે પુત્રોની પ્રાપ્તિ થઈ. જેનાં નામ અનુક્રમે મીનળ, જયા, સુમીતા, ઉષા, બિપીન અને અનંત પાડવામાં આવ્યાં હતાં. વેપારમાં આટલો બધો વિકાસ થવા છતાં કુટુંબ તરફ એ પૂરતું લક્ષ આપતા. બાળકોના અભ્યાસમાં અને સંસ્કારસિંચનમાં એ ઝીણવટથી રસ લેતા. દરેકને રુચિ પ્રમાણે યોગ્ય કેળવણી આપી અને દરેકનાં યોગ્ય ઠેકાણે લગ્નો કર્યા. દીકરીઓને પણ દીકરા જેટલી જ કેળવણી આપવી જોઈએ એમ એ માનતા હતા. ઘરે આવ્યા પછી કુટુંબ સિવાયની બાબતોમાં ન છૂટકે જ રસ લેતા. ગરીબો માટે ફક્ત રોજીરોટીનો જ વિચાર કરી તેઓ અટકી જતા ન હતા. તે જાણતા હતા કે અભણ લોકોના હાથમાં ગમે તેટલી આવક જશે તો પણ તે વેડફાઈ જવાની છે. એટલે આવકની સાથે એમની કેળવણી અને રહેણીકરણી પણ સુધરે તે માટે તેઓ બનતું બધું કરતા. નિવૃત્તિ પછીનાં ચાર વર્ષ એમણે મોટે ભાગે ભારતમાં ગાળ્યાં હતાં. આ અરસામાં તેઓ રાજસભાના સભ્ય પણ થયા હતા. એમને મન નિવૃત્તિનો અર્થ નિક્રિયતા ન હતો. પરંતુ અંગત લાભને બદલે બહુજનહિતાય કામ કરવું એ હતો. એ સમયે સખાવતો માટેના ટ્રસ્ટનું સંચાલન એ ખૂબ કાળજીપૂર્વક કરતા. ફરજ અને નિયમિતતાની એમની ભાવના અદ્ભુત હતી. તેઓ પોતાના મોભા કરતાં સાદગીને વધુ મહત્ત્વ આપતા. લંડનમાં ઘરની મોટર હોવા છતાં ઑફિસે જવા તેઓ ભૂગર્ભ ટ્રેનનો જ ઉપયોગ કરતા. Page #242 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શ્રી મેઘજીભાઈ પેથરાજ ૨૪૧ એમનામાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ પણ હતી. તેઓ વાતાવરણમાં હળવાશ પણ લાવી શકતા. શ્રી ગોહેલ, શ્રી સી. યુ. શાહ વગેરે જેવા બાહોશ સાથીઓ એમને મળ્યા હતા. અંતિમ દિવસો : મેઘજીભાઈનું આરોગ્ય એકંદરે સારું રહેતું, તો પણ ભાવિનાં એંધાણ મળી ગયાં હોય તેમ એ છેલ્લે છેલ્લે કહેતા કે, “હમણાં તો આરોગ્ય સારું છે. પણ ૬૦ વર્ષ થયા પછી શું થશે તે કેમ કહી શકાય ?' અને બન્યું પણ એવું જ. તારીખ ૩૦-૭–૧૯૬૪ ને ગુરુવારે સવારે રોજના ક્રમ મુજબ એ વહેલા ઊઠી ગયા. પોતાની મેળે ચા કરી અને મણિબહેનની સાથે બેસીને પીધી. દસ વાગે ગભરામણ થવા લાગી. ડૉકટર આવ્યા, તપાસીને દવા આપી. અગિયાર વાગે કૉફી પીધી. પણ ત્યારપછી એકાએક તબિયત લથડતી ગઈ. હૃદયરોગનો હુમલો થઈ ચૂક્યો હતો. વધુ કંઈક ઇલાજ કરે ત્યાર પહેલાં પોણા બાર વાગે એ નશ્વર દેહને છોડી ચાલી નીકળ્યા. એ ગયા, પરંતુ પાછળ અદ્ભુત સુવાસ મૂકતા ગયા. મણિબહેને ત્યારે મનોબળ દાખવી, એમણે આદરેલાં કાર્યો-ટ્રસ્ટો વ્યવસ્થિત ચાલે તે જોવામાં પોતાનું મન પરોવ્યું. એમની પાછળ કોઈ સ્મારક રચવાની પણ એમણે રજા ન આપી, કારણ કે એમણે આદરેલાં કાર્યો એ જ એમનાં સાચાં સ્મારક હતાં. મેઘજીભાઈ ફાઉન્ડેશન તરફથી કેન્યા સરકારને તબીબી અને શિક્ષણ કેન્દ્રો વધારવા માટે એક લાખ પાઉન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી. મહાન પુરુષો એમનાં કાર્યોથી જ અમર બને છે. મેઘજીભાઈ આવા એક મહાન સેવાભાવી, ઉદ્યમી, દાનવીર અને સ્વાશ્રયી પુરુષ હતા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૩૫. વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખું જન્મ અને બાલ્યકાળ : શ્રી. જયભિખુનો જન્મ વિ. સં. ૧૯૬૪ના જેઠ વદ ૧૩ ને શુક્રવાર તા. ૨૬ જૂન ૧૯૦૮ ના રોજ સવારના સાત વાગે તેમના મોસાળ વીંછિયા(સૌરાષ્ટ્ર)માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. ચાર વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું હતું. બાળપણમાં જ માતા ગુજરી જવાથી શ્રી. જયભિખુનું બાળપણ તેમના મોસાળ વીંછિયામાં વીત્યું હતું. શ્રી. જયભિખ્ખનું મૂળ વતન સૌરાષ્ટ્રનું સાયલા (લાલા ભગતનું) ગામ હતું. તેમનાં ત્રણ નામ હતાં : કુટુંબમાં તેઓ “ભીખાભાઈ'ના હુલામણા નામથી ઓળખાતા, નેહીઓમાં તેઓ “બાલાભાઈ' તરીકે જાણીતા હતા અને સાહિત્યકાર તરીકે જનતા તેમને “જયભિખુ'ના તખલ્લુસથી ઓળખે છે. - શ્રી. જયભિખ્ખએ પ્રાથમિક અભ્યાસ વીજાપુર પાસે આવેલા વરસોડામાં અને અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનો માધ્યમિક અભ્યાસ અમદાવાદની ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં કરેલો. પછી તેઓ મુંબઈ ખાતે સ્વ. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થા શ્રી. વીર તત્ત્વ પ્રકાશક મંડળમાં દાખલ થયા હતા. કાશી, આગ્રા અને છેવટે ગ્વાલિયર ૨૪૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સાહિત્યકાર શ્રી જયભિખ્ખું ૨૪૩ રાજ્યમાંના વનશ્રીથી ભરપૂર શિવપુરીમાં એમણે આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનો અભ્યાસ કર્યો. લગ્ન તથા સાહિત્યકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ : તેમનાં લગ્ન તા. ૧૩–૫–૧૯૩૦ના રોજ શ્રી. વિજયાબહેન સાથે થયાં હતાં. તેમનું તખલ્લુસ તેમના અને તેમની પત્નીના નામના સુમેળથી બન્યું છે. વિજયાબહેનમાંથી “જય’ શબ્દ અને ભીખાલાલમાંથી “ ભિખુ' શબ્દ, એમ બંને શબ્દો મળીને “જયભિખુ” શબ્દ બન્યો છે. શ્રી. જયભિખ્ખના જીવનમાં એક પ્રકારની મસ્તી અને સાહસિકતા દેખાય છે. પોતાના ઘડતર વિષે તેઓ માનતા હતા કે ભણતર કરતાં ગુરુજનોની સેવાના બદલામાં મળેલી પ્રેમાશિષ, વાચન કરતાં વિશાળ દુનિયા સાથેનો જીવંત પરિચય અને પુસ્તક કરતાં પ્રકૃતિ દ્વારા મળેલી પ્રેરણા વધુ કાર્યક્ષમ નીવડી છે. જયભિખુને “સરસ્વતીચંદ્ર' ગ્રંથ પ્રિય હતો. સાહિત્યકાર બનવાની પ્રેરણા તેમણે મુખ્યપણે શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી લીધી હતી. સને ૧૯૩૩માં લેખક તરીકેનો વ્યવસાય શરૂ કર્યો ત્યારથી શ્રી જયભિખુ અમદાવાદમાં રહેતા હતા. તેમના વ્યવસાયી જીવનને ઘાટ આપવામાં નીચે જણાવેલી બાબતે અગત્યનો ભાગ ભજવ્યો છે : તેઓ “ન્યાયતીર્થ'ની પરીક્ષા આપવા કલકત્તા ગયા હતા અને કેનિગ સ્ટ્રીટમાં ઊતર્યા હતા. અભ્યાસ પૂરો થતો હોવાથી ભાવિ જીવનનો વિચાર કરવાનો સમય આવી પહોંચ્યો હતો. તેમણે આ ત્રણ નિર્ણયો લીધા : (૧) નોકરી કરવી નહીં. (૨) પૈતૃક સંપત્તિ લેવી નહીં. (૩) કલમના આશરે જીવવું. “સરસ્વતીને ખોળે માથું મૂકનાર જો થોડોક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી એની પૂરેપૂરી ભાળ રાખ્યા વિના રહેતી નથી.” શ્રી. જયભિખુની આવી દેઢ શ્રદ્ધા હતી અને તેમનું પોતાનું જીવન એ વાતની સાક્ષી પૂરે છે. શ્રી. જ્યભિખુનું પ્રારંભિક જીવન પત્રકાર તરીકે પસાર થયું. વર્ષો લગી એમની વેધક કલમે “જેન જ્યોતિ” તથા “વિદ્યાર્થી નામનાં સામયિકોમાં લેખો લખાતા રહ્યા. ઉપરાંત ગુજરાતના દૈનિક “ગુજરાત સમાચારમાં ખૂબ ખ્યાતિ પામેલ “ઈટ અને ઇમારત', બાલ સાપ્તાહિક “ઝગમગ' તેમજ અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ટાઇમ્સ વગેરેમાં પણ તેઓ યથાવકાશ લખતા. શ્રી. જયભિખુની લેખનશૈલી સાવ અનોખી હતી. કથાપ્રસંગ નાનો કે નજીવો હોય, પણ જો એમાં માનવતાનું તત્વ હોય તો તેઓ સહજ રીતે તેમાંથી વિરાટ સર્જન કરી શકતા. શ્રી. જયભિખુ એમની આગવી શૈલી માટે જાણીતા હતા. તેમની નવલકથાઓ જૈનો અને જૈનેતરોમાં પૂરતો આદર પામી ચૂકી હતી. તેમની એક નવલકથા પંદર કે વીસ વખત વાંચનારા પણ આજે મળી આવે છે. તેમની વાર્તાઓ કન્નડ અને તેલુગુમાં પણ અનુદિત થઈ હતી. એમનાં તેર પુસ્તકોને તો ભારત સરકાર અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પણ મળ્યાં છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો તેઓશ્રીને ગુજરાતી બાળસાહિત્યકારોમાં એક અગ્રણી ગણી શકાય, કારણ કે તેઓએ તે સાહિત્યને તદ્દન અનોખી, અલભ્ય અને પૂર્વે નહીં પ્રાપ્ત કરેલી એવી દૃષ્ટિ અને દિશા આપ્યાં. આ કાર્ય કરવામાં તેઓને નૈસર્ગિક કળાકારની બક્ષિસ છે, જેમાં તેઓ પોતાના પુરુષાર્થથી ચોકસાઈ, સાવધાની અને અનુભવ ઉમેરે છે. પરિણામ એ આવે છે કે બાળકોના જીવનના ઘડતર માટે આવશ્યક જ્ઞાનની સાથે સાથે મસ્ત અને નિર્દોષ ગમ્મત પણ તેમાં ઉમેરાતાં સોનામાં જાણે સુગંધ ભળે છે! - શ્રી. જયભિખુ જાતે કલમની કમાણી ઉપર આવ્યા છે. એમણે બીજા કલાકારોને તે ઉપર જીવતા કર્યા છે. સાહિત્યમાં પણ કોઈ સાંકડા વાડામાં પુરાવાને બદલે તેઓ પોતાની આગવી મસ્તીથી રહ્યા. એમને પોતાના મૃત્યુનો સંકેત સાંપડ્યો હતો. છેલ્લે પોતાના પરિવારને તેમણે આ સંદેશો આપ્યો હતો : સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.” શ્રી. જયભિખ્ખનું અવસાન ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે થયું. ગુજરાતના સંસકારજગતનો એક આધારસ્તંભ તૂટી ગયો. “દીવે દીવો પેટાય' એ કહેવત અનુસાર શ્રી. જયભિખ્ખના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ ઘણી નાની ઉંમરે લેખક, પ્રાધ્યાપક, પત્રકાર અને વક્તા તરીકે મોટી નામના મેળવી છે. શ્રી. જયભિખ્ખના હૃદયમાં શીલ અને આદર્શ ચરિત્ર માટેની તમન્ના હતી. તેમનું સાહિત્ય પણ એ જ ભાવનાઓનું પોષક છે. જયભિખ્ખના અવસાન પછી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા એમનાં પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં છે. સાહિત્યરચના : આજીવન સરસ્વતીના ઉપાસક રહીને જયભિખુએ મા ગુર્જરીનાં ચરણોમાં નાનામોટા લગભગ ૩૦૦ ગ્રંથ સમર્પિત કર્યા છે, જેમાં નીચે જણાવેલા ગ્રંથો મુખ્ય છે: (૧) જેન બાલ ગ્રંથાવલી શ્રેણી ૧-૨ (૨) મહાપુરુષોનાં ચરિત્રો–ભગવાન મહાવીર, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ, ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી તથા શ્રી રાજેન્દ્રસૂરિ સ્મારક ગ્રંથ. બીજા અનેક ધર્માત્માઓ અને સંતોનાં ચરિત્રો તેમણે બાળ-વૃદ્ધ સૌને વાંચવા ગમે તેવી રોચક શૈલીમાં લખ્યાં છે. પહેલાં એમ માનવામાં આવતું કે જૈન કથાઓમાં માત્ર શુષ્ક ત્યાગ-વૈરાગ્ય અથવા માત્ર કાલ્પનિક પૌરાણિક હકીકતોનું જ નિરૂપણ હોય છે. શ્રી. જયભિખુની કલમના કસબ ગુજરાતભરમાં આ માન્યતાને ફેરવી નાંખી અને જૈન કથાસાહિત્ય ગુજરાતની સમસ્ત જનતા હવે હોંશથી વાંચવા લાગી. આમ જયભિખુએ કથાસાહિત્યના માધ્યમ દ્વારા જૈન ધર્મની પ્રભાવનાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. છેલ્લાં થોડાં વર્ષોથી તેમના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ જયભિખુ ટ્રસ્ટના માધ્યમથી સુરુચિપૂર્ણ અને સંસ્કારપ્રેરક સાહિત્યના પ્રચાર-પ્રસારનું કાર્ય ચાલુ રાખ્યું છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ 4 - ૩૬. શ્રાવક-શિરોમણિ સાહુ શ્રી શાંતિપ્રસાદજી * બાળપણ અને ભણતર : ૨૦મી સદીમાં થયેલા ઉત્તમ જૈન સદ્દગૃહસ્થોની પ્રથમ હરોળમાં જેમનું નામ પોતાની ગુણાતિશયતાને લીધે સહજપણે શોભે છે તેવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અવિરુદ્ધપણે સફળતાપૂર્વક સાધનાર આદરણીય શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિપ્રસાદજીનો જન્મ તા. ૨૨-૫-૧૯૧૧ ના રોજ નજીબાબાદમાં થયો હતો. તેમની જન્મભૂમિ નજીબાબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં આવેલી છે; ગઢવાલ જિલ્લાની સરહદ અને હિમાલયની તળેટી ત્યાંથી બહુ દૂર નથી. તેમના દાદાનું નામ સલેખચંદ્ર હતું. એક મહાન ધર્માત્મા અને સમાજસેવક તરીકે તેઓ આજુબાજુના વિસ્તારમાં પ્રસિદ્ધ હતા. શાંતિપ્રસાદજીના પિતાશ્રીનું નામ દીવાનસિંહજી અને માતાજીનું નામ મૂર્તિદેવી હતું. તેમનું પ્રારંભિક શિક્ષણ નજીબાબાદમાં થયું હતું અને કૉલેજનું શિક્ષણ પ્રથમ મેરઠમાં અને ત્યાર પછી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં થયું હતું. ભણવામાં તેઓ એક બુદ્ધિમાન વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ હતા. તેમણે બી. એસસી. (B. Sc.)