________________
મહાતપસ્વી આચાર્યશ્રી શાંતિસાગરજી મહારાજ
સન ૧૯૫૫માં જ્યારે આચાર્યશ્રીની આંખોનું તેજ ઓછું થવા માંડયું ત્યારે પરમવિવેકી, પૂર્ણ નિરતિચાર પ્રાણીસંયમ તેમ જ ઇન્દ્રિયસંયમના પાળનારા મહારાજે વિચાર્યું કે હવે ઈર્યા–એષણા–આદિ સમિતિઓનું (આંખોથી બરાબર જોઈને જ ચાલવું કે ભોજન લેવું એવી પ્રતિજ્ઞાઓનું) નિરતિચાર પાલન અશક્ય છે. તેના વગર પ્રાણીસંયમ પાળવો મુશ્કેલ છે અને તે સ્થિતિમાં પરમ વિશુદ્ધ મહાવ્રતોનું પાલન પણ અશકય છે. આમ જાણી મહારાજશ્રી સલ્લેખના ધારણ કરવાની તૈયારી કરવા લાગ્યા.
આચાર્ય મહારાજે શરૂઆતમાં આઠ દિવસ ફક્ત બે-બે ગ્રાસ આહાર લીધો. આઠ દિવસ પછી ફક્ત કાળી દ્રાક્ષનું પાણી ૮ દિવસ સુધી લીધું ત્યાર પછી તેમણે ફક્ત પાણી લેવાનું રાખીને “નિયમસલ્લેખના અંગીકાર કરી. ક્યારેક ચાર દિવસે તો ક્યારેક પાંચ-છ દિવસે તેઓ જળ ગ્રહણ કરતા. આ ક્રમ લગભગ બે મહિના ચાલ્યો. અંતે
જ્યારે શરીરનું સામર્થ એકદમ ક્ષીણ થવા માંડ્યું અને સહારા વગર ઊભા રહેવાનું પણ મુશ્કેલ બન્યું ત્યારે આચાર્યશ્રીએ ઇંગિતીમરણ-સંન્યાસ નામની મસલ્લેખના અંગીકાર કરી. આમ છેવટે પાણીનો પણ જીવનપર્યત ત્યાગ કર્યો અને શરીર એકદમ ક્ષીણ થઈ ગયું હોવા છતાં બીજા દ્વારા અથવા પોતાનાથી વૈયાવૃત્ય (સેવા–શુશ્રુષા) કરવા-કરાવવાનો પણ ત્યાગ કર્યો. આવી અવસ્થામાં આચાર્ય–મહારાજ દિવસ-રાત પંચ પરમેષ્ઠી અને આત્મધ્યાનની સાધનામાં રત રહેતા હતા.
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુંથલગિરિ તીર્થમાં આચાર્યશ્રીની યમસલ્લેખનાના પરમ દર્શનાર્થે ભારતના ખૂણે-ખૂણેથી નરનારી આવવા લાગ્યાં. બે માસમાં લગભગ એક લાખ જેટલા માણસોએ આચાર્યશ્રીના દર્શનનો લાભ લીધો. આચાર્યશ્રીની ધ્યેયનિષ્ઠા, દઢતા અને અલૌકિક નાનાં દર્શન કરી લોકો પોતાને ધન્ય અનુભવવા લાગ્યા અને આચાર્યશ્રીની ધીર-ગંભીર, અનુપમ આત્મસાધનામાંથી પ્રેરણાનાં પીયૂષ પામવાનો પ્રયત્ન કરી નરભવ સફળ કરવાનો વિચાર કરતા થયા. ભાદરવા સુદ બીજ વિ.સં. ૨૦૧૨ તા. ૧૮-૯-૧૯૫૫ ને સવારે ૬-૫૦ વાગે ૮૪ વર્ષની ઉંમરે આચાર્યશ્રીએ આ નશ્વર દેહ છોડીને પોતાની જીવનલીલા અત્યંત વીરભાવથી–સમભાવથી સમાપ્ત કરી. સમાધિ-મરણની ૫ મિનિટ પહેલાં જ આચાર્યશ્રીએ જિનેન્દ્રમૂર્તિને પોતાના હાથોથી સ્પર્શ કરી તેમના ચરણોમાં પોતાનું શીશ રાખેલું. છેવટે પૂર્ણ સાવધાની સહિત “નમ: સિદ્ધભ્ય:” નો અંતર-જાપ કરતાં કરતાં આચાર્ય શ્રીએ પરમ શાંતભાવોમાં સ્થિત રહી દેહોત્સર્ગ કર્યો.
પરમ પૂજ્ય આચાર્યશ્રી–શાંતિસાગર મહારાજ એક આદર્શ મુનિ હતા, તેવું તેમના જીવન-પ્રસંગોથી સ્પષ્ટ જાણી શકાય છે. ત્રીસ-ચાળીસ વર્ષ સુધી તેઓએ એ આદર્શ મુનિપદને આવશ્યક એવા અહિંસાદિ પંચમહાવ્રતોની નિર્દોષ સાધના કરી, સિહનિષ્ક્રીડિત વ્રત સરીખું અત્યંત કઠણ તપશ્ચરણ કરીને શરીરને અને ઇન્દ્રિયોને પોતાના દાસ બનાવી દીધા. તેઓશ્રીએ કામક્રોધાદિ કરિપુ પર વિલક્ષણ વિજય મેળવ્યો. તેમણે ગમે તેવી પ્રતિકૂળ અને ભયાનક પરિસ્થિતિમાં પણ પોતાના ચિત્તની
શાંતિ ડગવા દીધી નહીં. છેવટની તેમની ૩૫ દિવસની સલેખના પછી તો એ વાત Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org