________________
૧૩. સંતશ્રી ગણેશપ્રસાદજી વર્ણી
ભૂમિકા : વિશ્વની વિરલ વ્યક્તિઓ જ પોતાના સદાચરણ દ્વારા સાધારણ માનવમાંથી મહામાનવ બની શકે છે. આવી રીતે જ સાધારણ માનવમાંથી આધુનિક યુગના એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત બનનાર શ્રી ગણેશપ્રસાદજી વર્ણીએ પાંનાના ઉન્નત જીવન અને ઉપદેશ દ્વારા જૈન સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર અને વિકાસમાં અનન્ય યોગદાન આપ્યું છે. એક જૈનેતર કુળમાં જન્મ પામ્યા છતાં જૈન સંસ્કૃતિના મૌલિક સિદ્ધાંતોથી આકર્ષાઈ જેમણે પોતાનું સમસ્ત જીવન જૈનધર્મનાં સંવર્ધન અને સંરક્ષણમાં સમર્પિત કર્યું એવા શ્રી વર્ણીજી પોતાના દિવ્ય વચનામૃતો દ્વારા અને અનેક ધાર્મિક શિક્ષા સંસ્થાઓની સ્થાપના દ્રારા વર્તમાન યુગના જીવો માટે સ્વ-પર કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતા ગયા છે. તેમનામાં વિદ્વત્તા પણ હતી અને સરળતાં પણ હતી. જીવમાત્ર પર કરુણા પણ હતી અને ઉદારતા પણ હતી. અનેક ગુણોના આવાસ સમું તેમનું જીવનચરિત્ર સાચે જ આપણા સૌને માટે અત્યન્ત પ્રેરણાપ્રદ છે !
જન્મ તથા બાળપણ : “સો દંડી એક બુંદેલખંડી'' આ લોકોક્તિ બુંદેલખંડના નિવાસીઓની શૌર્યકથા અને ધર્મપરાયણતાનું સૂચન કરે છે. ક્ષત્રિય શિરોમણિ મહારાજા
Jain Education International
૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org