ની ડિગ્રી પ્રથમ શ્રેણીમાં પાસ કરી હતી. ૨૪૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો * કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન : સાહુ પરિવારના ઉમદા, ઉદાર અને કુલીન સંસ્કારો તેમનામાં પ્રારંભિક યુવાવસ્થાથી જ ઝળક્યા હતા. આ ઉંમરે પણ નિયમિત પ્રભુદર્શન તથા આજુબાજુના હસ્તિનાપુર આદિ તીથોમાં જવાનું તથા ધાર્મિક ઉત્સવોમાં ભાગ લેવાનું તેઓ ચૂકતા નહીં. તેમનાં ધર્મપત્નીનું નામ મારાણી હતું. મારાણી પ્રસિદ્ધ મારવાડી ઉદ્યોગપતિ શ્રી રામકૃષ્ણ દાલમીયાનાં એકનો એક દીકરી હતાં. નાની ઉંમરમાં જ માતાનો વિયોગ થવાથી મારાણીનો ઉછેર શેઠ જમનાલાલ બજાજના સાંનિધ્યમાં થયો હતો. આથી દેશપ્રેમ, સ્વાશ્રય, આત્મવિશ્વાસ અને સર્વધર્મસમભાવના સંસ્કાર તેમને નાનપણથી જ મળ્યા હતા. શાંતિપ્રસાદજીના લગ્નસંબંધથી દેશના બે ઉચ્ચ સંસ્કારી અને સંપત્તિવાન કુટુંબોનું મિલન થયું, અને મણિકાંચનનો સંયોગ થાય તેમ દસ-પંદર વર્ષની અંદર વિશિષ્ટ પુણ્યોદયથી તેમનું કુટુંબ ભારતનાં અગ્રગણ્ય કુટુંબોમાં વિશિષ્ટ સ્થાન પામ્યું. તેમના ત્રણ પુત્રોનાં નામ અશોક, આલોક અને મનોજ છે તથા પુત્રીનું નામ સૌ. અલકા છે. જેમ જેમ લક્ષ્મીનું આગમન થતું ગયું તેમ તેમ સમાજસેવા અને સંસ્કારનું સામ્રાજ્ય સર્વ કુટુંબીજનોમાં ફેલાવા લાગ્યું. વિવિધ વ્યવસાય, ઉદ્યોગ અને વ્યાપારમાં તેઓની કુશાગ્ર બુદ્ધિ, માણસોને પારખવાની શક્તિ, સ્ટાફ પ્રત્યેની ઉદાર નીતિ અને ઉદ્યોગપતિ અને વહીવટકર્તા તરીકેની તેમની આગવી કોઠાસૂઝ-આ બધા દ્વારા ભારતના ઔદ્યોગિક ક્ષેત્રો થોડા જ વર્ષોમાં તેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું. આમ દુનિયામાં દુર્લભ એવા લક્ષ્મી અને સરસ્વતીના સુભગ સમન્વયથી આ કુટુંબની ખ્યાતિ દેશમાં સર્વત્ર પ્રસરવા લાગી. માનવતાવાદ અને સમાજસેવાના જ્યોતિર્ધર : દયા, નમ્રતા, ઉદારતા, સાદાઈ, સરળતા, માનવમાત્ર પ્રત્યે પ્રેમ વગેરે ગુણો તેમને પોતાની ઉચ્ચ કુળપરંપરા તથા માતા મૂર્તિદેવી તરફથી ગળથૂથીમાંથી મળ્યા હતા. સમાજસેવાનાં કાર્યો કરવાની પણ તેમના વડીલોની એક પરંપરાગત ખાસિયત હતી. સાહૂજીના જીવનમાં તે અઢાર વર્ષની ઉંમરથી જ દેખાય છે. ઈ. સ. ૧૯૨૯માં હસ્તિનાપુરમાં મળેલા અખિલ ભારતીય યુવક-સંમેલનની કાર્યવાહીમાં તેમણે જે ભાગ ભજવ્યો હતો તેનાથી સમાજસેવા કરવાનો તેમનો અદમ્ય ઉત્સાહ, સંગઠન કરવાની શક્તિ, વહીવટી કુશળતા, અને નાનામોટા સૌની સાથે હળીમળીને કામ કરવાની તેમની શક્તિનો આપણને પરિચય મળે છે. ભાવિમાં થનાર તેમની મહાન નેતાગીરીનાં એંધાણ આ સમયથી જ અનુભવીઓના ખ્યાલમાં આવી ગયા હતા. સને ૧૯૪૦ના ઉનાળામાં લખનૌમાં ભરાયેલ ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદના વાર્ષિક અધિવેશનમાં તેમણે તથા રમાવાણીએ આપેલા સેવાઓ, માર્ગદર્શન, પ્રેરણા અને બતાવેલા અથાગ ઉત્સાહથી તે જમાનામાં જૈન લોકો તેમને પોતાના નેતા અને માર્ગદર્શક માનવા લાગ્યા હતા. વિધવાવિવાહ, આંતરજાતીય વિવાહ, દહેજનિવારણનો પ્રશ્ન તથા નવી અને જૂની પેઢી વચ્ચેના તીવ્ર મતભેદો જેવી વિવિધ સામાજિક સમસ્યાઓનું યથાયોગ્ય નિરાકરણ કરી બહુજનમાન્ય ઉકેલ શોધવામાં તેઓને Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી સારી સફળતા પ્રાપ્ત થઈ હતી. વળી, જૈન એકતાના પ્રયાસમાં પણ ભારત જૈન મહામંડળ જેવી જૂની સંસ્થાના કર્ણધાર બનીને તેઓએ જાતિબંધુઓને પ્રોત્સાહન આપ્યું હતું. સમસ્ત દિગંબર જૈન સમાજની એક સર્વમાન્ય સંસ્થા બનાવવાના અને સૌમાં સાધર્મીવાત્સલ્ય વધારવાના હેતુથી સન્ ૧૯૭૪માં તેઓએ દિગંબર જૈન મહાસમિતિની સ્થાપના કરી. ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં તેમજ સન્ ૧૯૬૫ તથા ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન તેઓએ લાલબહાદુર શાસ્ત્રીજી તથા શ્રીમતી ઇન્દિરા ગાંધીની સાથે લાંબાણ ચર્ચા કરીને સર્વતોમુખી સહયોગ આપ્યો હતો. જનરલ હૉસ્પિટલો, વિશ્વવિદ્યાલયો અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં પણ તેમણે ઉદારતાથી દાન ગંગા વહેવરાવી હતી. શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિ તથા ધર્મ અંગેની સેવાઓ : વિશિષ્ટ પુણ્યોદય, ન્યાયસંપન્ન ઉદ્યોગ-વ્યવસાયની નીતિઓ અને સાતિશય વ્યાપારી કુનેહથી જેમ જેમ લક્ષ્મી એકધારી વધવા લાગી, તેમ તેમ સાહૂ પરિવારે સમાજ અને સંસ્કૃતિનાં કાર્યો માટે અત્યંત ઉદાર દાનનીતિનો આશ્રય લીધો. આનું કાંઈક અનુમાન તેમણે કરેલાં નીચેનાં કાર્યોથી જાણી શકાય ઃ (૧) સન્ ૧૯૨૧માં મૂર્તિદેવી કન્યાવિદ્યાલયની નજીબાબાદમાં સ્થાપના. (૨) સાહૂ જૈન ટ્રસ્ટના અન્વયે “મૂર્તિદેવી છાત્રવૃત્તિઓ' સ્યાદ્વાદ મહાવિદ્યાલય બનારસમાં શાસ્ત્રી, આચાર્ય એમ. એ., પીએચ. ડી તથા ડી. લિ.ની ડિગ્રીઓ માટે ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓએ આ છાત્રવૃત્તિનો લાભ લીધો છે અને દેશના જુદા જુદા ભાગોમાં ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, તેમજ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓના પ્રચાર-પ્રસારમાં પોતાની સેવાઓ આપી છે. (૩–૪) ભારતીય જ્ઞાનપીઠ તથા મુર્તિદેવી ગ્રંથમાળા : તા. ૧૮-૨-૧૯૪૪ના રોજ સાહૂ શાંતિપ્રસાદજીએ પોતાના કુટુંબીજનોના સહયોગ અને સંમતિથી આ મહાન સંસ્થાઓની સ્થાપના કરી. આ સંસ્થાઓ દ્વારા ઉચ્ચકક્ષાનું પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્ય વિપુલ પ્રમાણમાં સંસ્કૃત, હિંદી, પ્રાકૃત, અંગ્રેજી, તામિલ, કન્નડ વગેરે ભાષાઓમાં પ્રગટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અદ્યતન વૈજ્ઞાનિક ઢબથી સંપાદિત લગભગ ૧૦૦ (સો) જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. (૫) શાનપીઠ ઍવોર્ડ : દર વર્ષે ભારતના સંવિધાને માન્ય કરેલ મુખ્ય ચૌદ ભાષાઓમાં પ્રગટ થયેલા સાહિત્યમાંથી માનવતાલક્ષી તેમજ સંસ્કારપ્રેરક શ્રેષ્ઠ કૃતિને રૂ. દોઢ લાખ રોકડાનું પારિતોષિક અપાય છે અને તેના કર્તાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે. આવી રાષ્ટ્રીય સ્તરની સાહિત્યિક પ્રવૃત્તિ ભારતના ઇતિહાસમાં હજી સુધી બીજી નોંધાઈ નથી. આથી આ યોજનાના પુરસ્કર્તાઓની દૂરંદેશી, ઉદારતા, સાહિત્યપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના પ્રત્યે કોઈ પણ મનુષ્યને સ્વાભાવિકપણે સન્માન અને આદરની લાગણી ઊપજ્યા વગર રહી શકતી નથી. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૬) પત્રકારિત્વના વિષયમાં વિશિષ્ટ યોગદાન : વિશાળ ઔદ્યોગિક અને વ્યાપારી કાર્યવાહીઓ સાથે સંબંધ હોવાથી વિજ્ઞાપનકાર્ય માટે તેમના પરિવારને ભારતના વિવિધ સમાચારપત્રો અને પત્રિકાઓ સાથે સંબંધ રહેતો. સને ૧૯૪૫ની આજુબાજુ “નવભારત ટાઇમ્સ'નું પ્રકાશન દિલ્હીથી ચાલુ થયું. અને ૧૯૫૫માં બેનેટ કોલમેન કંપની ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના મૂળ માલિક પાસેથી સાહુ કુટુંબના હસ્તક આવી. તે સમયથી માંડીને આજ સુધી તેઓએ ભારતીય પત્રકારત્વમાં પોતાના જૂથની કાર્યક્ષમતા અને વિવિધતા, પ્રચાર અને પ્રસારણ, ઉચ્ચકક્ષાનું રહે અને અંગ્રેજી જેટલું જ, બલ્ક તેથી પણ વધારે મહત્ત્વ હિંદી ભાષાને મળે તેવો પ્રશંસનીય પ્રયત્ન કરીને તેમણે હિંદી ભાષાના રાષ્ટ્રીય દરજજાને સક્રિય અનુમોદન આપ્યું છે. ઉપર્યુક્ત કાર્યો ઉપરાંત સમસ્ત ભારતમાં અનેક વિદ્યાલયો, પાઠશાળાઓ, પુસ્તકાલયો અને શોધ-સંસ્થાઓને તેમજ અસંખ્ય ગરીબ વિદ્યાર્થીઓને તેઓએ ઉદારતાથી પ્રગટ તેમજ ગુપ્ત બન્ને રીતે સહાય કરી હતી. વિશિષ્ટ ધાર્મિક સેવાઓ (૧) ભગવાન મહાવીરના ૨૫૦૦ મો નિર્વાણ-મહોત્સવ પ્રાદેશિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અત્યંત સફળતાપૂર્વક ઉજવાયો હતો. આ મહોત્સવનું સૌથી વધારે શ્રેય જો કોઈ એક વ્યક્તિને આપવું હોય તો તે વ્યક્તિ સાહુ શાંતિપ્રસાદજીને જ આપી શકાય. પોતાના અંગત સંબંધોનો સદુઉપયોગ કરીને તેઓએ તે વખતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા કેન્દ્ર સરકારના અન્ય પ્રધાનોને આ મહોત્સવમાં સક્રિય રસ લેતા કર્યા હતા. ભગવાન મહાવીરના રાષ્ટ્રીય સ્મારક માટે તેમણે દિલ્હીમાં જ સરકાર દ્વારા જમીનની ફાળવણી કરાવી આપી હતી. મહોત્સવ-સમિતિના તેઓ કાર્યાધ્યક્ષ હતા. રાષ્ટ્રીય, પ્રાંતીય, જિલ્લાકીય અને તાલુકા સ્તરે વિવિધ જૈન સમિતિઓની રચનાની તેઓએ જ પ્રેરણા આપી હતી, જેથી મહોત્સવ માત્ર મોટાં શહેરો પૂરતો જ મર્યાદિત ન રહેતા ભારતનાં નાનાં નાનાં ગામડાં સુધી પણ પ્રસરે અને ભગવાન મહાવીરનો વિશ્વમૈત્રી, સર્વધર્મસમભાવ અને આધ્યાત્મિકતાનો સંદેશ સૌ કોઈને પ્રાપ્ત થઈ શકે. પોતાની દિલ્હી, કલકત્તા, મુંબઈ અને અન્ય શહેરોની ઑફિસોનાં મકાનો આ કાર્ય માટે તેઓએ ફાળવી આપ્યાં હતાં. મહોત્સવમાં ભારતના ચારેય જૈન સંપ્રદાયોના અગ્રણીઓને દિલ્હીમાં એક ધ્વજ નીચે ભેગા કરવાનું તથા “સમણસું” પ્રકાશનનું સારું એવું શ્રેય શ્રી સાજીને ફાળે જાય છે. (૨) જૈન વિદ્યા પ્રત્યે અનુપમ ભક્તિ : સને ૧૯૬૮માં બનારસ–સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ઉપક્રમે ઑલ ઇન્ડિયા ઓરિઅન્ટલ કૉન્ફરન્સનું અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં જૈન વિદ્યા અંગેનો કોઈ કાર્યક્રમ નહોતો. જ્યારે સાહૂજીને આ બાબતની ખબર પડી ત્યારે તેઓએ કેટલાંક તાત્કાલિક પગલાં ભરીને જૈન વિદ્યા Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-શિરોમણિ સાહૂ શ્રી શાંતિપ્રસાદજી વિષેની વિશિષ્ટ સંગોષ્ઠિનું આયોજન કરાવ્યું, જેમાં જૈનવિદ્યાના મૂર્ધન્ય વિદ્વાનોને આમંત્રણ આપીને ખાસ બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેઓએ નીચેની ધાર્મિક–સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી અથવા તો તેમને વિશિષ્ટ સહયોગ આપી સક્રિય બનાવી : (૧) પ્રાકૃત શોધ–સંસ્થાન, વૈશાલી, બિહાર, (૨) સ્યાદ્વાદ મહાવિદ્યાલય, બનારસ (૩) એસ. પી. જૈન કૉલેજ, સાસારામનગર, બિહાર, (૪) અહિંસાપ્રચારક સમિતિ, કલકત્તા, (૫) વર્ણી સંસ્કૃત વિદ્યાલય, સાગર, (૬) સાહૂ પુરાતત્ત્વ મ્યુઝિયમ, દેવગઢ, (૭) ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી, મુંબઈ, (૮) દિગંબર જૈન મહાસમિતિ, (૯) સાહૂ જૈન કૉલેજ નજીબાબાદ, (૧૦) ભારતીય કલાવિદ્યા જૈન શોધ સંસ્થાન, મૂડબિદ્રી કર્ણાટક, (૧૧) શ્રમણ જૈન ભજન પ્રચારક સંઘ, (પ્રેરક મુનિ વિદ્યાનંદજી) દિલ્હી. ૨૪૯ અન્ય ધાર્મિક કાર્યો ( ૧ ) ‘વીર નિર્વાણ ભારતી' દ્વારા ભારતના બધા ટોચના જૈન વિદ્વાનોને સંપ્રદાયના ભેદભાવ વિના પુરસ્કૃત કર્યા. (૨) એમના જીવનનાં છેલ્લાં ૨૫ વર્ષ દરમ્યાન પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરનો એવો ધાર્મિક ઉત્સવ ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હાજરી આપીને તેને નેતૃત્વ, માર્ગદર્શન અને વિશિષ્ટ સહાય પૂરી ન પાડી હોય. (૩) જૈન ધર્મના બધા ત્યાગી પુરુષો તથા વિદ્વાનો પ્રત્યે તેમને ઘણો જ પૂજ્યભાવ તથા આદરભાવ હતો. પોતાના ભરચક કાર્યક્રમોમાંથી પણ વારંવાર સમય કાઢીને