________________
મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ તેમની ખ્યાતિ વધતી ગઈ. તેમણે કેટલાયે શ્રાવકોને ત્યાગી અને વ્રતીની દીક્ષા આપી. વિ. સં. ૧૯૮૦ માં સતારા જિલ્લાના સમડોલી ગામે શ્રી વીરસાગરજીની મુનિદીક્ષા અને શ્રી નેમિસાગરજીની એક દીક્ષા પ્રસંગે તેઓશ્રીએ વિધિપૂર્વક શ્રમણસંઘની રચના કરી. તે સમયે, ૫ર વર્ષની વયે તેઓશ્રીને સમાજે આચાર્યપદ દ્વારા વિભૂષિત કર્યા. ત્યારબાદ ૨૬ વર્ષે વિ. સં. ૨૦૦૭ માં ગજપથા(મહારાષ્ટ્ર)ના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના મંગલપ્રસંગે મહારાજશ્રીને “ચારિત્રચક્રવર્તી'ના પદથી અલંકૃત કરવામાં આવ્યા.
પુણ્યમૂર્તિ આચાર્યશ્રી સંધસહિત જે ગામ કે નગરમાં જતા, ત્યાં ધર્મ તથા આત્મકલ્યાણની દીપમાલિકા પ્રકાશિત થતી. મહારાજના સાંનિધ્યમાં ઉત્કૃષ્ટ શાસ્ત્રચર્ચા, તાત્ત્વિક પ્રવચન, સુંદર સંગીત-કીર્તન વગેરે સ્વ-પરકલ્યાણની પ્રવૃત્તિઓ અહર્નિશ ચાલુ રહેતી.
વિ. સં. ૧૯૮૪ માં આચાર્યશ્રીએ સંઘસહિત સમેદશિખરની વંદનાર્થે વિહાર કર્યો. નિર્ગસ્થ મુનિઓના સામૂહિક વિહારનો આ મંગલ પ્રસંગ શતાબ્દીઓ પછી પ્રથમ વાર ઉત્તર ભારતમાં આકાર લઈ રહ્યો હતો. ઉત્તર ભારતમાં ધાર્મિકતાની લહેર આવી. સ્થાન-સ્થાન પર ભારે સ્વાગત થયું. સન્મેદશિખરમાં પંચકલ્યાણક ઉત્સવ થયો. એ વખતે ત્યાં આખા હિન્દુસ્તાનમાંથી લાખોની સંખ્યામાં યાત્રીઓ એકઠા થયા હતા. આચાર્યશ્રીએ સાત વર્ષમાં પદયાત્રા દ્વારા લગભગ ૩૫,૦૦૦ માઈલનો પ્રવાસ ખેડ્યો હતો અને લાખો સ્ત્રી-પુરુષોએ આધ્યાત્મિક લાભ ઉઠાવ્યો હતો. મહારાજશ્રીએ મુનિવિહારનો માર્ગ ચોખો બનાવી દીધો. તેઓશ્રીના હસ્તે દીક્ષિત બનેલા પરંપરાના આચાર્યો, મુનિઓ, સુલક, ઋલ્લિકા, બ્રહ્મચારી વગેરેની સંખ્યા લગભગ ૩૦૦-૪૦૦ ઉપરાંતની ગણવામાં આવે છે.
શ્રતોદ્ધાર અને તેનો પ્રસાર : એક વાર આચાર્યશ્રીને જાણવા મળ્યું કે ભૂતબલીસ્વામી રચિત ધવલ-મહાધવલ પ્રાચીન ગ્રુતસ્કંધ ગ્રન્થ એક હજાર વર્ષ પહેલાંના તાડપત્ર પર લખાયેલો છે અને અત્યારે તે જીર્ણ થઈને કીડાનો ભઠ્ય થવાની સ્થિતિમાં છે. તે વખતે તેમને શાસ્ત્રસંરક્ષણની અત્યંત જરૂર લાગી અને તેથી મુંબઈ–સોલાપુર વગેરેના શ્રેણીઓ સમક્ષ શ્રત-સંરક્ષણની યોજના મૂકી અને તે આગમગ્રંથોને તાડપત્રોના આધારે તામ્રપત્ર પર લખાવ્યા, જેથી હજારો વર્ષ સુધી સુરક્ષિત રહે. ધવલાદિ આગમગ્રંથોનો તામ્રપત્ર પર પુનરુદ્ધાર કરાવીને ને અમર કરાવ્યાનું પુણ્યપ્રદ અને ચિરસ્મરણીય કાર્ય તેઓએ કર્યું છે તે શ્રતોદ્ધારના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
ઉપસર્ગવિયી અને દૌર્યવાન દયાસાગર ચારિત્ર-ચક્રવર્તી : આચાર્યશ્રીના જીવનમાં કેટલાય મહાન ઉપસર્ગો, પરીષહો આવ્યા હતા, જે તેમણે અત્યંત નિર્ભયતાથી, ધીરજથી, સમભાવપૂર્વક સહન કર્યા હતા ! આ બધાં દ્વારા આપણને તેમના ઉદાર ચારિત્રની સહજપણે પ્રતીતિ થાય છે. એટલે જ આચાર્યશ્રી “ચારિત્ર-ચક્રવતી” તરીકે
પ્રસિદ્ધ થયા હતા. Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only