________________
૧૨૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જીવનમાં એક નવો વળાંક: જુગલકિશોરના જીવનને કવિતા તથા ગવેષણાત્મક નિબંધોની રચના પ્રત્યે વાળવાનું શ્રેય એક પ્રસંગને આભારી છે. આ ઘટના ઈ. સ. ૧૮૯૦ની આસપાસની છે. જયારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે તેમના ઘરે એક મંગળપ્રસંગ આવ્યો તે નિમિત્તે વધાઈ ગાવા માટે વિશિષ્ટ સ્ત્રીઓ ભેગી થઈ હતી. આ સ્ત્રીઓ અશ્લીલ ગીતો ગાવા લાગી. તે સાંભળીને કિશોરવયના જુગલકિશોરને અત્યંત નારાજી થઈ. જેમના અંત:કરણમાં ભારતીય સંસ્કૃતિની ઉત્તમ વિચારધારા છુપાયેલી હોય તેને આવાં અશ્લીલ ગીતો ક્યાંથી પસંદ આવે ! તત્કાળ તેમણે ગીતો ગાવાનું બંધ કરાવી દીધું અને પોતાની સહજ કાવ્યશક્તિથી એક માંગલિક વધાઈ ગીત લખી નાખ્યું. આ રચના તેમણે પોતાના અહંભાવને પોષવા અર્થે કરી ન હતી પણ અવિદ્યાના કારણે પોષાતી અશ્લીલતાનો ભારતીય સંસ્કૃતિમાંથી છેદ ઉડાડવા માટે કરી હતી. તેમણે પોતાની પ્રતિભાનો ઉપયોગ અશ્લીલતા દૂર કરવા કર્યો. આ પ્રસંગ પછી જુગલકિશોરના જીવનમાં ક્રમશ: કવિત્વશક્તિ વિકસિત થતી ગઈ અને તેમના અંત:કરણમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો સાહિત્યદેવતા જાગૃત થઈ ગયો.
જુગલકિશોરજીની શિક્ષા-દીક્ષા ઉર્દૂ-ફારસીમાં થઈ હોવા છતાં, તેમની દૂરગામી દૃષ્ટિએ જોઈ લીધું હતું કે ભારતીય સાહિત્યની સંપત્તિનું પ્રકાશન આ ભાષાઓ દ્વારા નહિ, પણ હિન્દી ભાષાના માધ્યમથી જ થઈ શકે તેથી તેઓ હિન્દી ભાષા તરફ વળ્યા અને નિબંધો, કવિતાઓ તેમજ અન્ય સાહિત્યિક રચનાઓ કરી.
જીવનસંદાર્ગ–અર્થોપાર્જનની શરૂઆત: ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા બાદ જુગલકિશોરજીએ વિચાર્યું કે પોતાની આજીવિકાનો નિર્વાહ પોતે જ કરવો જ જોઈએ. તેમનો પૂર્ણ વિશ્વાસ હતો કે જીવનસંઘર્ષમાં છાતી ખોલીને જ કામ કરવામાં જીવનની સાર્થકતા છે. તેથી તેમણે પોતાની રુચિ મુજબ મુંબઈ પ્રાન્ટિક મહાસભાના ઉપદેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ રીતે તેઓ જન-જાગરણ કરવા પણ ઇચ્છતા હતા. તેમના આ કાર્ય બદલ મહાસભા દ્વારા તેમને વેતન પણ મળતું હતું. આ ઘટના નવેમ્બર, ઈ. સ. ૧૮૯૯થી શરૂ થઈ હતી. ઉપદેશક તરીકેનું તેમનું આ કાર્ય ફક્ત એક મહિનો અને ૧૪ દિવસ ચાલ્યું. ધર્મપ્રચાર જેવા પવિત્ર કાર્ય માટે વેતન લેવામાં આવે તે તેમના હૃદયને અરુચિકર લાગ્યું ! આ કાર્યને અતનિક રૂપે જ કરવામાં સ્વાભિમાન જળવાશે એવી તેમને પ્રતીતિ થઈ. આ વિચારનું પરિણામ તેમના જીવનમાં સુખદ આવ્યું અને તેમણે કોઈ પણ પ્રલોભન વિના સાહિત્યસેવા કરવાનું શરૂ કર્યું.
હવે, યુવક જુગલકિશોરના મનમાં સ્વતંત્ર વ્યવસાય કરવાની ભાવના ઉત્પન્ન થઈ. તે જમાનામાં મુખત્યારીનો વ્યવસાય અત્યંત આકર્ષક ગણાતો હતો, કેમ કે તેમાં સારી એવી આવક થતી હતી. ઈ. સ. ૧૯૦૨માં તેમણે મુખારીની પરીક્ષા પાસ કરી અને સહારનપુરમાં તેનો વ્યવસાય શરૂ કર્યો. તે જમાનામાં વકીલોની સંખ્યા ઘણી ઓછી હોવાથી તેમની ફી ઘણી વિશેષ રહેતી. સાધારણ માણસને તે પરવડતી નહીં ! તેથી લોકો વકીલને બદલે મુખ્તારને પસંદ કરતા હતા. ઈ. સ. ૧૯૦૫ માં તેઓ દેવબન્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org