________________
ધર્મદિવાકર શ્રી ચોથમલજી મહારાજ
૧૩૫
સમાજ-સુધારણા : સમાજ-સુધારણા માટે જે કાર્ય ચોથમલજી મહારાજે કર્યું છે તે અનુપમ છે. પરંપરાથી ચાલી આવતી કુરૂઢિઓ અને અંધવિશ્વાસો દૂર કરાવી, બાળવિવાહ અને વૃદ્ધ-વિવાહ જેવી કુપ્રથાઓ સદાને માટે બંધ કરાવી, કન્યા-વિક્રય અને મૃતક-ભોજન બંધ કરાવ્યાં. દેવી-દેવતાઓ પર ચઢતા પશુબલિ જેવી ભયંકર કુરૂઢિ બંધ કરાવી, અસ્પૃશ્યતાનું કલંક દૂર કરાવ્યું, જેલના કેદીઓને ફરી ભવિષ્યમાં આવું દુષ્કર્મ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી, તેમજ કસાઈ, ચમાર, ચોર વગેરેનાં હૃદયપરિવર્તન કરાવ્યાં. વેશ્યાવૃત્તિ સામાજિક જીવન માટે એક કલંક અને પતનનું દ્વાર છે, તે દૂર કરાવ્યું. ખરેખર, તેમના ઉપદેશોમાં સમાજ સુધારવાની મહાન શક્તિ હતી.
સંગઠન-નિર્માણના પ્રેરક : જૈન દિવાકરજી મહારાજ સંગઠનનું મહત્ત્વ ખૂબ સમજતા હતા. સમાજ-સુધારણા અને મંગળકારી કાર્યો તેમના સંચાલન દ્વારા થતાં. તેઓએ બાલોતરા, વ્યાવર, પીપલોદા, ઉદયપુર વગેરે અનેક સ્થળો પર “મહાવીર જૈન મહામંડળે” તથા “જૈન મંડળો'ની સ્થાપના કરી. રતલામમાં “જૈનોદય પ્રકાશન સમિતિ'ની સ્થાપના કરી. ત્યાંથી સસાહિત્યનું પ્રકાશન પણ થતું. રાયપુર, દેલવાડા, સનવાડા, ગોગંદા વગેરે સ્થળો પર બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા માટે “જૈન પાઠશાળા”ની સ્થાપના કરી. જોધપુરમાં મહિલાશ્રમ, અહમદનગરમાં “ઓસવાલ નિરાશ્રિત ફંડ', મન્દસૌરમાં “સમાજ હિતેષી શ્રાવક મંડળ, ચિત્તોડગઢમાં “ચતુર્થ જૈન વૃદ્ધાશ્રમ” વગેરે અનેક સંસ્થાઓ તેમની પ્રેરણાથી સામાજિક કાર્યો કરતી હતી.
સાહિત્યની રચના : મહાન સર્જક : ઉત્તમ માનવજીવનના સર્જકની સાથે સાથે જેન દિવાકરજી મહારાજ ઉત્કૃષ્ટ સાહિત્યની રચના કરનાર મહાન લેખક પણ હતા. આ ક્ષેત્રમાં તેમની પ્રતિભા બહુમુખી હતી. તેમણે ગદ્ય અને પદ્ય બંનેમાં સાહિત્ય રહ્યું છે. લોકગીત, ભજન, ગઝલ વગેરેની સાથે સાથે જીવનને પ્રેરણા આપનારા સાહિત્યની તથા ધાર્મિક સાહિત્યની પણ રચના કરી. તેમની ૩૦ પદ્યરચનાઓમાં ૧૯ જીવનચરિત્ર અને ૧૧ ભજનસંગ્રહ છે. આ રચનાઓ વાંચતાં પાઠક ભાવ-વિભોર બની જતા હતા.
ભગવાન મહાવીરનું આદર્શ જીવન, જમ્મુકુમાર અને પાર્શ્વનાથ વગેરેનાં ચરિત્ર તેમણે ગદ્યમાં પણ લખ્યાં હતાં.
જેવી રીતે શ્રીકૃષણે સમસ્ત વેદાંતશાસ્ત્રોના સારરૂપ ગીતાનો ઉપદેશ આપ્યો છે, તેવી રીતે સમસ્ત જૈન આગમ સાહિત્યનું મંથન કરી “નિગ્રંથ પ્રવચન” નામથી ભગવાન મહાવીરની વાણીનું તેઓશ્રીએ સંકલન કર્યું. પૂ. ચોથમલજી મહારાજની આ એક અમર કૃતિ છે. તે યુગો-યુગો સુધી પ્રકાશસ્તંભની જેમ જનસમાજને પ્રેરણાદાપક બની રહેશે. આ ઉપરાંત તેમણે આપેલાં પ્રવચનો સંકલિત કરી “દિવાકર દિવ્ય જ્યોતિ'ના નામથી ૨૦ ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
એકતાના અગ્રદૂત : ચોથમલજી મહારાજ દીક્ષા લીધા પછી પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયોમાં એકતા સ્થાપિત કરવા માટે ભરપૂર પ્રયાસ કરતા હતા. વિ. સં. ૨૦૦૭માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org