તેઓ મુનિઓના સત્સમાગમ અને દર્શનનો લાભ લેતા તથા વિદ્રાનોની સભામાં તત્ત્વજ્ઞાન, અધ્યાત્મચર્ચા, મુનિચર્યા, શ્રાવકચર્ચા વગેરે વિષયો ઉપર સક્રિયપણે ચર્ચા કરતા. (૪) સમસ્ત ભારતના જૈનોના અગ્રગણ્ય નેતા હોવાની રૂએ જૈન સમાજને કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય એવા પ્રસંગો ઊભા થતા ત્યારે તેઓ તરત જ સક્રિય રસ લઈને વિવિધ ઉપાયો દ્વારા તેનું નિરાકરણ કરતા. ઉત્તરાવસ્થા : ભગવાન મહાવીરના નિર્વાણ-મહોત્સવ દરમ્યાન એમના આત્મામાં અદમ્ય ઉત્સાહ હતો. તેથી પ્રેમપરિશ્રમ પણ તેને અનુરૂપ જ થયો. પરંતુ શરીર તો શરીરની રીતે જ કામ કરે ને ? કાર્યના અધિક બોજાથી તેમના શરીર પર ઘણી અસર થઈ. તેમાં વળી પોતાને આજીવન સહયોગ અને પ્રેરણા આપનાર તેમનાં ધર્મપત્ની રમારાણીનો તા. ૨૨-૭-૧૯૭૫ના રોજ વિયોગ થતાં તેમને સ્વાભાવિકપણે જ ઘણો માનસિક આઘાત લાગ્યો. આ બધાની શરીર પર વિપરીત અસર થતી ગઈ. જો કે તેમણે ઘણી સમતા રાખી, છતાં હૃદયરોગની બીમારીએ તેમને ઘેરી લીધા અને કરાળ કાળ આ મહાપુરુષનો પણ તા. ૨૭-૧૦-૧૯૭૭ ના રોજ કોળિયો કરી ગયો. લાખો · Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આંખોમાંથી અશ્રુની ધારાઓ ચાલી. સમગ્ર ભારત જૈન સમાજે શોકઠરાવો પસાર ર્યા. પરંતુ તેજ-જ્યોતિ–પુંજમાંથી હવે પ્રકાશ ન મળતાં, જેન સમાજ અને વિશેષ કરીને દિગંબર જૈન સમાજ નિરાશા, સર્વમાન્ય નેતૃત્વહીનતા અને નિરાધારતાનો અનુભવ કરી રહ્યો છે. ઉપસંહાર : આમ સતત ચાર દાયકાઓ સુધી પોતાની બહુમુખી પ્રતિભા અને દૂરંદેશી દ્વારા રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક તથા ધાર્મિક સ્તરે જૈન સમાજને વિશિષ્ટ સેવાઓ આપનાર આ મહાપુરુષ આજે આપણી વચ્ચે નથી; પણ તેમનાં સત્કાર્યોની સુવાસ અને ઉત્સાહ માનવમાત્રને અને આપણી યુવાન પેઢીને સેવાનો, સમર્પણનો, માનવતાનો અને સતત ઉદ્યમશીલતાનો સંદેશો આપે છે. આપણને તેમના જીવનમાંથી ઉદાર માનવલક્ષી અભિગમ અને સમાજસેવાની તત્પરતાની પ્રેરણા મળે છે. સાહુજીની સર્વમાન્ય લોકપ્રિયતા અને સમુચ્ચય સફળતામાં તેમના ધર્મપત્ની સૌમ્યમૂર્તિ, આદરણીયા મારાણીનો હિસ્સો ખૂબ જ નોંધપાત્ર છે. સેવાભાવ, પ્રેમ, વાત્સલ્ય, સતત પ્રેરણા, વિકટ કાળમાં ધૈર્ય બંધાવવાની ક્ષમતા અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉદાર દૃષ્ટિકોણ અપનાવવાની નીતિ-આદિ અનેક વિશિષ્ટતાઓ દ્વારા તેમણે સાહુજીના વ્યક્તિત્વને કંડારવામાં એક મહાન સહયોગી અને સાચા જીવનસાથી તરીકેની પોતાની પ્રતિભાનો સૌને પરિચય કરાવ્યો છે. સાહુજીના અનુગામીઓ-વડીલબંધુ શ્રી શ્રેયાંશપ્રસાદજી તથા સુપુત્ર શ્રી અશોકકુમાર જૈન પણ તેમના પગલે ચાલીને સમાજને સારી એવી સેવાઓ આપે છે, જેથી આપણને તેમના વિયોગથી ઊપજેલી ખોટમાં ઠીકઠીક ધીરજ અને આશ્વાસન બંધાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી મા સરસ્વતીની આજીવન ઉપાસના કરીને ભારતીય તત્ત્વજ્ઞાન, જ્યોતિષવિદ્યા, પ્રાચીન-મધ્યકાલીન જૈન ઇતિહાસ તેમજ પ્રાકૃત-સંસ્કૃત ભાષાઓના વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા સાચા અર્થમાં વિદ્યાવારિધિ' બનનાર ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીને આ યુગની જૈન જગતની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય. જન્મ અને બાળપણ: ભારતનાં શૌર્ય અને વીરતાની ભૂમિ રાજસ્થાનના રાજાખેડા જિલ્લાનું ધૌલપુર ગામ વૈદિક અને જૈન સંસ્કૃતિના સંગમરૂપ એક મોટા સરોવરને કાંઠે આવેલું છે. અહીં ધર્મસંસ્કારોથી વિભૂષિત શ્રી. રતનલાલજીનો સંતસ્વભાવ આજુબાજુનાં ગામોમાં પ્રસિદ્ધ હતો. તેમના પુત્ર શ્રી. બલવીરલાલજી પત્ની શ્રીમતી જાવિત્રીબાઈ સાથે સંતોષ અને સુખપૂર્વક પોતાનું દામ્પત્યજીવન ગુજારતા હતા. તેમના ઘેર વિ. સં. ૧૯૭૨ના પોષ વદ બારશને રવિવારના મંગળ પ્રભાતે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. (ઈ. સ. ૧૯૧૫) પિતાના એકના એક પુત્ર હોવાથી બાળકને નાનપણમાં માતાપિતાનો પ્રેમ મળ્યો તો ખરો, પરંતુ બે વરસની ઉંમરમાં જ પિતાનો વિયોગ થઈ ગયો. આથી મામા દયારામના હાથે તેમનો ઉછેર થયો. ૨૫૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પ્રાથમિક શાળાના અભ્યાસમાં જ બાળકની કુશાગ્ર બુદ્ધિ, ખાસ કરીને ગણિતના વિષયમાં નિપુણતા, દષ્ટિગોચર થવા લાગી હતી. માધ્યમિક શાળા પૂરી થતાં આગળના અભ્યાસ માટે કાશી જવાનું નક્કી થયું. અનેક પ્રકારની આપદાનો સામનો કરીને આ યુવાને ખંતથી પોતાનો અભ્યાસ કર્યો અને ૨૪ વર્ષની ઉંમર થતાં તો પ્રાચ્યવિદ્યાનાં વિવિધ અંગો–સંસ્કન પ્રાકૃત, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, ન્યાય, જ્યોતિષશાસ્ત્ર આદિમાં નિપુણતા પ્રાપ્ત કરીને ન્યાયતીર્થ, જ્યોતિષતીર્થ અને કાવ્યતીર્થની ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી. ગૃહસ્થાશ્રમ-પ્રવેશ અને અધ્યાપનકાર્ય : ઈ. સ. ૧૯૩૬ માં તેમની સગાઈ આગ્રાનિવાસી શ્રી. ચિરંજીલાલની સુપુત્રી સુશીલાબાઈ સાથે થઈ અને ઈ. સ. ૧૯૩૯માં તેમનાં લગ્ન થયાં. કુટુંબની જવાબદારી આવતાં આજીવિકા માટેનો પ્રશ્ન સ્વાભાવિકપણે જ ઉપસ્થિત થયો. શ્રી. મંગલસેન નામના સજજને આરાની રાત્રિશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે તેમની માસિક ત્રીસ રૂપિયાના પગારથી નિમણૂક કરી; જ્યાં બ્રહ્મચારિણી ચંદાબાઈના સત્સંગ સાન્નિધ્યનો પણ તેમને લાભ મળવા લાગ્યો. અહીં આરામાં તેમને ત્રણ પ્રકારની ફરજો બજાવવાની હતી : દિવસે જૈન બાળાવિશ્રામ માં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય, રાત્રે પાઠશાળામાં ધાર્મિક શિક્ષણકાર્ય અને સિદ્ધાંતભવનના પુસ્તકાલયના અધ્યક્ષ તરીકેની કામગીરી. સરકારી નોકરી અને રાજીનામું: ઉપર્યુક્ત ત્રણ પ્રકારની ફરજો નેમિચંદ્ર સારી રીતે બજાવતા અને તેથી તેમના નામની સુવાસ આખા ગામમાં પ્રસરી ગઈ. ક્રમે કરીને તેમણે પોતાનો અભ્યાસ પણ સારી રીતે વધાર્યો અને ભાવિના મહાન વ્યક્તિત્વનો પાયો દઢ કરી લીધો. પોતાના કેટલાક મિત્રોની સલાહથી ઈ. સ. ૧૯૫૫માં બિહાર સરકારના શિક્ષણ વિભાગમાં તેઓએ નોકરી સ્વીકારી અને તેમને ભાગલપુર નજીક સુલતાનપુરમાં રહેવાનું થયું. સરકારી નોકરીમાં જે પ્રકારની રૂઢિગતતા અને અમલદારશાહી હોય છે, તેનો અનુભવ થતાં સ્વમાન અને સત્યના આગ્રહી નેમિચંદ્રજીને તેમાં અનુકૂળતા લાગી નહીં એટલે પોતાની મૂળ કર્મભૂમિ આરામાં તેઓ પાછા ફર્યા અને સિદ્ધાંતભવનમાં પોતાના જીવનનું બાકીનું કાર્ય પૂરું કરવા રાતદિવસ પુરુષાર્થરત બની ગયા. વિદ્યાની ઉપાસના અને સાહિત્યસેવા:સતત વિદ્યાભ્યાસ દ્વારા શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય, સાહિત્યરત્ન, એમ. એ.પીએચ. ડી. અને ડિ. લિ ની પદવી પ્રાપ્ત કરીને તેઓ સાચા અર્થમાં “જ્ઞાનના સાગર’ બન્યા. ઈ. સ. ૧૯૫૫ માં આરાની જોન કૉલેજમાં તેઓ મુખ્ય પ્રાધ્યાપક તરીકે નિમાયા અને પોતાના જ્ઞાનભંડારનો જૈન સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવા કૃતનિશ્ચયી બન્યા. આ કાર્યમાં ડૉ. રાજારામ જૈન અને પં. ભુજબલીશાસ્ત્રીનો તેમને પૂર્ણ સહયોગ મળ્યો, જેથી આરાનું જેનસિદ્ધાંતભુવન બિહાર તેમજ સમસ્ત ભારતનું કળા, સંસ્કૃતિ અને સાહિત્ય—અનુસંધાનનું એક પ્રસિદ્ધ ધામ બની ગયું. ઈ. સ. ૧૯૬૩ માં તેમની પ્રેરણાથી સંસ્થાનો હીરક મહોત્સવ ઊજવવામાં આવ્યો. Page #254 -------------------------------------------------------------------------- ________________ ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી ૨૫૩ હિંદી ભાષાના વિકાસ માટે ભોજપુરી સાહિત્યને લોકભોગ્ય બનાવવા માટે અને જૈન વામને પ્રસિદ્ધ કરવા માટે તેમણે વિવિધ સમેલનો, શાખાઓ, પરિષદો, પ્રકાશનો તેમજ સારસ્વતોના જાહેર સન્માન માટેનાં અનેકવિધ આયોજનો કર્યા. ભારતીય દિગંબર જૈન વિદ્વત્પરિષદની કારોબારીમાં તેમણે સક્રિય રસ લીધો અને ઈ. સ. ૧૯૭૦ના ખતૌલી ખાતેના અધિવેશનમાં પરિષદના અધ્યક્ષ તરીકે તેઓની પસંદગી કરવામાં આવી. ઈ. સ. ૧૯૭૨માં ઉજજૈનમાં ભરાયેલા પ્રાચ્યવિદ્યા સંમેલનના વાર્ષિક અધિવેશનના “પ્રાકૃત અને જૈન દર્શન'ના અધ્યક્ષ તરીકેનું સ્થાન તેઓએ શોભાવ્યું હતું. વિદ્યાગુરુ, લેખક અને સંશોધનકાર તરીકે: તેઓ અનેક વિશ્વવિદ્યાલયોના પીએચ. ડી. અને ડિ. લિ.ના પરીક્ષક હતા. તેમના હાથ નીચે માર્ગદર્શન મેળવીને ૧૧ વિદ્યાર્થીઓએ પીએચ. ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, જેમાંના અમુક તો અત્યારે મોટા પ્રોફેસરો અને પ્રસિદ્ધ વિદ્વાનો તરીકે સમસ્ત ભારતમાં પ્રતિષ્ઠા પામેલા છે. જીવનના અંત સુધી તેમના જીવનમાંથી એક જ ધ્વનિ નીકળતો રહ્યો: વિદ્યાનિષ્ઠા અને અનુસંધાન. આજીવન સાહિત્યસેવી શ્રી નેમિચંદ્રજીની ૩૪ કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે, જયારે જયોતિષ, પત્રકારત્વ અને સંપાદનવિદ્યા તેમજ પ્રકીર્ણ વિષયો ઉપરના તેમના અનેક નિબંધો પણ ઉપલબ્ધ છે. સાહિત્યસેવા અને વિદ્યાવ્યાસંગ જ તેમના જીવનનું મુખ્ય પાનું રહ્યું. આનો ખ્યાલ નીચેની કૃતિઓ ઉપરથી આવી શકે છે : તીર્થકર મહાવીર અને એમની આચાર્ય-પરમ્પરા : આ શ્રી નેમિચંદ્રજીની અન્તિમ અને સર્વાધિક મહત્ત્વપૂર્ણ કૃતિ, ભગવાન મહાવીરના ચરણોમાં અન્તિમ પુષ્પાંજલિ છે. આ કૃતિ ઈ. સ. ૧૯૭૪માં ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણતિથિએ પ્રકાશિત થઈ હતી. આ ગ્રંથના ચાર ખંડો છે: (૧) તીર્થકર મહાવીર અને એમની દેશના, (૨) શ્રતધર અને સારસ્વતાચાર્ય, (૩) પ્રબુદ્ધાચાર્ય અને પરંપરાપોષકાચાર્ય, (૪) આચાર્ય તુલ્ય કાવ્યકાર અને લેખક. હિન્દી-જૈન સાહિત્ય પરિશીલન : આ ગ્રંથના બે ખંડો છે. પ્રથમ ખંડ સાત અધ્યાયોમાં અને દ્વિતીય ખંડ ચાર અધ્યાયોમાં વિભક્ત થયેલ છે. પ્રથમ ખંડમાં પ્રાચીન કવિઓની કાવ્યરચનાઓ તથા દ્વિતીય ખંડમાં અર્વાચીન કવિઓની કાવ્યરચનાઓનું પરિશીલન છે. આદિપુરાણમાં પ્રતિપાદિત ભારત : શ્રી જિનસેન આચાર્ય રચિત આદિપુરાણમાંથી શ્રી શાસ્ત્રીજીએ ભારતીય જીવનનાં વિવિધ પાસાંઓનું ઊંડું અધ્યયન કરીને નવાં તથ્યોને પ્રકાશિત કર્યા છે. વિશ્વશાન્તિ અને જૈન ધર્મઃ આ શ્રી શાસ્ત્રીજીની શરૂઆતની કૃતિ છે. વિશ્વની અશાંતિનું મૂળ કારણ રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ આદિ વિકારો છે. એમને શાંત કર્યા વગર શાન્તિ સંભવિત નથી, એવો સંદેશો આ ગ્રંથમાંથી મળે છે. મંગલમંત્ર નમોકાર : એક અનુચિન્તન : આ કૃતિમાં અનેક દૃષ્ટિકોણોથી એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. નમોકાર મગ્ન સમસ્ત દ્વાદશાંગ જિનવાણીનો સાર છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો એ મહામત્રની સાથે બીજાં પણ શાસ્ત્રો જેમ કે મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આગમ-સાહિત્ય વગેરેથી સંબંધ બનાવતું તુલનાત્મક અધ્યયન પણ આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યું છે. ભારતીય જ્યોતિષ : જ્યોતિષશાસ્ત્રમાં લખેલી સ રચનાઓમાં આ તેમની શ્રેષ્ઠ કૃતિ છે; જે પાંચ અધ્યાયોમાં વિભાજિત થયેલ છે. એમાં જયોતિષશાસ્ત્રના વૈજ્ઞાનિક આધાર પર કાળ-વિભાજન, સિદ્ધાંતવિવેચન, જન્મકુંડલી ફલાદેશ, વર્ષ-પત્ર બનાવવાની વિધિ તેમજ મેલાવક વિષયની ચર્ચા કરેલી છે.. ગુરુ ગોપાલદાસ બયા સ્મૃતિ-ગ્રંથ: આ કૃતિમાં શ્રી ગોપાલદાસજીની