________________
સાહિત્યસમાલોચક શ્રી જુગલકિશોર મુખાર યુગવીર
૧૨૫
ચાલ્યા ગયા અને ત્યાં મુખ્તાર તરીકે પ્રેકિટસ કરતા રહ્યા. પોતાના સ્વતંત્ર કાનૂની વ્યવસાયની સાથે સાથે તેઓ સમાજસેવાનાં કાર્યોમાં પણ ભાગ લેતા રહ્યા. મુખ્તારના વ્યવસાય વિષે એવી માન્યતા પ્રચલિત છે કે જે મુખ્તાર જૂઠ બોલી શકે અને જાળ બિછાવી શકે, તે જ સફળ થઈ શકે. પણ શ્રી જુગલકિશોરજી આ વ્યાપક માન્યતાના તદ્દન વિરોધાભાસી વલણવાળા હતા. તેમણે પોતાના વ્યવસાયમાં કદી પણ જૂઠનો આશ્રય લીધો નથી, છતાં તેમની ગણના ઉચ્ચકોટિના મુખ્તારોમાં થતી હતી. તેમના જેવી માન્યતાવાળા સત્યનિષ્ઠ મુખ્તાર લાખોમાં એક જ હોઈ શકે ! વાદી કે પ્રતિવાદી પોતાનો મુકદ્દમો-કેસ તેમને સોંપી નિશ્ચિત થઈ જતા હતા. યુવક જુગલકિશોર પોતાનો અધિકાંશ સમય સાહિત્ય-કલા તેમજ પુરાતત્ત્વના અધ્યયન-અન્વેષણમાં પસાર કરતા હતા, છતાં પણ પોતાના વ્યવસાયને પૂર્ણ ન્યાય આપતા હતા. તેથી જ તેમની મુખારી પ્રસિદ્ધ હતી. આ વ્યવસાયમાં તેમને ધન તથા યશ બંને પ્રાપ્ત થયાં.
ગૃહસ્થાશ્રમના સારા-નરસા અનુભવો : પંડિત શ્રી જુગલકિશોરજીનું ગૃહસ્થ જીવન સાદું, સુખમય અને સહધર્મચારિણીના યોગ્ય સહકાર દ્વારા શાંતિપૂર્વક વ્યતીત થતું હતું. પંડિતજીની જ્ઞાનસાધનામાં તેમની ધર્મપત્નીનો ત્યાગ ઘણો મહત્ત્વનો ભાગ ભજવતો અને પત્નીની યથાર્થ સેવાઓ પ્રાપ્ત કરીને જ તેમણે પોતાનો બૌદ્ધિક વિકાસ સાધેલો.
વિ. સં. ૧૯૫૬ (ઈ. સ. ૧૮૯૯)માં પંડિતજીના ઘેર એક મનોહર પુત્રીનો જન્મ થયો. તેનું નામ “સન્મતિકુમારી' રાખ્યું. આ કન્યામાં નામ પ્રમાણે ગુણ હતા. ભણવામાં પણ તે ઘણી ચતુર હતી. પરંતુ પંડિતજીની આ લાડકી દીકરી માત્ર ૮ વર્ષની ઉંમરે જ પ્લેગની બીમારીમાં ગુજરી ગઈ. પંડિતજીને આથી ઘણી વેદના થઈ.
ઈ. સ. ૧૯૧૭માં બીજી એક પુત્રીનો જન્મ થયો, જેનું “વિદ્યાવતી' નામ રાખવામાં આવ્યું. તે ઘણી સ્વરૂપવાન તેમજ ગુણવાન હતી. પુત્રી માંડ ત્રણ મહિનાની થઈ હશે ને પંડિતજીના જીવનમાં એક વજીયાત જેવી ઘટના બની ગઈ. ૧૫ માર્ચ, ૧૯૧૮ના રોજ તેમનાં ધર્મપત્ની ૨૫ વર્ષોનો સાથ છોડી ન્યૂમોનિયાના કારણે સંસાર છોડી ગયાં. પંડિતજીની ગૃહસ્થીની લીલી વાડી અચાનક ઉજજડ બની ગઈ. પંડિતજી પર કન્યાના પાલનપોષણની જવાબદારી પણ આવી પડી. તે માટે તેમણે “ધાયની સેવાઓ લીધી. કહેવત છે કે “વિપત્તિ એકલી નથી આવતી, પણ સમૂહમાં આવે છે.” પનીવિયોગનું દુ:ખ પંડિતજી ભૂલ્યા નહોતા એટલામાં તો પુત્રી વિદ્યાવતી પણ બીમાર પડી અને ૨૮ જાન્યુ., ૧૯૨૦ ના રોજ તેણે પણ સંસારમાંથી વિદાય લીધી. પંડિતજીના જીવનમાં આ દિવસને પારિવારિક, કૌટુંબિક, ગાર્વસ્થિક ધર્મના સમાપ્તિ દિન તરીકે ગણી શકાય. પંડિતજીની બધી મહત્ત્વાકાંક્ષાઓ અનંત આકાશમાં વિલીન થઈ ગઈ. કૌટુંબિક વાપાતનો એક જબરજસ્ત હુમલો પંડિતજી પર થયો, પંડિતજીને તેની ભારે માર્મિક વેદના પણ થઈ. પરંતુ સ્વાધ્યાયતપસ્વી મુખાસાહેબે આવી પડેલી પરિસ્થિતિનું ચિત્તન-મનન કરી તેનો અત્યંત દઢનાથી સામનો કરવાનું મનોમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org