________________
૯. સમયદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરિ
જીવનપરિચય : શ્રીમદ્ વિજયવલ્લભસૂરિનો જન્મ ગરવી ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વડોદરામાં વિ. સં. ૧૯૨૭ ના કારતક સુદ બીજ(ભાઈબીજ)ના દિવસે થયો હતો. તેમની માતાનું નામ ઇચ્છાબાઈ, પિતાનું નામ દીપચંદભાઈ અને તેમનું પોતાનું બાળપણનું નામ છગનભાઈ હતું. તેમના પરિવારમાં બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો પણ હતા. જૈન ધર્મના સંસ્કારોની પ્રાપ્તિ આ કુટુંબને પરંપરાથી થઈ હતી. કુટુંબમાં ધાર્મિક સંસ્કારો ઠીક-ઠીક પ્રમાણમાં દેઢ થયેલા હતા. તેમાં પણ માતા ઇચ્છાબાઈની ધર્મભાવના વધારે દેઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને નિર્મળતાનું બાળકમાં સહજપણે સિંચન થયું હતું. પણ કુદરતને આ વાત લાંબો સમય માન્ય નહોતી. બાળપણમાં જ પિતા દીપચંદજીનો વિયોગ થયો. માતા પણ બાળકને લાંબા સમય સુધી સંસ્કારવારસો આપી શકી નહિ. તેણીના પરલોકગમનનો કાળ પણ આવી પહોંચ્યો. અંતિમ ક્ષણોમાં માતાએ બાળકને કહેલું, ‘“હે વત્સ ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” તે વખતે બાળક ૧૦-૧૨ વર્ષનો હતો, છતાં તેના કુમળા માનસ પર આ શબ્દોની અમીટ અસર પડી.
Jain Education International
૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org