________________
ગુરુ ગોપાલદાસજી બરૈયા
* ધર્મ પ્રત્યે બિલકુલ રુચિ ન હતી. ૧૯ વર્ષની ઉંમરે તેઓ અજમેરમાં રેલવેમાં નોકરી
કરતા હતા ત્યારે તેમનો પરિચય પંડિત મોહનલાલ નામના જૈન વિદ્વાન સાથે થયો. તેમની સંગતિથી તેમનું ચિત્ત જૈન ધર્મ તરફ આકર્ષિત થયું અને તેમણે જૈન-ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનું શરૂ કર્યું. બે વર્ષ પછી તેમણે રેલવેની નોકરી છોડી દીધી અને રાયબહાદુર શેઠ મૂળચંદજીને ત્યાં મકાન-બાંધકામનાં કાર્યોની દેખરેખ માટે માસિક રૂપિયા ૨૦ ની નોકરીએ રહ્યા. અજમેરમાં છ-સાત વર્ષના નિવાસ દરમ્યાન તેમણે પાઠશાળામાં નિયમિતપણે અભ્યાસ કર્યો. આમ સતત અને સખત ઉદામથી સંસ્કૃત ભાષાના શાન સહિત લધુકમુદી, જૈનેન્દ્ર વ્યાકરણનો અમુક ભાગ અને ન્યાયદીપિકા તેમણે પૂરાં કરી લીધાં. ત્યાર પછી તેમણે ગોમ્મસારનો અભ્યાસ પણ શરૂ કર્યો. આ દરમ્યાન તેમને પંડિત મથુરદાસજી અને બાબુ વૈજનાથજીએ અધ્યયનમાં ખૂબ માર્ગદર્શન અને સહયોગ આપ્યાં. આગળનું અધ્યયન તેમણે મુંબઈની પાઠશાળામાં પં. શ્રી જીવરામ લલ્લુરામ શાસ્ત્રીજીની પાસે કર્યું અને પરીક્ષામુખ, ચન્દ્ર પ્રતીકાવ્ય, તથા કાતંત્ર-વ્યાકરણ વગેરે શીખ્યા, જ્યારે પંચાધ્યાયીનું અધ્યયન તેમણે પં. બળદેવદાસજી પાસે કર્યું હતું.
તીર્થયાત્રા અને મુંબઈમાં નિવાસ : વિ. સં. ૧૯૪૮માં શેઠ મૂળચંદજીએ મૂડબિદ્રીની યાત્રા કરી ત્યારે પંડિતજીને સાથે લઈ ગયા. શેઠ સાથે પાછા ફરતાં તેઓ મુંબઈમાં રોકાયા. અહીં તેમને આજીવિકા માટેની અનુકૂળતા જણાઈ અને એક યુરોપિયન કંપનીમાં માસિક રૂ. ૪પની નોકરી સ્વીકારી. પગાર વધીને થોડા સમયમાં રૂ. ૬૦ થયો. આ સમય દરમ્યાન તેમની માતાનું મૃત્યુ થયું અને તેઓ રજા લીધા વિના જ પોતાના વતનમાં ચાલ્યા ગયા. આથી તેમની નોકરી છૂટી ગઈ; પરંતુ સારા રેકોર્ડને લીધે કર્યું; તે જ કંપનીએ તેમને ફરીથી રાખી લીધા.
વિ. સં. ૧૯૫૧ પછી તેમણે ઝવેરાતના કમિશન એજન્ટ તરીકે કામ કર્યું; પણ આ ધંધામાં સત્ય અને અચૌર્યવ્રતનું પાલન કરવાનું કઠિન હોવાથી તેમણે ધંધો બંધ કર્યો. ત્યાર પછી રૂ, તળશી, ચાંદી વગેરેની દલાલીનું કામ કર્યું. વિ. સ. ૧૯૫૮માં મોરેનામાં જ ગાંધી નાથા રંગજીના સહયોગથી આડતનું કામ ચાલુ કર્યું. વચ્ચે થોડો વખત સ્વતંત્ર ધંધા માટે પણ પુરુષાર્થ કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. હવે તેઓએ નોકરીને માત્ર આજીવિકા પૂરતા સાધન તરીકે સ્વીકારી જીવનને સંપૂર્ણ રીતે સમાજને ચરણે ધરી દીધું અને જાહેર જીવનને જ પોતાનું જીવન-ધ્યેય માન્યું. વ્યક્તિગત આરામ, આર્થિક સધ્ધરતા કે કીર્તિની પરવા કર્યા વિના શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અત્યંત પરિશ્રમ શરૂ કર્યો. વિ. સં. ૧૯૬૯માં તેઓ “દક્ષિણ મહારાષ્ટ્રસભા”ના અધ્યક્ષ ચૂંટાયા હતા. વિ. સં. ૧૯૭૪માં વધારે પડતા કાર્યભારને લીધે તેમની તબિયત બગડી અને શાંતિપૂર્વક તેમણે પરલોકગમન કર્યું.
જાહેર જીવન અને કાર્યક્ષેત્ર: જૈન સમાજના જ્યોતિર્ધર શ્રી બજૈયાજીના સાર્વજનિક જીવનનો પ્રારંભ મુંબઈથી થાય છે. પંડિત ધન્નાલાલજીના સહયોગથી માગશર સુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org