જીવનની ઝાંખી, એમના સાહિત્યનો પરિચય તથા એમના લેખોનું સંકલન કર્યું છે. સાથે ધર્મ, દર્શન, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ વિષયો પર ઉચ્ચકોટિના લેખકોના લેખોનું સંકલન પણ કર્યું છે. પ્રત ભાષા ગૌર સાહિથિ માનવનમિ તિહાસ : પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આજે પણ મહત્ત્વનું છે એ ધ્યાનમાં રાખી આ કૃતિની રચના કરેલી છે. સંપૂર્ણ ગ્રંથ બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ભાષાનું અને દ્વિતીય ખંડમાં સાહિત્યનું વિવેચન છે. આ કૃતિઓ ઉપરાંત ભાગ્યફલ, ભદ્રબાહુસંહિતા, રત્નાકરશતક, અલંકારચિંતામણિ, ભારતીય સાહિત્ય-સંસદ, હેમશબ્દાનુશાસન : એક અધ્યયન, અભિનવ પ્રાકૃત-વ્યાકરણ આદિ અનેક વિશિષ્ટ રચનાઓ તેમણે કરી છે. બીમારી અને અસામયિક મૃત્યુ: ઉજજૈનના પ્રાચવિદ્યા-સમેલન સંબંધી અને તેના અનુસંધાનના કાર્યકલાપની અધિકતાથી હજુ પૂર્ણ વિશ્રામ પામ્યા નહોતા એટલામાં જ, ૧૯૭૩ ના ડિસેમ્બર મહિનામાં એમને પેટનો દુ:ખાવો ચાલુ થયો. પરંતુ દર્દની દરકાર કર્યા વગર તેઓ તો કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવા ગયા. ઘેર આવ્યા પછી દર્દ ખૂબ જ વધી ગયું અને ત્યાંના સર્જન ડો. શાહીએ તાત્કાલિક તેમનું ઑપરેશન કર્યું. મધુપ્રમેહના રોગને લીધે ઑપરેશનના ઘાને રૂઝ આવવામાં ઘણી મુશ્કેલી પડી અને અંદરના રોગે પણ જોર પકડ્યું. કાશીથી પ્રસિદ્ધવિદ્વાનો ડૉ. કૈલાશચન્દ્ર શાસ્ત્રી, ડૉ. કોઠિયાજી વગેરે તેમના સમાચાર પૂછવા આવ્યા. પરંતુ તબિયત બગડતી જ ચાલી. તેમણે નવકાર મંત્રનો જાપ છેક સુધી ચાલુ રાખ્યો હતો. પરંતુ કુદરતને તેમનું જીવન અમાન્ય હતું. તા. ૧૦-૧-૭૪ ના રોજ તેમનો જીવનદીપક બુઝાઈ ગયો. બનારસના પ્રસિદ્ધ જૈન વિદ્વાન પં. શ્રી. કૈલાસચન્દ્રજીનું અવસાન થયા પછી જૈન વિદ્યાના અધ્યેતાઓમાં જૂની પેઢીના માત્ર ત્રણ-ચાર જ વિદ્વાનો બાકી રહ્યા છે. હવે ભારતીય સંસ્કૃતિના અને જેનવિદ્યાના અભ્યાસીઓ તથા ચિંતકો ક્રમશ: ઓછા થતા જાય છે. ત્યારે ડૉ. નેમિચન્દ્રજી જેવા સન્નિષ્ઠ વિદ્યા ઉપાસકના જીવનમાંથી પ્રેરણા લઈ આપણા યુવાન વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને ભાષામાં રુચિ લઈ જૈન વિદ્યાના અધ્યયન-અધ્યાપનનું મહાન કાર્ય આગળ ધપાવે. આ માટે ધગશ, સમર્પણભાવ અને સહયોગથી કાર્ય કરનાર સૌ કોઈએ આગળ આવવું જોઈએ. Page #256 -------------------------------------------------------------------------- ________________ શિકી છે હરાત કાકા ૩૮. અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વર્ણી ભૂમિકા : આપણા દેશની શાનની પરમ્પરા અત્યંત ઉજવળ અને પ્રાચીનતમ છે. આ પરમ્પરાને અક્ષણ–અવિચ્છિન્ન રાખવાનું શ્રેય જ્ઞાની–વિદ્વાન ગુરુઓ તથા જિજ્ઞાસ સાધકોને ફાળે જાય છે. જેમને આવી ઉત્તમ પરમ્પરાના અંગરૂપ ગણી શકાય એવા શ્રી સહજાનન્દજી મનોહરલાલજી વર્ણી ઉચ્ચકોટિના વિદ્વાન. ત્યાગી, અનુપમ અધ્યામગ્રંથ-લેખક અને વિશિષ્ટ વક્તા તરીકે સૌને માટે પ્રેરણારૂપ છે. તેઓશ્રી અનેક આધ્યાત્મિક, દાર્શનિક અને સૈદ્ધાંતિક ગ્રન્થોની રચના દ્વારા સ્વ-પર કલ્યાણનું ઉત્તમ, અનુકરણીય અને પ્રશંસનીય કાર્ય કરી ગયા છે. સમાજ તેમના ત્રણમાંથી કદી પણ મુક્ત થઈ શકે તેમ નથી. સતત જ્ઞાનસાધના અને અવિચ્છિન્ન સાહિત્યોપાસના ' દ્વારા સરસ્વતીની નિરંતર ઉપાસના કરનાર મહાન અધ્યાત્મગુરુ શ્રી ગણેશપ્રસાદજી વર્ણજી(બડે વણજી)ની પરંપરામાં થયેલા તેમના આ શિષ્ય ઉત્તમ ધારણાશક્તિ અને તેજસ્વી પ્રતિભા દ્વારા “છોટે વણજી”નું તથા “સહજાનંદ'નું બિરુદ સાર્થક કરી બતાવ્યું હતું. બાલ્યકાળ : શ્રી મનોહરલાલજી વર્ણનો જન્મ વિ. સં. ૧૯૭૨ ના કારતક વદ દશમના રોજ ઝાંસી જિલ્લા અંતર્ગત દમદમા ગામમાં માતુશ્રી તુલસીબાઈની કુખે ૨૫૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પિતાશ્રી ગુલાબરામજીને ધેર થયો હતો. નાનપણમાં પેટની મોટી વ્યાધિ થઈ હોવાથી તેમનું નામ ‘મગનલાલ' રાખવામાં આવ્યું હતું. કષ્ટસાધ્ય ચિકિત્સા દ્વારા તેમને સ્વાસ્થ્ય લાભ થયો અને બાળકમાં ધીરે ધીરે ઉત્તમ સંસ્કારોનો આભાસ થવા લાગ્યો. ૬ વર્ષની ઉંમરે બાળક મગનલાલે ગામની સ્કૂલમાં ભણવાનો પ્રારંભ કર્યો. દોઢ વર્ષ પછી તેઓને બડે વર્ણીજી દ્વારા સ્થાપિત સાગર વિદ્યાલયમાં દાખલ કરવામાં આવ્યા. તેમના પિતાશ્રીનો ‘બડે વર્ણીજી’ તથા માતા ચિરૌંજાબાઈ પ્રત્યે અનન્ય પ્રેમભાવ તથા પારિવારિક સમ્બન્ધ હતો. મગનલાલને વિલક્ષણ સ્મરણશક્તિને લીધે અભ્યાસમાં સહેજ પણ મુશ્કેલી પડી નહિ. ખેલકૂદમાં પણ તેઓ તત્પર રહેતા. સંગીતમાં પણ તેમને ખાસ રુચિ હતી. હાર્મોનિયમ, વાંસળી વગેરે સાધનો પણ તેમણે શીખી લીધાં. તેમની મધુર વાણી પણ સંગીતપ્રેમની સૂચક હતી. તેમના મનોહર સ્વભાવ, મનોહર મુદ્રા અને મનોહર વાણીના પ્રતાપે તેમનું નામ ‘મનોહર’ પડયું. કિશોરાવસ્થા : તેમનો વિવાહ તેમની અનિચ્છા હોવા છતાં ઘરનાં તથા સગાંસમ્બન્ધીઓના આગ્રહને લીધે કિશોરાવસ્થામાં જ વિદ્યાલયની રજાઓ દરમ્યાન થઈ ગયો હતો. વિવાહ થયા પછી પણ ગૃહસ્થી તરફ તેઓની સહજ ઉદાૌનતા સ્પષ્ટ દેષ્ટિગોચર થતી. વિવાહની ચર્ચા પણ તેમને નાપરાંદ હતી. તેઓ હંમેશાં જ્ઞાનાર્જનમાં લીન રહેતા. ૧૫ થી ૧૭ વર્ષની ઉંમરમાં તેમણે શાસ્ત્રીની પરીક્ષાઓ પાસ કરી. ૧૭ વર્ષની ઉંમરે તો તેમણે ન્યાયતીર્થની પદવી પણ પ્રાપ્ત કરી લીધી. તેમની અધ્યયન-રુચિ, સતત પુરુષાર્થ અને લગનના ફળસ્વરૂપે ટૂંક સમયમાં જ તેમણે વિશાળ જ્ઞાનાર્જન કરી લીધું હતું. ગુરુજનો પ્રત્યેની અનન્ય ભક્તિ અને પ્રેમપૂર્ણ વ્યવહાર તેમના જીવનમાં સહજ રીતે વણાઈ ગયાં હતાં. જેટલી રુચિ મનોહરમાં અધ્યયનની હતી, તેટલી જ રુચિ અધ્યાપનના કાર્યમાં પણ હતી. કેટલાક સમય સુધી તેમણે સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત-શિક્ષકનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરેલું. વિદ્યાદાનને તેઓ સર્વોત્તમ માનતા અને ખૂબ જ પ્રેમ પરિશ્રમથી દરેકને વિદ્યા શીખવતા. પરિવર્તનની ક્ષણો તથા વૈરાગ્ય માર્ગ પ્રત્યે : મહાપુરુષોના જીવનમાં સાંસારિક સમ્બન્ધોની પરિક્ષીણતા જોવા મળે છે અને તેવા નિમિત્તો પણ તેમના જીવનમાં દૃશ્યમાન થતાં હોય છે. વર્ણીજીના જીવનમાં પણ આવું જ કંઈક બની ગયું. વીસ વર્ષની ઉંમરે તેમની સહધર્મચારિણીનું દેહાવસાન થયું; પરંતુ સ્વજનોના આગ્રહવશ તેમને બીજું લગ્ન કરવું પડયું. તેમની બીજી ધર્મપત્નીનો પણ ૬ વર્ષ પછી સ્વર્ગવાસ થઈ ગયો, અને શ્રી વર્ણીજીનો માર્ગ એકદમ સ્પષ્ટ થઈ ગયો. આ ઘટનાચક્ર પછી વર્ણીજીએ જીવનના નવા અધ્યાયનો પ્રારંભ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. તેમણે ૨૬ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત ગ્રહણ કર્યું. તેમની વિચારધારા વૈરાગ્યમય બની. તેના ફળરૂપે વિ. સં. ૨૦૦૦ માં અષાઢ સુદ ૧૫ ના દિવસે સિદ્ધક્ષેત્ર શ્રી શિખરજી મુકામે શ્રી વર્ણીજીએ શ્રીગણેશપ્રસાદજી (બડે વર્ણીજી) સમક્ષ આજીવન બ્રહ્મચર્ય તથા શ્રાવકનાં વ્રતો અંગીકાર કર્યાં. વાસ્તવિક સુખશાન્તિના માર્ગમાં તેઓ તીવ્ર ગતિથી આગળ વધવા લાગ્યા. Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી શ્રી સહજાનન્દજી વર્ણી તેમની વિરક્તતા વધતી ગઈ અને લગભગ બે વર્ષ પછી કાશીમાં સાતમી પ્રતિમાનાં વ્રત ગ્રહણ કર્યાં. તે ઉપરાંત તેમણે જબલપુરમાં આઠમી, બાલાસાગરમાં નવમી તથા ડિસેમ્બર ૧૯૪૮ માં આગરામાં બડે વર્ણીજી સમક્ષ દશમી પ્રતિમા ધારણ કરી. સ્વાધ્યાય જ્ઞાનાર્જન દ્રારા તેમની જ્ઞાન-વૈરાગ્ય દશા વધવા લાગી અને વિ. સં. ૨૦૦૫માં હસ્તિનાપુર ક્ષેત્રે પૂજ્ય શ્રી બડે વર્ણીજી સમક્ષ ક્ષુલ્લકની અગિયારમી પ્રતિમા ગ્રહણ કરી. ત્યારથી તેઓ ‘છોટે વર્ણીજી’ના નામથી પ્રસિદ્ધ થયા. તેઓનું ઈ. સ. ૧૯૭૪ નું ચાતુર્માસ અમદાવાદમાં થયું હતું. અહીં તેમની ૫૮મી જન્મજયંતિ ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી હતી અને સર્વધર્મસમ્મેલન પણ ભરવામાં આવ્યું હતું. શ્રી આત્માનંદજી તથા શ્રી ગોકુળભાઈએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તેમની પાસે જ લીધી હતી. તેમની કેટલીક કૃતિઓનો ગુજરાતી તથા અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે; જેમાં ‘દ્રવ્યસંગ્રહ ટીકા’ અને ‘Address to self' મુખ્ય છે. તેઓની દૃષ્ટિ વિશાળ અને આધ્યાત્મિક હતી, જેથી શ્રીમદ્ રાજચંદ્ર વિહારભુવન, ઈડર મુકામે પણ તેઓ ગયા હતા અને મુમુક્ષુઓ સાથે ધર્મવાર્તા અને પ્રશ્નોત્તરી કર્યાં હતાં. ૨૫૭ સફળ લેખક અને અધ્યાત્મ-પ્રવક્તા : વર્ણીજી તેમનાં ત્યાગ, તપસ્યા અને વિદ્વત્તા માટે અત્યંત પ્રસિદ્ધ થયા. સાથે સાથે તેઓ ઉચ્ચકોટિના અધ્યાત્મલેખક તથા પ્રવક્તા તરીકે પણ જાણીતા થયા. તેઓ ગંભીર અધ્યાત્મવિષયને પણ સુબોધસરલ શૈલીમાં સમજાવી શકતા. તેમની બોધશૈલી આકર્ષક તથા ભાવગમ્ય હતી. ઉત્તર પ્રદેશમાં તેમનો પરિચય સમ્પર્ક વિશેષ રહ્યો અને સહારનપુર, મેરઠ, મુઝફ્ફરનગર, દિલ્હી વગેરેમાં અનેક સજ્જનો તેમના મધુર વ્યક્તિત્વ તથા પ્રવચનશૈલીથી પ્રભાવિત થયા હતા. વર્ણીજી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં તેમના મધુરમોહક ઉપદેશથી જનસમુદાય પ્રભાવિત થઈ જતો. ચારે અનુયોગો પર તેમની અદ્ભુત પકડ હતી. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટસહસ્ત્રી, પરીક્ષામૂળ વગેરે અનેક ગ્રંથો પર તેમણે પ્રવચનો કર્યાં, જે પુસ્તકાકારે પણ પ્રગટ થયાં છે. પૂ. વર્ણીજીની નાનીમોટી મળીને કુલ ૫૬૫ જેટલી કૃતિઓ ઉપલબ્ધ છે, જેમાંથી ૬૫ હસ્તલિખિત તથા ૫૦૦ પ્રવચનના રૂપમાં છે. આટલા વિશાળ ગ્રન્થસમુદાયના તેઓ કર્તા હોવા છતાં સહજતા, સરલતા, નિરભિમાનતા, નિર્લેપતા, નિષ્પક્ષતા, નિર્ભીકતા આદિ અનેક ગુણોથી તેમણે પોતાના જીવનને સુશોભિત કર્યું હતું. છેલ્લા કેટલાયે દાયકાઓમાં આટલા બધા ગ્રન્થોની રચના કોઈ એક વ્યક્તિએ કરી હોય એવું જાણમાં નથી. વર્ણીજી સાર્ચ જ એક સિદ્ધહસ્ત લેખક અને પ્રવક્તા હતા. તેમની ‘પરમાત્મઆરતી’, ‘આત્મકીર્તન’, ‘સહજાનંદ ગીતા’, ‘સપ્તદશાંગી ટીકા’, આદિ અનેક રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. “હું સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, શાતા, દેષ્ટા, આતમરામ’’– આ આત્મસંબોધનરૂપી કીર્તન તો ઘેર-ઘેર ગૂંજે છે. તેમની ભાષા-શૈલી હંમેશા રોચક તેમજ આધ્યાત્મિકતા દાર્શનિકતાથી ઓતપ્રોત રહેતી. ૯/અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Page #259 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો આગમના ઊંડા અને વિસ્તૃત અભ્યાસથી, ગુરુઓનાં સમાગમ અને સેવાથી, નિરંતર ચિંતન અને મનનથી. તેમજ રત્નત્રયની આરાધનાથી તેઓને શુદ્ધ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ હતી. સિદ્ધાંત અને અધ્યાત્મનો સમન્વય કરનારી તેમની એક નાની પણ ઉત્તમ કૃતિ “અવિરુદ્ધ નિર્ણય '' હિંદી અને ગુજરાતીમાં પ્રગટ થઈ છે. અભ્યાસી સાધકોને તે વિશેષ ઉપકારી છે. ઉપર્યુક્ત અનેક કૃતિઓ દ્વારા તેઓનો ભારતની અધ્યાત્મપ્રેમી જનતામાં ઠીક ઠીક સમાદર થયો, પરંતુ તેઓના સાહિત્યસર્જનની ચરમ સૌમા તો તેમની શ્રી સમયસાર અને શ્રી પ્રવચનસાર નામના પ્રસિદ્ધ અધ્યાત્મગ્રંથોની સપ્તદશાંગી ટીકાઓ જ છે. આ ટીકા દ્વારા ભારતભરની વિદ્રસમાજમાં સર્વત્ર તેમની કીર્તિ વ્યાપી ગઈ. શ્રી