________________
૧૯૩
ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજ્યજી
પ્રેરક વ્યક્તિત્વની ઝાંખી (૧) વૈષ્ણવ ભાઈઓની ભક્તિઃ જેમને સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને સર્વ ધર્મો અને શાસ્ત્રો સમ્યગરૂપે જ પરિણમે છે. મુનિશ્રીની આવી નિર્મળ દષ્ટિ અને સર્વધર્મસમભાવભરી બુદ્ધિને કારણે ગવસમાજ તેમના તરફ આકર્ષાયો હતો, એ લોકોએ એમની ખૂબ સેવાભક્તિ કરી. ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ કરાવ્યા.
(૨) ભાષાપ્રભુત્વ : એમની ભાષા સરલ, મધુર અને પ્રાસાદિક હોવા છતાં એમના શબ્દોમાં એક પ્રકારનો જુસ્સો રહેતો. તેજસ્વી શબ્દો એમની જીભે રહેતા, અને હૃદયના ઉચ્ચભાવો વ્યક્ત કરીને દિલને સ્પર્શી જતા. તેમના ભાવવાહી તેજસ્વી શબ્દસમૂહોથી વિદ્વાનો મુગ્ધ બની જતા. '
(૩) સાગર જેવી ઉદારના : મુનિશ્રીમાં સર્વધર્મસમભાવની જે વ્યાપક, ઉદાર અને ઉદાત્ત દૃષ્ટિ હતી, એવી દષ્ટિ ભાગ્યે જ કોઈ અન્ય મુનિમાં જોવા મળશે. અનેકાંતવાદના એ ખરેખર વ્યવહારુ પ્રણેતા હતા.
(૪) નિમહી : તેમણે કદી શિષ્યની ઇચ્છા નથી કરી, નથી કરી પોતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિતા. એ તો આનંદઘનની જેમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશુંય એમને નહોતું.
(૫) એકાંતના સાધકઃ છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી તેઓ લગભગ એકાંત, શાંત, જીવન જીવતા. મોટે ભાગે ધર્મશાસ્ત્રોના વાચન અને ચિતન પાછળ તેઓ સમય વિતાવતા.
“ન્યાયવિજયજીનું દર્શન-વંદન એ જ મહાયાત્રા છે.” એકવાર આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ શંખેશ્વર થઈ પાટણ જવાના હતા. એમને મન ન્યાયવિજયજીનું દર્શન-વંદન જ મહાયાત્રા હતી. જૈન સમાજના સર્વ વર્ગોના આદરણીય, શુનશીલવારિધિ, પ્રાચીન સાહિત્યસંશોધનના મહારથી એવા શ્રી પુણ્યવિજયજી મુનિશ્રી ન્યાયવિજયજીની યાત્રાએ આવે એ મુનિશ્રીની વિરાટતાનું–સાધુતાનું– સ્વયંપ્રમાણ હતું. બે મહાવિદ્વાનોનું આ મિલન હૃદયંગમ અને પ્રેરક હતું.
સંતસમાગમનું સ્થાન : અનેક વિદ્વાનો એમની સાથે જ્ઞાનચર્ચા કરતા અને સંતસમાગમ માટે શોધના આવતા. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, શ્રી પરમાનંદ કાપડિયા, મુનિશ્રી સંતબાલજી, શ્રી વિમલા ઠકાર, હરદ્વાર ઋષિકેશના સ્વામી શ્રી શિવાનંદજીના પટધર સ્વામી સત્યાનંદજી, સ્વામી ચૈતન્યાનંદજી, સ્વામીશ્રી પ્રેમાનંદજી વગેરે અનેક પ્રસિદ્ધ વિદ્વાનો તેમનાં દર્શન–મુલાકાત દ્વારા જ્ઞાનચર્ચા અર્થે આવતા.
- માંડલની એક બીજી જ આવી વિભૂનિ મહંત શ્રી શાંતિપ્રસાદજી મુનિશ્રીના દર્શને પધારેલા. બન્ને વચ્ચેનો સંસ્કૃતમાં થયેલો વાર્તા–પ્રવાહ સાંભળી માંડલવાસીઓ તો મુગ્ધ જ બની ગયા.
પ્રસિદ્ધ વિદ્વાન મુનિશ્રી જંબુવિજયજી શંખેશ્વર આવતા તો એકલા મુનિશ્રીના વંદને આવતા અને ૩૬ માઈલનો પ્રવાસ ખેડી પાછા ચાલ્યા જતા, એ મુનિશ્રી પ્રત્યે તેમની ભક્તિ અને સ્નેહ જ દર્શાવે છે.
૭) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org