________________
૧૩૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
કોટા ચતુર્માસમાં તેમણે એકતા-ભાવના વિકસાવવા માટે દિગમ્બર આચાર્ય સૂર્યસાગરજી મહારાજ, શ્વેતામ્બર મૂર્તિપૂજક આચાર્ય આનંદસાગરજી મહારાજ અને પોતે એક જ મંચ પર એકસાથે પ્રવચન કરવાનો નિર્ણય કર્યો અને તે ફળીભૂત થયો.
વિ. સં. ૧૯૫૩માં તેઓશ્રીનું ચાતુર્માસ સાદડીમાં હતા ત્યારે “જૈન-પ્રકાશ”ના સંપાદક શ્રી ઝવેરચંદ જાદવજી કામદાર સમક્ષ તેઓશ્રીએ પોતાના એકતા સંબંધી વિચારો પ્રકટ કર્યા હતા, જે નીચે પ્રમાણે છે :
(૧) બધા સાધુ-સાધ્વીઓ એક સ્થાન પર સમેલન કરે. (૨) સાધુઓની સમાચારી અને આચાર-વિચારની પ્રણાલી એક જ હોય. (૩) સ્થાનકવાસી સંધો તરફથી પ્રમાણભૂત શ્રેષ્ઠ સાહિત્યનું પ્રકાશન થાય. (૪) કોઈ પરસ્પર એકબીજાની નિદાટીકા, ટિપ્પણી ન કરે. (૫) પર્વ-તિથિઓનો સર્વસંમત નિર્ણય હોવો જોઈએ.
આ ઉપરાંત, જૈન સમાજની સાંસ્કૃતિક એકતાને સાકાર બનાવવા માટે મહાવીર જયંતીનો ઉત્સવ સામૂહિક રીતે ઊજવવાની તેઓ પ્રેરણા આપતા. ઉજજૈન, અજમેર, આગ્રા વગેરે સ્થળોએ તેમના પ્રયત્નોથી દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી બધા સંપ્રદાયોએ હળી-મળીને ભગવાન મહાવીરનો જન્મદિવસ ઊજવ્યો. અત્યારે પાગ અમુક સ્થળો પર આ પરંપરા ચાલુ રહી છે.
ઉપસંહારઃ રતલામ પછી વિ. સં. ૨૦૦૭માં તેમનું ચાતુર્માસ કોટામાં થયા. જૈનસમાજની ભાવાત્મક એકતાના સંદર્ભમાં આ ચાતુર્માસ અદ્વિતીય રહ્યા. તે દરમ્યાન તેમને પેટમાં વ્યાધિની પીડા શરૂ થઈ. ૧૪ દિવસ સુધી આ પીડા ચાલુ રહી અને વિ. સં. ૨૦૦૭ ના માગશર સુદ ૯ ને રવિવારે તેમનો આત્મા દેહથી અલગ થઈને અમર બની ગયો.
જેન દિવાકરજી મહારાજની પ્રતિભા બહુમુખી હતી. તે પ્રસિદ્ધ વક્તા, વામી, મહામનીષી, જગવલ્લભ, કાન્તદર્શી અને યુગપુરુષ સંત હતા. તે દિવાકરની સમાન ચમકતા જ રહેશે. તેમની પ્રભા આજ સુધી સતત જૈન સમાજને પ્રેરણા આપતી રહી છે અને આગળ પણ આપતી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org