સમયસારજીની ટીકાનું વિમોચન દિલ્હી વિશ્વવિદ્યાલયના વિવેકાનંદ હોલમાં તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડૉ. જત્તી દ્વારા તા. ૧૮-૨-૭૮ના રોજ થયું; એને જિનશાસનની પ્રભાવનાનો એક વિશિષ્ટ શુભ સમારંભ અને યાદગાર પ્રસંગ ગણી શકાય. ૨૫૮ વર્તમાનમાં “સહજાનંદ ગ્રંથમાલા' સદર મેરઠ તથા “વર્ણી પ્રવચન-પ્રકાશિની સંસ્થા’મુજફ્ફ્ફરનગર દ્વારા તેમનું સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે. “વર્ણી પ્રવચન” નામની માસિક પત્રિકા પણ તેમનાં પ્રવચનો-લેખોને પ્રકાશિત કરે છે અને તેમના સાહિત્યના પ્રચાર પ્રસારમાં પ્રયત્નશીલ છે. શાન-સંયમની ઊર્ધ્વગામી ભાવના : શ્રી વર્ણીજીની મહેચ્છા હતી કે ધાર્મિક જ્ઞાનનો ખૂબ ફેલાવો થાય, જિનવાણી પરમ્પરાની સુરક્ષા થાય અને સદાચાર, સત્ય, સંયમ, પ્રતિ લોકોમાં અભિરુચિ ઉત્પન્ન થાય. આ માટે ક્ષુલ્લક અવસ્થામાં તેમણે જ્યાં જ્યાં વિચરણ કર્યું, ચાતુર્માસ કર્યા, ત્યાં ત્યાં સારા એવા પ્રમાણમાં પ્રયત્ન કર્યા. બડે વર્ણીજીના દેહાવસાન પછી અધ્યાત્મપ્રેમી જૈન સમાજ માટે તેઓ એકમાત્ર પ્રેરણાપ્રદ, શ્રદ્ધાસ્પદ હતા. સમાજને તેમનું સમયોચિત માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું. હા, તેમનો મોટા ભાગનો સમય પઠન-પાઠન, લેખન, ચિન્તનમાં જ વ્યતીત થતો. શ્રી વર્ણીજીની અંતિમ ભાવના નિગ્રંથપદ અંગીકાર કરવાની હતી, પરંતુ કાળલબ્ધિનો સાથ તેમને મળ્યો નહિ અને અચાનક મેરઠમાં તા. ૨૯ માર્ચ ઈ. સ. ૧૯૭૮ના રોજ, સામાયિક કરતાં કરતાં જ હૃદયરોગના હુમલાથી તેમનો દેહવિલય થયો. જૈનસમાજનો એક ચમકતો સિતારો, અકાળે જ અસ્ત થયો. તેમનો અક્ષરદેહ હયાત છે, તેટલું આશ્વાસન સૌ લઈ શકે તેમ છે. ઉપસંહાર : ત્રણેક વર્ષ ઉપર પૂજ્યશ્રીના વ્યક્તિત્વ અને કૃતિત્વને લગતો એક સુંદર સ્મૃતિગ્રન્થ મેરઠથી પ્રકાશિત થયો છે. તેમાં અનેક મહાનુભાવોની તેમના પ્રત્યેની શ્રદ્ધાંજલિ અને જૈનવિદ્યા તથા અધ્યાત્મને લગતા વિવિધ વિષયો ઉપર અધિકૃત લેખકોના લેખોનો સંગ્રહ છે. તેઓશ્રીનું એક સ્મારક શ્રીહસ્તિનાપુર તીર્થક્ષેત્રમાં, ત્રિલોક શોધ-સંસ્થાનના અન્વયે તૈયાર થઈ રહ્યું છે; જ્યાં જૈનવિદ્યા અને જૈનસંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિદ્યાલય, શોધસંસ્થાન વગેરેની પ્રવૃત્તિઓ ચાલે છે. આપણે સૌ તેઓએ ચીંધેલા ભગવાન મહાવીરના અધ્યાત્મમાર્ગે ચાલીને શાન-ચારિત્રનો વિકાસ કરીએ તે જ તેમના પ્રત્યેની આપણી સાચી પ્રીતિ અને નિષ્ઠાનું પ્રતીક ગણાશે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૩૯. શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વણ સર્વધર્મસમભાવ, સર્વ જીવો સાથે મૈત્રી ભાવના અને એકાંત અધ્યયન-ધ્યાનની રુચિથી વિભૂષિત જીવનવાળા શ્રદ્ધેયશ્રી જિનેન્દ્ર વર્ણજીને આ સદીની એક વિશિષ્ટ વિભૂતિ ગણી શકાય. જન્મ અને બાલ્યકાળ: શ્રી જિનેન્દ્ર વજીનો જન્મ વિ.સં. ૧૯૭૭ના જેઠ વદ– ૨ ના દિવસે પાણીપતના સુપ્રસિદ્ધ વકીલ શ્રી જયભગવાનને ત્યાં થયો હતો. શ્રી જયભગવાનજી જૈન વૈદિક, બૌદ્ધ તથા અન્ય દર્શનોનાં સારા જાણકાર હતા. શ્રી જિનેન્દ્રજીને કૌટુંબિક સંપદા તરીકે એમના પિતાની વિદ્વત્તા મળી અને શ્રી રૂપચન્ટ ગાર્ગીયના સંસર્ગથી ધાર્મિક શિક્ષણ મળ્યું. તેમના પિતાશ્રીને વકીલાત કરતાં સાહિત્ય-સાધના વિશેષ પ્રિય હતી, જે એમના પ્રતિભાસંપન્ન પુત્રમાં પણ ઊતરી આવી હતી. પોતાની બુદ્ધિશક્તિની પ્રતિભાથી તેમણે ઇલેકિટ્રકલ તથા રેડિયો વિજ્ઞાનમાં ઈજનેરની ડિગ્રી પ્રાપ્ત કરી. કર્મની વિચિત્રતાથી એમનું શરીર બચપણથી કૃશ, અસ્વસ્થ અને રોગગ્રસ્ત રહ્યા કરતું. ૨૫૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વ્યાપાર નોકરી : પિતાશ્રીના સ્વર્ગવાસ પછી લઘુબંધુઓની જવાબદારી માથે આવી પડવાથી કર્તવ્યનિષ્ઠ શ્રી જિનેન્દ્રજીએ પાણીપતમાં એક ઔદ્યોગિક કંપનીની સ્થાપના કરી. તે એક સુપ્રતિષ્ઠિત ફર્મ બની, પણ એમને વ્યાપાર, ધનસંપત્તિ કે પ્રખ્યાતિમાં લેશમાત્રા આકર્ષણ નહિ હોવાથી લધુબંધુઓને વ્યાપારમાં નિપુણ બનાવીને એ કંપનીનો કારભાર એમને સોંપી પોતે નિવૃત્ત થયા. એમના અંતરમાં જીવનની કોઈ બીજી જ અભીસા જાગી ઊઠી હતી. એમનું શરીર બચપણથી જ દુર્બળ રહેતું હતું. વારંવાર ટાઇફૉઈડના હુમલાઓ આવતા રહેતા. ૧૬ વર્ષની ઉમરે ક્ષય રોગનું આક્રમણ થયું. જન્મથી જ ધાર્મિક સંસ્કારો એટલા ઊંડા હતા કે માંસ અને અભક્ષ્ય દવાઓના સેવન માટે ડૉકટરોના આગ્રહનો તેમણે દૃઢતાથી અસ્વીકાર કર્યો. એમનું એક ફેફસું પણ કાઢી લેવામાં આવ્યું. શાસ્ત્રોનો અભ્યાસ, તપ, ત્યાગ અને વ્રતગ્રહણ : વિ. સં. ૨૦૦૬માં એમના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના બની. દશલક્ષણ પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું. એમની જિજ્ઞાસા એટલી અદમ્ય હતી કે મૂશળધાર વર્ષોમાં પણ તે મંદિરમાં જઈ ચડ્યાં, જ્યાં એમના પિતાશ્રી જયભગવાન પ્રવચન આપી રહ્યા હતા. પ્રવચનમાં “બ્રહ્માસ્મિ' શબ્દ સાંભળ્યો અને એ શબ્દ એમનો ગુરુમંત્ર બની ગયો. ત્યારથી, ઊંડાણથી શાસ્ત્રોના સ્વાધ્યાય-અધ્યયન કરવા લાગી ગયા. શાસ્ત્રોના પારાયણ અને સ્વાધ્યાયમાંથી એમણે સંક્ષિપ્ત નોંધ (નોટ્સ) લિપિબદ્ધ કરી. એમાંથી મહાન ગ્રંથ “જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'નું સર્જન થયું. એ નોટ્સને વ્યવસ્થિત કરવા તેમણે પ્રથમાનુયોગ આદિ ક્રમથી ફરીથી આગમોનો અભ્યાસ કર્યો. આ ક્રમ સં. ૨૦૧૬માં પૂરો થયો. ઈ. સ. ૧૯૫૪-પપમાં વિશેષ ચિંતન-મનન કરવા તેઓશ્રી સોનગઢ ગયા. જ્ઞાનની સાથે સાથે અનુભવ તથા વૈરાગ્યની તીવ્ર વૃદ્ધિ થતી ગઈ. પરિણામે તેઓ ઈ. સ. ૧૯૫૭માં અણુવ્રત ધારણ કરી ગૃહત્યાગી થઈ ગયા. ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા તથા હૃદયના ઊંડાણમાં ડૂબી પ્રત્યેક વિષયનો સાક્ષાત્કાર કરવાનો દઢ સંકલ્પ વગેરે દૈવી ગુણોને લીધે અધ્યાત્મમાર્ગ પર એમની પ્રગતિ વધતી ગઈ. પૂ. શ્રી ગણેશપ્રસાદજી વર્ણીના હૃદયસ્પર્શી અનુભવોથી લાભાન્વિત થયા. તેમણે ઈ. સ. ૧૯૫૮માં થોડો સમય ઈશરી આશ્રમમાં પણ વિતાવ્યો. ઈ. સ. ૧૯૬૮માં “જેનેન્દ્ર સિદ્ધાંતકોશ”ના વિષયમાં ભારતીય જ્ઞાનપીઠના લોકો સાથે વિચારવિનિમય કરવા બનારસ આવ્યા. અહીંયાં એમની વ્યવસ્થા મૈદાગિન ધર્મશાળામાં શ્રી જયકૃષ્ણ જેને (મુન્નીબાબૂએ) સંભાળી. શ્રી મુન્નીબાબૂએ એમને બનારસનાં કેટલાંક મંદિરોનાં દર્શન કરાવવાની ભાવના વ્યક્ત કરી, ત્યારે શ્રી વણજી મહારાજે કહ્યું કે, “ભાઈ, મને પત્થરોનાં મંદિરોમાં કંઈ નવીનતા નથી દેખાતી, તેમાં ધનની સજાવટની જ વિભિન્નતા છે. મને તો જીવિત મંદિરનાં દર્શન કરાવો.” શ્રી મુન્નીબાબૂજીએ એમને એક મહામહોપાધ્યાય પં. ગોપીનાથજી કવિરાજનાં દર્શન કરાવ્યાં. બંને ધર્માત્માઓનો એક મહિના સુધી સત્સમાગમ્ ચાલ્યો. શ્રી વર્ણીજી મહારાજ વિશે પં. ગોપીનાથના આ ઉદ્ગારો હતા: “એમનું હૃદય બહુ પવિત્ર છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણ ૨૬૧ અહંકાર બિલકુલ નથી. એ માટે ગૃહત્યાગી સાધુ છે. એમાણે અહીં આવીને મોટી કૃપા કરી.” પં. ગોપીનાથના પ્રવચનનો સાર સંક્ષેપમાં તેઓ લખી લેતા. એમની સ્મરણશક્તિ જબરદસ્ત હતી. ઈ. સ. ૧૯૭૦માં તેઓશ્રી રોહતક આવ્યા, ત્યારે જૂના શ્વાસના રોગનો જોરદાર હુમલો થયો અને તેઓ સમાધિમરણની વિચારણા કરવા લાગ્યા. ડૉકટરોનો અભિપ્રાય હતો કે રોગનું મૂળ છે શરીરમાં પાણીનું ઘટી જવું. માત્ર સાંજના એક વખત પાણી લેવાથી રોગનું શમન થઈ શકે એમ છે. “જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'ની રચના અધૂરી હતી. એમના મનમાં પણ સરસ્વતી માતાની આરાધના અધૂરી રહી જશે, એ વિચારે વ્યાકુળતા હતી. ભક્તજનોએ પાણી લેવા આગ્રહ કર્યો. પણ સમસ્યા હતી વાર્થીપદની આચારસંહિતાની, જેમાં સાંજના પાણી લેવાની આજ્ઞા નથી. અમુક ભક્તોએ એમને એમ પણ કહ્યું કે સમાજને જાણ કર્યા વગર અપ્રત્યક્ષરૂપે સાંજનું પાણી લઈ લો. ત્યારે એમણે દુ:ખી હૃદયે કહ્યું કે સત્યની આરાધનામાં લાગેલા સાધક માટે આ ભારે કલંકની વાત છે. દંભ, માયાચાર એમની દૃષ્ટિમાં સૌથી મોટું પાપ હતું. એક બાજુ હતાં શ્વાસરોગ અને શારીરિક ક્ષીણતા, તો બીજી બાજુ હતો સંક૯૫-શક્તિ તથા સહનશક્તિથી યુક્ત પ્રબળ આત્મા ! આખરે અંતરના ઊહાપોહ બાદ જિનવાણી માતાની આરાધના પૂરી કરવા તેઓ કટિબદ્ધ થયા. તેઓશ્રી કલકત્તા ચાલ્યા ગયા. મુન્નીબાબૂ એમને કલકત્તાથી વારાણસી લઈ આવ્યા, ત્યાંથી તેઓ સારનાથ ગયા. ૭-૮ મહિના બાદ ભની સ્થિત છેદીલાલના મંદિરમાં આવ્યા. આ મંદિર ભગવાન સુપાર્શ્વનાથના જન્મસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિર ગંગા નદીના કિનારા પર આનંદમયી આશ્રમની નજીક છે. અહીં તેઓ જિજ્ઞાસુઓને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓશ્રી હવે સમ્પ્રદાય અથવા ધાર્મિક આગ્રહથી બહુ ઉપર ઊઠી ગયા હતા. વેદાન્ત હોય, ઉપનિષદ હોય કે કુરાન હોય; જ્યાંથી જે મળે તેના ગુણ ગ્રહણ કરવામાં કોઈ સંકોચ રહ્યો ન હતો. બધામાંથી તે કંઈક શોધી રહ્યા હતા. પરંતુ એમને ક્યાંય સમાધાન નહોતું મળતું. આખરે એના પર વિચારવાનું જ છોડી દીધું. સમણસુનં: ઈ. સ. ૧૯૭૩માં તેઓશ્રી વર્ધા આવ્યા. એમને શ્રી વિનોબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. શ્રી વિનોબાએ એક વાર કહેલું કે જેમ બૌદ્ધોનો ધમ્મપદ', હિન્દુ ધર્મની “ગીતા” અને ખ્રિસ્તીઓનું ‘બાઇબલ’ છે તો વિશ્વમાન્ય જૈનધર્મનો એક એવો ગ્રંથ હોવો જોઈએ કે જે ચારેય સંપ્રદાયોને માન્ય હોય. શ્રી વણજી માટે આ કાર્ય કઠિન જ નહિ પણ અસંભવિત જેવું હતું, પણ પુણ્યયોગથી, ભગવાન મહાવીરની ૨૫૦૦ મી નિર્વાણ-શતાબ્દી પર પરસ્પર વિરોધી સંપ્રદાયોના પ્રતિષ્ઠિત આચાર્યોને એકત્રિત કરીને “સમણસુત્ત'ની રચના થઈ. વર્ધાથી શ્રી વર્ણીજી મહારાજ બનારસ ગયા. ત્યાં એકાદ મહિનો રહ્યા. એમની ઇચ્છા કુંભોજમાં પૂ. આચાર્યશ્રી સમન્તભદ્ર મહારાજને મળવાની હતી. તેથી ૭–૮ દિવસ માટે કુંભોજ ગયા. ત્યાં ઠંડી લાગવાથી સ્વાથ્ય બગડી ગયું પણ મહારાજશ્રીને મળીને એમને ખૂબ શાંતિ મળી. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધર સલેખનાનો પ્રથમ પ્રયાસ : કુંભોજથી તેઓશ્રી કાશી ગયા અને ત્યાંથી ઈ. સ. ૧૯૭૭ માં બનારસ આવ્યા. ત્યાં ભગવાનશ્રી સુપાર્શ્વનાથની જન્મભૂમિના મંદિરમાં રહ્યા. ત્યાં એમને જૂના શત્રુ શ્વાસના રોગે ફરી ઘેરી લીધા. આ અવસરને અનુકૂળ સમજીને કોઈને કહ્યા વગર મૌન ધારણ કરી અનશન વ્રત શરૂ કરી દીધું. જૈન સમાજમાં ખળભળાટ ફેલાઈ ગયો. સમાજના અગ્રગણ્ય નેતાઓએ તેમને અનશન છોડવા અતિ આગ્રહ કર્યો, પણ તેઓ તેમના નિશ્ચયથી ડગ્યા નહિ. આખરે પૂ. આચાર્યશ્રી સમસ્ત ભદ્ર તથા શ્રી વિનોબાજીના આદેશોનો એમના પર પ્રભાવ પડ્યો, અને એમણે ૪૦ દિવસ સુધી ચાલેલા અનશનનો ત્યાગ કર્યો. