________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
પિતાના સ્વર્ગવાસ પછી આચાર્યશ્રીએ થોડાંક વર્ષો ઘરમાં રહી પોતાના આત્માને નિર્પ્રન્થદીક્ષાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જ્યારે દિગમ્બર મુનિરાજશ્રી દેવાપાસ્વામી (દેવેન્દ્રકીર્તિજી મહારાજ) ઉર્દૂર ગામમાં પધાર્યા, ત્યારે તે મંગલ અવસરનો લાભ લઈ તેમની પાસે નિગ્રન્થ દીક્ષાની માંગણી કરી. ગુરુદેવે વિરક્ત શિષ્યને સમજાવ્યું કે આ પદ અત્યંત કઠિન છે. તે પર હૃદયપૂર્વક આરોહણ કરવાથી આત્માના પતનનો ભય રહેતો નથી. ગુરુદેવની આજ્ઞાનુસાર શ્રી સાતગોંડા પાટીલે ઉર ગામમાં વિ. સં. ૧૯૭૨(ઈ. સ. ૧૯૧૫)માં જેઠ સુદી ૧૩ના શુભ દિવસે ૪૩ વર્ષની અવસ્થામાં ક્ષુલ્લક પદની દીક્ષા લીધી. (બે વસ્ત્ર પહેરવા માટે અને એક પાત્ર આહાર માટે રાખીને બાકીનો બધો પરિગ્રહ છોડી દીધો) અને લઘુ મુનિત્વ-પદ અંગીકાર કર્યું. સાતગોંડા હવે ગૃહ-પરિવારની મમતા છોડી ક્ષુલ્લક શાંતિસાગર બન્યા. અને ભોજભૂમિની મમતાને હંમેશને માટે છોડી ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને આત્મસાત્ કરવા માટે પ્રયાણ કર્યું. પરમ વિશુદ્ધતા અને ઉત્કૃષ્ટ નૈસર્ગિક વૈરાગ્યથી અલંકૃત અંત:કરણવાળા મહારાજશ્રી હવે પરતંત્રતાના પિંજરામાંથી મુક્ત થઈને આધ્યાત્મિક બન્યા અને વસુંધરા પર સ્વ-પર કલ્યાણ અર્થે વિહાર કરવા લાગ્યા. ક્ષુલ્લક અવસ્થામાં અનેક નાનીમોટી મુશ્કેલીઓ સહન કરીને સમતાવાન ‘શાંતિસાગર’ના રૂપમાં દેઢ બની વિહાર કરતાં કરતાં મહારાજશ્રી ભગવાન નેમિનાથ તીર્થંકર દ્વારા પુનિત થયેલા ગિરનાર પર્વત પર પહોંચ્યા. નેમિનાથ ભગવાનની નિર્વાણ ભૂમિમાં સંયમની વર્ધમાન થયેલી ભાવના એલક દીક્ષાના રૂપમાં પરિણમી. મહાવ્રતી થવા માટેની અનુકૂળ સામગ્રીને એકઠી કરતાં કરતાં મહારાજ પોતાની આધ્યાત્મિક સંપત્તિને દિન-પ્રતિદિન વધારવા લાગ્યા.
८०
મહારાજ વિહાર કરતા કરતા પરનાલ ગામમાં પધાર્યા. ત્યાં જિતેન્દ્ર ભગવાનનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઠાઠમાઠથી ઉજવાઈ રહ્યો હતો. ત્યાં દિગંબર મુનિ દેવેન્દ્રકીર્તિ મહારાજ પણ બિરાજમાન હતા. મહારાજે તેમના ચરણોમાં નિગ્રન્થ દીક્ષા પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી. ગુરુદેવે નિગ્રન્થ દીક્ષાને તલવારની ધાર સમાન અત્યંત કઠિન જણાવી, પણ વૈરાગ્ય સાગરમાં ડૂબેલા મહારાજશ્રીએ ગુરુદેવના હ્રદયમાં પોતાનાં સંયમ-સદાચાર અને સત્યના બળ દ્વારા એવો વિશ્વાસ ઉત્પન્ન કર્યો કે દેવેન્દ્રકીર્તિ મહારાજે દીક્ષાકલ્યાણકના પવિત્ર દિવસે હજારોની મેદની સમક્ષ એલક શાંતિસાગરને મુનિ શાંતિસાગર બનાવી મહાવ્રત અંગીકાર કરાવ્યાં. તે વખતે મહારાજની ઉંમર ૪૫ વર્ષની હતી. તે સમયનો મહારાજનો વૈરાગ્ય અવર્ણનીય હતો. ચિરકાંક્ષિત મુનિપદને અંગીકાર કરીને મહારાજશ્રી અત્યંત પ્રસન્ન થયા અને હજારો સ્ત્રી-પુરુષોએ તેમનો જય-યકાર કર્યો. મહારાજે વ્રતપાલનની દૃઢતા દર્શાવતાં જણાવ્યું કે વ્રતપાલનથી જરા પણ ડરવાની જરૂર નથી. વ્રતપાલનની યોગ્ય સામગ્રી નહિ મળે તો હું જંગલમાં રહી સમાધિ-મરણ કરી લઈશ પણ વ્રતભંગ નહિ થવા દઉં.
મહાવ્રતોનું દૃઢતાથી પાલન કરતાં કરતાં તેમણે દક્ષિણ પ્રતિ વિહાર કર્યો. તે પ્રદેશમાં ધર્મનો પ્રભાવ વિસ્તાર્યો. તથા અનેક કુરીતિઓનું નિવારણ કર્યું. ધીરે ધીરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org