________________
વિદ્યાવારિધિ શ્રી ચંપતરાય બૅરિસ્ટર
આ કાર્ય કરવા માટે તમારે વિદ્રાન અને સદાચારી યુવકો તૈયાર કરવા પડશે. જેઓ દેશની વિવિધ ભાષાઓમાં અને અંગ્રેજીમાં ધર્મના સિદ્ધાંતો સમજાવી શકે. ભાષા, વ્યાકરણ, ન્યાય, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને અધ્યાત્મ-સાધના વગેરે વિષયોના નિષ્ણાત તૈયાર કરવા માટે એક મધ્યસ્થ વિશ્વવિદ્યાલયની જરૂર છે અને તેના સુચારુ સંચાલન માટે પોતાની નાની નાની વ્યાવહારિક ક્રિયાઓ અને ઉપાસનાપદ્ધતિને ગૌણ સમજી મહાવીર પ્રભુની અહિંસા, અનેકાંત અને અપરિગ્રહની મૂળ વાતો પર સહમત થવાનો સૌ જેનોએ પ્રયત્ન કરવો પડશે; ત્યારે જ વિશ્વને જૈન ધર્મ વિશ્વધર્મ થવાની પાત્રતા ધરાવે છે તેની પ્રતીતિ થશે. જૈન ધર્મને તેઓ કોઈ અમુક જાતિ, જ્ઞાતિ કે કોમનો ધર્મ નહોતા માનતા પણ સાર્વજનિક અને સર્વકાલીન સત્યનું પ્રતિપાદન કરનારી એક વૈજ્ઞાનિક પદ્ધતિ માનતા હતા.
યુરોપ અને અમેરિકામાં તેઓ ઘણાં વર્ષો સુધી રહ્યા. આધુનિક શૈલીમાં સાહિત્યની રચના કરી તેઓએ અનેક જૈન ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો. તેમની મુખ્ય-મુખ્ય રચનાઓ નીચે પ્રમાણે છે :
(1) Key To Knowledge (2) Confluence of Opposites (3) Fundamentals of Jainism (4) Householder's Dharma (5) Jainism and World-Problems (6) Cosmology : Old and New
જૈન ધર્મના સિદ્ધાંતોને તેમણે પોતાની કૃતિઓમાં યથાર્થ રીતે અને આધુનિક શૈલીમાં રજૂ કર્યા છે. ઉપરાંત, અન્ય દર્શનો સાથે તેમનું તુલનાત્મક અધ્યયન પણ રજૂ કર્યું છે, જેથી વિવિધ ધર્મ-દર્શનના અભ્યાસીઓ પણ તેમાં સારી રીતે રસ લઈ શકે. આવા વિશાળ અને ઊંડા અધ્યયનને લીધે જ કાશીના ધર્મ મહામંડળ તેમનું વિદ્યાવારિધિ' તરીકે સન્માન કર્યું હતું, જે તેમની અગાધ વિદ્વત્તાનું સૂચક છે. જૈન ધર્મનું સાહિત્ય વિદેશોમાં પણ ઉપલબ્ધ બની શકે તે હેતુથી તેમણે લંડનમાં જૈન પુસ્તકાલયની સ્થાપના કરી હતી અને યુરોપનાં અનેક વિશ્વવિદ્યાલયોમાં જૈન ગ્રંથો ભેટ રૂપે મોકલ્યા હતા.
એકલવીરની અંતિમ યાત્રા : અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓમાં નિરંતર રોકાયેલા અને ભારતના અનેક પ્રદેશો તેમજ દેશવિદેશની ધર્મયાત્રાઓ કરતા શ્રી ચંપતરાયજી લગભગ ૬૦ વર્ષ ઉપર પહોંચી ગયા હતા. ઈ. સ. ૧૯૩૭થી તેમનું સ્વાથ્ય કથળવા લાગ્યું હતું. તેથી તેમણે ભારત આવવાનો અને અહીં જ રહીને શાંતિપૂર્વક દેહત્યાગ કરવાનો નિર્ણય લીધો. તેમના વિલાયતના મિત્રોએ બહુ સમજાવ્યા કે ક્ષયરોગનો ઇલાજ ઇંગ્લેન્ડમાં વધુ સારી રીતે થઈ શકશે પણ તેઓ માન્યા નહીં અને ભારત પાછા ફર્યા. અહીં થોડો વખત દિલહીમાં અને ત્યાર પછી મુંબઈમાં ઇલાજ કરાવ્યો પરંતુ કોઈ
પણ ઉપચાર સફળ થયો નહીં. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org