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે અનશન અને મને એમનું સ્વાશ્ય બગાડવાને બદલે સુધારી દીધું. બનારસથી તેઓશ્રી કલકત્તા અને કલકત્તાથી ઈસરી આવ્યા. એકાદ વર્ષ બાદ ફરી બનારસ આવ્યા. તીર્થયાત્રા, ચાતુર્માસ: ઈ. સ. ૧૯૮૦ માં ચાતુર્માસ કરવા રોહતક આવ્યા. ઈ. સ. ૧૯૮૧માં બનારસ આવી લગભગ ૩ મહિના રહી ત્યાંથી ભોપાલ, કુંભોજ, કારંજા, વૈશાલી ફરીને ભોપાલ પાછા આવ્યા. ત્યાં ચાતુર્માસ વિતાવ્યું. આમ બધે ફરીને પાછા જયારે તેઓ કાશી આવ્યા ત્યારે એમને લાગ્યું કે પોતાની મૂળ જગ્યાએ આવી ગયા છે. કાશીના આકર્ષણનું મૂળ કારણ ભગવાન પાર્શ્વનાથની જન્મભૂમિ છે. વણજી મહારાજનો સંબંધ સંપૂર્ણ વિશ્વ સાથે-સારીય માનવતા સાથે-હતો; પણ જે સંબંધ એમનો કાશી સાથે હતો એ સંબંધ બીજા નગરો સાથે કેવી રીતે બંધાઈ શકે? કાશી એમના માટે સંસ્કારધામ હતું. આ વખતે એમણે ‘શાન્તિપથ દર્શન'નું નવું સંકરણ પ્રકાશિત કરાવ્યું. ૩-૪ મહિનામાં કામ પૂરું કરીને ઈ. સ. ૧૯૮૨માં છિન્દવાડા-ભોપાલ બાજુ ગયા. ત્યાંના પં. રાજમલજી એમના અનન્ય ભક્ત થઈ ગયા. મે મહિનામાં પાછા બનારસ આવી જૈનેન્દ્ર સિદ્ધાંતકોશ'ના દ્વિતીય સંસ્કરણના સંશોધનમાં લાગી ગયા. શ્રી વર્ણીજી મહારાજ એમના સ્વભાવનુસાર જે ગતિથી કામ કરવા ધારતા હતા, તે ગતિથી કામ થતું નહોતું. તેથી તેઓ દુ:ખી થઈ જતા હતા. સમાજના કેટલાક લોકોના વ્યવહારથી પણ તેઓ દુ:ખી હતા. સૌથી મોટું કષ્ટ તો એમને એ વાતનું હતું કે “આ સમસ્યાઓમાં હું કંઈ કરી શકતો નથી. મારી પોતાની પણ વિવશતાઓ છે.” સ્વાથ્ય તો એમનું ખરાબ જ રહેતું હતું. એવામાં શ્રી મુન્નીબાબૂએ કહી દીધું કે મહારાજ, આપની લેખિનીને હવે વિશ્રામ આપી દો. હવે તો એમને બહુ વાર બેસવામાં પણ કષ્ટ પડતું હતું. મહારાજ એ વાત પર મૌન થઈ ગયા. પણ તે દિવસ પછી ફરી કલમ હાથમાં ઉઠાવી નહિ. મહારાજનું જીવન આખું એ કલમ અને સાહિત્યસર્જનમાં પસાર થયું. એમાંથી એમને રસ તથા જીવનશક્તિ મળતાં હતાં. હવે એમનો કર્મ-રસ સુકાઈ ગયો. મુન્નીબાબૂને થયું કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. એમને એમ હતું કે મહારાજને એકાંત મળશે, શાંતિ મળશે, શરીરને રાહત મળશે. પણ બાબૂજીના નિવેદને એમને અકર્મમાં નાખી દીધા. જે નિર્ણય ઘણા વખતથી સ્થગિત થયા કરતો હતો ને આવી ગયો. “સમાધિમરણનો મહારાજે મનમાં નિર્ણય કરી લીધો. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વણી ૨૬૩ સગુણસભર વ્યકિતત્વ : શ્રી વણજી મહારાજ એક વિશિષ્ટ ગુણાતિશયવાળા પુરુષ હતા. અનાગ્રહી, સત્યાગ્રહી, સહજ-સરળ, ગુણગ્રાહી અને અસામ્પ્રદાયિક વ્યક્તિત્વની ઝલક તેમનામાં દેખાતી. તેઓશ્રી ફક્ત એટલા માટે મહાન નહોતા કે તેઓ અસાધારણ કોટિના વિદ્વાન હતા, જૈન વિદ્યાની સેવા માટે અથાગ પરિશ્રમ લેતા; પણ એટલા માટે મહાન હતા કે તેઓએ એમની અભીગપ્રજ્ઞાથી જે કંઈ જામ્યું એને પૂરી વફાદારીથી પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો. એમની સાધુતા, એમની વિદ્વત્તા કરતાં પણ મહત્ત્વપૂર્ણ છે. એમના જીવનની ઉજજવલતમ્ બાજુ છે એમની સરળતા, સહજતા અને સમન્વયવાદી ઉદાર દૃષ્ટિ. જેમ જેમ જ્ઞાનગંગાની ઊંડી ગુફામાં ડૂબતા ગયા તેમ તેમ એ ગુણો એમનામાં અપાર વૃદ્ધિ પામતા ગયા. સંતજીવનની કોઈ કસોટી હોય તો તે છે–એમની સરળતા, સહજતા અને લોકમંગળ માટેની તત્પરતા. એમણે પોતાના જીવનમાં જે પ્રામાણિકતા અને સ્પષ્ટવાદિતા રાખી એનું દૃષ્ટાંત મળવું દુર્લભ છે. એમનામાં લોકેષણા નહોતી કે નહોતો દેહપોષણનો ભાવ. જીવનમાં આટલી સહજ અનાસક્તિ અને નિર્ભીકતાનાં દર્શન વિરલ મહાપુરુષોમાં જ થાય છે. એ અર્થમાં શ્રી વણજી શતપ્રતિશત મહાપુરુષ હતા. તેઓ ગંગા સમાન પવિત્ર, વન્દનીય અને પ્રાત:સ્મરણીય છે. જિનવાણીની સેવાનું જે કાર્ય વિદ્વાનોનો એક મોટો સમૂહ ભેગા મળીને લાખો રૂપિયાના ખર્ચ કરી શકે તે કાર્ય એક ફકીરે-ગૃહવિરત મનિષીએ-એકલાએ કંઈ પણ ખર્ચ કર્યા વગર જાદુઈ રીતે કર્યું ! એમની જુતા પર, એમના અભણ નાનોપયોગ પર, નિ:સ્પૃહતા અને અકર્તુત્વભાવ પર મુગ્ધ થઈ જવાય છે. કાશીનો જન અને જૈનેતર સમાજ એમને આદર્શ ગુરુના રૂપમાં માનવા લાગ્યો. તેમની કથની અને કરણીમાં ભિન્નતા નહોતી. એમનામાં એક ખાસ વિશેષતા હતી: તેઓ બહુ જ ઓછું બોલતા, દૃષ્ટાની જેમ સંસારને જોતા. એમની દૃષ્ટિ એટલી તીણ હતી કે કોઈ પણ વિષયના અગાધ ઊંડાણ સુધી પહોંચી જતી. એમનું ચિંતન અજુ, નિષ્પક્ષ, સચોટ અને મર્મને સ્પર્શનારું હતું. તેઓશ્રી એક અનાસક્ત પ્રેમી સાધક હતા. સત્ય, પ્રેમ અને ત્યાગનો ત્રિવેણી સંગમ એમના વ્યક્તિત્વમાં થયો હતો. સત્યને માટે કરવું, સત્યને માટે જોવું, સત્યને વિચારવું અને બધું જ સત્યને માટે કરવું એ એમનો જીવન-આદર્શ હતો. આ જીવનમાં માનવ માત્ર માટે પ્રેમ ન ઊભરાય તો વાસ્તવમાં તે માનવજીવન જ નથી એવું તેઓ માનતા. એમનાં પ્રવચનો આધ્યાત્મિક રહસ્યોની સાથે સૂક્ષ્મ તત્વોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્ણન કરનારાં રહેતાં. તે ન્યાયયુક્ત, સ્વાનુભવગમ્ય, યુક્તિસંગત અને સરળતાથી બુદ્ધિગ્રાહ્યા હતાં. તેઓ સામૂહિક ઉપદેશ કરતાં વ્યક્તિગત ઉપદેશને વિશેષ મહત્ત્વ આપતા. માત્ર બુદ્ધિવિલાસ માટે મૂલ્યવાન સમય વેડફી દેવા તેઓ કદી તૈયાર નહોતા. તેઓ પ્રત્યેક ક્ષણ અતિમૂલ્યવાન સમજીને એનો માત્ર આત્મકલ્યાણ માટે ઉપયોગ Page #265 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો કરવાની તરફેણમાં હતા. તેઓશ્રી કહેતા : “જો આપણે જ્ઞાન-ધ્યાન દ્વારા મનના વિચારોને શાંત કરી દઈએ તો એ નિર્વિકલ્પ (વીતરાગ) અવસ્થામાં આપણી ચેતનાના દર્શન-અનુભવ કરી મુક્ત અવસ્થા, શાંતિ તેમજ શક્તિશાળી ચેતનાના અધિકારી થઈ શકીશું.” સૌમ્યતા અને નિ:સ્પૃહતાની તેઓ આદર્શમૂર્તિ હતા. તેઓ વિવેકના સાગર હતા. તેમની આંખોમાં સદા વાત્સલ્યની સરિતા વહેતી. તેઓ હંમેશાં હિત-મિત–પ્રિય વાણીનો વ્યવહાર કરતા અને પોતે સમતામાં રહેતા. તેમને એકાંત ખૂબ પ્રિય હતું. કલ્યાણ સાધવા માટે એકાંતમાં રહેવું જરૂરી છે એમ તેઓ માનતા. તેઓશ્રી શરીર પર એક નાની ચાદર લપેટી રાખતા. શરીરને ભોજન આપતા તે પણ એટલું જ કે જેથી તે કાર્યક્ષમ રહી શકે. એમના દર્શનથી જ અંતરંગ શાંતિ મળી જતી, ચર્ચા અને સાનિધ્યથી જ અનેક શંકાઓનું સમાધાન થઈ જતું. એમનું હૃદય અંતરંગ શાંતિ, પ્રેમ અને માધુર્યનું આવાસ હતું. તેઓ માત્ર જૈન સમાજના જ નહીં પણ સંપૂર્ણ માનવજાતિના ઉજજવલ ઉન્નાયક હતા. ભારતીય સંસ્કૃતિ, સાહિત્યજગત, માનવજાતિ અને વિશેષ કરીને જૈન ધર્મ, એમનું ચિર રાણી અને કૃતજ્ઞ રહેશે. ઉત્તરાવસ્થા અને અંતિમ દિવસો : શ્રી વણજી મહારાજ લેખન-કાર્ય અને બીજી સર્વ પ્રવૃત્તિઓને સ્થગિત કરી સમાધિમરણના સંકલ્પ સાથે, ઈ. સ. ૧૯૮૨ના નવેમ્બર મહિનામાં પૂજ્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ પાસે નૈનાગિરિ પહોંચ્યા. વણજીએ એમને વિનમ્ર પ્રાર્થના કરી. “પ્રભુ, મારા જીવનનાં સ કાર્યો પૂરાં થઈ ગયાં છે. હવે એક જ કાર્ય શેષ રહી જાય છે, તે છે સલ્લેખના'. હવે મને આપ શરણ આપો કે જેથી આપના ચરણોમાં મારી “સલ્લેખના સારી રીતે થઈ શકે.” આચાર્યશ્રીએ તરત તો અનુમતિ ન આપી પણ ઈસરી (સમેતશિખર) આવવા આદેશ આપ્યો. અહીં તેઓશ્રીએ તા. ૧૨–૪–૧૯૮૩ના રોજ આચાર્યશ્રીના ચરણોમાં સલ્લેખનાનું પુનિત વ્રત ગ્રહણ કરીને આજીવન અન્નનો ત્યાગ કર્યો. શરૂઆતમાં ફક્ત થોડી માત્રામાં પેય પદાર્થો લેતા હતા. તા. ૧૫–૪–૧૯૮૩ થી દૂધ-ઘીનો પણ ત્યાગ કરી શાકભાજીના સૂપ અને પાણી પર આવી ગયા. તે પાણ ધીરે ધીરે ઘટાડતાં તા. ૧૮-૫-૧૯૮૩ થી ફક્ત પાણી સિવાય બીજું બધું ત્યાગી દીધું. વચ્ચે વચ્ચે ઉપવાસ પણ થતા રહ્યા અને તા. ૨૩–૫–૧૯૮૩ થી પાણીનો પણ સથા ત્યાગ કરી દીધો. જિનવાણીના વિદ્યુત આરાધક શ્રી વર્ણીજી, આચાર્યશ્રી પાસેથી શાસ્ત્રશ્રવણ, વિચારવિનિમય કરતા. એમનો યથાસંભવ વિનય કરવાનું પૂરેપૂરું ધ્યાન રાખતા. ત્રિદિવસ સંધના ત્યાગીઓ અને સાધુઓ બરાબર એમની સેવામાં લાગેલા રહેતા. શારીરિક શક્તિ ક્ષીણ થવા છતાં તેઓએ પોતાની વિશિષ્ટ ચેતનાશક્તિનો પરિચય આપ્યો. તેઓ પ્રત્યેક પળે જાગૃત રહેતા અને અંતિમ દિવસોમાં પણ દૈનિક સાધનાનો ક્રમ મૌનપૂર્વક કરવાનું ચૂકતા નહીં. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધેય શ્રી જિનેન્દ્ર વર્ણી તા. ૨૪–૫–૮૩ નો દિવસ આવ્યો. આચાર્યશ્રીનો આહાર થઈ ગયો હતો. ત્યારે શ્રી વર્ણીજી મહારાજે એક એલક મહારાજને કહ્યું...‘આચાર્યશ્રીને સૂચના આપો કે મારી ચેતના લુપ્ત થઈ રહી છે.’” આચાર્યશ્રી એમની નજીક આવ્યા. વિનય સહિત આચાર્યશ્રીને ત્રણ વાર નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એમને નમસ્કાર મંત્ર બોલવા કહ્યું ત્યારે ૐ નો બે વખત ઉચ્ચાર કર્યો. ત્રીજો ૐ અને એમનું મસ્તક આચાર્યશ્રીના ચરણોમાં ઢળી પડયું. આવી રીતે તેઓશ્રી તા. ૨૪–૫–૮૩ના રોજ સવારે ૧૧ વાગ્યે પરમ શાંત ભાવ સહિત મહાપ્રયાણ કરી ગયા. તેમણે જે નિષ્ઠા અને નિરાકુળતાથી ‘સમાધિમરણ’નાં સુમેરુ પર આરોહણ કર્યું તેનાથી એમની અનાસક્તિ, એમનું નિર્મમત્વ અને દેહભાવથી ઉપર ઊઠી જવાનું સામર્થ્ય સિદ્ધ થઈ જાય છે. ૨૬૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ ( વિશેષ વાંચન સંદર્ભગ્રંથોની યાદી (૧) ઉપદેશામૃત પ્રકાશક : શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ (વાયા–આણંદ). (૨) ડૉ. કામતાપ્રસાદ જૈન લેખક : શિવનારાયણ સકસેના ઈ. સ. ૧૯૬૪ પ્રકાશક : દિગમ્બર જૈન પુસ્તકાલય, ગાંધી ચોક, સુરત. (૩) શ્રી. બાસીલાલજી મહારાજ કા જીવનચરિત્ર લેખક : પં. રૂપેન્દ્રકુમારજી પ્રકાશક : શ્રી. અ. ભા. સ્પે. સ્થા. જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, અમદાવાદ. (૪) બ્ર. પં. ચન્દાબાઈ અભિનંદન-ગ્રંથ સંપાદિકા : શ્રીમતી સુશીલા સુલતાનસિહ જેન શ્રીમતી જયમાલા જેનેન્દ્રકિશોર જૈન પ્રકાશક : અ. ભા. દિ. જૈન મહિલા પરિષદ, દિલ્હી. (૫) ચિતન-યાત્રા લેખક : પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકાશક : શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ. (૬) જ્યભિખ્યું: સંપાદક : ધીરજલાલ ગજજર પ્રકાશક : કુમકુમ પ્રકાશન, અમદાવાદ. (૭) જીવન-સાધના લેખક : મુકુલભાઈ કલાર્થી પ્રકાશક : જન્મશતાબ્દી મંડળ, પંચભાઈની પોળ, અમદાવાદ–૧. (૮) જીવનકળા લેખક : બ્ર. ગોવર્ધનદાસજી પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વાયા-આણંદ, જિ. ખેડા (ગુજરાત). (૯) જૈન ધર્મ કે પ્રભાવક આચાર્ય સંપાદક : સાધ્વી સંઘમિત્રા પ્રકાશક : જેન વિશ્વભારની પ્રકાશન, લાડનું (રાજસ્થાન) Page #268 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વાંચન ૨૬૭ (૧૦) જૈન જાગરણ કે અગ્રદૂત (હિંદી) સંપાદક : શ્રી. ગોયલ અયોધ્યાપ્રસાદ. પ્રકાશક : ભારતીય જ્ઞાનપીઠ, બનારસ. (૧૧) શ્રી. જૈન દિવાકર સ્મૃતિ-ગ્રંથ પ્રકાશક : અભયરાજ નાહર, મહાવીર બજાર, બ્લાવર (રાજસ્થાન)-૩૦૫૯૦૧. (૧૨) તીર્થંકર-વિશેષાંકો ૧૯૭૪ – અંક ૧૨ ૧૯૭૫ – અંક ૨, ૩. ૧૯૭૭ – અંક ૭, ૮ ૧૯૭૮ – અંક ૭, ૮ પ્રકાશક : હીરાભૈયા પ્રકાશન, ૧૪, ભોપાલ કંપાઉન્ડ, સરવટે બસ સ્ટેશન સામે, ઇન્દોર-૪૫૨ ૦૦૧. (૧૩) તીર્થકર : વિશેષાંક શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વર જૂન-જુલાઈ – ૧૯૭૫. (૧૪) શ્રી. નાનચંદ્રજી જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ - સંપાદક : શ્રી. ચિત્ત મુનિ (ઈ. સ. ૧૯૭૬). પ્રકાશક : શ્રી. વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ, ૩૭૭૭૮, તેલંગ ક્રૉસ રોડ, માટુંગા (C. R.), મુંબઈ - ૪૦૦ ૦૧૯. (૧૫) નાહટાબંધુ અભિનંદન ગ્રંથ (ઈ. સ. ૧૯૭૬) પ્રકાશક : શ્રી. અભય જૈન ગ્રંથાલય, નાહટોની ગવાડ, બિકાનેર (રાજસ્થાન)-૩૩૪ ૦૦૧. (૧૬) શ્રી. ન્યાયવિજ્યજી જીવનપ્રભા પ્રયોજક : શ્રી. ફુલચંદ મહુવાકર પ્રકાશક : શ્રી. માંડલ તપગચ્છ જૈન સંઘ, મુ. પો. માંડલ, તા. વીરમગામ, જિ. અમદાવાદ. (૧૭) પ્રેમી