________________
૧૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ધાર્મિક ગ્રંથો વાંચવા તરફ તેમની વૃત્તિ વધુ ઢળેલી રહેતી. સોળ વર્ષની વયે મોટાભાઈ શ્રી માણેકલાલ સાથે તેઓને વેપાર માટે સિલોન જવાનું બન્યું. અહીં થોડો સમય રહી, કલકત્તા વગેરે નગરોમાં થોડું રોકાઈ તેઓ વતનમાં પાછા ફર્યા. થોડા વખતમાં જ તેમનાં પૂજય માતાપિતા કાળધર્મ પામ્યાં, તેથી વૈરાગ્યવૃત્તિવાળા રત્નરાજને વિશેષપણે ધર્મધ્યાનમાં જોડાવાનો સમય મળ્યો. આ ધર્મભાવના દિવસે દિવસે વધતી ચાલી.
વૈરાગ્યવૃદ્ધિ અને યતિ-દીક્ષા: ઈ. સ. ૧૮૪૫માં શ્રી પ્રમોદસૂરિજીનું અહીં આગમન થયું. તેમના ઉપદેશ-સમાગમથી રત્નરાજને દીક્ષાનો વિચાર આવ્યો. પોતાના અંતરની આ વાત તેમણે મોટાભાઈને જણાવી અને ઈ. સ. ૧૮૪૭ માં ઉદેપુર મુકામે શ્રી હેમવિજયજીના હાથે દીક્ષા થઈ. નામ શ્રી રત્નવિજયજી રાખવામાં આવ્યું. પહેલું ચોમાસું અકોલા અને બીજુ ચોમાસું ઇન્દોરમાં થયું. તેમને જ્ઞાનપ્રાપ્તિની વિશેષ લગની હતી. તેથી આગલાં ત્રણ ચોમાસા દરમિયાન શ્રી સાગરચન્દ્રજીના સાન્નિધ્યમાં તેમણે વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર ઇત્યાદિમાં કુશળતા પ્રાપ્ત કરી. ઈ. સ. ૧૮૫૨માં તેઓશ્રીને પન્યાસની પદવી આપવામાં આવી. આગળનાં ચાર ચોમાસામાં પોતાનો અભ્યાસ સ્વયં તથા શ્રી દેવેન્દ્રસૂરિજીના સાન્નિધ્યમાં વધારતા ગયા. વિસ્તૃત શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થતાં શિક્ષાગુરુની આજ્ઞા લઈને ઈ. સ. ૧૮૫૭ થી ઈ. સ. ૧૮૬૨ દરમિયાનમાં શ્રી ધરણેન્દ્રસૂરિના ૫૧ યતિ શિષ્યોને વિવિધ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો અને દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિજીની સેવામાં રહ્યા. ઈ. સ. ૧૮૬૪ માં બીકાનેર-જોધપુરના નરેશો દ્વારા શ્રી ધરણેન્દ્રવિજયજીનું જે સન્માન થયું તેમાં ભાગ લીધો અને “દફતરી’નું બિરૂદ પ્રાપ્ત કર્યું. ઈ. સ. ૧૮૬૫-૬૬ ના ચાતુર્માસમાં તેમણે “દફનરી' પદનો ત્યાગ કર્યો અને જાલોર તથા ઘાણેરાવના ચોમાસામાં યતિઓના શિથિલાચાર, પરિગ્રહબુદ્ધિ ઇત્યાદિ અંગે શ્રી ધરણેન્દ્રવિજયજી સાથેનો વિવાદ સમાપ્ત ન થતાં તેમાં ક્રિયોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. ૧૮૬૭માં દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિ દ્વારા આહોર મુકામે, સમસ્ત શ્રી સંઘની હાજરીમાં પરંપરાગત સૂરિમંત્રની અને ‘શ્રી પૂજ્ય'ની પદવીનું અનુદાન, ભવ્ય સમારોહપૂર્વક સંપન્ન થયું. અહીંથી વિહાર કરી જાવરામાં ચાતુર્માસ દરમિયાન નવાબ તથા મંત્રીમંડળની સાથે શંકા-સમાધાન કર્યું.
- યતિ સંસ્થાનો સંપૂર્ણ ક્રિયોદ્વાર અને કલમનામું : ઈ. સ. ૧૮૬૭ ના જાવરાના ચાતુર્માસ દરમ્યાન યતિ શ્રી ધરણેન્દ્રસૂરિએ સિદ્ધકુશલ અને મોતીવિજય નામના બે થતિઓને શ્રી પૂજ્ય પાસે મોકલ્યા. આ દૂતો અને શ્રી પૂજ્ય વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ. શ્રી પૂજય યતિ-પરંપરામાં રૂઢ થઈ ગયેલા અંધવિશ્વાસોમાં, જનતા ઉપરના પ્રભાવ માટેનો અયોગ્ય સાધનોમાં, તેમજ રૂઢિઓ અને વિવિધ પ્રકારની શિથિલતાઓમાં આમૂલ ક્રાંતિ કરાવવાની બાબતમાં દેઢ હતા. તેઓએ આ માટે નવ કલમોની “સુધાર યોજના” લખીને મોકલી, જેના પર શ્રી ધરણેન્દ્રવિજયજીએ અન્ય સર્વ યતિઓની સાથે એકમત થઈ સહી કરી. આ વિધિ પૂરી થતાં જાહેરમાં તેની ઘોષણા થઈ. એ વખતે શ્રી પૂજયે પોતે પણ પૂર્વે ભેટરૂપે મળેલી સર્વ લૌકિક પદવીઓ અને છડી, ચામર, પાલખી વગેરે સમસ્ત પરિગ્રહોનો શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં સંપૂર્ણ ત્યાગ કર્યો. તેમના મુખ્ય બે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International