________________
૮૨
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
એક વખત મહારાજશ્રી વિહારમાં હતા ત્યારે એક છિધા નામના ક્રોધી બ્રાહ્મણ લગભગ ૫૦૦ માણસો સાથે મહારાજ અને તેમના સંઘ પર આક્રમણ કર્યું. તે વખતે પોલીસની સહાયથી તેમની ધરપકડ કરવામાં આવી. આચાર્યશ્રીને જ્યારે ખબર પડી કે હુમલાખોરની ધરપકડ થઈ છે ત્યારે તેમણે પોલીસ સુપરિન્ટેન્ડન્ટને તેને છોડી દેવા માટે જણાવ્યું. તેમ ન થાય તો મહારાજે આહારત્યાગ કરવાનું જણાવતાં તરત જ તે વ્યક્તિને છોડી દેવામાં આવી. કેવો પ્રાણધાતક ઉપસર્ગ ! કેવી ક્ષમાવાન આચાર્યશ્રીની અહિંસા !
એક વાર એક ગુફામાં આચાર્યશ્રી સામાયિકમાં બેઠા હતા, તે સમયે હજારોની સંખ્યામાં લાલ કીડીઓ તેમના શરીર પર ચઢી ગઈ અને લોહી પીવા લાગી છતાં આચાર્યશ્રી તેવા ઉપસર્ગમાં પણ બે કલાક સુધી ધ્યાનમગ્ન રહ્યા. શરીર પરથી લોહી વહેવા માંડયું, છતાં મૌન અને અડગ રહ્યા. છેવટે શ્રાવકોએ ખાંડ નાખી કીડીઓ દૂર કરી ત્યારે મહારાજે મૌન છોડ્યું.
કાગનોલી નામની ગુફામાં આચાર્યશ્રી બપોરનું સામાયિક કરી રહ્યા હતા, ત્યારે એક ભયંકર કાળો સર્પ મહારાજશ્રીના શરીર પર વીંટળાઈ વળ્યો અને લગભગ ૨૦ મિનિટ સુધી અંગને વીંટળાયેલો રહ્યો. છતાં મહારાજશ્રી ર્મોન અને ધ્યાનમાં અડગ રહ્યા ! આવા તો કેટલાય પ્રસંગો આચાર્યશ્રીના જીવનમાં બન્યા છે અને તેવા દરેક પ્રસંગે તેઓશ્રી મેરુવ, નિષ્કપ અને સ્થિર રહ્યા છે. સાચે જ તેઓ ઉગ્ર તપસ્વી અને મહાન ઉપસર્ગ-વિજેતા હતા.
આચાર્યશ્રીએ સામાન્ય જનતા પર ધર્મપ્રભાવના દ્વારા અસાધારણ પ્રભાવ જમાવ્યો હતો. સાંગલી, ફલટણ, કોલ્હાપુર, પ્રતાપગઢ, ઈડર, ધોલપુર વગેરે કેટલાય રાજા-રજવાડા અને નવાબ આચાર્યશ્રીના દર્શનાર્થે આવતા. કેટલાય અંગ્રેજ પદાધિકારીઓ પણ આચાર્યશ્રીના જીવનથી પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીનો વિદ્વતાપૂર્ણ પ્રભાવ જૈન-જૈનેતર, ગરીબ-તવંગર દરેક પર એકસરખો જ હતો. આચાર્યશ્રીના શિષ્યોએ પણ સારી એવી ધર્મ-પ્રભાવના કરી.
આચાર્યશ્રીનું ઉત્તમ સમાધિમરણ : આચાર્યશ્રી શાંતિસાગર મહારાજે જીવનાને યમસલ્લેખના ધારણ કરી જે પરમ વીરતાથી–ધીરતાથી દેહત્યાગ કર્યો તે તો સુવર્ણમંદિર પર રત્નકળશ ચઢાવવા બરાબર અદ્ભુત, અનુપમ, આશ્ચર્યકારક અને લોકોત્તર છે.
ગજપંથા સિદ્ધક્ષેત્રમાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ આચાર્ય મહારાજે ૧૨ વર્ષનું પરમોત્કૃષ્ટ ભક્ત-પ્રત્યાખ્યાન નામનું સલલેખના વ્રત અંગીકાર કર્યું. ત્યારથી જ તેમણે જીવનપર્યત અન્નનો ત્યાગ કરી દીધો હતો. ગળપણ, ઘી તથા નમક આદિનો ત્યાગ તો તેમણે મુનિદીક્ષા અંગીકાર કરી ત્યારથી જ હતો. ત્યાર પછી થોડાક સમયથી તેઓશ્રીએ ફળો અને શાકાહારનો પણ ત્યાગ કરી દીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org