અભિનંદન ગ્રંથ પ્રકાશક : યશપાલ જૈન મંત્રી, પ્રેમી અભિનંદન ગ્રંથ સમિતિ, ટીકમગઢ (મધ્ય પ્રદેશ). Page #269 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૧૮) મુનિશ્રી પુણ્યવિજયજી વિશેષાંક (ઈ. સ. ૧૯૭૪) પ્રકાશક : શ્રી. જૈન આત્માનંદ સભા, ભાવનગર, (૧૯) યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી લેખકો : જયભિખ્ખું અને પાદરાકર પ્રકાશક : શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, કાલબાદેવી, સ્વદેશી માર્કેટની સામે, મુંબઈ – ૪૦૦ ૦૦૨. (૨૦) ભક્તિમાર્ગની આરાધના લેખક : પૂ. આત્માનંદજી પ્રકાશક : સશ્રુત સેવા સાધના કેન્દ્ર, કોબા (જિ. ગાંધીનગર૩૮૨ ૦૦૯. (૨૧) દાનવીર શ્રીમાણિકચંદજી (હિન્દી) જે. પી. પ્રકાશક: મુળચંદ કિશનચંદ કાપડિયા, ગાંધી ચોક, સુરત. (૨૨) યુગદ્રષ્ટા મુનિ શ્રી. રત્નચંદ્રજી પ્રકાશક : શ્રી રત્નચંદ્ર જન્મ મહોત્સવ સમિતિ, દાદર એમ્પોરિયમ, દાદર (પશ્ચિમ), મુંબઈ – ૪૦૦૦૨૮. (૨૩) શ્રીમદ્ રાજેરિ સ્મારક ગ્રંથ પ્રકાશક: શ્રી. સૌધર્મબૃહત્તપાગચ્છીય જૈન, બ્ધ. સંધ, આહોર, બાગરા. પ્રાપ્તિસ્થાન : શ્રીમદ્ રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખડાલા (મારવાડ), રાજસ્થાન. (૨૪) પંડિત લાલન લેખક : ભક્તકવિ શિવજી દેવશી મઢડાવાળા પ્રકાશક : શિવસદન ગ્રંથમાળા કાર્યાલય, | મુ. મઢડા, વાયા-શિહોર, સૌરાષ્ટ્ર - ૩૬૪ ૨૪૫. (૨૫) વર્ણા અભિનંદન ગંધ (ઈ. સ. ૧૯૪૯) પ્રકાશક : વણ હીરક જયંતિ મહોત્સવ સમિતિ, વર્ણી વિદ્યાલય સાગર, મધ્યપ્રદેશ – ૪૭૦ ૦૦૨. (૨૬) શ્રી. શાંત સુધારસ વિવેચક : સ્વ. શ્રી. મોતીચન્દ ગીરધરલાલ કાપડિયા પ્રકાશક : શ્રી. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. Page #270 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વાંચન ૨૬૯ (૨૭) વીર : સાહુ શાંતિપ્રસાદ જૈન સ્મૃતિ વિશેષાંક (હિન્દી) પ્રકાશક : અખિલ ભારતીય દિગમ્બર જૈન પરિષદ, પ્રેમી-પ્રેસ, રેલવે રોડ, મેરઠ. (યુ. પી.) (૨૮) બ્રહ્મચારી સીલ લેખક : અજિતપ્રસાદ પ્રકાશક: સેન્ટ્રલ જૈન પબ્લિસિગ હાઉસ, લખન. (૨૯) સંતબાલની જીવન-સાધના (ખંડ-૧, ૨) લેખક : શ્રી. દુલેરાય માટલીઆ પ્રકાશક : મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. (ઈ. સ. ૧૯૭૬) (૩૦) સ્મરણિકા : શ્રી જિનેન્દ્ર વણ પ્રકાશક: શ્રી દિગંબર જૈન સમાજ, કાશી. | K, ૩૭/પ૧–પર, ગ્વાલદાસ બૅન, વારાણસી–૨૨૧ ૦૦૧. (૩૧) શ્રી હુકમચંદ અભિનંદન-ગ્રંથ સંપાદક: શ્રી. સત્યદેવ વિદ્યાલંકાર, પં. ખૂબચન્દ્રજી શાસ્ત્રી, પં. સુમરચન્દજી દિવાકર, પં. કૈલાશચન્દ્રજી શાસ્ત્રી, પં. નાથુલાલજી, પં. મખનલાલજી, પ. અજીતકુમારજી પ્રકાશક : અ. ભા. દિગમ્બર જૈન મહાસભા, દિલહી. (૩૨) શ્રી. રાવરાજા સર શેઠ હુકમચંદજી કા સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રકાશક : પ્રબન્ધકારિણી કમિટી કી અનુમતિ સે, - શ્રી. હજારીલાલ જૈન, મંત્રી, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ અર્વાચીન જૈન જયોતિર્ધરો શ્રી સત્કૃત સેવા-સાધના કેન્દ્ર ટેિ. નં. ૦૨૭૧૨–૨૨૯૫૮ સ્થાપના : ૧૦-૫-૧ સ્થાપના : ૧૦-૫-૧૯૭૫) * સંસ્થાનાં અન્ય પ્રકાશનો આવૃત્તિ ઇ જ જ | જ (૧) ભક્તામર સ્તોત્ર * (૨) તેનો તું બોધ પામ (૩) સાધના સોપાન (૪) ચારિત્ર્ય સુવાસ (૫) સાધક સાથી ભાગ ૧-૨ (૬) અધ્યાત્મને પંથે (૭) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા * (૮) તત્ત્વસાર હિંદી, ગુજરાતી * (૯) ધ્યાન : એક પરિશીલન (૧૦) ભક્તિમાર્ગની આરાધના (૧૧) શાંતિપથ-દર્શન ખંડ ૧-૨ (૧૨) દૈનિક ભક્તિ સ્વાધ્યાય * (93) Guidelines to Mahavir Darshan (૧૪) Adhyatma Gnan Praveshika જ હાલ અપ્રાપ્ય છે. ૧૧૦૦ ૩૧૦૦ ૫૯૦૦ ૧૦૦૦૦ ૧૧૦૦૦ ૫૦૦૦ ૧૦૦૦૦ ૧૫૦૦ ૨૨૦૦ ૩૭૦૦ ૩૦૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ૧૫૦૦ | હ | | ! I જીવનવિકાસ સાહિત્ય ગ્રંથાવલી (૧) મનમંદિરની મહેલાતો (૨) પુષ્પમાળા (૩) અનંતનો આનંદ (૪) કર્મરહસ્ય (૫) મેરી ભાવના (વિવેચન સહિત) (૬) સાધક ભાવના (૭) અધ્યાત્મ-તત્ત્વ-પ્રશ્નોત્તરી પ્રત ૨૨૦૦ ૧૫૦૦ ૨૨૦૦ ૧૫૦૦ ૧૧૦૦ ૧૧૦૦ ૧૧૦૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષાભિનંદન પુસ્તિકા સંવન ૨૦૩૮ ૫૦૦૦ ૨૦૩૯ ૭૫૦૦ ૨૦૪૦ ૯૦૦૦ ૨૦૪૧ ૧૩૦૦૦ (૧) ચારિત્ર્ય ઘડતર (૨) જીવન મંથન (૩) જીવન પાથેય (૪) જીવન અમૃત (૫) જીવન જ્યોત (૬) જીવન વિકાસ (૭) જીવન જાગૃતિ (૮) જીવન પ્રકાશ ૨૦૪૨ ૧૮૦૦૦ ૨૦૪૩ ૨૦૪૪ ૨૦૪૫ ૨૫૦૦૦ ૪૦૦૦૦ ૫૦૦૦૦ ૧૧૦૦ ૧૯૮૫ ૧૯૮૫ ૨૫૦૦ ૧૯૮૬ ૨૫૦૦ પ્રકીર્ણ પ્રકાશનો (૧) પારાયણ ત્રય (૨) આત્મસ્મૃતિ ગ્રંથ-સંસ્થા દશાબ્દી (૩) “દિવ્યધ્વનિ દશાબ્દી ગ્રંથ (૪) આચાર્ય કુંદકુંદ વિશેષાંક : મુખ્ય મથક : શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા-૩૮૨ ૦૦૯, ૧૯૮૮ ૨૫oo ૨૭૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. સહયોગી દાતારોની શુભ નામાવલી કોબા ડૉ. રસીકભાઈ કે. શાહ શ્રી. પોપટલાલ હ. શેઠ શ્રી. અરુણભાઈ નરભેરામ બગડીયા સ્વ. શ્રી. હરીલાલ નાગરદાસ શાહ શ્રી. સૂર્યકાંતભાઈ શેઠ શ્રી. ઉમેદચંદ મુળજીભાઈ શાહ શ્રી. રતિલાલ મગનલાલ ગાંધી શ્રી. નીલાબહેન વસંતલાલ સંઘવી શ્રી. દીનાબહેન નગીનદાસ પંચમીયા શ્રી. કમળાબહેન રમણીકલાલ ધ્રુવ શ્રી. વિનયચંદ્ર અમૃતલાલ દેસાઈ શ્રી. અરુણભાઈ એ. ભાવસાર સ્વ. શ્રી. સુમનલાલ કાળીદાસ મહેતાના સ્મરણાર્થે, હ. જયવંતીબહેન શ્રી. હિંમતલાલ ગીરધરલાલ મહેતા શ્રી. રાજેશ વૃજલાલ કીકાણી શ્રી. શાંતિલાલ વલ્લભદાસ ગોસલીયા ૧૭. શ્રી. ચંદુલાલ અબજીભાઈ શાહ ૧૮. શ્રી. ચીમનલાલ ગોરધનદાસ તુરખીયા શ્રી. કાંતીલાલ ધુળાલાલ શાહ શ્રી. મંજુલાબહેન વિનુભાઈ શાહ શ્રી. ચીમનલાલ સોમચંદ મહેતા ૧૯. ૨૦. ૨૧. ૨૨. ડૉ. નટવરલાલ આર. દાણી ૨૩. શ્રીમતી રૂપાબહેન સિમોલી શાહ ૨૪. શ્રી. ભાનુબહેન ગોરધનદાસ પટેલ સુરેન્દ્રનગર મુંબઈ અમદાવાદ રાજકોટ ગઢડાસ્વામી મુંબઈ મુંબઈ "" 99 બોટાદ અમદાવાદ મુંબઈ રાજકોટ અમદાવાદ રાજકોટ અમદાવાદ દામનગર અમદાવાદ લીંબડી અમદાવાદ "" મુંબઈ અમદાવાદ ૨૭૨ ૫૦૦૦ ૩૫૨ ૨૦૦૦ ૫૦૧ ૨૬૦ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૫૧ ૫૦૧ ૨૫૧ ૪૫૩ ૩૦૩ ૧૦૧ ૫૦૧ ૨૫૧ ૨૫૧ ૧૫૧ ૧૦૧ ૫૦૧ ૨૫૧ ૧૦૧ ૨૫૧ ૨૫૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શ્રી. નિતીનભાઈ ઈશ્વરલાલ પારેખ ૨૬. શ્રી. હંસાબહેન બળદેવભાઈ ભાવસાર ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. 33. ૩૫. શ્રી. ચંપકભાઈ એમ. ટ્રેઇલર શ્રી. શોધનકુમાર ડી. પુરાણી શ્રીમતી સુશીલાબહેન ભોગીલાલ શ્રી. હસુમતીબહેન સુબોધચંદ્ર શાહ શ્રી. માલતીબહેન ચંદ્રકાંત શાહ ૩૪. શ્રી. કોકીલાબહેન સકરચંદ વખારીયા શ્રી. મનહરલાલ ભોગીલાલ શાહ ૩૬. શ્રી. ધીરુભાઈ છોટાલાલ મહેતા ૩૭. શ્રી. કમળાબહેન રમણીકલાલ ધ્રુવ ૩૮. શ્રી. ચંદનબહેન ચીનુભાઈ પટેલ ૩૯. શ્રી. ચંદુલાલ ત્રીભોવનદાસ ઘડિયાળી ૪૦. શ્રીમતી લક્ષ્મીબહેન જીવણચંદ ઝવેરી ૪૬. વિશેષ વાંચન શ્રી. ચંદુલાલ ગુલાબચંદ શાહ અ. સૌ. જશવંતીબહેન ગુણવંતરાય દફ્તરી ૪૧. શ્રી. હિંમતલાલ સી. શાહ ૪૨. શ્રી. શકરાભાઈ ગીરધરલાલ શાહ ૪૩. શ્રી. વિનયકાંત ઓધવજી દોશી ૪૪. બારાઈ બ્રધર્સ, હ. મથુરભાઈ ૪૫. શ્રી. ખીમજીભાઈ ભાણજીભાઈ ગંગર શ્રી. લક્ષ્મીબહેન ખીમજીભાઈ ગંગર ૪૭. ૪૮. શ્રી. રમણીકલાલ ઉમેદચંદ શેઠ ૪૯. શ્રી. જયંતિલાલ ઉમેદચંદ શેઠ શ્રી. રવિચંદ ઉમેદચંદ શેઠ શ્રી. ચીનુભાઈ ખીમચંદભાઈ કોઠારી ૫૦. મુંબઈ અમદાવાદ ખંભાત અમદાવાદ "" 13 રાજકોટ 29 મુંબઈ કલોલ અમદાવાદ વડોદરા મુંબઈ અમદાવાદ 39 મોરબી મુંબઈ મુંબઈ અમદાવાદ "" અમદાવાદ મુંબઈ "" અમદાવાદ "" 39 ૨૭૩ ૨૦૧ ૨૫૧ ૨૫૧ ૧૦૧ ૫૦૧ ૫૦૧ ૫૦૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૫૦૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૧૫૧ ૨૫૧ ૩૦૧ ૨૫૧ ૨૫૧ ૫૦૧ ૨૫૦૦ ૨૫૦૦ ૧૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અમદાવાદ ૨૫૧ ૫૦૦ મુંબઈ ૫૦૧ અમદાવાદ ૧૦૦૧ ૫૦૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ મુંબઈ મુંબઈ ૫૦૪ ૫૦૪ અમદાવાદ ૧૦૦૦ રાજકોટ ૩૦૧ ૫૧. શ્રી. ચંદુલાલ ઉમેદચંદ શેઠ પર. શ્રી. વિમળાબહેન ગાલા ૫૩. શ્રી. વસંતભાઈ પી. શાહ ૫૪. શ્રી. કાળીદાસ મોહનલાલ મહેતા ૫૫. શ્રી. રસિકલાલ અચરતલાલ શેઠ ૫૬. શ્રી. મણીલાલ લહેરચંદ શાહ ૫૭. શ્રી. પોપટલાલ બી. શાહ ૫૮. શ્રી. સૌરાષ્ટ્ર દશ તાલુકા સ્થા. જૈન સમાજ ૫૯. શ્રી. ઉમરશીભાઈ કાનજીભાઈ ભેદા ૬૦. શ્રી. પ્રભુદાસભાઈ વોરા ૬૧. ડૉ. શર્મિષ્ઠાબહેન એમ. સોનેજી ૬૨. શ્રી. ચીમનલાલ પુરુષોત્તમદાસ અજમેર ૬૩. શ્રી. રમણલાલ ગીરધરલાલ દોશી ૬૪. શ્રી. હસુમતીબહેન હસમુખલાલ શાહ શ્રી. લતાબહેન Co. ડૉ. કે. સી. શાહ ૬૬. શ્રી. પ્રવીણચંદ્ર પુનમચંદ દેસાઈ શ્રી. ખુશમનભાઈ સી. ભાવસાર શ્રી. મુળજીભાઈ વેણીલાલ મહેતા ૬૯. શ્રી. હરિલાલ મોહનલાલ શાહ ૭૦. શ્રી. ચંદુલાલ છોટાલાલ મહેતા ૭૧. શ્રી. ભાનુબહેન ઠાકોરભાઈ ચોકસી ૭૨. શ્રી. ભીખાલાલ ત્રીકમલાલ પરિવાર ૭૩. શ્રી. વસંતકુમાર કાંતીલાલ ખંધાર ૭૪. શ્રી. પ્રાણલાલ ભુરાલાલ શાહ ૭૫. શ્રી. રસિકલાલ ચીમનલાલ શાહ ગોધરા ૨૫૧ ૨૫૧ અમદાવાદ મુંબઈ ૨૫૧ અમદાવાદ ૧૦૦૧ ખંભાત ૨૫૧ મુંબઈ ૨૫૧ અમદાવાદ ૧૦૦૧ ૨૦૦૦ ૫૦૦ ૧૦૦૧ લીંબડી અમદાવાદ ૫૦૧ મદ્રાસ ૨૫૧ મુંબઈ ૧૫૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ વિશેષ વાંચન ૨૭૫ ૧૦૧ ૫૦૧ ૨૦૧ ૨૫૨ ૫૦૧ ૨૦૧ ૨૫૧ મુંબઈ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૦૦૧ ૭૬. શ્રી. અમૃતલાલ એલ. શાહ મુંબઈ ૭૭. શ્રી. વીણાબહેન મહેન્દ્રકુમાર ખંધાર યુ. એસ. એ. ૭૮. શ્રી. વનીતાબહેન સી. દોશી રાજકોટ ૭૯. શ્રી. પુષ્પાબહેન વી. ગાંધી અમદાવાદ ૮૦. શ્રી. ટી. યુ. સાવલા મુંબઈ ૮૧. શ્રી. દિનેશચંદ્ર ચુનીલાલ મહેતા બોરસદ ૮૨. ગં. સ્વ. શ્રી. સમરથબહેન ત્રાંબકલાલ મહેતા પૂના શ્રી. હીરાબહેન રતનશી શાહ ૮૪. શ્રી. મેહુલ નગીનદાસ પંચમીયા ૮૫. શ્રી. હેમલ નગીનદાસ પંચમીયા ૮૬. શ્રી. સુશિલાબહેન એમ. શાહ ૮૭. શ્રી. ચંપાબહેન શાંતિલાલ શાહ અમદાવાદ ૮૮. શ્રી. દલીચંદભાઈ બી. દામાણી રાજકોટ ૮૯. શ્રી જયંતિભાઈ ત્રીકમલાલ સંઘવી અમદાવાદ ૯૦. શ્રી. મુક્તાબહેન સી. મહેતા રાજકોટ ૯૧. શ્રી. શિલ્પાબહેન પુલકીતભાઈ મહેતા વડોદરા ૯૨. શ્રી. કાંતાબહેન શીવલાલ શાહ અમદાવાદ ૩. શ્રી. રમણીકલાલ ત્રીભોવનદાસ શાહ શ્રી. પ્રકાશચંદ્ર મહાવીર પ્રસાદ જૈન ૫. શ્રી. વીરચંદભાઈ બહેચરદાસ પંચાલી બોટાદ શ્રી. પાનાચંદભાઈ ભાઈચંદ મહેતા અમદાવાદ, ૯૭. શ્રી. વિમળાબહેન રસીકલાલ એન. શાહ ૯૮. શ્રી. પ્રવીણચંદ્ર પારેખ વડોદરા ૯૯. શ્રી. જેવંતલાલ અમૃતલાલ મહેતા મોરબી ૧૦૦. શ્રી. વસંતબહેન પ્રાણલાલ શાહ મદ્રાસ ૧૦૦૧ ૫૫૧ ૫૦૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૧૦૦૧ ૨૫૧ ૧૦૦૧ ૨૫૧ ૩૫૧ ૫૦૧ ૫૦૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો મદ્રાસ ૫૦૦ અમદાવાદ ૧૦૧ ૨૦૦૦ ૧૦૧. શ્રી. ગોદાવરીબહેન હંસરાજ શાહ ૧૦૨. શ્રી. મથુરભાઈ બારાઈ ૧૦૩. શારદાબહેન રસિકલાલ મોદી ચેરી. ટ્રસ્ટ ૧૦૪. એક મુમુક્ષુ તરફથી ૧૦૫. શ્રી. નરભેરામ જેઠાલાલ બગડીયા ૧૦૬. શ્રી. લક્ષ્મીચંદ એલ. શાહ ૧૦૭. એક મુમુક્ષ તરફથી ૧૦૮. શ્રી. લીલાબહેન વૃજલાલ કામદાર ૧૦૦૦ ૨૦૦૦ ઈ ૨૫૦ ૫૦૧ અમદાવાદ ૧૦૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથની પ્રકાશક સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય