________________
આ ગ્રંથની હસ્તપ્રત તૈયાર થયા પછી તેને કાળજીપૂર્વક વાંચી, યોગ્ય સુધારાવધારા કરી, તેને સુંદર સાહિત્યિક સ્વરૂપ આપવામાં પ્રા. નરોત્તમ પા૨ેશ્વર શાસ્ત્રીએ જે અમૂલ્ય ફાળો આપ્યો છે તેનું વિસ્મરણ થઈ શકે એમ નથી.
આ ગ્રંથનું શ્રમસાધ્ય મુદ્રણકાર્ય પ્રથમ વિનંતીએ જ સહર્ષપણે સ્વીકારીને તેને સમયસર પૂરું કરવામાં, તેમજ તેને આદિથી અંત સુધી સુધડ, શુદ્ધ અને આકર્ષક બનાવવામાં શ્રી. શાંતીભાઈ ગાલા અને વિમળાબહેન ગાલાએ જે અંગત કાળજી ને રસ લીધાં છે તે બદલ સંસ્થા તેમની ખૂબ ખૂબ આભારી છે. જૈનસમાજના વર્તમાનકાળના અગ્રગણ્ય પ્રસિદ્ધ પુસ્તક પ્રકાશન સંસ્થા નવનીત પ્રકાશન (અમદાવાદ તથા મુંબઈ)વાળા ગાલા પરિવારે, આ પુસ્તકના મુદ્રણનો તમામ ખર્ચ આપ્યો છે, જે સાચે જ પ્રશંસનીય અને પ્રેરણારૂપ છે. પ્રભુ તેમના દ્વારા આવાં ઉત્તમ, સાંસ્કારિક અને આધ્યાત્મિક અન્ય કાર્યો પણ કરાવો, જેથી તેઓની પરમાર્થપ્રાપ્તિની પાત્રતા વર્ષ એ જ અભ્યર્થના. જ્ઞાનદાન દ્વારા આ શુભ કાર્યમાં સહયોગ આપનાર દાતારોની શુભનામાવલિ પણ આ ગ્રંથમાં અન્યત્ર સાભાર પ્રગટ કરવામાં આવી છે.
આ ગ્રંથનું વાંચન વર્તમાન પેઢીને પ્રેરક નીવડે અને વાચકોને જીવનવિકાસની દિશામાં આગળ વધવામાં પ્રકાશ અને ઉત્સાહ પૂરો પાડે એવી આશા સાથે વિરમીએ છીએ.
Jain Education International
સાહિત્ય પ્રકાશન સમિતિ, સમ્ભુત-સેવા-સાધના કેન્દ્ર, કોબા,
For Private & Personal Use Only
www.jainelibrary.org