________________
૧૮. સૌહાર્દર્તિ શ્રી મોતીલાલ કાપડિયા
બાળપણ અને અભ્યાસ: જૈન સમાજની ઉન્નતિ કરનારી દરેક પ્રવૃત્તિ માટે પોતાનું જીવન સમપિત કરનાર મોતીલાલ કાપડિયાનો જન્મ તા. ૭–૧૨–૧૮૭૯ના રોજ ભાવનગરમાં થયો હતો. બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ભાવનગરમાં ક્ય અને એલએલ. બી.ના અભ્યાસ માટે તેઓ મુંબઈ આવ્યા. ઈ. સ. ૧૯૧૦ માં તેમણે સોલિસિટરની પરીક્ષા પસાર કરી અને તેમના મિત્ર દેવીદાસ દેસાઈ સાથે મળીને “મોતીચંદ એન્ડ દેવીદાસ' નામની સોલિસિટરની પેઢીની સ્થાપના કરી. જૈન સમાજની બહુ જાણીતી વ્યક્તિ કુંવરજી કાપડિયા તેમના કાકા હતા. તેમની પાસેથી તેમણે ઊંડા ધાર્મિક સંસ્કારો મેળવ્યા અને ધર્મસાહિત્યમાં ઊંડી અભિરુચિ પ્રાપ્ત કરી.
સામાજિક, સંસ્થાકીય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ: સોલિસિટરની કારકિર્દી દરમિયાન તેમણે એક ધંધાદારી સોલિસિટર તરીકે સારી નામના મેળવી. ઉપરાંત, જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોમાં તેમણે પ્રવેશ કર્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શોભાવ્યું. જૈન સમાજની એક પણ પ્રવૃત્તિ એવી નહોતી કે જેમાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો ન હોય. જૈન સમાજમાં તેમણે શરૂ કરેલી બે મુખ્ય પ્રવૃત્તિઓ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય’ અને ‘શ્રી જૈન છે. મૂ. કૉન્ફરન્સ’ સાથે તો તેમનું નામ સદાને માટે
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org