ટે. નં. (૦૨૭૧૨) ૨૨૯૫૮ નામ : શ્રી સમ્રુત-સેવા-સાધના કેન્દ્ર (પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નં. ઇ-૨૬૮૦, અમદાવાદ.) સ્થાપના : મે ૧૯૭૫ : મુખ્ય કાર્યાલય : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા–૩૮૨ ૦૦૯ (જિલ્લો ગાંધીનગર) ગુજરાત. [ પ્રેરક : શ્રાદ્ધેય શ્રી આત્માનંદજી ] સ્થાપના : આ સંસ્થાની સ્થાપના વિક્રમ સંવત ૨૦૩૧ વૈશાખ સુદ ૧૦ તા. ૯-૫-૭૫ ના રોજ ભગવાન શ્રી મહાવીરસ્વામી-કેવલજ્ઞાન-કલ્યાણકના પવિત્ર દિવસે અમદાવાદમાં થઈ હતી. સને ૧૯૮૨ માં તેનું પોતાનું સાધના કેન્દ્ર, કોબા (જિ. ગાંધીનગર) ખાતે તૈયાર થવાથી હવે સંસ્થાની બધી પ્રવૃત્તિઓ આ સ્થળે ચાલે છે. ઉદ્દેશ અને પ્રવૃત્તિ : આ કેન્દ્રની સ્થાપનાના ઉદ્દેશો અને અત્યાર સુધીમાં થયેલી શુભ પ્રવૃત્તિઓનું સંક્ષિપ્ત વિહંગાવલોકન અત્રે પ્રસ્તુત કરીએ છીએ. સંસ્થાના મુખ્ય ઉદ્દેશો : (૧) અધ્યયન-અધ્યાપન અને સાહિત્યપ્રકાશન. (૨) આધ્યાત્મિક સાધના : શાન, ભક્તિ, વૈરાગ્ય અને નિષ્કામ સેવાની ભાવના જીવનમાં જગાડવી. (૩) ભક્તિ-સંગીતનો વિકાસ કરવો. પ્રવૃત્તિઓ : (૧) સત્સંગ-સ્વાધ્યાય-ભકિત તથા ધ્યાનનો અભ્યાસ ઃ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે અને સગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રનું મધ્યસ્થ કાર્યાલય કોબા ખાતે લઈ જવામાં આવ્યું તે પહેલાં દર વર્ષે સંસ્થાના સ્થાપના દિને ઉપરોક્ત સાધનાના ઘનિષ્ઠ અભ્યાસ માટે એક શિબિર યોજવામાં આવતી હતી. પરંતુ ૧૯૮૨ પછી વધારે સમય, સગવડો, સહકાર અને સ્થિરતા પ્રાપ્ત થયાં હોવાથી અને સંસ્થામાં રસ લેનાર ભાઈ-બહેનોની સંખ્યા વધી હોવાથી દર વર્ષે સંસ્થાના કોબા ખાતેના મુખ્ય મથકે જ બે કે ત્રણ શિબિરો યોજાય છે, જેમાં એક ૨૭૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો શિબિર ખાસ યુવાન વર્ગ માટે જ યોજવામાં આવે છે. ધીમે ધીમે સંસ્થાના ઉદ્દેશો અને સર્વધર્મ સમભાવ સહિતની ઉદાર નીતિને લીધે બૃહદ્ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ભારતનાં મહાનગરો ઉપરાંત ઇંગ્લૅન્ડ, આફ્રિકા અને અમેરિકા આદિ વિદેશોમાં વસના ભારતીયોએ પણ સંસ્થાની અનેક પ્રવૃત્તિઓમાં સારો રસ લઈને સક્રિયપણે તેના વિકાસમાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે, જેની અત્રે સાભાર અને સહર્ષ નોંધ લઈએ છીએ. ચાતુર્માસ સિવાય વિહાર કરતા સાધુ-સતીઓ, અન્ય યાત્રા-સંઘો, યુવકમંડળો તથા બીજા પ્રવાસીઓ પણ આ કેન્દ્રનો અવારનવાર સારો એવો લાભ લે છે. (૨) સાહિત્યિક પ્રવૃત્તિઓ : (અ) પુસ્તકાલય પ્રવૃત્તિ : પ્રાચીન આર્ય સંસ્કૃતિના અને સત્સાહિત્યના સંરક્ષણ અને પ્રચારાર્થે શિષ્ટ, સંસ્કારી, ઉપયોગી અને ઉપકારી આધ્યાત્મિક ગ્રંથોનું અર્વાચીન વૈજ્ઞાનિક ઢબથી આલેખન-સંપાદન-પ્રકાશન કરવામાં આવે છે. આ ગ્રંથોનું જ્ઞાન આપણી વર્તમાન પેઢીને પણ પ્રાપ્ત થઈ શકે તે હેતુથી હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં તેને દષ્ટાંત, સુયુક્તિ આદિ સહિત રસમય અને આકર્ષક લોકભોગ્ય શૈલીથી રજૂ કરીને આવા ગ્રંથોને પુસ્તકાલયોના રૂપમાં વ્યવસ્થિત કરવામાં આવે છે; જેથી અભ્યાસીઓ, સાધકો, વિદ્વાનો અને સંશોધકો તેની સુવિધાનો નિયમિત વાચન માટે કે સંદર્ભગ્રંથો તરીકે સારી રીતે લાભ લઈ શકે. આ ઉપરાંત સંસ્થાનું સાહિત્ય સામાન્ય જનતા સુધી પહોંચી શકે તે માટે દેશ-પરદેશમાં વિતરણવેચાણવ્યવસ્થા માનદ્ પ્રચારકો દ્વારા તથા અધિકૃત ગ્રંથવિક્રેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે. જીવનને સાત્ત્વિક અને ઉન્નત બનાવવામાં પ્રેરણા આપનારા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત-પ્રાકૃત અને અંગ્રેજી ભાષાઓના લગભગ ૭૦૦૦ ગ્રંથોવાળા પુસ્તકાલયનું આયોજન હવે કેન્દ્રમાં થઈ ગયું છે, જેનો કોઈ પણ અભ્યાસૌ લાભ લઈ શકે છે. (7) ગ્રંથ-પ્રકાશન પ્રવૃત્તિઃ સંસ્થા તેના ઉદ્ગમકાળથી જ ઉત્તમ પ્રાચીન સાહિત્યથી પ્રારંભ કરીને અત્યાર સુધી થઈ ગયેલા મહાન ધર્માચાર્યો, પ્રભાવશાળી સંતો અને શિષ્ટ સાહિત્ય ઉપાસકોની વાણીને આધારે સુંદર પુસ્તકો બહાર પાડે છે. આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ત્રીસેક નાના-મોટા ગ્રંથો પ્રકાશિત થયેલ છે. આમાંના કેટલાકની તો ત્રીજી કે ચોથી આવૃત્તિઓ પણ બહાર પાડવી પડી છે, જેથી તેની લોકોપયોગિતા અને લોકપ્રિયતા પુરવાર થાય છે. સમગ્ર ભારતમાં તથા પરદેશમાં વસતા ગુજરાતી કુટુંબો વિશેષત: આ સત્સાહિત્ય રસપૂર્વક વાંચે છે. સંત મહાત્માઓને, વિશિષ્ટ વિદ્વાનોને, અભ્યાસીઓને, મોટાં પુસ્તકાલયોને, શોધસંસ્થાઓને તથા સંસ્થાના બધા જ કાયમી સભ્યોને, આ પુસ્તકો ભેટરૂપે મોકલાવવામાં આવે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ - ૨૭૯. (૪) સંસ્થાનું મુખપત્ર “દિવ્યધ્વનિ”: આત્મધર્મને ઉપદેશનું સંસ્થાનું આ આધ્યાત્મિક માસિક છેલ્લાં ૧૨ વર્ષથી પ્રગટ થાય છે. તેમાં પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાને અનુરૂપ અનેક આચાયો-સંતોનાં વચનો અને વિદ્વાનોના લેખો પ્રગટ કરવામાં આવે છે. હાલ, કુલ સભ્યસંખ્યા લગભગ ૨૦૦૦ છે. બાળવિભાગ, પ્રશ્નોત્તર વિભાગ, વાચકોનો પ્રતિભાવ તથા સ્વાસ્થયની કાળજી ઇત્યાદિ વિભાગો પણ નિયમિતપણે ઉમેરીને આ માસિકને વધુ સમય અને વૈવિધ્યપૂર્ણ બનાવવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. (૩) તીર્થયાત્રા અને ધર્મયાત્રા : સાધનાજીવનના વિકાસ માટે અને આપણી પ્રાચીન સંસ્કૃતિના વિકાસ અને માહાસ્યનો સાચો અને પ્રત્યક્ષ ખ્યાલ આવે તે માટે તીર્થયાત્રાનું આયોજન આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ છે, એમ પરમકૃપાળુ જ્ઞાનીપુરુષોએ પ્રકાર્યું છે. બા આસાને અનુરૂપ અત્યાર સુધીમાં દક્ષિણ ભારત, બુંદેલખંડ, સમેતશિખર, પાવાપુરી વગેરે દૂરનાં તીર્થો, રાજસ્થાનનાં તીર્થો તથા શ્રીમદ્ રાજચંદ્રજીના આશ્રમો અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં પ્રાચીન તીર્થોની અનેક યાત્રાઓ ગોઠવવામાં આવી હતી. મે-જૂન ૧૯૮૪માં ચાળીસ દિવસનો કેન્યા અને ઇંગ્લેન્ડનો પૂ. શ્રી આત્માનંદજીની ધર્મયાત્રાનો એક કાર્યક્રમ ત્યાંના સાધકોની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો, જેથી ત્યાં વસતા સમાજમાં ઠીક ઠીક આધ્યાત્મિક જાગૃતિ આવી હતી. ત્યારબાદ સને ૧૯૮૫-૮૬માં ઇંગ્લેન્ડ તથા આફ્રિકાના મુમુક્ષુઓની વિનંતીથી આદરણીયા બહેનશ્રી સુનંદાબહેન વોહોરાની ધર્મયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકામાં વસતા મુમુક્ષુ બંધુઓની ખાસ વિનંતીથી જૂન-જુલાઈ ૧૯૮૭માં પૂ. શ્રી આત્માનંદજીની અમેરિકાની ધર્મયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન ત્યાંનાં અનેક કેન્દ્રોમાં સ્વાધ્યાય-ભક્તિ-ધર્મવાર્તા-યુવાશિબિર, સાહિત્યવિતરણ ઈત્યાદિ સંસ્કારપોષક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. (૪) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા) : અમદાવાદથી ૧૬ કિ.મી.ના અંતરે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર નભોઈ ચોકડી પાસે, સાબરમતી નદીની નજીક શાંત, રમણીય અને પવિત્ર વાતાવરણમાં એક સાર્વજનિક કેન્દ્રનું નિર્માણ થયું છે. તેમાં લગભગ ૧૫૦ સાધક ભાઈ-બહેનો માટેના આવાસની, સ્વાધ્યાય-પ્રાર્થના ખંડની, ધ્યાનકક્ષ સહિત સંત-કુટિરની, શ્રીમંદિરજીની તથા કાયમી ભોજનશાળાની વ્યવસ્થા છે. જેમ જેમ વધુ ને વધુ સાધક મુમુક્ષુઓ આ કેન્દ્રનો વિશેષપણે લાભ લેતા થશે તેમ તેમ યથાસમય મોટો સ્વાધ્યાય હૉલ, સ્વતંત્ર પુસ્તકાલય અને સ્વતંત્ર સુવિધાપૂર્ણ આવાસોનું આયોજન કરવાનું પણ વિચારેલ છે. સંસ્થાની શૈક્ષણિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ઉત્તર ગુજરાતમાં પણ વિકસે તે હેતુથી ઈડર-ખેડબ્રહ્મા વિસ્તારમાં કોઈ યોગ્ય સ્થાન મેળવીને ઉપરોક્ત પ્રવૃત્તિઓ વિસ્તારવાની કાર્યવાહી ચાલુ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૫) દૈનિક આરાધનામ: (૪) ભકિન-પ્રાર્થનાધૂન-મૌન : સવારે અને રાત્રે (૩) સ્વાધ્યાય, ધર્મવાર્તા અને સમૂહવાંચનઃ સવારે ૧૦-૦૦ અને બપોરે ૪-૦૦ વાગ્યે (૪) ધ્યાનનો અભ્યાસ : સાંજે ૭–૦૦ વાગ્યે (૪) પ્રભુજીની આરતી : સાંજે ૬-૩૦ વાગ્યે આપ સંસ્થામાં આ રીતે રસ લઈ શકો છો : (૧) કોબા મુકામે સાધના કેન્દ્રમાં પધારીને તેના સત્સંગ-સ્વાધ્યાય આદિ કાર્યક્રમોમાં ભાગ લઈને તથા આપની સૂઝ, સમય અને અનુભવનો સંસ્થાને લાભ આપીને | س | | م (૨) સભ્યપદ નોંધાવીને : (i) સંસ્થાના આશ્રયદાતા – રૂ. ૧૦૦૧ (ii) સંસ્થાના સંરક્ષક – રૂ. ૫૦૧ (iii) સંસ્થાના આજીવન સભ્ય – રૂ. ૩૫૧ (iv) “ દિવ્યધ્વનિ'ના આજીવન સભ્ય ૨૫૧ (v) “દિવ્યધ્વનિના ત્રિવાર્ષિક સભ્ય ૭૫ (૩) ભોજનશાળામાં કાયમી તિથિ રૂ. ૧૦૦૧ નોંધાવીને. (૪) કેન્દ્રના નવા બાંધકામમાં ફાળો નોંધાવીને. (૫) શાનદાનમાં સહયોગ આપીને. (૬) આધ્યાત્મિક સાધના કેન્દ્રના ઉપયોગમાં આવી શકે તેવી ઉપયોગી વસ્તુઓ ભેટરૂપે આપીને અને (૭) સાધક-ઉત્કર્ષ ફંડમાં રકમ નોંધાવીને. આપના હાર્દિક સહયોગથી જ આ સંસ્થા, સાધકો, વિદ્યાર્થી-યુવકો તથા સમાજને અર્થે શિષ્ટ અને આધ્યાત્મિક સંસ્કારોના સિચન દ્વારા જીવનનો સર્વતોમુખી વિકાસ થાય તેવી સમ્રવૃત્તિ કરી શકશે. માટે આપના અનેકવિધ સહકારની અપેક્ષા સહિત વિરમીએ છીએ. વિશેષ નોંધઃ આ સંસ્થાને ઇન્કમટેકસ કલમ (૮૦ G) મુજબ મુક્તિપત્ર મળેલ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક-સૂત્રો ૧. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, (મુખ્ય મથક) મુ. પો. કોબા–૩૮૨ ૦૦૯. (જિ. ગાંધીનગર) શ્રી હર્ષદભાઈ મોહનલાલ ગુલાબચંદ શાહ, હાજા પટેલ પોળના નાકે, કાળુપુર ટંકશાળ પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : (R) ૬૬૩૫૯ (૦) ૩૩૮૯૫૦ ૩૩૨૩૯૪ • શ્રી શશિકાન્ત ધ્રુવ ૪૦૧, સાંઈ ચેમ્બર્સ, ૩૬૫/૬૭, નરસૌનાથા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૯. ફોન : (R) ૪૩૭૨૯૬૫, ૪૩૭૬૫૩૮ (૦) ૩૪૧૨૦૫, ૩૩૭૮૯૦ • પ્રકાશ જવેલર્સ (શ્રી જયંતીલાલ ભીમાણી) નવા નાકા રોડ, રાજકોટ (સૌરાષ્ટ્ર) ફોન : ૨૪૧૭૫ ૩. શ્રી ભોગીલાલ શિવલાલ શાહ ૧૧, સ્વીટહોમ સોસાયટી, કોયસ હાઈસ્કૂલની પાસે, આંબાવાડી, O N. P. SHAH 325, Mount Road, 'Nandanam' P. O. Box 3374, MADRAS-600 035. PHONE : (O) 453583, (R) 473327 અમદાવાદ-૩૮૦ ૦૧૫. ફોન : (R) ૪૧૦૩૮૦ (૦) ૩૪૬૮૬૨ ૫. • શ્રી મહેન્દ્રભાઈ મોહનલાલ શાહ ૩, ભરત મહાલ, લજપતરાય રોડ, વિલેપાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬. ફોન : ૬૧૪૮૫૬૬ ૭. ♦ MANHARLAL K. DOSHI C/o. I. S. & I. S. S. Room No. 871-872 25, Strand Road, CALCUTTA-700 001. PHONE : 225675, 23-0784 ૯. • NEMU CHANDERIA 427B, HIGH ROAD, WEMBLEY MIDDX. HA9 7AB (U. K.) PHONE : 01–903–2628 GIRISH SHAH 20485 VIA CADIZ, YORBA LINDA, CA 92686 (U. S. A.) Tel. : (714) 779-0816 ૨૮૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ભક્તિ સ્વાધ્યાય સત્સંગ - || - સિવા શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર મુખ્ય મથક : શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા, જિ. ગાંધીનગર-૩૮૨ OO. Rr.org